________________
૧૪
જય વીયરાયા નાશ પામે છે. અનેક દોષો પણ નાશ પામે છે. વળી વિનય, વિવેક આદિ અનેક ગુણો પ્રગટ થાય છે. વિપુલ કર્મનિર્જરા થાય છે. વિશિષ્ટ કોટિના પુણ્યનુપાર્જન થાય છે. સમ્યગ્દર્શન નિર્મળ થાય છે. જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. શીઘ મોક્ષના અનંતસુખના ભોક્તા થવાય છે.
હવે મહત્ત્વની વાત. આ ચૈત્યવંદનમાં પરમાત્માની સ્તવનાદિ કર્યા પછી છેલ્લે 'જયવીયરાય' નામના સૂત્રમાં પ્રભુને પ્રાર્થના કરાય છે. પ્રભુ સમક્ષ આશંસા (પોતાની ઈચ્છા) વ્યક્ત કરાય છે. આમાં કુલ તેર વસ્તુની પ્રાર્થના કરાય છે. આ ખૂબ જ મહત્ત્વની પ્રાર્થના છે. તેથી સમસ્ત રચૈત્યવંદન અત્યંત પ્રણિધાનપૂર્વક કરવાનું હોવા છતાં આ સૂત્ર વિશિષ્ટ પ્રણિધાનપૂર્વક કરવાનું શાસ્ત્રકાર ભગવંતો જણાવે છે, આટલું જ નહીં આ સૂત્રના ઉચ્ચારણ પ્રસંગે પ્રણિધાનમુદ્રા કરવાનું વિધાન કરે છે. પરમાત્મા વીતરાગ
१. वत्थुसभावो एसो अचिंतचिंतामणि महाभागे ।
थोऊण तित्थयरे, पाविज्जइ वंछिओ अत्यो ।।
टीका . यद्यप्येते वीतरागादित्वान्न प्रसीदन्ति तथापि तानचिन्त्यमाहात्म्योपेतान् चिन्तामण्यादिनिव मनःशुद्ध्याराधयन्नभीष्टफलमवाप्नोति।।