________________
જય વીયરાય 3. સયોગીકેવલી વીતરાગ ૧૩ મા ગુણસ્થાનકે હોય છે. ૪. અયોગીકેવલી વીતરાગ ૧૪ મા ગુણસ્થાનકે હોય છે. ૫. સિદ્ધકેવલી વીતરાગ એટલે મોક્ષમાં રહેલ જીવો.
સયોગીકેવલી વીતરાગ પણ બે પ્રકારના હોય છે. ૧) તીર્થકર વીતરાગ. ૨) સામાન્ય કેવલી વીતરાગ.
અહીંયા આ પ્રાર્થના તીર્થંકર પરમાત્માને કરવાની છે. તેથી તીર્થંકર પરમાત્માને લેવા માટે બીજુ પદ મુક્યુ 'જગગુરૂ' "હે જગલુરુ તમે જય પામો"
પ્રભુ જગતના ગુરુ છે.
ત્રણ જગતમાં અજ્ઞાનનો અંધકાર દૂર કરવા દ્વારા જગગુરુ બન્યા છે.
આ સૂત્રમાં પ્રભુ આગળ કુલ તેર વસ્તુની પ્રાર્થના કરાય છે. પ્રાર્થના કરતા પૂર્વે જેની આગળ પ્રાર્થના કરીએ તેની સ્તુતિ કરવી જોઈએ. તેથી જ પહેલા બે પદો દ્વારા પરમાત્માની સ્તુતિ કરી છે કે,
હે વીતરાગ દેવ ! આપ જય પામો. હે જગગુરુ ! આપ જય પામો.
વળી સામાન્યથી રાજા વગેરે (હાલમાં પ્રધાનો વગેરે સત્તાધીશ)ને પ્રાર્થના કરતા પૂર્વે ભેટણ મુકાય