________________
30
જય વીયરાય જેના વિયોગમાં શોક કરે છે. આ બધુ (બધી વસ્તુઓ) દ્રવ્યસંસાર છે.
બીજુ પણ એક દ્રવ્યસંસારનું સ્વરૂપ છે - 'ચાર ગતિમાં જીવની રખડપટ્ટી.
અનાદિકાળથી આજ સુધી આપણે ચારે ગતિમાં ખુબ ભટક્યા છીએ. અનંતા જન્મ-મરણ કર્યા છે. આ બધુ દ્રવ્યસંસાર છે. નિગોદમાં અનંતો કાળ ભયંકર દુઃખોમાં પસાર કર્યો, ત્યાં ઓછામાં ઓછુ આયુષ્ય તો માત્ર ૧ સેકંડના ૨૨ મા ભાગથી પણ કંઈક ન્યૂન છે. વધુમાં વધુ આયુષ્ય પણ બે ઘડી જેટલુ નથી, વળી ત્યાં એક શરીરમાં અનંતા જીવોએ ભેગા રહેવાનું છે. આ એક શરીર પણ એટલુ બધુ સૂક્ષ્મ છે કે સૂક્ષ્મ નિગોદનું શરીર તો દેખી શકાતુ જ નથી, જ્યારે બાદર નિગોદના અસંખ્ય શરીર ભેગા થાય ત્યારે કંઈક ચર્મચક્ષુથી જોઈ શકાય છે. અહીં અનંતા જીવો એક સાથે જન્મે છે, શ્વાસોશ્વાસ પણ સાથે લે છે, ખોરાક પણ સાથે લે છે.
આહારસંજ્ઞા તો નિગોદના પ્રત્યેક જીવને છે એટલે આહારની ઈચ્છા તો પ્રત્યેકને થાય છે. પણ, આહાર લેવા માટે સ્વતંત્ર શરીર નથી. બધાએ ભેગો લેવાનો