________________
૧૮
જય વીયરાય
સર્વ ધર્મોમાં પ્રધાન (મુખ્ય) જૈન શાસન જય પામો. (૫)
લલિતવિસ્તરામાં બે જ ગાથાઓનું વર્ણન છે. તેમાં પ્રથમ આઠ પ્રાર્થના-આશંસા રજૂ કરી છે. તેનો કાળ અને ફળ બતાવતા જણાવ્યું છે - "आभवमखण्डा-आजन्म आसंसारं वा सम्पूर्णा भवतु ममेति-एतावत्कल्याणावाप्तौ द्रागेव नियमादपवर्ग: ।"
આ આઠે વસ્તુની પ્રભુ મને સંપૂર્ણપણે અખંડ સંસારના છેડા સુધી પ્રાપ્તિ થાવ. અર્થાત્ મોક્ષમાં જાઉં ત્યાં સુધી સતત દરેક ભવમાં આઠ વસ્તુની મને પ્રાપ્તિ થાવ એવી પરમાત્માને પ્રાર્થના કરાય છે. આગળ હવે કલ્યાણ સ્વરૂપ આ આઠ વસ્તુ જો પ્રાપ્ત થાય તો ટ્રાવ નિયમાવપવ | શીઘ નિયમા મોક્ષની પ્રાપ્તિ થાય.
આ આઠે વસ્તુને કલ્યાણસ્વરૂપ બતાવી. આ આઠ વસ્તુની પ્રાપ્તિથી શીઘ મોક્ષ બતાવ્યો.
અને આ આઠે વસ્તુની પ્રાપ્તિ પરમાત્માના અચિંત્ય પ્રભાવથી-પ્રાર્થનાના બળે અવશ્ય થાય છે એમ બતાવ્યું.
આ બધાનું ટુંકુ રહસ્ય એ આવ્યું કે વિધિપૂર્વક દેવવંદન કરતા (શ્રાવકોને દ્રવ્યપૂજાપૂર્વક) અંતે