________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ )
જ્ઞાનના પ્રદેશ આગળ આવીને, વા આગળ પાછળ ડપકાઇને પા વળે છે, અને તે ખાદ્યવસ્તુમાં સુખને માટે ફાં ફાં મારે છે. દુનિયાના પ્રત્યેક ઉત્તમ કાર્યમાં દક્ષત્વ મેળવવાને માટે કોઈ પણ ગુરૂને અવશ્ય કરવા પડે છે; તેમ મેાક્ષના માર્ગમાં પ્રવેશ કરવાને માટેઅધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે કોઇ મુનિવર સદ્ગુરૂ અવય કરવા જોઈ એ. જેઓએ મેાક્ષમાર્ગપ્રતિ પ્રયાણ કર્યું છે તેવા મુનિવરે અધ્યાત્મજ્ઞાનની કૂંચીઓ આપવાને માટે સમર્થ બને છે. સાંસારિક ઉપાધિયાને ત્યાગ કરીને જેઓ કલાકોના કલાકાપર્યન્ત એક આત્માને તારવાને માટેનિરૂપાધિદશા ભાગવે છે અને આત્મતત્ત્વની વિચારણામાં લયલીન રહે છે, તેઓ સદ્ગુરૂ હેાઈ શકે છે. જે મુનિવર સદ્ગુરૂએ અધ્યાત્મજ્ઞાનને ઘણા ઉંડો અનુભવ કર્યો હેાય છે અને જેના અનુભવ ખરેખર વીતરાગવાણીના અનુસારે છે; તેવા અધ્યાત્મજ્ઞાની મુનિવરની આજ્ઞા સ્વીકારીને અને તેમના દાસ શિષ્ય થઇને અધ્યાત્મજ્ઞાનના અનુભવ કરવા જોઇએ; એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
અધ્યાત્મજ્ઞાનનેા અનુભવ ખરેખર પાતાળીકુવા જેવા છે. પાતાળીકુવાનું પાણી જેમ ખૂટતું નથી, તેમ અધ્યાત્મના અનુભવ પણ નવા નવા પ્રગટવાથી કદી ખૂટતા નથી. અધ્યાત્મજ્ઞાનના ખળવડે દરરાજ આત્મતત્ત્વસંબન્ધી નવેા અનુભવ પ્રગટ થાય છે અને તેથી પ્રત્યેક બાબતેના સાર સંક્ષેપમાં સમજાય છે. કેટલાક સમ્યગ્ અનુભવવિનાના લેભાગુ, અધ્યાત્મીએ હાય છે તેની અમુક ખાબતમાં દૃષ્ટિ, મર્યાદાવાળી થઈ જવાથી તેઓ પોતાના વિચારોમાં જાણે સર્વ પ્રકારનું અધ્યાત્મજ્ઞાન સમાઈ ગયું હોય! એવા ઘમંડ રાખીને અનેક પ્રકારના વિતંડાવાદ જેની તેની સાથે કરીને, મનમાં આનન્દના ઠેકાણે કલેશને ધારણ કરે છે. કેટલાક સભ્યજ્ઞાનના અભાવે અમુક જાતની ક્રિયા કરે તેાજ અધ્યાત્મ કહેવાય એવા ઉછીના વિચારોવડે ખેલે છે. પેાતાની બુદ્ધિવડે જેએ પૂર્ણ અનુભવ કર્યાવિના અધ્યાત્મજ્ઞાન ઉપર વિચાર બાંધવા જાય છે તેએ ઘણી ભૂલેા કરે છે, પણ તેએ પશ્ચાત્ અધ્યાત્મજ્ઞાનના અનુભવ લહીને પોતાની ભૂલા માટે પશ્ચાત્તાપ કરે છે. ગજસુકુમાલમુનિવર કે જે શ્રીકૃષ્ણના ભાઇ થતા હતા, તેમણે માલ્યાન વસ્થામાં દીક્ષા અંગીકાર કરી હતી. તેઓ સ્મશાનમાં કાયોત્સર્ગ કરી ઉભા રહ્યા હતા ત્યારે, તેમના સસરા સેામિલે ક્રોધથી શ્રીગજસુકુમાલના મસ્તકપર માટીની પાળ બાંધીને તેમાં ખેરના અંગારા ભર્યા હતા, તેપણ શ્રીગજસુકુમાલે અધ્યાત્મજ્ઞાનના ખળવડે અગ્નિના દુઃખને સહન કર્યું અને પેાતાના મનમાં જરામાત્ર પણ ક્રોધ આવવા દીધા નહિ. પેાતાના
For Private And Personal Use Only