________________
પરિચય.. ચૈત્યવંદનનો
૧૫ હોવાં છતાં શાસ્ત્રકારો કહે છે પ્રભુનો એવો અચિંત્ય પ્રભાવ છે કે પ્રભુની પાસે કરેલી પ્રાર્થનાઓ અવશ્ય સફળ થાય છે, કારણ એ છે કે પરમાત્મા પાસે અત્યંત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરવાથી જે શુભ ભાવો ઉત્પન્ન થાય છે તેનાથી તેવા પ્રકારના કર્મનો ક્ષયોપશમ પ્રાપ્ત થાય છે, જેના દ્વારા જીવોને ઈષ્ટફળની સિદ્ધિ થાય છે અર્થાત્ પ્રાર્થના સફળ થાય છે. પ્રાર્થનીય વસ્તુની પ્રાપ્તિ થાય છે. માટે આ સૂત્ર ખૂબ મહત્ત્વનું છે. તેથી પ્રણિધાન ખૂબ સુંદર થાય તેટલા માટે આ સૂત્રમાં કરાયેલ તેર પ્રાર્થનાનું વિશદ વિવેચન કરીએ છીએ.
આટલી ભૂમિકા કર્યા પછી હવે આપણે સૂત્રના શબ્દો સાથે જ તેમાં કરેલ પ્રાર્થનાઓને વિશિષ્ટ રીતે વિચારીએ. વળી તે પૂર્વે મૂળ સૂત્ર તથા સંક્ષેપ અર્થ પણ જાણી લઈએ.