________________
અમિતા અરિહંતની
પ્રભુની ગેરહાજરીમાં તથા પ્રભુ વિચરતાં હોય ત્યારે પણ પ્રભુની ભક્તિ માટે જિનપ્રતિમાઓના અને તે રાખવા માટે ચેત્યોના નિર્માણ અનાદિકાળથી કરાય
છે.
ઉર્ધ્વલોક, તિøલોક, અઘોલોક આમ ત્રણ લોકમાં થઈ કુલ અસંખ્ય શાશ્વત ચૈત્યો છે, આ શાશ્વત ચૈત્યો ત્રણે કાલમાં હોય છે. તથાસ્વભાવે ચૈત્ય અને પ્રતિમાજીના તેવા આકારો શાશ્વત છે. જેમ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રો, તારા, જંબૂદ્વીપ, જગતી, મેરૂપર્વત વગેરે શાશ્વત પદાર્થો છે તેમ અસંખ્ય ચૈત્યો પણ શાશ્વત છે.
હાલ પણ પ્રતિમામાં વિધિપૂર્વક વિશુદ્ધ સંયમી ગીતાર્થ આચાર્યો દ્વારા અરિહંત તત્ત્વનું આરોપણ કરાય છે અને પછી તે પ્રતિમાજીને સાક્ષાત્ અરિહંત સમાન માની તેની પૂજા ભક્તિ કરાય છે.
ભવ્યજીવોના હૈયામાં પ્રભુ પ્રત્યે ભક્તિના ભાવ વધે, બહુમાનના ભાવ વધે, તે દ્વારા વિપુલ કર્મનિર્જરા થાય, પુણ્યાનુબંધિ પુણ્યની ખૂબ જ વૃદ્ધિ થાય, સમ્યગ્દર્શન નિર્મળ થાય, સમ્યજ્ઞાનની અને સમ્યચારિત્રની પ્રાપ્તિ થાય તે માટે પરમાત્માના ચૈત્યો