________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮ )
મનમાં તેઓ અધ્યાત્મજ્ઞાનથી ઉત્તમ સમતાભાવની ભાવના ભાવવા લાગ્યા અને શરીરને ત્યાગ કરીને પરમસુખ પામ્યા. શ્રી ગજસુકાલનું દૃષ્ટાંત ખરેખર અધ્યાત્મભાવનાની પુષ્ટિમાં હેતુભૂત છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર માતા સમાન છે. માતા જેમ પોતાના
- બાળબચ્ચાંઓનું લાલનપાલન કરે છે અને તેઓને માતા અને અનેક દુઃખમાંથી બચાવે છે; પોતાનાં બચ્ચાંઓના પિતાના સમાન અધ્યાત્મજ્ઞાન ગુન્હા સામું જોતી નથી પણું તેમના ભલાને માટેજ
સદાકાલ પ્રયત્ન કરે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ ભવ્ય જીવોની પુષ્ટિ કરે છે અને ભવ્ય જીવોમાં રહેલા અનેક દોષોરૂપ મળને દૂર કરે છે; તેમજ ભવ્ય જીવોની પુષ્ટિ કરીને પરમાત્મપદરૂપ મહત્તાને અપે છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર ભાવપિતાની ગરજ સારે છે. સાંસારિક પિતા, જેમ પિતાના કુટુંબનું પોષણ કરે છે અને કુટુંબને સુખી કરવા તનતોડ મહેનત કરે છે, શત્રુઓથી પોતાના કુટુંબનો બચાવ કરે છે, પિતાના પુત્રો અને પુત્રીઓને ભણાવે છે અને તેઓને શુભ માર્ગમાં દેરે છે, તેમ અધ્યાત્મજ્ઞાનરૂપ ભાવપિતા પણ વિરતિ આદિ કુટુંબનું પષણ કરે છે અને અતરાત્માને જ્ઞાનાદિ પંચાચારનું શિક્ષણ આપીને તેની પુષ્ટિ કરે છે, તથા મૈત્રીઆદિ ભાવનાઓના અમૃતરસવડે અત્તરાભાનું પિષણ કરે છે અને ઉચ્ચ ગુણસ્થાનકરૂપ શુભ માર્ગમાં પિતાના કુટુંબને દોરે છે અને પિતાની ફરજ બજાવીને આત્માના આન્તરિક કહેબની ઉન્નતિ કરે છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર એક ઉત્તમ મિત્ર સમાન છે. ઉત્તમ મિત્ર જેમ પિતાના મિત્રના હૃદયને પ્રફુલ કરે છે તેમ અધ્યાત્મજ્ઞાન પણ અન્તરાત્માને પ્રફુલ્લ કરે છે. ઉત્તમે મિત્ર જેમ પિતાના મિત્રને, સંકટ વખતમાં સાથી બને છે, તેમ અધ્યાભજ્ઞાન પણ અન્તરામરૂપ મિત્રને–અનેક પ્રકારનાં મહારાજાએ કરેલાં સંકટમાં સાથી બનીને, મોહના દુઃખથી ઉગારે છે. ઉત્તમ મિત્ર જેમ પોતાના મિત્રને પ્રાણુતે પણ વિશ્વાસઘાત કરતે નથી તેમ અધ્યાત્મજ્ઞાન પણ અતરાત્માને કદાપિ વિશ્વાસઘાત કરવા પ્રવૃત્તિ કરતું નથી. ઉત્તમ મિત્ર જેમ પોતાના મિત્રની દોષદષ્ટિ ટાળીને તેની સગુણ દષ્ટિ ખીલવે છે તેમ અધ્યાત્મજ્ઞાન પણ અતરાત્મામાં રહેલા દેષ ટાળીને તેની સગુણ દષ્ટિ ખીલવે છે. અન્તરાત્માને પિતાનું શું કર્તવ્ય છે અને તે કેવી રીતે સિદ્ધ થાય? તે શિખવનાર અધ્યાત્મજ્ઞાન છે. ઉત્તમ મિત્ર જેમ પોતાના મિત્રના ગુણે અને દે જાણે છે તો પણ તે દેષની વાત કેઈ આગળ કરતો નથી અને ગુણોની સુગંધી સર્વત્ર ફેલાવે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ સર્વ જીવોના ઉત્તમ મિત્ર સમાન છે. જેનામાં અધ્યાત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે તે, સર્વ જીવોના
For Private And Personal Use Only