________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪૧ )
સમ્યગ્ અવમેધાય છે. જ્યારે નમિરાજાએ દીક્ષા અંગીકાર કરી અને સર્વ વસ્તુઓનું મમત્વ દૂર કર્યું, ત્યારે ઇન્દ્રમહારાજાએ તેમના ખરા ત્યાગની પરીક્ષા માટે તેમની આખી નગરી મળતી દેખાડી, અન્તઃપુરની રાણીઓને અગ્નિના ભયથી પાકાર કરતી દેખાડી, તાપણુ નમિરાજ મુનિવર કહેવા લાગ્યા કે, આમાં મારૂં કંઈ મળતું નથી. તે ઇન્દ્રની ઇન્દ્રજાળથી માહુ ન પામ્યા તેમાં ખાસ અધ્યાત્મજ્ઞાનજ કારણીભૂત હતું. સ્કંધકમુનિના પાંચશે શિષ્યને ઘાણીમાં ઘાલીને પીલવા માંડ્યા ત્યારે, પ્રત્યેક મુનિએ આત્મતત્ત્વની ભાવનાવડે પીલાતાં છતાં પણ શરીરદ્વારા થતાં દુઃખાને સહન કર્યાં અને આત્મામાંજ ઉપચોગ ધારણ કરી પરમસમતાભાવ ધારણ કર્યો. ઘાણીમાં પીલાતાં કેટલું બધું દુ:ખ થતું હશે! તેના જેણે અનુભવ કર્યો હોય તે જાણે. શરીરના કાઈ અંગને જો ચપ્પુ લાગી જાય છે તેા કેટલું બધું દુઃખ થાય છે? ત્યારે ઘાણીમાં પીલાતી વખતે કેટલીબધી વેદના થતી હશે ? તેવી અસહ્ય વેદનાને સહન કરવામાં સત્ય અધ્યાત્મજ્ઞાનની કેટલીબધી સમર્થતા છે, તે જ્ઞાનીપુરૂષા જાણી શકે છે. સ્કંધકસૂરિના શિષ્યોને અધ્યાત્મજ્ઞાનની ખરેખરી પકવદશા હતી, તેથી તેઓ આત્માથી શરીર છૂટું પડતાં પણ ઉત્તમ ધ્યાનને ધારી શકયા. આપણે તેવા મુનિયાનાં ષ્ટાંતા લેઇને તેવી દશા પોતાનામાં પ્રગટાવવા માટે પ્રયત્ન કરવા જોઇએ, અધ્યાત્મજ્ઞાનના અભ્યાસીઓનું પ્રથમાવસ્થાનું જ્ઞાન તેા ગુલાઅના પુષ્પ જેવું હેાય છે. ગુલામનું પુષ્પ જેમ સૂર્યના તાપ પામીને કરમાઈ જાય છે, તેમ અધ્યાત્મજ્ઞાનના અભ્યાસીઓનું પ્રાથમિક જ્ઞાન પશુ અનેક પ્રકારના ઉપસર્ગો આવતાં ટળી જાય છે. અનેક પ્રકારનાં દુઃખાના સામું જે અધ્યાત્મજ્ઞાન ટકી રહે છે અને જે આત્માના ગુણેાનું રક્ષણ કરવા સમર્થ થાય છે, તેજ પકવ થએલું અધ્યાત્મજ્ઞાન અવબાધવું.
પ્રથમાવસ્થાનું અયાત્મજ્ઞાન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમાવસ્થામાં ઉત્પન્ન થતું અધ્યાત્મજ્ઞાન, સામાન્ય હાવાથી તે જ્ઞાનવડે જોઇએ તેવી શાંતિ મળતી નથી, તે પણ તે જ્ઞાનના મળવડે પકવ એવા અધ્યાત્મજ્ઞાનમાં પ્રવેશ કરી શકાય છે. અનેક પ્રકારના હેતુઓ પામીને પ્રથમ અવ સ્થામાં થતું એવું અધ્યાત્મજ્ઞાન પાકું ટળી જાય છે, તેથી તેવા જ્ઞાનવાળાએ ઉત્તમ આચારો અને વિચારોવડે મળવાનૢ ન હોય તા તેમાં અધ્યાત્મજ્ઞાનના દોષ ગણાતા નથી. જેઓની આગમબુદ્ધિ ઘણી હાતી નથી તેઓ અધ્યાત્મજ્ઞાનના માર્ગમાંથી કાઈના ભરમાવ્યાથી પાછા પડી જાય છે અને અધ્યાત્મની નિન્દા કરવા મંડી જાય છે,
For Private And Personal Use Only