________________
જય વીયરાય અને નિર્વાણ, પાંયે પ્રસંગોને કલ્યાણક તરીકે દેવો વગેરે સમસ્ત સૃષ્ટિએ ઉજવ્યું. ઉગ્ર ચારિત્ર પાળી મોહનો ક્ષય કરી, વીતરાગ દશાને પામી કેવલજ્ઞાન પામ્યા. પછી પ્રભુએ શાસન સ્થાપ્યું. સમસ્ત વિશ્વમાં તે પ્રસર્યું અને અનંત જીવોએ શાસનને પ્રાપ્ત કરી શાશ્વત સુખને પ્રાપ્ત કર્યું.
પ્રભુનું રૂપ અસંખ્યદેવો કરતાં શ્રેષ્ઠ છે. પ્રભુનું બળ અસંખ્યદેવો કરતાં અનંતગણુ છે. પ્રભુનું ઐશ્વર્ય દેવેન્દ્રોથી અધિક છે.
કરોડો દેવો પ્રભુની ચારે બાજુ હંમેશ વિંટળાયેલા હોય છે. ઈંદ્રાદિ દેવો પ્રભુની સેવામાં તત્પર હોય છે. અષ્ટપ્રાતિહાર્ય, ચોટીશ અતિશયોથી પ્રભુ સદા વિરાજિત
પ્રભુનું બાહ્ય સૌંદર્ય અલૌકિક છે. સાથે વીતરાગતા, કેવલજ્ઞાન-કેવલદર્શન, અનંતશક્તિ વગેરે અત્યંત ગુણ સૌંદર્ય પણ વિશિષ્ટ અને લોકોત્તર છે. પ્રભુનો પ્રભાવ પણ અચિંત્ય છે. વળી પ્રભુનો વિશ્વ પર ઉપકાર પણ અનંત છે.
આવા દેવાધિદેવની સેવા-ભક્તિ-ઉપાસના-આરાધના કરવી એજ મનુષ્ય જીવનનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે.