________________
૨૦
જયવીયરાય જગગુરૂ
હે વીયરાગ દેવ ! તમે જય પામો.
જય વીયરાય
વીતરાગ એટલે જેમને રાગ-દ્વેષનો સંપૂર્ણ અભાવ છે, જેમને કંઈ પણ પ્રિય નથી, કંઈ પણ અપ્રિય નથી.
રાગ-દ્વેષના સુખોથી ટેવાયેલા આપણને વીતરાગતાના સુખની ખબર ન પડે. વીતરાગપણાનું સુખ અનુભવગમ્ય છે. અનંત સુખનો સાગર એમાં છે.
આ વીતરાગ જીવો બે પ્રકારના છે
મોહનીયકર્મના સંપૂર્ણ ઉપશમથી ઉપશમવીતરાગ. મોહનીયકર્મના સંપૂર્ણ ક્ષયથી ક્ષાયિકવીતરાગ.
ઉપશમ વીતરાગોને ૧૧ મુ ગુણસ્થાનક હોય છે. ઉપશમ વીતરાગતા માત્ર અંતર્મુહૂર્ત ટકનારી હોય છે. ત્યાર પછી રાગ-દ્વેષ અવશ્ય ઉછાળો મારે છે, અને જીવ નીચે ઉતરે છે. કેટલાક છદ્બે-સાતમે ગુણઠાણે જઈ સ્થિર થાય છે, જ્યારે કોઈ જીવો યાવત્ મિથ્યાત્વાવસ્થા સુધી પહોંચી જાય છે અને ત્યાર પછી કોઈ કમનસીબ જીવ નિગોદ સુધી પહોંચી ત્યાં અનંતકાળ પસાર કરે છે. ક્ષાયિક વીતરાગને નીચે