________________
૨૯
ભવનિર્વેદ વૈરાગ્યની આરઝુ
૧. દ્રવ્યસંસાર ૨. ભાવસંસાર
વિષય અને કષાય અર્થાત્ પાંચ ઈન્દ્રિયોના ઈષ્ટ વિષયો (શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ) પર રાગ અને અનિષ્ટ પદાર્થો પરનો દ્વેષ અને ક્રોધ-માનમાયા-લોભ આ ચાર કષાયોને ભાવ-સંસાર કહેલ છે. યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજાએ જણાવ્યું છે -
अयमात्मैव संसारः, कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं, मोक्षमाहुर्मनीषिणः ।।
કષાય અને ઈન્દ્રિયોથી જીતાયેલો આત્મા એજ સંસાર, કષાયો અને ઈન્દ્રિયોને જીતનારો આત્મા એ જ મોક્ષ. આ ભાવસંસારનું સ્વરૂપ કહ્યું.
દ્રવ્યસંસાર એટલે ઉપરોક્ત ભાવ સંસારના કારણભૂત તે તે પદાર્થો. આમ શરીર, કુટુંબ, ઘન, વસ્ત્ર, ભાજનો, સુવર્ણ, રજત, રત્નો, જમીન, મકાનો વગેરે અનેક પદાર્થો જેની સંસારીજનો તીવ્ર ઈચ્છા કરે છે, જેની માટે અનેક પ્રકારના પાપો કરે છે, દિવસ-રાત જોયા વિના પ્રબળ પુરુષાર્થ કરે છે, જેના વિના તરફડે છે, જેની પ્રાપ્તિમાં આનંદ માને છે,