Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પ્રથમ પલ્લવ. 31 તેવું હવે તે હું કરીશ.” આમ વિચારમાં ને વિચારમાં બાકીની રાત્રિ પસાર થઈ ગઈ. સવારના શ્રેષ્ટિ પાસેથી પાંચ હજાર રૂપિયા લઈ એક મજુર પાસે ઉપડાવી તે બજારમાં ગયે. ત્યાંથી ઘણા પૈસા ખરચીને સુંદર નવા કપડા વેચાતાં લઈ પહેર્યા તથા દ્રવ્ય ખરચીને આભૂપણે લઈ પિતાના શરીરને બરાબર શણગાર્યું વળી રસ્તામાં જતાં ગરીબ, વિકળ અથવા જે કઈ યાચક મળે તેને મુઠી ભરી ભરીને દાન આપવા લાગ્યો. માગણ પણ આશ્ચર્ય પામી બેલવા લાગ્યા કે–“ભારે નવાઇની વાત કે આજ તે વિશ્વભૂતિ બ્રાહ્મણ દાન આપવા નિકળી પડ્યો છે!” લેકે ટેળે મળી મળીને બેલવા લાગ્યા કે–અરે ભાઈ દડો દેડો ! તમને કૌતુક દેખાડું. જુઓ ! આજ તે વિશ્વભૂતિ મહારાજ દાન આપવા નિકળી પડ્યા છે.' આ પ્રમાણે દરેક મેટા રસ્તામાં લેકેના ટેળેટેળા મળી આશ્ચર્ય પામતા હતા, તેવામાં કઈ ઘણા પરિચયવાળા માણસે તે બ્રાહ્મણને પૂછયું કે–“અરે વિશ્વભૂતિ ! તને આજે શું થયું છે? કઈ દિવસ અગાઉન દીધેલ દાન દેવાની ઈચ્છા વળી ક્યાંથી થઈ આવી?” બ્રાહ્મણે કહ્યું કે ભાઈ! આટલા દિવસ તે મિથ્યા જ્ઞાન તથા ઉલટી સમજણમાં ગયા. હવે મને શાસ્ત્રનો પરિચય થતાં સાચું રહસ્ય સમજાયું. દાનભેગ સિવાય લક્ષ્મી નરકમાં લઈ જનારી તથા બંને લેકથી ભ્રષ્ટ કરનારી થાય છે, માટે હું દાન દઉં છું.' આ વાત કઈ માણસે આવીને બ્રાહ્મણના દીકરાઓને કહી “અરે ભાઈ! તમારા પિતા તે આજ બહુ દાન દેવા મંડ્યા છે! તેઓએ કહ્યું –બાઈ મશ્કરી કરે છે કે અમારા કોઈ પાપના