________________
૧૩
પરિચય... ચૈત્યવંદનનો સંસારના કાર્યોનો નિષેધ કરાય છે. પૂજા માટે ગભારામાં પ્રવેશ કરતાં બીજી વાર નિસહી બોલાય છે. આના દ્વારા હવે ચૈત્યોના કાર્યની વિચારણાનો પણ નિષેધ કરાય છે.
પરમાત્માની ભક્તિનું મહત્ત્વનું અંગ-ચૈત્યવંદન. આ પૂર્વે નિસીહી બોલાય છે. આના દ્વારા હવે દ્રવ્યપૂજાની વિચારણાનો પણ નિષેધ કરાય છે. ભાવપૂજાનો હવે પ્રારંભ કરાય છે. આ ચૈત્યવંદનના પણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદો છે. વળી પ્રત્યેકના અવાંતર ત્રણ-ત્રણ ભેદો છે. એમ કુલ નવ ભેદ છે. આનું ચૈત્યવંદનભાષ્યમાં વિશેષ વર્ણન આવે છે. - સાધુ-સાધ્વીએ હંમેશ ઉભયતંક ઉત્કૃષ્ટ દેવવંદન કરવાના છે. શ્રાવકોએ ત્રિકાળ પૂજા કરી ત્રણે વખત ઉત્કૃષ્ટ દેવવંદન કરવાના છે. ગણધર ભગવંતોએ રયેલા સૂત્રો દ્વારા ચૈત્યવંદન કરાય છે.
પ્રભુ સમક્ષ કરાતી આ ચૈત્યવંદનની ક્રિયા અદ્ભુત યોગસાધના છે. ગણધર ભગવંતો દ્વારા રચિત દેવવંદનના સૂત્રો અત્યંત રહસ્યોથી ભરેલા છે, સુંદર ભાવવૃદ્ધિના જનક છે. આખી દેવવંદનની પ્રક્રિયા ખૂબ જ વૈજ્ઞાનિક છે. આના દ્વારા અનેક વિદ્ગો