________________
ભક્તિનું ભેટણુ
૨૫
આ સૂત્રને પ્રણિધાન સૂત્ર કહેવા પાછળનો આશય એ કે, ચૈત્યવંદનના પ્રત્યેક સૂત્રમાં પ્રણિધાન જરૂરી હોવા છતાં પણ આમાં વિશેષરૂપે જરૂરી છે, કેમકે આ સૂત્રમાં પરમાત્મા પાસે આપણે તેર પ્રાર્થના કરવાની છે. ખૂબ ગદ્ગદ્ દિલે અને એકાગ્ર ચિત્તે આપણે આ વસ્તુઓની આશંસા કરવાની છે. આ બઘી વસ્તુઓ આપણને મુક્તિની નિકટ લઈ જનારી છે. આ બધી વસ્તુઓની પ્રાપ્તિ પરમાત્માના પ્રભાવે થવાની છે. ચાલો, સૂત્રમાં આગળ વધીએ...
હોઉ મમં તુહ પ્રભાવઓ ભયવં...
હે ભગવંત ! મને તમારા પ્રભાવથી પ્રાપ્ત થાઓ. અહીં કેટલાક પ્રશ્ન કરે છે કે ભગવાન વીતરાગ છે તો તેઓ પાસેથી કેવી રીતે વસ્તુ મળે ? આનુ સમાધાન એ છે કે પ્રભુ વીતરાગ હોવાથી કોઈના પર પ્રસન્ન થતા નથી તથા કોઈના પર રોષાયમાન થતા નથી, પરંતુ પરમાત્માનો અચિંત્ય પ્રભાવ જ એવો છે કે તેમની ભક્તિ કરનારને લાભ થાય છે. આશાતના કરનારને નુકશાન થાય છે. આ બાબતમાં ચિંતામણિરત્ન, કલ્પવૃક્ષ વગેરેના દૃષ્ટાંતો અપાય છે. १. वत्थुसभावो एसो अचिंतचिन्तामणि महाभागे ।
थोउण तित्थयरे पाविज्जइ वंछिओ अत्थो ।।