________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળે છે. એક પૂર્વાચાર્ય લખે છે કે, સર્વ પ્રકારના યોને અવબેધવાની જ્ઞાનશકિત અને સત્યસુખ જાણવાની શક્તિ ખરેખર આત્મામાં હી છે, ત્યારે આત્માનું જ અવલંબન કરીને તેનું જે જ્ઞાન કરવામાં આવે તો કેટલો બધો આનન્દ થાય? અને તેને કેણુ વર્ણવી શકે?
આત્મતત્વના જ્ઞાનસંબધી અધ્યાત્મજ્ઞાનીઓ ખૂબ ઉંડા ઉતરીને તેના સહજસુખને સ્વાદ અનુભવે છે, તેથી શિરપર દુઃખનું આકાશ તુટી પડે તોપણ તેઓ આત્મતત્ત્વને આશ્રય કદી ત્યજતા નથી. અધ્યાત્મજ્ઞાનને તિરસ્કાર કરવા માટે એકાન્ત જડવાદીઓએ બાકી રાખ્યું નથી. જડવાદીઓએ અધ્યાત્મજ્ઞાનીઓને દુઃખ દેવાને પ્રાણેને પણ નાશ કર્યો છે, તથાપિ અધ્યાત્મજ્ઞાનીઓએ બાહ્ય પ્રાણમેલને ત્યાગ કરવામાં પોતાનું સહજસુખ અનુભવ્યા પછી પાછી પાની કરી નથી. આત્માના સત્યસુખને જે જ્ઞાનીઓએ સ્વાદ ચાખે છે તેઓ કદી ચક્રવર્તિ વા દેવતાઓને પણ હીસાબમાં ગણતા નથી. તેઓને તે આત્મતત્વની ધૂન લાગી હોય છે તેથી તેઓને બાહ્યપદાર્થો પર આસતિભાવ રહેતો નથી. અધ્યાત્મજ્ઞાનીઓ સર્વ આત્માઓને પોતાના આત્મસમાન માનીને તેના ઉપર શુદ્ધમ ધારે છે. તેઓના હૃદયમાં તૃષ્ણા, સ્વાર્થ અને વૈષયિકસુખની ઇચ્છા રહેતી નથી. આત્મતત્વનો અનુભવ થયા પશ્ચાત મેહનું જોર ઘટવા માંડે છે અને આત્માનું જોર વધવા માંડે છે. અધ્યાત્મજ્ઞાનીઓ જગતના જીવોને પોતાના આત્મસમાન માને છે તેથી તેઓને નાશ ન થાય તે માટે દયાવ્રતને અંગીકાર કરે છે. તેઓના મનમાં કેઈપણ જીવની લાગણી ન દુખાય એવો વિચાર પ્રગટે છે, તેથી તેઓ સત્યવ્રતને અંગીકાર કરે છે. અધ્યાત્મજ્ઞાનીઓ ભાવથી પરવસ્તુની ઇચ્છામાત્રને ત્યાગ કરવા પ્રયત્ન કરે છે અને દ્રવ્યથકી પર પુદ્ગલવસ્તુને ગ્રહણું કરવા પ્રયત્ન કરતા નથી. અધિકારભેદે તેઓ અસ્તેયવ્રતને ધારણ કરે છે. અધ્યાત્મજ્ઞાનીઓને પરવસ્તુના ભેગની ઈચ્છા રહેતી નથી. પસ્વસ્તુની રૂદ્ધિને તેઓ નાકના મેલસમાન અવબોધે છે, તેથી તેઓ પરવસ્તુસંબધી ઈચ્છાઓને રેધ કરવા તથા પંચેન્દ્રિય વિષયેની ઈચછાઓ ઉપર કાબુ મેળવવાને માટે શક્તિમાન થાય છે. ઈછાના ત્યાગરૂપ આન્તરિક બ્રહ્મચર્યને ધારણ કરવા ખરેખરી રીતે તેઓ સમર્થ બને છે. બાહ્ય જડ વસ્તુ આને ધનરૂપે માનવાની વૃત્તિને તેઓ કબુલ કરતા નથી. બાહ્યધનામાં મૂછો રહેતી નથી. તે સર્વ અધ્યાત્મજ્ઞાનને પ્રતાપ અવબોધો. ચક્રવર્તિ આદિની પદવીઓ અને કરડે રૂપેયાને ત્યાગ કરીને જેએ, આત્મતત્વની આરાધના કરે છે તેમાં અધ્યાત્મજ્ઞાનનો મહિમા
For Private And Personal Use Only