________________
પ્રથમ આઠ પ્રાર્થના
૨૭ પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ લલિતવિસ્તરા ગ્રંથમાં આ આઠ વસ્તુઓને બે વિભાગમાં વહેંચી છે. પ્રથમ છ વસ્તુઓને લૌકિક સૌંદર્ય તરીકે ગણી છે. શુભગુરુનો યોગ અને તેમના વચનનું અખંડ પાલન આ છેલ્લી બે વસ્તુઓને લોકોત્તર સૌંદર્ય તરીકે જણાવી છે. લૌકિક સૌંદર્ય પ્રાપ્ત કરવાથી લોકોતર ધર્મના અધિકારી થવાય છે. લૌકિક સૌંદર્યની પ્રાપ્તિ વિના જ થયેલ શુભગુરુનો યોગ, તાવમાં રહેલ વ્યક્તિને પૌષ્ટિક ખોરાકની જેમ દોષ કરનાર જણાવ્યું છે. આનો અર્થ એવો થયો કે ભવનિર્વેદ-માર્ગાનુસારીપણા વગેરે વિના શુભગુરુનો યોગ સફળ થતો નથી. તેવી જ રીતે ભવનિર્વેદ-માર્ગાનુસારીપણા વગેરેથી શુભગુરુનો યોગ થાય છે, તેમના વચનનું અખંડ પાલન થઈ શકે છે અને આત્માનો વિસ્તાર થાય છે.
પરમાત્માનો પ્રભાવ અચિંત્ય છે, તેથી શુદ્ધ બુદ્ધિપૂર્વક કરેલ પ્રાર્થના અવશ્ય સફળ થાય છે. પંચસૂત્રમાં કહ્યું છે કે - "વિંતસરનુત્તા દિ તે માવંતો વિયરાયા"
પરમાત્માનો પ્રભાવ આપણે વિચારી શકીએ તેમ પણ નથી. આવા પરમાત્મા પાસે અહિં આપણે આશંસા એટલે ઈચ્છા પ્રગટ કરીએ છીએ કે પ્રભુ ! આપના પ્રભાવથી અમને ઉક્ત આઠ વસ્તુઓની પ્રાપ્તિ થાઓ.