________________
ઉપાસનાની રિતિ
૧૧
ઉપર ત્રણ ઢગલી કરી તેના ઉપર સિદ્ધશિલાનું આલેખન કરાય છે, આ અક્ષતપૂજા છે. આમાં બોધપાઠ એ છે કે સ્વસ્તિકની ચાર પાંખડી ચાર ગતિરૂ૫ છે. તેના ઉપરની ત્રણ ઢગલી દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એના દ્વારા ચાર ગતિનો નાશ કરીને જીવનો ઉપર સિદ્ધશિલા પર વાસ થાય છે.
અક્ષતપૂજા પછી નૈવેધ અને ફળપૂજા કરાય છે. ઉત્તમ પ્રકારના નૈવેધ અને ફળ મૂકાય છે.
શ્રાવકોને આ અષ્ટપ્રકારી પૂજા હંમેશ કરવાનું વિધાન છે. આ ઉપરાંત દર્પણપૂજા - આભૂષણપૂજાચામરપૂજા વગેરે અનેક પ્રકારની પૂજાઓ પણ અવારનવાર કરાય છે.
ભાવપૂર્વક કરાતી પ્રભુની અષ્ટપ્રકારી પૂજાનું ઉત્કૃષ્ટ ફળ આઠે પ્રકારના કર્મનો ક્ષય છે. વળી ક્યારેક ભાવનાના અતિરેકથી તીર્થકરવામગોત્ર, ગણધરનામકર્મ વગેરે પુણ્ય કર્મના બંધ પણ થાય છે. માટે વિશિષ્ટ પાપ કર્મનો ક્ષય અને અઢળક પુણ્યોપાર્જન કરનારી અષ્ટપ્રકારી પૂજા સ્વદ્રવ્યથી ગૃહસ્થોએ અવશ્ય કરવી જોઈએ. પૂજા એ અરિહંત પરમાત્માના ગુણો, પ્રભાવ, ઐશ્વર્ય તથા પરમાત્મા દ્વારા થતા વિશ્વપરના