Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/002037/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પjને I ÍSLAND Aritun nr. 166 Dag Visa no Date Gildir fyrir 7days_terdra Valid for á tímabilinu frá from Fourne 102014 if ill it tછે til brottför fyrir) yntil (departure before) S oftun pessi veitir ekki rétt til að leita eda eru á lelandi. Syslu sa does not permithe ketaviurbogvelli employment in cand. SENDIRÁÐI ISQAUG 1992 WONDON એ THE UNITED OF AME NONIMMIGRA JEAT BOMBAY CATEGORIE B-1/3 2-4 DEC Vegabréface CLASSIFICATIOh EVISIEOR The FOR MULTIPLE CTRONG TRINT o fikurflugvelli 0િ JUL 1992 VALID UNTIL VALIOE JUSQUAD in -FON -3 DE 1991 Dranchi 73 legobeéfaskoðun, 4 -રમાથાલાલ ચી.શાહ For Private & Rersonal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન (૧૯૯૫ પછી લખાયેલા અનુભવોનો સ્વતંત્ર સંગ્રહ) લેખક રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ મુંબઈ-૪૦૦ ૦૦૪ મુખ્ય વિક્રેતા આર. આર. શેઠની કંપની મુંબઈ-૪૦૦ ૦૦૨ • અમદાવાદ-૩૮૦ ૦૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ PASSPORT NFE PANKHE (A Collection of foreign travel experiences) by Dr. RAMANLAL G SHAH Published by : Shree Mumbai Jain Yuvak Sangh 385, Sardar Vallabhbhai Patel Road, MUMBAI-400-00-0 First Edition : October 1998 Price : Rs. 150-00 -- UTTARALEKHAN પ્રથમ આવૃત્તિ - ઑક્ટોબર ૧૯૯૮ કિંમત : રૂ. ૧૫૦-૮૦ (રૂપિયા દોઢસો) NO COPYRIGHT લેખકનાં સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન કે પુનર્મુદ્રણ માટે કોઈ કૉપીરાઇટ રાખવામાં આવ્યા નથી. પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ મુંબઈ-૪૦૦ ૦૦૪ મુખ્ય વિક્રેતા : આર. આર. શેઠની કંપની મુંબઈ ૪૦૦ ૦૦૨ • અમદાવાદ-૩૮૦ ૦૦૧ વિજય ઑફસેટ અજય એસ્ટેટ, દૂધેશ્વર, અમદાવાદ-૩૮૦ ૦૦૪ ટાઇપસેટિંગ : પ્રતિકૃતિ, પ્રમા દવે ૭, શ્યામ એપાર્ટમેન્ટ્સ, વિશ્રામનગરની પાછળ, ગુરુકુળ રોડ, મેમનગર, અમદાવાદ-૩૮૦ ૦૫૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ આવતી કાલના વિશ્વપ્રવાસીઓને શેલજા (પુત્રી) અમિતાભ (પુત્ર) ચેતનભાઈ (જમાઈ) સુરભિ (પુત્રવધૂ) ગાર્ગી (દોહિત્રી) અર્ચિત (પત્ર) કેવલ્ય (દોહિત્ર) અચિરા (પત્રી) પરમ કૃપાથી પામ્યો પ્રવાસો પરદેશના; થાઓ વિશ્વપ્રવાસી સૌ એવી આશિષ અંતરે. ભાષા, ધર્મ, વેશાદિના ભેદો બાહ્ય ઉપચારથી; મનુષ્યનું મનુષ્યત્વ સર્વત્ર સરખું દીસે. જીવમૈત્રી તણો મંત્ર ધારીને હૃદયે ફરે; દિવ્ય આનંદનો મર્મ અનેરો ઉરમાં લહે. રમણલાલ ચી. શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ કોપીરાઈટનું વિસર્જન મારા પ્રગટ થયેલ સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંપ, સંપાદન, પુનઃપ્રકાશન ઇત્યાદિ માટેના કોઈ પણ પ્રકારના કોપીરાઇટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કોઈ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કોપીરાઈટ આપેલા હોય તો તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારા કોઈ પણ લખાણ માટે કોપીરાઈટ રહેશે નહિ. મુંબઈ રમણલાલ ચી. શાહ તા. ૧-૧૦-૧૯૯૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકીસંગ્રહ • શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ • ગુલામોનો મુક્તિદાતા • ઉપાધ્યાય શ્રી યશોવિજયજી • હેમચંદ્રાચાર્ય • શ્રી મોહનલાલજી મહારાજ • વંદનીય હૃદયસ્પર્શ, ભા. ૧-૨ • શેઠ મોતીશાહ • બેરરથી બ્રિગેડિયર • પ્રભાવક સ્થવિરો, ભા. ૧થી ૫ • તિવિહેણ વંદામિ પ્રવાસ-શોધસફર • એવરેસ્ટનું આરોહણ • પાસપોર્ટની પાંખે • ઉત્તરધ્રુવની શોધ-સફર • પ્રદેશે જય-વિજયના • પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન • રાણકપુર તીર્થ નિબંધ • સાંપ્રત સહચિંતન, ભાગ ૧થી ૧૦ • અભિચિંતના સાહિત્ય-વિવેચન • ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) • આપણાં ફાગુકાવ્યો • નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય • બુંગાકુ-શુમિ • પડિલેહ • સમયસુંદર • ક્રિતિકા • ૧૯૬૨નું ગ્રંથસ્થ વાડ્મય • નળ-દમયંતીની કથાનો વિકાસ • ગૂર્જર ફાગુસાહિત્ય સંશોધન-સંપાદન • નલદવદંતી રાસ (સમયસુંદરકૃત) • જંબુસ્વામી રાસ (યશોવિજયજીકૃત) • કુવલયમાળા (ઉદ્યોતનસૂરિકૃત) • મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરકૃત) • નલ-દવદંતી પ્રબંધ (ગુણવિનયકૃત) • થાવસ્યાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) • નલરાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિકૃત) • ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) Page #7 -------------------------------------------------------------------------- ________________ • બે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરકૃતિ અને ક્ષમા કલ્યાણકૃત) • નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત). ધર્મ-તત્ત્વજ્ઞાન • જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) • ન ધ (હિન્દી આવૃત્તિ) • સૈન ધ (મરાઠી આવૃત્તિ) • બૌદ્ધ ધર્મ • નિહ્નવવાદ • Shraman Bhagran Mahavir & Jainism • Buddhism - An Introduction - Jina-Vachana • જિનતત્ત્વ, ભાગ ૧-૨-૩-૪-૫-૬ • તાઓ દર્શન • કફ્યુશિયસનો નીતિધર્મ • અધ્યાત્મસાર, ભાગ ૧ સંક્ષેપ • સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાક્યસંક્ષેપ) અનુવાદ • રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી) • ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) સંપાદન (અન્ય સાથે) • મનીષા • શ્રેષ્ઠ નિબંધિકાઓ • શબ્દલોક • ચિનયાત્રા • નિરાજના • અક્ષરા • અવગાહન • જીવનદર્પણ • કવિતાલહરી સમયચિંતન • તત્ત્વવિચાર અને અભિવંદના • મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી • જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ • શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ • યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દીગ્રંથ પ્રકીર્ણ • એન.સી.સી. • જૈન લગ્નવિધિ VI Page #8 -------------------------------------------------------------------------- ________________ નિવેદન વિદેશપ્રવાસના મારા વિવિધ અનુભવપ્રસંગોનો આ બીજો સ્વતંત્ર સંગ્રહ પ્રકાશિત થાય છે એ મારે માટે તથા મારા પરિવારના સભ્યો અને સ્નેહી-મિત્રો માટે અત્યંત હર્ષની વાત છે. ૧૯૮૩માં પાસપોર્ટની પાંખે'નું પ્રકાશન થયું ત્યારે કલ્પના નહોતી કે એવો એક બીજો સંગ્રહ પ્રકાશિત થશે. ‘પાસપોર્ટની પાંખે'ને જે સફળતા મળી હતી તે મારે માટે પ્રેરણાદાયી હતી. છેલ્લા દોઢ દાયકામાં વિદેશપ્રવાસની વધુ કેટલીક તક મળી. વળી અગાઉના પણ કેટલાક એવા અનુભવો હતા કે જેને વિશે લખ્યું નહોતું. એટલે મારા મિત્ર શ્રી ઘનશ્યામ દેસાઈએ અને ભાઈશ્રી દીપકભાઈ દોશીએ “નવનીત-સમર્પણમાં ફરીથી “પાસપોર્ટની પાંખે'ની શ્રેણી ચાલુ કરવા માટે આગ્રહપૂર્વક પ્રસ્તાવ મૂક્યો ત્યારે મેં એ સહર્ષ વધાવી લીધો. આમ લગભગ સાડા ત્રણ વર્ષ સુધી આ અનુભવ પ્રસંગો “નવનીત-સમર્પણ'માં નિયમિત પ્રકાશિત થતા રહ્યા અને હવે તે ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થાય છે. “પાસપોર્ટની પાંખે'ના શીર્ષક હેઠળ આ બધા લેખો શ્રેણીરૂપે પહેલાં પ્રગટ થયા છે અને હવે સ્વતંત્ર સંગ્રહરૂપે પ્રગટ થાય છે એટલે ગ્રંથનું નામ “પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન' એવું પ્રયોજ્યું છે. આ ગ્રંથ વાંચનાર માટે પહેલો ગ્રંથ વાંચી લેવાનું અનિવાર્ય નથી. એવું જ પ્રથમ ગ્રંથ વાંચનાર માટે છે. બંને સંગ્રહો સ્વતંત્ર છે. આ ગ્રંથના અનુભવ પ્રસંગો ક્રમાનુસાર વાંચવાનું પણ કોઈ બંધન નથી. આ બધા પ્રસંગો કાલાનુક્રમે કે ભૌગોલિક વિભાગ અનુસાર ગોઠવ્યા નથી. વસ્તુત: જેમ જેમ લખાતા ગયા તેમ તેમ “નવનીત-સમર્પણમાં છપાતા ગયા હતા, એટલે વાચકને રસ પડે એ દષ્ટિએ ક્રમ ગોઠવ્યો છે. પ્રવાસલેખોનો આ ગ્રંથમાં આપેલો ક્રમ દેઢ નથી. આ બધા પ્રવાસલેખોને ભવિષ્યમાં વિવિધ દૃષ્ટિબિન્દુથી વિવિધ ક્રમમાં ગોઠવીને પ્રકાશિત કરી શકાય. મેં મારા કૉપીરાઇટનું વિસર્જન કર્યું છે એટલે કોઈપણ સંપાદક પોતાની દૃષ્ટિથી એનું સંપાદન કરી શકે છે, શાળા-કોલેજના પાઠ્યપુસ્તકની દૃષ્ટિએ આવશ્યક લાગે ત્યાં સંક્ષેપ પણ કરી શકે. એ માટે મારી કોઈ અનુમતિ લેવાની રહેતી નથી. મારું એ સભાગ્ય રહ્યું છે કે છેલ્લા ત્રણ દાયકા દરમિયાન વિદેશપ્રવાસની સતત તક મને મળતી રહી છે. દુનિયાના કેટલા બધા દેશોમાં કેટલું બધું ફરવાનું મળ્યું છે ! અને છતાં અડધી દુનિયા પણ મેં જોઈ નથી એમ કહી શકાય. વસ્તુત: દુનિયામાં એટલું બધું જોવા-ફરવાનું છે. હવે વિદેશપ્રવાસની કોઈ નવાઈ રહી નથી. સાધનો અને સગવડો સવિશેષ ઉપલબ્ધ થતાં જાય છે. દુનિયા સાંકડી થતી જાય છે. પ્રવાસની વિકટતા ઘટતી જાય છે. વિદેશમાં હજુ પણ કેટલાક અનુભવો વિશે જો અવસર મળે તો લખવાનો ભાવ છે; ન મળે તો કોઈ વસવસો નથી, વિદેશ કરતાં પણ ભારતમાં પ્રવાસ કરવાની ઘણી બધી તક મળી છે. સમગ્ર ભારતના લગભગ તમામ મોટાં શહેરો, જુદા જુદા ધર્મનાં VII Page #9 -------------------------------------------------------------------------- ________________ બધાં તીર્થસ્થળો, હવાખાવાનાં સ્થળો, નૈસર્ગિક રમણીય પ્રદેશોમાં ફરવાનું-રખડવાનું બહુ જ બન્યું છે અને અનેકવિધ અનુભવો થયા છે. કેટલાક મિત્રોએ એ વિશે લખવા માટે સૂચન કર્યું છે. એ સૂચન મને ગમ્યું છે, પણ જ્યારે લખાય ત્યારે સાચું. વાચકોને કશુંક નવું જાણવા મળે, વાર્તા જેવો રસ પડે અને મારો પોતાનો વ્યક્તિગત લાક્ષણિક અનુભવ હોય એવા પ્રસંગો વિશે આ પ્રવાસલેખો લખ્યા છે, વિશ્વ સતત પરિવર્તનશીલ છે. એટલે અહીં આપેલી કેટલીક વિગતો માટે ભવિષ્યની પ્રજાને એટલી નવાઈ ન લાગે એવું પણ સંભવી શકે છે. આ અનુભવપ્રસંગોના લેખન દરમિયાન મારાં સ્વજનોએ (પત્ની, પુત્ર, પુત્રવધૂ, પુત્રી, જમાઈ વગેરેએ) કેટલાંક ઉપયોગી સૂચનો કર્યા છે તેનો ઋણસ્વીકાર અહીં કરી લઉં છું. “નવનીત-સમર્પણ'માં છપાયા પછી ગ્રંથરૂપે પ્રકાશિત કરતાં પહેલાં ક્યાંક શાબ્દિક ફેરફારો કર્યા છે અને રહી ગયેલાં મુદ્રણદોષો નિવારી લીધા છે. | ‘પાસપોર્ટની પાંખે'ના પ્રકાશન વખતે મારા આત્મીય વડીલો પૂ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ અને પૂ. ચન્દ્રવદન ચી. મહેતાએ આવકારવચન લખી આપ્યાં હતાં. એ બંને વિદેહ સાક્ષરો તથા સ્વ. ભૃગુરાય અંજારિયા આ ગ્રંથ જોવાને વિદ્યમાન હોત તો તેઓને કેટલો બધો આનંદ થાત ! આ ‘ઉત્તરાલેખન' માટે અન્ય બે વડીલ સાક્ષરો – પ્રો. ચી. ના પટેલસાહેબ અને ડૉ. રણજિતભાઈ પટેલ(અનામી)સાહેબે આશીર્વચન લખી આપ્યાં છે એ માટે એ બંનેનો હૃદયપૂર્વક નતમસ્તકે આભાર માનું છું. મારા મિત્ર પ્રો. જશવંતભાઈ શેખડીવાલાએ આ સમગ્ર લખાણ સાદ્યત ચીવટપૂર્વક જોઈ આપી ઉપયોગી સૂચનો કર્યા છે એ માટે એમનો પણ ઋણી છું. આ પ્રવાસલેખો શ્રેણીરૂપે પ્રકાશિત કરવા માટે નવનીત-સમર્પણ'ના તંત્રી શ્રી ઘનશ્યામ દેસાઈનો તથા સહતંત્રી શ્રી દીપકભાઈ દોશીનો પણ આભારી છું. એમના મમતાભર્યા આગ્રહ વિના આ પ્રવાસલેખો લખવાનું શક્ય બન્યું જ ન હોત. આ ગ્રંથના પ્રકાશનની જવાબદારી શ્રી મુંબઈ જૈન યુવક સંઘે ઉપાડી લીધી એ બદલ સંઘનો અને એના સર્વ કાર્યકર્તાઓનો, વિક્રેતા તરીકે જવાબદારી સ્વીકારવા બદલ આર. આર. શેઠની કંપનીનો અને એના માલિક શ્રી ભગતભાઈ શેઠનો તથા મુદ્રણકાર્યની જવાબદારી ઉપાડી લેવા બદલ મારા વડીલ મિત્ર ડો. શિવલાલ જેસલપુરાનો તથા ભાઈશ્રી ગિરીશભાઈ જેસલપુરાનો પણ હું અત્યંત આભારી છું. આ લેખમાળા લખાવી અને પ્રકાશિત થવી શરૂ થઈ ત્યારથી તે ગ્રંથરૂપે પ્રગટ થઈ ત્યાં સુધી એને લગતાં પ્રકીર્ણ કામોમાં સહાય કરનાર શ્રી જાનુ કવળકરનો પણ આભારી છું. આ ગ્રંથ વાંચીને કોઈકને કંઈક પણ પ્રેરણા મળશે તો મારું લખવું સાર્થક થયું છે એમ માનીશ. મુંબઈ : આસો વદ ૧, વિ.સં. ૨૦૫૪ રમણલાલ ચી. શાહ તા. ૬-૧૦-૧૯૯૮ VIII VIII Page #10 -------------------------------------------------------------------------- ________________ સ્કૃતિની પાંખે આ પુસ્તકમાં સંગૃહીત પ્રવાસનિબંધાના લેખક ડૉ. રમણલાલ શાહને ‘પાસપોર્ટની પાંખે' પ્રવાસ કરતાં જે જે અનુભવો થયા હતા તે ત અનુભવો તેમણે પોતાની “સ્મૃતિની પાંખ' એવા તાદશ પુનઃજીવિત કર્યા છે કે એ પ્રવાસનિબંધોના વાચકોને થશે કે જાણે પોતે એ પ્રવાસોમાં ડૉ. શાહના સહપ્રવાસી હતા, તે એ કારણે કે આ પ્રવાસનિબંધો પણ માત્ર દસ્તાવેજી દિનવારી જેવા નથી પણ લલિત નિબંધો જેવા છે. દરેકેદરેક પ્રવાસનિબંધમાં વાચક ડૉ. શાહના વિશિષ્ટ વ્યક્તિત્વનો સ્પર્શ અનુભવે છે અને જુએ છે કે 'દલપતકાવ્ય'ના ગુજરાતી મંગળાચરણમાં આપણા જાગૃતિકાળના એ કવિ જે આશ્ચર્યભાવથી લખે છે, 'વિચિત્ર આ નાટક વિશ્વનામ એવા જ આશ્ચર્યભાવથી ડૉ. શાહે પોતાને થયેલા કેટલાક અનુભવોનું વર્ણન કર્યું છે. વળી રમણલાલ આપણા પ્રખર મનીષી ગોવર્ધનરામ ત્રિપાઠીના માનસપુત્ર સરસ્વતીચંદ્રના સુવર્ણપુરમાં નવીનચંદ્ર નામધારી અવતારના જેવા ‘અનુભવાર્થી' પણ છે, અને એ અનુભવાર્થીએ જે જે પ્રવાસો કર્યા છે તે સર્વ પ્રવાસો પોતાની આંખો ઉધાડી રાખીને અને પોતાના કાન સરવા રાખીને ક્યાં છે. એ રીતે પ્રવાસો કરવાનું પરિણામ એ આવ્યું છે કે ડૉ. શાહે જે જે દેશોમાં કે પ્રદેશોમાં પ્રવાસ કર્યા છે તે તે દેશે કે પ્રદેશોની પોતે જોયેલી અથવા જાણેલી કે એ પ્રવાસોમાં તેમના માર્ગદર્શકો અથવા માર્ગદર્શિકાઓ પાસેથી સાંભળેલી ભૌગોલિક લાક્ષણિકતાઓ અને/અથવા એ દેશો કે પ્રદેશોને લગતી ઐતિહાસિક માહિતી તેઓ પોતાની સ્મૃતિમાં નોંધી રાખી શક્યા છે અને આ પ્રવાસનિબંધોમાંથી કેટલાકમાં એવી ભૌગોલિક લાક્ષણિકતાઓનું સવિગત વર્ણન કરી શક્યા છે. અને એવી ઐતિહાસિક માહિતી વાચકોને યથાવત્ આપી શક્યા છે. હિંદી મહાસાગરમાં આવેલા મોરિશિયસ નામના ટાપુને, ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલા આઇસલૅન્ડ નામના ટાપુને, મલાયાના પિનાંગ ટાપુને, ઉત્તર અમેરિકા અને કેનેડાની સરહદે આવલી સૈન્ટ લોરેન્સ નામની નદીમાં આવેલા સહસ્રદ્વીપ નામના ટાપુને, દક્ષિણ અલાસ્કાના વાલ્ડિઝ નામના બંદરને, અલાસ્કાના નિાલી પાર્ક નામના ઉદ્યાનને, સોવિયેત યુનિયન અંતર્ગત જ્યોર્જિયા નામના પ્રદેશના પાટનગર તિબિલિસીને અને ઉઝબેકિસ્તાન નામના પ્રદશના પાટનગર તાશ્કેદને અને એ જ પ્રદેશની પ્રાચીન નગરી સમરકંદને, પ્રાચીન મિસરની લગભગ ૨૫૦૦ કિમી લાંબી નદી નાઈલને અને વ્હેલ નામના સોથી પણ વધારે ફૂટ લાંબા અને સૌથી પણ વધારે ટન વજનના જળચર પ્રાણીને લગતી ડૉ. શાહે તે તે પ્રવાસનિબંધોમાં જે ભૌગોલિક અને/અથવા ઐતિહાસિક માહિતી આપી છે તે આ પ્રવાસનિબંધોના વાચકોમાંથી ભાગ્યે જ કોઈ જાણતા હશે. જાપાનના તાબા નામના શહેરનો પ્રવાસ કરતાં ડૉ. રમણલાલ ઓઈસ્ટર નામની એક પ્રકારની માછલીમાંથી સાચાં મોતી મેળવતાં અ• એ જ પ્રકારની માછલી ઉપર પ્રયોગો કરીને Page #11 -------------------------------------------------------------------------- ________________ બનાવટી મોતી ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં જે હિંસા થતી બ્લેઇ તથી દુઃખી થઇને જૈન ધર્મની અહિંસા જેમને સ્વભાવગત છે એવા રમણલાલ લખે છે; ‘હું વિચારે ચડી ગયો. મોતીને માટે જાપાનમાં રોજની કરોડો માછલીઓ મારી નાખવામાં આવતી હશે ! દુનિયાભરના મોતીના ઉત્પાદનના વિચાર તો અહિંસાવાદીઓને કમકમાવી મૂકે એવો છે..... મોતીના આ વેપારમાં અહિંસામાં માનવાવાળા જૈનો મોટી સંખ્યામાં પડ્યા છે એ વળી બીજી કરુણતા નથી ?' આ પ્રવાસનિબંધો માહિતીસભર છે તે સાથે તેમના વિષયોનું વૈવિધ્ય પણ નોંધપાત્ર છે. ‘મેવાસિંગનો બેટો', 'કિએવનો ગાઇડ વિકટર’, ‘સહસ્ર દ્વીપના પ્રદેશમાં', ‘કુમામોટો’, ‘માઉન્ટ આબૂન’ ને ‘દેનાલી નેશનલ પાર્ક', ‘રોટોઆ’, ‘વાલ્ડિ’, ‘વાઇકિંગના વારસદારો', ‘સુવામાં નવું વર્ષ’, ‘કવાઇ નદીના કિનારે’ અને ‘વ્હલદર્શન’ એ પ્રવાસનિબંધમાં સારી ટૂંકી વાર્તામાં હોય એવું આશ્ચર્યતત્ત્વ છે તો ‘રક્યાવિક પહોંચતાં’, ‘તાકંદમાં', 'ઇજિપ્તના વિસા’ અને ‘રિજેન્સબર્ગમાં રાતવાસો' એ પ્રવાસનિબંધમાં કોઇ નાટયાત્મક પરિસ્થિતિનું આલેખન છે. વળી ‘નિસ્બત’ પ્રવાસનિબંધમાં રમણલાલને અને તારાબહેનને તેમનાં પુત્ર ચિ. અમિતાભ અને પુત્રવધૂ અ.સૌ. સુરભિ સાથે અમેરિકામાં બૉસ્ટન નામના શહેરના એક્ટન નામના પરામાં ગ્રેટરોડ ઉપર આવેલા નાચોબા વેલી એપાર્ટમેન્ટ્સ સંકુલમાં રહેતાં આજના ઔદ્યોગિક સમાજોમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે એવા સ્વકેન્દ્રી માનસનો અનુભવ થયો હતો તેનું વર્ણન છે, તો ‘લેસ્ટરમાં અડધી રાતે’ એ પ્રવાસનિબંધમાં રમણલાલનાં સાસુજીની સૂચનાથી ‘વાટકી વ્યવહાર'નો અહિંસક પ્રયોગ કરીને એક આરોપ અંગ્રેજનો રોષ શમાવ્યાના પ્રસંગનું આલેખન છે. ‘ઘૂતનગર લાસ વિગાસ' એ પ્રવાસનિબંધમાં જુગારીઓની મનોવૃત્તિનું જરા રમૂજી નિરૂપણ છે. એ પ્રવાસનિબંધના વાચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે રમણલાલ અને તારાબહેન જે હોટલમાં ઊતર્યાં હતાં તે હોટલના મેનેજરનું માન રાખવા તેમણે પણ એ ધૂતનગરમાં એક સ્લોટ મશીનમાં ૧૦ ૧૦ સેન્ટના ૧૦ સિક્કાઓ નાખીને બટન દબાવ્યાં હતાં અને એ મરિન તેમની ઉપર ૨૫ ડૉલર અને ૪૦ સેન્ટની કૃપા વરસાવી હતી, જોકે એ રકમમાંથી તેમણે ૧૧ ડૉલર હોટલના ‘બેલૉયને બક્ષિસરૂપે આપી દીધા હતા અને ટેક્ષી-ડ્રાઇવરને પણ ભાડાના ૭ ડૉલર ઉપરાંત ૧૫ ડૉલરની બક્ષિસ આપી હતી. આપણે ઇચ્છીએ કે ડૉ. રમણલાલ શાહ ઇશોપનિષદનો બીજો મંત્ર ર્વનેવેદ માંગિ નિનીવિષેજ્જીત સમા: ધ્યાનમાં રાખીને ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવવાની અભિલાષા રાખે, શેપ જીવનમાં પણ પ્રવાસો કરતા રહે અને આ પુસ્તક જેવા પ્રવાસનિબંધોના બીજા પાંચદશ સંગ્રહો આપે. હું તો તેમને એમ પણ સૂચવું કે તેમણે હ્યે ટૂંકી વાર્તાઓ અને એકાંકી નાટકો લખતા થવું. ચી. ના. પટેલ ૪ નીલકંઠ પાર્ક, નવરંગપુરા અમદાવાદ - ૩૮૦ ૦૦૯ ૫-૬ -૧૯૯૮ Page #12 -------------------------------------------------------------------------- ________________ એક રમણીય, ચેતોહર પ્રવાસગ્રંથ શ્રી રમણલાલને નાનપણથી જ ચિત્રકલામાં જબરો શોખ. ચિત્રકલાના વિષયમાં તેઓ સદાયે પ્રથમ નંબરે આવે. મૅટ્રિક થયા બાદ, ચિત્રકલાના વિષયમાં ડિપ્લોમા લેવા માટે મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં જવાની તમણે મનોમન સંકલ્પ કલા, પણ મૅટ્રિકના વર્ષ દરમિયાન એમના વર્ગ શિક્ષક કવિશ્રી અમીદાસ કાણકિયા એમને ગુજરાતી ભણાવે. વર્ગની છ માસિક પરીક્ષામાં ગુજરાતીના વિષયમાં તમણે રમણલાલન સૌથી વધુ ગુણ (માકર્સ) આપ્યા અને ઉત્તરપત્રમાં છેલ્લ અવી નોંધ કરી કે, 'સાહિત્યમાં તમે રસ લેશો તે આગળ જતાં જરૂર લખક થઈ શકો.' કવિ- અધ્યાપક કાણકિયાના આ ભવિષ્યકથન જવા અભિપ્રાયથી ભાવવિભોર બનતા રમણલાલ, મૅટ્રિક પછી ચિત્રકલાને બદલ આર્ટ કૉલેજમાં જઈ સાહિત્યના વિષય લવ એવો દઢ સંકલ્પ કર્યો અને આજે આપણે જોઈએ છીએ કે એમની વય (અ) ૭૧ વર્ષ) કતાંય વધારે દશેક (લગભગ ૮૦) ખ્યાત ગ્રંથોના સુણ્ય લેખક તરીકે આ પ્રતિષ્ઠા પામ્યા છે. સંખ્યા અને સત્વની દૃષ્ટિએ પણ એમની બહુમુખી વ્યુત્પત્તિ અને સઘન સજજતામાં સાહિત્યના કટકેટલા ઇલાકાઓને અજવાળ્યા છે ! જૈન-જૈનેતર સાહિત્યનું શાસ્ત્રીય સંપાદન હોય કે અક્ષણ વિષયનું સંશોધન હોય, લલિત કે લલિત સાહિત્યનું વિવેચન હોય કે જૈન જૈનેતર ધર્મતની પર્યપણા હાય, પરભાષાના શિષ્ટ ગ્રંથના રસળતાં અનુવાદ હોય કે કલાસિકલ ગ્રંથનો સંક્ષેપ હોય, જેન-બૌદ્ધ-તત્ત્વદર્શનની તુલનાત્મક સમીક્ષા હોય કે પ્રવાસ- શોધ-સફર - સાહિત્યનું દક્ષ, ચેતોહર આલેખન હોય કે 'પ્રબુદ્ધ જીવનના અગ્રલેખ હોય - સૌમાં એમની વિલક્ષણ અક્ષર લીલા સુપર વરતાય છે. માર્ચ, ૧૯૮૩માં પ્રગટ થયેલી ‘પાસપોર્ટની પાંખેની પ્રથમ આવૃત્તિ અને માંડ ચાર જ માસમાં, ૧૯૮૩ના જુલાઈ માસમાં પ્રગટ થયેલી તની દ્વિતીય આવૃત્તિ, અમન ગુજરાતી પ્રવાસ-સાહિત્યના પ્રથમ પંક્તિના લેખક તરીકે પ્રસ્થાપિત કરે છે. 'પાસપોર્ટની પાંખે'માં આલેખાયેલા પંચાવન વિશિષ્ટ અને વિલક્ષણ પ્રસંગોમાં ક્યાંક ક્યાંક આપણા દિવંગત વાર્તા-નવલકથાકાર શ્રી રમણલાલ વ. દેસાઈની રહસ્ય ગોપન-સ્ફોટ-શૈલીનું અને ગુજરાતી પ્રવાસ-સાહિત્ય- સમ્રાટ શ્રી કાકાસાહેબ કાલેલકરની શિક્ષણ-સંસ્કાર-સંસ્કૃતિ-મંડિત ભાષાભંગિનું નૈસર્ગિક આકર્ષણ અનુભવાયું છે. . ‘પાસપોર્ટની પાંખેના વધુ લખેલા પ્રસંગો છેલ્લાં ત્રણેક વર્ષથી નવનીત'માં પ્રગટ થતા હતા તે હવે ગ્રંથરૂપે – 'પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન'ના નામથી પ્રગટ થાય છે. આ બંને ગ્રંથોના વાંચન ટાણે મન કવિવર ટ્વીન્દ્રનાથ ટાગોરના વૃન્દવાદન કાવ્યનું સ્મરણ થાય છે. કાવ્યમાં તેઓ કહે છે : “આ વિપુલ પૃથ્વીનું હું કેટલું ઓછું જાણું છું. શદેવામાં કેટલાય નગરો, રાજધાની - માણસની કેટલી કીર્તિ, કેટકેટલાં નદી, ગિરિ, સિંધુ, XI . .. ૮ Page #13 -------------------------------------------------------------------------- ________________ મરુભૂમિ, કેટકેટલા અજાણ્યા જીવ, કેટકેટલાં અજાણ્યાં તરુ, અગોચર રહી ગયાં છે. વિશ્વનું આયોજન વિશાળ છે, મારું મન તેનો એક અતિ ક્ષુદ્ર ખૂણો રોકીને રહે છે. એ દુ:ખથી જેમાં પ્રવાસવર્ણન હોય એવા ગ્રંથો અક્ષય ઉત્સાહથી વાંચું છું. જ્યાંત્યાં ચિત્રમય વર્ણનની વાણી મળે છે તે ઉપાડી લાવું છું. પોતાના મનની આ જ્ઞાનની દીનતા ભીખથી મળેલાં દાન વડે બને એટલી પૂરી કરી લઉં છું.’ ટાગોરનું આ કાવ્ય તો ઠીક ઠીક લાંબું છે પણ ડૉ. શાહે ‘ભીખથી મળેલી પ્રવાસવર્ણન'ની–ચિત્રમય વર્ણનની વાણી’ મેળવી નથી, પણ બાદશાહી સગવડો- અગવડો વેઠીને, એક ખેલ-દિલ રમતવીર કે એન.સી.સી.ના મેજરની યુયુત્સા-તિતિક્ષાથી સવસ્થ-પ્રાજ્ઞપ્રવાસી તરીકે મેળવેલી નિજી સિદ્ધિ છે. ડૉ. શાહનાં આ બંને પુસ્તક વાંચતાં, મારા મનની સ્થિતિએ, કવિવર ટાગોરના મનોભાવનો જ પડઘો પાડ્યો. આપણી આપણા વિશ્વની જાણકારી કેટલી બધી મર્યાદિત છે ! ડૉ. શાહનું આ પુસ્તક વાંચી મારા જેવા સ્થવિરને તો કેટલો બધો ક્ષોભ થાય ! અને ધારો કે કંઇ જોઇ નાખવાની ચાનક ચઢે તોય જીવનને નવમે દાયકે શી ધાડ મારવાના ? ‘જીવ્યાથી જોયું ભલું’ એ તો સહી પણ જોયેલાનું સ્મરણ કરવું, એને વાગોળવું અને ડૉ. શાહ જેવી શક્તિ હોય તો એનું રમણીય આલેખન કરવું એ તો સર્વથી ઉત્તમ. ડૉ. શાહના આ ગ્રંથમાં માનવસ્વભાવનું વૈવિધ્ય અને વૈચિત્ર્ય ઠેર ઠેર જોવા મળે છે. એમાં ક્યાંક કારુણ્ય છે, તો ક્યાંક રમૂજ; ક્યાંક સ્વભાવની સંકુલતા છે, તો ક્યાંક નરી સરલતા ને સ્વાભાવિકતા. એમના વૈવિધ્ય-સભર આલેખનમાં એકંદર સંસ્પર્શ માનવકરુણાનો છે; અને એવું એક પણ પ્રકરણ નથી જેમાં પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોનું રુદ્ર-રમ્ય-ભવ્ય આલેખન, અલંકારમંડિત રસળતી શૈલીમાં ન થયું હોય. ઘણા પ્રસંગોના આલેખનમાં એમની ભૌગોલિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, સાહિત્યિક, ધાર્મિક-આધ્યાત્મિક, નૃવંશશાસ્ત્રીય, રાજકીય, ભૂસ્તરવિષયક, ભાષાકીય, ખગોળશાસ્ત્રીય કે પુરાતત્ત્વવિષયક અભિજ્ઞાનો સુપેરે પરિચય થાય છે. એમની ઐતિહાસિક અને તુલનાત્મક અધ્યાપકીય દષ્ટિને કારણે મોટા ભાગનાં આલેખન તાદશ, રોચક, પ્રભાવક અને હૃદયસ્પર્શી બન્યાં છે. એમની નિર્ઝરિણીસમી ભાષામાં કયાંય કશે કઠે કે કષ્ટ આપે તેવી કઠોરતા કે ક્લિષ્ટતા નથી, બલ્કે પ્રમોદ પમાડે તેવી પ્રવાહિતા ને પ્રાસાદિકતા છે. એમની વિચારણા ને એની દક્ષ અભિવ્યક્તિના નમૂનારૂપ એક અવતરણ જોઇએ : ‘‘જોતાં જ પ્રસન્નતા ઉપજાવે, વર્ષો સુધી ઘસાય નહિ કે મેલી ન થાય, દેહલાવણ્યમાં અને સુશોભનોમાં ઉમેરો કરે એવી મોતી (મુક્તાફળ) જેવી ચમકદાર વસ્તુની જાણ માનવજાતને ઠેઠ પ્રાચીન કાળથી હતી. સ્વાતિ નક્ષત્રમાં મેઘબિંદુ છીપમાં પડે તો તે મોતી થઇ જાય એવી લોકમાન્યતા પણ પ્રચલિત હતી. નવ રત્નમાં મોતીની પણ ગણના થતી. ન કહોવાય, ન કથળે, ન કાટ લાગે એવી કીમતી ધાતુ સુવર્ણનો ઉપયોગ અલંકારાદિમાં થતો તેમ ઔષધાદિમાં XII Page #14 -------------------------------------------------------------------------- ________________ પણ થતો, એવી જ રીતે હીરા, માણેક, નીલમ, પુરવાળાં વગેરેની જેમ માતાની ભસ્મનો ઉપયોગ ઓષધાદિમાં થતો આવ્યો છે. ઠેઠ પ્રાચીન કાળથી મંગળમય ચીજવસ્તુઓમાં મોતીની ગણના પણ થયેલી છે. 'થાળ ભરી ભરી મોતીડે વધાવા જેવી કાવ્યપંક્તિઓ આ માંગલ્યનું સૂચન કરે છે. છીપલામાં મોતી બનાવનાર માછલી માટે મુક્તાશુક્તિ' જેવો શબ્દ પ્રચલિત હતો. - “હાથીના ગંડસ્થળમાંથી ઝરતો મદ ગંડસ્થળની અંદર જ જ્યારે સુકાઈને નક્કરનાના પથ્થર જેવો, થઈ જાય તો તેમાંથી ક્યારેક મોતી જેવી આકૃતિ નીકળે છે, અને ગજમૌક્તિક કહે છે. પ્રાચીન સમયમાં કીમતી રત્નોમાં ગમૌક્તિકની પણ ગણના થઈ છે. પરંતુ હાથીઓમાંથી કોઈકના જ ગંડસ્થળમાંથી મદ કયારેક ઝરે છે અને મદ ઝરતા એવા ઘણા હાથીઓમાંથી કોઈકના જ ગંડસ્થળમાં મોતી થાય છે. એટલે જ કહેવાયું છે કે મૌક્તિક ન ગજે ગજે'. એટલે જ ગમૌક્તિક જેવી વિરલ દુર્લભ વસ્તુ પણ અત્યંત શુકનવંતી’ મનાઈ છે..... “મરજીવા હોય તે મોતી લઈ આવે એવી કહેવત અમસ્તી પ્રચલિત નહોતી.... એવા ડૂબકીમારોને “મરજીવા' કહેવામાં આવતા.” (પૃ. ૧૩૫) ‘મેવાસિંગનો બેટો'માં વફાદાર શ્વાન રામુની વાત હોય કે કચ્છપ, વહેલ કે પરવાળાની વાત હોય, સહરાનું રણ, નાઈલ નદી કે એસ્કિમોની વાત હોય કે પફીન ટાપુ - પક્ષીની વાત હોય, વાઈ નદીના પુલની વાત હોય કે ભૂરા તળાવની વાત હોય, પાષાણતોરણ (સ્ટોન હેન્જ)ની વાત હોય કે મળવિસર્જનની પ્રતિકૃતિની વાત હોય, એ સૌમાં એક ઉત્તમ વાર્તાકારની સર્જક્તાનો ઉન્મેષ દાખવતી પ્રવાસ-લેખકની શક્તિનું દર્શન થાય છે. સંક્ષેપમાં કહું તો પ્રજાજીવન હોય કે નગર-સ્થાન-વિશેષ હોય, પ્રાકૃતિક-સાંસ્કૃતિક પરિવેશ વગેરેની કેવળ માહિતી ન લાગે કિન્ત પ્રવાસકની સંવેદનશીલતાનો સંસ્પર્શ પામીને પોતાનું રાસાયણિક રૂપાન્તર અનુભવાય ને કશુંક પામ્યા-માણ્યાને પ્રસન્નકર અનુભવ ચેતવિસ્તાર કરી આપે - એવી ડૉ. શાહની અ-ક્ષરલીલાની બલિહારી છે. ફલશ્રુતિ ઉચ્ચારવાનો અધિકાર તો ગ્રંથકર્તાનો હોય છે, પણ એ બાબતમાં મારે અનધિકાર ચેષ્ટા કરવાની હોય તો પુરાણકારોની જૂની પરિપાટી પ્રમાણે હું પુત્રાર્થે સમત્તે પુત્રમ્ કે ધન તમ ઘનમ્ ન કહું પણ સાચા અંતરની પ્રતીતિપૂર્વક કહ્યું કે જે કોઈ આ ગ્રંથ વાંચશે તેની પ્રજ્ઞા સર્વાશ્લેષી નહિ તો બહુશ્લેષી તો બનશે અને એની બુદ્ધિ જ્ઞાનનાં અનેક ક્ષેત્રોમાં મુક્તવિહાર કરી શકશે અને નિર્ભેળ આનંદની પ્રામિ વળી લટકામાં. - વ્યક્તિ મટીને બનું વિશ્વ-માનવી ડૉ. શાહ કવિની આ પંક્તિને ચરિતાર્થ કરી બતાવી છે એ માટે એમને ધન્યવાદ અને એમનાથી વયમાં બારેક વર્ષ મોટો છું એ અધિકાર શુભાશિષ ને આશીર્વાદ. તા. ૪/૭/૯૮ - ડૉ. રણજિત એમ. પટેલ વડોદરા-૭ (અનામી) X.II Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧. મેવાસિંગનો બેટો ૨. રેયાવિક પહોચતાં ૩. કિએવનો ગાઇડ વિક્ટર ૪. ટોરાન્ટોમાં શાકાહાર પરિષદ ૧૯. ડિને ૨૦. તોબા અનુક્રમણિકા ૧ ' ૧૪ ૫. . સહસ્ર દ્વીપના પ્રદેશમાં ૬. કુમામોટો ૭. સહરાના રણમાં ૮. માઉન્ટ આપ્યુન ૯. ઉલૂલૂ ૧૦. નિસ્બત ૧૧. મૉસ્કોમાં ભારતીય જમણ ૧૨. દેનાલી નેશનલ પાર્ક ૧૩. લેસ્ટરમાં અડધી રાતે ૧૪. રોટોરુઆ ૮૯ ૧૫. તાકામત્સુ અને રિત્સુરિન પાર્ક ૯૮ ૧૬. તાકંદમાં ૧૦૫ ૧૭. ટ્રિકોમાલી ૧૧૧ ૧૮. વાલ્ડિઝ ૨૧ ૨૮ ૩૭ ૪૦ ૪૮ ૫૬ ૬૩ ૬૮ ૭૪ ૮૨ ૧૧૬ ૧૨૪ ૧૩૦ ૨૧. તિબિલિસી ૨૨. લુક્ષેમ્બોર્ગથી નિવા ૨૩. સમરકંદ ૨૪. એસ્કિમોની નગરીમાં ૨૫. ઇજિમના વિસા ૨૬. રિજેન્સબર્ગમાં રાતવાસો ૨૭. વાઇકિંગના વારસદારો ૨૮. સુવામાં નવું વર્ષ ૨૯. કવાઈ નદીના કિનારે ૩૦. પિનાંગ ૩૧. વ્હેલ-દર્શન ૩૨. નાઈલમાં નૌકાવિહાર ૩૩. સ્ટોનહૅન્જ ૧૩૭ ૧૪૪ ૧૫૦ ૧૫૮ ૧૬૮ ૧૭૩ ૧૭૮ ૧૮૩ ૧૮૮ ૧૯૬ ૨૦૧ ૨૧૦ ૨૧૭ ૩૪. ધૂતનગર લાસ વેગાસ ૨૨૨ ૩૫. બ્લૂ લેગૂન અને વિડેય ટાપુ ૨૨૮ ૩૬. યોસેમિટી ૨૩૩ ૩૭. સત્તર માઈલનો સાગરકાંઠો ૨૪૧ ૩૮. શ્વેતાચલના પ્રદેશમાં ૩૯. કોરિન્થ ૨૫૦ ૪૦. એજિયન સમુદ્રના ટાપુઓમાં ૨૫૬ ૨૪૬ Page #16 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન Page #17 -------------------------------------------------------------------------- ________________ दीसइ विविह चरिअं, जाणिज्जइ सज्जण अप्पाणं च कलिज्जइ, हिंडिज्जइ तेण पुहवीए । G [પ્રવાસ કરવાથી વિવિધ પ્રકારનાં ચરિત્રો જોવામાં આવે છે, સજ્જન અને દુર્જન વચ્ચેનો તફાવત સમજવામાં આવે છે, તેમજ આત્માની શક્તિ ખીલે છે. માટે પૃથ્વીનો પ્રવાસ કરવો.] ધન્યકુમાર ચરિત્ર ૪થો પલ્લવ XVI दुज्जण विसेसो । Page #18 -------------------------------------------------------------------------- ________________ મેવાસિંગનો બેટો મોરિશિયસ એટલે અરબી સમુદ્રમાં “છોટા ભારત'. આ દ્વીપ-દેશ Island Country) આફ્રિકાના પૂર્વ કિનારાથી આઠસો માઈલ દૂર દરિયામાં આવ્યો હોવા છતાં ભૌગોલિક દષ્ટિએ સેશલ્સ અને માડાગાસ્કરના ટાપુઓની જેમ એની ગણના પણ આફ્રિકા ખંડમાં થાય છે. મોરિશિયસ એટલે હજારો વર્ષ પૂર્વે ઠરી ગયેલા જ્વાળામુખીઓનો પ્રદેશ. જોકે પછીથી તે એટલો જ ફળદ્રુપ બનેલો. શેરડી એનો મુખ્ય પાક છે. મે-જૂન-જુલાઈમાં મોરિશિયસમાં કરીએ તો પુરી ઊંચી ઊગેલી અને ઉપરથી સહેજ લચી પડેલી શેરડીનાં ખેતરો ચારે બાજુ જોવા મળે. મોરિશિયસના અર્થતંત્રમાં મુખ્ય આવક શેરડીની. પંદરેક લાખની વસ્તીને વપરાશ માટે જેટલી જોઈએ તે સિવાયની બધી જ ખાંડની નિકાસ દુનિયાના ઘણા દેશોમાં થાય. આપણે ત્યાં ખાંડ માટે “મોરસ' શબ્દ વપરાય છે તે મોરિશિયસના નામ ઉપરથી આવ્યો છે. મોરિશિયસ એટલું સભાન છે કે પોતાના નાના સરખા દેશની બધી જ જમીન ખેતી માટે જ વપરાવી જોઈએ, એટલે ખેતરોને વાડ પણ હોતી નથી. રસ્તાની અડોઅડ બંને બાજુ શેરડી ઊગેલી હોય. કાકાસાહેબે યોગ્ય રીતે જ મોરિશિયસને “શર્કરા દ્વીપ' તરીકે ઓળખાવ્યો છે. અમે ચાર મિત્રો ૧૯૮૭ના મે મહિનામાં મોરિશિયસના પ્રવાસે ત્યાંની “મોરિશિયસ ઍરલાઈન્સ'ના વિમાનમાં મુંબઈથી ઊપડ્યા હતા. સવારનો સમય હતો અને આકાશ . સ્વચ્છ હતું. એટલે વિમાનની બારીમાંથી અરબી સમુદ્રમાં આવેલા મોરિશિયસ ટાપુનું દશ્ય કોઈ સ્વપ્નભૂમિ સમું મનોહર લાગતું હતું. મારું ચિત્ત એક બાજુ વિમાનમાંથી દશ્યો જોવામાં રોકાયું હતું, તેમ બીજી બાજુ મોરિશિયસની ભૂતકાળની વાતોમાં મગ્ન બન્યું હતું ઈસવીસનના સોળમા સૈકાના આરંભમાં યુરોપના ખલાસીઓ વહાણમાં ભારત બાજુ આવવા નીકળેલા ત્યારે તેઓએ અરબી સમુદ્રમાં આ ટાપુ જોયેલો, અને નોંધેલો. ઈ.સ. ૧૬૦માં ડચ લોકોએ એનો કબજે લીધો. પોતાના ઉમરાવ મોરિસના નામ ઉપરથી એનું નામ મોરિશિયસ રાખ્યું. પરંતુ કરેલા જ્વાળામુખીનો એ પ્રદેશ બહુ કામનો ન હોવાથી તેઓએ ઈ.સ. ૧૭૧૦માં છોડી દીધો. પછી ફ્રેંચ લોકોએ એના ઉપર આધિપત્ય જમાવ્યું. એક સૈકા દરમિયાન, ફ્રેંચ લોકોએ મોરિશિયસનું ડોડો નામનું પક્ષી ખાઈ ખાઈને ખતમ કરી નાખ્યું. એટલે કહેવત પડી : Dead as a dodo. ઈ.સ. ૧૮૧૦માં બ્રિટન અને ફ્રાંસ વચ્ચે યુદ્ધ થયું. તે વખતે બ્રિટિશ નૌકાસેનાએ ફ્રેંચ પાસેથી આ ટાપુ પડાવી Page #19 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન લીધો. અંગ્રેજોએ શેરડીની ખેતી માટે અને ખાંડનાં પોતાનાં કારખાનાંઓ માટે ભારતમાંથી મજૂરો લઈ જઈને ત્યાં વસાવ્યા. એટલે મોરિશિયસ છોટે ભારત' જેવું બની ગયું. ૧૯૬૮માં ત સ્વતંત્ર થયું. મોરિશિયસમાં એનું મુખ્ય વેપારી શહેર છે કયુપિંપ (Curepipeનો ઉચ્ચાર એ પ્રમાણે તેઓ કરે છે). ફ્રેંચ આધિપત્ય દરમિયાન આ વેરાન ટાપુમાં થાકેલા પ્રવાસીઓ અહીં વિસામો ખાવા બેસતા અને પાઈપ પીતા. પાઈપ સળગાવતાં પહેલાં તેઓ એને સાફ-Cure કરતા. એટલે આ સ્થળનું નામ Curepipe પડી ગયું હતું. ત્યાં હોટેલ કોન્ટિનેન્ટલમાં અમે ઊતર્યા હતા. વચમાં અમે દરિયાકિનારાની એક હોટેલમાં પણ રહી આવ્યા અને આસપાસનો કેટલોક પ્રદેશ પણ જોયો. અમારામાંના એક મિત્રને મુંબઈથી કોઈક ઓળખીતાં ઉત્તર ભારતીય બહેને પોતાના ભાઈ ઉપર માત્ર ખુશખબરનો પત્ર આપ્યો હતો. મેવાસિંગ નામના એ સજજનને એ પત્ર પહોંચાડવાનો હતો. ન પહોંચાડાય તો ટપાલમાં નાખવાનો હતો અને એ પણ ભૂલી જવાય તો કશો વાંધો નથી એમ એમણે કહેલું. યુપિંપની હોટેલમાંથી અમે મેવાસિંગને ફોન ક્યોં. કહ્યું, ‘તમારાં બહેને મુંબઈથી ખુશખબરનો પત્ર મોકલાવ્યો છે. એમણે કહ્યું છે કે પત્રમાં ખાસ કોઈ મહત્ત્વની વાત નથી. એટલે અમે આજે ટપાલમાં નાખીશું. કારણ કે તમારું ગામ તો અહીંથી ટેકસીમાં દોઢ કલાકને રસ્તે છે. અને અમને ત્યાં સુધી આવવાની અનુકૂળતા નથી.' મેવાસિગે કહ્યું, ‘તમે પત્ર ટપાલમાં રવાના ન કરશો. હું આજે એ બાજુ નીકળવાનો છું. તો તમારી હોટેલ પર આવીને લઈ જઈશ.' નિશ્ચિત સમયે મેવસિંગ હોટેલ ઉપર આવી પહોંચ્યા. તેઓ ઊંચા અને શ્યામ વર્ણના હતા. સ્વભાવે હસમુખ જણાયા. સફેદ શર્ટ, સફેદ પેન્ટ અને કેનવાસનાં સફેદ શૂઝ તેમણે પહેર્યા હતાં. જાણે કોઈ ખેલાડી હોય એવા લાગે. પંચાવનની ઉમર વટાવી ગયા હશે એવું ચહેરા પરથી જણાતું હતું. ચહેરા પર આંખો નીચે સહેજ સોજા હતા. એ પરથી લાગ્યું કે તબિયત બરાબર નહિ રહેતી હોય. એમનો અવાજ નિયમિત દારૂ પીનારનો વૃદ્ધાવસ્થામાં જેવો થઈ જાય તેવો હતો. મેવાસિંગની ભાષા હિન્દી હતી, પરંતુ તેમના બોલવામાં મોરિશિયસમાં પ્રચલિત થયેલી ફ્રેંચ વર્ણસંકર જેવી લોકબોલી દેઓલ(Creole)ની થોડી છાંટ વરતાતી હતી. વાતચીત પરથી જાણ્યું કે તેઓ ક્રેઓલમાં પણ સરસ બોલી શકતા હતા. અમે મેવાસિંગને પત્ર આપ્યો. એમણે કહ્યું, ‘તમે ઠેઠ ભારતથી અહીં આવો અને મારા ઘરે જમ્યા વગર જાઓ તે બરાબર નથી. મને આ ગમતું નથી. એમનો ઘણો આગ્રહ હતો એટલે છેવટે એમ નક્કી થયું કે તેઓ પોતે જે ક્લબમાં સભ્ય છે ત્યાં અમારે એમની સાથે ચાપાણી લેવાં. Page #20 -------------------------------------------------------------------------- ________________ મેવાસિંગનો બેટો અમે તૈયાર થઈ મેવાસિંગની કારમાં બેસી કલબમાં ગયા. અમે બેઠા કે તરત એમણે જાતજાતની વાનગીઓ માટે ઑર્ડર આપી દીધા. અમે મૂંઝાયા. કહ્યું, “આટલું બધું કંઈ ખવારો નહિ.' એમણે કહ્યું, ‘જે ફાવે તે લેજો. કલબ આપણા ઘરની છે એમ જ સમજજો. આપણે ફરી ક્યારે મળીશું તે કોને ખબર છે ? હું તો હાર્ટ પેશન્ટ છું.’ અમે જોયું કે વેઇટરો પણ મેવાસિંગ સાથે બહુ આદર, વિનય અને પ્રેમથી સસ્મિત વાત કરતા હતા. ટેબલની એક બાજુથી વિશાળ પારદર્શક કાચમાંથી ગૉલ્ફ માટેનું લીલુંછમ મેદાન દેખાતું હતું. મેવાસિંગે કહ્યું કે પોતે ગૉલ્ફ રમવાના ઘણા શોખીન હતા, પરંતુ પાંચેક વર્ષ પહેલાં હૃદયરોગનો હુમલો આવ્યો ત્યાર પછી એમણે ગૉલ્ફ રમવાનું છોડી દીધું છે. ફરી ગયે વર્ષે એમને બીજો હુમલો પણ આવી ગયો પણ બચી ગયા. પરંતુ ક્લબમાં આવવાનું તેમનું નિયમિતપણે ચાલુ જ છે. હૃદયરોગના હુમલા પછી કેટલાક માણસો ભાવાર્દ્ર બની જાય છે અને કંઈક લાગણીશીલતાની વાત આવે તો ગળગળા બની જાય છે કે એમની આંખમાં આંસુ આવી જાય છે. મેવાસિંગનું પણ એવું જ જણાયું. પોતાની બહેનનો પત્ર ખોલતાં પહેલાં એમણે કહ્યું, ‘હું પહેલાં થોડું રડી લઉ. મારી બહેનનો અંદર ઠપકો હશે જ, કારણ કે ઘણા વખતથી મારાથી પત્ર લખાયો નથી.' એટલું બોલતાં તો એમની આંખમાંથી બે મોતી સરી પડ્યાં. મેવાસિંગ પત્ર વાંચવામાં પડ્યા. અમે ચા-નાસ્તો લેતાં લેતાં ગૉલ્ફના મેદાન તરફ જોવા લાગ્યા. ત્યાં મેવાસિંગે કહ્યું, ‘ગૉલ્ફ રમવાની વાત આવે એટલે મારા કરતાં મારા બેટા રામુને બહુ મઝા પડે. અમે ઘરેથી કારમાં નીકળીએ અને એને ખબર પડે કે ક્લબમાં જઇએ છીએ તો આખે રસ્તે એ ગેલમાં આવી ગયેલો હોય.' ‘તમારા બેટાને પણ ગૉલ્ફ રમતાં આવડે છે ?' 'ના, એવું તો ન કહેવાય, પણ હું રમતો હોઉં ત્યારે બૉલ લાવી આપવા માટે એ દોડાદોડી કરે.’ કેટલાં વર્ષનો છે તમારો દીકરો ?' ‘એને છ પૂરાં થયાં અને સાતમું ચાલે છે.' ‘એ પણ ક્લબનો મેમ્બર છે ?' ‘ના, એ મેમ્બર નથી. કાયદેસર મેમ્બર ન થઈ શકે, પણ એ મેમ્બરથી પણ વિશેષ છે, કારણ કે ક્લબમાં સૌને એ વહાલો છે.’ ‘સ્કૂલે જવાનું એણે ચાલુ કર્યું છે ?' ‘ના, પણ એ ઘણો જ હોશિયાર છે. એની સમજદારી તો આશ્ચર્ય પમાડે એવી છે. તમે એક વખત એને જુઓ તો કયારેય ભૂલી શકો નહિ.’ ‘ખરેખર ? તો તો તમારા દીકરાને અમારે જોવો જોઈશે.’ અમારામાંથી એકે કહ્યું. Page #21 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન ‘એટલે જ કહું છું કે ચાલો મારી સાથે મારે ઘરે. તમને મારી કારમાં લઈ જઈશ. આપણે ત્યાં સાથે જમીએ. તમને હોટેલ પર પાછા પહોંચાડવાની જવાબદારી મારી. પછી તમને શો વાંધો છે ?' કેટલીક આનાકાની પછી મેવાસિંગના ઘરે જમવા જવાનું નક્કી થયું. મેવાસિંગ હર્ષમાં આવી ગયા. તરત ઘરે ફોન જોડ્યો અને જમવા માટે સૂચના આપી દીધી. અમે મોટરમાં મેગાસિંગને ઘરે જવા ઊપડ્યા. રસ્તામાં એમની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે પોતે એકવીસ વર્ષની ઉમરે પરણ્યા અને બે વર્ષમાં વિધુર થયા. પછી લગ્ન કરવાની એમની બિલકુલ ઈચ્છા નહોતી. પણ વખત જતાં જીવનમાં એકલતા લાગવા માંડી. એટલે પિસ્તાલીસ વર્ષની ઉમરે એક મિત્રની ભલામણથી યમુના નામની એક વિધવા શિક્ષિકા સાથે લગ્ન કર્યા. એમનું દામ્પત્યજીવન ઘણી સારી રીતે ગોઠવાઈ ગયું હતું. એમનો વ્યવસાય મોટા ઑર્ડર પ્રમાણે, ડિઝાઈન અનુસાર કપડાં સીવી આપવાનો હતો. સ દરજીઓ કામ કરે અને પોતાને માત્ર દેખરેખ રાખવાની. બધી રીતે સુખી હતા. એક માત્ર દીકરાની ખોટ હતી. તે પણ ભગવાને આપી દીધો. એમના સંતાનમાં એક માત્ર રામુ હતો. લગભગ એક કલાકના રસ્તા પછી મેવાસિંગનું ઘર આવ્યું. ગાડીમાંથી ઊતરી અમે મેવાસિંગના ઘરમાં ગયા. ઘરમાં દાખલ થતાં જ મેવાસિંગે ઉત્સાહપૂર્વક ભાવભર્યા લહેકાથી બૂમ પાડી. (રા...!! બેટા...રામુ !' ત્યાં એમનાં પત્નીએ રસોડામાંથી બહાર આવી કહ્યું, ‘રામુ બહાર ગયો છે. પડોશના છોકરાઓ અને સાથે રમવા લઈ ગયા છે. હવે આવવો જોઈએ.” મેવાસિંગે પોતાનાં પત્ની યમુનાબહેનનો પરિચય કરાવ્યો. પછી તેઓ તરત રામુ માટે બૂમ પાડતા બહાર નીકળ્યા. અમે સોફામાં ગોઠવાયા. એટલામાં એક કાળા ભૂખરા રંગનો અલ્સેશિયન કૂતરો ઘરમાં દાખલ થયો. એ અમારા ચારેના પગ સુંઘવા લાગ્યો. યમુનાબહેને કહ્યું, “ગભરાશો નહિ, એ તમને કરડશે નહિ.” મેવાસિગે સરસ મઝાનો કૂતરો પાળ્યો છે એમ જોતાં જ અમને લાગ્યું. એવામાં મેવાસિંગ બહારથી બોલતાં બોલતાં આવતા દેખાયા, “અરે રામુ.. તું આવી ગયો છે ? હું તને શોધવા નીકળ્યો હતો.' રામ ક્યારે ઘરમાં આવ્યો અને ક્યાં જતા રહ્યો એની અમને ખબર પડી નહિ. ત્યાં કૂતરો મેવાસિંગ તરફ બહાર દોડ્યો અને બે પગે ઊંચો થઈ એમની સાથે ગેલ કરતો કરતો ઘરમાં આવ્યો. મેવાસિંગે પરિચય કરાવ્યો, “આ મારો બેટો રામુ.' એમણે કૂતરાને કહ્યું, “જા બેટા... મહેમાનો સાથે હાથ મિલાવ.' અમે આશ્ચર્યમાં પડ્યા. પૂછ્યું, જે દીકરાની તમે વાત કરતા હતા તે આ ?' Page #22 -------------------------------------------------------------------------- ________________ મેવાસિંગનો બેટો 'હા, આ મારો એકનો એક બેટો છે. રામુ બેટા કરતાં પણ ઘણો વધારે છે. મારા વિલમાં પણ મારા આ બેટાનું નામ મેં દાખલ કરાવ્યું છે. મારા બેટાને હવે તો કોઈ કૂતરો કહે તો પણ મને ગમતું નથી. અમારા કુટુંબનો એ સર્વસ્વ છે.' દરમિયાન રામુએ અમારા દરેક પાસે આવી પોતાનો આગળનો જમણો પગ ઊંચો કરી હાથ મિલાવ્યા. મેવાસિંગે કહ્યું, “બેટા રામુ, આ મારા બૂટ ઉપરના રૂમમાં મૂકી આવ.' રામુ મોઢામાં એક પછી એક બૂટ ભરાવી દોડતો દાદર ચડતો ઉપરના રૂમમાં મૂકી આવ્યો. પછી મેવાસિગે કહ્યું, “બેટા, મારા સ્લિપર લઈ આવ.' રામુ સ્લિપર લઈ આવ્યો. મેવાસિંગે પગમાંથી મોજાં કાઢ્યાં અને કહ્યું, “બેટા, જા આ સફેદ મોજાં મૂકી આવ અને કાળાં મોજાં લઈ આવ.' રામુએ એ પ્રમાણે કર્યું. આમ મેવાસિગે બીજી કેટલીક વસ્તુઓ મગાવી અને કેટલીક પાછી મોકલી. કૂતરો ભૂલચૂક વગર બધું જ કામ વ્યવસ્થિત કરતો હતો. અમે ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયા. અમે જોયું કે કૂતરાની આંખો કંઈક જુદી જ હતી. એમાં માણસ જેવી જ નિર્દોષતા, સરળતા, ભાવુક્તા, વિનય, પ્રેમ, વફાદારી વગેરે વંચાતાં હતાં. અમે પૂછ્યું, “રામુને આ બધું આવડ્યું કેવી રીતે ? તમે ખાસ તાલીમ આપી છે કે કોઈની પાસે એવી તાલીમ અપાવી છે ?' મેવાસિંગે કહ્યું, “એવી કોઈ તાલીમ આપી નથી કે અપાવી નથી. રામુ એક વર્ષનો હતો ત્યારે અમે એને વેચાતો લઈ આવેલા. પણ પછી અમે બંનેએ એન બહુ વહાલ આપ્યું છે. મેં એને મારા બેટાની જેમ ઉછેર્યો છે. માત્ર એનું શરીર કૂતરાનું છે. અમારી સાથે એ ઊઠે છે; અમારી સાથે ખાય છે; અમારી સાથે એ બહાર ફરવા આવે છે. અને રાત્રે અમારી પથારીમાં જ સાથે સુઈ જાય છે.' યમુનાબહેને કહ્યું, ‘અમારી બધી વાતચીત એ સમજે છે. કોઈ વાર એને ખોટું લાગે અને રિસાય તો એ ખાય નહિ. પછી અમારે એને બહુ મનાવવો પડે. ઘણાં કાલાવાલા પછી એ માની જાય ત્યારે આંખમાં દડદડ આંસુ સાથે એ ખાય. એ એટલો જાતવાન છે કે અમે એને લાવ્યા ત્યારથી આજ લગી કોઈ દિવસ એણે અમારું ઘર ગંદુ કર્યું નથી. ગમે તેટલો ભૂખ્યો હોય અને રસોડામાં ખાવાનું ખુલ્લું પડ્યું હોય પણ અમે ન આપીએ ત્યાં સુધી ખાય નહિ.' યમુનાબહેને ટેબલ ગોઠવ્યું એટલે અમે જમવા બેઠા. અમારી સાથે રામુ પણ જમવા બેઠો. ખુરશી ઉપર એ એવી રીતે બેઠો કે બે પગ લટકતા રહે અને બે પગ ટેબલ પર રહે. એને પ્લેટમાં એવી વસ્તુઓ ખાવા આપવામાં આવી કે જે એ બે પગ વડે બરાબર પકડીને ખાઈ શકે. યમુનાબહેને કહ્યું, ધીમે ધીમે કરતાં રામુને ઘણી વસ્તુઓ Page #23 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન ખાતાં આવડી ગયું છે. એક વખત એક મહેમાન આવ્યા હતા. અને એ વખતે લીચીની સીઝન હતી. અમે રામુની પ્લેટમાં લીચી મૂકી તો એણે ફોતરાં ઉખાડી લીચી ખાધી. ઠળિયા તથા ફોતરાં પ્લેટમાં એવી રીતે મૂકતો જાય કે જરા પણ કશું બગડે નહિ. રામુને લીચી ખાતો જોઈને મહેમાન આશ્ચર્યચકિત થઈ ગયા હતા.' ‘રોજનો એનો ખોરાક શું ?' અમે ખાઈએ તે જ, દાળ, રોટી, ચાવલ, સબજી. એને બધું જ ભાવે.' એને માંસાહાર આપવો પડે ?' “ના, બિલકુલ નહિ. આમ તો અશેશિયન કૂતરા માંસાહારી હોય છે. પણ રામ તો પહેલેથી જ શુદ્ધ શાકાહારી છે. પ્યાજ, લસણ અમે ન ખાઈએ એટલે રામુ પણ ન ખાય.” કૂતરું જ એક માત્ર એવું પ્રાણી છે કે જે સમગ્ર જગતમાં સર્વત્ર જોવા મળે છે, પછી એ હિમપ્રદેશ હોય કે રણપ્રદેશ, સૂકી ધરતી હોય કે સતત વૃષ્ટિવાળાં લીલાંછમ જંગલો હોય. પ્રાણી જગતમાંથી મનુષ્યની સૌથી વધુ નજીક હોય એવાં પ્રાણીઓમાં બિલાડી ખરી, પણ કૂતરાની તોલે એ ન આવે. કૂતરાએ માણસના માત્ર આંગણામાં જ નહિ, ફક્ત ઘરની અંદર જ નહિ, ઠેઠ એના શયનખંડ સુધી સ્થાન મેળવી લીધું છે. બિલાડી રાતને વખતે બારી-બારણાં ખુલ્લાં હોય તો ભટકવા ચાલી જાય. કૂતરું આખી રાત ચોકી ભરતું પાસે ને પાસે બેસી રહે. કૂતરાની ધ્રાણેન્દ્રિય અત્યંત તીવ્ર અને નિદ્રા ઘણી ઓછી. માલિકની માગણીઓને પણ એ બરાબર સમજે. રામુએ કલાકમાં અમારા સૌનાં દિલ જીતી લીધાં. મોડું થતું હતું એટલે અમે ઊઠ્યા. મેવાસિંગ અને યમુનાબહેન રામુ સાથે અમને હોટેલ પર મૂકવા આવ્યાં. આખે રસ્તે રામની જ વાત ચાલ્યા કરી. હોટેલ પર પહોંચી અમે એમની વિદાય લીધી. મેવસિંગ કરતાં પણ રામુની આંખમાં અમને વિશેષ ભાવ જણાયો. રૂમમાં સૂતાં સૂતાં પણ અમે રામનો જ વિચાર કરતા હતા. એમ લાગ્યું કે સારું થયું કે મેલાસિંગનો પત્ર ટપાલમાં ન નાખ્યો, નહિ તો એક સરસ અવસર ગુમાવત. મોરિશિયસમાં અમે પાટનગર પોર્ટ લુઈસનું બંદર જોયું, તડકો ખાવા આવેલા ગોરા સહેલાણીઓથી ઊભરાતી દરિયાકિનારાની એકથી એક ચડિયાતી બીચ' હોટેલો જોઈ, સૂર્યપ્રકાશમાં રંગ બદલતી ચેમરેલની ધરતી જોઈ, ઠરી ગયેલા જ્વાળામુખીનું મુખ (Crater) જોયું, એક મોટા શ્રીમંત શ્રીરામફલનનું એક હજાર એકર કરતાં વધુ મોટું શેરડીનું ખેતર જોયું, વિદેશી હૂંડિયામણ કમાવી આપનાર એન્યુરિયમ (Anthurium) પુષ્પ જ્યાં હજારોની સંખ્યામાં ઉગાડવામાં આવે છે, એવા બગીચા જોયા, બારેમાસ અને ચોવીસે કલાક જોરજોરથી સતત ઘૂઘવતો ગિગરીનો તોફાની દરિયો જોયો અને બીજું ઘણું બધું જોયું, પણ મેવાસિંગના બેટાનો પ્રસંગ એ બધાંને ભુલાવે એવો હતો. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૭ મેવાસિંગનો બેટો | મોરિશિયસની બે અઠવાડિયાનો પ્રવાસ પૂરો કરી અને ભારત પાછા આવ્યા અને સૌ પોતપોતાના રોજિંદા જીવનમાં ગૂંથાઈ ગયા. ત્યાર પછી કેટલાક સમય પછી જાણવા મળ્યું હતું કે હૃદયરોગના ત્રીજા ભારે હુમલાને કારણે મેવાસિંગનું અવસાન થયું હતું. એમના અવસાનના સમાચાર અમારા માટે દુ:ખદ હતા, પરંતુ વધુ દુઃખદ સમાચાર એ હતા કે એમના અવસાનની પોતાને તરત ગંધ આવતાં રામુએ રોકકળ કરી મૂકી હતી. મેવાસિંગના શબને જ્યારે લઈ જવાયું ત્યારે એણે ઘરમાં બેબાકળા બનીને આમતેમ દોડાદોડ કરી મૂકી હતી. અને પછી થાકીને શાંત થયા પછી મેવાસિગે જ્યાં દેહ છોડ્યો ત્યાં એ દિવસ-રાત સૂનમૂન બેસી રહ્યો. વારંવાર આપવા છતાં ન એ કશું ખાય કે ન પીએ. એનું શરીર કરમાવા લાગ્યું અને સાતમે દિવસે રામુના જીવનનો પણ અંત આવ્યો. પિતા-પુત્રની એક વિરલ જોડીએ આ દુનિયામાંથી કાયમને માટે વિદાય લીધી. Page #25 -------------------------------------------------------------------------- ________________ રેક્ટાવિક પહોંચતાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ઇંગ્લેન્ડની ઉત્તરે લંડનથી લગભગ હજારેક માઈલ દૂર આઈસલેન્ડ નામનો નાનો ટાપુ આવેલો છે. ઘણાં વર્ષો સુધી ડેન્માર્કના એક સંસ્થાન તરીકે રહ્યા પછી ઈ.સ. ૧૯૪૪થી આઈસલેન્ડ સ્વતંત્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું છે. ૧૯૬૦ની આસપાસ જ્યારે મેં ઉત્તર ધ્રુવની શોધસફર' નામની લેખમાળા 'કુમાર' માસિકમાં લખી હતી ત્યારે આ ટાપુના નામનો ઉલ્લેખ વારંવાર આવતો, કારણ કે ઇંગ્લેન્ડ, હોલેન્ડ, નોર્વે, ડેન્માર્ક વગેરેના શોધકરીઓ જ્યારે ઉત્તર ધ્રુવ તરફ શોધસફર માટે વહાણમાં ઊપડતા ત્યારે એમનો પહેલો મુકામ આ ઠરી ગયેલા જ્વાળામુખીઓના અને ગ્લેશિયરોના પ્રદેશમાં થતો. ત્યારથી આ ટાપુ નજરે જોવાની મને મનમાં ઈચ્છા થયેલી, પણ તે સાકાર થશે એવી તો સ્વપ્ન પણ કલ્પના ન હતી. ચંદ્રની સફર કર્યા પછી અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોગે જ્યારે આઈસલેન્ડની મુલાકાત લીધી હતી ત્યારે એણે કહ્યું કે, “ચંદ્રની ધરતી અને આઈસલૅન્ડની ધરતીમાં બહુ ફરક નથી. ચંદ્રની ધરતી જેમને જોવી હોય તેઓ આઈસલેન્ડની ધરતી જુએ તો પછી ઠેઠ ચંદ્ર સુધી એમને જવાની જરૂર નહિ રહે.' " આઈસલેન્ડનો પ્રવાસ કરીએ ત્યારે ઠરી ગયેલા જવાળામુખીઓનો સેંકડો માઈલોનો વનસ્પતિરહિત પ્રદેશ કેવો હોય તે નજરે જોવા મળે. રેયાવિક અને બીજાં ત્રણચાર શહેરોમાં, બહારથી ખાતર લાવી, અનુકૂળ હવામાન કરી નાનાં નાનાં ઝાડપાન હવે ઉગાડવામાં આવ્યાં છે. આઈસલેન્ડ જવાની ઈચ્છા તો કેટલાંક વર્ષથી કરી હતી, પરંતુ ત્યાં જવાની અનુકૂળતુ ફકત જૂન-જુલાઈ-ઑગસ્ટમાં જ મળે અને એ ચૂકી જઈએ તો બીજા વર્ષ પર વાત જાય. સદ્દભાગ્યે ૧૯રના જુલાઈમાં અમારા મિત્રદંપતી લંડનનિવાસી શ્રી અભયભાઈ મહેતા અને મંગળાબહેન સાથે ઇંગ્લેન્ડથી આઈસલેન્ડનો અમારો પ્રવાસ અણધાય ગોઠવાયો. . અમે આઈસલેન્ડ ઍરIceland Air)માં આઈસલેન્ડના પાટનગર રેયાવિક (Reyyank – એમાં Jનો ઉચ્ચાર ય થાય છે) જવાનાં હતાં. ફ્લાઈટ લગભગ રાત્રે આઠેક વાગે હતી. સાંજે અમે લંડનમાં ઘરેથી નીકળ્યાં ત્યારે સૂર્ય પશ્ચિમ દિશામાં ઢળવા આવ્યો હતો. લંડનમાં બહુ ઓછા દિવસ સરખો સુર્યાસ્ત જોવા મળે એટલે જ્યારે એવી તક મળે ત્યારે જોવાનું ગમે પણ ખરું. હિથ્રો એરપોર્ટ પર પહોંચીને ઇમિગ્રેશન કસ્ટમ્સ Page #26 -------------------------------------------------------------------------- ________________ રેયાવિક પહોંચતાં વગેરેની બધી વિધિ પતાવીને અમે અમારા વિમાન માટેના ગેટ પાસેના લોન્જમાં બેઠાં. મોટા પારદર્શક કાચમાંથી ક્ષિતિજ પર સૂર્ય અસ્ત થઈ રહ્યાનું રમણીય દશ્ય અમે નિહાળી રહ્યાં હતાં. છેલ્લી સલામ કરી સૂર્ય ક્ષિતિજની નીચે ઊતરી ગયો. એની વિદાય પછી પશ્ચિમાકાશમાં પ્રસરેલી રાતી પીળી સુરખી પણ વિલીન થઈ ગઈ અને આકાશમાંથી અંધકારના ઓળા ઊતરી આવ્યા. સમય થતાં સૂચના અપાઈ એટલે આઈસલેન્ડ ઍરના વિમાનમાં અમે દાખલ થયાં. અભયભાઈ અને મંગળાબહેનની સીટ આગળની હારમાં હતી. મારી અને મારાં પત્નીની સીટ થોડી પાછળની હારમાં હતી. નિયત સમયે વિમાન ઊપડ્યું અને થોડી વારમાં લગભગ પાંત્રીસ હજાર ફૂટની ઊંચાઈએ ઊડવા લાગ્યું. હવામાન સ્વચ્છ હતું. આકાશમાં રાત્રિનો અંધકાર છવાઈ ગયો હતો. બારી પાસે અમને બેઠક મળી હતી. બારીમાંથી આકાશમાં કોઈ કોઈ તારલા દેખાતા હતા. લગભગ અડધા કલાક પછી ભોજન આપવાનું ચાલુ થયું. દરમિયાન વિમાનની બારીમાંથી બહાર નજર કરી રહેલાં મારાં પત્નીએ મને કહ્યું : 'જુઓ તો, આકાશમાં ક્ષિતિજ ઉપર રાતી સુરખી દેખાય છે !' મેં જોયું તો આકાશમાં ક્ષિતિજનો થોડો ભાગ સાચે જ રાતો દેખાવા લાગ્યો હતો. ‘જાણે અરુણોદય થવાનો હોય એવું દેખાય છે ! હજુ હમણાં તો રાત પડી. આટલી થોડી વારમાં શું સૂર્યોદય થશે ?' મારાં પત્નીએ પૂછ્યું. આકાશ સામે ધ્યાનથી અમે જોતાં રહ્યાં ત્યાં તો ક્ષિતિજ ઉપર ખરેખર સૂર્યની કિનારી દેખાવા લાગી અને ધીમે ધીમે સૂર્ય ઉપર આવવા માંડ્યો. આકાશમાં અજવાળું વધતું ગયું. અડધા કલાકમાં તો આખો ગોળ લાલઘૂમ સૂર્ય ક્ષિતિજ ઉપર આવી ગયો. શું ઈંગ્લેન્ડ અને આઈસલેન્ડ વચ્ચે બાર કલાકનો તફાવત છે કે આટલો જલદી સૂર્યોદય જોવા મળે ? ના, એટલો તફાવત તો નથી. તો પછી આકાશમાં સૂર્યોદય થયો તે શું ખોટો હશે? ના, એ પણ ખોટો નથી, કારણ કે ક્ષિતિજ પર ધીમે ધીમે સૂર્યને ઉપર આવતો અમે સાક્ષાત્ જોયો. પણ સૂર્યોદય વખતે આકાશમાં જેટલું તેજ પથરાય છે તેટલું જ તેજ અત્યારે પથરાયું નહોતું. વળી ક્ષિતિજ પર આવેલો સૂર્ય હવે આકાશમાં ઉપર ચડતો નહોતો, એટલું જ નહિ, જાણે રિસાયો હોય તેમ પાછો એ ક્ષિતિજની નીચે ઊતરવા લાગ્યો. વસ્તુતઃ એ સૂર્યોદય નહોતો, સૂર્યાસ્ત જ હતો. ઇંગ્લેન્ડમાં સૂર્યાસ્ત થઈ ગયા પછી અમે વિમાનમાં લગભગ પાંત્રીસ હજાર ફૂટની ઊંચાઈએ અને કલાકના આશરે છસો માઈલની ઝડપે ઉત્તર દિશામાં ૫૦૦ અક્ષાંશથી ૬૪ અક્ષાંશ તરફ આગળ વધી રહ્યાં હતાં. એટલે એનો એ જ અસ્ત થઈ ગયેલો સૂર્ય ફરી અમને દેખાયો. વિમાન આગળ વધતાં જાણે તે ક્ષિતિજની ઉપર આવતો હોય તેમ જણાયો. Page #27 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે ઉત્તરાલેખન થોડી વારમાં તો ફરી પાછો સૂર્ય અસ્ત થઈ ગયો. આકાશમાં અંધારું છવાઈ ગયું. અને પાછા પેલા તારલાઓ ટમટમતા દેખાવા લાગ્યા. આમ, એક જ દિવસમાં અમને બે વાર સૂર્યાસ્ત જોવા મળ્યો. જીવનમાં જવલ્લે જ જોવા મળે એવો આ એક અનોખો અનુભવ હતો. ભોજન પછી અમે અમારી સીટ બદલાવી. અભયભાઈ મારી પાસે આવીને બેઠા અને મારાં પત્ની મંગળાબહેનની પાસે જઇને બેઠાં. ૧૦ આઇસલૅન્ડમાં અમે પહેલી વાર જતાં હતાં અને હોટેલ વગેરે નિશ્ચિત કરી લીધાં હતાં. છતાં એક તદ્દન અજાણ્યા ઘણે દૂરના ઠંડા દેશમાં અમે જઇ રહ્યાં હતાં એનો અમને રોમાંચ પણ હતો. આઇસલૅન્ડમાં સામાન્ય માણસની દષ્ટિએ જોવાનું બહુ ઓછું ગણાય. ખર્ચનું વળતર ન મળ્યું એવું લાગે. બીજી બાજુ જેને ભૌગોલિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક વગેરે દૃષ્ટિએ જોવું હોય તેને માટે ઘણું બધું જોવાનું છે એમ કહી શકાય. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં ૬૬૧/૨ ડિગ્રી અક્ષાંશ પરના ધ્રુવ વર્તુળ(Arctic circle)ને અડીને આવેલા આ ટાપુમાં બસોથી વધુ ઠરી ગયેલા જ્વાળામુખીઓ છે. ત્યાંનું પીવાનું પાણી પણ ગંધકની ગંધવાળું હોય છે. ગંધકવાળા ધગધગતા ગરમ પાણીના ફુવારા કેટલેક સ્થળે ઊડે છે, જેને આઇસલૅન્ડની ભાષામાં ‘ગેયસર’ કહે છે. એના ઉપરથી ‘ગીઝર' શબ્દ આખી દુનિયામાં પ્રચલિત બની ગયો છે. નોર્વે અને ડેન્માર્કમાંથી ઈસવીસનના આઠમાનવમા સૈકામાં સાહસિક વાઇકિંગ લોકોએ (નોર્સમેનોએ) આ નિર્જન ટાપુ ઉપર વસવાટ ચાલુ કરેલો. એમના વંશજો તે અત્યારના આઇસલૅન્ડર. અભયભાઈએ વાત કરતાં જણાવ્યું કે એમની બાજુની સીટ પર બેઠેલા સજ્જન તે આઇસલૅન્ડના વતની છે. ઇંગ્લૅન્ડથી તેઓ પાછા ફરી રહ્યા છે. આઇસલૅન્ડમાં કંઈ કામ હોય તો એમણે પોતાનું આ કાર્ડ આપ્યું છે. કાર્ડમાં નામ હતું. મિ. સ્કુડર. એમાં રેયાવિકનું સરનામું અને ફોન નંબર હતાં. અભયભાઈએ કહ્યું, ‘આપણું બધું ગોઠવાયેલું છે એટલે તો બીજી કશી જરૂર નથી. પણ એમણે સામેથી કહ્યું એટલે સારું લાગ્યું.’ મેં કહ્યું, ‘આમ એકંદરે તો આઇસલૅન્ડની પ્રજા મળતાવડા સ્વભાવની છે. આ ભાઈ પણ મળતાવડા જણાય છે. લંડનના ઍરપૉર્ટ ઉપર પણ આપણા ગેટના લોન્જમાં તેઓ કેટલાક પ્રવાસીઓ સાથે ગપાટા મારતા હતા.' અભયભાઈએ કહ્યું, ‘એમનાં પત્ની ઍરપૉર્ટ પર ગાડી લઈને તેડવા આવવાનાં છે. તેમણે આપણને હોટેલ પર મૂકી જવાનું કહ્યું, પણ આપણે ચાર જણ છીએ એટલે એ શક્ય નથી.’ થોડી વાતો કરી અમે ફરી સીટ બદલાવી. અભયભાઈ પોતાની સીટ પર ગયા અને મારાં પત્ની પાછાં આવ્યાં. For,Private & Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ રેક્માવિક પહોચતાં થોડી વારના વિરામ પછી વિમાનમાં જાહેરાત થઈ : ‘ડ્યૂટી ફ્રી (જકાતમુક્ત) વસ્તુઓનું વેચાણ ચાલુ થાય છે.’ બે ઍરહોસ્ટેસ એક ટ્રૉલીમાં સ્કોચ વ્હિસ્કીના બાટલા અને સિગરેટનાં પૅકેટ લઈને નીકળી. જે દેશમાં એના પર સરકારી જકાત ઘણી હોય ત્યાંના કેટલાય રહેવાસીઓ પોતાના દેશના કાયદા પ્રમાણે જેટલા લેવાય એટલાં દારૂસિગરેટ લેતા હોય છે. વિદેશી નાગરિકોને પણ એ હક હોય છે. અભયભાઈ ઊઠીને ફરી મારી પાસે આવ્યા. એમણે કહ્યું, ‘પેલા ભાઈ, મિ. કુંડર વિનંતી કરે છે કે એમના વતી ડ્યૂટી ફ્રી વ્હિસ્કીનો બાટલો આપણે પણ લેવો. પૈસા તેઓ આપી દેશે. આપણે તો કસ્ટમ્સમાં પસાર થતી વખતે તે આપણા હાથમાં રાખવાનો છે અને પછી બહાર નીકળ્યા પછી એમને આપી દેવાનો છે.' ૧૧ દુનિયાના ઘણા દેશોમાં વિદેશથી આવતાં હવાઈ જહાજમાં બનતી આ સામાન્ય ઘટના છે. સારા શ્રીમંત માણસો પણ ડ્યૂટી ફ્રી વસ્તુઓ લેવાની લાલચને રોકી શકતા નથી. જ્યાં જકાત વધારે હોય છે અને દેશની આર્થિક સ્થિતિ સાધારણ કે નબળી હોય છે ત્યાં તો પોતાના વતી બીજા પણ તે લેવામાં મદદ કરે એ માટે મુસાફરો તપાસ કરતા રહે છે. મિ. સ્કુડરની વાત એ કોઈ નવાઈની વાત ન હતી. એમ છતાં મેં અભયભાઈને કહ્યું, ‘સ્કુડરે પ્રેમથી વિનંતી કરી છે. પણ દારૂ-સિગરેટ તો આપણે માટે વર્જ્ય છે. અમારો તો વળી નિયમ પણ છે કે આવી રીતે બીજાને માટે પણ ન લેવું. તો તમે અમારા વતી એમની માફી માગો.' ‘મારી પણ બિલકુલ ઈચ્છા નથી. પણ મને ના કહેતાં સંકોચ થતો હતો. પરંતુ હવે તમે ના કહો છે એટલે અમારે માટે પણ અનુકૂળ થઈ ગયું. વળી વિદેશની સફરમાં તો આવું ન જ કરવું જોઇએ.’ અભયભાઈએ કહ્યું. સ્કુડરની નજર અમારા તરફ હતી. ઍરહોસ્ટેસો તેમના ઑર્ડરની રાહ જોતી હતી. અભયભાઈએ ઇશારાથી અમારા વતી એમને ના કહી દીધી. એથી મિ. સ્કુડરનો હસતો ચહેરો તરત નારાજ થયેલો દેખાયો. અભયભાઈ પાછા પોતાની જગ્યાએ જઈ બેઠા. સ્કુડર પોતાની જગ્યાએથી ઊભા થયા અને છેલ્લી સીટ સુધી રાઉન્ડ મારી આવ્યા. તેઓ કેટલાકની સાથે વાત કરી આવ્યા. એમ લાગ્યું કે તેમણે સાતેક વિદેશી પ્રવાસીઓ સાથે આ રીતે ગોઠવણ કરી હશે. તેમણે તે બધા વતી ડૉલર ચૂકવ્યા. ઍરહોસ્ટેસો આ પદ્ધતિ જાણતી જ હોય છે, કારણ કે આ રોજની ઘટના હતી. વિમાનના ઘણા કર્મચારીઓ પોતે પણ આ પદ્ધતિનો લાભ ઉઠાવતા હોય છે. અમારું વિમાન હવે રેક્યાવિક પહોંચવા આવ્યું. વિમાનના ઉતરાણની સૂચના અપાઈ. રેક્યાવિક પાસે કેટ્લાવિક (KEFLAVIK) નામના સ્થળે આવેલા આંતરરાષ્ટ્રીય મથકે અમારું વિમાન ઊતર્યું. પ્રવાસીઓ ઊતરવા લાગ્યા. ઘણાખરાના હાથમાં દારૂ ' Page #29 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન સિગરેટની પ્લાસ્ટિકની મોટી રંગબેરંગી સરસ કોથળીઓ હતી. જે દેશમાં આંતરરાષ્ટ્રીય વિમાનમથકે વિમાનોની અવરજવર બહુ ન હોય અને કસ્ટમ્સનું ચેકિંગ સખત હોય ત્યાં મુસાફરોની લાઈન લાંબી થઈ જાય અને જલદી ન ખસે એવો અનુભવ અહીં કલાવિકના ઍરપોર્ટમાં પણ થયો. બધા પોતપોતાનો સામાન ત્રણ પૈડાંવાળી ટ્રોલીમાં મૂકી ધીમે ધીમે આગળ ખસતાં જતાં હતાં. અમે જોયું કે સ્ફડર લાઈનમાં ઘણા આગળ હતા. એમનો વારો આવ્યો. કસ્ટમ્સમાંથી તે બહાર નીકળ્યા. તેમની પત્ની તેમને તેડવા આવ્યાં હતાં તે દેખાયું. તેઓ હિસ્કીના બાટલા નક્કી કરેલા પ્રવાસીઓ પાસેથી ઉઘરાવી લેતા હતા. અમારો વારો આવ્યો. કસ્ટમ્સમાંથી અમે બહાર નીકળ્યા. અમે સ્ફડર સામે જોયું. પણ હવે જાણે કંઈ ઓળખાણ ન હોય તેવું એમના ચહેરા પર દેખાયું. સ્વાર્થની પૂર્તિ કે અપૂર્તિના પ્રતિભાવો માણસના ચહેરા ઉપર તરત પડ્યા વગર રહેતા નથી. વિહસ્કીના બાટલા મેળવનાર સ્ફડરના ચહેરા ઉપર કોઈ મોટો વિજય મેળવ્યો હોય એવો ઉત્સાહ અને ગર્વનો ભાવ દેખાતો હતો. તેઓ હજુ એક મુસાફરની રાહ જોતા હતા. સ્કુડરની બાજુમાં ત્રણેક આઈસલેન્ડર ઊભા હતા. તેમની વાતચીત અને દેખાવ પરથી લાગ્યું કે તેઓ શહેરમાંથી વ્હિસ્કી ખરીદવા આવ્યા હશે. પરંતુ ભાવની આનાકાની થતી હોય એવું અનુમાન થયું. છેલ્લો પ્રવાસી નીકળતાં સ્ફડરે એનો બાટલો પણ લઈને ટ્રૉલીમાં મૂક્યો. પ્લાસ્ટિકની કોથળી કાઢી નાખીને ટ્રોલીમાં ઉપરની જાળીમાં તેઓ બાટલા ઊભા ગોઠવતા હતા. આઠેક બાટલા હશે. ફુડરને આ વેચાણમાંથી સારો તડાકો પડશે એમ અમને લાગ્યું. અમે ઍરપોર્ટના મકાનની બહાર નીકળ્યાં. રેડ્યાવિક શહેર માટેની અમારી બસ થોડે દૂર ઊભી હતી. ઠંડો પવન સુસવાટા કરતો ફેંકાતો હતો. રાતનો વખત હતો. ફૂટપાથ પર અમારી સામાનની ટ્રૉલી હંકારતાં અમે બસ પાસે પહોંચ્યાં અને સામાન મૂકી બસમાં ગોઠવાયાં. બસની બારીમાંથી મેં જોયું તો સ્ફડરની આસપાસ ઘરાકો વીંટળાઈ વળ્યા હતા અને સ્ફડર તે દરેકની સાથે આનાકાની કરતા ટ્રોલી સાથે આગળ વધતા હતા. એમ કરતાં ખેંચતાણ વધી. આઈસલેન્ડની ભાષા સમજાતી નહોતી. પરંતુ ફુડરની ભાષામાં ગર્વને રણકાર અનુભવાતો હતો. અમારી બસ આગળથી સ્ફડર પસાર થયા. ઘરાકોમાંથી છૂટવા હવે એમણે ઝડપથી ટ્રૉલી ચલાવી, પણ ઘરાકો પાછળ દોડ્યા એથી સ્ફડરે દોટ મૂકી. પરંતુ એમ કરતાં આછા અજવાળામાં એમની ટ્રોલીનું એક પૈડું ફૂટપાથની કિનારીની નીચે ઊતરી પડ્યું. મોટો ધબાકો થયો. ટ્રોલી ઊંધી વળી ગઈ. હિસ્કીના બધા બાટલા ફટી ગયા. કાચ ફૂટવાના મોટા અવાજ થયા. ક્ષણવારમાં હવામાં વ્હિસ્કીની તીવ્ર ગંધ Page #30 -------------------------------------------------------------------------- ________________ ક્યાવિક પહોચતાં પ્રસરી ગઈ. ફુડર રોષે ભરાયા. ઘરાકો તરત જ આઘાપાછા થઈ ગયા. કુંડરની પત્ની દોડતી આવી પહોંચી. બંનેના ચહેરા રડમસ થઈ ગયા. સુખદ નાટક અચાનક કરુણાંત બની ગયું. દિલસોજી દર્શાવવા બસમાંથી નીચે ઊતરવાનું અમને મન થયું, પણ બસ ઊપડવાની તૈયારીમાં હતી. વળી વિદેશમાં આવી ઔપચારિકતા કોઈકને ગમે કે ન પણ ગમે. મેં અભયભાઈને કહ્યું, જોયું ? સ્કુડરને કોઈએ મદદ ન કરી. બધા ભાગી ગયા.” અભયભાઈએ કહ્યું, ‘પણ રમણભાઈ, આપણે એમને મદદ કરી તે કેમ ભૂલી ગયા ?' આપણે મદદ કરી ? ક્યારે ?' ‘આડકતરી રીતે આપણે મદદ જ કરી છે. સારું થયું કે આપણે એમના વતી હિસ્કી ખરીદી નહિ. ખરીદી હોત તો આપણા ચાર બાટલાનું એમને વધારે નુક્સાન થાત.' અભયભાઈની વાત સાચી હતી. અમારી બસ ઊપડી. જીવનમાં ઘટનાઓ કેવા ક્રમે કેવા સંકેતપૂર્વક બનતી હોય છે તેની ચર્ચા-વિચારણામાં અમે પડી ગયાં. એટલી વારમાં તો બસ અમારી હોટેલ પાસે આવીને ઊભી રહી. Page #31 -------------------------------------------------------------------------- ________________ કિએવનો ગાઈડ વિક્ટર પૂર્વ યુરોપમાં કાળા સમુદ્રના કિનારે આવેલા યુક્રેઈન રાજયનું પાટનગર કિએવ (Kiev) દુનિયાનાં કેટલાંક રમણીય નગરોમાંનું એક છે. ઈ.સ. ૧૯૮૦માં સોવિયેટ યુનિયનના પ્રવાસ દરમિયાન અમે કિએવ પણ જવાના હતા. મૉસ્કોનો કાર્યક્રમ પૂરો થતાં રાત્રે ટ્રેનમાં બેસી બીજે દિવસે સવારે અમે કિએવા પહોંચી ગયા. મોસ્કોથી અમારી સાથે આવેલા બે ગાઈડની ફરજ હવે પૂરી થઈ. માટે બીજા બે ગાઈડ – એક યુવક અને એક યુવતી અમને લેવા આવી પહોંચ્યાં હતાં. મૉસ્કોના ગાઈડે નવા બંને ગાઈડનો અમને પરિચય કરાવ્યો અને પોતાની ફરજ પૂરી થતી હોવાથી અમારી વિદાય લીધી. અમારા પ્રવાસનું આયોજન સોવિયેટ યુનિયનની મુખ્ય ટૂરિસ્ટ એજન્સી ઈનટૂરિસ્ટ દ્વારા થયું હતું. મૉસ્કોના બંને ગાઈડની જેમ અહીં પણ યુવકે ઘેરા લાલ રંગનું શર્ટ અને નીચે આછા બદામી રંગનું પેન્ટ પહેર્યું હતું. યુવતીનું પણ એ પ્રમાણે ઉપરનું વસ્ત્ર લાલ રંગનું અને નીચેનું સ્કર્ટ આછા બદામી રંગનું હતું. લાલ રંગ એવો છે કે ઘણે દૂરથી પણ જોઈ શકાય. સ્વેચ્છાએ બહુ ઓછા લોકો આવા ઘેરા લાલ ભડક રંગનું વસ્ત્ર પહેરવાનું પસંદ કરે. પરંતુ સોવિયેટ યુનિયનમાં ફરજ ઉપર રહેલા કર્મચારીએ તો પોતાની કંપની કહે તે પ્રમાણે વસ્ત્રપરિધાન કરવાનું રહેતું. સ્ટેશનમાંથી અમે ગાઈડની પાછળ પાછળ બહાર નીકળ્યા. અહીં મજૂરની પ્રથા નહોતી એટલે દરેકે પોતાનો સામાન હાથે જ ઊંચકવાનો હતો. અમે બસમાં ગોઠવાયા. બંને ગાઈડે અમને આવકાર આપ્યો અને પોતાનો પરિચય આપ્યો. અમારા ગાઈડનું નામ હતું વિક્ટર. ગાઈડ યુવતીનું નામ હતું ઈડા. બંને હસમુખ હતાં. પરંતુ તેમના બોલવામાં સોવિયેટ યુનિયનની કડક ધાકનો અણસાર સમજદારને આવ્યા વગર રહે નહિ. તેઓ ઓછું બોલે, સમજાવવાનું બધું જ સમજાવે, પણ એવા હોશિયાર છે તમારા પ્રશ્નનો જવાબ યુક્તિપૂર્વક ટાળી દે. સોવિયેટ યુનિયનમાં તે વખતે પ્રજા એકંદરે એટલી દબાયેલી હતી કે જવલ્લે જ કોઈ બે-ચાર માણસો અંદરઅંદર વાદવિવાદ કરે. અજાણ્યાની સાથે તો તેઓ બોલે પણ નહિ એટલું જ નહિ, સ્મિત પણ ન ફરકાવે. સ્ટલિનના વખતની એ ધાક હજી પણ ચાલુ રહેલી વરતાતી હતી. દરેક જગ્યાએ ફરજ ઉપર ઓછામાં ઓછી બે વ્યક્તિઓ હોય જ અને એ બંને વ્યક્તિ ૧૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ કિએવનો ગાઈડ વિક્ટર એકબીજી ઉપર દેખરેખ રાખે, ક્યારેક જાસૂસી પણ કરે. રાજય વિરુદ્ધ કોઈ બોલતું હોય તો તરત બીજી વ્યક્તિ ચાડી ખાય કે જેથી ગુનામાંથી પોતે બચી જાય. સ્ટેલિને રાજ્ય વિરુદ્ધ અભિપ્રાય ઉચ્ચારનારા કેટલાય લોકોને મરાવી નાખ્યા હતા; અનેકને જેલ ભેગા કરી દીધા હતા કે સાઈબિરિયાની કડકડતી ઠંડીમાં કૉન્સન્ટેશન કેમ્પની અંદર ધકેલી દીધા હતા કે જ્યાં સખત મજૂરી કરીને અને ઠંડીમાં ઠૂંઠવાઈને તેઓ થોડા વખતમાં મોતને શરણ થતા. ૧૯૮૦માં પ્રેસિડેન્ટ બેઝનેવના વખતમાં સ્ટેલિનનાં પૂતળાં નીકળી ગયાં હતાં, પણ વાતાવરણ હજુ એવું જ ભયભીત અને તંગ હતું. અમારા પ્રવાસ દરમિયાન અમે જોયું હતું કે સ્ટેલિન વિશે, લેખક સોઝેનિત્સિન વિશે કે એવા બીજા કોઈ સંવેદનશીલ વિષય વિશે કોઈ એક શબ્દ પણ ઉચ્ચારવા તૈયાર ન હતું. કોઈ એ વિશે ગાઈડને પ્રશ્ન કરે તો ગાઈડ તરત જ કહી દે કે ‘મહેરબાની કરીને મને એ વિશે પ્રશ્ન પૂછશો નહિ.' - અમારી બસ ચાલી. કિએવનો પરિચય આપતાં વિકટરે કહ્યું, 'કિએવ સોવિયેટ યુનિયનનું જૂનામાં જૂનું શહેર છે. પંદરસો વર્ષ પહેલાં એની સ્થાપના થયેલી. અગિયારમાં સૈકામાં કિએવન રૂસ' નામનું આ મોટું શક્તિશાળી રાજય હતું. ત્યારે રશિયા અને યુક્રેઈન એવાં જુદાં રાજ્યો નહોતાં, પણ રૂસ નામનું એક જ વિશાળ રાજ્ય હતું. એમાં યુક્રેઈન, રશિયન અને બાયલોરશિયન એવી ત્રણ મુખ્ય પ્રજાઓ હતી અને તે પરસ્પર સુમેળથી રહેતી. જ્યારે પણ બહારથી કિએવન રૂસ ઉપર કોઈ ચડાઈ થતી ત્યારે ત્રણે પ્રજા સંગઠિત થઈને બરાબર સામનો કરતી, પરંતુ સોળમા સૈકામાં બહારનાં આક્રમણ સામે કિએવન રૂસ ટકી શક્યું નહિ. તે વખતે યુક્રેઈન અને રશિયા એવા બે ટુકડા થયા. સત્તરમા સૈકામાં ફરી યુક્રેઇન અને રશિયા એક થઈ ગયાં. ૧૯૧૭ના ઑકટોબરમાં રશિયામાં જ્યારે ક્રાંતિ થઈ ત્યારે યુકેઈનને સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા મળી. ખળખળ વહેતી નીપર નદીના કિનારે આવેલું કિએવ શહેર રળિયામણું લાગ્યું. વૃક્ષો અને મકાનો બને સોહામણાં હતાં. વિક્ટરે કહ્યું, ‘કિએવ યુક્રેઇનની પ્રાચીન નગરી છે, પણ તમે મને કહેશો કે આ બધાં મકાનો કેટલાં જૂનાં હશે ?' અમારામાંથી કોઈકે કહ્યું, ‘દોઢસો-બસો વર્ષ જૂનાં તો હશે જ.” વિકટરે કહ્યું, “ના, આ મકાનો લગભગ પાંત્રીસ વર્ષથી વધારે જૂનાં નથી.” સાચે જ ?' 'હા. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીએ કાળા સમુદ્રને રસ્તે યુક્રેઈન ઉપર આક્રમણ કર્યું. ૧૯૪૧ થી ૧૯૪૫ સુધી ભયંકર લડાઈ થઈ. લાખો માણસો માર્યા ગયા. આખું કિએવ બૉમ્બમારામાં જમીનદોસ્ત થઈ ગયું. જર્મનીએ યુક્રેઈન ઉપર કબજો મેળવવા ઘણો ભોગ આપ્યો. પરંતુ અમારી પ્રજા ખમીરવાળી. અમારા સૈનિકોએ ભારે પ્રતિકાર કર્યો. છેવટે અમે જીત્યા. વિજય પછી અમારા લોકો એટલા કામમાં લાગી ગયા કે દોઢ Page #33 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન બે વર્ષમાં તો જાણે આખું નગર નવેસરથી બંધાઈ ગયું. એટલે તો સોવિયેટ યુનિયને કિએવને બહાદુર નગરી'નો ઈલ્કાબ આપ્યો હતો. થોડાંક વર્ષમાં તો યુક્રેઇન ખેતીવાડી અને વેપારઉદ્યોગ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંગીત અને નાટ્યકલા વગેરે ઘણી બાબતોમાં સોવિયેટ યુનિયનનું અત્યંત પ્રગતિશીલ રાજય બની ગયું. હવે ગાઈડ યુવતી ઈડાએ માઈક હાથમાં લીધું. એણે કહ્યું, તમે હમણાં જોઈ તે નીપર નદી યુક્રેઈનની સૌથી મોટી નદી છે. બંને કાંઠે નાનીમોટી ટેકરીઓ વચ્ચેથી તે વહે છે. નીપરને લીધે યુક્રેઇનની ભૂમિ ફળદ્રુપ છે. આબોહવા ગમી જાય એવી માફક છે. કિએલમાં ચેસ્ટનટ, મેપલ અને પોપ્લરના ઘટાદાર વૃક્ષો નૈસર્ગિક સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. અમારા લોકોનો વૃક્ષપ્રેમ એટલો બધો છે કે યુક્રેઈનના સરકારી પ્રતીક તરીકે ચેસ્ટનટનું વૃક્ષ છે.' અમારી બસ હોટેલ પર આવી પહોંચી. હોટેલનું નામ પણ નીપર હતું. હોટેલમાં દાખલ થયા પછી અમારા બધાના પાસપોર્ટ લઈ લેવામાં આવ્યા અને વિસા કાર્ડ આપવામાં આવ્યાં. દરેકને રૂમની ચાવી આપવામાં આવી અને સ્નાન વગેરેથી પરવારવા માટે કલાકનો સમય આપવામાં આવ્યો. ચા-નાસ્તો ક્યાં પછી અમને શહેરમાં ફરવા લઈ ગયા. બસમાં આગળની સીટમાં બેસવા મળ્યું એટલે વિક્ટર સાથે વાતચીત કરવાની મને તક મળી. વિકટર યુવાન અને હસમુખો હતો. તેણે યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો હતો. રશિયન સાહિત્ય એનો મુખ્ય વિષય હતો. અંગ્રેજી ભાષા ઉપર તેનું પ્રભુત્વ સારું હતું. હું મુંબઈ યુનિવર્સિટીમાં સાહિત્યના વિષયનો અધ્યાપક છું એ જાણીને વિકટરને પણ મારી સાથે વાત કરવાનું ગમ્યું. એક વિશાળ રસ્તા આગળથી બસ પસાર થઈ ત્યારે એણે મને કહ્યું, (ડૉ. શાહ, તમને જાણીને આનંદ થશે કે આ સ્ટ્રીટનું નામ તોસ્તોય સ્ટ્રીટ છે.' તૉસ્તોયનું નામ સાંભળી મને એમના વતન યાસ્નાયા પોલિયાનાની મુલાકાતનું સ્મરણ તાજું થયું. અમને પ્રથમ સેંટ સોફિયાનું ચર્ચા જોવા લઈ ગયા. સોવિયેટ યુનિયનનું તે જૂનામાં જૂનું ચર્ચ છે. ત્યાર પછી અમને શહેરના મધ્ય ભાગમાં પ્લાડિમિસ્કાયા ગોરકા' નામની ટેકરી પર લઈ જવામાં આવ્યા. ત્યાંથી ચારેબાજુ પથરાયેલાં કિએવ શહેરનાં અને ખળખળ વહેતી નીપર નદીનાં દર્શન થયાં. કિએવામાં એટલાં બધાં વૃક્ષો છે કે મકાનો જાણે વૃક્ષોની અંદર સંતાકૂકડી રમતાં હોય એમ લાગે. પાછા ફરતાં અમને કેશ્ચારિક નામના મુખ્ય માર્ગ ઉપર લટાર મારવા માટે થોડોક સમય આપવામાં આવ્યો. આપણે જાણે બજારમાં નહિ પણ બગીચામાં ફરતાં હોઈએ એવું લાગે. ગાઈડે કહ્યું કે ‘કિએવ શહેરમાં બે હજાર કરતાં વધુ નાનીમોટી ગલીઓ અને રસ્તાઓ છે. એમાં એક Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કિએવનો ગાઇડ વિકટર પણ સ્થળ એવું નથી કે જ્યાં હારબંધ વૃક્ષો ન હોય. કિએલમાં વીસ લાખની વસ્તી વચ્ચે સો કરતાં વધુ ઉદ્યાનો છે. કિએવ શહેરની અડધા કરતાં વધુ જમીનનો ભાગ તો બગીચા અને મોટા ઉદ્યાનોમાં રોકાયેલો છે. એટલે તો કિએવ 'ઉદ્યાન-નગરી’— Garden City તરીકે પ્રખ્યાત છે. નગરદર્શન કરી સાંજે અમે હોટેલ પર પાછા ફર્યા. બંને ગાઈડે વિદાય લીધી. હજુ સમય હતો. એટલે અમે હોટેલ પાસેના વિસ્તારમાં લટાર મારવા નીકળ્યા. સાંજના કોમળ તડકામાં વાતાવરણ સરસ લાગતું હતું. લોકોની અવરજવર ઘણી હતી, પણ ભાષાની મુશ્કેલીના કારણે કોઈની સાથે વાતચીત કરવાની શક્યતા નહોતી. એક સ્થળે માણસોની લાઈન લાગતી હતી. જોયું તો સફરજનનો તાજો રસ પીવા માટેની લાઈન હતી. ઑટોમેટિક મશીનમાં ત્રણ કૉપેક નાખીને અમે પણ એ રસ પીધો. આટલો સસ્તો રસ સોવિયેટ યુનિયન સિવાય બીજે ક્યાં મળવાનો હતો ? બીજે દિવસે અમારો કાર્યક્રમ થોડે દૂર આવેલું કેરાકોમ્બ (Catacomb) જોવા જવાનો હતો. કેટાકોમ્બ એટલે રાજકુટુંબનું કબ્રસ્તાન કે જ્યાં શબને “મમી' કરીને રાખવામાં આવે. પાંસઠ ફૂટ ઊંડા કૂવા જેવી રચના કરીને એમાં મમી રાખવામાં આવ્યાં હતાં. કેટલાંક વર્ષો પહેલાં ખોદકામ કરતાં આ દટાઈ ગયેલું કેટાકોબ મળી આવ્યું હતું. કેટાકોમ્બની મુલાકાત અમારે માટે એક યાદગાર અનુભવ જેવી બની ગઈ. કિએવ શહેરની પ્રાચીનતાની એ સાબિતી હતી. કિએવની આ બે દિવસની મુલાકાતમાં વિકટરને બીજા પ્રવાસીઓ કરતાં મારી સાથે વધુ નિકટતાથી વાત કરવાનું ફાવ્યું હતું. એનો અમને બંનેને આનંદ હતો. આવા પ્રવાસમાં ગાઈડને પ્રતીકરૂપ આપેલી નાની સરખી ભેટ પણ ઘણું બધું કામ કરે છે. વળી અમારો રસને વિષય પણ સમાન હતો. કિએવનો બે દિવસનો પ્રવાસ પૂરો થયો. હવે મૉસ્કો માટે ટ્રેન પકડવાની હતી. ટ્રેન રાતના દોઢ વાગે હતી, પરંતુ હોટેલ ઉપર જમ્યા પછી બીજું કશું કામ ન હતું અને હોટેલનો ચાર્જ ન ચડે એટલે અમને કિએવના સ્ટેશને રાતના નવ વાગે લઈ આવવામાં આવ્યા. એક વિશાળ વેઇટિંગ રૂમમાં અમને બધાને બેસાડવામાં આવ્યા. હવે બધા પ્રવાસીઓને માત્ર ટ્રેનમાં બેસાડવાનું જ કામ ગાઈડો માટે બાકી રહ્યું હતું. એટલે અમારા બે ગાઈડમાંથી ઈડાની ફરજ પૂરી થતી હતી એટલે તે સ્ટેશન પર બધાંની વિદાય લઈ ચાલી ગઈ. હવે અમારી દેખરેખ રાખવા માટે ફક્ત વિક્ટર જ હતો. વિક્ટરે કહ્યું, “તમે બધા અહીં આરામ કરો. કોઈને પગ લાંબા કરવા હોય તો આરામ ખુરશી પણ છે. થોડીક ઊંઘ ખેંચી શકો છો. ટ્રેનનો ટાઈમ થશે એટલે હું તમને બધાને ઉઠાડીશ. એ માટે તમે નિશ્ચિંત રહેજો. અમારા માટેના અલાયદા ખંડમાં હું થોડી વાર આરામ કરી લઉં છું.” Page #35 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન એમ કહી વિકટર ચાલ્યો ગયો. અડધા કલાક પછી મારી પાસે આવીને એણે ફરી પાછો ધીમા સાદે પ્રશ્ન કર્યો, ડૉ. શાહ, તમે બધા મોસ્કો સ્ટેશને પહોંચી ત્યાંથી સીધા ઍરપોર્ટ જવાના છો, ખરું ને ?' મેં કહ્યું, “હા, અગાઉ તમને કહ્યું હતું તે પ્રમાણે જ અમારો કાર્યક્રમ છે. એમાં કોઈ ફેરફાર નથી.” પછી મેં વિકટરને પૂછ્યું, 'તમે આ પ્રશ્ન મને પહેલાં બે વખત પૂક્યો છે તો તેનું ખાસ કંઈ કારણ છે ?' વિક્ટરે કહ્યું, “એ હું તમને અત્યારે નહિ કહું.' એમ કહી વિકટર બાજુના ખંડમાં ચાલ્યો ગયો. વિકટરના ગયા પછી હું વિચારે ચડ્યો. વિકટરને કશુંક કહેવું છે પણ એ તરત કહેવા ઈચ્છતો નથી તેમ દેખાય છે. અમારામાંના ઘણાખરા ઝોકાં ખાતાં હતાં. અડધા કલાક પછી વિકટરે વેઈટિંગ રૂમમાં ફરી રાઉન્ડ માર્યું. એણે જોયું કે બધા ઊંધી ગયા છે. ફક્ત હું એકલો જાગતો બેઠો છું. એટલે તે મારી પાસે આવ્યો અને બોલ્યો, “ડૉ. શાહ, તમને ઊંઘ નથી આવતી ?' મેં કહ્યું, “ના, મને આવી રીતે જાગવાની ટેવ છે, પણ મને એક પ્રશ્ન થાય છે કે તમે અમને, ખાસ કરીને મને એમ કેમ પૂક્યા કર્યું છે કે સોવિયેટ યુનિયનમાં આ તમારો છેલ્લો દિવસ છે ?' વિક્ટરે ચારે બાજુ નજર ફેરવી, વેઇટિંગ રૂમમાં કોઈ રશિયન કે યુક્રેનિયન પ્રવાસી નથી અને ફરજ ઉપર બીજું કોઈ દેખાતું નથી એ જોઈ એણે મારા કાનમાં કહ્યું, “ડૉ. શાહ, તમારી સાથે આટલી આત્મીયતા થઈ ગઈ છે એટલે જ હું તમને કહું છું. આવું પૂછવાનું કારણ એ છે કે મારે તમારી સાથે થોડી ખાનગી વાત કરવી છે. અત્યાર સુધી ઈડા ફરજ ઉપર સાથે હતી એટલે હું કશું બોલ્યો નથી, પણ હવે એ ગઈ છે એટલે મારી અંગત વાત તમને કરી શકીશ.' મેં કહ્યું, ‘ભલે, તમે મારામાં જરૂર વિશ્વાસ રાખજો. તમારા દેશની સ્થિતિ હું જાણું છું. એટલે તમારી અંગત વાત તમે જરૂર મને કહી શકો છો.' વિકટરે કહ્યું, ‘પણ એ અંગત વાત હું તમને અત્યારે નહિ કહું. હજુ ટ્રેન આવવાને બે કલાકની વાર છે. અહીં તો હવા પણ વાતને લઈ જાય છે. માટે જોખમ નથી ખેડવું. મારે તમને ખાનગી વાત કહેવી છે એટલું કહેવામાં પણ મારે માટે અહીં જોખમ ગણાય.” આટલું કહીને વિકટર પાછો પોતાના ખંડમાં ચાલ્યો ગયો. હું ફરી વિચારે ચડી ગયો. વિકટરને એવી તે શી વાત કરવી છે કે જે કરતાં તે આટલો ગભરાય છે. વળી મને પોતાને પણ ચિંતા થવા લાગી કે રખેને વિકટર એવી કોઈ વાત ન કરી બેસે કે જેના પરિણામે હું પણ એની સાથે ફસાઉ. અલબત્ત, સોવિયેત સરકાર પોતાના નાગરિકો સાથે જેટલી કડક છે તેટલી પરદેશીઓ સાથે નથી. તો પણ મારા મનની અંદર તર્ક ચાલવા લાગ્યા. વિક્ટરને જાસૂસીની દષ્ટિએ કોઈ વાત કરવાની હશે ? કે પછી વિકટર મારી પાસેથી કંઈ વાત કઢાવવા કોઈ નાટક તો નહિ કરતો હોય ને ? એ જે હોય તે, મારે તો વિકટર જે કહે તે ફક્ત સાંભળી જ લેવું એમ મેં મનથી નક્કી કર્યું. Page #36 -------------------------------------------------------------------------- ________________ કિએવનો ગાઇડ વિકટર ૧૯ રાતના દોઢ વાગવામાં દસેક મિનિટની વાર હતી. ટ્રેન આવવાની જાહેરાત થઈ. વિકટર અમારી પાસે આવી પહોચ્યો. સામાન સાથે બધા પ્લેટફોર્મ પર પહોંચી ગયાં. મને થયું કે વિક્ટર હવે પોતાની અંગત ખાનગી વાત કરશે. હું તેની ઉત્સુકતાપૂર્વક રાહ જોતો રહ્યો. ટ્રેન પ્લેટફોર્મ પર આવી, પણ વિકટરે કશી વાત મને કરી નહિ. તે તો દરેકને પોતપોતાની કેબિનમાં બેસાડવાની વ્યવસ્થામાં પડી ગયો. ટ્રેન દસેક મિનિટ ઊભી રહેવાની હતી. બધાં પોતપોતાની કેબિનમાં ગોઠવાઈ ગયાં. વિક્ટર પોતાની ફરજ બજાવવામાં મગ્ન બની ગયો. જાણે કે પેલી વાત જ ભૂલી ગયો ન હોય! મને પણ મારી કેબિનમાં બેઠા પછી લાગ્યું કે મારે પણ સામેથી વિક્ટરને પૂછવાની શી જરૂર? જો તેને કહેવાની ઈચ્છા હશે તો કહેશે. પરંતુ બધા ગોઠવાઈ ગયા પછી દરેકની વિદાય લઈ વિક્ટર છેલ્લે મારી કેબિનમાં આવ્યો. એણે કહ્યું, “ડૉ. શાહ, બસ તમારી વિદાય લેવા આવ્યો છું. આપણે ફરી ક્યારે મળીશું એ તો ખબર નથી. કદાચ જિંદગીમાં ફરી ન પણ મળીએ.” પછી વિક્ટર મને કેબિનમાંથી બહાર બોલાવી ગયો. ટૉઈલેટ પાસેની જગ્યામાં એક ખૂણામાં ઊભા રહીને ધીમે સાદે કહ્યું, “મારે તમને જે અંગત વાત કરવાની છે તે આટલી છે. બે દિવસ તમે મને ખૂબ હસતો-હસાવતો જોયો છે. એટલે તમે એમ બોલેલા કે હું કેટલો સુખી છું. પરંતુ મારે ખાનગીમાં તમને એટલું જ કહેવું છે કે હું સુખી નથી. હું બહુ દુ:ખી છું. મારે ઘર છે, પત્ની છે, બાળકો છે, પણ અમને અહીં વાણીસ્વાતંત્ર્ય નથી અને વિકાસની કોઈ તક નથી. તમે ઠેઠ ભારતથી સોવિયેટ યુનિયનમાં અમારા નગર સુધી આવી શકો છો, પરંતુ તમે માનશો, મારી ત્રીસ વર્ષની ઉમર થવા આવી છતાં મોસ્કો જવાની તક હજુ મને મળી નથી. મેં ઇનટૂરિસ્ટમાં ગાઈડ તરીકેની નોકરી સ્વેચ્છાએ સ્વીકારી લીધી છે કે જેથી સોવિયેટ યુનિયનમાં બીજા કોઈ પ્રદેશમાં મને ડ્યૂટી મળે તો એટલું તો જવાની તક મળે, પરંતુ હજુ સુધી કિએવ છોડીને બીજે ક્યાંય મને ફરજ પર મૂકવામાં આવ્યો નથી. બસ, તમને જોઈને હું બહુ જ રાજી થયો છું, પણ હું અહીં બહુ દુ:ખી છું એવી મેં તમને કહેલી વાત ખાનગી રાખજે. બીજા કોઈ અધિકારીને કરશો નહિ. તમે મોસ્કો પહોંચીને તરત સોવિયેટ યુનિયન છોડવાના છો અને મને તમારામાં વિશ્વાસ છે એટલે જ મેં હિંમત કરીને આટલી મારી વાત કરી છે. નહિ તો હું એટલી વાત પણ કોઈને ન કહું.' આટલું કહેતાં કહેતાં તો વિકટરની આંખો ભીની થઈ ગઈ. હું પણ ભાવાદ્રિ બની ગયો. ટ્રેન ઊપડવાની સીટી વાગી એટલે મારી સાથે હાથ મિલાવી વિક્ટર નીચે ઊતર્યો. હું દરવાજા પાસે ઊભો રહ્યો. ટ્રેન ચાલી. અમે બંને એકબીજા સામે જોતા છેવટ સુધી હાથ હલાવતા રહ્યા. Page #37 -------------------------------------------------------------------------- ________________ G પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન મારી કેબિનમાં જઈને સૂતો. પરંતુ આખી રાત મને ઊંઘ ન આવી. વિક્ટરના જ વિચાર આવતા રહ્યા. એક અતિશય સખત રાજશાસનની પદ્ધતિને કારણે એક તેજસ્વી યુવાનની કારકિર્દી કેટલી બધી રંધાઈ જાય છે તે નજરે જોવા મળ્યું. આટલાં વર્ષો થયાં છતાં વિકટરને ફરી મળવાનું થયું નથી. આ જિંદગીમાં વિકટર ફરી મળશે એવી કોઈ શક્યતા પણ નથી. પરંતુ પોતે દુઃખી છે ફકત એટલું જ કહેવા માટે પણ એક નવયુવાનને કેટલી બધી હિંમત એકઠી કરવી પડી એ ઘટનાનું વિસ્મરણ કયારેય થશે નહિ. Page #38 -------------------------------------------------------------------------- ________________ ટોરાન્ટોમાં શાકાહાર પરિષદ કેનેડાનું પાટનગર ઓટવા (Ottawa) છે, પરંતુ એનું મોટામાં મોટું શહેર ટોરાન્ટો છે. (Torontoનો ઉચ્ચાર તેઓ ટોરાન્ટો કે તોરાન્તો કરે છે.) કેનેડામાં ઈંગ્લિશ ઉપરાંત ફ્રેન્ચ ભાષા બોલનારાઓની સંખ્યા પણ ઘણા મોટા પ્રમાણમાં છે. ઈ.સ. ૧૯૮૭ના જુલાઈ મહિનામાં ટોરાન્ટો શહેરમાં ત્યાંના વેજિટેરિયન ઍસોસિયેશન તરફથી વિશ્વ શાકાહાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જુદા જુદા દેશના અને જુદા જુદા ધર્મના શાકાહારી પ્રતિનિધિઓને તે માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્રણ દિવસની આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ચર્ચા-વિચારણાનો એક વિષય હતો ધર્મ અને શાકાહાર' (Religion and Vegetarianism). આ પરિષદમાં જૈન ધર્મ અને શાકાહાર' એ વિષય ઉપર નિબંધ વાંચવા તથા એ વિષયની ચર્ચા-વિચારણામાં ભાગ લેવા માટે મને નિમંત્રણ મળ્યું હતું. વિષય મનગમતો હતો અને બધી સુવિધા આયોજકો તરફથી થવાની હતી. એટલે એ નિમંત્રણનો મેં સ્વીકાર કર્યો હતો. જુલાઈ મહિનામાં હું અને મારાં પત્ની ટોરાન્ટો પહોચ્યાં. અમારો ઉતારો ટોરોન્ટોના જૈન કાર્યકર્તા દંપતી શ્રી રમણીકલાલ કોઠારી અને શ્રીમતી ભદ્રાબહેન કોઠારીને ત્યાં રાખવામાં આવ્યો હતો. તેઓ ટોરાન્ટોના ઍરપૉર્ટ ઉપર અમને લેવા આવ્યાં ત્યારે તેમની સાથે પહેલવહેલો પરિચય થયો. રવિવારે સવારે દસ વાગે પરિષદનું ઉદ્દઘાટન થયું. આ પરિષદ ટોરાન્ટો યુનિવર્સિટીમાં યોજવામાં આવી હતી. રમણીકલાલ કોઠારીના ઘરેથી ટોરાન્ટો યુનિવર્સિટી સુધીનું અંતર મોટરકારમાં આશરે એક કલાક જેટલું હતું. અજાણ્યા સ્થળે શોધતાં વાર લાગે એટલા માટે, તથા પરિષદના રજિસ્ટ્રેશનની અને બીજી ઔપચારિક બાબતો માટે અમે ત્યાં વહેલા પહોંચવાનું નક્કી કર્યું હતું. સવારે આઠ વાગતાં તો અમે ટોરાન્ટો યુનિવર્સિટી ઉપર પહોંચી ગયાં. ત્યાં તપાસ કરતાં જાણ્યું કે યુનિવર્સિટીના એક મકાનમાં નીચેના એક ખંડમાં પરિષદનું કાયાલય રાખવામાં આવ્યું હતું. ત્યાં કેટલાક કર્મચારીઓ બેઠા હતા. મારે પત્રવ્યવહાર થયો હતો પરિષદના એક મંત્રી શ્રી પીટર મેવિન સાથે. બેઠેલા કાર્યકર્તાઓમાં શ્રી પીટર મેક્વિન કોણ છે તે જાણીને મેં તેમને મારો પરિચય આપ્યો. પત્રવ્યવહારથી તો અમે એકબીજાના નામથી સુપરિચિત હતા. મને જોતાં જ પીટરે કહ્યું અહો, ડૉકટર શાહ ! તમે આવી ગયા ? બહુ આનંદ થયો. તમે પત્રમાં લખ્યું છે કે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન તમારો નિબંધ વહેલો મળે એટલા માટે તમે કોઈ મિત્ર દ્વારા મોકલાવ્યો છે, પણ હજુ સુધી અમને તે મળ્યો નથી. તમે બીજી નકલ લાવ્યા છો ? મેં તરત મારા નિંબધની બીજી નકલ પીટરના હાથમાં મૂકી. નિબંધ મળતાં તેઓ રાજી થયા, કારણ કે તેમના જણાવ્યા પ્રમાણે કેટલાક પ્રતિનિધિઓના નિબંધો હજુ આવ્યા ન હતા. તેઓ સાથે લાવવાના હતા. વળી કેટલાક મૌખિક રજૂઆત કરવાના હતા. પીટરે કહ્યું, “ડૉ. શાહ, અમારે એક મુશ્કેલી ઊભી થઈ છે. ચીનથી બૌદ્ધ ધર્મ અને શાકાહાર' વિશે બોલનાર પ્રતિનિધિનો સંદેશ આવ્યો છે કે તેઓ હવે આવી શકે તેમ નથી. અહીં સ્થાનિક એક મહિલા પ્રાધ્યાપકને એ વિશે નિબંધ વાંચવાનું મેં કહ્યું છે. તેમણે એ કામ સ્વીકાર્યું છે, પરંતુ પ્રશ્નોત્તરી તેમને ફાવશે નહિ. તમે ભારતથી આવો છો • અને બૌદ્ધ ધર્મ વિશે પણ તમે અંગ્રેજીમાં પુસ્તિકા લખી છે અને તે મેં જોઈ છે. મારી ઈચ્છા છે કે બૌદ્ધ ધર્મ વિશે નિબંધવાચન પછી જે ચર્ચા થાય તેમાં તમે પણ ભાગ લો અને પ્રશ્નોના ઉત્તર આપો.' પીટરની એ દરખાસ્તનો મેં સહર્ષ સ્વીકાર કર્યો. પરિષદ માટે પીટરે મારી પાસે રજિસ્ટ્રેશન ફોર્મ ભરાવ્યું. શાકાહાર વિશેની પત્રિકાઓનું મારા માટે તૈયાર રાખવામાં આવેલું એક પેકેટ તેમણે મને આપ્યું. અને તે રાખવા માટે એક ખાલી ફોલ્ડર પણ આપ્યું. વળી પીટરે કહ્યું, 'ડૉ. શાહ, પરિષદના પ્રતિનિધિ તરીકેનું તમારા નામનું કાર્ડ હું તમને બનાવી આપું છું.' પીટરે એક કોરું કાર્ડ અને તે માટેનું પ્લાસ્ટિક કવર લીધું. તેમાં મારું નામ લખવા માટે તેઓ પેન શોધવા લાગ્યા. મેં કહ્યું, 'લો, પેન છે મારી પાસે.મેં મારી કાળી સ્કેચ-પેન પીટરને આપી. પીટરે કહ્યું, “વાહ, આ સ્કેચ-પેન તો ઘણી સારી છે. જાડા મોટા કાળા અક્ષરે તમારું નામ લખી શકાશે.' મેં કહ્યું, ‘એ તો વધારે સારું. લોકોને આપણું નામ વાંચવા માટે બહુ નજીક આવવાની જરૂર ન રહે.' પછી મેં મજાકમાં કહ્યું, કેટલાક લોકો આપણું નામ વાંચવા માટે આપણી સાવ નજીક આવે છે અને આંખે ઓછું દેખતા બેતાળાવાળા માણસો જ્યારે કપડામાં ભરાવેલું કાર્ડ વાંચવા માટે હાથમાં લઈ ખેચે છે ત્યારે કપડું ફાટવાની દહેશત રહે છે. પીટરે કહ્યું, “હવે તમારું શર્ટ કોઈ ફાડશે નહિ. લાવો તમને હાથે પિન ભરાવતાં ન ફાવતું હોય તો હું તમારું કાર્ડ તમારા શર્ટમાં ભરાવી આપું.' - “તો તો બહુ સારું. પોતાના હાથે કાર્ડ ભરાવવા જતાં તે કેટલીક વાર બ્રાંકું ભરાઈ જાય છે.” - પીટરે મારા શર્ટના ખિસ્સામાં મારી સ્કેચ-પેન ભરાવી અને ત્યારપછી મારા નામનું કાર્ડ, સેફટી-પિન વડે સરખું ભરાવી આપ્યું. કાર્ડ ભરાવીને પીટરે બે વખત મજાકમાં Page #40 -------------------------------------------------------------------------- ________________ ટોરાન્ટોમાં શાકાહાર પરિષદ ૨૭ ખેંચીને કહ્યું, ‘હવે તમારું શર્ટ કોઈ ફાડી નહિ શકે અને ફાડે તો બીજું શર્ટ આપવાની જવાબદારી મારી.’ પીટરની સાથે આમ થોડી મજાકની વાતો કરી, એમની વિદાય લઈ અમે ચાલ્યાં. અમને થયું કે હવે ઠીક ઠીક સમય છે તો યુનિવર્સિટીના જે હૉલમાં પરિષદ યોજાનાર છે તે હૉલ પણ જોઈ લઈએ અને યુનિવર્સિટીના કૅમ્પસમાં ચક્કર મારી લઈએ. અમે એક દિશામાં ચાલ્યા, પણ એ બાજુ હૉલ નહોતો. એટલે અમને થયું કે પીટરને પૂછી લઈએ કે હૉલમાં કઈ બાજુએથી જવાનું છે. અમે પીટર પાસે પહોંચ્યા અને હજુ કંઈ પણ પૂછીએ તે પહેલાં જ પીટરે સામું પૂછ્યું, ‘ડૉ. શાહ, આ તમારા શર્ટ ઉપર કાળા રંગનું આટલું મોટું ધાબું શેનું થયું ?' મારી નજર શર્ટ સામે ગઇ. કશાકનો ખાસ્સો મોટો કાળો ડાઘો લાગી ગયો હતો. શાનો ડાઘો લાગી ગયો હશે તે વિશે હું વિચારમાં પડ્યો. પીટર પણ એ જોઈ રહ્યા. મારી બેદરકારી માટે અફસોસ થયો. શર્ટ ઉપરનો ડાઘો તાજો જ હતો. એટલે હમણાં જ ક્યાંકથી તે લાગી ગયો હોવો જોઈએ. હાથમાંનું ફોલ્ડર શર્ટને અડ્યું હતું, પણ ફોલ્ડરમાં કોઈ એવી વસ્તુ નહોતી કે જેથી કાળો ડાઘો પડે. શર્ટનું કપડું હાથમાં લેતાં જ મને જણાયું કે આ ડાઘો શર્ટની અંદર પણ છે. આવો મોટો ડાઘો ક્યાંથી પડ્યો હશે ? ખિસ્સું પહોળું કર્યું તો ડાઘો ખિસ્સાની અંદર વધારે મોટો જણાયો. મનમાં પ્રશ્ન થયો કે સ્કેચ પેનમાંથી શાહી તો નહિ ગળતી હોય ને ? એમ માની પેન ખિસ્સામાંથી બહાર કાઢી. જોયું તો પેન ગળતી નહોતી, પણ એનું ઢાંકણું જ બંધ કરવાનું રહી ગયું હતું. પીટરને તરત સમજાઈ ગયું કે પોતે મારી સ્કેચ-પેનનું ઢાંકણું બંધ કર્યા વગર સીધેસીધી જ ખિસ્સામાં ભરાવી દીધી હતી. મારા નામનું કાર્ડ મને ભરાવી આપવાના ઉત્સાહમાં તે પેનનું ઢાંકણું બંધ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ પોતાની ભૂલ માટે ઝંખવાણા થઈ ગયા. એમણે વારંવાર માફી માગી. એમનો અવાજ ઢીલો થઈ ગયો. શર્ટ ઉપર કાળા રંગનું ધાબું એટલું મોટું થઈ ગયું કે હવે દૂરથી જોનારને નામ વાંચવા કરતાં કાળું ધાબું પહેલું દેખાય. નામ તો કોઈક જિજ્ઞાસુ જ વાંચે, પણ ધાબું તો સૌ કોઈ જુએ અને કેટલાક તે માટે પ્રેમથી આપણું ધ્યાન પણ દોરે. મેં ખિસ્સામાંથી પેન કાઢી, તેનું ઢાંકણું વાસી બીજા એક પાકીટમાં તેને સલામત રીતે મૂકી દીધી. શર્ટના કાપડે સ્કેચ પેનની ઠીક ઠીક શાહી શોષી લીધી હતી. શર્ટમાં ઊતરેલી શાહી ઉત્તરોત્તર વધારે પ્રસરતી ગઈ હતી. કાળું ધાબું એક વેંત જેટલું ખાસ્સું મોટું થઈ ગયું હતું. વળી જોયું કે શર્ટની અંદર પહેરેલાં બનિયાન ઉપર પણ ઘણું મોટું કાળું ધાબું થઈ ગયું હતું. આવા મોટા ધાબાથી મને કોઈ ક્ષોભ થયો નહોતો, પરંત પીટરને ઘણો થયો. તેઓ તેનો ઉપાય વિચારવા લાગ્યા. પીટરે ચિંતિત સ્વરે કહ્યું, ‘ડૉ. શાહ હવે શું કરીશું ? આ શર્ટ સાથે તમે પરિષદ કેવી રીતે ભાગ લેશો ? તમે તો મુખ્ય વક્તા છો.’ • Page #41 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે - ઉત્તરાલેખન મે કહ્યું, ‘શર્ટને ડાઘો છે એથી મને કોઈ શરમ, સંકોચ કે ક્ષોભ નથી. આવી વિષમ પરિસ્થિતિમાં સ્વસ્થતા અને પ્રસન્નતા રાખવી એ તો આપણી કસોટી છે.' પછી વાતને હળવી બનાવવા મેં કહ્યું, ‘આ ધાબાથી એક ફાયદો થશે. આટલા બધા પ્રતિનિધિ વચ્ચે મને ઓળખી કાઢવાનું સરળ થશે. ધાબું મારું Identification Mark થશે. વળી હું નિબંધ વાંચતો હોઈશ ત્યારે શ્રોતાઓનું ધ્યાન વચ્ચે વચ્ચે મારા શર્ટના આ કાળા મોટા ધાબા ઉપર પણ જશે. એટલે મને તો અનાયાસે જ વધુ લાભ મળશે, કારણ બહુ ગંભીર નિબંધ વંચાતો હોય ત્યારે કેટલાક શ્રોતાઓ ઝોકું ખાઈ લે છે. મારા નિબંધ વખતે એવું કશું જ થશે નહિ.’ ૨૪ હું વાતાવરણને હળવું બનાવવા પ્રયાસ કરતો હતો. પણ પીટર ખરેખર ગંભીર રીતે મૂંઝાયા હતા. એમણે જાણી લીધું કે હું ઘેર જઈને શર્ટ બદલાવીને પાછો આવું એટલો સમય રહ્યો નથી. વળી પીટરે કહ્યું કે ‘આજે રવિવાર છે. એટલે કોઈ પણ સ્ટોર ખુલ્લો નથી, નહિ તો હું તમને સ્ટોરમાંથી નવું શર્ટ અપાવી દઉં.' મેં કહ્યું, ‘એવી કોઈ ઔપચારિકતાની જરૂર નથી. તમે જરા પણ મૂંઝાશો નહિ. મારે હવે શર્ટ બદલવું નથી. આ શર્ટ સાથે જ હું નિબંધ વાંચીશ. મેલાં થયેલાં કપડાંનો કે ડાઘાવાળાં કપડાંનો મને ક્યારેય ક્ષોભ થતો નથી. વળી હું એમ પણ માનું છું કે શ્રોતાઓ આગળ આ કાળા ધાબા વિશે, માફી માગવા સાથે, પ્રથમથી જ સ્પષ્ટ ખુલાસો કરી દઈએ. તો પછી શ્રોતાઓને કોઈ કુતૂહલ રહેતું નથી. તેઓનું ચિત્ત પછી નિબંધવાંચનમાં જ રહેશે.’ આમ છતાં પીટરે પૂછ્યું, ‘ડૉ. શાહ, તમારા શર્ટની સાઇઝ કેટલી છે ? નજીકમાં મારા કોઈ મિત્ર પાસેથી શર્ટ મળે તો હું લેતો આવું.' મેં કહ્યું, ‘તમે કામમાં રોકાયેલા છો. એટલે એવી કોઈ તકલીફ લેવાની જરૂર નથી.' આમ છતાં પીટરના આગ્રહથી મેં મારા શર્ટની સાઇઝ કહી. પરિષદ શરૂ થવાને હજુ દોઢેક કલાકની વાર હતી. યુનિવર્સિટીમાં ફરવાની અમારી જે ઇચ્છા હતી તે માંડી વાળી, કારણ કે થોડુંક ફર્યા ત્યાં જે કોઇ સામા મળે તે ડાધા તરફ અમારું ધ્યાન ખેંચે, રખેને અમને એની ખબર ન હોય એમ સમજીને. અમે વિચાર્યું કે ‘ચાલો, સીધા ઉપર જ જઈએ અને ત્યાં બેસીએ ! ઠેર ઠેર લોકો શર્ટ સામે જુએ અને ધ્યાન ખેંચે કે હસે એના કરતાં હૉલમાં બેસવું વધારે સારું.' અમે યુનિવર્સિટીના એક મકાનમાં વિશાળ વ્યાખ્યાન હૉલમાં ગયા. હૉલ ખુલ્લો હતો. હજુ કોઈ આવ્યું ન હતું. આટલા વહેલાં આવવાનું બીજાઓને કોઈ કારણ પણ ન હતું. અમે ત્યાં બેઠાં. ત્યાં બાજુમાં પુરુષો અને મહિલાઓ માટેના રેસ્ટરૂમ હતા. (અમેરિકા-કેનેડામાં ટૉઇલેટને રેસ્ટરૂમ કહે છે.) હું રેસ્ટરૂમમાં ગયો. ત્યાં મને વિચાર આવ્યો કે શર્ટ પરનો ડાઘો ઘોઈ નાખીએ તો કેમ ? મેં બેઝિનના નળમાંથી ખોબામાં પાણી લઈ શર્ટ પર તે પાણી લગાવી ડાઘો ઓછો કરવા પ્રયત્ન કર્યો. પરંતુ એથી તો Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ટોરાન્ટોમાં શાકાહાર પરિષદ ઊંધું પરિણામ આવ્યું. પાણીથી ભીના થયેલા ભાગમાં પણ ડાઘ પ્રસરી ગયો. શર્ટની ખિસ્સાવાળી આખી બાજુ કાળી કાળી થઈ ગઈ. ડાઘો ગયો નહિ, પણ વધુ મોટો થઈ ગયો. ભીના શર્ટ સાથે હું બહાર આવ્યો. ત્યાં મારી પત્નીએ કહ્યું, ‘આ તમે શું કર્યું ? ડાઘો નાનો હતો, હવે તો આ બધું કાળું કાળું થઈ ગયું, આ તો ઊલટું વધારે ખરાબ લાગે છે.’ મેં કહ્યું, ‘એક પ્રયોગ કરવા ગયો, પણ એનું પરિણામ વિપરીત આવ્યું. મને ખબર નહિ કે આવું થશે. પણ હવે શું થાય ?' અમે થોડી વાર બેઠાં. મારાં પત્નીએ કહ્યું, ‘તમે શર્ટ કાઢી આપો તો હું લેડિઝ રેસ્ટરૂમમાં જઈ ધોઈ કાઢું.' મેં કહ્યું, ‘તું લેડિઝ રેસ્ટરૂમમાં જઈને ધૂએ અને હું અહીં હૉલમાં ઉઘાડા શરીરે બેઠો હોઉં અને કોઈ આવી ચડે તો વિચિત્ર લાગે. એના કરતાં તો હું પોતે જ રેસ્ટરૂમમાં જઈને શર્ટ ધોઈ કાઢું. પણ એમ કરવા જતાં કદાચ કાળો રંગ આખા શર્ટમાં પ્રસરી જાય તો ઊલટું ખરાબ થાય. અને ભીનું શર્ટ જલદી સુકાય નહિ.' મારાં પત્નીએ કહ્યું, ‘જો કે હજુ કલાકનો સમય છે એટલે શર્ટ ધોઈને તમે અહીં પંખા નીચે બેસો તો જેવુંતેવું સુકાઈ જાય.' હું રેસ્ટમાં ગયો. શર્ટ અને બનિયાન કાઢી નાખ્યાં. બેઝિનમાં ગરમ પાણી શર્ટ અને બનિયાન ઉપર જેવું છોડ્યું કે કાળો રંગ તો બંને કપડાંમાં પ્રસરી ગયો. રંગની ઘેરાશ ઓછી થઈ, પણ રંગ શર્ટમાં બધે વ્યાપી ગયો. બેઝિન પાસે હાથ ધોવાનો પ્રવાહી સાબુ હતો. તે લઈને મેં કપડા ઉપર ઘસ્યો. એથી રંગ થોડો ઊતર્યો. પાણીથી ધોઈને બંને કપડાં નિચોવ્યાં અને ભીનાં પહેરીને બહાર આવ્યો. હવે રંગ ઓછો થઈ ગયો હતો, પણ શર્ટ શોભે એવું રહ્યું ન હતું. મૂળ જે જગ્યાએ ડાઘો પડ્યો હતો તે જગ્યાએ ચકરડું તો હજુ ઘેરું હતું. હું પંખા નીચે બેઠો. એનાથી તથા શરીરની ગરમીથી કલાકમાં બંને કપડાં સુકાશે કે કેમ એની શંકા હતી. તો પણ પહેલાં કરતાં કંઈક રાહતભરી સ્થિતિ લાગતી હતી. થોડી વાર થઈ ત્યાં મને વિચાર આવ્યો કે ‘હજુ એક વાર સાબુથી બંને કપડાં ધોઈએ તો રંગ હજુ થોડો ઓછો થાય. શ્રોતાઓ તો કાર્યક્રમના સમય કરતાં વધુમાં વધુ દસ-પંદર મિનિટ વહેલાં આવે. ત્યાં સુધીમાં રંગ ઉતારવાનો ફરી વાર એક પ્રયોગ કરી જોઉં.' એમ વિચારી હું રેસ્ટરૂમમાં ગયો. ફરી શર્ટ ધોયું. બનિયાન તો અંદર પહેરવાનું છે એટલે ચાલી જશે. એટલે તે ન ધોયું. સાબુથી ઘસીને શર્ટ ધોતાં રંગ ફરી થોડોક ઓછો થયો. શર્ટ નિચોવી કાઢ્યું. એવામાં મારી નજર હાથ ધોઈને કોરા કરવા માટે એક બાજુ રાખવામાં આવેલા હૅન્ડ ડ્રાયર ઉપર પડી. વિદેશોમાં ઘણે ઠેકાણે હાથ ધોયા પછી તે કોરા કરવા માટે પેપર નૅપ્લિન, ટિસ્યૂ પેપર અને હૅન્ડ ડ્રાયર હોય છે. હૅન્ડ ડ્રાયરમાં બટન દબાવવાથી ગરમાગરમ હવા આવે. એની નીચે હાથ રાખીએ તો તરત કોરા થઈ જાય. મને થયું કે હૅન્ડ ડ્રાયર ચાલુ કરીને નીચે શર્ટ રાખું તો ગરમગરમ હવાથી તે તરત સુકાઈ જશે. એ પ્રમાણે મેં કર્યું. શર્ટ તરત સુકાઈ ગયું. મેં આશ્ચર્યાનંદ અનુભવ્યો. www.jainelibrary:org Page #43 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન બહાર આવીને મારાં પત્નીને આ હેન્ડ ડ્રાયરની વાત કરી. આ ઉપાય ઘણો સારો લાગ્યો. હવે એમ થયું કે હજુ ઠીક ઠીક સમય છે. તો બેત્રણ વખત સાબુથી ધોઈને હેન્ડ ડ્રાયરમાં કપડું સૂકવી નાખીએ તો રંગ ઘણો બધો નીકળી જાય. વળી હવે તો બનિયાન પણ ધોઈ શકાશે. મેં શર્ટ અને બનિયાન બંને ત્રણેક વાર એ રીતે સાબુથી ઘસીને ધોયાં અને હેન્ડ ડ્રાયર નીચે રાખીને સૂકવ્યાં. ખરેખર એક જુદો જ અનુભવ હતો. પણ તે કારગત નીવડ્યો. હવે શર્ટ ઉપર માત્ર પેનની અણી જ્યાં અડી રહી હતી એટલા ભાગમાં જ એકાદ રૂપિયા જેટલું નાનું ઝાંખું ચકરડું રહ્યું હતું. મેં ઘડિયાળ સામે જોયું. મને લાલચ લાગી કે જો હજુ સમય છે તો એટલું ચકરડું પણ શા માટે રહેવા દેવું ? બીજી બે વાર એટલા ભાગમાં ઘસી ઘસીને ગરમ પાણીથી શર્ટ ધોતાં મારા આશ્ચર્ય વચ્ચે આ નાનું કાળું ચકરડું પણ નીકળી ગયું. શર્ટ ટેરેલિનનું હતું. એટલે ધોવા છતાં પણ ખાસ કોઈ કરચલી રહી ન હતી. આમ નવરાશના એક કલાકમાં મેં સારી રીતે એ ધોબીકામ કરી લીધું. હવે કોઈને ખ્યાલ પણ ન આવે કે આ શર્ટ ઉપર કલાક પહેલાં ઘણું મોટું કાળું ધાબું હતું. આ કામ સમયસર સારી રીતે પાર પડ્યું એટલે અમારાં બંનેનાં ચિત્તમાં રવસ્થતા અને પ્રસન્નતા પણ વ્યાપી રહ્યાં. શર્ટના વિચારમાં સતત પરોવાયેલું રહેલું મારું ચિત્ત હવે તેમાંથી નિવૃત્ત થયું અને નિબંધના વિષયમાં પરોવાયું. શ્રોતાઓ કેવા કેવા પ્રશ્નો પૂછશે અને તેના કેવા ઉત્તરો આપવા જોઈ એના વિચારમાં હું લીન બની ગયો. પરિષદનો સમય થવા આવ્યો. થોડી વારમાં શ્રોતાઓ આવવા લાગ્યા. પરિષદના કાર્યકર્તાઓ પણ આવવા લાગ્યા. દશેક મિનિટમાં તો આખો હોલ ભરાઈ ગયો. અમે બેઠાં હતાં ત્યાં પરિષદના એક કાર્યકર્તા મારી પાસે આવ્યા. એમણે કહ્યું, માફ કરજો, તમે ડૉ. શાહ છો ?' મેં કહ્યું, “હા.' તેઓ મારા શર્ટ સામે જોવા લાગ્યા. પછી એમણે કહ્યું, “પીટર મેક્વિને તમારા માટે સંદેશો કહેવડાવ્યો છે. એમને આવતાં કદાચ પાંચ-દસ મિનિટ વધુ વાર લાગે તો તમે મંચ ઉપર જતાં પહેલાં એમની રાહ જોશો.” પરિષદનો સમય થઈ ગયો. મંચ ઉપરથી એના સંયોજકે બધા પ્રતિનિધિઓનાં નામ બોલવાં શરૂ કર્યો. અને દરેકને મંચ ઉપર આવવા માટે વિનંતી કરી. મારું નામ પણ બોલાયું. મેં પીટરની થોડી રાહ જોઈ, પણ સભાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ એટલે મંચ ઉપર જઈને મારી જગ્યાએ બેઠો. સૌથી પહેલાં મારે જ મારો નિબંધ વાંચવાનો હતો. જાહેરાત થતાં ઊભા થઈ મેં મારો નિબંધ વાંચવો શરૂ કયો. એટલી વારમાં પીટર હાથમાં એક પેકેટ સાથે હૉલમાં દાખલ થયો. તેઓ આગળની હરોળમાં એક ખુરશીમાં આવી બેસી ગયા. તેઓ સતત મારા શર્ટ સામે જોયા કરતા હતા. હું એ સમજી ગયો. પીટરનું ધ્યાન મારા નિબંધવાંચનમાં નહિ પરંતુ મારા શર્ટમાં હતું. મારો નિબંધ વાંચનનો અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પૂરો થયો. ત્યાર પછી બીજા બે નિબંધો વંચાયા. અને તે વિશે પણ Page #44 -------------------------------------------------------------------------- ________________ ટોરાન્ટોમાં શાકાહાર પરિષદ પ્રશ્નોત્તરી રૂપે ચર્ચા થઈ. દોઢ કલાકના અંતે બેઠક પૂરી થઈ. હું નીચે ઊતરું તે પહેલાં તો પીટર મંચ ઉપર દોડી આવ્યા. મને કહે, ‘ડૉ. શાહ, તમે આ બીજું શર્ટ ક્યાંથી લઈ આવ્યા ? મને તો તમારી બહુ ચિંતા થતી હતી. હું તમારા માટે નજીકમાંથી મારા એક મિત્રનું શર્ટ લઈ આવ્યો છું. પણ તમે આટલી ઝડપથી બીજું શર્ટ મેળવ્યું ક્યાંથી ?' કહ્યું, “મેં શર્ટ બદલાવ્યું નથી. શર્ટ એનું એ જ છે. કલાકનો સમય મળ્યો એમાં શર્ટ ધોઈને કાળું ધાબું કાઢી નાખ્યું. તમારા દેશમાં આ સારી સગવડ છે કે સાબુથી ધોયા પછી હાથ કોરા કરવા માટે હેન્ડ ડ્રાયર હોય છે. એ વડે મેં શર્ટ સૂકવી લીધું. ચાર-પાંચ વખત ધોતાં તો આખું ધાબું નીકળી ગયું.' મારી વાતથી પીટરના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમણે પૂછ્યું, “આ બધું તમે જાતે જ કર્યું ?' મેં કહ્યું, 'હાસ્તો વળી ! કપડાં કાઢીને ધોવામાં આપણને સંકોચ શો ? કૉલેજના દિવસોમાં હું હોસ્ટેલમાં રહેતો ત્યારે કપડાં હાથે ધોતો.' એમણે કહ્યું, “આવું તો તમને જ સૂઝે. અમારા લોકોને આવું જલદી સૂઝે નહિ. બીજા કોઈ પ્રતિનિધિને આવી તકલીફ થઈ હોત તો એણે પોતાના નિબંધ માટે સમય બદલાવ્યો હોત.' પીટરની વાત સાચી હતી. અમને એક નવો જ અનુભવ થયો હતો. વિષમ સંજોગોમાં પણ ચિત્તની સ્વસ્થતા ન ગુમાવવાની અમને સરસ તાલીમ મળી. ballise Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૫ સહસ્ર દ્વીપના પ્રદેશમાં અમેરિકામાં નૈસર્ગિક રમણીય પ્રદેશો ઘણા બધા છે, પરંતુ તેમાં ઉત્તરે કેનેડાની સરહદ પર, સેન્ટ લોરેન્સ નદીમાં આવેલા થાઉઝન્ડ આઇલૅન્ડસ્-સહસ્ર દ્વીપના પ્રદેશની લાક્ષણિકતા કંઈક ઓર જ છે ! જોતાં જ મનમાં વસી જાય એવો એ ચેતોહર પ્રદેશ છે. ઉપર આકાશ, નીચે શાંત વહેતી નદીનું સ્વચ્છ જલ (શિયાળામાં તે ઠરીને બરફ થઈ જાય), એમાં નજીક નજીક આવેલાં નાનામોટા દ્વીપો, બંને કિનારા પર ઊંચીનીચી ટેકરીઓ, પાઈન, પોપ્લર, ચેરી વગેરે વિવિધ પ્રકારનાં વૃક્ષોની ગાઢ હરિયાળી એ બધાંને કારણે આ વિસ્તાર એક એવી આગવી પ્રાકૃતિક રમ્યતા ધારણ કરે છે કે રસિક પ્રવાસીનું ચિત્ત તેના તરૂં આકર્ષાયા વગર રહે નહિ. અઢારમી સદીના ઉત્તરાર્ધથી કેટલા બધા શ્રીમંત સહેલાણીઓ ત્યાં કોઈ એક મનપસંદ બેટ ખરીદીને પોતાની વસાહત ઊભી કરવા દોડ્યા હતા ! આજે તો એ પ્રદેશનો બહુ વિકાસ થયો છે. હોટેલો, મોટેલો, જાતજાતની રેસ્ટોરાં, ગૉલ્ફ ક્લબ, ટેનિસ કોર્ટ, ઘોડેસ્વારીનાં મેદાનો, થિયેટરો, મ્યુઝિયમ, પ્રાણીબાગ, મત્સ્ય શિકારના શોખીનો માટે ભાડે મળતી યાંત્રિક હોડીઓ એમ વિવિધ પ્રવૃત્તિઓથી એ વિસ્તાર ગાજતો થઈ ગયો છે. દુનિયામાં જેટલાં સરોવરો છે તેના કરતાં દ્વીપની સંખ્યા ઘણી બધી છે. એક માણસ ઊભો રહી શકે કે એકાદ નાનું ઘર થઈ શકે એટલા નાના દ્વીપથી માંડીને એક આખું નગર વસે એવા મોટા દ્વીપ (Island City) કે એક નાનું સરખું રાષ્ટ્ર હોય એવા દ્વીપ (Island State) અને અકે આખો ખંડ દ્વીપ જેવો હોય (Island Continent) એવા (ઑસ્ટ્રેલિયા કે દક્ષિણ ધ્રુવ પ્રદેશ) દ્વીપ સુધીના વિવિધ પ્રકારની નિસર્ગની રચનાઓ વિશ્વમાં જોવા મળે છે. નાના દ્વીપમાં રહેનારા લોકોની એક જુદી જ જાતની મનોવૃત્તિ હોય છે. ટાપુમાં રહેલા લોકોને વિશાળ ધરતીમાં રહેવું ન ગમે એવું પણ બને છે. સુરક્ષિતતાની દૃષ્ટિએ ટાપુનું મહત્ત્વ ઘણું છે. એટલે જ એશિયાની શોધસફરે નીકળેલા બ્રિટન, પોર્ટુગલ, સ્પેન, ફ્રાન્સ, હોલૅન્ડ વગેરેના શોધસફરીઓએ દરિયાકિનારે આવેલા ટાપુઓમાં પોતાનાં થાણાં નાખ્યાં હતાં અને ત્યાં કિલ્લો બાંધ્યો હતો. ભાગી જતા ગુલામોને રાખવા અમેરિકનોએ કેરેબિયન સમુદ્રના ટાપુઓનો ઉપયોગ કર્યો હતો. ભારતમાં પૂર્વ અને પશ્ચિમ બાજુનો સમુદ્રકિનારો કેટલો બધો મોટો છે ! આમ છતાં આટલા લાંબા સમુદ્રકિનારે આવેલા ટાપુઓની સંખ્યાનું પ્રમાણ ઘણું જ ઓછું છે. ૨૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ સહસ હીપના પ્રદેશમાં ૨૯ ફિજી, ન્યૂઝીલેન્ડ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, જાપાન જેવા પ્રત્યેક દેશના સમુદ્રકિનારામાં સેકડો ટાપુઓ આવેલા છે. સમુદ્રની વાત તો જાણે સમજાય એવી છે, પરંતુ દુનિયાની કોઈ નદીમાં સૌથી વધુ બેટ હોય તો તે અમેરિકા અને કેનેડાને જોડતી, કેનેડાના ઓન્ટેરિયો સરોવરમાં જઈને મળતી સેન્ટ લોરેન્સ નદીમાં છે. આરંભમાં આ પ્રદેશના શોધસીઓએ સામાન્ય અંદાજ એવો મૂક્યો હતો કે ઓછામાં ઓછા એક હજાર ટાપુ તો આ નદીના આટલા વિસ્તારમાં હશે ! એથી એનું નામ થાઉઝન્ડ આઈલેન્ડસ્ પડી ગયું. ભૌગોલિક દષ્ટિએ એટલો મોટો આંકડો ત્યારે આશ્ચર્યજનક લાગે એવો હતો. કોઈને સંશય થાય કે ખરેખર શું નદીના આટલા ઓછા વિસ્તારમાં તે કંઈ હજાર જેટલા બેટ હોઈ શકે ? પરંતુ આ જલવિસ્તારનું જ્યારે અધિકૃત સર્વેક્ષણ કરવામાં આવ્યું ત્યારે ત્યાં એક હજાર નહિ, પણ કુલ ૧૮૭૨ જેટલા બેટ નોંધાયા. તેમાં પણ એવી શરત રાખવામાં આવેલી કે જે બેટ ઉપર ઓછામાં ઓછું એક વૃક્ષ ઊગ્યું હોય તેની જ બેટ તરીકે આ ગણતરીમાં ગણના કરવી. નહિ તો આ સંખ્યા બે હજારથી પણ વધી જાય. જેના ઉપર પલાંઠી વાળીને બેસી પણ ન શકાય એવા નાનકડા બેટ પણ ત્યાં કેટલા બધા છે ! શાંત વહેલી લોરેન્સ નદીની રમ્યતામાં આ બધા બેટથી અભિવૃદ્ધિ થઈ છે એ તો ખરું, પણ વિવિધ રંગ ધારણ કરતું આકાશ, નાનામોટા બેટ ઉપરની અને કિનારાની વૃક્ષવનરાજ અને નિર્મળ જળમાં પડતું એનું પ્રતિબિંબ તથા શીતલ હવા અને શાંત વાતાવરણ–એ બધાંને કારણે પણ આ સમગ્ર પ્રદેશ બહુ જ રળિયામણો લાગે છે. શિયાળામાં તો આખી નદી થીજી જાય અને હિમવર્ષાને કારણે ચારેબાજુ જે શ્વેત નીરવ વાતાવરણ સર્જાય એ દશ્યની રમણીયતા તો વળી જુદી જ ! બે-અઢી સૈકા પૂર્વે કેટલાક માછીમારો આ વિસ્તારમાં આવીને છૂટાછવાયા વસેલા. એના કેટલાય વંશજો આજે પણ ત્યાં એ જ વ્યવસાય કરે છે. આ પ્રદેશના વિકાસની સાથે જુદા જુદા વ્યવસાયના લોકો પણ આવીને વસેલા છે. ઉનાળામાં ચારેક મહિના તો પ્રદેશ બહુ ધમધમતો લાગે છે. કેટલાય સહેલાણીઓ અહીં આવે છે. રાતના અગિયારબાર વાગ્યા સુધી બજારો, રેસ્ટોરાં વગેરે ખુલ્લાં હોય. ૧૯૯૨ના જુલાઈમાં અમે બોસ્ટનથી સિક્યુસ થઈને થાઉઝન્ડ આઇલૅસમાં ફરવા ગયા હતા. જેફરસન કાઉન્ટી નામના ઇલાકામાં રોચેસ્ટરથી આશરે સો માઈલ દૂર વૉટર ટાઉન થઈને એલેકઝાન્ડ્રિયા બે (Bay) અમે પહોંચ્યા. અહીંથી લોરેન્સ નદીમાં સહેલગાહ માટે સ્ટીમર ઊપડે છે. ટિકિટ લઈ અમે સ્ટીમરમાં બેઠા. તડકો હતો, પરંતુ ઠંડક હતી. એમાં પણ નદીના પાણીમાં સ્ટીમર ચાલી એટલે તો ઠંડા પવનના સુસવાટામાં શરીર ધ્રૂજવા લાગ્યું. તરત અમે વિશાળ પારદર્શક કાચવાળી કેબિનમાં ઘૂસી ગયા. ગાઈડ યુવતીએ સર્વ પ્રવાસીઓનું મધુર અવાજે લહેકાથી સ્વાગત કર્યું અને કહ્યું કે Page #47 -------------------------------------------------------------------------- ________________ 30 પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન આખા દિવસની આ સફરમાં જાણવા જેવા ટાપુની પોતે માહિતી આપતી જશે અને જે જે ટાપુ ઉપર જોવા-ફરવાનું હશે ત્યાં તે લઈ જશે. ગાઇડ યુવતી આ વિસ્તારની ભૌગોલિક અને ઐતિહાસિક માહિતી આપતી ગઈ. એક ટાપુ બતાવતાં એણે કહ્યું, ‘જમણી બાજુ હવે જે ટાપુ આવે છે તેનું નામ છે ‘મેપલ આઇલૅન્ડ.’ ત્યાં મેપલનાં ઘણાં વૃક્ષો હોવાથી એવું એનું નામ પડ્યું છે. આ ટાપુ જ્હોન પાઈન નામના ચાંચિયાની ઘટનાથી મશહૂર છે. ઈ.સ. ૧૮૬૫ની વાત છે. એક દિવસ એ ટાપુ ઉપરથી બહુ મોટો ધુમાડો નીકળવા લાગ્યો. એ જોઈને આ નદીના કિનારા ઉપર છૂટાછવાયા રહેતા કેટલાક માછીમાર લોકોને લાગ્યું કે ત્યાં મોટી આગ લાગી છે. માટે જીવ બચાવવા ત્યાં રહેતા લોકો કિનારા પર જરૂર દોડી આવશે. પરંતુ કોઈ જ આવ્યું નહિ. એથી તેઓને થયું કે કદાચ કોઈ બળી મર્યું હશે. તેઓને કુતૂહલ થયું. તેઓ ત્યાં પહોંચી ગયા. પરંતુ ત્યાં તો એક માણસનું ઘવાયેલું શબ પડ્યું હતું. અને ઘરને આગ લાગી હતી. વાતની ખબર પડતાં આસપાસના ઘણા માણસો ત્યાં એકત્ર થઈ ગયા. પોલીસ આવી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે એ શબ તો જાણીતા ચાંચિયા જ્હોન પાઈનનું છે. એ અહીં કેવી રીતે આવ્યો ? કોણે ખૂન કર્યું ? તપાસ કરતાં વધુ વિગતો બહાર આવી. જ્હોન પાઈન અને એના ટોળકીના સાથીદારોએ અબ્રાહમ લિંકનનું અને એના પ્રધાનમંડળના સભ્યોનું ખૂન કરવાનું કાવતરું કર્યું હતું. એ માટે કેટલાક રાજકારણીઓ તરફથી જહોન પાઈનને ઘણી મોટી રકમ આપવામાં આવી હતી. રકમ એણે પોતાના સાથીદારો સાથે વહેંચી લેવાની હતી. પરંતુ બહુ મોટી રકમ મળતાં જહોન પાઈનની દાનત બગડી. બીજી બાજુ લિંકનના ખૂનના કાવતરાની વાત ફૂટી ગઈ. પોલીસે જ્હોન પાઈનને પકડવા શોધ ચલાવી, પરંતુ એ રકમ લઈને તે ભાગીને આ વિસ્તારમાં સંતાવા માટે દોડી આવ્યો. તે આ મેપલ ટાપુની ગીચ ઝાડીમાં આવેલા એક ઘરમાં સંતાઈ ગયો. તે ભાગ્યે જ ઘરની બહાર નીકળતો. એક માછીમાર પાસેથી માછલાં લઈ પોતાનું ગુજરાન ચલાવતો. એમ કરતાં ઘણો સમય નીકળી ગયો. એના સાથીદારોએ કાવતરા માટે મળેલી રકમમાંથી પોતાનો હિસ્સો મેળવવા જ્હોન પાઈનની ઘણી શોધ કરી, પરંતુ તે મળ્યો નહિ. એમ શોધ કરતાં કરતાં તેઓ એક દિવસ આ ટાપુ પર તપાસ કરવા આવ્યા. જ્હોન પાઈનને પકડ્યો અને પોતાનો હિસ્સો માગ્યો. હોને હિસ્સો આપવાનો ઇન્કાર કર્યો એટલે ઝઘડો થયો. મારામારીમાં સાથીદારોએ એનું ખૂન કર્યું. એના ઘરમાંથી બધી રકમ મેળવી લીધી અને એ ઘરને આગ લગાડી તેઓ ભાગી ગયા. લિંકનના ખૂનના કાવતરાનું પરિણામ આવું કરુણ આવ્યું ! અમારી સ્ટીમર આગળ જતાં એક વિશાળ ટાપુ આવ્યો. એનું નામ ત્યાં ઊગેલાં ચેરીનાં વૃક્ષો ઉપરથી ‘ચેરી આઇલૅન્ડ’ પડેલું છે. આ ટાપુ ઉપર એક કોટ્યાધિપતિએ સરસ મઝાનો વિશાળ બંગલો બંધાવ્યો છે. એમાં ભાતભાતના ઘણા ઓરડા છે અને – Page #48 -------------------------------------------------------------------------- ________________ સહસ હીપના પ્રદેશમાં એ બધા ઓરડાઓની સજાવટ વિવિધ પ્રકારની પ્રાચીન શિલ્પાકૃતિઓ, ચિત્રો અને ચીજવસ્તુઓ સાથે કરી છે. બોટમાંથી ઊતરીને અમે એ બંગલાની મુલાકાત લઈ આવ્યા. માણસના શોખ કેવા કેવા હોય છે તેનો સરસ ખ્યાલ અહીં આવ્યો. સ્ટીમર આગળ ચાલી. ગાઈડે કહ્યું, ‘હવે થોડી વારમાં ડાબી બાજુ એક નાનકડો ટાપુ અને એના પર બાંધેલું એક ઘર આવશે. જરા ધ્યાનથી જોજો.” એ ટાપુ પાસે આવ્યો એટલે સૌએ ધ્યાનથી જોયું. ગાઈડે પૂછ્યું, “શું લાગે છે તમને આ ઘર જોઈને ?' ‘ટાપુ ઉપર ઘર છે, પણ ઘરની બહાર ચાલવા માટે જરા જેટલી પણ જગ્યા નથી.' એકે કહ્યું. આ ટાપુ ઉપર ઘર એ તો જાણે ટાપુને માથે પહોળી ટોપી પહેરાવી હોય એવું લાગે છે.' બીજાએ કહ્યું. ‘પણ આ ઘર એણે બાંધ્યું હશે કઈ રીતે ? નદીના પાણીમાં હોડીમાં ઊભા ઊભા એણે ઘર બાંધ્યું હશે ? એમ કરવા જાય તો પણ આવું ઘર બાંધવાનું ફાવે નહિ. ત્રીજું કોઈક બોલ્યું. ગાઈડે કહ્યું, 'ના, એમ પણ નથી. આ ઘરની કથા કંઈક જુદી છે. એક સાધારણ સ્થિતિના માણસને અહીં ટાપુ ઉપર ઘર બાંધીને રહેવાનું મન થયું. એણે એક રૂમ અને રસોડું થાય એટલા નાના ઘર માટે એટલી જ જમીનવાળો આ ટાપુ સાવ સસ્તામાં ખરીદી લીધો. પછી જાતે ઘર બાંધવાનું ચાલુ કર્યું, પણ કોઈ રીતે ઘર ઊભું કરવાનું ફાવતું નહિ. છેવટે એણે એક રસ્તો કાઢ્યો. એણે ટાપુનું માપ ચારે બાજુથી બરાબર લઈ લીધું. પછી શિયાળો આવ્યો એટલે નદીનાં પાણી થીજી ગયાં અને ટાપુ ઉપર બેત્રણ ફૂટ જેટલો બરફ જામી ગયો. ત્યારે એણે અહીં લાકડાં આણી તે માપ પ્રમાણે વહેરી જાતે ઘર ઊભું કરી દીધું અને તે બરાબર ટાપુની ઉપર માપમાપે ગોઠવી લીધું. પછી જ્યારે ઉનાળો આવ્યો ત્યારે બરફ ઓગળતો ગયો અને ઘર ધીમે ધીમે નીચે ઊતરતું ગયું અને બધો બરફ ઓગળી ગયો ત્યારે એનું ઘર ટાપુના મસ્તક ઉપર ટોપીની જેમ બરાબર ફિટ આવી ગયું. પછી એ ત્યાં કાયમ એકલો રહેવા લાગ્યો. જાતે રસોઈ કરી લે અને એક નાની હોડી બનાવેલી તેમાં બેસીને નદીમાં સહેલગાહ કરે. શિયાળામાં બરફ જામી જાય ત્યારે તે એકલો ઘરમાં બેઠો બેઠો વાંચ્યા કરે. એમ એણે આ ટાપુ ઉપર પોતાની જિંદગી પૂરી કરી.” આ ટાપુઓમાંના એક ટાપુનું નામ 'ડેવિલ્સ આઈલેન્ડ' છે. એની ગીચ ઝાડીમાં કોઈ માણસ સંતાઈ જાય તો એને શોધવાનું મુશ્કેલ બની જાય. ઓગણીસમા સૈકાની શરૂઆતમાં બિલ જહોનસન નામનો એક સેનાપતિ આ ટાપુમાં સંતાઈ ગયો હતો. વાત એમ બની હતી કે કેનેડાને બ્રિટિશ હકૂમતમાંથી મુક્ત કરાવવા માટે અમુક દેશભક્ત કેનેડિયનોએ કેટલાક અમેરિકનોના સહકારથી ઈ.સ. ૧૮૩૮માં દેશભક્તોના યુદ્ધPatriot's Page #49 -------------------------------------------------------------------------- ________________ કર પાસપૉર્ટની પાંખે - ઉત્તરાલેખન Warની તૈયારી કરી હતી. આ યુદ્ધની નેતાગીરી બિલ જ્હોનસન અને વિલિયમ મૅકેન્દ્રીએ લીધી હતી. બિલ જ્હોનસને આ નદીમાં એક બ્રિટિશ વહાણ ડુબાડી દીધું અને અંગ્રેજોને ભગાડ્યા. હવે વિજય હાથવેંતમાં હતો. આ વિજય મેળવવાના ઉત્સાહમાં તેઓ બધા આવી ગયા. વિજયકૂચની આગલી રાતે તેઓએ વિજય માટેની મિજબાની રાખી. એમાં બંને નેતાઓ બિલ જ્હોનસન અને વિલિયમ મૅકેન્ઝીએ એટલો બધો દારૂ ઢીંચ્યો કે સવારે છેલ્લું આક્રમણ કરવા તેઓ ઊઠી શકયા નહિ. આગેકૂચ કરવા માટે સૈનિકો રાહ જોતા રહ્યા. એવામાં અંગ્રેજોનો હુમલો આવ્યો. નાસભાગ ચાલુ થઈ. વિજય પરાજયમાં ફેરવાઈ ગયો. બિલ જ્હોનસન અને વિલિયમ મૅકેન્ઝી ઊંઘમાંથી બેબાકળા ઊઠ્યા અને ભાગ્યા. એમાં મૅકેન્દ્રી પકડાઈ ગયો, બિલ જ્હોનસન આ ડેવિલ્સ આઇલૅન્ડમાં કયાંક સંતાઈ ગયો. અંગ્રેજોનું કૅનેડા ઉપરનું શાસન ફરી વ્યવસ્થિત ચાલવા લાગ્યું. તેઓએ યુદ્ધ ગુનેગાર બિલ જ્હોનસનને પકડવા માટે વૉરંટ કાઢ્યું પણ તે ક્યાંયથી પકડાયો નહિ. બિલ જ્હોનસન આ ટાપુની ગીચ ઝાડીમાં એક જૂના મકાનમાં સંતાઈ ગયો. કોઈને એની ભાળ મળી નહિ. એક માત્ર એની દીકરીને ખબર હતી કે પોતાના પિતા કયાં સંતાયા છે. તે રોજ પિતાને છાનીમાની ખાવાનું આપી આવતી. એમ કરતાં વરસ વીતી ગયું. હવે બિલ જ્હોનસન થાક્યો. છેવટે એ જાતે અંગ્રેજોને શરણે ગયો. સત્તાવાળાઓએ એની ધરપકડ કરી, પણ વાત હવે એટલી જૂની થઈ ગઈ હતી કે તેઓએ બિલ જોનસનને માફી આપી અને આ ટાપુઓનો અને જલવિસ્તારનો તે ભોમિયો હોવાથી એને એક દીવાદાંડીના રખેવાળ તરીકે નોકરી આપી. બીજો એક દ્વીપ બતાવીને, લોરેન્સ નદીમાં અને એના વિસ્તારમાં બનેલી એક વિચિત્ર ઘટના વિશે ગાઇડે કહ્યું, ‘ઈ.સ. ૧૯૭૦ની આસપાસ ન્યુ મેક્સિકોથી એક બહુ શ્રીમંત વેપારી આ વિસ્તારમાં આવ્યો હતો. એનું નામ એરિક હન્ટર. જુદા જુદા જલપ્રદેશમાં જઈ માછલાં પકડવાં એ એની શોખની પ્રવૃત્તિ હતી. તે સેન્ટ લોરેન્સ નદીમાં પોતાની હોડી લઈને આવી પહોંચ્યો, માછલાં પકડતાં પકડતાં એક દિવસ એનો વાંસડો નદીના પાણીમાં ફસાઈ ગયો. એણે ઘણું જોર કરી ઝાટકો મારી વાંસડો ખેંચ્યો તો પાણીમાંથી નીચેથી પતરાંની એક નાની પેટી ભરાઈ આવી. એને લાગ્યું કે જરૂર નીચે કોઈ વહાણ ડૂબી ગયું હોવું જોઇએ. એની વાત સાચી હતી. લોઢાની પેટીમાંથી એક ડાયરી નીકળી. જર્મનીના કૅપ્ટન ગૂંથરની એ લખેલી હતી. એ ડાયરીના અહેવાલ પ્રમાણે બીજા વિશ્વયુદ્ધ વખતે કૅપ્ટન ગૂંથરને કેટલાક ખલાસીઓ અને નાવિકો સાથે જર્મનીએ અમેરિકા અને કૅનેડાની સરહદમાં નાની યુદ્ઘનૌકા લઈને જાસૂસી કરવા મોકલ્યો હતો. ગુપ્ત માહિતી મેળવી એણે વાયરલેસ દ્વારા તે જર્મની પહોંચાડવાની હતી. તે સેન્ટ લોરેન્સ નદીમાં નાની યુદ્ધનૌકા લઈને ઘૂસ્યો હતો. લોરેન્સ નદીમાં આવ્યા પછી પોતાની યુદ્ઘનૌકા પકડાય નહિ એ માટે એણે રાતોરાત એનાં રૂપરંગ Page #50 -------------------------------------------------------------------------- ________________ સહસ્ર હીપના પ્રયામાં બદલી નાખ્યાં હતાં અને જાણે માછીમારોની બોટ હોય એવો દેખાવ કર્યો હતો. પરંતુ કમભાગ્યે એની યુદ્ધનૌકા ધસમસતા વહેતા પાણીમાં એક ખડક સાથે અથડાઈને તુટી ગઈ અને ડૂબવા લાગી. બધા નાવિકો અને ખલાસીઓ જીવ બચાવીને કિનારે પહોંચી ગયા. તેઓને ફ્રેન્ચ અને ઇંગ્લિશ ભાષા શિખવાડીને મોકલ્યા હતા. એટલે તેઓ સ્થાનિક લોકો સાથે છૂટાછવાયા ભળી ગયા. કેટલાક મજૂર તરીકે ખેતરોમાં કામ કરવા લાગ્યા. થોડા વખતમાં તો તેઓ સ્થાનિક રહેવાસી જેવા બની ગયા. કેટલાકે તો સ્થાનિક યુવતી સાથે લગ્ન પણ કરી લીધાં અને તેમને સંતાનો પણ થયાં. જ્યારે વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે તેઓને જર્મની પાછા ફરવાની ઈચ્છા ન થઈ કારણ કે જર્મની હારી ગયું હતું. તેઓ ત્યાં જ રોકાઈ ગયા. પચીસ વર્ષે એરિક હંટરે ગૂંથરની ડાયરીના આધારે એ વિસ્તારમાં ખોજ કરી. એણે ડાયરીમાં લખેલાં નામ પ્રમાણે કેટલાક નાવિકોનો પત્તો મેળવ્યો. પરંતુ હવે કાળનો પ્રવાહ એટલો બધો વહી ગયો હતો કે કોઈને એ જૂની વાતોમાં રસ રહ્યો નહોતો. તેઓ બધા સ્થાનિક વતની જ બની ગયા હતા. અમારી સ્ટીમર આગળ ચાલતી હતી. અમે સૌ આસપાસના ટાપુઓનો અને કિનારાનો પ્રદેશ નિહાળવામાં મગ્ન હતા. ત્યાં ગાઈડે માઈકમાં જાહેર કર્યું, “સજજનો અને સન્નારીઓ ! હવે થોડી વારમાં આપણી સ્ટીમર સરહદ ઓળંગી કેનેડાના પ્રદેશમાં દાખલ થશે. માટે તમારા પાસપોર્ટ તૈયાર રાખશો. આશા રાખું છું કે તમારી પાસે કેનેડાનો વિઝા હશે જ !' ગાઈડની આ જાહેરાત સાંભળી અમે બધા પ્રવાસી ચમક્યા. કેટલાકે કહ્યું, “અમે પાસપોર્ટ લાવ્યા નથી. અમને એવી કશી ખબર જ નહોતી.' કોઈકે કહ્યું, “અમારી પાસે પાસપોર્ટ છે. પણ કેનેડાના વિઝા નથી.' વળી કોઈકે ફરિયાદ કરી, 'ટિકિટ આપતી વખતે તમાર જ તપાસી લેવું જોઈએ ને કે અમારી પાસે પાસપોર્ટ વિઝા છે કે નહિ ?' બધા બોલતા રહ્યા, પણ ગાઈડ તો કોઈને જવાબ આપતી નહોતી. થોડીવાર પછી તે હસી પડી અને બોલી, અરે, આપણે કેનેડાના જલવિસ્તારમાં ક્યારના દાખલ થઈ ગયા અને કોઈએ આપણા પાસપોર્ટ વિઝા તપાસ્યા નહિ. કદાચ એનું કારણ એ હશે કે આપણે બધા સારા પ્રવાસીઓ છીએ અને પાછા ચાલ્યા જવાના છીએ એની એ લોકોને ખાતરી હશે !' આવી મજાક કર્યા પછી ગાઈડે વાતની સ્પષ્ટતા કરતાં કહ્યું કે અમેરિકા અને કેનેડાની સરહદ આ નદીના પાણીમાંથી પસાર થાય છે. નદીના વહેતા પાણીમાં બરાબર કઈ જગ્યાએ સરહદ છે એની ખબર પડે એટલા માટે થોડે દૂર બે નાના ટાપુઓ જે દેખાય છે તેને જોડતો તેના ઉપર તેઓએ રમકડાં જેવો અર્ધ વર્તુળાકાર સફેદ પુલ બાંધ્યો છે. પુલની એક બાજુ અમેરિકા છે અને બીજી બાજુ કેનેડા છે. પુલની સીધી લીટીએ નદીના Page #51 -------------------------------------------------------------------------- ________________ ૦૪ પાસપોર્ટની પાંખે -- ઉત્તરાલેખન પાણીમાં એક કિનારાથી બીજા કિનારા સુધી અમેરિકા અને કેનેડાની સરહદ પડે છે. અહીં પ્રવાસીઓ, માછીમારો વગેરે કોઈ પણ પ્રકારની રોકટોક વગર સરહદ ઓળંગી શકે છે. એટલા માટે જ સરહદી પુલનો રંગ સફેદ રાખ્યો છે, જે રંગ સુલેહ અને શાંતિના પ્રતીક જેવો છે. બીજો એક ટાપુ બતાવી ગાઈડ કહ્યું, “આ ટાપુનું નામ છે હાર્ટ આઈલેન્ડ. એમાં આવેલા વિશાળ કિલ્લા જેવી રચનાને બોલ્ટ કેસલ કહેવામાં આવે છે.' પછી અમને બધાને એ બોલ્ટ કેસલની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા. માણસ ધારે છે શું અને કુદરત કરે છે શું તેનો વિચાર આ બોલ્ટ કેસલનો ઈતિહાસ સાંભળીને આવ્યા વગર રહે નહિ. જ્યોર્જ બોલ્ટ નામનો એક કોયાધિપતિ પોતાની પત્ની લૂઈઝે(Louise)ને લઈને આ ટાપુઓ જોવા આવેલો. તેઓને આ રમણીય પ્રદેશનું એટલું બધું આકર્ષણ થયું કે પત્નીએ ઈચ્છા બતાવી કે અહીં એક સરસ ઘર કરાવી આપો કે જેથી વારંવાર આવીને અહીં રહી શકાય. બોલ્ટ પોતાની પત્નીને બહુ જ ચાહતો હતો અને એનો પડ્યો બોલ ઝીલવા હંમેશાં તત્પર રહેતો. પત્નીએ જેવી ઈચ્છા દર્શાવી કે તરત બોલ્ટે સારામાં સારો આર્કિટકટ રોકી, સારામાં સારો ટાપુ ખરીદી લઈને ત્યાં રાજમહેલ જેવો વિશાળ બંગલો બંધાવવાનું ચાલુ કર્યું. ૧૨૦ સુશોભિત ઓરડાવાળું સાત માળનું પોતાનું રહેવા માટેનું મકાન, થોડે દૂર મહેમાનો માટેનાં મકાનો, નોકરચાકર માટે મકાનો, પોતાની બોટના ખલાસીઓ માટે જુદું મકાન એવાં બીજાં અગિયાર મકાનો તથા વીજળી માટે પાવરહાઉસ જેવું જુદું તથા એક ટાવર જેવું મકાન, તરવાનો હોજ, ટેનિસ કોર્ટ, જુદા જુદા બગીચા કરાવ્યા તથા આથી જાગીરને ફરતે કિલ્લા જેવો ઊંચો કોટ કરાવ્યો. બોલ્ટને પોતાનાં પત્ની પ્રત્યેના પ્રેમના પ્રતીક તરીકે હૃદયની આકૃતિ બહુ ગમતી હતી. એણે બંગલામાં, દીવાલોમાં, છતમાં ઠેરઠેર હૃદયની આકૃતિ કોતરાવી તથા એવી ચિત્રાકૃતિઓ અને શિલ્પાકૃતિઓ પણ ખરીદીને જુદા જુદા ઓરડામાં ગોઠવાવી. બસોથી વધુ એવી હાર્ટની આકૃતિઓથી સભર એવી આ જગ્યા માટે એણે ટાપુનું નામ પણ હાર્ટ આઈલેન્ડ' (હૃદયદ્વીપ) રાખ્યું. ઈ.સ. ૧૯૦૦માં એણે આ બાંધકામ શરૂ કરાવ્યું. અઢી કરોડ ડૉલર જેવી જંગી રકમ તો ખર્ચાઈ ગઈ. બાંધકામને ત્રણ વર્ષ પૂરાં થઈ ગયાં. હવે થોડા મહિનાનું બાંધકામ બાકી હતું ત્યાં ૧૦૮ના જાન્યુઆરીમાં એની પત્ની લૂઈઝનું અવસાન થયું. બસ, ખેલ ખતમ ! બોલ્ટને ભારે આઘાત લાગ્યો. પત્નીની ચિરવિદાયથી એ ભગ્નહૃદય બની ગયો. બોલ્ટ કેસલનું એનું સ્વપ્ન જરાક માટે અધૂરું રહ્યું. હવે એનું કામ પૂરું કરાવવામાંથી એનો રસ ઊડી ગયો, તે એટલી હદ સુધી કે પછી એણે ક્યારેય ત્યાં પગ મૂક્યો નહિ. એટલું જ નહિ પણ એ જાગીરના માલિકીપણામાં પણ એને રસ રહ્યો નહિ. જાગીર એમ ને એમ ધણીધોરી વગરની પડી રહી અને દિવસે દિવસે બગડતી ગઈ. પત્નીના વિરહમાં થોડાં વર્ષે બોલ્ટનું પણ અવસાન થયું. અને Page #52 -------------------------------------------------------------------------- ________________ સહસ દ્વીપના પ્રદેશમાં પ આવડી મોટી જાગીર નધણિયાતી પડી રહી. કોઈ એનો વારસદાર પણ નહોતો. ઠેઠ ૧૯૭૭માં રાજ્યના સત્તાવાળાઓએ આ નદી ઉપર અમેરિકા અને કૅનેડાને જોડતો પુલ બાંધવાનો નિર્ણય કર્યો ત્યારે હાર્ટ આઇલૅન્ડ અને એની જાગીરની માલિકી પોતાને હસ્તક લઈ લીધી. અને એની મરામત કરાવી પ્રવાસીઓને નિહાળવા માટેનું એક સુંદર કેન્દ્ર બનાવ્યું. કુદરતની લીલા કેવી અકળ છે ! અમારી સ્ટીમર આગળ ચાલતી હતી. ગાઇડ યુવતીએ કહ્યું, ‘હવે જમણી બાજુ નજર કરો. તમને લોરેન્સ નદીના કિનારે એક અત્યંત વિશાળ મનોહર બંગલો દેખાશે. વૃક્ષોની ઘટામાં એ કેવો સરસ શોભી રહ્યો છે ! તમને એમાં રહેવાનું ગમે ખરું ? સૌ કોઈએ એકી અવાજે કહ્યું, ‘આવા સરસ બંગલામાં રહેવાનું કોને ન ગમે ?' ગાઇડે કહ્યું, ‘આ તો દૂરથી જોતાં ગમી જાય એવો મઝાનો બંગલો છે. પણ તમે અંદર જઇને જુઓ તો તમને ત્યાંથી ખસવાનું મન ન થાય એવો એ બંગલો છે. એ કોનો બંગલો છે તે હું પછી તમને કહું છું. પણ તે દરમિયાન ડાબી બાજુ દૂર એક નાના ટાપુ ઉપર એક મકાન જુઓ ! દેખાયું ?' ‘હા..’ ‘એક શ્રીમંત પતિપત્નીએ પોતાને રહેવા માટે આ ઘર બંધાવેલાં. તમે મને કહેશો કે આમાં પહેલું ઘર કયું બંધાયું અને પછી કયું બંધાયું ?' ‘દેખીતું જ છે કે આ મદ્ભૂલી જેવું ઘર પહેલાં બંધાયું હશે અને પછી આ આલીશાન બંગલો બંધાયો હશે !' ‘ના, એમ નથી. પહેલાં આલીશાન બંગલો બંધાયો અને પછી મહૂલી બંધાઈ !' 'એમ ? એવું કરવાનું કંઈ કારણ ?' ગાઇડે કહ્યું, ‘એની રસિક કથા છે. એમ કહેવાય છે કે ગયા સૈકામાં કોઈ એક અત્યંત ધનાઢ્ય વેપારી પોતાની પત્નીને લઈને હજાર ટાપુના આ વિસ્તારમાં ફરવા આવ્યો હતો. આ રમણીય પ્રદેશ જોઈને એની પત્ની તો ગાંડીઘેલી થઈ ગઈ. એને એવા ભાવ જાગ્યા કે બસ, હવે શેષ જીવન આ નદીની વચ્ચે કોઈ મઝાના ટાપુ ઉપર સરસ ઘર બંધાવીને તેમાં પસાર કરવું. ધનની તેઓને કોઈ કમી નહોતી. એણે તો હઠ લીધી કે, ‘બસ, આપણે હવે અહીં જ રહેવા આવીએ. સારામાં સારો ટાપુ ખરીદીને ત્યાં સારામાં સારું ઘર બંધાવી આપો.' શ્રીમંત વેપારીએ સારામાં સારા નિષ્ણાત માણસો સાથે આવીને લોરેન્સ નદીના ૧૮૭૨ જેટલા બધા જ ટાપુઓનું બંગલો બાંધવાની દૃષ્ટિએ નિરીક્ષણ કર્યું. પરંતુ એક પણ ટાપુ એને પસંદ પડ્યો નહિ. છેવટે એણે નિષ્ણાતોની સલાહ અનુસાર નદીના કિનારે એક ખડકાળ જગ્યામાં વિશાળ બંગલો બંધાવવાનું ચાલુ કર્યું. બંગલામાં જુદા જુદા ખંડો અને તેમાં કીમતી રાચરચીલું કરાવ્યું. બહાર તરવા માટેનો હોજ, ઘાસનાં Page #53 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે ઉત્તરાલેખન લોન, ટેનિસ કોર્ટ, રમતગમતના વિભાગ, પોતાનું જુદું પાવર સ્ટેશન, નદીમાં ફરવા માટે બોટ વગેરે ઘણું વસાવ્યું. સુરક્ષિતતા માટે બંગલાના વિશાળ કમ્પાઉન્ડની ફરતે મજબૂત ઊંચી દીવાલ બનાવી, પોતાની પત્ની બંગલો જોઈને રાજી રાજી થઈ જશે એની એને પાકી ખાતરી હતી કારણ કે એ માટે એણે નાણાં ખર્ચવામાં કશી મણા રાખી ન હતી. બંગલો બંધાઈ રહ્યો એટલે તે પોતાની પત્નીને લઈને ત્યાં રહેવા આવ્યો. પત્નીએ બંગલો જોયો. બંગલા તરીકે તે આલીશાન હતો. ઘણી સારી સગવડવાળો તે હતો. પરંતુ બંગલામાંથી નદીનું કે એમાં આવેલા ટાપુઓનું દશ્ય દેખાતું નહોતું. એ માટે કાં તો છાપરા પર ચડવું જોઇએ અને કાં તો બંગલાની બહાર આવી નદીના કિનારે પહોંચવું જોઈએ. પત્નીનું મોઢું પડી ગયું. તેણે ચિડાઈને કહ્યું, ‘મેં તમને ટાપુ ઉપર બંગલો બંધાવવા કહ્યું હતું, પરંતુ તમે તો કિનારા ઉપર રજવાડી જેલ ઊભી કરી દીધી. હું આ બંગલામાં રહેવાની નથી.' પતિએ કહ્યું, ‘આવો સરસ બંગલો બાંધવા માટે એક પણ ટાપુ અનુકૂળ નથી એમ મને અને નિષ્ણાતોને લાગ્યું. એટલે નદીના કિનારા ઉપર આ જગ્યા પસંદ કરી. હવે તને ન ગમે તે કેમ ચાલે ! આપણે અહીં રહેવા સિવાય છૂટકો નથી.’ -- ‘તમારે રહેવું હોય તો રહેજો. હું અહીં રહેવાની નથી. મારે તો નદીમાં પાણીની વચ્ચે આવેલા ટાપુમાં ચોવીસ કલાક રહેવાની નૈસર્ગિક જિંદગી માણવી છે.’ આમ પતિપત્ની વચ્ચે તકરાર ઉગ્ર બની ગઈ. પત્ની બંગલો છોડીને ચાલી ગઈ. થોડે દૂરના પેલા ટાપુ ઉપર નાની મહૂલી જેવું બનાવડાવીને તે ત્યાં એકલી રહેવા લાગી. પતિપત્ની આમ ટાપુને કારણે કાયમને માટે છૂટાં પડ્યાં. કોઈ કોઈ વ્યક્તિને ટાપુના જીવનનું કેટલું બધું ઘેલું હોય છે તે આ ઘટની પરથી સમજી શકાય છે. થાઉઝન્ડ આઇલૅન્ડ્સની સફરમાં અમે વર્તમાનમાં પ્રકૃતિની રમણીયતાનું સૌંદર્ય માણતાં માણતાં ભૂતકાળના ઇતિહાસમાં ખોવાઈ જતા હતા. સાંજે ટેકરીઓ પાછળના સૂર્યાસ્તનું સોહામણું દશ્ય નિહાળી અમે સફર પૂરી કરી પાછા ફર્યા. Page #54 -------------------------------------------------------------------------- ________________ કુમામોટો નાના નાના સેંકડો ટાપુઓ ધરાવતો જાપાન દેશ ચાર મુખ્ય મોટા ટાપુઓમાં વસેલો છે. હોકાઈડો, હોન્જ, શિકોકુ અને કયુશુ. એમાં ટોકિયો, ઓસાકા, ક્યોટો વગેરે શહેરો ધરાવતો હોજુ ટાપુ કેળવણી, ઉદ્યોગો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરેમાં સમૃદ્ધ, પ્રગતિશીલ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મોખરે રહેનારો છે. છેક દક્ષિણે આવેલો ક્યુશુ ટાપુ હોજુ કરતાં થોડો પછાત લાગે. ત્યાંની આબોહવા પણ લોન્ચ કરતાં જુદી. કયુશુ ટાપુમાં નાગાસાકી, કુમામોટો વગેરે શહેર મોટાં છે. બીજા વિશ્વયુદ્ધ વખતે નાગાસાકીમાં અણુબૉમ્બ નાખવામાં આવ્યો હતો એટલે તે શહેર વિશ્વવિખ્યાત બની ગયું છે. અમે નાગાસાકી જોઈ ત્યાંથી હિરોશિમા જવાના હતા. નાગાસાકથી સવારે બસમાં નીકળી બપોરે અમે કુમામોટો પહોંચ્યા. છ લાખની વસ્તીવાળું કુમામોટો શહેર ઐતિહાસિક છે. તંબાકુ, અનાજ, શાકભાજી, વાંસ, માટીનાં વાસણો વગેરેના વેપારનું એ મોટું મથક છે. ત્યાં બે યુનિવર્સિટી છે. ટ્રામ, બસ, ટેક્ષી વગેરે વાહનોના વ્યવહારથી તે ધમધમતું શહેર છે. જાપાનમાં એકંદરે ઘણા ઓછા લોકો ઇંગ્લિશ ભાષા બોલે-સમજે છે. તેમાં પણ દક્ષિણે આવેલા આ ટાપુમાં તો જવલ્લે જ કોઈન ઈગ્લિશ ભાષા આવડતી હોય. અમે થોડાક જાપાની શબ્દો બોલીએ-સમજીએ, પરંતુ કેટલાક વ્યવહાર તો ઈશારાથી જ કરવો પડે. અલબત્ત, અમારા મનમાં એટલી નિરાંત હતી કે જાપાનમાં કોઈ છેતરપિંડી નહિ કરે કે અજાણ્યા સમજીને કોઈ અમને ફસાવશે નહિ. જાપાનની પ્રજા સ્વકેન્દ્રી હોવા છતાં માયાળ, શાતિપ્રિય, વિનયી, પ્રામાણિક અને સહકાર આપવાવાળી છે. કુમામોટો આવતાં બસમાંથી અમે સામાન સાથે ઊતર્યા. બસનું એ મોટું મથક હતું. જુદાં જુદાં શહેરોમાં જવાની બસો ત્યાંથી ઊપડતી હતી. જાપાની ભાષામાં થોડી થોડી વારે કઈ બસ ક્યાંથી ઊપડે છે તેની જાહેરાત માઈકમાં થયા કરતી હતી. હિરોશિમાની બસ ત્યાંથી પકડવા માટે અમારી પાસે ચારેક કલાક હતા. તે દરમિયાન અમારે કુમામોટોનો સુપ્રસિદ્ધ ઐતિહાસિક કિલ્લો જોવો હતો. અમે વિચાર્યું કે બધો સામાન સાથે ઊંચકીને ફરવાની જરૂર નથી. બસ સ્ટેશનમાં મોટાં લૉકરની પૂરતી સગવડ હતી. લોકર માટે કોઈ કર્મચારી રાખવામાં આવ્યા ન હતા. ખાલી હોય તે લૉકરમાં સામાન મૂકીને, તે કાણામાં ઠરાવેલા સિક્કા નાખીએ તો જ ચાવી ફરે અને લૉકર બંધ થાય. લૉકર બંધ થાય Page #55 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન તો ચાવી બહાર નીકળે. લૉકર ખોલ્યા પછી ચાવી એના કાણામાંથી નીકળી ન શકે એટલે કે કોઈ ભૂલથી સામાન સાથે ચાવી લઈ ન જાય. અમે સિક્કા નાખી લૉકરમાં અમારી બૅગો મૂકી. લૉકરની ચાવી લઈ અમે બહાર ટેકસ સ્ટેન્ડ ઉપર આવ્યા. કુમામોટોના કિલ્લા માટે ટેકસી કરવાની હતી. કિલ્લા માટે ઈંગ્લિશ શબ્દ કેસલ ડ્રાઈવર સમજશે કે નહિ તેની ખબર નહોતી. અમે ટેકસી ડ્રાઈવરને “ફમામોટો કેસલ' કહ્યું. ડ્રાઈવરે તરત કહ્યું છે ! ફમામોટો કેસલ.' હા કહેવા માટે જાપાની લોકો હે' બોલે છે. ડ્રાઈવરને ખબર છે એ જાણીને અમે રાજી થયા. ટેક્સીમાં અમે બેઠા. દૂર ડુંગર ઉપર કુમામોટાનો કિલ્લો દેખાતો હતો. ટેક્ષી ચાલી, પણ અમે જોયું કે કુમામોટોના કિલ્લાની દિશામાં થોડી વાર ચાલીને પછી ટક્ષી બીજી દિશામાં વળી ગઈ. અમને આશ્ચર્ય થયું. રખેને ડ્રાઈવર બરાબર સમજ્યો નહિ હોય એમ માનીને અમે એને જોરથી સ્પષ્ટ કહ્યું, કુમામોટો કેસલ.' એણે ડોકું ધુણાવી હા પાડી. પોતે બરાબર સમજ્યો છે તો પછી ઊંધી દિશામાં ટેકસી કેમ ચલાવે છે એ વિશે અમે સચિત થયા. દુનિયાનાં ઘણાં શહેરોમાં તદ્દન નજીકના સ્થળે જવા માટે પ્રવાસીઓ ટેક્ષી કરે ત્યારે તેઓ અજાણ્યા છે એવું ટેકસી ડ્રાઈવર તરત સમજી જાય છે અને એવા કેટલાક અપ્રામાણિક ટેકસી ડ્રાઈવરો અજાણ્યા પ્રવાસીને ફેરવી ફેરવીને લઈ જાય છે. જાપાનના ટેકસીવાળા પ્રામાણિક હોય છે, તો પણ ટેક્સીનો વ્યવસાય એવો છે કે દુનિયામાં બધે જ થોડાક તો કાળા કાગડા હોય છે. અમારી ટકસી મોટા રસ્તા ઉપર ઝડપથી ચાલી રહી હતી. બંધ કાચવાળી ટેકસીમાંથી કોઈને બૂમ પાડીને પુછાય એવું પણ નહોતું અને પૂછીએ તો કોણ સમજે ? અમે મૂંઝાયા હતા. ડ્રાઈવરને ફરીથી કહ્યું, 'કુમામોટો કેસલ.' એણે ફરી ડોકું ધુણાવી કહ્યું, “ફમામોટો કેસલ.” થોડી વાર પછી ટેસી ધીમી પડી. એક બાજુ એણે વળાંક લીધો. અજાણી જેવી જગ્યા લાગતી હતી. દિવસનો સમય હતો અને અમે ત્રણ યુવાન મિત્રો હતા એટલે ચિંતા નહોતી. વળી ટેકસી ડ્રાઈવરના ચહેરા ઉપર એવા કોઈ હાવભાવ નહોતા. એક વિશાળ કમ્પાઉન્ડમાં ટેક્સી દાખલ થઈ અને એક સરસ ઊંચા મકાનના દરવાજા પાસે આવીને ઊભી રહી. અમે ફરી પૂછ્યું, 'કુમામોટો કેસલ ?' એણે કહ્યું, 'હે કુમામોટો કેસલ.' અમે ટેકસીમાંથી નીચે ઊતર્યા. ડ્રાઈવરે આંગળી ચીંધીને બતાવ્યું. અમે જોયું કે ઈગ્લિશમાં મોટા અક્ષરે 'કુમામોટો કેસલ' લખ્યું હતું. તરત જ અમને સમજાઈ ગયું કે આ તો ‘કુમામોટો કેસલ' નામની હોટેલ છે. પરદેશમાં અજાણ્યા હોઈએ અને ભાષા ન આવડતી હોય તો એકસરખાં નામને લીધે કેવો છબરડો થાય છે તેનો આ, અમને યાદ રહી જાય તેવો પ્રત્યક્ષ અનુભવ થયો. અમારે ખાસ્સે ટેકસી ભાડું ચૂકવવું પડ્યું અને સમય બગડ્યો તે વધારામાં. અમે ઘડિયાલ જોઈ. હજ કિલ્લો જોવા જેટલો સમય અમારી Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૯ કુમામોટો પાસે હતો. અમે હોટેલના કાઉન્ટર ઉપર ગયા. સદ્ભાગ્યે ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી બોલનાર એક કર્મચારી હતો. અમે એને અમારી મુશ્કેલી સમજાવી. છબરડાની વાત જાણી એ હસ્યો. ફરી આવી ભૂલ ન થાય તે માટે કિલ્લાનું નામ જાપાની ભાષામાં લખી આપવા અમે એને કહ્યું. અમે બીજી ટેકસી કરીને કમામાદોના કિલ્લા પાસે પહોંચ્યા. અમે ટેકસી છોડી દીધી, કારણ કે સ્ટેન્ડ પર ઘણી ટેકનીઆ ઊભેલી હતી. કિલ્લો જોવા માટેની ટિકિટ ખરીદી અમે એમાં દાખલ થયા. - સોળમા સૈકામાં બાંધવામાં આવેલા કુમામોટોનો કિલ્લો જોવા જેવો છે. એનો ઇતિહાસ રસિક અને રોમાંચક છે. સામંતશાહીના જમાનામાં ફમામોટોનો કિલ્લો એક મોટા લશ્કરી કેન્દ્ર તરીકે પ્રખ્યાત હતો. ૧૮૭૭માં સસુમાનો બળવો અહીંથી થયો હતો. કુમામોટોના સૈનિકો તલવાર અને ભાલા વડે યુદ્ધ કરવાની કલામાં નિપુણ હતા. કુમામોટોનો કિલ્લો એટલે સામુરાઈ નો ઈતિહાસ. ભારતમાં જેમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવી વર્ણાશ્રમની પ્રથા હતી તેમ જાપાનમાં જૂના કાળમાં સૈનિક, ખેડૂત, વેપારી અને કારીગર એવા ચાર પ્રકારના વર્ગની પ્રથા હતી. તેમાં સૈનિકો માટે અને લશ્કરી તાલીમ માટે ‘સામુરાઈ' શબ્દ પ્રચલિત બની ગયો હતો. એ કોમના લોકોને યુદ્ધકલાની ખાસ તાલીમ આપવામાં આવતી હતી. સામુરાઈ શબ્દ ગૌરવ અને પરાક્રમના પર્યાય જેવો હતો. કેટલોક વખત તો રાજાના મુખ્ય સેનાપતિ માટે તે વપરાતો હતો. પરંતુ પછીથી સેનાપતિ માટે દાઈમ્યો' શબ્દ પ્રચલિત બન્યો અને સામાન્ય સૈનિક માટે સામુરાઈ' શબ્દ વપરાવા લાગ્યો. ઓગણીસમા શતકના ઉત્તરાર્ધમાં જ્યારે સામંતશાહીની પ્રથાનો અંત આવ્યો ત્યારે તેઓના વિશિષ્ટાધિકારો ઓછા થઈ ગયા. દાઈમ્યો અને સામુરાઈને વર્ગ ઘસાતો ગયો. પછી તેઓ માટે અનુક્રમે 'કાવાઝોકી' અને 'શિઝોકુ' શબ્દ વપરાવા લાગ્યા. સામાન્ય સૈનિક કરતાં સામુરાઈને ઓળખવાની નિશાની એ હતી કે રાજા તરફથી એમને બે તલવાર આપવામાં આવતી. તેમના લશ્કરી નીતિનિયમો માટે ખુશીદો' શબ્દ વપરાતો. તાકાત, હિંમત, પરાક્રમ, સહનશકિત, વિનય, સ્ત્રીદાક્ષિણ્ય અને રાજા પ્રત્યેની વફાદારી જેવા ગુણો જેનામાં હોય, એટલે કે જેનામાં ખુશીદો' હોય તે જ ઉત્તમ સામુરાઈ થઈ શકે. કોઈ સામુરાઈથી કોઈ ગંભીર ભૂલ, ગુનો કે આજ્ઞાભંગ થાય તો તે પોતે હારાકીરી કરે અથવા હારાકીરી કરવા માટે રાજ્ય તરફથી એને આજ્ઞા થાય. હારા (પેટ), કીરી એટલે વિધિપૂર્વક ઘૂંટણીએ પડી, પેટમાં કટાર ખોસી આપઘાત કરવો. જાપાનમાં સામુરાઈ, ખુશીદો, હારાકીરીની ઘણી બધી ઐતિહાસિક રોમાંચક ઘટનાએ છે. કેટલીક કિંવદંતી છે અને કેટલીક કાલ્પનિક કથાઓ પણ છે. આ કથાઓ ઉપરથી ઘણાં ચલચિત્રો અને નાટકો બન્યાં છે. જાપાની પ્રજાનો એ એક પ્રિય વિષય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ yo પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન કુમામોટોનો કિલ્લો જોઈ અમે બહાર આવ્યા. ટેકસીમાં બેઠા. અમે ડ્રાઈવરને ટેકસી બસ-સ્ટેશને લેવા કહ્યું. “એણે ડોકું ધુણાવી કહ્યું, “હે, બસ-સ્ટેશન.' હવે બપોર જેવી ગરબડ થવાનો સંભવ નહોતો. અમારી ટેકસી ચાલી. થોડી વાર થઈ પણ બસ-સ્ટેશનની કોઈ એધાણી જોવા મળી નહિ. રસ્તો પણ જુદો લાગ્યો. બસ-સ્ટેશન બહુ દૂર નહોતું. આટલી વારમાં તો તે આવી જવું જોઈએ. પણ ન આવ્યું એથી અમને વહેમ પડ્યો. ફરીથી અમે ડ્રાઈવરને કહ્યું, “બસ-સ્ટેશન' અને એણે હા કહી. અમને થયું કે જરૂર ફરીથી કંઈક ગરબડ થઈ લાગે છે. હવે તો તે જ્યાં લઈ જાય ત્યાં ગયા વિના છૂટકો નહોતો. અમને ચિંતા હતી કે હિરોશિમાની બસ સમયસર પકડી શકાશે કે કેમ ? ઘણું અંતર કાપ્યા પછી ટેકસી બસ-સ્ટેશને આવીને ઊભી રહી, પણ અમે જે બસ-સ્ટેશન પર ઊતર્યા હતા તેના કરતાં આ બસ-સ્ટેશન જુદું લાગતું હતું. ટેકસીભાડું ચૂકવી અમે સ્ટેશનમાં દાખલ થયા. પૂછપરછની ઑફિસમાં પહોંચીને હિરોશિમાની બસ ક્યાંથી ઊપડશે તે વિશે પૂછ્યું. કાઉન્ટર ઉપર ઇંગ્લિશ જાણનાર કોઈ નહોતું. એક કર્મચારી ભાઈએ હાથના ઈશારા વડે હિરોશિમાની બસની ના પાડી. અમે એમને સમજાવવા ઘણી કોશિશ કરી પણ તેઓ કશું સમજ્યા નહિ. કર્મચારી ભલા હતા. અમને મદદ કરવા ઉત્સુક હતા. પરંતુ ભાષાની અગવડને કારણે અમે અમારી વાત સમજાવી શકતા નહોતા. દરમિયાન સમય તો વહેતો જ રહ્યો હતો. એવામાં અમને વિચાર આવ્યો અને અમારી પાસેની લૉકરની ચાવી એમને બતાવી. “લોકર', બેંગ', 'હિરોશિમા' એ શબ્દો અમે બોલતા રહ્યા. ચાવી જોતાં જ એ ભાઈને સમજાઈ ગયું. એમણે કહ્યું, 'બસ સેન્ટ્રલ.” એમણે ફોડ પાડ્યો કે આ બસ-સ્ટેશન છે અને આવાં લૉકર જ્યાં છે તે જગ્યાનું નામ બસ સેન્ટ્રલ છે. ટેક્સીવાળો અમને બસ-સ્ટેશન પર બરાબર લઈ આવ્યો હતો. પણ ભૂલ અમારી હતી. અમને શી ખબર કે એક જ શહેરમાં બસના એક મથકને 'બસસ્ટેશન' અને બીજા મથકને ‘બસ સેન્ટ્રલ' કહેતા હશે ! અમે એ કર્મચારી ભાઈને વિનંતી કરી કે બસ સેન્ટ્રલ માટે જાપાની ભાષામાં લખી આપે કે જેથી ટેકસી કરી અમે ત્યાં પહોંચી જઈએ. એવામાં એણે પોતાની ઘડિયાળમાં જોયું અને કંઈક વિચાર કરી પોતાની સાથે આવવા જણાવ્યું. અમે એમની પાછળ ચાલ્યા. થોડે દૂર પાર્ક કરેલી એક બસ પાસે તેઓ અમને લઈ ગયા અને ઈશારાથી કહ્યું કે એ બસ તરત જ ઊપડે છે અને બસ સેન્ટ્રલ જાય છે. તેમનો આભાર માની અમે બસમાં બેઠા, થોડી વારમાં બસ સેન્ટ્રલ પહોંચ્યા. અમારી નજર તો સતત ઘડિયાળ ઉપર હતી. અમે બસમાંથી ઊતરી તરત દોડ્યા. લૉકરમાંથી સામાન લીધો અને હિરોશિમાં માટેની બસ જ્યાંથી ઊપડવાની હતી ત્યાં પહોંચ્યા. હજુ બસ ઊપડવાને ત્રણ મિનિટની વાર હતી. સામાન મૂકીને અમે બસમાં ગોઠવાયા. અમે હાંફી ગયા હતા, પરંતુ સમયસર Page #58 -------------------------------------------------------------------------- ________________ કુમામોટો બસ મળી ગઈ એટલે રાહત અનુભવી, કારણ કે જો બસ ગુમાવત તો કુમામોટોમાં રાત રોકાવું પડત અને અમારો આગળનો બધો કાર્યક્રમ ખોરવાઈ જાત. આમ, એક જ દિવસમાં, થોડા કલાકોમાં જ અમને બે વાર નામના ગોટાળાનો મૂંઝવણભર્યો અનુભવ થયો. દુનિયામાં ઘણાં શહેરોમાં હવે એક કરતાં વધુ રેલવે સ્ટેશન, બસ-સ્ટેશન, એરપોર્ટ તેમાં પણ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ વગેરે થયાં છે. એટલે નામસામ્યની ગેરસમજના અનુભવો અજાણ્યા પ્રવાસીઓને વખતોવખત થતા રહેવાના. તેમાં પણ ભાષાની અગવડ હોય તો કયારેક કટુ અનુભવો પણ થવાના. - Page #59 -------------------------------------------------------------------------- ________________ સહરાના રણમાં દુનિયાનું મોટામાં મોટું રણ તે સહરા. એ રણમાંથી ઉનાળાની ભરબપોરે પસાર થવું એ જેવીતેવી વાત નથી, પરંતુ મે મહિનાની અસહ્ય ગરમીમાં અમે સહરાનું રણ કેવી રીતે ઓળંગ્યું હશે ? ઈજિપ્તનું પાટનગર કેરો છે. ત્યાંના લોકો પોતાના આ શહેરને કહારા' (કાહિરા) કહે છે. બ્રિટિશ હકૂમત દરમિયાન કહારાનું કેરો' થઈ ગયું હતું, જે આજ દિવસ સુધી ચાલુ છે. અમે કેરોથી એલેકઝાન્ડ્રિયા જવાના હતા. ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું ઇજિપ્તનું એ સુંદર મજાનું પ્રાચીન બંદર છે. અમારો કાર્યક્રમ કેરોથી સવારે નીકળી એલેકઝાન્ડ્રિયા જોઈને પાછા ફરવાનો હતો. અમે પચીસેક પ્રવાસીઓ હતા. અમારા માટે આરામદાયક બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમને કહેવામાં આવ્યું હતું કે એલેકઝાન્ડ્રિયા પહોંચતાં ચારેક કલાક થશે. માટે રાત્રે વેળાસર જો પાછાં આવી જવું હોય તો સવારે સાત વાગે અમારે નીકળી જવું જોઈએ. અમે બધા પ્રવાસીઓ સવારે વહેલા ઊઠી, તૈયાર થઈ હોટેલ 'ફલામેન્કોમાંથી નીકળીને બસમાં ગોઠવાયા. ડ્રાઈવર અને ગાઈડ યુવતી અમારી રાહ જોતાં બસમાં બેઠાં હતાં. બધાં આવી જતાં બસ ઊપડી. અમારી ગાઈડે કહ્યું, “આજની એલેકઝાન્ડ્રિયાની ટૂરમાં હું તમારી ગાઈડ છું. મારું નામ નિવિના છે. એનો અર્થ ક્રિસ્ટમસ' થાય છે, પરંતુ હું ક્રિશ્ચિયન નથી, હું મુસ્લિમ છું. આપણા ડ્રાઈવરનું નામ હુસેન છે. તે બહુ હોશિયાર અને અનુભવી છે. એલેકઝાન્ડ્રિયા સુધીનું અંતર ૨૨૦ કિલોમીટર જેટલું છે. સહરાના રણમાં કરવામાં આવેલા નવા રસ્તે આપણે જઈશું. જૂનો રસ્તો નાઈલ નદીની પાસેના ખેતીવાડીના વિસ્તારોમાં આવેલાં નાનાં નાનાં ગામડાંમાંથી પસાર થાય છે. તે ઘણો લાંબો છે. તેમાં સમય પણ ઘણો લાગે છે. કેટલાક સમયથી, વર્લ્ડ બૅન્કની સહાયથી, રણમાં આ નવો સળંગ, સીધો રસ્તો કરવામાં આવ્યો છે. વાહનો માટે આવવા-જવાના માર્ગ બાજુ બાજુમાં પણ જુદા જુદા છે. એલેકઝાન્ડ્રિયા પહોંચતાં ચારેક કલાક આપણને થઈ જશે. બસની સફર લાંબી છે. એટલે તમારામાંથી જેને વચ્ચે થોડીક ઊંઘ ખેંચી લેવી હોય તેને તે ખેંચી લેવા માટે અનુકૂળતા રહેશે.' ત્યાં તો ગાઇડને અટકાવીને અમારામાંથી કેટલાક અત્યુત્સાહી પ્રવાસીઓ તરત વચ્ચે બોલી ઊઠ્યા, ના, ના. અમે ઊંઘવા નથી આવ્યા. અમે તો બધું જોવા અને સમજવા આવ્યા છીએ. અમે તો આ પ્રવાસની બહુ ઉત્સુકતાથી રાહ જોતા હતા.' ૪૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ S સહરાના રાણમાં ગાઈડે કહ્યું, “વાહ! બહુ જ સરસ! તમારા ઉત્સાહથી મારો ઉત્સાહ પણ વધી ગયો છે. એલેકઝાન્ડ્રિયાની ટૂર વિશે તમારે જે કંઈ પ્રશ્નો પૂછવા હોય તે નિ:સંકોચ પૂછજો. મને એ ગમશે. પહેલાં હું તમને અમારા દેશ ઈજિપ્ત વિશે કેટલીક માહિતી આપીશ.' ગાઈડે ત્યાર પછી ઈજિપ્તની પ્રાચીન સંસ્કૃતિ, પિરામિડો, મમી, વિદેશીઓનાં આક્રમણો વગેરે વિશે રસપ્રદ માહિતી આપી. ઈજિપ્ત ભૌગોલિક દષ્ટિએ મોટો દેશ છે. પરંતુ એમાંથી આશરે ચાર-પાંચ ટકા જેટલા પ્રદેશમાં જ લોકોનો વસવાટ છે; તે પણ ઘણુંખરું નાઈલ નદીના બંને કાંઠે. ઈજિપ્તની લગભગ પંચાણું ટકા જમીન રણ છે. નાઈલના પશ્ચિમ કિનારાનું રણ તે સહરાનું રણ છે. પૂર્વ કાંઠાના રણને સાઈનાઈનું રણ કહેવામાં આવે છે. દુનિયામાં ઘણીખરી નદીઓ પૂર્વથી પશ્ચિમ દિશામાં કે પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે. પરંતુ નાઈલ નદી એક એવી છે કે જે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં વહે છે. તેનું કારણ એ છે કે ઈજિપ્તના ઉત્તર ભાગમાં આવેલો સહરાનો રણવિસ્તાર નીચાણવાળો છે. કેટલેક ઠેકાણે તો તે દરિયાની સપાટી કરતાં સો-બસો ફૂટથી વધુ નીચો છે. નાઈલ નદીમાં બારે માસ પાણી રહે છે. એથી નદીના કાંઠાવિસ્તારમાં સારી ખેતી થાય છે. ત્યાં ગામો વસેલાં છે. નાઈલ નદી ભૂમધ્ય સમુદ્રને જ્યાં મળે છે એ નદીનો મુખ-વિસ્તાર (Delta) બહુ ફળદ્રુપ હોવાથી ત્યાં ઠીક ઠીક વસ્તી છે. એલેકઝાન્ડ્રિયા બંદર એ વિસ્તારમાં આવેલું છે. કેરો શહેર છોડી અમારી બસ આગળ ચાલવા લાગી. રસ્તાની નજીક બંને બાજુએ કોઈક કોઈક મકાન દેખાતાં રહ્યાં, પણ બંને બાજુ દૂર દૂર ક્ષિતિજ સુધી માત્ર રણ હતું. ઉનાળામાં સહરાનું રણ જોતાં જ ઝંખનાના પ્રતીક તરીકે કવિ સુંદરમે કરેલા એના ઉપયોગવાળી પંક્તિઓ યાદ આવી ગઈ : તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા, પ્રખર સહરાની તરસથી. સહરાનું રણ આફ્રિકા ખંડના ઉત્તર ભાગમાં, પશ્ચિમમાં રાતા સમુદ્રથી શરૂ કરી પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર સુધી તે આશરે પંચોતેર લાખ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. આફ્રિકાના દેશો ઈજિપ્ત, સુદાન, લિબિયા, ટ્યુનિશિયા, અલ્જિરિયા, મોરોક્કો વગેરેમાં તે ફેલાયેલું છે એમ કહેવા કરતાં સહરાના રણમાં આ બધા દેશોની રાજકીય સીમા આંકવામાં આવી છે એમ કહેવું વધુ યોગ્ય છે. આફ્રિકાના પૂર્વ કાંઠાથી પશ્ચિમ કાંઠા સુધી સળંગ પાંચ હજાર કિલોમીટર જેટલું તે લાંબું છે. સહરાનું આખું રણ તે માત્ર રેતીનું રણ નથી. કેટલાક વિસ્તારોમાં તે ખડકોનું Page #61 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન બનેલું છે; કેટલાક વિસ્તારમાં તે પથરાળ છે; વળી અમુક વિસ્તારમાં તેમાં નવથી દસ હજાર ફૂટ ઊંચા, વનસ્પતિરહિત સૂકા પર્વતો આવેલા છે. જૂના વખતથી સહરાના રણમાં એક સ્થળેથી પાસેના બીજે સ્થળે જવાના નજીક નજીકના રસ્તાઓ થયેલા છે. રખડુ જાતિના લોકો ઊંટ ઉપર ઘરવખરી અને કુટુંબના સભ્યોને લઈ, જ્યાં પાણી અને ઝાડપાનને લીધે ઠંડક હોય એવા સ્થળે મુકામ કરે છે. એવાં સ્થળોને રણદ્વીપ (Oasis) કહે છે. એવી રીતે એક રણદ્વીપથી બીજા રણદ્વીપ સુધીની સફર કરી, મુકામ કરી, ફરી આગળ સફર વધારનાર વણઝારા જેવી જાતિના લોકો આફ્રિકાના સહરાના રણમાં હજુ પણ છે. અલબત્ત, રણમાં, એવા વિસ્તારો પણ છે કે જ્યાં પહોંચવું એટલે મોતને નોતરવા બરાબર ગણાય. દિવસે અતિશય ગરમી, રાત્રે અતિશય ઠંડી, ઘડીકમાં માણસને દાટી દે એવી ઊડતી રેતીનાં વાવાઝોડાં, વાટમાં ખોરાક-પાણી ખૂટી જવાં વગેરે પ્રકારનાં ભયંકર જોખમો ઓછાં નથી. હવે તો આખું સહરાનું રણ ખૂદાઈ ગયું છે. બીજા વિશ્વયુદ્ધ વખતે સહરાના રણમાં પણ યુદ્ધ ખેલાયું હતું. હેલિકૉપ્ટરની સગવડ પછી તો આવડા મોટા રણમાં પણ કોઈ જગ્યા વણશોધી, વણમાપી રહી નથી. પાંચ હજાર કિલોમીટર લાંબા સહરાના રણમાં અમારે તો ફક્ત બસો વીસ કિલોમીટરનું અંતર રણના એક ખૂણામાં એક છેડાથી બીજા છેડા સુધીનું કાપવાનું હતું. સહરાના રણમાંથી પસાર થવું એટલો અનુભવ પણ અમારા માટે રોમાંચક હતો. રસ્તો નાકની દાંડીએ સીધો ચાલ્યો જતો હતો. આવા નિર્જન રણવિસ્તારમાં રસ્તો કરવાનો હોય તો તેને વળાંક આપવાની જરૂર ઊભી ન થાય. એટલે બસ તો પાણીના રેલાની જેમ સીધી સડસડાટ ચાલી જતી હતી. રસ્તાની બંને બાજુ કરેલી વાડમાં રણપ્રદેશમાં ઊગી શકે એવી વનસ્પતિ વાવવામાં આવી હતી. થોર (Cactus)ના પ્રકારની વનસ્પતિને પાણી ખાસ ન જોઈએ. હવામાંથી જ તે ભેજ ગ્રહણ કરી લે અને સૂર્યપ્રકાશમાંથી પોષણ મેળવી લે. પાંદડાં વગરના માત્ર ડાંખળાવાળા નાના નાના છોડ પણ રસ્તાની બંને બાજુ વાવેલા હતા. કયાંક સાવ નાનાં નાનાં વૃક્ષો પણ હતાં. મોટાં ઘટાદાર વૃક્ષોનું તો રણમાં કયાંય નામનિશાન જોવા ન મળે. અમારી ગાઈડે કહ્યું કે “આ રણપ્રદેશને ખીલવવા અમારી સરકાર તરફથી એવી યોજના કરવામાં આવી છે કે જેને જમીન જોઈતી હોય તેને નજીવા ભાવે તે આપવામાં આવે. વળી દસ વર્ષના હસ્તે તે રકમ ભરવાની રહે. પણ શરત એટલી કે તે લેનારે જમીનમાં ખેતીવાડી કરવી જોઈએ. ખાસ તો દ્રાક્ષ, ખજૂર વગેરે રણમાં થાય તેવી વનસ્પતિ ઉગાડી શકાય. દર વર્ષે તેની પ્રગતિનું સરકારી વહીવટીતંત્ર નિરીક્ષણ કરે છે. નાઈલ નદીમાંથી નહેર દ્વારા અહીં પાણી લાવી શકાય છે. અથવા અમુક ફળદ્રુપ વિસ્તારમાં ટ્યૂબવેલ દ્વારા પણ પાણી મેળવી શકાય છે. તેમ છતાં તમે જોઈ શકશો કે બહુ ઓછા Page #62 -------------------------------------------------------------------------- ________________ સહરાના રણમાં ૫ લોકો રણમાં આવ્યા છે. વળી આ પ્રદેશમાં જેઓ કારખાનાં કરવા ઇચ્છે તેઓને પણ સસ્તા દરે જમીન આપવામાં આવે છે. તેઓને માટે એવી શરત છે કે જે તેઓ કારખાનાના વિસ્તારમાં કામદારો માટે એક મસ્જિદ બાંધે તો તેઓને કરવેરામાંથી મુક્તિ આપવામાં આવે. કોઈ કોઈ સ્થળે તમને બે મસ્જિદો સાવ પાસે પાસે જોવા મળે તો એમ ન સમજવું કે અમારા લોકો બહુ ધાર્મિક થઈ ગયા છે, પણ સમજવું કે બે કારખાનાં બાજુ બાજુમાં આવેલાં છે.' અડધે રસ્તે વિરામસ્થાન આવ્યું. એને લીલુંછમ બનાવવામાં આવ્યું છે. રેસ્ટેરાં, દુકાનો, પેટ્રોલપમ્પ, પાર્કિંગ વિસ્તાર, કર્મચારીઓ માટેનાં રહેઠાણનાં મકાનો વગેરેની રચના ત્યાં કરવામાં આવી છે. રણમાં હરિયાળા રણદ્વીપ જેવી એ જગ્યા હતી. અડધો કલાક અમે ત્યાં રોકાયા. ભૂખ લાગી હતી એટલે દરેકે પોતપોતાની અનુકૂળતા મુજબ ખાધુંપીધું. બસના ડ્રાઇવરે વિરામસ્થાનમાં આંટો માર્યો. એક કપ કૉફી પીધી અને પાછો આવીને તે બસમાં પોતાની જગ્યાએ બેસી ગયો. ભૂખ લાગે એટલો ટાઇમ થઈ ગયો હોવા છતાં તેણે કશું ખાધું નહિ. બસમાં આવીને અમે ડ્રાઇવરને અમારા નાસ્તામાંથી મગજના લાડુ, ખાખરા, ગાંઠિયા, સેવ વગેરે આપ્યાં. ડ્રાઇવરે એ સસ્મિત, આભાર સહિત સ્વીકાર્યાં અને કહ્યું કે પોતે પછીથી ખાશે. ડ્રાઇવર સ્વસ્થ ચિત્તે શાંતિથી બસ ચલાવતો હતો. પોતાની સામે એણે એક ખોખામાં ચ્યુઇંગ-ગમ, ચૉકલેટ વગેરે રાખ્યાં હતાં. બીજા એક ખોખામાં સિગારેટ હતી. ડ્રાઇવર થોડી થોડી વારે ચ્યુઇંગ-ગમ ચગળ્યા કરતો હતો. વચ્ચે વચ્ચે સિગરેટ સળગાવી પીતો હતો. વળી તે ઇજિપ્તનાં લોકગીતોની ટેપ વગાડ્યા કરતો. અમારી ગાઇડે કહ્યું કે ‘ડ્રાઇવર કેરોમાં ઘણે દૂર રહે છે. સવારના પાંચ વાગે ઊઠી, કંપનીમાં જઈ બસ લઈને તે આવી પહોંચ્યો છે. આવા રસ્તે કંટાળો ન આવે તે માટે તે લોકગીતો વગાડે છે.’ અમારી બસ હવે આગળ ચાલી રહી હતી. બહાર દૂર દૂર સુધી બંને બાજુ અફાટ રણ પથરાયેલું હતું. ઠેઠ ક્ષિતિજ સુધી એક વૃક્ષ તો શું, ઘાસનું તણખલું પણ દેખાતું ન હતું. હવે જોવા-સમજાવવાનું કશું રહ્યું નહોતું. ગાઈડે બે-ત્રણ વાર પૂછ્યું કે કોઈને કંઈ પ્રશ્ન પૂછવો છે ? પણ પ્રશ્ન પૂછવાનો કોઈને ઉત્સાહ હવે રહ્યો ન હતો. બહાર સખત ગરમી હતી, પરંતુ બસમાં ઍરકન્ડિશનની સારી ઠંડક હતી. કેટલાકે તો બહારથી તડકો ન આવે તે માટે પડદા પણ પાડી દીધા હતા. બસમાં આછા અંધારા સહિત મજાની શીતળતા પ્રસરી ગઈ હતી. વહેલા ઊઠેલા પ્રવાસીઓનાં શ્રમિત ચિત્ત, આહાર પછી શાંત થઈ ગયાં હતાં. એકસરખી સીધી ગતિએ ચાલતી બસમાં એક પછી એકની આંખો ઢળવા લાગી હતી. થોડી વારમાં તો બધાં ઝોલા ખાવા લાગ્યાં. અમે જોવા આવ્યા છીએ, ઊંઘવા નહિ’ એવું કહેનારા પણ સ્વપ્નો જોવામાં પડી ગયા હતા. પછી તો ગાઇડ i Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પાસપૉર્ટની પાંખે - ઉત્તરાલેખન યુવતી પણ પોતાની બેઠક પરથી ઊઠી. પહેલી સીટમાં બેઠેલો હું તેની સામે જોઈને હસ્યો, કારણ કે મને થયું કે તે પણ હવે સૂઈ જશે. મારું અનુમાન સાચું પડ્યું. તેણે કહ્યું, ‘હું સવારે બહુ વહેલી ઊઠી છું. છેલ્લી સીટ ખાલી છે. ત્યાં થોડી વાર આરામ કરી લઉ.’ બધા પ્રવાસીઓ ઊંઘી ગયા. વર્ષોથી મોટરકાર ચલાવવાને કારણે મને પડેલી કુદરતી ટેવને લીધે મારી નજર સતત રસ્તા પર હતી. ડ્રાઇવરે શા માટે ખાધું નહિ તે હવે સમજાયું. ખાધા પછી બપોરના વખતે, ટ્રાફિક વગરના સળંગ સીધા રસ્તે, કોઈની સાથે વાત કર્યા વગર, મોટર કે બસ ચલાવવામાં થાકેલું ચિત્ત ક્યારે ઝોલે ચડી જાય તે કહેવાય નહિ. ડ્રાઇવરે અરીસામાંથી જોયું કે ગાઇડ સહિત બધાં જ ઊંઘી ગયા છે. હું ડ્રાઇવર સાથે ઇશારાથી મારા હાવભાવ વ્યક્ત કરીને થાય તેવી વાત કરતો, પરંતુ અમારી વચ્ચે વધુ વાતચીત થઈ શકતી નહોતી કારણ કે બંનેને એકબીજાની ભાષા આવડતી નહોતી. કલાક જેટલો સમય પસાર થઈ ગયો. હવે દૂર દૂર ક્ષિતિજ ઉપર શહેરનાં મકાનો દેખાવાં લાગ્યાં. ડ્રાઇવરે અચાનક જોરથી હૉર્ન વગાડ્યું. રસ્તામાં વચ્ચે કળે આવતું નહોતું તો પછી હૉર્ન વગાડવાની જરૂર શી ? પછી સમજાયું કે એણે ૉર્ન ગાદન ઉઠાડવા વગાડ્યું હતું. ગાઇડ ઊઠી ગઈ. ડ્રાઇવર પાસેની પોતાની સીટમાં આવીને તે બેસી ગઈ. હાથમાં માઇક લઈ તેણે બધાંને જાગૃત થવા વિનંતી કરી. ગાઈડે આવી રહેલા એલેકઝાન્ડ્રિયા શહેરનો ઇતિહાસ કહ્યો. સમ્રાટ એલેકઝાન્ડરે ઈ.સ. પૂર્વે ૩૩૨માં આ શહેર વસાવ્યું હતું. અમે એલેકઝાન્ડ્રિયા પહોંચ્યા. ઘેરા વાદળી રંગના પાણીવાળા ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું એ રમણીય બંદર છે. ભૂમધ્યના સામે કિનારે યુરોપમાંથી ગ્રીક, રોમન અને તુર્ક લોકોએ આક્રમણો કર્યાં હતાં. એલેકઝાન્ડ્રિયાએ ઘણી ચડતી-પડતી જોઈ છે. અમે અહીં એમ્ફિ થિયટર, કેટાકોમ્બ, પોમ્પેઈનો સ્તંભ, દીવાદાંડી, રાજમહેલ વગેરે જોયાં. સાંજ પડવા આવી એટલે અમે કેરો પાછા ફરવા નીકળ્યા. દરિયાકિનારે ક્ષિતિજ ઉપર સૂર્યાસ્ત જોવાની જેમ એક મજા છે, તેમ દૂર દૂર સુધી વિસ્તરેલી રેતીના રણમાં ક્ષિતિજ ઉપર સૂર્યાસ્ત જોવાની પણ એક મજા છે. અડધે રસ્તે અમે આવ્યા ત્યાં તો સૂર્યાસ્ત થઈ ગયો. વચ્ચે વિરામસ્થાનમાં ચા-કૉફી પીને અમે આગળ ચાલ્યા. કેરોની સરહદ દેખાવા લાગી એટલે ડ્રાઇવરે ગાડી ચલાવતાં ચલાવતાં નાસ્તો ખાવાનું શરૂ કર્યું. હવે ઝોકાં આવે એવું જોખમ રહ્યું નહોતું. એલેકઝાન્ડ્રિયા અને સહરાના રણનો પ્રવાસ પૂરો કરી અમે કેરો પાછા આવી પહોંચ્યા. દુનિયામાં માનવવસ્તીનું પ્રમાણ છેલ્લા ત્રણ-ચાર દાયકામાં ઘણું જ વધી ગયું છે. એમ કહેવાય છે કે આ રીતે જો વસ્તી વધતી જશે તો એકવીસમી સદીના અંત પહેલાં દસ-બાર અબજથી પણ વધુ વસ્તી થઈ જશે. વર્તમાન સમયમાં એશિયાના ઘણા દેશો અતિશય ગીચ વસ્તીવાળા છે. આંકડાશાસ્ત્રીઓ કહે છે કે દુનિયાની વસ્તી Page #64 -------------------------------------------------------------------------- ________________ સહરાના રણમાં ૪૭ વધારે છે. પરંતુ પૃથ્વી ઉપર જેટલી જમીન છે એના પ્રમાણમાં સરેરાશ વસ્તી વધારે નથી. સહરાનો રણપ્રદેશ, ઑસ્ટ્રેલિયાનો રણપ્રદેશ, ગોબીનો રણપ્રદેશ તથા બીજાં નાનાંમોટાં રણો ફળદ્રુપ બનાવી શકાય અને માનવવસ્તીને ત્યાં વસાવી શકાય તો વસ્તીનો પ્રશ્ન ઘણો હળવો બની જાય. વૈજ્ઞાનિક સંશોધન, આર્થિક સહકાર અને રાજદ્વારી દૂરંદેશી ધારે તો રણોને ફળદ્રુપ બનાવવામાં ઘણો ફાળો આપી શકે. પરંતુ બીજી બાજુ અમને રણ પોસાશે, પણ બહારનાં બીજાં રાષ્ટ્રોની વસ્તી નહિ પોસાય. અમને ગરીબી પોસાશે પણ અમારી આનુવંશિક સાંસ્કૃતિક લાક્ષણિકતાનો લોપ નહિ પોષાય'—એવી વૃત્તિ જ્યાં સુધી દુનિયાનાં જુદાં જુદાં રાષ્ટ્રોની રહેશે, ત્યાં સુધી વસ્તીનો પ્રશ્ન સહેલાઈથી હળવો નહિ થાય. એકવીસમી સદીના અંત સુધીમાં માનવજાતે આ દિશામાં કેટલી પ્રગતિ કરી હશે તે કોણ કહી શકે ? Page #65 -------------------------------------------------------------------------- ________________ ' માઉન્ટ આન અમે જ્યારે સોવિયેટ યુનિયનના પ્રવાસનું આયોજન કર્યું ત્યારે ટ્રાવેલ કંપનીના સ્ટાફના સભ્યે અમારી પ્રવાસી-ગ્રુપની મિટિંગમાં કહ્યું, ‘મારે તમને એક ખુશખબર આપવાના છે. સોવિયેટ યુનિયનની ‘ઇનટૂરિસ્ટ’ કંપનીએ તમારા પ્રવાસમાં એક વધારાનું સ્થળ ઉમેરી આપ્યું છે. એનું નામ છે માઉન્ટ આબુન. એ માટે તમારે કોઇ વધારાની રકમ આપવાની નથી.' માઉન્ટ આબુન (અન્ય ઉચ્ચાર પ્રમાણે આહુન) નામનું સ્થળ દુનિયામાં ક્યાં આવ્યું એની ત્યારે અમને કશી જ ખબર નહોતી. એ નામ પણ પહેલી વાર અમે સાંભળ્યું, પરંતુ દુનિયાના કોઈક અજાણ્યા ખૂણામાં આવેલું એક અજાણ્યું સ્થળ જિંદગીમાં જોવા મળશે એ વાતનો અમને બહુ આનંદ થયો. નકશામાં અમને બતાવવામાં આવ્યું કે સોવિયેટ યુનિયનમાં, રશિયામાં નૈઋત્ય દિશાના છેડે, કાળા સમુદ્ર(Black Sea)ના કિનારે આવેલા સોચી નામના નગરથી વીસેક માઈલ દૂર આખુન પર્વત આવેલો છે. નહિ ધારેલા, નહિ કલ્પેલા, નહિ જાણેલા એવા કોઈ સ્થળે અજાણતાં જવાના સંજોગો ઊભા થાય એમાં પણ કોઈ સંકેત રહ્યો હશે ! મેં મારા પ્રવાસી મિત્રોને કહ્યું કે ‘જે સ્થળે જે સમયે જે વ્યક્તિને જવાનું નિર્માયું હોય ત્યાં ગયા વગર એનો છૂટકો નથી. ક્યારેક હોશથી જવાનું થાય છે, તો કયારેક લાચાર બનીને કે દુ:ખી થવા માટે જવું પડે છે. ક્યારેક કોઈક ઊંચકીને ત્યાં લઈ જાય છે. આવી રીતે જે જળ કે સ્થળનો સ્પર્શ થવાનો હોય તેને જૈન ધર્મમાં ‘ક્ષેત્રસ્પર્શના' કહેવામાં આવે છે. મારા એક મિત્રે કહ્યું, ‘આપણા બધાની માઉન્ટ આબુનની ક્ષેત્રસ્પર્શના હશે જ, નહિ તો એ સ્થળ આમ સામેથી ઉમેરાય કેવી રીતે ?’ સોવિયેટ યુનિયનમાં કેટલાક સ્થળોનો પ્રવાસ કરી અમે બે દિવસની સફર માટે સોચીના ઍરપૉર્ટ પર ઊતર્યા ત્યારે સ્થાનિક ગાઇડ યુવતી અમને આવકારવા માટે આવી પહોંચી હતી. એનું નામ હતું લિયોના. અમે બસમાં ગોઠવાયા. લિયોનાએ સોચીનો પરિચય આપતાં કહ્યું, ‘સમગ્ર સોવિયેટ યુનિયનમાં હવા ખાવાના સર્વશ્રેષ્ઠ સ્થળ તરીકે સોચીની ગણના થાય છે. બહુ જૂના વખતમાં અહીં ઉબેચી જાતિના લોકો વસતા હતા. તેઓ માટે ‘સોચી' શબ્દ પણ વપરાતો હતો. એટલે વખત જતાં આ જગ્યાનું નામ ‘સોચી' પડી ગયું.' ૪૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ માઉન્ટ આબુન ૪૯ સોચી કોકેસસ પર્વતની તળેટીમાં અને કાળા સમુદ્રના કિનારે આવેલું ઐતિહાસિક સ્થળ છે. અહીં બનાવાજિનસ્કોયે' નામનો કિલ્લો છે. એની સ્થાપના ઈ.સ. ૧૮૯૬માં થયેલી. સોવિયેટ યુનિયનની રચના પછી ૧૯૩૦ થી ૧૯૫૦ના ગાળામાં સોચીનો ઘણો વિકાસ થયો. અહીં ચાના બગીચા છે; તમાકુનાં ખેતરો છે અને ફળની વાડીઓ છે. અહીં ગરમ પાણીના ઝરા છે. પર્વતમાંથી વહેતાં ઝરણાંઓનું અહીંનું ક્ષારવાળું પાણી તબિયત માટે સારું ગણાય છે. એટલે જ અહીં હવાફેર અને આરોગ્ય માટે ઘણાં સૅનેટોરિયમ છે. અહીં તડકો ઠીક ઠીક પડે છે. એટલે આ વિસ્તારની હવા પણ આરોગ્ય માટે વખણાય છે. સોચીની વસ્તી સાડા ત્રણ લાખની છે. પણ અહીં ઉનાળાના દિવસોમાં સમગ્ર સોવિયેટ યુનિયનમાંથી રોજેરોજ હજારો પ્રવાસીઓ આવે છે. જેઓને ડૉક્ટરે ભલામણ લખી આપી હોય તેઓ આવી શકે છે. અહીં હારબંધ ઘણાં બધાં જબરજસ્ત મોટાં મોટાં સેનેટોરિયમ છે. દર્દીઓને સામાન્ય રીતે વધુમાં વધુ એક મહિનો રહેવા દેવામાં આવે છે. દરેક પાસે ડૉક્ટરનું સર્ટિફિકેટ ઉપરાંત પોતાના ટ્રેડયુનિયનની ચિઠ્ઠી હોવી જરૂરી છે. બધા તારીખ પ્રમાણે આવે અને તારીખ પ્રમાણે જાય. અહીં બધું જ વ્યવસ્થિત હોય છે. ઉનાળામાં અમુક વખતે જ્યારે સૌથી વધુ લોકો હવાફેર માટે આવ્યા હોય ત્યારે સોચીની વસ્તી વધીને વીસ લાખે પહોંચી જાય છે. બહારગામના પ્રવાસીઓની બસોની આવન-જાવન ત્યારે આખો દિવસ સતત ચાલ્યા કરે. અમારી હોટેલ શહેરના એક છેડે હતી. હોટેલમાં જઈ સામાન મૂકી, લંચ લઈ, થોડો આરામ કરી અમે બસમાં ફરવા નીકળ્યા. લિયોના બધું સમજાવતી હતી. અમને ‘દાગોમી' નામના ચાના બગીચામાં લઈ જવામાં આવ્યા. ત્યાર પછી અમને ‘રિવિયરા' નામના સૌથી મોટા ઉદ્યાનમાં ફેરવવામાં આવ્યા. સાંજે અમે હોટેલ પર પાછા ફર્યા ત્યારે લિયોનાએ કહ્યું, “હવે આવતી કાલનો દિવસ તમારે સ્વેચ્છાએ ફરવા માટેનો છે.' ‘પણ કાર્યક્રમ પ્રમાણે તો કાલે માઉન્ટ આબુન જવાનું છે ને !' અમારામાંના કેટલાક બોલી ઊઠ્યા. “ઓહ ! તમને સંદેશો મળ્યો નથી ?' લિયોનાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં ઉમેર્યું, “માફ કરજો, માઉન્ટ આખુનનો કાર્યક્રમ બંધ રહ્યો છે. ત્યાંનો રસ્તો બહુ ખરાબ છે. થોડા દિવસ પહેલાં જ સરકારે ત્યાં કોઈ પણ બસને જવાની મનાઈ ફરમાવી છે. ત્યાં જવું સલાહભર્યું નથી. સોચીમાં આસપાસ ફરવાનાં ઘણાં સ્થળ છે. તમે સમુદ્રકિનારે જઈ શકો; સ્ટોરમાં જઈ ખરીદી કરી શકો તમારી હોટેલમાં પણ પાછળ રમણીય ઝાડી છે ત્યાં ફરી શકો. દૂર જવું હોય તો થિયેટરમાં બેલે જેવા પણ જઈ શકો. એટલું યાદ રાખજે કે અહીં રસ્તામાં અધવચ્ચે ટેકસી મળતી નથી. હોટેલવાળા ફોન કરીને ટેકસી બોલાવી આપશે. અહીં ટેકસી ઓછી છે એટલે કેટલીક વાર ટેક્સીવાળા ઇંગ્લિશ પૂરું Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન સમજતા નથી અને મરજી મુજબ રકમ માગે છે. બને ત્યાં સુધી જવા-આવવાનું સાથે ઠરાવજો, નહિ તો પગે ચાલતાં પાછા ફરવું પડશે.' માઉન્ટ આબુન નહિ જવા મળે એ જાણીને બધા નિરાશ થઈ ગયા. મારા એક મિત્રે કહ્યું, રમણભાઈ, તમે કહેતા હતા કે બધાની ક્ષેત્રસ્પર્શના હશે માટે પ્રવાસમાં આખુન ઉમેરાયું છે. પણ હવે આપણી ક્ષેત્રસ્પર્શના લાગતી નથી. માત્ર નામસ્પર્શના હશે. કારણ કે વગર જિજ્ઞાસાએ આખુનનું નામ આપણને નિરાશ થવા માટે જાણવા મળ્યું.' મેં કહ્યું, 'હા, સાચી વાત છે, નરસિંહ મહેતાએ કહ્યું છે ને કે, 'જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.’ હજુ સૂર્યાસ્ત થવાને ઠીક ઠીક વાર હતી એટલે અમે રૂમ પર જઈ, હાથ-મોઢું ધોઈ, ચા-પાણી લઈ ફરવા માટે નીચે ઊતર્યા. અમારી હોટેલ સમુદ્રકિનારે હતી, પરંતુ સમુદ્રની સપાટીથી લગભગ પાંચસો ફૂટ ઊચે હતી. હોટેલનો પાછળનો ભાગ સમુદ્ર તરફ હતો. પાછળના દરવાજેથી એ બાજુ નીચે જવા માટે પગથી હતી. સમુદ્ર કિનારાના વિસ્તારમાં બેઠા ઘાટનાં, માળ વગરનાં નાનાં નાનાં ઘરો હતાં. એની વચ્ચેની શેરીમાંથી સમુદ્રકિનારે પહોંચાતું હતું. ઘરોમાં રહેતા લોકો સાધારણ સ્થિતિના લાગ્યા. કોઈક ફેરિયા ફળ વેચવા બેઠા હતા. નાનાં નાનાં છોકરાંઓ શેરીમાં રમતાં હતાં. સોવિયેટ રશિયામાં સામ્યવાદને લીધે તમામ લોકોને અન્ન, વસ્ત્ર અને રહેઠાણ મળે, પણ કેટલાક વિસ્તારોમાં ઊજળાપણું ન દેખાય. એની પ્રતીતિ આ ઘરો જોઈને અમને થઈ. સોચીમાં કાળા સમુદ્રના કિનારે રેતીનો પટ નથી. ખડકોને અડીને પાણી છે. પાણી સાવ કાળું નહિ પણ કાળાશ પડતા ઘેરા ભૂરા રંગનું હતું. બીજા સમુદ્રનાં પાણીના રંગની અપેક્ષાએ એને બ્લેક સી' કહી શકાય, નહિ તો એને માટે 'ડાર્ક બ્લ્યુ' શબ્દ જ વધુ યોગ્ય ગણાય. પાણી ઊંડું હતું. સમુદ્રમાં કોઈ તરવા પડ્યું નહોતું. એટલે અમારે માટે અજાણ્યા પાણીમાં તરવા પડવામાં સાહસ હતું. અમે માત્ર પાળી પર બેસી પાણીમાં પગ પલાળ્યા. સમય થતાં હોટેલ પર પાછા ફરી ભોજન લઈ અમે સૂઈ ગયા. બીજે દિવસે સવારે ચા-નાસ્તો કરી સૌ પોતપોતાના જૂથમાં ફરવા નીકળી પડ્યા. આસપાસ બહાર લટાર મારી અમે પાછા હોટેલમાં આવ્યા. માઉન્ટ આબુન જવાનું નહોતું એટલે અમારે માત્ર સમય પસાર કરવાનો હતો. અમારા એક અનુભવી મિત્રને બધાની સાથે વાત કરવાનું બહુ ગમે. હોટેલના સ્ટાફના સભ્યોમાંથી જેમને ઈંગ્લિશ ભાષા આવડતી હતી તેમની સાથે વાત કરીને તેમણે પાકું કરી લીધું કે આખુન પર્વત પર કોઈ બસ જતી નથી. ફરવાનાં અન્ય સ્થળોની માહિતી પણ તેમણે મેળવી લીધી. અમે પાંચ મિત્રોએ એક સ્ટોરમાં જવાનું નક્કી કર્યું. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૧ માઉન્ટ આબુન એ માટે કંઈ મોડું વહેલું થતું નહોતું. એટલે ટેક્સી બોલાવવા માટેની વધારાની રકમ આપવા કરતાં કોઈ ટકસી ખાલી થતી હોય તો તે લેવા અને દરવાજા બહાર ઊભા રહ્યા. કેટલીક વાર પછી એક ટેકસી આવી. અમે તેની સાથે નક્કી કરવા ગયા. વાતમાં ને વાતમાં અમે કહ્યું, “અમારે જવાનું હતું તો માઉન્ટ આબુન, પણ ત્યાંનો રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે એટલે અમારું ત્યાં જવાનું બંધ રહ્યું છે.' કોણે કહ્યું કે રસ્તો ખરાબ થઈ ગયો છે ?' ટેકસી ડ્રાઈવરે સામો પ્રશ્ન કર્યો. અમારી ગાઈડ કહ્યું, “વળી હોટેલના સ્ટાફે પણ કહ્યું કે માઉન્ટ આબુન કોઈ બસ જતી નથી. કારણ કે રસ્તો ખરાબ અને જોખમી છે. ‘હા, એ વાત સાચી છે કે રસ્તો જોખમી છે. એ રસ્તે હમણાં બસ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે; પણ ટેકસી ત્યાં જઈ શકે છે.' અમે તરત નિર્ણય લઈ લીધો કે આખુન જવાતું હોય તો જવું જ છે. ટેક્સીના ભાવ ઘણા વધારે લાગ્યા, પણ જવું એટલે જવું. ટેસી ચાલી. કાળા સમુદ્રના કિનારે કિનારે બાંધવામાં આવેલા રસ્તે અમે આગળ વધ્યા. પછી ટેક્સીએ આખુન બાજુ વળાંક લીધો. ચઢાણવાળો રસ્તો ચાલુ થયો. બંને બાજુ લીલાંછમ વૃક્ષો હતાં. ઝાડી ગીચ હતી. વાત કરતાં કરતાં આખુનની બસ સેવા બંધ થઈ જવાનું મૂળ કારણ ટેકસીડ્રાઈવર પાસેથી જાણવા મળ્યું. સાંકડા અને વળાંકોવાળા ઘાટ જેવા આ રસ્તામાં થોડા દિવસ પહેલાં કેટલાક અમેરિકન પ્રવાસીઓ આવેલા. એ વખતે બે બસ એકબીજા સાથે અથડાતાં કોઈક પ્રવાસીને સહેજ વાગી ગયેલું. એણે સોવિયેટ સરકાર પર મોટી રકમનો દાવો માંડ્યો. એવો દાવો સોવિયેટ સરકાર શાની મંજૂર કરે ? પણ એણે આખુનની બસસેવા તરત બંધ કરી દીધી. વળી ટેકસી ડ્રાઈવરે કહ્યું કે રસ્તો ખરાબ છે એટલે એવું નથી કે તૂટી ગયો છે, કે બગડી ગયો છે. રસ્તો જોખમી છે, કારણ કે સાંકડો છે અને પર્વતની ટોચ પર પહોંચતાં ઘણા બધા વળાંકો આવે છે. પણ ગાડી ચલાવવાની દષ્ટિએ ઠેઠ સુધી તે સારો છે. સામસામી બે ટેકસી આવે તો બંનેએ ધીમે પડી જવું પડે. પછી એક ઊભી રહે અને બીજી નીકળી જાય. કોઈ વખત એવું પણ બને કે સામસામે પસાર ન થઈ શકાય તો વાહન થોડું આગળપાછળ કરીને નીકળવું પડે.' અમે આખુન પર્વત પર આવ્યા. રશિયામાં કોકેસસ પર્વતની હારમાળામાં સમુદ્રની સપાટીથી લગભગ અઢી હજાર ફૂટની ઊંચાઈ ધરાવતા આ પર્વતનું ભૂતકાળમાં લશ્કરી દષ્ટિએ ઘણું મહત્ત્વ હશે એમ જણાય છે. પર્વતની ટોચ પર વિશાળ સપાટ જમીનમાં કિલ્લો છે. તેમાં વચ્ચે ઉત્તુંગ ટાવર જેવી કાળા પથ્થરની રચના કરવામાં આવી છે. આસપાસના દેશના લશ્કરી નિરીક્ષણ માટે જ આ Observation Tower બનાવેલો લાગ્યો. એમાં દાખલ થઈ અંદરથી લગભગ દોઢસો જેટલાં પગથિયાં ચડી અમે એની અગાશીમાં પહોંચ્યા. માથે સવારનો તડકો હતો, પણ શીતલ હવાને લીધે તે એટલો Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૨ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન લાગતો નહોતો. એક બાજુ ક્ષિતિજ પર કોકેસસ પર્વતની હારમાળાનાં કેટલાંક શિખરો દેખાતાં હતાં. રશિયા, જ્યોર્જિયા, આર્મેનિયા અને આઝરબૈજાનનાં રાજ્યોને જોડતી આશરે બારસો કિલોમીટર લાંબી આ પર્વતીય હારમાળા યુરોપ અને એશિયાના ખંડોને જુદા પાડે છે. પ્રાચીન કાળમાં કોકેઝિયન જાતિના સફેદ ચામડીવાળા લોકો ક્રમે ક્રમે સમગ્ર યુરોપમાં પ્રસરી ગયા. એ જાતિનું નામ આ પર્વતમાળા સાથે સંકળાયેલું છે. • બીજી બાજુ નજર કરતાં કાળો સમુદ્ર દેખાતો હતો. બારસો કિલોમીટર લાંબા આ બંધિયાર સમુદ્રIિnland Sea)ના કિનારે રૂમાનિયા, બલ્બરિયા, યુક્રેઈન, રશિયા, જ્યોર્જિયા અને તુર્કસ્તાન આવેલાં છે. આ બધા રાજ્યો વચ્ચે સમુદ્રના જળવિસ્તાર ઉપર સરસાઈ મેળવવા માટે ભૂતકાળમાં વખતોવખત નાનાંમોટાં ઘણાં યુદ્ધો ખેલાયાં છે. ઓગણીસમા સૈકામાં, સામસામા કિનારે આવેલાં રશિયા અને તુર્કસ્તાન વચ્ચે તો દરિયામાં નૌકાસેનાઓ વચ્ચે વારંવાર લડાઈઓ થતી રહી અને વીસમી સદીમાં ઠેઠ બીજા વિશ્વયુદ્ધ સુધી તે ચાલ્યા કરી હતી. અનેક સૈનિકોનાં લોહી આ સમુદ્રમાં રેડાયાં છે. આથી જ અપશુકનિયાળ મનાતા આ સમુદ્રનું નામ કાળો સમુદ્ર પડી ગયું હતું. હજુ પણ કોઈ કોઈ વાર નાનાં છમકલાં અને ચાંચિયાગીરીના બનાવો આ સમુદ્રમાં બનતા રહે છે. અગાશીમાંથી ચારે બાજુનું નિરીક્ષણ કર્યા પછી અમને એમ લાગ્યું કે ભૂતકાળમાં વખતોવખત યુદ્ધના રતથી ખરડાયેલી આ ભૂમિની શાંતિ માટે અહીં બેસીને આપણે પ્રાર્થના કરવી જોઈએ.' મૌનપૂર્વક ઊભા ઊભા શાંતિથી મનમાં પ્રાર્થના કર્યા પછી એમ પણ થયું કે શા માટે બેસીને પ્રાર્થના ન કરવી જોઈએ? બૂટ-ચંપલ કાઢી અમે પાંચે જણ નીચે બેસી ગયા. સામાન્ય રીતે અહીં કોઈ પ્રવાસી આવું ન કરે. સૌ કોઈ અહીં અગાશીમાં આવે, ચારેબાજુ ઊભાં ઊભાં, ફરતાં ફરતાં જુએ, ફોટા પાડે અને નીચે ઊતરી જાય. અમે પલાંઠી વાળીને બેઠા. પ્રાર્થનામાં શું બોલીશું ? નક્કી થયું કે નવકારમંત્ર, લઘુ શાંતિ, મોટી શાંતિ, ભક્તામર સ્તોત્ર અને આત્મસિદ્ધિ બોલવાં. અને છેલ્લે દુ:ખક્ષય માટે ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરવો. અમે એક પછી એક સ્તોત્ર બુલંદ કંઠે બોલવા લાગ્યા. કોઈ અપૂર્વ ઉલ્લાસ અનુભવાતો હતો. થોડી વારમાં કેટલાક પ્રવાસીઓ આવ્યા. વાતો કરતાં કરતાં અને પગરખાંના અવાજ સાથે તેઓ અગાશીમાં દાખલ થયા. ત્યાં અમને જોતાં જ તેઓ શાંત થઈ ગયા. તેઓને માટે અમારી પ્રાર્થનાનું દશ્ય અસામાન્ય હતું. કેટલાક કુતૂહલથી પાસે આવીને ઊભા રહ્યા. કેટલાકે પોતાની પાછળ આવી રહેલા બીજા પ્રવાસીઓને શાંત રહેવા નાકે તર્જની અડાડી ભલામણ કરી. કોઈક તો અમારી બાજુમાં આવીને શાંતિથી બેસી ગયા અને બે હાથ જોડી સાંભળવા લાગ્યા. એક ભાવસભર દશ્ય બની ગયું. ભક્તામર સ્તોત્ર અને આત્મસિદ્ધિ જેવી દીર્ઘ કૃતિઓને કારણે અમારી પ્રાર્થના ઠીક ઠીક સમય ચાલીછેવટે ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરી અમે ઊભા થયા. Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૩ માઉન્ટ આબુન કોઈક પ્રવાસીઓએ જિજ્ઞાસાથી પૂછયું કે “અમે શું ગાતા હતા અને શા માટે?' અમે કહ્યું “Prayer for World Peace. અમારા ઉત્તરથી તેઓ પ્રભાવિત અને રાજી થયા. પગરખાં પહેરી, ફરી એક વાર ચારે બાજુનાં દશ્યોનું અવલોકન કરી અમે નીચે ઊતર્યા. ટેક્સીમાં બેસી હોટેલ પર આવી ગયા. ઠીક ઠીક મોડું થઈ ગયું હતું, થાક્યા હતા અને ભૂખ પણ લાગી હતી. લંચ લઈને અમે લોબીમાં આવીને બેઠા. સાંજે આસપાસ ફરવા ક્યાં જવું તેનો વિચાર કરતા હતા એવામાં એક વડીલ મિત્રદંપતી ત્યાં આવ્યું. મિત્રે મને પ્રશ્ન કર્યો, ‘રમણભાઈ, સવારે કેમ તમે બધા દેખાયા નહિ ?' અમે માઉન્ટ આબુન ગયા હતા.' મજાક ન કરો, માઉન્ટ આખુન તો બંધ છે. રસ્તો ખરાબ છે.' 'ના, રસ્તો ખરાબ નથી, બહુ સાંકડો છે. ટેકસી જઈ શકે છે. અમે ટેકસીમાં જઈ આવ્યા.' ખરેખર ? તો અમને કહેવું હતું ને ? અમે પણ સાથે આવત !' અમને શી ખબર કે તમારે આવવું હશે ? અમે તો નક્કી થયું કે તરત ઊપડ્યા.' ‘તમારી વાત સાંભળી અમને બહુ અફસોસ થાય છે. સોચી આવ્યા પણ આખુન ન જોયું. શું લીધું ટેકસીવાળાએ ?' “સો ડૉલર લીધા.' એ તો બહુ કહેવાય !' ‘જોવું હોય તો એટલા આપવા પડે. એક તો અહીં ટેકસી મળે નહિ. હોટેલ દ્વારા ફોન કરીને ટેક્સી બોલાવીએ તો પાંચ-દસ કિલોમીટર દૂરથી આવે તેના આવવાજવાના વધારાના મોંમાગ્યા ડૉલર આપવા પડે. કોઈની ખાલી થતી ટેકસી હોય તો સસ્તી પડે. અને તરત કામ થાય. અમે એવી એક ટેકસીવાળાને પૂછયું અને એણે કહ્યું કે આખુન જઈ શકાય છે એટલે અમે તરત બેસી જ ગયા. અને જોઈ આવ્યા.” કેવું છે ?' બહુ સરસ છે, જવા જેવું છે. અમારા માટે તો એક યાદગાર અનુભવ થઈ ગયો.” હવે જઈ શકાય ?' ‘હા, જરૂર ! હજુ ઘણા કલાક છે !' ‘જોઈએ, કોઈ આવતું હોય તો અમારે પણ જવું છે.' મિત્રદંપતીની વિદાય લઈ અમે રૂમમાં આવી આરામ કરવા આડા પડ્યા. થોડી વાર પછી રૂમના દરવાજા પર ટકોરા પડ્યા. મિત્રપતિપત્ની આવ્યાં હતાં. તેમણે કે ‘રમણભાઈ, અમે આખુન માટે ટેકસીવાળા સાથે નક્કી કર્યું, પણ અમારી સાથે આ તૈયાર થયેલા ત્રણે જણ હવે ના પાડે છે.' Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન 'તો તો તમને ટેકસી મોંઘી પડે.' મોંઘીનો સવાલ નથી. ટેકસીના બધા પૈસા અમે ચૂકવીશું.” તો તો બીજા કોઈ પણ પ્રવાસી આવવા તૈયાર થશે. ત્રણ જણને લાભ મળશે.' પણ હવે કોઈ આવવા તૈયાર નથી. ઘણાખરા બહાર ગયા છે. જે છે તેઓને પૂછી જોયું પણ કોઈ તૈયાર થતું નથી.' તો તમે બે એકલા જઈ આવો.' ‘પણ તમે આવો ખરા ?' હું તો સવારે જઈ આવ્યો છું. થાકયો પણ છું.' ‘તમે સાથે આવો તો અમને ગમશે. અમને એકલાં અયું લાગે છે. પાછા ફરતાં રાત પડી જાય, અજાણ્યો મુલક છે. વળી અહીંના ટેકસીવાળાને તો તમે જાણો છો.' એમ ગભરાશો નહિ. હું ખાતરી આપું છું કે કંઈ મુશ્કેલી નડશે નહિ. દિલગીર છું કે હું પોતે આવી શકું તેમ નથી. વળી કલાક પછી અમે બધા મિત્રો બહાર ફરવા જવાના છીએ.' નિરાશ વદને તેઓ ચાલવા લાગ્યાં. મિત્ર પોતાની પત્નીને કહેતા હતા તે મેં સાંભળ્યું, “તો પછી આપણે ટેકસીવાળાને ના કહી દઈએ. આપણે એકલાં તો નથી જ જવું.' તેઓ લિફટમાં નીચે ઊતર્યા હશે એટલી વારમાં મેં મારો વિચાર બદલ્યો. મારા ન જવાથી તેઓનું અટકતું હોય તો મારે મિત્રધર્મ તરીકે જવું જ જોઈએ. જેમતેમ તૈયાર થઈ હું તરત દોડ્યો. તેઓ હોટેલની બહાર જઈને જે ટેકસી ઊભી હતી તેને ના કહી રહ્યાં હતાં. મેં બૂમ પાડી કહ્યું, “ઊભા રહો, ટેકસી જવા ન દેશો. હું આવું છું.' હું ટેકસી પાસે પહોંચ્યો. તેઓ બોલ્યાં, “સાચે જ આવો છો ?' હા, હું આવું છું માઉન્ટ આબુન, બીજી વાર સાંજે પણ એ કેવું લાગે છે તે જોવું જોઈએ ને !' તેઓના ચહેરા પર આનંદ પ્રસરી રહ્યો. ટેકસીમાં બેસી અમે ઊપડ્યાં. સાંજના ચારેક વાગવા આવ્યા હતા. અમે પહોંચ્યાં. ખાસ કોઈ પ્રવાસીઓ અત્યારે નહોતા. ટાવરમાં ઉપર અમે ચડી ગયાં. અગાશીમાં પહોંચી ચારે બાજુનું દશ્ય નિહાળ્યું. હવે સૂર્ય પશ્ચિમ દિશામાં કાળા સમુદ્ર બાજુ ઢળવા લાગ્યો હતો. સવાર કરતાં સાંજનું દશ્ય નિરાળું અને વધુ રમણીય લાગતું હતું. હવા પણ શીતળ હતી. મારો થાક ઊતરી ગયો હતો. મિત્રદંપતીએ પણ આખુન જોઈને ધન્યતા અનુભવી. સમય થોડો હતો એટલે અમે નીચે ઊતરી ગયાં. ટેકસીમાં બેસી, ઘાટ ઊતરી કાળા સમુદ્રને કિનારે કિનારે થઈ પાછા હોટેલ પર આવી પહોંચ્યાં. હું મનોમન બોલ્યો, ‘એક જ દિવસમાં માઉન્ટ આખુનની બે વાર સ્પર્શના મારે કરવાની હશે! નહિ તો આવું બને નહિ.' Page #72 -------------------------------------------------------------------------- ________________ પપ માઉન્ટ આબુન માઉન્ટ આબુન જવાની શક્યતા નથી એવું જાહેર થયા પછી અમારામાંના જે પ્રવાસીઓ સવારમાં બજારમાં ફરવા અને ખરીદી કરવા નીકળી પડ્યા હતા તેઓ જ્યારે સાંજે આવ્યા અને કોઈકે તેમને કહ્યું કે માઉન્ટ આબુન જઈ શકાય છે અને ડૉ. શાહ તો બે વખત જઈ આવ્યા ત્યારે તેઓએ એ વાતને મજાક ગણી હસી કાઢી, પણ વાત સાચી છે એમ પછી જ્યારે જાણ્યું ત્યારે એમના અફસોસનો પાર રહ્યો નહિ. બીજે દિવસે સવારે સોચી છોડતી વખતે કાળા સમુદ્રના કિનારે કિનારે જ્યારે અમારી બસ ચાલતી હતી ત્યારે નરસિંહ મહેતાની પંક્તિઓ મારા કાનમાં ગુંજ્યા કરતી હતી : જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું..” Page #73 -------------------------------------------------------------------------- ________________ ઉલૂ ૧૯૭ના ડિસેમ્બરમાં ફિજીના પ્રવાસે હું ગયો ત્યારે એના પાટનગર સુવામાં ત્યાંના ઝવેરાતના વેપારી શ્રી કાનજીભાઈ જેગિયાને ત્યાં, મારા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ મહેતાની ભલામણથી રહ્યો હતો. એક દિવસ કાનજીભાઈએ મારે માટે ઉલુલુ ટાપુ પાસે સમુદ્રમાં પરવાળાં (Coral Reef) જોવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કામકાજનો ચાલુ દિવસ હોવાથી દુકાન છોડીને કાનજીભાઈ સાથે આવી શકે એમ નહોતા, પણ બોટ પર મૂકવા અને લેવા તેઓ આવવાના હતા. નક્કી થતાં બીજે દિવસે સવારે અમે સમુદ્રકિનારે ડૉક પર વેળાસર પહોંચી ગયા. ઉલ્લૂ જવા માટે ત્રણ જુદી જુદી કંપનીની સ્ટીમ-લોંચ ઊપડતી હતી. દરેક સ્ટીમલોંચના કર્મચારીઓ પોતપોતાના દરવાજા પાસે ઊભા ઊભા પ્રવાસીઓને પોતાની કંપનીમાં જોડાવા માટે જોરજોરથી અનુરોધ કરી રહ્યા હતા. કાનજીભાઈની ભલામણથી એક લાંચની ટિકિટ મેં લીધી. બે ફિજિયન યુવકો આવી જાહેરાત કરવા સાથે ટિકિટ આપવાનું કામ પણ કરતા હતા. અને બે ફિજિયન યુવતીઓ સહેલાણીઓને લોંચમાં લઈ જઈ બેસાડવાનું કામ કરતી હતી. લોંચમાં દાખલ થઈ હું મારી જગ્યાએ બેઠો. સમય થયો એટલે કંપનીનો યુનિફોર્મ પહેરેલા એ ચારે કર્મચારીઓ લોંચમાં આવ્યા. તેઓએ લોંચમાં દાખલ થવા માટેની પગથિયાંની નાની સીડી ઊંચકીને અંદર ખેંચી લીધી. લંગર ઉપાડ્યું. ત્યારપછી લૉચના કમાનને તેઓ મદદ કરવા લાગ્યા. હૉર્ન વાગ્યું અને લોંચ ઊપડી. અમે લગભગ પચીસેક પ્રવાસીઓ હતા. બીજા બધા જ પ્રવાસીઓ અમેરિકન કે ઑસ્ટ્રેલિયન હતા. ભારતીય પ્રવાસી તરીકે ફક્ત હું એકલો જ હતો. આકાશ સ્વચ્છ હતું. સમુદ્રના નીલા રંગનાં પાણી શાંત હતાં. હવા ચિત્તને પ્રસન્નતાથી ભરી દે એવી હતી. લોંચ આગળ વધતાં સુવાના કિનારાની હરિયાળી વનરાજિ દૂર દૂર ખસતી હતી. વાતાવરણ ઉત્સાહક હતું. દૂરના એક ફિજિયન કર્મચારીએ ગાઈડ તરીકે માઈક ઉપર સૌનું સ્વાગત કર્યું અને ફિજીનો પરિચય આપવો શરૂ કર્યો. - પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં, દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ત્રણસોથી વધુ ટાપુઓમાં ફિજીનું રાષ્ટ્ર પથરાયેલું છે. ઑસ્ટ્રેલિયાની અગ્નિ દિશામાં, ૧૯૬૦ માઈલ દૂર આવેલા આ રાષ્ટ્રનું એટલા માટે સત્તાવાર નામ ફિજી આઈલેન્ડ્રસ' (Fiji Islands) છે, પરંતુ ૫૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૭. ઉલ લોકોમાં તે ફક્ત ફિજી' તરીકે જ જાણીતું છે. આ ત્રણસો ટાપુઓમાં મુખ્ય બે મોટા ટાપુઓ છે. એકનું નામ છે વિતી લેવું અને બીજાનું નામ છે વનવા લેવું. ‘લેવુ' એટલે બહુ. વિતી’ એટલે ડુંગરો અને ‘વનવા' એટલે સપાટ મેદાનો. 'વિતી લેવુ' એટલે જ્યાં પહાડો વધારે છે એવો ટાપુ. ફિજીનાં મુખ્ય શહેરો સુવા, નાંદી, લટૌકા, બા, સિગાટોક વગેરે વિતી લેવુમાં આવેલા છે. આ ટાપુમાં વચ્ચે પર્વતો છે અને ચારે બાજુ ફરતે દરિયાકિનારે સપાટ જગ્યા છે. અંગ્રેજોએ પોતાના શાસનકાળ દરમિયાન પોતાનાં સંસ્થાનોમાં ઘણે ઠેકાણે સ્થળોનાં નામ પોતાને ઉચ્ચારતાં ફાવે એવી રીતે બદલાવ્યાં. એ રીતે વિતીને તેઓ ફિજી' તરીકે ઓળખવા લાગ્યા અને એ જ નામ આજ દિવસ સુધી રૂઢ થયેલું છે. જાપાન ઉત્તર ગોળાર્ધમાં પૂર્વ દિશામાં છેડે આવેલો દેશ છે. એટલે આપણે જાપાનને ઊગતા સૂર્યના દેશ તરીકે ઓળખીએ છીએ. (જાપાનનો રાષ્ટ્રધ્વજ પણ એનું જ પ્રતીક છે). પરંતુ સમયની સાપેક્ષ દષ્ટિએ કહેવું હોય તો કહી શકાય કે જાપાનમાં સૂર્યોદય થાય છે તેની પહેલાં દક્ષિણ ગોળાર્ધમાં ફિજીમાં સૂર્યોદય થાય છે, કારણ કે ફિજી ૧૮૦° રેખાંશ પર આવેલું છે. આંતરરાષ્ટ્રીય સમયરેખા (InternationalDate Line) બરાબર ફિજીની પૂર્વ બાજુમાંથી પસાર થાય છે. ફિજીનો પરિચય અપાયો ત્યાર પછી થોડી વારમાં તો સંગીતના સૂર ચાલુ થયા. બે ફિજિયન યુવક અને બે યુવતી પોતાના અસલ ફિજી પોશાકમાં સજ્જ થઈને બધાંની વચ્ચે આવ્યાં. ફિજિયન લોકો ખાસ પ્રસંગે પોતાનો જે ફિજિયન ઢબનો પોશાક પહેરે છે તેમાં પુરુષોનો પોશાક ધ્યાન ખેંચે એવો હોય છે. તેઓ શર્ટ, કોટ અને ટાઈ પહેરે છે. પરંતુ પેન્ટને બદલે કમરે ત્રિકોણ આકારનું ઝાલરવાળું વસ્ત્ર લપેટે છે. ઘૂંટણથી નીચે તેઓના પગ ઉઘાડા રહે છે. તેમના કમરના વસ્ત્રનો ત્રિકોણ આકારનો છેડો આગળ બે ઘૂંટણની વચ્ચે લટકતો રહે છે. સ્કૉટલૅન્ડના સ્કોટિશ લોકો ખાસ પ્રસંગે પેન્ટને બદલે ‘કિલ્ટ' (Kit) પહેરે છે તેવી રીતે ફિજિયન લોકો પણ કિલ્ટને મળતું આવે એવું વિશિષ્ટ પ્રકારનું અને માપનું રંગબેરંગી ડિઝાઈનવાળું વસ્ત્ર પહેરે છે. ફિજિયન યુવક-યુવતીઓએ પોતાના ચહેરા પર મહોરાં પહેરેલાં હતાં. હાથે પાઉડર અને રંગના કલાત્મક લપેડા કર્યા હતા. એમાં બંને યુવકોએ ખભે ગિટાર અને ડ્રમ લટકાવ્યાં હતાં. બંને યુવતીઓ નૃત્ય કરતી હતી. ચારે બુલંદ સ્વરે ગાતાં હતાં. સાથે ગિટાર અને ડ્રમ પણ જોરશોરથી વાગતાં હતાં. કોઈ વ્યવસાયી કલાકાર હોય તેવાં તેઓ લાગ્યાં. આધુનિક પાશ્ચાત્ય ઢબનાં ઝમકભર્યા ગીતો ગવાતાં હતાં. તેઓએ કેટલાક ફિજિયન લોકગીતો પણ ગાયાં. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસીઓ હોવાથી ત્યાંનાં મશહૂર થયેલાં ગીતો ગાયાં. પછી જણાવ્યું કે ભારતથી આવેલા આપણા માનવંતા મહેમાન માટે મશહૂર ભારતીય ફિલ્મી ગીતો પણ અમે ગાઈશું. એમ કહીને “આવારા Page #75 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન ...' અને એવાં બીજાં ગીતો તેઓએ ગાયાં. આમ એક કલાક સુધી અમે લોંચમાં મધુર નાદ દ્વારા કર્મોત્સવ અને બહાર જલધિજલના તરંગો અને આસપાસના ટાપુઓની હરિયાળીનાં દશ્યો દ્વારા નયનોત્સવ એમ સાથે સાથે માણ્યાં. સંગીત પૂરું થયું એટલે અમને ચા-નાસ્તો આપવામાં આવ્યો. ચારે ગાઈડ બેરરની ટોપી અને એપ્રન પહેરીને અમારા સૌની પાસે આવીને કોને ચા કે કોફી, ટોસ્ટ બટર, બિસ્કિટ વગેરે જોઈએ છે તે પ્રમાણે તૈયારી કરીને આપવા લાગ્યાં. કોઈકના પૂછવાથી ખબર પડી કે મહોરાં પહેરી ગાન-નૃત્ય કરનાર કલાકારો તે અમારા આ ગાઈડ યુવકો અને યુવતીઓ જ હતાં. હવે તે બટલરના સ્વરૂપે હતાં. તેમની સરસ કામગીરીની અમે પ્રશંસા કરી. ફિજિયન લોકો મોટા, પહોળા અને ભરાવદાર ચહેરાવાળા છે. શરીરે તેઓ ઊંચા અને કદાવર છે. ઘણાખરા પહોળા પગલે ચાલે છે. તેમના માથાના વાળ સાવ ટૂંકા અને વાંકડિયા હોય છે. આથી પ્રથમ દષ્ટિએ કોઈને એમ લાગે કે તેઓ આફ્રિકન હશે ! પરંતુ ફિજિયન લોકો આફ્રિકન જેવા અને જેટલા શ્યામ રંગના નથી. ફિજિયન લોકો ઘેરા ઘઉવર્ણા છે. તેમની ચામડી ભારતીય લોકો જેવી છે. ઘણાના વાળ કાળાને બદલે સહેજ રતાશ પડતા ભૂખરા છે. એવા વાળ અને ચહેરાની આકૃતિ ઉપરથી તેઓ ભારતીય લોકો કરતાં જુદા તરી આવે છે. ઈતિહાસ એમ કહે છે કે બસો વર્ષ પહેલાં યુરોપથી એશિયાની શોધસફરે નીકળેલા દરિયાખેડુઓ પોતાની સાથે જે આફ્રિકન ગુલામોને લઈ આવેલા, તેમાંના કેટલાકને મજૂરી કરાવવા માટે આ ટાપુઓમાં વસાવવામાં આવેલા, તેઓના આ વંશજો છે. એટલે તેમની મુખાકૃતિ આફ્રિકન લોકોને મળતી આવે છે. પરંતુ તેમની ચામડીના રંગની કાળાશ ધીમેધીમે ઓછી થઈ ગઈ છે. ફિજિયન લોકો સ્વભાવે મળતાવડા અને આનંદ છે. ખાવું-પીવું તથા ગાવું-નાચવું એ એમની પ્રિય પ્રવૃત્તિ છે. તેઓ ખડતલ અને મહેનતુ છે, પણ સ્વભાવે મોજીલા છે. કેટલાય ફિજિયો ભારતીય લોકોને ત્યાં નોકરી કરે છે. તેઓ ફિજીની છાંટવાળી હિંદી ભાષા સારી રીતે બોલી શકે છે. ફિજીના સ્થાનિક આનુવંશિક લોકો ફિજિયન છે. પરંતુ તેઓ લઘુમતીમાં છે. બહુમતીમાં ભારતીય લોકો છે. અહીં શેરડીનાં ખેતરોમાં મજૂરી કરવા માટે ભારતથી અભણ ગરીબ બિહારી લોકોને અને ગુજરાતી લોકોને અંગ્રેજો લઈ આવ્યા. પાછળથી દક્ષિણ ભારતના કેટલાક લોકો પણ આવીને વસ્યા. ગુજરાતી લોકો મુંબઈના બંદરે થઈ સ્ટીમરમાં બેસીને અહીં આવ્યા હતા એટલે બિહારી લોકો ગુજરાતીઓને બમ્બઈયા' તરીકે આજ દિવસ સુધી ઓળખતા આવ્યા છે. ફિજીમાં ઘણાખરા ફિજિયન લોકો નાના નાના ટાપુઓમાં રહે છે. એવા ટાપુઓમાં વસતા ફિજિયનો ગરીબ અને અલ્પશિક્ષિત છે. આથી અહીં તેઓને માટે ગામડિયાના પર્યાય જેવો શબ્દ Islander (ટાપુવાસી) વપરાય છે. ભારતીય લોકો ફિજિયન લોકો માટે “કાઈતીકી' શબ્દ પ્રયોજે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉલ ૫૯ લગભગ અગિયાર વાગે અમારી લોંચ પહોંચી નુકુમારુરિકો નામના ટાપુના કિનારે. અહીં એક કલાકનો અમને સમય આપવામાં આવ્યો. પણ ટાપુ ખૂબ નાનો હતો અને બજાર કે બગીચા જેવું કશું જ નહોતું. એટલે એક કલાક અહીં કરીશું શું એવો પ્રશ્ન ઘણાને થયો. અમારા ગાઇડે કહ્યું, “આ ટાપુના સમુદ્રમાં ખાસ કરવા માટે લોકો આવે છે. અડધા માઈલ કરતાં પણ ઓછો લાંબો અને એથી પણ ઓછો પહોળો એવો આ ટાપુ નૈસર્ગિક દષ્ટિએ ગમી જાય એવો છે. ટાપુ ઉપર આપણે ગમે ત્યાં ઊભા હોઈએ, ત્યાંથી ચારે બાજુનો સમુદ્ર દેખાય. આ ટાપુની ખાસિયત એ છે કે એક બાજુ ઊંડો સમુદ્ર છે જ્યાં બોટ ઊભી રહે છે અને બીજી બાજુ તદ્દન છીછરો સમુદ્ર છે. હજારેક ફૂટ લાંબા સમુદ્રતટમાં રેતી ક્ષેત, સુંવાળી, સ્વચ્છ અને ગમી જાય એવી હતી. એટલે જ આ રેતીને Happy Sands કહે છે. સમુદ્રનું પાણી પણ એટલું જ નિર્મળ અને છાતીથી વધારે ઊંડું નહિ. તરતાં ન આવડતું હોય તો પણ નાહવા પડી શકાય. અમારા ગાઈડ યુવક-યુવતી સ્વિમિંગ કૉમ્યુમ પહેરી તરવા પડ્યાં. અમારામાંથી પણ કેટલાક તરવા પડ્યા. કૉટ્યૂમ ન લાવ્યા હોય તે પાસેના રેસ્ટોરાંમાં ભાડે મળતું હતું. કેટલાકની પાણીમાં પડવાની ઈચ્છા નહોતી, પણ ડૂબવાની બીક વિનાના છીછરા પાણીની સ્ફટિક જેવી નિર્મળતાનું આકર્ષણ એટલું બધું હતું કે એક પછી એક એમ વધતાં વધતાં છેવટે બધાએ પાણીમાં ડૂબકી મારી સ્નાન કરી તાઝગી અને પ્રફુલ્લિતતા અનુભવી. માથે કોમળ તડકો હતો. અને પાણી હૂંફાળું હતું. એટલે પડ્યા પછી કોઈને નીકળવાનું મન થતું નહોતું. આવા નાનકડા ટાપુમાં એક કલાક કરીશું શું એવો પ્રશ્ન કરનારને હવે કલાક ઓછો લાગવા માંડ્યો. સમય થયો એટલે સ્નાનથી પરવારી અમે સૌ સજજ થઈ લોંચમાં બેસી ગયા. લોંચ ઊપડી. ગાઈડે મજાકમાં કહ્યું, ‘તમને સમુદ્રમાં સ્નાન એટલા માટે કરાવ્યું કે જેથી ભૂખ બરાબર લાગે. હવે આપણે લંચ માટે સમુદ્રકિનારાની એક પંચતારક હોટેલમાં જઈશું. હોટેલનું નામ છે ટ્રેડ વિંગ્સ' (Trade winds). અડધા કલાકમાં અમારી લોંચ હોટેલના પાછલા દરવાજે આવીને અડીને ઊભી રહી. નાંદી શહેરથી સુવાના ધોરી માર્ગ ઉપર સમુદ્રકિનારે આ હોટેલ એવી રીતે બાંધવામાં આવી છે કે એના આગળના ભાગમાં એના ઉદ્યાનનું પ્રવેશદ્વાર મુખ્ય રસ્તા પર પડે. તથા હોટેલનો પાછળનો ભાગ એવી રીતે બાંધવામાં આવ્યો છે કે તે પાણી ઉપર થોડો બહાર નીકળે. બાલ્કની કે વરંડામાં બેઠાં હોઈએ તો નીચે પાણી દેખાય, જાણે કોઈ જહાજમાં ન બેઠાં હોઈએ ! હોટેલમાં જ ડૉકની વ્યવસ્થા રાખવામાં આવી છે. બોટ કે સ્ટીમર સીધી હોટેલને અડીને ઊભી રહી શકે. એથી પ્રવાસીઓને સમુદ્રની સહેલગાહ કરવાનું કુદરતી રીતે જ મન થાય. એ માટે સંખ્યાબંધ નાનીમોટી યાંત્રિક હોડીઓની સગવડ રાખવામાં આવી હતી. લાકડાંની વિવિધ સુશોભિત ચીજવસ્તુઓ, તથા લાકડાંનાં છત Page #77 -------------------------------------------------------------------------- ________________ to પાસપૉર્ટની પાંખે ઉત્તરાલેખન અને ફ્લોરિંગથી બહુ જ આકર્ષક લાગતી એવી આ હોટેલમાં સમુદ્રની બાજુએ બેઠાં હોઈએ તો નીચે સ્વચ્છ પાણીમાં રંગબેરંગી માછલીઓ તરતી દેખાય. રોજ કેટલાય લોકો માછલીને ખવડાવતા હોવાથી માછલીઓ પણ એટલામાં જ ઘૂમ્યા કરતી દેખાય. અહીં સમય કેવી રીતે પસાર કરવો એની કોઈ ચિંતા જ નહિ. હોટેલમાં લંચ લઈ અને લૉંચમાં બેસી ઊપડ્યા ઉલૂલૂ ટાપુ તરફ. ઉલૂલૂમાં અમારે ટાપુ પર ઊતરવાનું નહોતું, પરંતુ ટાપુ આવે તે પહેલાં સમુદ્રના નિર્મળ જળમાં પરવાળાં(Corals)નું નિરીક્ષણ કરવાનું હતું. અમે ટાપુ નજીક આવ્યા. અમારી બોટ ધીમી પડી. સૂચના મળતાં અમે બોટમાં તળિયે રાખવામાં આવેલા પારદર્શક કાચ પાસે પહોંચી ગયા. પરવાળાં જોવા માટે બોટમાં ચાર જગ્યાએ તળિયામાં મોટા લંબચોરસ પારદર્શક કાચ જડવામાં આવ્યા હતા. દરેક કાચની આસપાસ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમે બધા પ્રવાસીઓ જુદા જુદા કાચની આસપાસ ગોઠવાયા. ઉલૂલૂ ટાપુ પાસેનું સમુદ્રનું પાણી અત્યંત સ્વચ્છ હતું. સૂર્યના પ્રકાશમાં તેમાં વધુ ઊંડે સુધી જોઈ શકાતું હતું. કાચના તળિયેના પાણીમાં ફરતી નાનીમોટી વિવિધ આકારની અને પ્રકારની રંગબેરંગી માછલીઓ તરતી-ફરતી દેખાવા લાગી. નીચે જુદા જુદા આકારનાં પરવાળાં પણ દેખાયાં. મેં અગાઉ બેોટા (શ્રીલંકા), મલિન્દી (કેનિયા), પત્તયા (થાઇલૅન્ડ), મોરિશિયસ વગેરેના સમુદ્રમાં Glass-bottom Boatમાંથી આવાં દૃશ્યો નિહાળ્યાં હતાં. પરંતુ જેઓ પહેલી વાર આવું દૃશ્ય જુએ તે તો અવશ્ય આશ્ચર્યચકિત થયા વિના રહે નહિ. કાચમાંથી માછલીઓ અને પરવાળાં જોયા પછી અમને બધાંને સ્ટીમરના ઉપરના ખુલ્લા ડેકમાં લઈ જવામાં આવ્યા ત્યાં અમે ખુરશીઓમાં ગોઠવાયા. દરમિયાન સમુદ્રના પાણીમાંથી ત્રણ વ્યક્તિ હાથમાં પરવાળાં લઈને સ્ટીમરમાં ચડી. તેઓએ મોઢે– માથે ઑક્સિજન માસ્ક પહેરેલો હતો. અને શરીરે પગનાં તળિયાં સુધીનો ડૂબકીમારનો ડાઇવર્સ (Diver's) સૂટ પહેરેલો હતો. તેઓ સ્થાનિક વ્યવસાયી ડાઇવર્સ હોય એમ લાગ્યું. કાચમાંથી માત્ર તેમની બે આંખો દેખાતી. પરવાળાં ડેક પર મૂકીને ફરી તેઓએ પાણીમાં ડૂબકી લગાવી. પાછા થોડી વારે બીજાં પરવાળાં લઈ આવ્યા. ગાઇડ યુવતીએ અમને સમજાવ્યું કે પરવાળાં (પ્રવાલ) એ પણ એક પ્રકારના જીવોનું કલેવર છે. એના જુદા જુદા આકાર પ્રમાણે એની જુદી જુદી જાતિ ગણવામાં આવે છે. અમને સાબરના શિંગડા જેવા (Stad horn Corals), દાંત-દાઢ જેવા (Tooth Corals), મશરૂમ જેવા (Mushroom Corals), તકિયા જેવા (Cushion Corals), કાકડી જેવા (Cucumber Corals), ભીંડા જેવા (Green Finger Corals), પીંછાં જેવા (Fern Corals), નમસ્કાર કરતા હોય એવી આકૃતિવાળા (Greeting Corals) એમ જુદી જુદી જાતનાં પરવાળાંને ઘર, દુકાન વગેરેમાં કેવી કલાત્મક રીતે ગોઠવી શકાય Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉલ તે પણ વિવિધ રીતે ગોઠવીને બતાવ્યું. શોખીનને રસ પડે એવો આ વિષય હતો. એવી કલાત્મક ગોઠવણીના કેટલાકે ફોટો પાડી લીધા. જ્યાં તડકો પડતો હોય એવા ઉષ્ણ કે સમશીતોષ્ણ પ્રદેશમાં આવેલા કેટલાક સમુદ્રના છીછરા પાણીમાં પરવાળાનાં જીવડાં જેમ મરતાં જાય તેમ તેમના શરીરમાં રહેલા કૅલ્શિયમનો ઢગલો થતો જાય છે. એના ખડક બંધાય છે. આવા (CoralReef)ના કેટલાંક પરવાળાંની અંદર ઝીણી ઝીણી માછલીઓ હોય છે. અને એવી માછલીઓ પણ પરવાળાંની રચના કરે છે. તે બતાવતાં ગાઇડ યુવતીએ પાસે રાખેલા પાણી ભરેલા વાસણમાં ત્રણેક મોટા પરવાળાંના ટુકડા કર્યા તો અંદરથી આંગળીના વેઢા કરતાં નાની માછલીઓ નીકળી અને પાણીમાં તરવા લાગી. દરમિયાન ડાઇવર્સ બે મોટી બાલદી ભરીને દરિયાનું પાણી લઈ આવ્યા. એમાં જાતજાતની રંગબેરંગી નાની નાની માછલીઓ હતી. કેટલાક શોખીનો ઘરમાં નાનું કાચના કબાટ જેવું એક્વેરિયમ રાખે છે. એમાં આવી કેટલીક જાતની માછલીઓ રાખવામાં આવે છે. ગાઇડે એક નાની પાંચ પૂંછડિયા જેવી માછલી બતાવી. એ Star Fish કહેવાય છે. તે બહુ મજબૂત હોય છે. તેની એકાદ પૂંછડી કપાઈ જાય તો તે મરતી નથી. પણ તે પૂંછડી પાછી વધવા લાગે છે અને આખી થઈ જાય છે. કેટલાક પરવાળાં તડકામાં સૂકવવા માટે મૂકવામાં આવ્યાં. તડકાની અસરથી લીલા રંગનાં પરવાળાં જાંબલી રંગનાં થવા લાગ્યાં. ગાઇડે સમજાવ્યું કે આ રીતે પરવાળાં થોડા દિવસ તડકામાં સૂકવવામાં આવે તો તેનો રંગ બદલાય છે, તે નક્કર થતાં જાય છે અને વધુ સુશોભિત આકૃતિ ધારણ કરે છે. વળી તે બહુ મોઘા ભાવે વેચાય છે. કેટલાંકમાંથી મંગળના નંગ બનાવાય છે. પરવાળાંનો વ્યવસાય કરનાર અનુભવી લોકો આ ભીનાં પરવાળાંને રોજ કેટલા પ્રમાણમાં તડકો આપીને, કેવી રીતે આકર્ષક અને કલાત્મક બનાવવાં એની ખૂબી જાણતા હોય છે. પછી એણે કહ્યું, ‘આ બધાં લીલાં ભીનાં પરભાળાં જેમને જોઈએ તે મફત લઈ જઈ શકે છે. ઘરે જઈને તરત સૂકવી દેવાં જોઈએ.' આટલું કહેતાંમાં તો પરવાળાં લેવા માટે પડાપડી થવા લાગી. અમારી દોટ જોઈને ગાઇડ પણ હસી પડી. બધા પોતાના સ્થાને બેઠા તે પછી ગાઇડે કહ્યું, ‘એટલું ધ્યાનમાં રાખજો કે આ પરવાળાં બહુ ગંધાય છે. થોડી વાર પછી તમારા હાથ સૂંઘી જોજો. ઘરમાં પણ એ ગંધાશે. સુકાયા પછી નહિ ગંધાય.’ ગાઇડની વાત સાચી હતી. પરવાળાં હાથમાં લેતાં જ હાથ ચીકણા થઈ ગયા અને વળી ગંધાવા લાગ્યા. એક પછી એક એમ ઘણાખરાએ પરવાળાં પાછાં મૂકી દીધાં. કેટલાકે પડીકામાં બાંધી લીધાં; પણ પડીકામાં વધુ વખત રહેશે તો વધુ ગંધાશે અને પછી સરખો રંગ કે આકાર ધારણ નહિ કરે એ માટે ધ્યાન રાખવાની સૂચના ગાઇડે આપી. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન વધેલાં પરવાળાં અને બાલદીમાં રાખેલી માછલીઓ સમુદ્રના પાણીમાં પાછાં પધરાવી દેવામાં આવ્યાં, પરવાળાં જોવાનો કાર્યક્રમ પૂરો થયો. ત્રણે ડૂબકીમારુ-ડાઈવર પાણીમાંથી બહાર આવી બોટમાં ચડી ગયા. તેમણે ડાઈવરનો સૂટ ઉતાર્યો ત્યારે જ અમને ખબર પડી કે તેઓ કોઈ ધંધાદારી ડૂબકીમારુ નહોતા, પણ ટૂરના જ બે યુવક અને એક યુવતી હતાં. ઉલ્લૂથી અમારી બોટ હવે સુવા તરફ પાછી ફરવા લાગી. સાંજનો સમય થયો હતો. પવન નીકળ્યો હતો. સમુદ્રના તરંગોથી વાતાવરણ આહલાદક બની ગયું હતું. એને વધુ આહલાદક બનાવ્યું અમારા ગાઈડ યુવકયુવતીઓએ પોતાના નાચગાનથી. હવે તેઓએ મહોરાં કે ફિજિયન પોષાક નહોતા પહેર્યા. તેમણે કંપનીનો યુનિફોર્મ પહેરી લીધો હતો. ઉચ્ચ સ્વરે લયપૂર્વક ગીતો ગાઈને તેઓએ રમઝટ બોલાવી દીધી. અમારામાંથી કેટલાક એમાં જોડાયા પણ ખરા. સુવાનો કિનારો દેખાયો એટલે નૃત્યગાન બંધ થયાં. યુવક-યુવતીઓ હવે બોટને લાંગરવા માટેની તૈયારીમાં પડી ગયાં. જોતજોતામાં તો સુવાના ધક્કા પર બોટ લાંગરવામાં આવી. અમે સૌ બોટમાંથી ઊતર્યા. ફિજિયન યુવક-યુવતીઓનો આભાર માનવા માટે એમની જ ભાષામાં અમે કહ્યું, ‘બિનાકા વાકા લેવુ' (Thank you very much) અને મોઘે' (Good-bye). હું બહાર નીકળ્યો ત્યાં શ્રી કાનજીભાઈ મને લેવા માટે કાર લઈને આવી ગયા હતા. કારમાં બેસી અમે ઘર તરફ રવાના થયા. આખા દિવસનો એક સરસ મઝાનો યાદ રહી જાય એવો અનુભવ થયો. મેં કાનજીભાઈને કહ્યું, બોટના કર્મચારીઓ તાલીમબદ્ધ, વિનયી અને ઉત્સાહી હતા. પરંતુ બીજી બાજુ બોટ કંપનીએ સારી કરકસર કરેલી હોય એવું દેખાયું. આરંભમાં પ્રચારક અને ટિકિટ આપનાર તરીકે, પછી ગાઈડ તરીકે, પછી ગીત-નૃત્યકાર તરીકે, પછી બટલર તરીકે, પછી સ્વિમર તરીકે, પછી ડાઈવર તરીકે, પાછા ગાયક તરીકે અને છેલ્લે હેલ્પર તરીકે એનાં એ જ ચાર યુવક-યુવતીઓએ કામ કર્યું.' કાનજીભાઈએ સાચું જ કહ્યું, ‘અહીં ફિજીમાં અમારું અર્થતંત્ર નબળું છે. સ્ટીમલોંચ ચલાવનાર જુદી જુદી કંપનીઓ વચ્ચે ઠીક ઠીક સ્પર્ધા રહે છે. એટલે કંપનીઓ આવી કરકસર કરે તો જ એમને પરવડે.' દરેક દેશ કે પ્રજાને સમયે સમયે પોતાની આગવી સમસ્યાઓ રહે છે અને તે માટે પોતાના આગવા ઉપાયો શોધતાં રહેવું પડે છે. તે વિના અસ્તિત્વ ટકી ન શકે. Page #80 -------------------------------------------------------------------------- ________________ નિબત અમેરિકામાં બોસ્ટન શહેરના એકટન નામના પરામાં ગ્રેટ રોડ પર આવેલા નાશીબા વેલી એપાર્ટમેન્ટ્સ'ના કૉપ્લેફસ(સંકુલોમાં રહેતા અમારા પુત્ર ચિ. અમિતાભ અને પુત્રવધૂ સૌ. સુરભિને ત્યાં રહેવા હું અને મારાં પત્ની ગયાં હતાં. સંકુલમાં અડોઅડ આવેલા છ એપાર્ટમેન્ટની એક હાર એવી છ જુદી જુદી હાર હતી. અમેરિકાના ઘણા પ્રદેશોમાં લગભગ દરેક પુખ્ત વયની વ્યક્તિ પાસે પોતાની મોટરકાર હોય છે. એ રીતે આ સંકુલમાં છત્રીસ ઘર વચ્ચે નેવુંથી સો જેટલી મોટરકાર પાર્ક થઈ શકે એ રીતે એપાર્ટમેન્ટની દરેક હારની આસપાસ વિશાળ જગ્યા રાખવામાં આવી હતી. અમેરિકામાં ઘર જેટલું જ ગાડીનું મહત્ત્વ છે અને સમયની કિંમત ભારે એટલે ગાડી પાર્ક કરવામાં કે બહાર કાઢવામાં કોઈને અગવડ ન પડવી જોઈએ. સાંજે બધી ગાડીઓ આવી ગઈ હોય અને નજર ફેરવીએ તો ભાતભાતના રંગવાળી, જુદાં જુદાં મોડેલની સરસ ગાડીઓની હાર એ દેશની ભૌતિક સમૃદ્ધિનો ખ્યાલ આપે. ત્યાં ગાડીની ગણના મોજશોખ કરતાં જીવનની જરૂરિયાતમાં વિશેષ થાય. અમેરિકામાં ઘરની અછત નહિ એટલે ઘર બદલવામાં જરાય મુશ્કેલી નહિ. કેટલાક દેશોમાં પચાસ વર્ષે પણ માણસનું સરનામું એનું એ જ રહ્યું હોય તો કેટલાક સમૃદ્ધ દેશોમાં બે-પાંચ વર્ષે સરનામું બદલાયું હોય. નોકરી કે વ્યવસાયને કારણે બીજા વિસ્તારમાં જવાનું થાય તો માણસ તરત ઘર પણ બદલે. લઈ જવાની ઘરવખરી ઓછી એટલે કડાકૂટ પણ બહુ નહિ. અમે ચારેક મહિના એ એપાર્ટમેન્ટમાં રહ્યાં એટલા સમયમાં છત્રીસ કુટુંબોમાંથી આઠ કુટુંબો બીજે રહેવા ચાલ્યાં ગયાં હતાં. કેટલાંક કુટુંબો તો કયારે ગયાં અને ક્યારે નવાં કુટુંબો રહેવા આવ્યાં તેની ખબર પણ પડી નહોતી. જ્યાં વારંવાર ઘર બદલાતાં હોય ત્યાં પાડોશીઓ સાથે બહુ આત્મીયતા થતી નથી. પાર્કિંગ વિસ્તારમાં જતાં-આવતાં કોઈ મળી જાય તો અવશ્ય મોઢું મલકાવવાનું. પાડોશીને ત્યાં બેસીને ગામગપાટા મારવાની કે પારકી પંચાત કરવાની પ્રથા જ નહિ. સૌ પોતપોતાની જિંદગીમાં જ વ્યસ્ત અને મસ્ત. - સવારે આઠ-નવ વાગતામાં તો સંકુલમાંથી ઘણાખરા લોકો કામધંધે ચાલ્યા ગયા હોય. અમે નિવૃત્ત હતાં એટલે લગભગ આખો દિવસ ઘરમાં રહેતાં. સારું હવામાન હોય ત્યારે કશો જ સંકોચ રાખ્યા વગર કે શિષ્ટાચારની પરવા કર્યા વગર અમે એપાર્ટમેન્ટના Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ - પાસપૉર્ટની પાંખે – ઉત્તરાલેખન ઓટલા પર બેસીએ. કોઈ વખત કોઈ જતુંઆવતું હોય તો જરૂર સસ્મિત હાથ ઊંચો કરે, પરંતુ ન અમને એ કોઈનાં નામની ખબર કે ન અમારાં નામ જાણવાની એ કોઈને ઉત્સુકતા. અમે ઓળખીએ, માત્ર ઔપચારિક રીતે જ, અમારી ડાબી બાજુના । એપાર્ટમેન્ટમાં બે નાનાં સંતાનો સાથે નવી રહેવા આવેલી લેટિન અમેરિકન મહિલા સુઝાનાને. તેની માતૃભાષા સ્પેનિશ, પણ થોડું ઇંગ્લિશ બોલે. તે વિભક્તા (છૂટાછેડા લીધેલી) પણ દ્વિતીય લગ્નોત્સુકા હતી એ એની ગાડી પાછળ લગાડેલા પોસ્ટર ‘If you are rich, I am Single' પરથી જણાયું હતું. અમારે થોડો પરિચય થયો હતો કૉમ્પ્લેક્સના મૅનેજર મિ. કર્ટ(Kurt)નો. આખા દિવસમાં તે એકાદ રાઉન્ડ મારે તો મારે, ઘણુંખરું ટપાલીની ટ્રક કે કચરો લઈ જવાની ટ્રક આવે ત્યારે. સંકુલમાં વીજળી, ગૅસ, પાણી, વૉશિંગ મશીન વગેરે બરાબર ચાલે છે કે કેમ તે જોવાનું એમનું કામ. લૉનમાં ઘાસ વધી ગયું હોય તો તે કપાવવા કે શિયાળામાં સ્નો પડ્યો હોય તો તે સાફ કરાવવા કામદારોને તે બોલાવે. કૉમ્પ્લેક્સમાં બધાંને ઓળખે એવી એક જ વ્યક્તિ તે કર્ટ. અમને મળે ત્યારે બે મિનિટ વાત કરવા ઊભા રહે. ચોવીસ કલાક સંકુલમાં રહેવાની નોકરી અને શારીરિક શ્રમવાળું કોઈ કામ નહિ એટલે કર્ટ અને એમનાં પત્નીની મુખ્ય પ્રવૃત્તિ તે આખો દિવસ ઘરમાં બેસીને ટી.વી. જોયા કરવાની હતી. બંનેને સિગરેટ પીવાની પણ એવી જ ફુટેવ અને ખાવાના તો તેઓ વ્યસની થઈ ગયાં હતાં. એટલે પાંત્રીસ-ચાલીસ ઉમરનાં હતાં છતાં ખાસ્સાં જાડાં અને બહુ ભારે વજનવાળાં હતાં. કર્ટ જ્યારે મળે ત્યારે કંઇક ચાવતા કે ચગળતા હોય અથવા સિગરેટ ફૂંકતા હોય. કર્ટ પહેલાં મોટરકાર ચલાવતા, પણ એકાદ વર્ષથી પતિપત્ની બેય એટલાં બધાં જાડાં થઈ ગયાં કે પોતાની મોટરકારમાં પોતે સમાય નહિ. પરિણામે મોટરકાર ચલાવવાનું છોડી દેવું પડ્યું. શનિવારે ખરીદી કરવા કે બીજા કોઈ કામે બહાર જવાનું હોય ત્યારે મોટી સાઇઝની ટૅક્સી બોલાવે. રોજ બપોરે એક વાગે ટપાલીની ટ્રક આવે. સંકુલના દરવાજા પાસે રાખવામાં આવેલાં ખાનાઓમાં તે ટપાલ નાખી જાય. મોટા ભાગના સભ્યો સાંજે પાછા ફરતી વખતે ગાડીમાં બેઠાં બેઠાં જ પોતાનું ખાનું ઉઘાડી ટપાલ લઈ લે. હું ઘરમાં રહેતો એટલે ટપાલીની ટ્રક આવે તે પછી ત્યાં જઈ ટપાલ લઈ આવતો. અમારા ઘરથી એક ઘર છોડીને પછીના ઘરમાં રહેતાં એક માજી લાકડીના ટેકે ધીમે ધીમે ચાલતાં ચાલતાં ટપાલ લેવા આવે. તેમને ચાલવાની તકલીફ હતી, ગાડી ચલાવવાની નહિ. બ્યાસી વર્ષની ઉંમરે પણ તેઓ ગાડી ચલાવતાં બધે જાય. એમની સાથે એમનો વિધુર દીકરો રહે અને નોકરી કરે. ઘરમાં બે જણ. તેઓ પોતાનું શાંત જીવન જીવ્યે જાય. એક શનિવારે સવારે હું પાસે આવેલા 'ટ્રિપલ એ' નામના સ્ટોરમાં અમિતાભ સાથે ખરીદી માટે જતો હતો. અમારી ગાડી ચાલી ત્યાં સામેથી એક એમ્બ્યુલન્સ Page #82 -------------------------------------------------------------------------- ________________ નિબત આવતી જોઈને મેં કહ્યું, ‘અમિતાભ, આપણા કૉપ્લેક્સમાં કોઈ સિરિયસ લાગે છે. એબ્યુલન્સ આવી છે.” ‘પપ્પા, અહીં એબ્યુલન્સ આવે એની નવાઈ નથી. અમેરિકામાં ડૉકટરો ઘરે જોવા આવે એવી એકંદરે પ્રથા નથી. દર્દીએ ડૉકટર પાસે જવું પડે. જે લોકોને ગાડી ચલાવવાનું ફાવે એમ ન હોય તે એબ્યુલન્સ બોલાવે. દાંત દુઃખતો હોય અને ગાડી ચલાવવાની રુચિ ન થતી હોય તો પણ માણસ, પરવડતું હોય તો, એબ્યુલન્સ બોલાવે.' “આપણે થોડી રાહ જોઈને જવું છે કે કોને ત્યાં એબ્યુલન્સવાળા જાય છે ? કદાચ કોઈને કંઈ કામ હોય તો પૂછી જેવું છે ?' ' અહીં એવી પ્રથા નથી. આપણે પૂછવા જઈએ તો કોઈકને ગમે કે ન ગમે. અહીંને વ્યવહાર ભારત જેવો નથી.' સ્ટોરમાંથી દૂધ, દહીં, શાકભાજી વગેરે લઈ ઘરે આવી અમે અમારા રોજિંદા જીવનમાં ગૂંથાઈ ગયા. એકાદ અઠવાડિયા પછી હું ટપાલની પેટીમાંથી ટપાલ લઈને પાછો ફરતો હતો ત્યાં કર્ટ મળી ગયા, મારાથી ભારતીય જિજ્ઞાસાવૃત્તિથી પૂછાઈ ગયું, ‘મિ. કર્ટ, થોડા દિવસ પહેલાં સવારે આપણા કૉપ્લેક્સમાં એક એબ્યુલન્સ આવી હતી. તો કોઈ માંદું હતું ?' “ના, કોઈ માંદું નહોતું, એ તો તમારી પડોશમાં જે માજી રહે છે એમનો દીકરો ગુજરી ગયો હતો. એટલે શબને લઈ જવા માટે એમણે એબ્યુલન્સ બોલાવી હતી.” આ સમાચાર સાંભળી હું સાશ્ચર્ય અસ્વસ્થ થઈ ગયો, પરંતુ આટલું કહેવા છતાં કર્ટના ચહેરા ઉપર કોઈ શોકની લાગણી દેખાતી નહોતી. જાણે કોઈ સામાન્ય ઘટના બની હોય એવા હાવભાવ સાથે એમણે વાત કરી. સમૃદ્ધ દેશોની આધુનિક જીવનપદ્ધતિનો એમાં અણસાર આવી ગયો. અમારા એપાર્ટમેન્ટની હારમાં જ ત્રીજા ઘરે બનેલી મૃત્યુની ઘટના જાણે કશી સામુદાયિક નોંધ લેવાયા વગર બની ગઈ. માજીનો સાઠ વર્ષનો પુત્ર ગુજરી ગયો, પણ નહિ કોઈ રોકકળ, શબ લઈ જતી વખતે નહિ ડાઘુઓની અવરજવર, નહિ પાસે બેસવા જવાની પ્રથા કે નહિ દિલસોજી દર્શાવવાની પ્રણાલિકા. સાદડી, બેસણું, ઉઠમણું તો કયાંથી હોય ? બૈરાંઓ છાતી ફૂટે, મોં વાળે, ખૂણો પાળે, કાળાં કપડાં પહેરે એવા એવા રિવાજો તો ભારતમાંથી પણ ઘસાઈ ગયા છે. કૉપ્લેફસના છત્રીસ ભાડૂતોમાંથી ચોત્રીસને તો ખબર પણ નહોતી કે માજીના દીકરાનું અવસાન થયું છે. સમુદાયમાં રહેવા છતાં જગતમાં ક્યાંક આવું નિસ્બતરહિત, બિનઅંગત જીવન જિવાય છે એનો અમને પ્રત્યક્ષ અનુભવ થયો. હર્ષ કરતાં પણ મૃત્યુ જેવા ઘેરા શોકના પ્રસંગે લોકોની લાગણીની બાહ્ય અભિવ્યક્તિ અને આંતર અનુભૂતિ વચ્ચે વિવિધ પ્રકારનું સામ્યવૈષમ્ય જોવા મળશે. એક છેડે હૃદયમાં નરી નિષ્ફરતા અને બાહ્ય Page #83 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન અભિવ્યક્તિમાં શરીર ફૂટવા જેવી સ્થિતિ હોય ત્યાંથી માંડીને બીજે છેડે બાહ્ય નિષ્ક્રિયતા અને અંતરમાં અપાર વેદના જેવી સ્થિતિ સુધીની વિવિધ દશા પ્રવર્તતી હોય છે. થોડા દિવસ પછી ટપાલના ખાના પાસે માજી મને મળી ગયાં. એવાં જ સ્વસ્થ હતાં. મેં કહ્યું, “માજી ! તમારા દીકરાના અવસાનના સમાચાર જાણીને મને દુઃખ થયું.' માજી બોલ્યાં, ગયો બિચારો !' “શું થયું હતું ?' “ઊંઘમાં જ ગયો. હાર્ટ બેસી ગયું હશે !' અમારી વાત આગળ ચાલી શકી નહિ. વાત લંબાવવાની એમની ઈચ્છા નહોતી, કારણ કે છૂટા પડવા માટે એમણે ડગલાં ચાલુ કરી દીધાં. આ ઘટના પછી કેટલાક દિવસ પસાર થઈ ગયા. દરમિયાન અમારા કુટુંબમાં એક શુભ અવસર સાંપડ્યો કે જે માટે હું તથા મારાં પત્ની અમેરિકા જઈને રહ્યાં હતાં. અમારી પુત્રવધૂ સૌ. સુરભિએ ૧૭મી માર્ચ ૧૯૯૧ના રોજ, ચૈત્ર સુદ એકમ, ગૂડી પડવાના પર્વદિને પુત્રને જન્મ આપ્યો. અમેરિકામાં હોસ્પિટલમાંથી નીકળતાં પહેલાં સંતાનનું નામ લખાવી દેવું પડે છે. પુત્રનું નામ “અચિંત' નોંધાવી દીધું. ત્રણ દિવસ પછી સૌ. સુરભિ અર્ચિતને લઈને ઘરે આવવાની હતી. પૌત્રને વધાવવા માટે અમને બંનેને ઘણો હરખ હતો. અમે બારણે તોરણ લટકાવ્યાં. કંકુના ચાંલ્લા અને સાથિયા કર્યા. સ્વાગતનાં પોસ્ટરો લગાડ્યાં. બારસાખ ઉપર રંગબેરંગી ભાત દોરી. પગથિયાં શણગાર્યા. નાની ઘંટડીઓ લટકાવી. દૂરથી જોતાં જ ખબર પડે કે આ ઘરે કોઈ મંગલ પ્રસંગ છે. નિશ્ચિત કરેલા દિવસ અને ચોઘડિયા પ્રમાણે અમિતાભ અને સુરભિ અર્ચિતને લઈને ગાડીમાં ઘરે આવી પહોંચ્યાં. અમે ઘર બહાર જઈને હર્ષનાદ સાથે તેઓને વધાવીને ઘરમાં લઈ આવ્યાં. પુત્ર-વધામણીનાં ગીતોની કેસેટ વગાડી. આમ છતાં આજુબાજુનાં કોઈ ઘરોમાંથી કોઈએ બહાર ડોકિયું કર્યું નહોતું. આ મંગલ અવસર અમારા ઘર પૂરતો જ સીમિત રહ્યો. બે દિવસ પછી કટ મને મળી ગયા. મેં સામેથી પૂછ્યું, ‘મિ. કટ, શી નવાજૂની છે?' ‘કશી નવાજૂની નથી, પણ તમારા ઘરે આ બધું સુશોભન કર્યું છે તે કોઈ પાર્ટી છે?' “હા, અમારે ત્યાં પૌત્રનો જન્મ થયો.' “ઓહ ! તમે દાદા-દાદી થયાં! બહુ આનંદ થયો. તમને ખૂબ ખૂબ ધન્યવાદ.' અભિનંદન આપ્યા એટલે જાણે વ્યવહાર પતી ગયો. ત્યાર પછી અઠવાડિયું વીતી ગયું હશે, કઈ મળ્યા ત્યારે મારાથી સહજ જિજ્ઞાસાથી પુછાઈ ગયું, “અમારા ઘરમાં એક નવજાત શિશુની પધરામણી થઈ છે એ વિશે આપણા કૉપ્લેક્સમાંથી કેટલા જાણતા હશે ?' તમારા અને મારા સિવાય કોઈ જ નહિ.” Page #84 -------------------------------------------------------------------------- ________________ નિસ્બત ‘અમારા ઘરનું બહારનું આટલું મોટું સુશોભન જોઈને કોઈને જિજ્ઞાસા પણ થઈ નથી ?' શા માટે થાય ? બીજાની પંચાત કરવાની કોને ફુરસદ છે ? સૌ પોતપોતાના • જીવનમાં પૂરાં વ્યસ્ત અને સુખી છે.' કર્ટના જવાબથી હવે બહુ આશ્ચર્ય થાય એવું નહોતું. છત્રીસ કુટુંબો વચ્ચે વીસેક દિવસમાં બે મહત્ત્વની ઘટનાઓ બની. એક મૃત્યુની અને બીજી જન્મની. સંકુલની કુલ વસ્તી જેટલી હતી તેટલી જ હવે રહી. જીવનના બે અંતિમ છેડાની મોટી ઘટનાઓ બની–મૃત્યુના સંતાપની અને જન્મોત્સવની અને છતાં અહીં સામુદાયિક જીવન ઉપર એનો કશો જ પ્રતિભાવ પડ્યો નહિ. આર્થિક સ્વાધીનતા અને ભૌતિક સમૃદ્ધિ માણસ અને માણસ વચ્ચે એક એવી સૂક્ષ્મ દીવાલ ભી કરી દે છે કે જાણે કોઈને કોઈની • નિસ્બત ન હોય ! નાશોના વેલી એપાર્ટમેન્ટ્સમાં અમે જેવું જોયું અને અનુભવ્યું તેવું અમેરિકામાં બધે જ બને છે એવું નથી. દુનિયામાં દરેક પ્રદેશની વિવિધ પ્રકારની જીવનપદ્ધતિ હોય છે અને તેમાં કાલાન્તરે પરિવર્તનો પણ થયા કરે છે. દુનિયામાં વસ્તીનું પ્રમાણ, આર્થિક સ્થિતિ વગેરે બધે જ એકસરખાં ન રહે, ગીચ વસ્તી, અતિ સંસર્ગ, નબળી આર્થિક સ્થિતિ હોય કે ઓછી વસતી, અલ્પ સંસર્ગ અને સુરક્ષિત સાધનસંપન્ન જીવન હોય – દરેકની લાક્ષણિક્તાઓ અને સમસ્યાઓ ભિન્ન ભિન્ન હોય છે. એમાં કેટલાક લાભ છે અને કેટલાક ગેરલાભ. વળી એકના લાભ તે બીજાને ગેરલાભ જેવા પણ લાગે. વસ્તુત: પ્રાપ્ત થયેલી પરિસ્થિતિથી મનુષ્ય ક્રમે ક્રમે ટેવાઈ જાય છે. મનુષ્યજીવનમાં રહેલું સ્થિતિસ્થાપકતાનું લક્ષણ અજબગજબનું છે ! Page #85 -------------------------------------------------------------------------- ________________ મોસ્કોમાં ભારતીય જમણ મસ્કોને સ્થાનિક રશિયન લોકો મોસ્કવા કહે છે. મોસ્કવા નામની નદીના કિનારે એ શહેર વસેલું હોવાથી એનું નામ મોસ્કવા પડ્યું હતું. ૧૯૮૮માં ફરી વાર સોવિયેટ યુનિયનનો અમે પ્રવાસ કર્યો ત્યારે મોસ્કો શહેર જોવાનું અમારે માટે છેલ્લે રાખવામાં આવ્યું હતું. તાન્કંદ, સમરકંદ, તિબિલિસી, સોચી વગેરે સ્થળોનો પ્રવાસ કરતાં કરતાં અમે લેનિનગ્રાડ પહોંચ્યાં હતાં. અમારો કાર્યક્રમ ત્યાંથી વિમાનમાં મૉસ્કો જવાનો હતો. સોવિયેટ યુનિયનમાં કેટલાક દિવસથી અમે ફરતાં હતાં એટલે અમારી મંડળીના કેટલાક સભ્યો પાશ્ચાત્ય ઢબનું અને તેમાંય રશિયન પદ્ધતિનું ખાણું ખાઈને ધરાઈ ગયાં હતાં. અમે ભારતથી સાથે લાવેલા તે નાસ્તો પણ ખૂટવા આવ્યો હતો. અમારી ગાઈડ યુવતીએ કહ્યું, “આપણે સૌ હવે મૉસ્કો જવાનાં છીએ. તમે જાણો છો તેમ મૉસ્કોમાં કેટલીય ભારતીય રેસ્ટોરાં છે. આપણે ત્યાં એક રેસ્ટોરાંમાં ભારતીય ઢબનું આપણું ભોજન લઈશું. અલબત્ત, આ ભોજન દરેકે પોતપોતાના ખર્ચે લેવાનું રહેશે, કારણ કે તમારા પ્રવાસ-ખર્ચમાં અમે એનો સમાવેશ કર્યો નથી.' લેનિનગ્રાડથી મૉસ્કો સાંજે પહોંચીને અમે અમારા મુકામ ઉપર ગયાં. અમને મોસ્કોમાં કોઈ હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો ન હતો, પરંતુ અનુભવની વિવિધતા ખાતર એક સ્ટીમરમાં ઉતારો આપવામાં આવ્યો હતો. સામ્યવાદી સરકારે ઉતારુઓ માટેની એક સરસ મોટી જૂની જર્મન સ્ટીમર ખરીદી હતી. તેમાં રંગરોગાન કરીને, આધુનિક સગવડોથી તેને સજ્જ કરવામાં આવી હતી. મૉસ્કોમાં મોસ્કવા નદીને કિનારે તેને લાંગરવામાં આવેલી હતી. ત્રણ માળની સ્ટીમર હોટેલ જેવી જ હતી. ફરક માત્ર એટલો જ હતો કે એમાં રૂમ કેબિન જેવા નાના હતા. પ્રત્યેક રૂમમાં પારદર્શક કાચ જડેલી મોટી ગોળ બારી હતી. એમાંથી નદીનું મનોહર દશ્ય જોઈ શકાતું હતું. સ્ટીમરમાં જ રેસ્ટોરાં હતી કે જ્યાં સવારના ચા-નાસ્તાથી શરૂ કરીને સાંજના ભોજન સુધી મર્યાદિત વાનગીઓની સગવડ રાખવામાં આવી હતી. રેસ્ટોરાંનો સ્ટાફ સવારે આઠ વાગ્યે આવી રાત્રે નવ વાગ્યે ચાલ્યો જતો. પછી ચા-કૉફી પણ ન મળે. સ્ટીમર ઘણી મોટી હતી અને લાંગરેલી હતી, છતાં એકસાથે વધુ પ્રવાસીઓની અવરજવર થાય અથવા પાસેથી બીજી કોઈ સ્ટીમર પસાર થાય ત્યારે તે થોડીક હાલકડોલક થતી. એના એવા અનુભવની જુદી જ મઝા હતી. Page #86 -------------------------------------------------------------------------- ________________ મૉસ્કોમાં ભારતીય જમણ se અમે જ્યારે સોવિયેટ યુનિયનનો આ પ્રવાસ કર્યો ત્યારે મિખાઈલ ગોબોંચેવ સત્તા ઉપર આવ્યા હતા. પેરેસ્ટ્રોઈકા અને ગ્લાસનોસ્તનો યુગ શરૂ થયો હતો. સ્ટેલિનના સમયમાં સોવિયેટ યુનિયનમાં મોટા મોટા ઑફિસરો પણ ફફડતા. બ્રેઝનેવના વખતમાં સખતાઇ થોડી ઓછી થઈ હતી. લાંચરુશવત અને ગેરકાયદે પ્રવૃત્તિઓ થોડા પ્રમાણમાં ચાલુ થઈ ગઈ હતી. ગોબોંચેવની તો નીતિ જ ઉદાર હતી. એટલે ખોટું કરવાનો ડર ઘટતો જતો હતો. ત્યાંની નાણાકીય સ્થિતિ ત્યારે ઘણી જુદી હતી. સોવિયેટ યુનિયનમાં રૂબલ અને કોપેકનું ચલણ છે. એક રૂબલના સો કોપેક થાય. અમે ગયા ત્યારે બૅન્કોમાં હૂંડિયામણના અધિકૃત દર પ્રમાણે એક ડૉલરના પાંસઠ કોપેક મળતા. દુનિયાના ઘણા દેશોમાં બને છે તેમ બૅન્કના દર કરતાં ખાનગીમાં ગેરકાયદે વધારે નાણાં આપનાર માણસો નીકળતા જ હોય છે. સોવિયેટ યુનિયનમાં અંગત રીતે કોઈ વ્યક્તિ સાથે વિદેશી હૂંડિયામણનો વ્યવહાર કરી શકાતો નહોતો. એટલે કે ડૉલર આપીને રૂબલ લઈ શકાય નહિ. પોતાની પાસે ડૉલર રાખવા તે સોવિયેટ નાગરિક માટે કાયદેસર ગુનો હતો. ગુનેગારને જેલ સહિત ભારે સજા કરવામાં આવતી. આમ છતાં કેટલાક એકલદોકલ માણસો રાતના વખતે હોટેલ ઉપર આવીને ખાનગીમાં રૂબલ આપીને ડૉલર લઈ જતા. બૅન્કમાં જ્યારે એક ડૉલરના પાંસઠ કોમ્પેક મળતા હતા, ત્યારે આવા અજાણ્યા એજન્ટો હોટેલમાં આવીને એક ડૉલરના આઠ, દસ કે બાર રૂબલ આપી જતા હતા. આવી પ્રવૃત્તિ ત્યાં રહેવા ગયેલા કેટલાક ભારતીય નાગરિકો પણ કરતા. બૅન્ક કરતાં આવી રીતે અજાણ્યા પાસેથી ઘણા બધા વધારે રૂબલ મળતા હોય તો પ્રવાસીઓનું મન લલચાયા વગર રહે નહિ. અમારામાંના કેટલાકે આવી ગુપ્ત રીતે પોતાની જરૂરિયાત અનુસાર ઠીક ઠીક પ્રમાણમાં ડૉલર વટાવીને રૂબલ લીધા હતા. અમને કેટલાકને વિદેશમાં આવું જોખમ ન ખેડવાનું અને સરકારી કાયદાને માન આપવાનું યોગ્ય લાગ્યું હતું. સસ્તા ભાવના રૂબલ લીધા પછી જ્યાં જ્યાં ડૉલરને બદલે રૂબલ આપવાનું આવે ત્યાં તેઓને તે ઘણું બધું સસ્તું લાગે એ દેખીતું છે. સરકારી કાયદા અનુસાર ઘણેખરે ઠેકાણે અમારે વિદેશી પ્રવાસી તરીકે ડૉલરમાં જ બિલની ચૂકવણી કરવાનું રહેતું. સવારે બસમાં અમે મૉસ્કો શહેર જોવા નીકળ્યાં. ભારતીય રેસ્ટોરામાં કોણ ભોજન લેશે અને કોણ નહિ તેની વિગત અમારી ગાઇડે નોંધી લીધી. રસ્તામાં એક સ્થળેથી ફોન કરીને તે પ્રમાણે એક રેસ્ટોરાંમાં સંખ્યા લખાવી રિઝર્વેશન કરાવી દીધું. સાંજના ભોજનમાં કઈ કઈ વાનગીઓ તૈયાર મળશે અને કઈ વાનગીઓ માટે ઑર્ડર આપવાનો રહેશે તેની વિગતે વાતચીત કરી લીધી. અમારી ગાઇડે કહ્યું કે 'રેસ્ટોરાંવાળાએ જણાવ્યું છે કે આપણે બધાં વિદેશી પ્રવાસીઓ છીએ એટલે દરેકે પોતાનું બિલ ડૉલરમાં આપવાનું રહેશે.' ઘણા દિવસ પછી ભારતીય જમણ મળતું હોય તો ડૉલર આપવા બધાં જ તૈયાર હતાં. Page #87 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન રેડસ્ફરની મુલાકાત લઈ અમે વચ્ચે ચા-પાણી માટે એક રેસ્ટોરાંમાં ગયાં. ત્યાં . અમારામાંના એક ભાઈએ મૉસ્કોમાં રહેતા પોતાના એક મિત્રને ફોન કર્યો. એ ફોનમાં વાત નીકળતાં એમના મિત્ર પાસેથી એમને જાણવા મળ્યું કે ભારતીય રેસ્ટોરાંમાં ડૉલર પણ લેવામાં આવે છે અને રૂબલ પણ લેવામાં આવે છે. આ વાત જાણ્યા પછી લગભગ બધાં જ પ્રવાસીઓને એવું થયું કે ડૉલરમાં બિલ ચૂકવવા કરતાં રૂબલમાં દસ ગણું સસ્તુ પડે, કારણ કે કેટલાકે ખાનગીમાં એક ડૉલરના દસ કે બાર રૂબલ જેટલી રકમ મેળવી હતી. આથી અમારામાંના કેટલાકે આગ્રહ રાખ્યો કે ગાઈડે રેસ્ટોરાંમાં ફરીથી ફોન કરીને પાકું કરી લેવું જોઈએ કે ડૉલરને બદલે રૂબલમાં બિલ ચૂકવે તો ચાલે કે કેમ ? ગાઈડે ભારતીય રેસ્ટોરાંમાં ફરીથી ફોન કરીને પૂછી લીધું અને બધાંને ખુશખબર આપ્યા કે, ‘રેસ્ટોરાંમાં ડૉલરને બદલે રૂબલમાં પણ બિલ ચૂકવી શકાશે. ભારતીય નાગરિકો માટે રેસ્ટોરાંમાં આ જાતની છૂટ છે.” આમ એક તો અમે બધાં ભારતીય વાનગીઓ આરોગવાની ઉત્સુકતાપૂર્વક અને ઉત્સાહથી રાહ જોતાં હતાં, તેમાં વળી બિલ રૂબલમાં ચૂકવી શકાશે એ જાણીને બધાં હર્ષથી એકબીજાને તાળી આપવા લાગ્યાં. અમારો કાર્યક્રમ બપોરે બેએક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ સાંજે રશિયન સર્કસ જેવાનો હતો. એ પ્રમાણે સર્કસ જોઈ રાત્રે સાડાઆઠ વાગ્યે અમે સીધા રેસ્ટોરાં પર પહોચી ગયાં. મોસ્કોમાં (સમગ્ર સોવિયેટ યુનિયનમાં) પાર્કિંગની સમસ્યા ન હોવાથી અમારી બસ સીધી રેસ્ટોરાંના દરવાજા સામે ઊભી રાખવામાં આવી. અમને મૂકીને, બસ ત્યાં રાખીને, ડ્રાઈવર પોતે ખાવા માટે ગયો. બધાંને સમય પૂછીને ગાઈડે ડ્રાઈવરને રાત્રે સાડા દસ વાગ્યે પાછા બાલાવ્યો. રેસ્ટોરાંમાં દાખલ થઈ અમે બધા પોતપોતાના જૂથ પ્રમાણે ટેબલ પર ગોઠવાયાં. વેઈટરોએ ‘મનું આપ્યાં. શિખંડ-પૂરી, ગુલાબજાંબુ, બરફી, નાન, પરોઠાં, તાંદૂરી રોટી, મટર-પનીર, મલાઈ કોફતાં, સમોસા વગેરે વાનગીઓનાં નામ વાંચતાં બધાંનાં મોઢામાં પાણી છૂટવા લાગ્યું. વાનગીઓના દર ઘણા મોંઘા હતા, પણ રૂબલમાં બિલ ચૂકવવાનું હતું એટલે ચિંતા નહોતી. અમે બધાં ઉત્સાહપૂર્વક વેઈટરોને પોતપોતાની વાનગીઓ લખાવવા લાગ્યાં. અમે બધાં વાતચીત કરતાં હતાં તે દરમિયાન હોટેલનો મેનેજર અમારી પાસે આવી પહોંચ્યો. એણે કહ્યું, “માફ કરજો, તમે બધાં ઈન્ડિયન ટૂરિસ્ટ છો. એટલે તમારે તમારું બિલ ડૉલરમાં આપવાનું રહેશે.' આવું સાંભળતાં જ અમારામાંના એકે કહ્યું કે “અમારે વાત થઈ ગઈ છે અને તે પ્રમાણે અમારે બિલ રૂબલમાં ચૂકવવાનું છે.' મૅનેજરે કહ્યું કે “મારે એવી કોઈ વાત થઈ નથી. તમારે બિલ ડૉલરમાં જ આપવાનું રહેશે.' આથી અમે ગૂંચવાયાં. બીજા ટેબલ પર બેઠેલી અમારી ગાઈડને બોલાવી. તેણે મૅનેજર પાસે ખુલાસો કર્યો કે પોતાને ફોન ઉપર વાત થઈ ગઈ છે કે ભારતીય લોકો રૂબલમાં પોતાનું બિલ ચૂકવી શકશે. ગાઈડે ફોન Page #88 -------------------------------------------------------------------------- ________________ મૉસ્કોમાં ભારતીય જમણ 61 ઉપર જેની સાથે વાત કરી હતી એ હોટેલના સ્ટાફના સભ્યને બોલાવવામાં આવ્યા. એણે ખુલાસો કર્યો કે ‘હા, મેં એમ કહ્યું કે ભારતીય લોકો રૂબલમાં બિલ ચૂકવી શકે છે.’ ત્યાં મૅનેજરે કહ્યું, ‘એ વાત સાચી છે, પરંતુ તે તો સ્થાનિક રહેતા ભારતીયો માટે છે, નહિ કે પ્રવાસીઓ માટે. પ્રવાસીઓ માટે સોવિયેટ યુનિયનનો કાયદો જુદો છે.’ હોટેલના મૅનેજરના અવાજમાં વિનય નહોતો, કડકાઈ હતી. એણે ફરીથી કહ્યું, ‘તમે બધાં ટૂરિસ્ટ છો. માટે તમારે ડૉલરમાં જ બિલ ચૂકવવું પડશે.' આથી પરિસ્થિતિ ગૂંચવાડાભરી થઈ. પરંતુ મૅનેજરે જે ઉદ્ધતાઈથી વર્તન કર્યું તે કોઈને ગમ્યું નહિ. એથી અમારામાંના કેટલાંકનાં મનમાં રોષ ભરાયો. દરમિયાન અમારામાંના જે ભાઈને પોતાના મિત્ર સાથે વાત થઈ હતી તે તેમને મળવા માટે રેસ્ટોરાં પર આવી પહોંચ્યા. અમારો ગણગણાટ સાંભળી તેઓ અમારી મુશ્કેલી સમજી ગયા. અમારી વાત સાંભળી તેમણે મૅનેજરને વિનંતી કરતાં કહ્યું, ‘હું મૉસ્કોમાં રહું છું અને હું જાણું છું કે ભારતીય પ્રવાસીઓ પણ રૂબલમાં બિલ આપી શકે છે.' તેનો જવાબ આપતાં મૅનેજરે કહ્યું, ‘પ્રવાસી કોઈના મહેમાન તરીકે આવ્યા હોય તો તેમના વતી સ્થાનિક યજમાન ર્બલમાં બિલ આપી શકે છે. પરંતુ આ બધા પ્રવાસીઓ કોઈના મહેમાન નથી.' અમારામાંથી કોઈકે મૅનેજરને કહ્યું, 'તો અમારા આ મિત્રના મહેમાન તરીકે અમને ગણો અને બિલ રૂબલમાં લો.' મૅનેજરે કહ્યું, ‘એવી ખોટી વાત ન કરો. તમારે જમવું હોય તો ડૉલરમાં જ બિલ ચૂકવવું પડશે.' મૅનેજરના અવાજમાં ગુસ્સો હતો, અપમાનજનક ભાવ હતો. આમ આ વાતનો વિવાદ વધી ગયો. ઘણાંખરાં ટેબલ પરથી ઊભાં થઈ ગયાં. થોડી બોલાચાલી થઈ. હોટેલના મૅનેજરને કોઈકે સમજાવ્યા અને છેવટે એમ ઉકેલ કાઢવામાં આવ્યો કે રૂબલમાં તેઓ ઉતારે ખાવા માટે પડીકાં બાંધી આપશે, પરંતુ હોટેલમાં જમાડશે નહિ. છેવટે ખાવાનું બંધાવી લેવાનું નક્કી થયું. વેઇટરોને ઑર્ડર લેવાની મનાઈ થઈ એટલે ત્યાં બધા રસોડામાં જઈને પોતપોતાનો ઑર્ડર લખાવવા લાગ્યા. એટલામાં મૅનેજર આવી પહોંચ્યો. ફરી તેની ઉદ્ધતાઈ દેખાવા લાગી. તેણે કહ્યું, ‘હું તમને બધાને રસોડામાં દાખલ થવા નહિ દઉં અને તમારા દરેકના જુદા જુદા ઑડર નહિ લઉં. તમે બધા બહાર જઈને ભેગાં મળીને એક જ વ્યક્તિને પોતાને જે જોઈતું હોય તે લખાવો અને એક જ વ્યક્તિને તે બધું ખાવાનું બાંધી આપવામાં આવશે. અમે એ રીતે બહાર આવીને અમારામાંના એક ભાઈને પોતપોતાની વાનગી લખાવી, પરંતુ એ વાનગીની યાદી લઈને અમારા પ્રતિનિધિ જ્યારે મૅનેજર પાસે ગયા ત્યારે તેણે કહ્યું, ‘આ બધું અમારે બનાવવું પડશે અને એ બનાવતાં અમને એક કલાક ઉપર નીકળી જશે. ત્યાં સુધી તમે બધાં બહાર બેસો.’ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭ર પાસપોર્ટની પાંખે -- ઉત્તરાલેખન અમે જોયું કે મૅનેજરની દાનત ખાવાનું આપવાની નથી. વસ્તુત: આટલા બધા પ્રવાસીઓ પાસેથી એને ડૉલર લેવા હતા. શા માટે તે સૌ કોઈ સમજી ગયા. આમ મેનેજર સાથેનો અમારો ઝઘડો વધુ ઉગ્ર બની ગયો. અમારામાંથી કોઈક બોલ્યું કે ભારતીય એમ્બેસીમાં આના વિશે આપણે ફરિયાદ કરવી જોઈએ. તો કોઈક વળી બોલ્યું કે, ભારત જઈ આપણે છાપામાં આપણા આ અનુભવની વાત લખવી જોઈશ.' આ સાંભળીને મૅનેજર વળી વધુ બગડ્યો. એણે કહ્યું કે તમે બધા સમજે છો શું? તમે એમ્બેસીમાં ફરિયાદ કરો તે પહેલાં હું તમારી બધાની અત્યારે જ પોલીસને ફોન કરીને ધરપકડ કરાવી શકું એમ છું. તમારા દરેકના ખિસ્સામાં ગેરકાયદેસરના રૂબલ પડ્યા છે. પછી તમને જવાબ આપવો ભારે થઈ પડશે.' અમારામાંથી ઉગ્ન થઈને કોઈકે મૅનેજરને સામો જવાબ આપ્યો, “અમે જેલમાં જવા તૈયાર છીએ, પણ સાથે સાથે તમને પણ જેલમાં લઈ જઈશું. અમે પણ સરકાસ ઑક્સિર તરીકે કામ કર્યું છે, તમને કેમ સપડાવવા તે અમે જાણીએ છીએ.' આમ વાત ઘણી ઉગ્ર બની ગઈ. અમારામાંના કેટલાકે કહ્યું કે, “અમે ડૉલર આપવા તૈયાર છીએ પણ અમને ખાવાનું બાંધી આપો.' તો વળી કેટલાકે એમ કહ્યું, જે ભોજનને માટે આટલી બધી તકરાર થાય છે એવું ભોજન લેવાનો અર્થ શો? એના કરતાં ભૂખ્યા રહેવું સારું. ક્રોધે ભરાઈને માણસ જમાડે એ તો વિષમાં પરિણમે.' આ કોલાહલભર્યા ઝઘડામાં અમારામાંના બે-ત્રણ જણ વચ્ચે પડ્યા અને કહ્યું કે, ‘હવે તો ડૉલરમાં ભોજન આપે તોપણ લેવું નથી.' ઘણાખરા પ્રવાસીઓએ એ વાતને કબૂલ રાખી અને અમે રેસ્ટોરાંની બહાર નીકળ્યાં. જે ત્રણચાર જણે ડૉલરમાં શરૂઆતથી પોતાનો ઑર્ડર આપી દીધો હતો તેમના માટે વિમાસણ ઊભી થઈ. અમે તેઓને કહ્યું કે, ‘તમે નિરાંતે શાંતિથી જમો. તમારે અમારી સાથે જોડાવાની જરૂર નથી.' રેસ્ટોરાંમાંથી બહાર નીકળી અમે બસમાં બેસવા ગયાં. પણ પછી યાદ આવ્યું કે બસનો ડ્રાઈવર તો ઠેઠ સાડા દસ વાગે આવવાનો છે. આપણે કલાક બસમાં બેસી રહેવું છે કે ઉતારે સ્ટીમરમાં પહોંચી જવું છે ? જો વહેલું પહોંચવું હોય તો આપણે બધાંએ ટકસી કરવી પડશે. અમારી સ્ટીમર ઠીક ઠીક દૂર હતી. પણ ટેકસી કરીને પહોંચી જવામાં મનની શાંતિ હતી. બસમાં બેસી રેસ્ટોરાંની સામે તાકી રહેવામાં ઉગ હતો. બધાએ નક્કી કર્યું કે ભલે ખર્ચ થાય પણ ટેકસીમાં બેસી સ્ટીમર પર પહોંચી જવું. જુદી જુદી ટેક્સી કરીને બધાં સ્ટીમર ઉપરના ઉતારે આવ્યા. રાતના સવા દસ વાગી ગયા હતા. સ્ટીમરની રેસ્ટોરના કર્મચારીઓ ચાલ્યા ગયા હતા. સ્ટીમરની રેસ્ટોરાં બંધ થઈ ગઈ હતી. અમે બધા પોતપોતાની રૂમમાં ગયાં. અમે નક્કી કર્યું કે જે કંઈ નાસ્તો પોતાની પાસે હોય તે લઈને એક મોટા રૂમમાં બધાએ એકઠા થવું. અમે ખાખરા, બિસ્કિટ, Page #90 -------------------------------------------------------------------------- ________________ મૉસ્કોમાં ભારતીય જમણ 193 કેળાંની વેફર વગેરે ચીજો લઈને એકત્ર થયાં. બહેનોએ નળમાંથી ગરમ પાણી કાઢીને એમાં ચાની પડીકી બોળીને અને આગળપાછળની વધેલી ખાંડ અને ફ્રિમરની પડીકી ઠાલવીને કામચલાઉ ચા બનાવી. અમે બધાંએ આમ ઉણોદરી વ્રતની જેમ ચા-નાસ્તો કર્યો. ભારતીય રેસ્ટોરાંમાંથી અમે માત્ર હતારા થઈને જ નહિ, માનસિક રીતે ઘવાઈને આવ્યાં હતાં. એવા ઉદ્વેગભર્યાં અશાંત વાતાવરણમાંથી અહીં આવ્યા પછી અમારી વચ્ચે સંપનું જે વાતાવરણ જામ્યું હતું એને લીધે બધાં ભાઈ-બહેનો ખાવાપીવામાં એકબીજાને સહકાર આપતાં હતાં. એનો આનંદ જુદા પ્રકારનો હતો. ભારતીય રેસ્ટોરાંમાં ભોજનથી જે તૃપ્તિ થાત તેના કરતાં આ આચરકૂચર અલ્પાહારથી અમે વધારે તૃતિ અનુભવી. પ્રસન્નતા સૌના ચહેરા ઉપર ચમકવા લાગી હતી. મૉસ્કોમાં ભારતીય જમણ માટેનો અમારો અનુભવ યાદગાર બની ગયો. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દેનાલી નૅશનલ પાર્ક દુનિયાના જુદા જુદા ખંડોમાં પશુપક્ષીઓને એમના કુદરતી વાતાવરણમાં રાખવા માટે સેંકડો કે હજારો ચોરસ માઈલના વિસ્તારમાં પાર્કની યોજના કરવામાં આવે છે. એશિયા કે યુરોપ જેવા ભરચક વસ્તીવાળા ખંડો કરતાં આફ્રિકા, અમેરિકા કે ઑસ્ટ્રેલિયા જેવા ઓછી વસ્તીવાળા ખંડોમાં અતિશય વિશાળ જગ્યામાં પાર્કની રચના કરવાનું સરળ છે. હવે તો પર્યાવરણવાદીઓ પણ આવી યોજનાનું સમર્થન અને પ્રોત્સાહન કરતા રહ્યા છે કે જેથી હાથી, વાધ, સિંહ, ચિત્તો, દીપડો, ગેંડો, હિપોપોટેમસ, સૂઝ, જંગલી ભેંસ, કાંગારુ, કેરિબુ અને અન્ય પ્રકારનાં હરણો તથા ભિન્નભિન્ન પ્રકારનાં પક્ષીઓને એમનું નૈસર્ગિક વાતાવરણ મળી રહે. ઘણા દેશોમાં શિકાર ઉપર પ્રતિબંધ આવવાને કારણે આવાં નિર્ભયારણ્યોમાં જંગલી પશુપક્ષીઓની સંખ્યામાં થતો ઘટાડો લગભગ બંધ જેવો થઈ ગયો છે. અમેરિકાના તમામ પાર્કમાં મોટામાં મોટો તે ‘દૈનાલી નૅશનલ પાર્ક' છે. જાતે મુલાકાત લઈએ ત્યારે જ ખ્યાલ આવે કે એની સાચવણી માટે અમેરિકાએ કેટલી બધી કાળજી રાખી છે ! એ માટે અમેરિકાને ખરેખર ધન્યવાદ આપવાનું મન થયા વગર રહે નહિ. દેનાલી પાર્ક અમેરિકાના મોટામાં મોટા રાજ્ય અલાસ્કામાં આવેલો છે. અલાસ્કાનો એક છેડો ઉત્તર ધ્રુવ સમુદ્રના કિનારે, બીજો છેડો બેરિંગની સામુદ્રધુની પાસે, ત્રીજો છેડો પેસિફિક મહાસાગરના કિનારે અને ચોથો છેડો બ્રિટિશ કોલંબિયા પાસે આવેલો છે. અલાસ્કા એટલે ઉત્તર ધ્રુવની નજીકનો સુવિશાળ પ્રદેશ. જ્યાં ફરવા માટે મે થી ઑગસ્ટ સુધીની ઋતુ અનુકૂળ ગણાય. મોટરકાર હોય તો ફરવાની સગવડ સવિશેષ રહે. અમારે માટે દેનાલી પાર્કની મુલાકાતનો કાર્યક્રમ અમારા પુત્ર ચિ. અમિતાભે સાથે આવીને ગોઠવ્યો હતો. અલાસ્કામાં એન્કરેજ શહેરથી ફેરબેન્કસ શહેર સુધીના હાઇવે ઉપર જતાં, ફેરબેન્કસ પહોંચતાં પહેલાં દેનાલી પાર્ક આવે છે. અમે પહેલાં ફેરબેન્કસ પહોંચી ત્યાં રાત રોકાયાં અને વહેલી સવારે નીકળી દેનાલી પાર્કમાં ફરવા માટે બસ જ્યાંથી ઊપડે છે તે સેન્ટરમાં પહોંચી ગયાં. દેનાલી પાર્કમાં મોટરકારને જવાની છૂટ નથી. સેન્ટરની ઑફિસમાંથી ટિકિટ લઈ અમે શટલ બસની લાઇનમાં ઊભાં રહ્યાં. એક બસ આવી. ગણીને એમાં પ્રવાસીઓને લેવામાં આવ્યા. બરાબર અમારો નંબર આવ્યો ત્યાં અમને ડ્રાઇવરે ના પાડી. બસમાં આઠ જેટલી બેઠક ખાલી હતી, છતાં અમને ન ex Page #92 -------------------------------------------------------------------------- ________________ પ કેનાલી નેશનલ પાર્ક લીધાં એથી આશ્ચર્ય થયું. ડ્રાઈવરને પૂછ્યું તો કહે, “એ અમારો નિયમ છે.” આવા વિચિત્ર નિયમનું કારણ અમને સમજાયું નહિ. પચીસ મિનિટ પછી બીજી બસ આવી. અમે તેમાં ગોઠવાયાં. ત્રીસેક પ્રવાસી લેવામાં આવ્યા. એમાં પણ આઠ બેઠક ખાલી હતી. બસ પૂરવેગમાં પડી અને થોડી વારમાં વિશાળ મોટો રસ્તો છોડી પાર્કના દરવાજા પાસે આવી પહોંચી. ડ્રાઈવરે કહ્યું, “હવે આપણે પાર્કના વિસ્તારમાં દાખલ થઈએ છીએ. અહીંથી આપણે વંડર લેઈક સુધી જઈને પાછા ફરીશું. છયાસી માઈલ જઈશું અને પાછા ફરીશું. બીજા કોઈ પાર્ક કરતાં આ પાર્કની કેટલીક ખાસિયત જુદી છે. અહીં કુદરતી વાતાવરણ જાળવી રાખવા માટે સારો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલે આ માટીને કાચો રસ્તો હેતુપૂર્વક રાખવામાં આવ્યો છે. હું બસ બહુ ધીમી ગતિએ ચલાવીશ કે જેથી બસ ચાલવાનો અવાજ પણ ખાસ થાય નહિ. તમે બસમાં બેઠાં બેઠાં બંને બાજુ નજર કરતા રહેજો. મહેરબાની કરીને મોટેથી વાતો કરતા નહિ. ચોરની જેમ આપણે આ પાર્કમાં જવાનું છે. કોઈ પશુપક્ષી તમને દેખાય તો તરત જણાવજે. તરત બસ ઊભી રહેશે. બસમાં બેસીને જ જેજે. નીચે ઊતરીને ફોટા પાડવા હોય તો મને કહેજો. પણ પશુપક્ષીની બહુ નજીક જતા નહિ. તેમને કશું ખાવાનું આપતા નહિ. તેમને બૂમ પાડી બોલાવતા નહિ કે ચીડવતા નહિ. તમારામાંથી કોઈને બસમાંથી ઊતરી કોઈ જગ્યાએ આસપાસ લટાર મારવી હોય, વધુ નિરીક્ષણ કરવું હોય તો ઊતરી શકો છો. પાછળ આવતી બીજી કોઈ પણ બસમાં બેસી શકો છો. આ જ ટિકિટ તેમાં ચાલે છે. તમે આ રીતે સાંજ સુધી ક્યાસી માઈલમાં જેટલી વાર ઈચ્છો એટલી વાર ચડઊતર કરી શકો છો. અહીં કોઈ બસ-સ્ટૉપ નથી. તમે જ્યાં ઊભા હો ત્યાં બસ આવતી જુઓ તો હાથ ઊંચો કરજો. બસ તમારે માટે ઊભી રહેશે. દરેક બસમાં થોડી બેઠકો ખાલી હોય જ છે.' બસમાં બેઠકો ખાલી રાખવાનું પ્રયોજન અમને સમજાયું. એમાં ધન કમાવા કરતાં પ્રવાસીઓને સંતોષ આપવાના ધ્યેયને મુખ્ય ગણવામાં આવ્યું હતું. ડ્રાઈવરે કહ્યું : “અત્યારે હવામાન ઘણું સ્વચ્છ અને સારું છે. આશા રાખીએ કે આખો દિવસ એવું સારું રહે. અહીં હવામાન બદલાતાં વાર નથી લાગતી. દેનાલીનું નૈસર્ગિક પર્યાવરણ હજ એવું ને એવું જ રહ્યું છે. લગભગ સાડા સાત હજાર ચોરસ માઈલના વિસ્તારમાં પથરાયેલા આ પ્રકૃતિરમ્ય પાર્કમાં અમેરિકાનો ઊંચામાં ઊંચો પર્વત મેકકિન્લી છે. ૨૦,૩૨૦ ફૂટ ઊંચા આ પર્વતનાં હિમાચ્છાદિત શિખરો વંડર લેઈક પાસેથી આપણને જોવા મળશે. આ પર્વતને ૧૮૯૬માં અમેરિકાના પ્રમુખ મૅકકિન્વીનું નામ આપવામાં આવ્યું હતું. પરંતુ તે પૂર્વે અહીં વસતા આથાબાસ્કન જાતિના ઈન્ડિયન લોકોમાં આ પર્વત દેનાલી' (એટલે ઊંચામાં ઊંચો)ના નામથી જાણીતો હતો. આ પર્વત ઉપર ૧૯૧૩માં એક ખ્રિસ્તી પાદરી પર્વતારોહક હડસન સ્ટકે સફળ આરોહણ કર્યું હતું.' Page #93 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન અમારી બસ ઠીક ઠીક વાર ચાલી છતાં એક પણ પશુ અમને જોવા મળ્યું નહિ. પ્રવાસીઓ અધીરા થયા. ડ્રાઈવરને પૂછાપૂછ કરવા લાગ્યા. ડ્રાઈવર ભલો અને શાન્ત મગજનો હતો. બીજો કોઈ ડ્રાઈવર હોય તો એમ કહે કે આ કંઈ થોડી મારા હાથની વાત છે ? પરંતુ એમ ન કહેતાં અમારા ડ્રાઈવરે કહ્યું, ‘થોડી ધીરજ રાખો. તમને પ્રાણીઓ જરૂર જોવા મળશે. જતાં કે આવતાં એક પણ પ્રાણી જોવા ન મળ્યું હોય એવું મારે હજુ સુધી બન્યું નથી. દેનાલી પાર્કમાં આશરે બે હજાર કેરિબુ (અલાસ્કાના ધ્રુવ પ્રદેશનું હરણ), બે હજાર મૂઝ (સાબર જેવાં શિંગડાંવાળી જંગલી ભેસ), ત્રણસો પ્રિઝલી (Griply આક્રમક, ભયાનક) રીંછ છે, બસો કાળરીંછ છે, બસો વરુ છે અને અઢી હજાર પર્વતીય ઘેટાં Dall Sheep) છે. બીજાં નાનાં પશુપક્ષીઓ મળીને બસોથી વધુ જાતનાં પ્રાણીઓ છે. અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી સફેદ માથાવાળું ગરુડ પણ અહીં જોવા મળે છે.' અમારા ગ્રુપમાં બે પ્રૌઢ મહિલાઓ હતી. તેમણે કહ્યું, ‘અમને તો મૂઝ જોવામાં રસ છે. કેરિબુ અને રીંછ તો બહુ જોયાં છે..અગાઉ બે વખત અમે પાર્કમાં આવ્યાં હતાં, પણ મૂઝ જોવા મળ્યું નહોતું.' બીજું કોઈક બોલ્યું, ‘મારે પણ મૂઝ જેવું છે. ઘેટાં, હરણ અને રીંછ તો બધાએ જોયાં હોય.' મૂઝ આમ તો હરણની જાતિનું પ્રાણી છે, યુરોપ અને અમેરિકાના ઉત્તર ધ્રુવ પ્રદેશમાં એ જોવા મળે છે. અલાસ્કામાં એની મોટામાં મોટી જાત છે. તે કાળા કે ભૂખરા રંગનું, સરેરાશ છ ફૂટ ઊંચું, પાંચસોથી વધુ કિલો વજનવાળું, ભરાવદાર, આગળના બે પગ વધુ પડતા લાંબા હોવાને કારણે ખૂંધ નીકળી હોય એવા દેખાવવાળું, કંઈક કઢંગું, વરવું, અભદ્ર લાગે એવું પ્રાણી છે. ચાર ફૂટ ઊંચાં તેનાં શિંગડાં વાંકાચૂંકાં, શાખાપ્રશાખાવાળાં, છેડે કોદાળી જેવાં ધારવાળાં હોય છે. નાના માથા ઉપર કેટલો બધો ભાર ! સ્વરક્ષણ માટે, શિકાર માટે, બરફ કે બીજું કંઈ તોડવા-કૂટવા માટે તે એનો ઉપયોગ કરે છે. કુદરતે દરેક પ્રાણીને ભૌગોલિક દષ્ટિએ અસ્તિત્વ ધરાવવા માટે તેવા પ્રકારના શરીરની રચના આપી છે. એમાં બિચારા મૂઝનો શો વાંક ? બસ ધીમી ગતિએ આગળ વધી રહી હતી. નિરાશ પ્રવાસીઓ બસના પારદર્શક કાચમાંથી કોઈ પશુને જોવા માટે આંખો ફાડીફાડીને જોઈ રહ્યા હતા. એવામાં એક સજ્જને હર્ષનાદ કરતાં કહ્યું, “હાશ...છેવટે આપણને એક કેરિખુ જોવા મળ્યું.' ડ્રાઈવરે તરત બસ ઊભી રાખી. એ સજ્જનની સૂચના પ્રમાણે બસો ફૂટ બસ પાછી વાળી. એમણે દૂર દૂર એક કેરિબુ બતાવ્યું. કેટલાકને એ દેખાયું, કેટલાકને નહિ, કારણ કે ઘણે આઘે એ હતું. કેરિબુ નીચું મોઢું કરીને ઘાસ ખાઈ રહ્યું હતું. પરંતુ તે જરા પણ હાલતું ચાલતું Page #94 -------------------------------------------------------------------------- ________________ કેનાલી નેશનલ પાર્ક G નહોતું. એવામાં એક ભાઈ મોટું શક્તિશાળી દૂરબીન લાવ્યા. એમાંથી જોયું તો એ કેરિબુ નહોતું. દૂર એક શિલાની આકૃતિ એવી હતી કે જાણે કેરિબુ ન હોય ! દૃષ્ટિભ્રમ થાય એવું જ ખરેખર હતું‘! પ્રાણીદર્શનની નિરાશાએ બધાને હસાવી દીધા. બસ ચાલી. સમયનો સદુપયોગ કરવા માટે ડ્રાઇવરે દેનાલી પાર્કનો ઇતિહાસ કહ્યો. આ પાર્કની સ્થાપના ૧૯૧૭માં થઈ હતી. મૅકકિન્લી પર્વતની આસપાસનો આ વિસ્તાર હોવાથી એનું નામ ‘માઉન્ટ મૅકકિન્લી નૅશનલ પાર્ક' રાખવામાં આવ્યું હતું. ત્યારે અહીં પ્રવાસીઓ આવતા નહિ. ઘણા વખત સુધી એવો ભ્રમ રહ્યો હતો કે બૅકકિન્લી પર્વતનું પર્યાવરણ બરાબર સચવાય એ માટે આ પાર્કની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ પર્વત માટે પાર્ક હોય તો પર્વતની દક્ષિણ દિશાના પ્રદેશનો એમાં કેમ સમાવેશ કરવામાં ન આવ્યો ? પર્વત તો આમ પણ એની ઊંચાઈ, ખડકો, ભેખડો, બરફ તથા ગીચ ઝાડીને કારણે કુદરતી રીતે જ સચવાયેલો હતો. ત્યાં જવાનું લોકો માટે સરળ નહોતું. વાત એમ બની હતી કે ગઈ સદીના અંતે અલાસ્કામાંથી સોનું નીકળ્યું છે એવી વાત પ્રસરતાં ઘણા સાહસિક વેપારીઓ અલાસ્કામાં ફેરબેન્કસમાં આવીને વસતા ગયા. તેઓ જુદા જુદા વિસ્તારમાં જમીન ખરીદી ત્યાં ખાણ ખોદાવવા લાગ્યા. તે વખતે મોટી સંખ્યામાં ખાણિયા મજૂરોને ફેરબેન્કસમાં વસાવવામાં આવ્યા. આ વધતી જતી વસ્તીના ખોરાક માટે અહીં ઘેટાં, કેરિબુ વગેરેનો શિકાર મોટા પ્રમાણમાં થવા લાગ્યો. વ્યવસાયી શિકારીઓ વધી ગયા. પશુઓની સંખ્યા ઘટવા લાગી. એ વખતે એક શિકારીને પોતાને આ વિસ્તારની ચિંતા થવા લાગી. એનું નામ હતું ચાર્લ્સ શેલ્ડન. એ શિકારની પ્રવૃત્તિ વેપાર માટે નહિ પણ અંગત શોખ માટે કરતો હતો. શિકાર ઉપરાંત વૃક્ષો, પુષ્પો, પતંગિયાં, પક્ષીઓ વગેરેના અભ્યાસનો પણ એને શોખ હતો. એ પ્રકૃતિપ્રેમી (Naturalist) પણ હતો. તે ૧૯૦૬માં આ વિસ્તારમાં આવ્યો હતો. પોતાનો તંબૂ નાખીને તે જુદી જુદી જગ્યાએ મુકામ કરતો. લાગલગાટ બે વર્ષ તે આ વિસ્તારમાં ઘૂમ્યો હતો. એણે જોયું કે આ વિસ્તારને 'નૅશનલ પાર્ક' તરીકે રાજ્ય તરફથી જાહેર કરવામાં આવે તો જ પશુઓનો શિકાર બંધ થાય. એણે એ માટેનો પ્રચાર ચાલુ કરી દીધો. જુદી જુદી કલબના સભ્યોને તે મળતો અને પોતાની ચિંતા દર્શાવતો. રાજકીય નેતાઓને પણ તે મળતો અને પોતાની યોજના સમજાવતો. આમ દસ વર્ષની ભારે જહેમત પછી એને સફળતા મળી અને ૧૯૧૭માં ‘માઉન્ટ મૅકકિન્લી નૅશનલ પાર્ક'ની રચના થઈ અને ત્યારથી ત્યાં શિકાર બંધ થયો. પછી તો આ પાર્કની સાચવણી માટે ઘણીબધી જાગૃતિ આવી ગઈ. ખાનગી વાહનો ઉપર પ્રતિબંધ આવ્યો. એક જ મુખ્ય રસ્તો છે તે પણ કાચો રાખવામાં આવ્યો. અનિવાર્ય એવી એક-બે નાની ઇમારતો સિવાય કશું જ Page #95 -------------------------------------------------------------------------- ________________ ve પાસપૉર્ટની પાંખે ઉત્તરાલેખન બાંધકામ ન કરવાનો નિર્ણય લેવાયો. એટલું જ નહિ, પાર્કનું નામ પણ બદલીને આદિવાસી નામ 'દેનાલી' રાખવામાં આવ્યું. અમારી બસ ધીમે ધીમે આગળ વધતી જતી હતી. જેમ જેમ ઊંચે જતા જઈએ તેમ તેમ વૃક્ષોનાં કદ નાનાં જોવા મળે અને તેની સંખ્યા પણ ઓછી હોય. ચારે બાજુ ડુંગરાળ વિસ્તાર હતો. વાદળાં ઊમટી આવ્યાં હતાં. ત્યાં ડ્રાઇવરે કહ્યું, ‘બધા સાંભળો ! તમને દસ વાગ્યે બે રીંછ દેખાશે.’ ‘દસ વાગ્યે ? અત્યારે નવ વાગ્યે કેમ નહિ ?' અમારામાંથી કોઈકે પ્રશ્ન કર્યો. ડ્રાઇવરે હસીને સ્પષ્ટતા કરી, ‘દસ વાગ્યે એટલે દસ વાગ્યાની દિશામાં.’ ‘એટલે ?’ કેટલાકે પ્રશ્ન કર્યો. કેટલાક સમજી ગયા અને હર્ષથી બોલી ઊઠ્યા, ‘હા, અમને બે રીંછ દેખાય છે.' ખુલ્લામાં બીજાને કંઈ બતાવવું હોય તો ઘડિયાળની પદ્ધતિ બહુ ઉપયોગી ગણાય છે. (લશ્કરના સૈનિકોને પણ આ પદ્ધતિની તાલીમ આપવામાં આવે છે.) આપણે ઘડિયાળના કેન્દ્રસ્થાને ઊભા હોઈએ અને જે આંકડાની દિશામાં જોવાનું કહેવામાં આવે તે બાજુ કહેલા અંતરે નજર કરીએ તો તે વસ્તુ તરત નજરે પડે છે. ગૂંચવાડો ઊભો થતો નથી. સવારે નીકળ્યા પછી દસ વાગ્યાની દિશામાં પહેલી વાર અમને બે . પશુ જોવા મળ્યાં એથી બધા આનંદિત થઈ ગયા. અહીં અમને ઊતરવા દેવાની છૂટ આપવામાં ન આવી, કારણ કે રીંછ કોઈક વાર આક્રમક બની જાય છે. દેનાલી પાર્કમાં પહેલેથી કડક નિયમોને કારણે રીંછને માણસ પાસે આવવાની ખાસ ટેવ પડી નથી. રીંછ પોતાનો કુદરતી ખોરાક ખાય છે. મનુષ્યોના ખોરાકની એને ટેવ પડવા દેવામાં આવી નથી. મનુષ્ય જેવી આકૃતિ પાસેથી ખાવાનું મળી શકે છે એવી સમજણ પણ અહીં રીંછમાં આવવા દીધી નથી. રીંછ સાથેની ઝપાઝપીમાં માણસ ઘવાય છે; મૃત્યુના પ્રસંગો જવલ્લે જ બને છે. દેનાલી પાર્કમાં જેઓ તંબૂ નાખીને જુદા જુદા વિસ્તારમાં રાતવાસો રહેવા ઇચ્છતા હોય તેમને સ્વરક્ષણ માટે માહિતી અને તાલીમ આપવામાં આવે છે. અમે હવે લગભગ અડધે રસ્તે આવ્યા. ડ્રાઇવરે કહ્યું, ‘હવે રેસ્ટ રૂમ આવશે. ત્યાં તમને દસ મિનિટનો વિરામ આપવામાં આવશે. ફોટા પાડવા હોય, વિડિયો ઉતારવી હોય, પગ છૂટા કરવા હોય, ટૉઇલેટ જવું હોય તો તેને માટેનું એ વિરામસ્થાન છે.’ વિરામસ્થાન આવ્યું, પણ અમેરિકામાં અન્યત્ર હોય છે તેના કરતાં સાવ જુદું. નહિ કોઈ રેસ્ટોરાં, નહિ કોઈ દુકાન. લાકડાંના કામચલાઉ ગામઠી ટૉઇલેટ બનાવ્યાં હતાં. જેઓ સાથે કશું ખાવાનું લાવ્યા ન હતા તેઓ તો અસ્વસ્થ થઈ ગયા. વિરામ પછી બસ આગળ ચાલી. હવે ચારે બાજુ ખુલ્લું આકાશ દેખાતું હતું. ઘણે દૂર મૅકકિન્લી પર્વતનાં હિમાચ્છાદિત શિખરો વાદળાંમાં સંતાકૂકડી રમતાં હતાં. અમે Page #96 -------------------------------------------------------------------------- ________________ કેનાલી નૅશનલ પાર્ક VE દેનાલી પાર્કમાં દાખલ થયા ત્યારે ઊંચા ઊંચા પાઇન વૃક્ષો અને બીજી વનજિ વગેરે ઠીક ઠીક પ્રમાણમાં હતાં. પરંતુ બસ જેમ ઉપર ચડતી ગઈ તેમ નાનાં વૃક્ષો અને ટૂંકું ઘાસ જોવાં મળ્યાં. અલાસ્કાનો આવો દેશ ટુંડ્ર - Tundra પ્રદેશ તરીકે ઓળખાય છે. ઘેટાં, કેરિબુ, મૂઝ વગેરે આવા ઘાસ પર નભે છે. તેઓ સરેરાશ એક દિવસમાં પચીસ કિલોગ્રામ જેટલું ઘાસ ખાઈ શકે છે. અમારી બસ લગભગ ચાર હજાર ફૂટની ઊંચાઈએ પહોંચી. ત્યાંથી જોઈ શકાતું હતું કે નીચાણવાળા કેટલાક ભાગોમાં હજુ બરફ પૂરો ઓગળ્યો નહોતો. શ્વેત હિમના ચટાપટાવાળા પ્રદેશો નિહાળી શકાતા હતા. ત્યાં તો આકાશમાં કાળાં વાદળ ઘેરાવા લાગ્યાં. બસના અંતિમ મથકે અમે પહોંચ્યા. ડ્રાઇવરે કહ્યું, 'આપણો અહીં સુધીનો પ્રવાસ પૂરો થાય છે. અહીં સેન્ટર છે. ત્યાં તમે હરીફરી શકો છો. માઉન્ટ મૅકકિન્લીનાં શિખરો હવે વાદળાંઓને કારણે તમને નહિ દેખાય. તમને ત્રીસ મિનિટનો સમય આપવામાં આવે છે. નિયત સમયે આપણે પાછા ફરીશું.’ ડ્રાઇવરની સૂચના સાંભળી કેટલાક નિરાશ થઈ ગયા. કોઈક બોલ્યું, ‘આટલો સમય બહુ ઓછો કહેવાય.' ‘એટલો સમય પૂરતો જ છે.' ડ્રાઇવરે કહ્યું. ‘ધારો કે કોઇને મોડું થાય તો ?' ‘તો બીજી બસમાં આવી શકો છો. આ ટિકિટ એમાં ચાલશે.' કેટલાક પ્રવાસીઓમાં કચવાટની લાગણી પ્રસરી. એંસી માઈલનો પ્રવાસ ફક્ત ત્રીસ મિનિટ માટે જ કરવાનો ? એક પછી એક અમે બસમાંથી ઊતર્યા. ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો. કેટલાક દોડીને સેટરના મકાનમાં પહોંચી ગયા. કેટલાક ભીંજાયા. વાતાવરણમાં ઠંડી પ્રસરી ગઈ. સેટર એટલે બેઠા ઘાટનું એક મકાન. એમાં ફોટા, ફિલ્મ, વિડિયો કૅસેટ, પુસ્તકો વગેરે વેચતી નાની નાની દુકાનો હતી. શૌચાલય હતાં. પરંતુ કોઈ રેસ્ટોરાં નહોતી. અમેરિકનોની ખાસિયતથી વિપરીત આ સ્થળ લાગ્યું. કેટલાક કૉફી કે અન્ય પીણાં માટે ફાંફાં મારવા લાગ્યા. પણ કશું જ મળ્યું નહિ. પર્યાવરણ જાળવવા એવું કશું રાખ્યું ન હતું. સદ્ભાગ્યે, અમે અમારી ભારતીય ટેવ મુજબ સાથે થોડું ભાથું બાંધી લીધું હતું તે અમારે અને બીજા કેટલાકને કામ લાગ્યું. અહીંથી માઉન્ટ મૅકકિન્લીનું દૃશ્ય નિહાળવાયોગ્ય ગણાય છે. પણ વાદળાં અને ધુમ્મસને કારણે એ જોવા મળ્યું નહિ. અમારામાંના કેટલાક તો પાંચ-સાત મિનિટમાં જ કંટાળી ગયા અને બસમાં જઈને બેઠા. ખાવાપીવાનું ન મળ્યું એટલે જોવામાં પણ રસ ન પડ્યો. પર્યાવરણ સાચવવા માટે અમેરિકાએ કેટલી બધી ચીવટ રાખી છે તે અહીં નજરે જોવા-અનુભવવા મળ્યું. Page #97 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન પંદરેક મિનિટમાં તો અમે પણ બસમાં બેસી ગયા. કેટલાક પ્રવાસીઓ તો થાકીને ઊંઘી ગયા હતા. વાતાવરણમાં ઠંડી પ્રસરી ગઈ હતી એટલે ઘણાએ ગરમ કપડાં પહેરી લીધાં હતાં. નિયત સમયે અમારી બસ ઊપડી, એ જ મંદ ગતિએ તે ચાલવા લાગી. ડ્રાઇવર વર્ણન કરતો રહ્યો. એ તો એની ફરજ હતી. પણ પ્રવાસીઓમાંથી ત્રણચાર જણ સિવાય બીજા કોઈને રસ નહોતો. ઘણાખરા તો ઝોકાં ખાતા હતા. અડધે રસ્તે આવ્યા હોઈશું ત્યાં ડ્રાઇવરે કહ્યું, ‘ત્રણ વાગ્યે જુઓ ! કેરિબુનું મોટું ટોળું પસાર થઈ રહ્યું છે.’ પણ હવે ત્રણ વાગ્યે કે તેર વાગ્યે, આંખ ઊંચી કરવાની શક્તિ કેટલામાં રહી હતી ? ८० અધવચ્ચે પાછું વિરામસ્થાન આવ્યું. પણ કોઈ ઊતર્યું નહિ. ડ્રાઇવર એકલો લટાર મારીને પાછો આવ્યો. બસ નીચાણમાં આવી એટલે વાતાવરણમાં થોડી ઉષ્મા આવી. ગરમ કપડાં ઊતરવા લાગ્યાં. જાગૃતિ આવવા લાગી. માંહોમાંહે વાતો થવા લાગી. પ્રવાસ સારો રહ્યો પણ મૂઝ જોવા મળ્યાં નહિ. મૂઝ જોવા ત્રીજી વાર દેનાલી આવનારી પેલી બે પ્રૌઢ અમેરિકન મહિલાઓને તો પ્રવાસ વ્યર્થ ગયા જેવો લાગ્યો. - દેનાલી પાર્કનો અમારો પ્રવાસ પૂરો થયો. પાર્કનો દરવાજો વટાવી અમારી બસ પાકા વિશાળ રસ્તા પર આવી ગઈ. હવે એ સડસડાટ ચાલવા લાગી. ડ્રાઇવરે જાહેરાત કરી કે ‘હવે થોડી વારમાં આપણી બસ સેંટર પાસે પહોંચશે, માટે સૌએ પોતપોતાની ચીજવસ્તુઓ યાદ કરીને લઈ લેવી.’ બધા પ્રવાસીઓ સ્વસ્થ થઈ ગયા હતા. વાતો કરતા હતા કે ‘આપણે ભૂખરાં અને કાળાં રીંછ જોયાં; કેરિબુ જોયાં; ઘેટાં જોયાં; સસલાં જોયાં. આપણે કમનસીબ કે એક જોવા ન મળ્યું મૂઝ. દેનાલીમાં બે હજાર જેટલાં મૂઝ છે, પણ આપણે માટે એક મૂઝ પણ નવરું નહોતું.’ અમારી વાતો ચાલતી હતી ત્યાં ડ્રાઇવરે અચાનક બ્રેક મારી. કેટલાકને આંચકો લાગ્યો. કેટ્લાક ડ્રાઇવર પર ચિડાયા. ‘આ તે કંઈ બસ ચલાવવાની રીત છે ?' – મારાં પત્નીએ પણ તરત ફરિયાદ કરી, ‘ટ્રાફિક વગરના રસ્તા પર બ્રેક મારવાની શી જરૂર ?' પણ ડ્રાઇવરે પોતે જ હર્ષની કિકિયારી કરી કહ્યું, 'જુઓ, જુઓ ! મૂઝ રસ્તો ઓળંગી રહ્યાં છે.' બધા ઊભા થઈ ગયા. ત્રણ મૂઝ અચાનક રસ્તા પર આવી ચડ્યાં હતાં. મોટાં કદાવર હતાં. શિંગડાં પણ એવાં જ. મૂઝ જોતાં તાળીઓના ગડગડાટ થયા. કૅમેરા અને વિડિયો કામે લાગી ગયા. નીચાણમાંથી દોડતાં દોડતાં મૂઝ રસ્તા પર આવ્યાં અને બીજી બાજુ નીચાણમાં ઊતરી ગયાં. કોઈકે પ્રશ્ન કર્યો, ‘પણ મૂઝ અહીં કેવી રીતે આવી શકે ? એ તો પાર્કમાં હોવાં જોઈએ ને ?’ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮ કેનાલી નેશનલ પાર્ક આ કોઈ થોડો વાડ બાંધેલો પાર્ક છે કે પશુઓ બહાર આવી ન શકે?' બીજાએ જવાબ આપ્યો. પાર્ક તો આપણે બનાવ્યો અને હાઈવે પણ આપણે બનાવ્યો. એથી ગમે ત્યાં ફરવાની પશુઓની સ્વતંત્રતા થાડી ચાલી જાય છે ?' ત્રીજાએ કહ્યું. વાત સાચી હતી. અમન અને સવિશેષ તો પેલી પ્રૌઢ મહિલાઓને આનંદ તો એ વાતનો હતો કે અભદ્ર દેખાતાં મૂઝનાં ભદ્ર દર્શને છેવટે અમારા પાર્ક-પ્રવાસને સુભદ્ર બનાવી દીધો હતો. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૩ લેસ્ટરમાં અડધી રાતે ઈ.સ. ૧૯૮૪ની આ વાત છે. ઇંગ્લેંડમાં લેસ્ટર (Leicester) નામના શહેરમાં એક ધાર્મિક સંસ્થાના કાર્ય અંગે છ અઠવાડિયાં અમારે (મારે, મારાં પત્નીને તથા મારાં સાસુને) રહેવાનું થયું હતું. લેસ્ટરમાં એક ખાલી પડેલા જૂના દેવળને ખરીદી એનું કલાત્મક મંદિરમાં રૂપાંતર કરવાની યોજના સ્થાનિક સંસ્થા તરફથી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ત્રણચાર દાયકામાં ઇંગ્લેંડમાં ભારતીય લોકોનો વસવાટ ઘણો વધી ગયો છે. ધર્મસ્થળોની જરૂર પડી છે. નવી જગ્યા લઈ ત્યાં ધર્મસ્થળ ઊભું કરવામાં સમય અને ખર્ચ જે લાગે તથા વહીવટી કાર્યવાહી કરવી પડે તેના કરતાં વપરાયા વગરનાં પડી રહેલાં જૂનાં ખ્રિસ્તી દેવળોને ખરીદીને એનું રૂપાંતર કરવામાં ઓછો સમય અને મર્યાદિત ખર્ચ લાગે તથા જાહેર ધર્મસ્થળ માટેની જરૂરી બધી પરવાનગીઓ મળેલી હોય એટલે વહીવટી વિલંબ પણ ઓછો થાય. અમે લેસ્ટર પહોંચ્યાં ત્યારે દેવળ એના મૂળ સ્વરૂપમાં હતું. નીચે અંદરની એક બાજુ ભીંતો તોડવાનું વિચારાઈ રહ્યું હતું. ઉપરના માળે એક બાજુના વિશાળ ખંડમાં ભક્તિ, વ્યાખ્યાન, સત્સંગ વગેરેનો કાર્યક્રમ સવાર-સાંજ થતો. શનિ-રવિ ઘણી હાજરી રહેતી. અન્ય સમયે દેવળમાં એકલા ગયા હોઈએ તો ભેંકાર લાગે. લગભગ બે હજાર વર્ષ પહેલાં, રોમન સામ્રાજ્યના વખતમાં સ્થપાયેલું, ખેતીવાડી અને ચર્મ ઉદ્યોગ માટે જાણીતું, હાલ આશરે ચાર લાખની વસ્તી ધરાવતું ઐતિહાસિક શહેર લેસ્ટર ઇંગ્લેંડનાં શહેરોમાં બહુ મોટું ન ગણાય, પરંતુ ભારતીય લોકોમાં, વિશેષત: ગુજરાતીઓમાં તે હવે બહુ જાણીતું થઈ ગયું છે. ગુજરાતીઓની ઠીક ઠીક વસ્તી લેસ્ટરમાં આવીને વસી છે. બ્રિટને પૂર્વ આફ્રિકાનાં પોતાનાં સંસ્થાનો છોડ્યાં ત્યારે ત્યાં વસાવેલા એશિયાવાસીઓમાંના ઘણાને બ્રિટિશ પાસપૉર્ટ આપ્યા કે જેથી તેઓ ઇચ્છે તો બ્રિટનમાં આવીને વસી શકે. એમાં પણ યુગાન્ડામાં અત્યાચારી ઇદી અમીનના શાસન દરમિયાન હજારો ગુજરાતીઓ યુગાન્ડા છોડીને બ્રિટન પહોંચી ગયા. કેટલાક તો બેહાલ સ્થિતિમાં ભાગ્યા હતા. એમાંના કેટલાક લેસ્ટરમાં જઈને વસ્યા. આમ, લેસ્ટર એટલે જાણે કે ગુજરાતીઓનું મથક. લેસ્ટરની કેટલીક શેરીઓમાં ફરીએ તો જાણે ગુજરાતમાં હોઈએ વર Page #100 -------------------------------------------------------------------------- ________________ લેસ્ટરમાં અડધી રાતે ૩ તેવું લાગે. એક મિત્રને પૂછેલું કે બ્રિટનનાં બીજાં શહેરો છોડીને ગુજરાતીઓએ લેસ્ટર કેમ પસંદ કર્યું ? એનાં ઘણાં કારણોમાંનું એક મહત્ત્વનું કારણ એ હતું કે ત્યારે ઘરોની કિંમત અને ભાડાં બંને લેસ્ટરમાં ઓછાં હતાં. એટલે જેમને લંડન ન પોસાય તે લેસ્ટર જાય. વળી સગાંસંબંધીઓની પાસે પાસે રહેવાની ભાવનાને લીધે પણ એકની પાછળ બીજા ખેંચાતા ગયા. આરંભમાં તો ત્યાં મુખ્યત્વે મધ્યમ વર્ગના સાધારણ સ્થિતિના ગુજરાતીઓનું પ્રમાણ વધ્યું હતું, પણ પછી આપબળે તેઓ આગળ વધતા ગયા અને એની સાથે લેસ્ટરની રોનક વધતી ગઈ. દેવળથી થોડે છેટે આવેલા એક વિશાળ સંફલનાં એકસરખાં મકાનોમાંના એક મકાનમાં બીજે માળે એક ફ્લેટમાં અમને સંસ્થા તરફથી ઉતારો આપવામાં આવ્યો હતો. દરેક માળે સામસામે બે ફ્લૅટ હતા. અમારી સામેનો ફ્લૅટ સંસ્થાએ પોતાની ઑફિસ માટે રાખ્યો હતો. અમારા ખાલી ફ્લૅટમાં ફર્નિચર વસાવવાનું હતું અને રસોડું ચાલુ કરવાનું હતું. પહેલે દિવસે જ ફ્લૅટમાં દાખલ થઈ અમે અમારો સામાન ગોઠવતાં હતાં ત્યાં બારણે ટકોરા થયા (સંકુલમાં કોઈ ઘરે ઇલેક્ટ્રિક ઘંટડી આપવામાં આવી નહોતી). સંસ્થાના કોઈ કાર્યકર્તા આવ્યા હશે એમ માની બારણું ખોલ્યું તો એક વયોવૃદ્ધ અંગ્રેજ સજ્જનને જોયા. કડક અવાજે તેઓ બોલ્યા, ‘તમે અહીં રહેવા આવ્યા છો ?' ‘હા, જ.' ‘અમે તમારી નીચે રહીએ છીએ. તમે ઘરમાં ચાલો છો એનો નીચે ધબ ધબ અવાજ આવે છે. અમારાથી એ સહન થતો નથી.' ‘એ માટે અમે ખરેખર દિલગીર છીએ. અમને ખબર નહિ કે નીચે અવાજ આવતો હશે.’ ‘ઓહ, તમારા ફ્લેટમાં કારપેટ દેખાતી નથી. તરત કારપેટ નખાવો કે જેથી અવાજ આવે નહિ.' ‘અમે હજુ આજે જ આવ્યાં છીએ. ફ્લૅટમાં કશું જ નથી..ફ્રિજ, ફોન, ફર્નિચર, કારપેટ...અમે તરત બધું વસાવી લઈશું. તમને તક્લીફ પડી છે એ માટે ક્ષમા માગીએ છીએ.’ મિજાજી ચહેરે તેઓ નીચે ચાલ્યા ગયા. અમે સંસ્થાના મુખ્ય કાર્યકર્તાને વાત કરી. એક પછી એક વસ્તુઓના ઑર્ડર દેવાતા જશે એની ખાતરી તેમણે આપી. બીજે દિવસે ઘરમાં પલંગ, સોફા, ફ્રિજ અને ટી.વી. આવી ગયાં. રસોડું પણ ચાલુ થઈ ગયું. સાંજે જમીને અમે ટી.વી જોતાં બેઠાં હતાં ત્યાં બારણે ટકોરા પડ્યા. નીચેવાળા કાકા જ આવ્યા હતા. એમની આંખોમાં રોષ હતો. અમારા ફ્લેટમાં કારપેટ નહોતી આવી એ સાચું, પણ અમે સાચવીને ચાલતાં હતાં અને અડધા કલાકથી અમે કોઈ ચાલ્યાં નહોતાં. ટી.વી. જોતાં બેઠાં હતાં. કાકાએ કડક શબ્દોમાં કહ્યું, 'તમારા Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન ટી.વી.નો અવાજ નીચે આવે છે. કાં તો તમે બારી બંધ કરો અને કાં તો ટી.વી. ઘીમું કરો, સમજ્યા ?' અમે બારી પણ બંધ કરી અને ટી.વી. પણ બંધ કર્યું. વૃદ્ધ અંગ્રેજના અસહિષ્ણુ સ્વભાવનો પરિચય થઈ ગયો. પાશ્ચાત્ય દેશોમાં કેટલાક લોકો મોટો અવાજ સાંભળવાને ટેવાયેલા નથી હોતા. એમની શ્રવણેન્દ્રિય પછી તો અત્યંત તીવ્ર અને સંવેદનશીલ બની જાય છે. એને લીધે સ્વભાવ પણ અસહિષ્ણુ થઈ જાય છે. તરત બીજાને ટોકવાની ટેવ પડી જાય છે. પોતાને કોઈની ગરજ પડશે નહિ અને કોઈને જરા પણ સાંખી લેવું નહિ એવી વૃત્તિ પ્રબળ થઈ જાય છે. આવાં કારણોથી જ એકલતાવાદી, અહંકેન્દ્રી જીવનશૈલી ઘડાય છે. દસબાર વર્ષથી બાજુબાજુમાં રહેતા હોય અને છતાં કોઈ એકબીજાના ઘરમાં ગયા ન હોય, અરે, નામ સુધ્ધાં જાણતા ન હોય એવી સ્થિતિ પણ ત્યાં જોવા મળશે. અમે ‘નીચેવાળા કાકા તરીકે જેમને ઓળખવાનું ચાલુ કર્યું હતું એમની આવી વર્તણૂકથી જૂની પેઢીનાં, ભારતીય જીવનપદ્ધતિથી ટેવાયેલાં મારાં સાસુને બહુ આશ્ચર્ય થયું. એમણે કહ્યું, વિદેશમાં રહેવા આવવું અને શરૂઆતમાં જ પડોશી સાથે અણબનાવ થાય એ કેમ પોસાય ? સાજેદ કે કંઈ મુલ્લી હોય તો પડોશી જ પહેલાં કામમાં આવે.” એ વાત સાચી, પણ અહીંના લોકોની પ્રકૃતિ જ જુદી, સરકાર એમને સાચવે. એટલે કોઈની ગરજ ન રહે. પહેલાં તો કાળા-ગોરાનો ભેદ પણ બહુ રહેતો. હવે એ ઘણો ઓછો થઈ ગયો છે એટલું સારું છે. નહિ તો આ ગોરા અંગ્રેજ લોકોની વચ્ચે આપણે રહી પણ ન શકીએ.” મેં કહ્યું. બીજે દિવસે ભકિત અને સત્સંગના કાર્યક્રમમાં અમે ગયાં નીચેવાળા કાકાની વાત કરી. કોઈક વૃદ્ધ લોકોના ચીડિયા સ્વભાવનો બચાવ કર્યો, તો કોઈકે કહ્યું, હું હોઉ તો આવા કચકચિયા માણસને બરાબર પાઠ ભણાવું. બીજે દિવસે ખાલી કરીને બીજે રહેવા ચાલ્યા જાય.' યુનિવર્સિટીમાં ભણતી એક યુવતીએ કહ્યું, ‘રમણભાઈ, એમ સાંભળી નહિ લેવાનું ! કાકાને કહી દો કે અવાજ સહન ન થતો હોય તો સ્વતંત્ર ઘરમાં રહેવા જાય, ફ્લેટમાં ન રહેવાય. તમે મને જે રજા આપો તો હું ડાન્સની મારી પ્રેક્ટિસ તમારા ફલૅટમાં આવીને કરું. કાકાને હું પહોંચી વળું અવી છું. કાકાને કાયદા આવડે છે તો મનેય કાયદા આવડે છે.” મેં મનોમન કહ્યું, “આપણે થોડા દિવસ રહેવું ત્યાં આવી વાતને ક્યાં વધારવી ? સાચવી લેવું.' ભક્તિ અને સત્સંગનો કાર્યક્રમ પૂરો થયો. એક કાર્યકર્તાએ જાહેરાત કરી : બધા હોદ્દેદારો રોકાય. આપણે ભંડાર ખોલી અંદરની રકમ ગણીને ઘરે લઈ જવાની છે, કારણ Page #102 -------------------------------------------------------------------------- ________________ લેસ્ટરમાં અડધી રાતે કે આ અઠવાડિયામાં બે વખત કોઈ ભંડાર ખોલીને રકમ ચોરી ગયું છે. હવેથી રોજેરોજ ભંડાર ખાલી કરી લેવાશે.' આ જાહેરાત થતાં માંહોમાંહે વાતો થવા લાગી. હમણાં આ વિસ્તારમાં ચોરીના બનાવો વધતા જાય છે. કોઈકે પોતાના ઘરમાં આવેલા ચોરની વાત કરી. તો કોઈક લંડનમાં પોતાના સગાને ત્યાં થયેલી ચોરીની કહાણી માંડી. કેવી કેવી સાવચેતી રાખવી જોઈએ તેની વાતો થઈ. રાતના બહાર ગયા હોઈએ તો ફોનનું રિસીવર નીચે મૂકી દેવું જોઈએ કે જેથી આપણા ઘરમાં કોઈ છે કે નહિ તે જાણવા ચોર આપણો નંબર મેળવીને ફોન કરે તે ‘એગજ' આવે અથવા ઘરમાં ટી.વી. કે ટેપરેકૉર્ડર મોટા અવાજે ચાલુ રાખીને બહાર જવું જોઈએ. નવા પ્રકારની ચોરીની પદ્ધતિઓ અને નવા પ્રકારના ઉપાયોનો વિચાર દરેક જમાનામાં થવાનો, કારણ કે ચોરીનું દૂષણ તો આદિકાળથી ચાલ્યું આવે છે. અહીં કેટલાંક ઘરોમાં ફોન ઉપરાંત એવું બટન નખાવવામાં આવે છે કે જે દબાવતાં પોલીસસ્ટેશનમાં સીધી ઘંટડી વાગે. મારી પત્નીએ કહ્યું, “અમારા ફ્લેટમાં ફોન પણ નથી અને જુદું બટન પણ નથી, પણ અમને એની ચિંતા નથી, કારણ કે અમારી પાસે હોય શું તે લઈ જાય ?' એવું ન માનશો, તારાબહેન ! અહીંના ચોર જાણે છે કે ઇન્ડિયનોના ઘરમાં કશું ન હોય તો પણ સ્ત્રીના શરીર પર થોડાં ઘરેણાં તો હોય જ.' એક બહેને સલાહ આપી. આ વિસ્તારમાં દારૂની દુકાનો પણ છે અને ચોરીનું દૂષણ છે એ વાતે અમને થોડાં સાવધાન બનાવી દીધાં. ચારેક દિવસ પછી અમે સાંજના એક કાર્યક્રમ માટે લંડન ગયાં હતાં. પાછા આવતાં રાતના સાડાબાર વાગી ગયા. એક કાર્યકર્તા અમને ફલૅટ પર મૂકી ગયા. અમે સૂવાની તૈયારી કરતાં હતાં ત્યાં બારણે ટકોરા પડ્યા. કોણ હશે અત્યારે અડધી રાતે ? બારણું ખોલ્યું તે નીચેવાળા કાકા જ હતા. આંખો ચોળતા ગુસ્સામાં કહેવા લાગ્યા, 'હજુ તમ કારપેટ નથી નખાવી ? અમારી ઊંઘ બગાડી. તમે તરત કારપેટ નહિ નખાવો તો મારે પોલીસને ફરિયાદ કરવી પડશે.' અમે કાકાની માફી માગી બારણું બંધ કર્યું. વિચાર કર્યો કે આપણે કોઈ ધડ ધડ ચાલ્યાં નથી તો અવાજ નીચે ગયો કેવી રીતે? કદાચ કાકાને માનસિક ભ્રમ તો નહિ થયો હોય? પણ પછી યાદ આવ્યું કે એ અવાજ અમારાં પગલાંને નહોતો, પણ મૂકવા આવેલા કાર્યકર્તાનાં પગલાંનો હતો. ‘આ કાકા તો બહુ જબરા અને ચીકણા છે, પણ આપણે તકરાર નથી કરવી.' મારાં સાસુએ કહ્યું. મેં એમને કહ્યું, 'હવે કાલે શાને માટે ફરિયાદ કરશે, તે ખબર છે ?' ના.' Page #103 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન આ તમે રસોઈ વખતે વઘાર કરો છો એ સહન થતો નથી એવી ફરિયાદ લઈને આવશે.' મેં મજાકમાં કહ્યું, સિવાય કે કાકા મારી મજાકને સાચી પાડે. “માણસ ગમે તેટલો જબરો હોય તો પણ એનામાં ભલાઈનો થોડો અંશ તો હોય જ. હું તો એમ કહું છું કે ભારતની જેમ કાકાના ઘર સાથે આપણે વાટકી. વ્યવહાર ચાલુ કરીએ તો ?' “એવું અહીં થાય નહિ. અહીંના લોકોને એ ગમે નહિ. આપણે ચાલુ કરીએ તોપણ એ વ્યવહાર એકતરફી જ રહે.' છતાં કરી જોવામાં શો વાંધો છે ? આપણું અપમાન કરશે, મારશે તો નહિને ?' ચર્ચાને અતિ નક્કી થયું કે આપણે એવો વ્યવહાર ચાલુ કરવો. અવળાને બદલે સવળા વિચારોમાં ચિત્ત પરોવાયું એટલે ઊંઘ પણ જલ્દી આવી ગઈ. બીજે દિવસે સવારે કાકાને બારણે મેં ટકોરો માર્યો. બારણું ખૂલ્યું. એ જ કડક લખી મુખાકૃતિ, ભાવવિહીન સ્વરે તેઓ બોલ્યા, કેમ, શું છે ?' હું આપને નિમંત્રણ આપવા આવ્યો છું. આજે સાંજે આપ બંને અમારા ઘરે જમવા પધારો.' 'જમવા ? પણ શા માટે ?' “બસ એમ જ, અમારી ઈચ્છા છે કે આપ અમારા ઘરે પધારો અને આપને જે અનુકૂળ લાગે તે અમારી ભારતીય વાનગીઓ ચાખો.' માફ કરજો. અમે એ રીતે કયાંય જતા નથી.” ‘તમે આવશો તો અમને આનંદ થશે. પ્રેમથી આપને નિમંત્રણ આપીએ છીએ.' ઘણી આનાકાની પછી, કાકીને પૂછીને કાકાએ છેવટે સંમતિ આપી. સમય નક્કી થયો. અમે નોતરા પછી તેડાની પ્રથા પણ અપનાવી. કાકાકાકીને આગ્રહ કરીને હું અમારા ફ્લેટમાં લઈ આવ્યો. જમવા બેઠાં. એમને લાપસી, ભજિયાં, પાપડ વગેરે વાનગીઓ ભાવી. બાફેલી શિંગ પણ બહુ ભાવી. અમે ભોજન પછી પાપડ વગેરેનું ભાથું પણ બંધાવ્યું. એમ કહેવાય છે કે ગમે તેવા જબરા માણસને પણ પેટથી જીતી શકાય છે. પેટમાં પડેલો અન્નનો દાણો કામ કર્યા વગર રહેતો નથી. કાકા સાથેની વાતચીત પરથી એટલું જાણવા મળ્યું કે તેઓ નિવૃત્ત સરકારી અમલદાર છે. ઘેરબેઠાં પાન આવે છે એટલે આજીવિકાની કોઈ ચિંતા નથી. બે દીકરાઓ છે. પરંતુ તેઓ જુદાં જુદાં શહેરોમાં પોતાના કુટુંબ સાથે રહે છે. એમની સાથે ખાસ સંપર્ક રહ્યો નથી; જરૂર પણ નથી. કામ હોય તો ન આવે એવું પણ નથી. કોઈને કોઈની જરૂર નથી એ અહીંની જીવનશૈલી છે. કાકા કાકી સાથે જરાક ઘરોબો થતાં એમની ફરિયાદો મટી ગઈ. હવે તો દાદરમાં મળે તો સામેથી સ્મિત ફરકાવે અને વાત કરવાની ઉત્સુકતા બતાવે. હજુ અમારા Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૭ લેસ્ટરમાં અડધી રાતે ફફ્લેટમાં કારપેટ આવી નહોતી એટલે અમે ચાલવામાં સાચવતાં. પછીના શુક્રવારે લંડનમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને રાત્રે બારેક વાગે અમે લેસ્ટર પાછાં ફર્યા, ચાલવાનો થોડો અવાજ થયો હશે, પણ કાકા આવ્યા નહિ. થાકેલાં હતાં એટલે અમે ઘસઘસાટ ઊંઘી ગયાં. હું ભરઊંઘમાં હતો ત્યાં મારાં પત્નીએ મને ઢંઢોળીને કહ્યું, “સાંભળો છો ? કોઈ બારણું ખટખટાવે છે.' નીચેવાળા કાકા જ હશે ! ખરા છે એ! “સોરી’ કહી દે એટલે વાત પતી જાય.” ના, એ નથી લાગતા. ઘડિયાળમાં જુઓ, ત્રણ વાગ્યા છે. વળી બારણું ખટખટાવવાનો અવાજ પણ જુદો છે.' હું એકદમ બેઠો થઈ ગયો. મારાં સાસુ પણ એમના રૂમમાંથી આવી પહોચ્યાં. આવી અડધી રાતે તો કોઈ ચોરડાકુ જ હોય. સારું થયું કે બારણું ઉઘાડ્યું નહિ. કોઈ રિવૉલ્વર સાથે ઘરમાં ઘૂસી આવે તો જખમ થાય. અમે કંઈ જવાબ આપ્યો નહિ. એટલું નક્કી કર્યું કે બારણું ખોલવું નથી. ચોર ન હોય અને કોઈ દારૂડિયો હોય અને ઘરમાં ઘૂસી આવે તોપણ ધમાલ થઈ જાય. વળી અમારું બારણું પણ તકલાદી હતું. એની સ્ટૉપર પણ સરખી વસાતી નહોતી. કોઈ બહ જેર કરીને ધક્કો મારે તે ખૂલી જાય. ફરીથી બારણું જોરથી ખટખટાવવાનો અવાજ આવ્યો. કોઈની વાત સાંભળીએ કે ચલચિત્રમાં ચોરડાકુનાં દશ્યો જોઈએ અને ખરેખર વાસ્તવિક અનુભવ થાય એ બે વચ્ચે કેટલો બધો ફરક છે એ હવે સમજાયું. અમે સચિંત થઈ ગયાં. ઘરમાં ફોન નહોતો. એટલે કોઈ ઘૂસી આવે તો શું કરવું? વિચાર્યું કે ભારતની જેમ “ચોર, ચોર' બોલી બૂમાબૂમ કરી મૂકવી. અહીં કોઈ “ચોર' શબ્દ સમજવાનું નથી, પણ આપણને તો રાડારાડ કરવા સાથે નિસ્બત છે. જૂના જમાનાનાં મારાં સાસુએ પોતાનો ઉપાય વિચારી લીધો. એમણે કહ્યું, 'હું તો રસોડામાં સંતાઈને ઊભી રહીશ. કોઈ હુમલો કરવા આવશે તો આંખમાં મરચાંની ભૂકી નાખીશ.' મેં બારણા પાસે જઈ કહ્યું, 'મિસ્ટર તમે ખોટી જગ્યાએ આવ્યા છો. માટે ચાલ્યા જાઓ.' એટલું બોલી હું મારા રૂમમાં આવીને બેઠો. અમારી બારીમાંથી નીચે મકાનનો દરવાજો દેખાતો હતો. કોઈ જાય છે કે નહિ તે જેવા સંતાઈને નજર કરી, પણ કોઈ દેખાયું નહિ. થોડી વાર થઈ ત્યાં ફરીથી જોરથી બારણું ખટખટાવાયું. હવે જો એ ન જાય તો બૂમાબૂમ ચાલુ કરી દેવી પડશે એમ વિચાર્યું. ફરીથી બારણા પાસે જઈ મેં મોટેથી ક ‘તમે ખોટી જગ્યાએ આવ્યા છો. અમે બારણું ખોલવાનાં નથી. નહિ જાઓ તો અ. પોલીસને ફોન કરીએ છીએ.' Page #105 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન તરત દાદર પર ધડ ધડ ઊતરવાનો અવાજ આવ્યો. હવે એ માણસ ગયો લાગે છે એમ અમને થયું. એ ક્ષણની રાહત તો જેણે અનુભવી હોય તેને જ સમજાય. ફરી સંતાઈને બારીના કાચમાંથી અમે જોયું. મકાનમાંથી એક માણસ બહાર નીકળ્યો, ઊંચો, જાડો, ઓવરકોટ અને હેટ પહેરેલો. દોડતો એ સંકુલની બહાર નીકળી ગયો. દેખાતો બંધ થયો એટલે અમને શાન્તિ થઈ. હા, આફત ટળી ! હવે ઊંઘ આવે કયાંથી ? અને લાઈટ કરી કામ કરવાનું પણ યોગ્ય ન લાગ્યું. સુબ્ધ થયેલા ચિત્તને શાંત કરવાનો અમારો ઉપાય તે સામાયિક અને જાપનો હતો. અમે એમાં પરોવાયાં. સવારે દૂધ લેવા હું નીચે ઊતરતો હતો ત્યાં કાકા મળ્યા. હું કંઈ કહું એ પહેલાં એમણે જ કહ્યું, “ડૉ. શાહ, રાતના ત્રણચાર વાગે તમારા ફ્લેટમાંથી અવાજ આવતો હતો. મારી તો ઊંઘ ઊડી ગઈ હતી. હું તમને કહેવા આવવાનો વિચાર કરતો હતો, પણ પછી થયું કે કારણ વગર તમે અવાજ કરો નહિ.' મેં કહ્યું, 'કાકા, અમે અવાજ નહોતાં કરતાં. કોઈ અજાણ્યો માણસ બારણું ઠોકતો હતો. ખબર નથી કે કોણ હતું એ.' ઓહ, તો તો કોઈ ચોરડાફ હશે ! આ વિસ્તારમાં એવી ઘટનાઓ કોઈક વાર બને છે. સારું થયું ને કે હું ઉપર ન આવ્યો, નહિ તો કંઈ ધમાધમ થઈ જાત.' એ સાંજે ભક્તિ-સત્સંગના કાર્યક્રમમાં અમે અમારા અનુભવની વાત કરી. એ સાંભળી કાર્યકર્તાઓને ચિંતા થઈ. એકે કહ્યું, “કદાચ કોઈ જાણભેદુ હોય ! આ કુટુંબ અહીં નવું આવ્યું છે, અજાણ્યું છે, બિનઅનુભવી છે, એટલે લૂંટી લેવાશે એમ ધારીને કોઈ આવ્યો હોય !' બીજાએ કહ્યું, “ગઈ કાલે શુક્રવારની રાત હતી. એટલે એક શકયતા એવી પણ ખરી કે શુક્રવારે રાત્રે કેટલાક લોકો મોડી રાત સુધી દારૂ ઢીંચતા હોય છે. પછી ભાન ભૂલે છે અને એકને બદલે બીજા જ મકાનમાં જઈ પડે છે. અહીં ઘણાં મકાનો પણ એકસરખાં જ હોય છે. દિવસે પણ આપણે નંબર યાદ રાખવો પડે.” કોણ આવ્યું હશે અને ક્યા ઈરાદાથી આવ્યું હશે એનો ભેદ તો ઊકલ્યો નહિ, પણ કાર્યકર્તાઓએ તે જ રાતે ફોનની વ્યવસ્થા કરાવી આપી અને અડધી રાતે પણ ફોન કરીને તેઓને ઉઠાડવામાં સંકોચ રાખવો નહિ એવી ધરપત આપી. લેસ્ટરમાં છ અઠવાડિયાંના અમારા રોકાણ દરમિયાન થયેલા વિવિધ અનુભવોમાંનો અડધી રાતનો આ દિલધડક અનુભવ અવિસ્મૃત બની ગયો છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રોટોશુઆ ન્યૂઝીલેન્ડમાં જોવા જેવા મહત્વનાં સ્થળોમાંનું એક તે રોટોશુઆ (રૉટૉરુવા) છે. તે જ્વાળામુખી શહેર (Volcanic City) છે. જ્વાળામુખી શાન્ત થઈ ગયા પછી, ગઈ સદીમાં એ ત્યાં વસેલું છે. અમે જુદા જુદા દેશના કેટલાક પ્રવાસીઓ એક ટૂરિસ્ટ કંપનીની ટૂરમાં ત્યાં જવા નીકળ્યા હતા. અમારી બસનો ડ્રાઈવર એ જ અમારો ગાઈડ હતો. એનું નામ હતું જહોન કેસવેલ. તે ઘણો મળતાવડો, બોલકણો અને મજાકમશ્કરી કરવાના સ્વભાવવાળો હતો. પોતાના વિષયનો પણ તે અચ્છો જાણકાર હતો. બસમાં પોતાની સીટ સામે રાખેલા મોટા અરીસામાં પડતાં અમારાં પ્રતિબિંબ જોતો જાય અને અમારી સાથે વાત કરતો જાય. પોતાના મોઢા આગળ રાખેલા માઈકમાં એ બોલતો જાય અને બધું સમજાવતો જાય. ઓકલેન્ડથી અમારી બસ એક પછી એક ગામ વટાવતી આગળ વધતી હતી. જેવા જેવાં સ્થળે અમે રોકાતાં. આખે રસ્તે હરિયાળી ટેકરીઓ જોવા મળે. એમાં ચરતાં સેંકડો ઘેટાંઓ દૂરથી નાનાં નાનાં સફેદ ટપકાં જેવાં ભાસતાં, જાણે લીલા રંગની બાંધણી ન હોય ! રોટોશુઆ અમે પહોંચવા આવ્યાં. ગાઈડે કહ્યું, ‘રોટોશુઆ શહેરનું નામ પાસે આવેલા રોટઆ સરોવર પરથી પડ્યું છે. ગઈ સદીમાં ગરમ પાણીનાં ઝરણાને કારણે આરોગ્યના હેતુથી આ સ્થળે લોકો આવવા લાગ્યા. આસપાસના પ્રદેશના માઓરી નામના આદિવાસીઓ પણ અહીં આવીને વસવા લાગ્યા. હોટેલ, મોટેલો, ઘરો, દુકાનો એમ બંધાતાં ગયાં અને એમ કરતાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આ શહેર વિકાસ પામ્યું. અહીં આશરે પચાસ હજારની વસ્તી છે. એમાં અડધા માઓરી છે અને અડધા અહીં આવીને વસેલા યુરોપિયનોના વંશજો છે. અમે રોટોઆ પહોચવા આવ્યા. જાણે કોઈ યુદ્ધભૂમિ નજીક આવ્યા હોઈએ તેવું લાગ્યું. મશીનગન ફૂટતી હોય એવા અવાજે થોડી થોડી વારે આવવા લાગ્યા. કોઈ કોઈ ઠેકાણે ધુમાડાના ગોટા ઊંચે સુધી જતા હતા. અને ત્યાંથી પસાર થયા ત્યારે જોયું કે કોઈ કોઈ સ્થળે જમીનમાંથી ધગધગતા ગરમ પાણીનો ફુવારો અચાનક પચાસ-સો ફૂટ ઊંચે ઊડે અને તરત બંધ થાય. સાથે મશીનગન જેવો અવાજ થાય. કોઈ કોઈ જગ્યાએ પાણીના ઊડવા સાથે ટ્રેન ચાલતી હોય અથવા કારખાનું ચાલતું હોય એવા અવાજે આવતા હતા. રસ્તાની બંને બાજુની ઊંચીનીચી જમીનમાં આવું જોવા મળતું હતું. ૮૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ 0 પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન રસ્તા પર ચાલતા માણસોની અવરજવર લગભગ નહિ જેવી હતી, સિવાય કે મકાન કે દુકાન આગળ કોઈ ફરતા હોય. જ્વાળામુખીની જે જગ્યા હવે તદ્દન શાન્ત, ઉપદ્રવરહિત થઈ ગઈ છે ત્યાં રસ્તાઓ, હોટેલો, મોટેલો વગેરે કરવામાં આવ્યાં છે. ગાઈડે કહ્યું, ‘રોટોરુઆમાં કોઈ પણ જગ્યાએ બોરિંગ કરવામાં આવે તો થોડા ફૂટ નીચે જતાં ગંધકની વાસવાળું ગરમ પાણી નીકળે છે. એટલા માટે તો રોટોઆને ગંધકનગર Sulphur City પણ કહેવામાં આવે છે. અમે રોટોશુઆ શહેરમાં દાખલ થયા. હોટેલો અને મોટેલો આવવા લાગી. દરેક ઉપર Mineral Bath અથવા Thermal Pooોનું બોર્ડ મોટા અક્ષરે વંચાય. પ્રવાસીઓ માટે ગરમ પાણીના હોજ એ દરેક હોટેલ-મોટેલનું મહત્ત્વનું લક્ષણ ગણાય. કેટલાક લોકો આરોગ્ય માટે અહીં વધારે દિવસ રોકાય. કેટલીક હોટેલમાં તો એના મકાનની બહાર, રસ્તા પરથી દેખાય એવા વધારાના હોજ બનાવવામાં આવ્યા હતા. કેટલીક મોટી હોટેલોમાં એવા ખુલ્લા મોટા હોજ ઉપરાંત દરેક રૂમમાં ગરમ પાણીનો નાનો કુંડ હોય. અમારી બસ એક મોટેલ પાસે પહોચી. મોટેલમાં રહેવાની અને જાતે બનાવી લેવાનાં ચાપાણીની સગવડ હોય, પણ ભોજનની સગવડ ન હોય. અમે પોતપોતાની રૂમમાં સામાન મૂકી એક કલાકનો આરામ કરી રોટોશુઆનાં જુદાં જુદાં સ્થળો જેવા ઊપડ્યા. અમે એક જગ્યાએ પહોંચ્યાં. માઓરી લોકો ચોખા, મકાઈ, શાકભાજી વગેરે ગરમ પાણીના કુંડમાં બોળી રાખીને પકવતા હતા. (આ દશ્ય જોઈને યમુનોત્રીના ગરમ પાણીના કુંડમાં એક પોટલીમાં ચોખા મૂકી તે સીઝવીને ભાત બનાવી ખાધાનું સ્મરણ તાજું થયું.) કેટલીક જગ્યાએ સતત નીકળતા ગેસને પાઈપ વાટે લઈ ચૂલા બનાવવામાં આવ્યા હતા. એમાં દિવસ-રાત ગેસ સળગ્યા કરે. એના ઉપર ઘણા લોકો રસોઈ કરી લેતા હતા. કેટલીક જગ્યાએ જમીનમાં ખાડો ખોદી, એમાંથી નીકળતી ગરમ ગરમ વરાળમાં ખાદ્યસામગ્રી મૂકી, ઉપર લાકડાનું કે લોઢાનું પાટિયું ઢાંકી દેવામાં આવતું. વરાળની ગરમી જેટલી હોય તે પ્રમાણે એટલા સમયમાં રાંધવાનું તૈયાર થઈ જાય. આવી રીતે કરેલા ભોજનને અહીંના માઓરી લોકો “હાંગી' કહે છે. અમારી બસ આગળ ચાલી. ગાઈડ જહોને માઓરી લોકોનો પરિચય આપતાં કહ્યું, ‘મારી લોકો ન્યૂઝીલેન્ડના આદિવાસીઓ છે. દક્ષિણ પેસિફિક મહાસાગરના આ વિસ્તારમાં સૈકાઓ પૂર્વે આદિવાસી ટોળીઓ ખેતી, શિકાર, માછલી, ઘેટાંનો ઉછેર વગેરેની દષ્ટિએ એક ટાપુ ઉપરથી બીજા ટાપુ ઉપર સ્થળાંતર કરતી રહેતી હતી. એ રીતે સૈકાઓ પૂર્વે કેટલીક પોલીનિશયન જાતિના લોકો ન્યૂઝીલેન્ડના ટાપુઓમાં આવીને વસ્યા તે માઓરી તરીકે ઓળખાયા. માઓરી આદિવાસીઓ ગોરી ચામડીના છે. ચહેરો ગોળ કે લંબગોળ હોય છે. તેઓ ઘણા સશક્ત અને બુદ્ધિશાળી છે. ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં અંગ્રેજોએ જ્યારે ન્યૂઝીલેન્ડ ઉપર કબજો મેળવી પોતાનું સંસ્થાન Page #108 -------------------------------------------------------------------------- ________________ રોટોગ્રુઆ બનાવ્યું ત્યારે માઓરી લોકોએ ભારે લડત આપી હતી, પરંતુ આધુનિક શસ્ત્રોથી સજજ બ્રિટિશ સૈનિકો સામે તેઓ વધુ ઝૂઝી શકયા નહિ. અંગ્રેજો અને બીજા યુરોપિયનો અહીં આવીને વસ્યા. મારી સાથે તેઓ હળ્યાંભળ્યા. દુનિયાની સેકડો આદિવાસી જાતિઓમાં પ્રથમ નંબરે કદાચ માઓરી લોકો આવે. તેઓ સૌથી વધુ પ્રગતિશીલ છે. હજુ ઘણા માઓરી જંગલોમાં અને દૂરના ટાપુઓમાં આદિવાસી જેવું જીવન જીવે છે, પરંતુ ઘણા માઓરી હવે ખેતી કે ઘેટાંઉછેરનું કામ નથી કરતા. તેઓ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે, જુદા જુદા વ્યવસાયોમાં જોડાયેલા છે, સરકારી નોકરીઓમાં છે, કારખાનાંઓના માલિક છે, પાર્લામેન્ટ સભ્ય પણ છે અને મિનિસ્ટર પણ બન્યા છે. મોટાં શહેરોમાં માઓરી અને એમની પ્રજા પણ મોટી થઈ ગઈ છે.' માઓરીનો પરિચય આપ્યા પછી જહોને કહ્યું, “આ બધું સાંભળી તમને બધાને માઓરી લોકોને મળવાનું મન થયું હશે ! એ માટે આજે સાંજે જ આપણે કાર્યક્રમ ગોઠવ્યો છે. તમને માઓરી લોકનૃત્ય જોવા મળશે. મારી એક ખાસ મહિલામિત્ર આ લોકનૃત્યની સંચાલિકા છે. તમને બધાને જોઈને એ તો એટલી બધી રાજી થઈ જશે કે વાત ન પૂછો !' અમારી બસ આગળ ચાલી. એક સ્થળે ઊભી રહી. ત્યાં ગરમ પાણીનું નાનું તળાવ હતું. નીલા રંગના ધગધગતા પાણીમાંથી વરાળના ગોટેગોટા સતત નીકળતા હતા. એના પાણીનું તાપમાન એટલું બધું છે અને તળાવ એટલું બધું ઊંડું છે કે એનું માપ કોઈ કાઢી શકયું નથી, એટલા માટે એનું Bottomless Pond (અતળ તળાવ) એવું નામ પડી ગયું છે. એના કિનારે કેટલાક માઓરી લોકો અનાજનો કોથળો પાણીમાં ડૂબાડી તે સીઝવતા હતા. અમે બીજા એક સ્થળે ગયાં. ત્યાં એક ખડક હતો જેનું નામ હતું Boxing Gloves. જવાળામુખી જ્યારે ફાટ્યો હશે અને ધગધગતો લાવારસ ઊછળી ઉછળીને ઠરવા લાગ્યો હશે ત્યારે આ સ્થળે એવી આકૃતિ થઈ ગઈ છે કે જાણે બૉસિંગની રમત માટેનાં રબરનાં જાડાં મોટાં મોજાં ન હોય ! બીજા એક સ્થળે એક સાવ નાનું ખાબોચિયું હતું. એમાં પાણી નહોતું પણ ભીનો કાદવ હતો. કાદવ ખદબદતો હતો. મોટા મોટા પરપોટા દેખાતા અને કાદવ ઊંચોનીચો થયા કરતો હતો. નીચેથી નીકળતા ગરમ પાણી અને જોરદાર પવનને લીધે ખદખતા કાદવના લોંદા થોડા ઊંચે ઊછળી જરાક આઘે જઈને પડતા. આવા ઊછળતા લોંદા તે જાણે દેડકાં કૂદતાં ન હોય એવા લાગતા હતા. એનો રંગ પણ દેડકાના રંગ જેવો હતો. એથી એ ખાબોચિયાનું નામ Frog Pond પડી ગયું છે. રોટોરુઆમાં ધરતીના પેટાળમાં ગંધકવાળું ગરમ પાણી છે અને ગેસ છે. પરંતુ વરસાદ પડવાને લીધે અહીં ધરતીની ઉપર ઠંડા પાણીનું એક છીછરું ઝરણું વહે છે. એનું Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન પાણી કાચ જેવું પારદર્શક છે. ઠંડા પ્રદેશોમાં ગરમ પાણીનાં ઝરણાં કે કુંડ પવિત્ર મનાય છે. અહીં લાવારસના પ્રદેશમાં ઠંડા પાણીનાં ઝરણાનો મહિમા મોટો છે. આ ઝરણાંના પુલ ઉપરથી પસાર થતા લોકો પાણીમાં સિક્કા નાખતા જાય છે. આવા સિક્કા લેવા માટે મારી લંગોટિયા છોકરાઓ પાણીમાં રહે છે અને સિક્કો પડે કે તરત તે લેવા માટે ડૂબકી મારે છે. અમે પણ ત્યાં પહોંચીને સિક્કા નાખ્યા. જહોને કહ્યું, “આ છોકરાઓના ગાલ તમે જોયા ? કેટલા ફૂલેલા છે ? એનું કારણ ખબર છે? એનું કારણ એ છે કે રોજ સવારથી સાંજ સુધી જેમ જેમ સિક્કા મળતા જાય તેમ તેમ તરત તેઓ સાચવવા માટે તેને મોઢાના ગલોફામાં મૂકીને ભરાવી રાખે છે.' મેં કહ્યું, “અમારા ભારતમાં કેટલાંક તીર્થસ્થળોમાં વાંદરાઓ આ રીતે વધારાનું ખાવાનું ગલોફામાં ભરાવી રાખે છે. એટલે એમના ગાલ પણ એવા ફૂલેલા અને લબડેલા થઈ જાય છે.' રોટોરુઆમાં બીજાં કેટલાંક સ્થળ જોઈને અમે “હોટલ રોટોશુઆ ઈન્ટરનેશનલમાં પહોંચ્યાં. સાંજ પડવા આવી હતી. આ વિશાળ હોટેલમાં અમારે માટે માઓરી લોકનૃત્ય જેવાનો અને હાંગીના ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જહોને ફરી કહ્યું, અહીં તમને ખૂબ મઝા આવશે. માઓરી લોકનૃત્યની નિર્દેશિકા પોલીને મારી ખાસ મિત્ર છે. તમે જોજો કે મને જોતાં જ તે કેવી આનંદમાં આવી જાય છે અને નાચવા લાગે છે.” અમે હોટેલમાં દાખલ થયાં. માઓરી યુવકયુવતીઓએ અમારું સ્વાગત કર્યું. મારી ભાષામાં કહ્યું, 'કિયા ઓરા'. અને મોઢામાંથી જીભ કાઢી. 'કિયા ઓરા' એટલે તમારું સ્વાગત કરીએ છીએ. મહેમાનોનું સ્વાગત કરવા માટે મોઢામાંથી જીભ કાઢવાનો તેઓમાં રિવાજ છે. હોટેલમાં દાખલ થઈને એના ઉધાનમાં અમે બેઠાં. હોને કહ્યું, “માઓરીની સંસ્કૃતિ જુદી છે. તેઓ મોઢા ઉપર અને નાક ઉપર પણ છૂંદણાં કરાવે છે. તેઓ પોતાના ઘરમાં વંશાવળી રાખે છે. જીભ કાઢીને સ્વાગત કરવું એ પ્રકારનો તેઓમાં રિવાજ છે. તેઓના શિલ્પમાં પણ તમને જીભ કાઢેલી આકૃતિઓ જોવા મળશે. માઓરી શિલ્પમાં બંને હાથની ફક્ત ત્રણ ત્રણ આંગળી જ ખુલ્લી બતાવાય છે. એ ત્રણ આંગળીઓ જન્મ, જીવન અને મૃત્યુની સૂચક છે.' - પછી મારા તરફ જોઈને હોને કહ્યું, ‘ડૉ. શાહ, એક વાત જાણીને તમને ભારતીય લોકોને આનંદ થશે કે મારી લોકો જમતી વખતે જરા પણ એઠું મૂકતા નથી. તેઓ દેવદેવીઓની પૂજા કરે છે અને માનતા માને છે. તેઓ વનદેવતા 'તાને માતા'માં અને સમુદ્રદેવતા તાંગારોમાં વિશેષ શ્રદ્ધા ધરાવે છે.' ઉદ્યાનમાં વચ્ચે તરણહોજ હતો. જેમને એમાં નહાવું હોય તે નહઈ શકે. જહોને કહ્યું, ‘હજુ તમારી પાસે અડધો કલાક છે. તમે ફરવું હોય તો ત્યાં ફરી શકો છો. નહાવું Page #110 -------------------------------------------------------------------------- ________________ રોટોશુઆ હોય તો નવાઈ શકો છો. બરાબર સાડા છ વાગે લોકનૃત્ય શરૂ થશે. તમે સમયસર અહીં આવી જશો. આપણા ગ્રુપ માટે જુદી ખુરશીઓ રાખેલી છે.' સાડા છ વાગે માઓરી લોકનૃત્યનો કાર્યક્રમ ચાલુ થયો. માઓરી યુવકયુવતીઓએ પોતાનો વિશિષ્ટ પોષાક ધારણ કર્યો હતો. લાકડાની રંગબેરંગી ભૂંગળીઓ અને મણકાઓ દોરીમાં ભરાવેલ. તે તેમની કમરે ખીચોખીચ લટકતા હતા. એ જ એમનું કટિવસ્ત્ર હતું. તેમના હાથમાં રહેલી એકાદ ફૂટ જેટલી લાંબી દોરીને છેડે લૂગડાના રંગબેરંગી દડા લટકતા હતા. જીભ કાઢી તેઓએ અમારું સ્વાગત કર્યું. માઓરીનાં ગામઠી ઢોલનગારાં સાથે નૃત્ય શરૂ થયું. નૃત્ય કરતી વખતે તેઓ દડા પોતાની કમરે એવી રીતે વીંઝતા કે ભટકાય અને તડતડ અવાજ થાય. તેઓ બુલંદ સ્વરે ગાતા, ગોળગોળ ફરતા અને દડા વીંઝતા. વળી જીભ હલાવતા અને હાથની આંગળીઓમાં ધ્રુજારી કરતા. દરેકના ચહેરા ઉપર સ્મિત અને ઉલ્લાસ વરતાતાં. દડાનાં ત્રણ નૃત્ય કર્યા પછી તેઓએ દાંડિયારાસ ચાલુ કર્યા. દાંડિયા આપણા હોય છે તેના કરતાં સહેજ લાંબા હતા અને વચ્ચેથી પકડેલા હતા. એમના દાંડ્યિારાસ જોતાં જાણે ગુજરાતમાં હોઈએ એવું લાગે, બીજી એક વિશિષ્ટતા તેઓની એ હતી કે પોતપોતાના ભેરુ સાથે રમતાં રમતાં દાંડિયાની તાલબદ્ધ રીતે ઝડપથી અદલાબદલી કરી લેતા. આમાં પોલીન કોણ છે તે શોધી કાઢવા જહોને અમને કહ્યું, બધામાં ઊંચી, ચબરાક, સતત સ્મિત ફરકાવતી અને તાલબદ્ધ સુંદર નૃત્ય કરતી ત્રીસેક વર્ષની યુવતી પોલીન હોવી જોઈએ એ અમારાં બધાનું અનુમાન સાચું પડ્યું. બીજી રીતે પણ એ સાચું હતું. રાસ પૂરો થાય, પણ જતી વખતે રમતાં રમતાં પોતાના દાંડિયા નાયક અને નાયિકાના હાથમાં તાલબદ્ધ રીતે લયપૂર્વક ફેંકતાં જાય. એક પણ દાંડિયો નીચે ન પડે. દાંડિયા ઝીલીને એકઠા કરનાર નાયિકા તે જ પોલીન. લોકનૃત્યનો કાર્યક્રમ પૂરો થયો. હવે ભોજનનો કાર્યક્રમ ચાલુ થવાનો હતો. એટલામાં તો ઉધાનમાં જદી જુદી જગ્યાએ ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. રોટોરઆમાં ન હોઈએ તો આગ લાગી હશે એવો જ વહેમ પડે. અમે કુતૂહલથી જોતા હતા. ધુમાડો ઓછો થયો ત્યાં જણાયું કે હોટેલના વેઈટરો ઉદ્યાનમાં જુદી જુદી જગ્યાએ જમીનમાં કરેલાં મોટાં બાકોરાનાં ઢાંકણાં ઉઘાડી અંદરથી મોટાં મોટાં વાસણો કાઢતા હતા. એમાં ભાતભાતની ખાદ્યસામગ્રી હતી. ગંધકની વરાળથી એને પકવવામાં આવી હતી. અમારે માટે એ ‘હાંગી'ની વાનગીઓ હતી. દોઢસો જેટલા પ્રવાસીઓ વિશાળ ભોજનખંડમાં પોતપોતાના મુકરર કરેલા ટેબલ પર ગોઠવાઈ ગયા. પાંચેક ટેબલ પર વાનગીઓ મૂકવામાં આવી હતી. બુફે પદ્ધતિ હતી. પરંતુ જે ટબલનો નંબર બોલાય તે ટેબલના મહેમાનો જ વાનગી લેવા જાય જેથી ગિરદી કે ધક્કાબક્કી થાય નહિ. શાકાહારી વાનગીઓમાં ભાત, મકાઈ, કાકડી, વટાણા, કોબી, Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન ટામેટાં વગેરે પચીસેક ચીજો હશે. જેને જે જોઈએ તે લે. એના માટે જેમને મસાલો જોઈએ તેઓ મસાલો લે. મેં મારા નિયમાનુસાર અનુકૂળ વાનગીઓ પસંદ કરી લીઘી. માઓરી યુવક-યુવતીઓ લોકનૃત્યનો વેશ બદલીને આવી ગયાં હતાં અને પીરસવામાં મગ્ન બની ગયાં હતાં. જેને જે વાનગી, પીણાં જોઈતાં હોય તે લાવી આપતાં. અમારા ટેબલ પાસેથી પોલીન પસાર થઈ. જ્હોને ટહુકો કર્યો, ‘પોલીન’. પણ તે તો જાણે કશું સાંભળ્યું જ ન હોય તેમ ચાલી ગઈ. અમને નવાઈ લાગી. મુખ્ય વ્યક્તિ, નેતા, અભિનેતા સાથે પોતાને બહુ જ ગાઢ સંબંધ છે એવાં બણગાં ફૂંકવાનો કેટલાકને શોખ હોય છે, પણ વાસ્તવમાં ઘણી વાર એવું નથી હોતું. હોનનું પણ એવું તો નહિ હોય ને ? મારા મનમાં વિચાર સ્ફુર્યો, પણ ઉતાવળે અભિપ્રાય બાંધવો યોગ્ય ન લાગ્યો. એટલામાં પોલીન ફરી અમારા ટેબલ આગળથી પસાર થઈ. આંગળીના ઇશારે તે મહેમાનોની સંખ્યાની ગણતરી કરતી હતી. જહોને ફરીથી બૂમ પાડી, ‘પોલીન'. પણ તેણે તો જાણે કંઈ ઓળખતી જ ન હોય એવો દેખાવ કર્યો એટલું જ નહિ, કડક અવાજે એ જોનને વઢી, ‘જોતા નથી તમે કે હું રોકાયેલી છું ? મને ડિસ્ટર્બ ન કરો.' જ્હોન ભોઠો પડ્યો. અમને થયું કે ોને પોલીનનાં કેટલાં બધાં વખાણ કર્યાં હતાં અને આ બાઈ તો જાણે પોતાને કશી જ લેવાદેવા નથી એમ વર્તે છે. છણકો કરીને વાત કરતી તે અમને અપ્રસન્ન અને અવિનયી લાગી. - અમારામાંથી કોઈ બોલ્યું, ‘આજે એને પોતાના ધણી સાથે ઝઘડો થયો હશે, નહિ તો આવું વર્તન કરે નહિ.' ‘ધણી સાથે ઝઘડો થયો હોય એમ લાગતું નથી. નૃત્ય કરતી વખતે તે કેવી પ્રસન્ન હતી. એનો ચહેરો કેવો મરક મરક થતો હતો.' કોઈકે પોતાનું અવલોકન જણાવ્યું. બીજું કોઈક બોલ્યું, ‘મિ. હોન, તમારી સાથે તો કંઈ અણબનાવ નથી થયો ને ? જુઓને, બીજા ટેબલના મહેમાનો સાથે કેવી હસીને વાત કરે છે !' કોઇકે વળી કહ્યું, ‘મિ. જ્હોન, આવી ઉદ્ધૃત રીતે વર્તનાર સ્ત્રી સાથે તમારે સંબંધ ન રાખવો જોઈએ એવી મારી ભલામણ છે.' કોઈકે વળી પોતાની અંગત સંવેદનાને ઉગ્રતાથી દર્શાવતાં કહ્યું, ‘આવી બૈરી હોય તો હું તો તરત છૂટાછેડા આપી દઉં. મેં બે સ્ત્રીઓને એવી રીતે છૂટાછેડા આપી દીધા છે. હું તો જરા પણ ચલાવી લેવામાં માનતો નથી.' કોઈકે પ્રશ્ન કર્યો, ‘મિ. જોન, માઓરી બૈરાંઓની આવી ખાસિયત તો નહિ હોય ને ? કેટલીક કોમનાં બૈરાંઓ પુરુષો કરતાં પણ જબરાં હોય છે.' જોને કહ્યું, ‘ના, એવું નથી. આ તો કોણ જાણે કેમ આમ વર્તી તેની ખબર ન પડી. મને પોતાને બહુ આશ્ચર્ય થાય છે. પણ તમારા વિચારો અને અનુભવો સાંભળીને મને થોડું સાંત્વન મળે છે. મિત્રો, પોલીનના આવા વર્તનની તમારા મન પર જરા પણ Page #112 -------------------------------------------------------------------------- ________________ રોટોમુચ્યા ૯૫ અસર થવા દેશો નહિ. તમે પ્રસન્નતાપૂર્વક ભોજન લેજો. આજે ભલે એ રિસાઈ હોય, બીજી વાર આવીશ ત્યારે એને મનાવી લઈશ. સ્ત્રીનું ચરિત્ર જ એવું હોય છે. સ્ત્રીને ઓળખવી એ કોઈ સહેલી વાત નથી.’ હાંગીના જમણ પછી છેલ્લે આઇસક્રીમ અને પછી કૉફી આવ્યાં. કૉફી પીતાં પીતાં જોને કહ્યું, 'હવે થોડી વારમાં આપણે બસમાં બેસી આપણી મોટેલ પર જઈશું. ત્યાં રાત રોકાવાનું છે, હવે તમારો અભિપ્રાય પૂછી લઉં. પોલીનને બોલાવવાનો એક વાર છેલ્લો પ્રયત્ન કરી લઉં?’ ‘ના, હાથે કરીને ફરીથી અપમાનિત થવાની શી જરૂર ?' કોઈકે કહ્યું. ‘આવી ખાઈને તો જિંદગીભર બોલાવવી ન જોઈએ.' બીજાએ કહ્યું. કોઈકે વળી જુદો અભિપ્રાય આપ્યો, ‘આપણે બધા પ્રવાસીઓ પોતપોતાના ગામે ચાલ્યા જઇશું. જોનને તો વારંવાર અહીં આવવાનું છે, ભલે બિચારો એક વાર પ્રયાસ કરી જુએ.' એટલામાં અમારા કૉફીના કપ ઉઠાવવા પોલીન અમારા ટેબલ પર આવી પહોંચી. જોને લાડથી ટહુકો કર્યો : ‘પો..લી..ન.’ પોલીને જ્હોનની સામે જોયું. એક ક્ષણ થંભી અને એની સામે તાકી રહી. પછી જોરથી ખડખડાટ હસતી બોલી ઊઠી, ‘અરે જોન, તમે છો ? માફ કરજો, મહેમાનોનું ધ્યાન રાખવામાં હું મગ્ન હતી, એટલે મારું તમારા તરફ ધ્યાન ન ગયું.' પછી એણે મહેમાનોને વિનંતી કરી, ‘મારે માટે જગ્યા કરો, પ્લીઝ. મારે મારા વહાલા દોસ્ત હોનની સાથે બે મિનિટ બેસવું જોઇએ. એને કદાચ માઠું લાગ્યું હશે.' જોનની બાજુના પ્રવાસી આઘા ખસ્યા. પોલીન જોનની બાજુમાં બેઠી. એના ગાળામાં હાથ નાખી બોલી, ‘જ્હોન, તમને મળ્યા વગર મને કેમ ગમે ?' પછી જહોને અમારા બધાંનો પરિચય કરાવ્યો. બધાંની સાથે એણે હાથ મિલાવ્યા. તે ખુશખુશાલ જણાતી હતી. થોડી વાર બેસી એણે કહ્યું, 'ભલે... હું જાઉં. હમણાં હું કામમાં રોકાયેલી છું. પણ બસ ઉપર તમને બધાંને વળાવવા જરૂર આવીશ. મારી રાહ જોજો.' પોલીન અમારા ખાલી કપ ઉઠાવીને ગઈ અને પોતાના કામમાં પરોવાઈ ગઈ. કંઈક ખિન્ન થયેલું વાતાવરણ પાછું પ્રસન્ન થઈ ગયું. ‘સારું થયું કે આપણે એને છેલ્લે બોલાવી. નહિ તો આપણે એક ખોટી છાપ લઈને જાત અને બિચારીને અન્યાય થાત.’ કોઈકે એના માટે હમદર્દી બતાવી. ‘સ્ત્રીઓનો કોઈ ભરોસો નહિ. ઘડીકમાં રાજી અને ઘડીકમાં ખિન્ન’. કોઈકે પોતાની ફિલસૂફી હાંકી. Page #113 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન ‘મને તો એ નાટકી લાગી. કેટલીક અભિમાની સ્ત્રીઓનો એવો સ્વભાવ હોય છે. સાવ સામાન્ય સ્ત્રી પણ આટલી ઉદ્ધત ન થઈ શકે.' એક મહિલા યજમાને અભિપ્રાય ઉચ્ચાય. માઓરી લોકનૃત્ય અને હાંગીના ભોજનનો અમારો કાર્યક્રમ પૂરો થયો. મહેમાનો વિદાય લેવા લાગ્યા. માઓરી યુવયુવતી સૌને વિદાય આપવા હોટેલના દરવાજાને છેડે હારબંધ ઊભાં રહી ગયાં. હસીને માથું નમાવતાં હતાં. પોલીન પણ એમાં ઊભી હતી. અમારા ગ્રુપને ભાવભરી વિદાય એણે લળીલળીને આપી. અમે સૌ બસમાં ગોઠવાયાં. બધાં જ આવી ગયાં હતાં. જહોન પણ પોતાની સીટમાં બેસી ગયો હતો. એણે કહ્યું, “આપણે પોલીનની રાહ જોઈશું? એણે પોતે કહ્યું છે એટલે આવી તો જોઈએ. જો ત્રણચાર મિનિટમાં ન આવે તો આપણે જઈશું. બરાબર છે ?' ‘ભલે થોડી વધારે રાહ જોવી પડે, પણ એને આવવા દો.' કેટલાક બોલ્યા. ત્યાં તો પોલીન દોડતી આવી. બસનાં પગથિયાં ચડી જહોન પાસે ઊભી રહી. પછી માઈકમાં બોલી, 'બસ, તમારાં બધાંનો આભાર માનવા અને ગુડ-બાય કરવા આવી છું. ફરી ન્યૂઝીલેન્ડ આવો તો જરૂર અમારી હોટેલની મુલાકાત લેશો. તમારા ગાઈડ તો કેટલા બધા મળતાવડા, હસમુખા અને રમૂજી સ્વભાવના છે. મારા તો એ ખાસ મિત્ર છે. હવે તમે બધાં જાઓ છો ત્યારે મારે માત્ર આટલો જ ખુલાસો કરવો છે. તમને બધાને જહોન સાથેનું શરૂઆતનું મારું વર્તન ગમ્યું નહિ હોય, ખરું ને ?' “સાચે જ.' તમને મારે માટે અને સ્ત્રીઓ માટે જાતજાતના વિચારો રૂક્યાં હો, ખરું ને ?' ‘બરાબર.' એ માટે હું તમારાં બધાંની માફી માગું છું, પણ હું ખાતરી આપું છું કે તમે બીજી વાર અહીં આવશો ત્યારે પણ હું એ પ્રમાણે જ વર્તીશ.” વર્તીશ કે નહિ વતું ?' પોલીનની ભૂલ સુધારવા બધાં બોલી ઊઠ્યાં. હસતી હસતી એ બોલી, વર્તીશ, વર્તાશ અને વર્તીશ, કેમ હોન, બરાબર છે ને ?' ‘બરાબર છે', હોને કહ્યું. જહોને સમજ્યા વગર ટાપશી પુરાવી હોય એમ લાગ્યું. બોલવામાં કંઈ ગેરસમજ થતી અમને લાગી. કોઈકે કહ્યું, 'જહોન, તમને કંઈ સ્વમાન જેવું છે કે નહિ? પોલીન શું બોલે છે તે બરાબર સમજાયું ?' ત્યાં બંને ખડખડાટ હસી પડ્યાં. પોલીને કહ્યું, “હું ફરી વાર પણ એ પ્રમાણે જ વર્તીશ, કારણ કે મારું અને જહોનનું એ ગોઠવેલું નાટક હોય છે.' Page #114 -------------------------------------------------------------------------- ________________ રોટો તેમનું ખડખડાટ હસવાનું ચાલુ રહ્યું. અમે બધાં પણ આશ્ચર્ય સહિત ખડખડાટ હસી પડ્યાં. તાળીઓના ગડગડાટ થયા. પોલીને વિદાય લઈને ગઈ. અમે બોલ્યાં, “અરે જ્હોન, તમે તો કમાલ છો. આજનો પ્રસંગ તો કાયમ યાદ રહી જશે.' જહોને કહ્યું, ‘તમે અમારું કાવતરું પકડી શકો છો કે નહિ તે જોવા અને સ્ત્રીઓ માટેના તમારા વિવિધ અભિપ્રાયો અને અંગત સંવેદનાઓ જાણવા માટે મેં આમ કર્યું હતું.' અમારી બસ હોટેલ છોડી મોટેલ તરફ ચાલવા લાગી. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૫ તાકામત્સુ અને રિત્સુરિન પાર્ક દેશ તરીકે જાપાન નાનો છે, પરંતુ પ્રાકૃતિક સૌંદર્યની દષ્ટિએ તે ઘણો રળિયામણો છે. વસ્તુઓની સુંદર કલાત્મક ગોઠવણી એ જાપાનની પ્રજાની ખાસિયત છે. સ્વચ્છતા અને સુંદરતાનો સાંસ્કારિક સમન્વય જાપાનની પ્રજાના લોહીમાં સુપેરે ઊતરી આવેલો જોવા મળશે. જાપાની લોકોને પોતાનું નાનકડું ઘર હોય તોપણ એના એકાદ ખૂણામાં નૈસર્ગિક મનોહર રચના કરવાનું ગમે છે. ક્યારેક તો નાનું સરખું સતત વહેતું ઝરણું અથવા નાના નાના લીસા, ગોળ કે કરકરા પથ્થરો ઉપર થઈને નીચે પડતા પાણીની રચના પણ તેઓ તેમાં કરે છે. મોટાં વૃક્ષોની નાની જીવંત આકૃતિ (બોન્સાઈ) કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ પણ જાપાની લોકોએ સૈકાઓથી વિકસાવેલી છે. ફૂલ--ડાળખી-પાંદડાંની મનોહર રચનાની કલા (ઇકેબાના) પણ જાપાનની આગવી છે. ઉદ્યાનમાં ગોળમટોળ કાંકરાઓ અને પથ્થરોને શ્વેત રેતીમાં કલાત્મક રીતે ગોઠવી સ્થળના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરવાની સૂઝ પણ તેમની પાસે સરસ હોય છે. જાપાન તેનાં ઉદ્યાનો માટે જાણીતો દેશ છે. જેઓ જાપાનના બગીચાઓમાં ફેલા હોય તેઓ અન્ય કોઈ દેશમાં પણ જાપાની શૈલીથી બગીચો કરવામાં આવ્યો હોય તો તે તરત પારખી શકે છે. વહેતા ઝરણાનાં પાણીમાં એક કિનારેથી બીજે કિનારે જવા માટે વચમાં ગોળ પથ્થરોને સીધી લીટીએ ગોઠવવાને બદલે તેને એવો નૈસર્ગિક વળાંક તેઓ આપશે કે જે કુદરતી લાગે અને છતાં અત્યંત કલાત્મક હોય. ઉદ્યાનકલા એ જાપાનનો અત્યંત પ્રિય વિષય છે. કેટલાય લોકો એ વિષયમાં પારંગત થયેલા જોવા મળશે. ટૉકિયો, કયોટો, ઑસાકા, નિકો, હિરોશિમા વગેરે સ્થળે આવેલાં રમણીય ઉદ્યાનો મેં જોયાં હતાં. પરંતુ શિકોકુ ટાપુમાં આવેલો સુપ્રસિદ્ધ 、િસુરિન પાર્ક મેં જોયો ન હતો. એ જોવાની મારી ઘણા વખતથી ઇચ્છા હતી. ઈ.સ. ૧૯૬૮માં મારે જાપાન જવાનું થયું ત્યારે મે મારા મિત્ર સાકાયોરીને પત્ર લખીને જણાવ્યું હતું કે ‘મારી ઇચ્છા જાપાનનો મશહૂર ‘રિસુરિન પાર્ક' જોવાની છે. અને જો બની શકે તો તેના પ્રવાસનું આયોજન કરવાની ભલામણ છે.' એટલે તેમણે તે પ્રમાણે પ્રવાસ ગોઠવ્યો હતો. રિત્સુરિન પાર્ક જોવા માટે નજીકનું મોટું શહેર તે તાકામત્સુ છે. મધ્ય જાપાનમાં, શિકોકુ ટાપુમાં દરિયાકિનારે આવેલું આ એક નાનું શહેર છે. હવે તો એનો ઘણો વિકાસ ૯૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ તાકામન્સ અને રિફુરિન પાર્ક થયો છે, પરંતુ એ વખતે તો તે એક નાનું શાંત નગર હતું. શહેરમાં બહુ હોટેલો ન હતી. જે બે-ચાર હોટેલો હતી તે પણ પ્રમાણમાં સાવ નાની હતી અને બીજી ત્રણ-ચાર નાની હોટેલ જાપાની પદ્ધતિની હતી. ઓસાકાથી સ્ટીમરમાં બેસી અમે સાંજે તાકામસુ ઊતરી તાકામસું' નામની હોટેલમાં પહોંચ્યા. હોટેલ નાની હતી, પણ નાના શહેરના પ્રમાણમાં સારી હતી. હોટેલમાં પહોંચીને રિસેપ્શન કાઉન્ટર ઉપર સાકાયોરીએ પોતાનું નામ આપ્યું. રિસેપ્શનિસ્ટ અમને એક રૂમની ચાવી આપી. સાકાયોરીએ એને કહ્યું, “અમે બે જણ છીએ. અમારા માટે અમે બે રૂમ બુક કરાવી છે.' રિસેપ્શનિસ્ટે કહ્યું, માફ કરજો, અમે તમારા માટે એક જ રૂમ બુક કરી છે. બે ભાઈઓ આવશે એવો અમને સંદેશો મળ્યો છે, પણ બંનેને અલગ અલગ રૂમ જોઈએ એવો સંદેશો મળ્યો નથી. એટલે અમે તમારા માટે એક જ રૂમ બુક કરી છે.' સાકાયોરીએ કહ્યું, ‘એમાં કંઈ ગેરસમજ થઈ લાગે છે, પણ હવે અમને બીજી એક રૂમ આપો.' રિસેપ્શનિસ્ટે કહ્યું, “અમે દિલગીર છીએ કે અમારી પાસે બીજી એકે રૂમ ખાલી નથી.' મેં સાકાયોરીને કહ્યું, ‘આપણા બંને માટે જો એક જ રૂમ રાખી હોય તે તે એક રૂમમાં રહેવામાં મને વાંધો નથી. એટલો ખોટો ખર્ચ કરવાની કંઈ જરૂર નથી.' પણ સાકાયોરીએ આગ્રહ રાખ્યો કે બંને જણ માટે જુદી જુદી રૂમ મળતી હોય તો તે રીતે જ રહેવું છે. મેં કહ્યું, 'તમે મને મહેમાન તરીકે બહુ મહત્ત્વ નહિ આપો તો ચાલશે.' પણ સાકાયોરીએ તે વાત કબૂલ ન રાખી. એમણે રિસેપ્શનિસ્ટને કહ્યું, 'તાકામસું શહેરમાં બીજી કોઈ હોટેલમાં તપાસ કરીને અમને બે સ્વતંત્ર રૂમની વ્યવસ્થા કરાવી આપો. અહીં તમારા રૂમનો જે ચાર્જ થતો હશે એ તો અમે આપી દઈશું.' રિસેપ્શનિસ્ટ ફોન પર ફોન જોડ્યા, પણ દરેક ઠેકાણેથી એક જ જવાબ આવ્યો કે એક પણ રૂમ ખાલી નથી. એક જ રૂમમાં રહેવાનું નછૂટકે થયું, પણ એ સાકાયોરીને ગમ્યું નહિ. એમનું મોઢું પડી ગયું. ચાવી લઈ અમે અમારા રૂમમાં પહોંચીને સામાન મૂકયો. અમારી પાસે ફક્ત એક એક નાની બૅગ જ હતી. જાપાનના પ્રવાસમાં બહુ સામાન લેવાની આવશ્યકતા નહિ. જાપાનની હોટેલના રૂમમાં પહેરવા અને સૂવા માટેનો કિમોનો ડ્રેસ, પગમાં પહેરવાનાં સ્લીપર, નહાવા માટે સાબુ અને ટૉવેલ, શેમ્પ અને હેરડ્રાયર, દાંત સાફ કરવા માટે એક દિવસ ચાલે એવું બ્રશ અને નાની ટૂથપેસ્ટ, હજામત માટે એક વખત વાપરીને ફેંકી દેવાનો અસ્ત્રો, બૂટને પાલિશ કરવા માટેની સગવડ, નિશ્ચિત સમયે ઊઠવા માટે એલાર્મ ઘડિયાળ વગેરે ઘણી સુવિધા હોય છે. ઠંડા પ્રદેશને કારણે કપડાં બહુમેલો થતાં નથી. એટલે એકાદ દિવસના પ્રવાસ માટે તો ઘણા લોકો બીજી જેડ કપડાં પણ સાથે લેતાં નથી. , Page #117 -------------------------------------------------------------------------- ________________ ' પાસપૉર્ટની પાંખે - ઉત્તરાલેખન હાથ-મોં ધોઈ અમે તૈયાર થયા. સાકાયોરીએ કહ્યું, ‘ડૉ. શાહ, આ નાના ગામમાં તમને શાકાહારી વાનગી મળવાની થોડીક મુશ્કેલી તો રહેશે જ.' મેં કહ્યું, ‘મને બહુ વાંધો નહિ આવે. જો ચા-દૂધ, બ્રેડ, ભાત અને ફળ વગેરેમાંથી જે કંઈ મળે તો એટલાથી મારે ચાલી રહેશે.' અમે હોટેલની રેસ્ટોરાંમાં ગયા. ચા મળતી હતી, પરંતુ તે દૂધવાળી નહોતી. દૂધ વગરની કાળી ચા (પાનમાં એવી ચા વધારે પિવાય છે અને એને કો ચા કહે છે) લીંબુ સાથે હતી. વેઇટરને પૂછતાં જાણવા મળ્યું કે રેસ્ટોરામાં બ્રેડ નથી, કોઈ ફળ નથી અને જે ભાત છે તે મને ખપે એવા નથી, કારણ કે તેમાં ઝીણી ઝીણી માછલી નાખેલી છે. સાકાયોરીએ મને કહ્યું, ‘આ રેસ્ટોરાંમાં તો તમારે લાયક કશું મળતું નથી. પરંતુ આપણે બહાર જઈને બીજે કયાંક તપાસ કરીએ.' અમે બજારમાં નીકળ્યા. દુકાનોવાળી મુખ્ય સ્ટ્રીટની અંદર ઘણે દૂર સુધી અમે આંટો માર્યો. કેટલીક દુકાનોમાં અને નાની રેસ્ટોરામાં પૂછપરછ કરી, પરંતુ કોઈ પણ ઠેકાણે બ્રેડ, ફળ કે બીજું કશું મારે લાયક ખાવાનું મળતું ન હતું. સાકાયોરીએ જાપાની પદ્ધતિની બીજી હોટેલોમાં ફોન કરીને પૂછ્યું, પરંતુ કોઈ પણ ઠેકાણે દૂધ સુધ્ધાં મળતું ન હતું. એકંદરે જાપાની લોકો ६६ લેવાને બહુ ટેવાયેલા નથી. દુધાળાં ઢોર પણ જાપાનમાં ખાસ નથી. એવી એક માન્યતા છે કે દૂધ પીનારી પ્રજાને હાથેપગે રુવાંટી થાય છે. જાપાની લોકોને એકંદરે હાથેપગે રુવાંટી હોતી નથી. ૧૦૦ અમે ઘણુબધે ઠેકાણે રખડીને આવ્યા, પણ મારે લાયક કશું ખાવાનું મળ્યું નહિ. કંઈ જરૂર નહિ પડે એમ સમજીને ઑસાકાથી કશું લીધું પણ નહોતું. રેસ્ટોરાંમાં સાકાયોરીએ પોતાનું ભોજન લીધું. મેં ફકત લીંબુવાળી ચા પીધી. સાકાયોરીને ઘણો અફ્સોસ થયો. મેં કહ્યું, ‘તમે મારી ફિકર કરશો નહિ. હું ભૂખ્યો રહેવાને ટેવાયેલો છું.’ સાકાયોરીએ કહ્યું, ‘ડૉ. શાહ, ભૂખ્યા પેટે તમને ઊંધ કેમ આવશે ?’ મેં કહ્યું, ‘મને ભૂખ્યા પેટે પણ સારી ઊંઘ આવી જશે. અમે જૈન લોકો એનાથી ટેવાયેલા હોઇએ છીએ.’ સાકાયોરીએ જમી લીધું એટલે અમે અમારી રૂમમાં ગયા. આખા દિવસના પ્રવાસથી થાકેલા હતા. વળી બજારમાં અમે ખૂબ રખડ્યા હતા. એટલે પથારીમાં પડશું એવા ઊંઘી જઈશું એમ લાગતું હતું. સાકાયોરીએ કહ્યું, ‘ડૉ. શાહ જુદી રૂમ રાખવા માટેનો મારો આગ્રહ શા માટે છે તે તમે જાણો છો ?’ મેં કહ્યું, ‘નહાવા-ધોવામાં સગવડ રહે એટલા માટે જ હોય ને ?' સાકાયોરીએ કહ્યું, “એ તો ખરું, પણ ખાસ તો એ માટે કે મારે લીધે તમને અગવડ ન પડે એવી મારી ઇચ્છા હતી.’ મેં કહ્યું, ‘તમારા લીધે મને કશી જ અગવડ રહેવાની નથી. તમે સિગરેટ ધણી પીઓ છો એ હું જાણું છું અને એનો ધુમાડો મને ગમતો નથી એ તમે જાણો છો, પરંતુ રાત્રે સિગરેટ પીવાનો પ્રશ્ન જ ક્યાં છે ?' સાકાયોરીએ કહ્યું, ‘એટલે જ મારે ખુલાસો કરવો છે. રાતના પણ હું ત્રણચાર વખત ઊઠીને સિગરેટ પીઉં છું.' મેં કહ્યું, 'તેનો વાંધો નહિ. એક રાતનો સવાલ છે ને ? પંખો Page #118 -------------------------------------------------------------------------- ________________ તાકામત્સુ અને રિસુરિન પાર્ક ૧ ચાલુ રાખીશું. ધુમાડો તરત નીકળી જશે.' સાકાયોરીએ કહ્યું, 'સિગરેટની તો હું તમને બહુ તકલીફ નહિ આપું, પરંતુ જ્યારે હવે એક જ રૂમમાં સાથે રાત રહેવાનો પ્રસંગ આવ્યો છે ત્યારે મારે મારી અંગત ખાસિયતનો ખુલાસો કરી દેવો જોઈએ. હું ઊંઘમાં મોટેથી ઘણો બડબડાટ કરું છું. એથી તમારી ઊંઘમાં ખલેલ તો પડશે જ.’ મેં વાતને હળવી બનાવવા કહ્યું, ‘તમે ભલે ઊંધમાં બોલો, પણ તમે જે જાપાની ભાષામાં બોલશો તે હું સમજી નહિ શકું. એટલે તમે જે કંઈ બોલ્યા હશો તે હું તમારી પત્નીને જણાવી દઇશ એવી કોઇ બીક રાખવાનો પ્રશ્ન રહેતો નથી.' સાકાયોરીએ કહ્યું, ‘એની મને ચિંતા નથી, કારણ કે હું જે બોલું છું તે મારી પત્ની પણ સમજી શકતી નથી. મારું બબડવાનું અસ્પષ્ટ હોય છે.’ મેં કહ્યું, ‘તમારી પત્નીને તમારું બોલેલું ન સમજાય એ તો જાણે સમજ્યા, પણ ઊંઘમાં બોલવાને કારણે તમારી પત્નીની ઊંઘમાં ખલેલ નથી પહોંચતી ?’ ‘પહોંચે જ છે’, સાકાયોરીએ કહ્યું, ‘જોકે હવે ઘણી ટેવાઈ ગઈ છે, પરંતુ કોઇ કોઇ વખત હું જ્યારે બહુ મોટેથી બડબડાટ કરતો હોઉ ત્યારે તે બીજી રૂમમાં જઈને સૂઈ જાય છે.' આખા દિવસના પ્રવાસથી અમે થાકેલા હતા. એટલે ઊંઘવાની તૈયારી કરી. રૂમમાં બે પલંગ બાજુબાજુમાં હતા. સૂતાં પહેલાં સાકાયોરીએ પોતાની વિચિત્ર આદત માટે ફરી એક વખત મારી ક્ષમા માગી. મેં કહ્યું, ‘આખી રાત મારે જાગવું પડે તોપણ મને વાંધો નથી. આખી રાત સતત જાગીને સળંગ ડ્યૂટી કરવાનો મને લશ્કરી કૅમ્પનો અનુભવ છે. વળી હું કોઈક વખત રાત્રે ઝેન(ધ્યાન)માં પણ બેસું છું. એટલે તમે મારી બિલકુલ ફિકર કરશો નહિ.’ સાકાયોરી થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયા. હું પણ પ્રાર્થના કરીને સૂઈ ગયો. ભૂખ્યા પેટે પણ મને તરત ઊંઘ આવી ગઈ. પરંતુ મારી એ ઊંધ વધારે સમય ટકી નહિ. રાતના અગિયારેક વાગ્યા હશે, ત્યાં તો સાકાયોરીએ ઊંઘમાં મોટેથી બડબડાટ ચાલુ કર્યો. એમનો અવાજ એટલો મોટો હતો કે બાજુમાં સૂનારની ઊંઘમાં અવશ્ય ખલેલ પડે. આ વાતની પહેલેથી જો ખબર ન હોય તો રૂમની અંદર અચાનક કોણ ઘૂસી ગયું છે અને શી ધમાલ થઈ રહી છે તે સમજાય નહિ. થોડી વારના બડબડાટ પછી સાકાયોરી શાંત થઈ ગયા. એમનાં નસકોરાં જોરથી બોલવા લાગ્યાં. મેં પથારીમાં પડ્યા પડ્યા ઊંઘ આણવાનો પ્રયત્ન કર્યો. રાત્રે ઊંઘ ન આવતી હોય તો ઘેટાં ગણવાની પદ્ધતિ જાણીતી છે, પણ મને તો ઘેટાં ગણવાને બદલે નવકારમંત્ર ગણવાની ટેવ છે. થોડો વખત એ રીતે નવકાર ગણ્યા ત્યાં ચિત્ત નિદ્રાધીન થયું. પણ ત્યાં તો સાકાયોરીનો બડબડાટ ફરી ચાલુ થયો. કોઈ કોઈ શબ્દો તો તારસ્વરે બોલાતા હતા. આવા સંજોગોમાં ઊંઘ આવવાની શકયતા હવે જણાતી નહોતી. મને થયું કે પથારીમાં જાગતા પડ્યા રહેવું એના કરતાં તો સ્તુતિ, જાપ, ધ્યાન વગેરે કરવાં તે વધુ યોગ્ય થશે. મેં ઊઠીને મારું આસન લઈને એક Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન ખૂણામાં બેસીને સ્તુતિ, જાપ વગેરે ચાલુ કર્યા. મને ઊંઘવા નથી મળતું એવો મને કોઈ સંતાપ કે થાક નહોતો. મારા મનમાં સાકાયોરી પ્રત્યે કોઈ ચીડ પણ નહોતી, બલકે સહાનુભૂતિ હતી. મારા માટે તો આ એક પ્રકારનો નવો જ અનુભવ હતો અને તે પણ એક રાતને માટે. સાકાયોરીને માટે તો આ જીવનભરનો રોગ હતો. અને એમનાં પત્નીને માટે તો આ કાયમનો ત્રાસ હતો. એમનો વિચાર કરતાં મને મારી તકલીફ કશી જ ન લાગી. પ્રસન્નતાપૂર્વક હું મારા ધ્યાનમાં અને જાપમાં લીન બની ગયો. રાત્રિ દરમિયાન સાત-આઠ વખત સાકાયોરીએ આ રીતે ઊંઘમાં બડબડાટ કર્યો હશે. વચ્ચે એકાદ વખત પથારીમાં બેઠા થઈને એમણે સિગરેટ પણ સળગાવી. એમણે જોયું કે હું એક ખૂણામાં ધ્યાનમાં બેઠો છું અને હું કશું બોલવાનો નથી. એટલે તેઓ તરત પાછા ઓઢીને સૂઈ ગયા. આમ કરતાં સવારના પાંચેક વાગવા આવ્યા હશે. હવે જો હું અડધો કલાક સૂઈ જઈશ તો તરત ઊંઘ આવી જશે એમ માનીને હું પથારીમાં પડ્યો અને થોડી જ વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો. સાડા છ વાગે મારી આંખ ઊઘડી. તે દરમિયાન સાકાયોરીએ કંઈક બડબડાટ કર્યો હતો કે નહિ તેની મને ખબર પડી નહિ. તે વિશે સાકાયોરીને પુછાય પણ નહિ. પૂછીએ તો સાકાયોરી કેવી રીતે સાચો જવાબ આપી શકે ? પોતે ઊંઘમાં બડબડે છે એવું ભાન કયા માણસને બડબડતી વખતે હોઈ શકે ? સવાર થતાં જ સ્નાન વગેરેથી પરવારીને અમે રેસ્ટોરાંમાં ગયા. સાકાયોરીએ નાસ્તો કર્યો. મારા માટે તો લીંબુવાળી કાળી ચા સિવાય બીજું કશું ખપે તેવું ન હતું. મને એ જાતની ચા ભાવે છે એટલે તકલીફ નહોતી. પછી અમે ટેકસીમાં બેસી રિત્સુરિન પાર્કમાં પહોંચ્યા. રિત્સુરિન પાર્ક જાપાનનો એક ઘણો વિશાળ અને સુપ્રસિદ્ધ પાર્ક છે. જૂના વખતમાં એ વિસ્તારમાં રહેતા કોઈ એક મોટા ઉમરાવની ૧૩૪ એકર જેટલી જગ્યામાં મોટી વસાહત હતી. વખત જતાં આ વિશાળ જગ્યા સરકાર હસ્તક આવી અને સરકારે ત્યાં એક સરસ પાર્કનું આયોજન કર્યું. રિત્સુરિન પાર્ક એટલો મોટો અને સુંદર છે કે એ જોતાં ધરાઈએ નહિ. આખો પાર્ક બરાબર જોવા જઇએ તો થાકયા વગર રહીએ નહિ. આ પાર્કમાં જે મહત્ત્વની જુદી જુદી રચનાઓ કરવામાં આવી છે તે અમે નિહાળી. પાર્કમાં કેટલાંક વૃક્ષો તો બહુ ઊંચા, ઘટાદાર અને સૈકાઓ જૂનાં છે. ઠેકઠેકાણે રંગબેરંગી પુષ્પો ખીલેલાં હતાં. કેટલેક ઠેકાણે નાનાં તળાવ જેવી રચનાઓ પણ કરવામાં આવી હતી. ક્યાંક ક્યાંક પાણીમાં આડાઅવળા પથ્થરો ગોઠવીને કરેલી ઊંચી-નીચી અને વાંકી-ચૂંકી પગથી કલાત્મક છતાં નૈસર્ગિક લાગે એવી હતી. જાપાનીઓની ઉદ્યાનકલાની આ એક વિશિષ્ટતા છે. પાર્કમાં પણ કેટલેક સ્થળે પક્ષીઓનો કલરવ થતો હતો. નાનાં નાનાં હરણો છૂટાં ફરતાં હતાં. પાર્કમાં ફરતાં ફરતાં અમે એક સ્થળે આવ્યા. ત્યાં એક નાનોસરખો પુલ બનાવવામાં આવ્યો - Page #120 -------------------------------------------------------------------------- ________________ તાકામસુ અને રિસુરિન પાર્ક ૧૦૩ હતો. નીચે ઊંડું પાણી હતું. એમાં ઘણી માછલીઓ દેખાતી હતી. કેટલાક છોકરાઓ પુલ ઉપરથી નીચે પાણીમાં માછલીઓ માટે ખાવાનું ફેંકતા હતા. એ જોવામાં અમે તલ્લીન થયા. એવામાં સાકાયોરીએ કહ્યું, 'ડૉ. શાહ, તમે અહીં ઊભા રહેજો, હું તરત જ આવું છું.' પાણીમાં ખાવાનો નાનો સરખો ટુકડો પડતાં ચારે બાજુથી એકસાથે ચાલીસ-પચાસ માછલીઓ કેવી ધસે છે અને કોઈ એક નસીબદાર માછલી એ ટુકડો પોતાના મોઢામાં લઈ લે છે અને આથી ભાગી જાય છે, એ દશ્ય જોવા જેવું હોય છે. ખાવાનું મેળવનાર માછલી પાસેથી પડાવી લેવા કોઈ માછલી પાછળ પડતી નથી. માછલીઓમાં અંદર અંદર કોઈ મારામારી થતી નથી. નિષ્ફળ થયેલી માછલીઓ ફરી પાછી આમતેમ ઘૂમવા લાગે છે. આ દશ્ય જોવામાં હું મશગૂલ બની ગયો હતો. મને વિચાર આવ્યો કે ખાવાનો એક ટુકડો પાણીમાં પડતાં પચાસ કે સોમાંથી એકાદ માછલ્લીને જ ખાવાનું મળે છે. પણ બીજી બાજુ આ માછલીઓને આખો દિવસ જ રોજેરોજ કેટલાય પ્રવાસીઓ ખવરાવતા હોય છે, એટલે માછલીઓને ભૂખે મરવાનો પ્રશ્ન તો રહેતો જ નથી. જ્યાં આવું ખાવાનું ન મળતું હોય ત્યાં પણ માથ્થીઓ પાણીમાંથી પોતાનો આહાર મેળવી લે છે. વસ્તુત: અહીં તો વધુ પડતું ખાવાથી માછલીઓ હૃષ્ટપુષ્ટ બનેલી દેખાતી હતી. ભારતમાં ગંગા અને બીજી નદીઓમાં કે સરોવરોમાં એવાં કેટલાંય પવિત્ર સ્થળો છે કે જ્યાં માછલીઓને ખવડાવવાનો રિવાજ છે. ત્યાં આવી જ હૃષ્ટપુષ્ટ માછલીઓ જોવા મળશે.) એવામાં સાકાયોરી એક કાગળની કોથળીમાં કશુંક લાવ્યા. તેમના ચહેરા ઉપર પ્રસન્નતા હતી. મારા હાથમાં તે પડીકું મૂક્યું અને કહ્યું, “ડૉ. શાહ, આ તમારા માટે છે.' મેં કોથળીમાં જોઈને કહ્યું, 'ઓહ! માછલીઓ માટેનાં આ બિસ્કિટ છે. ચાલો, આપણે ખવડાવીએ' એમ કહીને આંગળી જેટલા જાડા અને વેત જેટલા લાંબા સ્ટિકના પ્રકારનાં એ બિસ્કિટના ટુકડા કરીને મેં માછલીઓને માટે નાખવા માંડ્યા. સાકાયોરીએ કહ્યું, ‘ડૉ. શાહ, તમે મારી વાત સમજ્યા નહિ. આ બિસ્કિટ હું માછલીઓ માટે નથી લાવ્યો, તમારા માટે લાવ્યો છું. માછલીઓ માટેનાં આ ચોખાનાં બિસ્કિટ છે, શુદ્ધ શાકાહારી છે. એટલે તમે ખાઈ શકશો. તમે ગઈ કાલ સાંજથી કશું ખાધું નથી, એટલે મને તમારી બહુ ચિંતા થતી હતી, પણ સદ્ભાગ્યે આ ચોખાનાં બિસ્કિટ મળી ગયાં એટલે હું રાજી થઈ ગયો.' મેં સાકાયોરીને કહ્યું, “મને શાકાહારી ખાવાનું નથી મળ્યું અને હું ભૂખ્યો છું એ સાચું, પરંતુ આ બિસ્કિટ વેચનારા ફેરિયાઓ તો માછલીઓ માટે તે વેચે છે. એટલે તે બિસ્કિટ ખાવાનું મને ગમશે નહિ. મારા ખાવાથી માછલીઓનો ખોરાક ઓછો થઈ જશે અને તેઓ ભૂખે ટળવળશે એવું નથી. પરંતુ આ બિસ્કિટ માછલીઓ માટે જ બનાવાય છે અને તેમને જ ખવડાવાય છે. એટલે હું એ ખાઉ એમાં મને ઔચિત્યભંગ લાગે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પાસપોર્ટની પાંખે -- ઉતરાલેખન એટલે ભલે હું ભૂખ્યો રહું, આટલા કલાક ભૂખ્યો છું તો થોડાક કલાક વધારે, પરંતુ આ બિસ્કિટ મારે ગળે ઊતરશે નહિ.” અમે એ બિસ્કિટ માછલીઓને ખવડાવી દીધાં. બિસ્કિટના ટુકડા કરીને તે નાખવાનો અને પાણીમાં ચારે બાજુથી માછલીઓને ટુકડા તરફ ધસતી જોવાનો આનંદ અમે માણ્યો. રિસુરિન પાર્ક જોઈને અમે હોટેલ ઉપર પાછા આવ્યા. સાકાયોરીએ પોતાનું ભોજન લીધું. મેં ચા પીધી. પછી ત્યાંથી સામાન લઈને તાકામસુના બંદરે પહોંચી અમે ઓસાકા જતી સ્ટીમર પકડી. નાના નાના ઘણાબધા ટાપુઓવાળી ખાડીમાંથી પસાર થતી સ્ટીમર ઓસાકા આવી પહોંચી. ઑસાકામાં એક હોટેલમાં અમે ઊતર્યા એટલે સાકાયોરીએ સૌથી પહેલું કામ મને એક રેસ્ટોરાંમાં લઈ જઈને શાકાહારી ભોજન કરાવવાનું કર્યું. આમ આખી રાતના જાગરણ પછી ભૂખ્યા પેટે વિશાળ રિન્જરિન પાર્ક ધરાઈને જોવાનો મારો આનંદાનુભવ જુદા જ પ્રકારનો રહ્યો હતો ! Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તાકંદમાં સોવિયેટ યુનિયનના આ વખતના અમારા પ્રવાસમાં પહેલો મુકામ ઉઝબેકિસ્તાનના પાટનગર તાકંદ (ઉઝબેક ઉચ્ચાર પ્રમાણે તોકેન્ત અથવા તાકેન્ત)માં હતો. દિલ્હીથી ઍર ઇન્ડિયાના વિમાનમાં સવારે લગભગ છ વાગે અમે ઊપડ્યા. ત્રણ કલાકમાં તો અમે તારકંદ પહોંચી ગયા. સૂર્યોદયનો સમય થઈ ગયો હતો એટલે આખે રસ્તે અમને વિમાનની બારીમાંથી પૂર્વાકાશમાં ક્ષિતિજ ઉપર સૂર્યોદય દેખાયા કર્યો કારણ કે ભારતના સમય કરતાં તાસ્કંદના સમય અઢી કલાક વહેલો હતો. અમારું વિમાન દિલ્હીથી ઉત્તરે હિમાલયની પર્વતમાળા ઓળંગી ઉઝબેકિસ્તાન પહોંચ્યું હતું. હજારો વર્ષથી અનુલ્લંઘનીય મનાતી હિમાલયની પર્વતમાળાને અમે એક કૂદકામાં (વિમાનમાં) ઉલ્લંઘી ગયા. દુનિયાના સર્વોચ્ચ શિખર એવરેસ્ટથી પણ ઊંચે આ અમારો કૂદકો હતો. વિજ્ઞાન કુદરત ઉપર કેવો વિજય મેળવતું રહ્યું છે ! હિમાલયની પર્વતમાળા પછી કાયયઝલકુમનું રણ દેખાયું. દુનિયાનાં મોટા રણોમાંનું આ એક રણ છે. ચારે બાજુ સેંકડો માઈલ સુધી નાના-મોટા ડુંગરો પર પથરાયેલી સૂકી રેતાળ ધરતી વિમાનમાંથી દેખાતી હતી. અરબી સમુદ્ર, હિંદી મહાસાગર અને બંગાળના ઉપસાગરમાંથી આવતાં વાદળાં વરસતાં વરસતાં છેલ્લે બધા જ હિમાલયમાં વરસી જાય છે. પરિણામે હિમાલયની પાછળની ઉત્તરની બાજુ વરસાદનું નામનિશાન ન મળે. લીલા ઘાસનું એક તણખલું પણ ન ઊગ્યું હોય. આ રણનું દૃશ્ય નજરે નિહાળીએ તો લાગે કે પગે ચાલીને જેમ હિમાલય ન ઉલ્લંઘી શકાય તેમ આ રણ પણ ન ઉલ્લંઘી શકાય. ન અમારું વિમાન તાણંદના વિમાની મથકે ઊતર્યું. સોવિયેટ યુનિયનમાં કસ્ટમની ચકાસણી ઘણી કડક થતી. એથી વાર લાગી, પણ અમારે પક્ષે બધું વ્યવસ્થિત હતું એટલે કશો વાંધો ન આવ્યો. પ્રવાસીઓના અમારા ગ્રુપની ભારતીય ગાઇડ હતી પારસી યુવતી કુમારી રોશન ખંભાતી. તે ઘણી હોશિયાર, જાણકાર અને ચબરાક હતી. યુરોપ, અમેરિકા, જાપાન, સિંગાપુર વગેરે દેશોમાં ગાઇડ તરીકે તે ઘણીવાર જઇ આવી હતી. સોવિયેટ યુનિયનમાં તાકંદમાં તે પહેલીવાર આવતી હતી. આવી તક પોતાને મળી એનો એને ઘણો જ આનંદ હતો. વિદેશોના પ્રવાસોના અનુભવને લીધે તે ઘણી કાબેલ થઈ ગઈ હતી. એના અવાજમાં રહેલું અભિમાન અને જબરાપણું થોડા પરિચયમાં જ જણાઈ આવે એવું હતું. કોઈકને તો એ કઠે એવું પણ હતું. ot Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન અમને ઍરપૉર્ટ પર લેવા આવનાર ઉઝબેક ગાઈડનું નામ હતું મુમિન અથવા મોમિન. પરિચિત લાગે એવું એ નામ હતું. તે મુસ્લિમ હતો. ઉઝબેકિસ્તાનની બધી વસ્તી મુસલમાન હતી. પણ સોવિયેટ યુનિયનમાં ધર્મને લગભગ તિલાંજલિ અપાઈ હતી તે અહીં ઉઝબેકિસ્તાનમાં પણ જોવા મળી. અમે બસમાં બેઠા. ૧૯૬૬ના ભારે વિનાશક ધરતીકંપ પછી ફરી વસેલા તાશ્કેદમાં રળિયામણા રસ્તાઓ પરથી પસાર થતી અમારી બસ હોટેલ પર આવી પહોંચી. હોટેલનું નામ પણ “ઉઝબેકિસ્તાન' હતું. તાશ્કેદની સૌથી મોટી હોટેલોમાંની તે એક હતી. તાન્કંદ શહેર ભારતવાસીઓમાં જેટલું જાણીતું છે એટલું દુનિયાના બીજા ઘણા દેશોમાં નહિ હોય. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં સોવિયેટ યુનિયનની મધ્યસ્થીથી ભારતે સુલેહ કરી હતી. સુલેહમંત્રણા માટેની બેઠક તાન્કંદમાં યોજાઈ હતી. ભારતના તે સમયના વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી એમાં ભાગ લેવા તાશ્કેદ ગયા હતા. મંત્રણાને અંત, ભારત પાછા આવતાં પહેલાં, આગલી રાત્રે અકળ સંજોગોમાં એમનું અચાનક અવસાન થયું. લાલબહાદુર શાસ્ત્રીના મૃત્યુનો ભેદ સત્તાવાર રીતે ક્યારેય ઉકેલાયો નહિ. માત્ર અનુમાનો થયાં ક્ય. પરંતુ એ આઘાતજનક, ઘેરો શોક જન્માવનારી ઘટનાએ તાન્કંદને દુનિયાના નકશામાં જાણીતું કરી દીધું. તાન્કંદ વગોવાયું, પણ પોતાની અપકીર્તિનું સાટું વાળવા એણે પ્રયત્ન કર્યો. તાશ્કેદમાં એક સ્થળે લાલબહાદુર શાસ્ત્રીની અર્ધપ્રતિમા મૂકવામાં આવી છે અને એક રસ્તાને લાલબહાદુર શાસ્ત્રી સ્ટ્રીટ' એવું નામ આપવામાં આવ્યું છે. લાલબહાદુર શાસ્ત્રીની આ ઘટના આપણને ભારતવાસીઓને જેટલી સ્પર્શે તેટલી તાકંદવાસીઓને ન સ્પર્શે એ દેખીતું છે. એટલે જ ખુદ તાન્કંદના ઘણા રહેવાસીઓને આ પ્રતિમા કે સ્ટ્રીટ ક્યાં આવ્યાં છે તેની ખબર પણ નથી. આશરે પચીસ લાખની વસ્તી ધરાવતું તાશ્કેદ મધ્ય (Central) એશિયાનું મોટામાં મોટું શહેર છે. રણવિસ્તારમાં ચિરચિક નામની નાની નદી પાસે આવેલા ફળદ્રુપ પ્રદેશ (Oasis – રણદ્વીપ)માં ઠેઠ સાતમા સૈકાથી વસેલું તાશ્કેદ ઐતિહાસિક શહેર છે. કપાસ અને સૂકો મેવો એ એનું મુખ્ય ઉત્પાદન રહ્યું છે. વેપારી મથક તરીકે અને સંસ્કાર કેન્દ્ર તરીકે તાશ્કેદની ખ્યાતિ જૂના વખતથી એટલી બધી રહી છે કે આઠમા સૈકામાં આરબોએ ચડાઈ કરી એના ઉપર વર્ચસ્વ જમાવ્યું હતું. તેરમા સૈકામાં મોંગોલિયાથી આવીને ચંગેઝખાને એને જીતી લીધું હતું. ચૌદમા સૈકામાં તૈમુરલેને એનો કબજો લીધો હતો. ૧૮૬પમાં રશિયાએ એને પોતાનામાં ભેળવી દીધું હતું. આમ તાકંદ ઉપર પડોશી રાજ્યોનો ડોળો રહ્યા કર્યો એ એની મહત્તા દર્શાવે છે. પ્રાચીન સમયથી ઉઝબેક સંસ્કૃતિ અને સંસ્કારના કેન્દ્ર તરીકે ખ્યાતિ પામેલું તાત્કંદ વર્તમાન સમયમાં પણ કેળવણીના ક્ષેત્રે પ્રગતિશીલ નગરી ગણાય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ તારકંદમાં ૧૦૭ તાન્કંદના નગરદર્શનના કાર્યક્રમમાં અમે પ્રાચીન કલાકૃતિઓનું સંગ્રહસ્થાન જોયું, ગ્રંથાલયો જોયાં, લેનિન સ્ફટ્વેરમાં અને ફ્રેન્ડશિપ સ્ફટ્વેરમાં કેટલાંક ઐતિહાસિક સ્થળો તથા સ્મારકો જોયાં, લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમા જોઈ. સાંજે અમે એક રશિયન બેલે પણ જોઈ આવ્યા. કેટલાક ભૂગર્ભ રેલવેમાં પણ ફરી આવ્યા. જમીને અમે અમારી રૂમમાં બેઠા હતા. આખા દિવસનો થાક લાગ્યો હતો એટલે સૂવાની તૈયારી કરતા હતા. ત્યાં બારણા ઉપર ટકોરો પડ્યો. એક ભાઈ આવ્યા હતા. સાથે એક ભારતીય યુવાન પણ હતો. એ ભાઈએ કહ્યું, ‘આ ભાઈનો નીચે લોન્જમાં જ પરિચય થયો. તેઓ અહીં જ રહે છે. ઇન્ડિયાથી અહીં ભણવા આવ્યા છે. તેઓ મદદ કરી શકે એમ છે. અહીં બૅન્કમાં એક ડૉલરનો પૂરો એક રૂબલ (રશિયન ચલણ) પણ મળતો નથી. તેઓ આપણને એક ડૉલરના આઠ રૂબલ અપાવી શકે તેમ છે. બધી જવાબદારી એમની.' મેં કહ્યું, “મારો નિયમ છે કે આ રીતે ગેરકાયદે વિદેશી ચલણ ક્યારેય લેવું નહિ. એમાં પણ વિદેશમાં આવું સાહસ કરવાની સલાહ હું કોઈને ન આપું. પછી તો જેવી જેની મરજી.' અમે ના પાડી એટલે એ ભાઈ પેલા યુવાનને લઈને બીજા પ્રવાસીઓની રૂમમાં ગયા. કેટલાકે ડૉલર એ રીતે વટાવ્યા પણ ખરા. જ્યાંથી વધુ ધન મળતું હોય તે તરફ ખેંચાવાની વૃત્તિ મનુષ્યમાં સહજ રીતે પડેલી છે. બે દિવસ તાકંદ અને એની આસપાસના પ્રદેશ જોયા પછી ત્રીજે દિવસે સવારે અમને સૂકા મેવાની મારકેટમાં લઈ જવાનો કાર્યક્રમ હતો. આ બાજુના સૂકા પ્રદેશમાં સૂકો મેવો જાતજાતને થાય છે. મારકેટમાં વેપારીઓ જમીન પર મોટા મોટા ઢગલા પાથરીને બેઠા હોય. છાપાંના કાગળમાં પડીકાં બાંધીને આપે. ભાવ પણ બહુ સસ્તો. ગિરદીનો પાર નહિ. જોવા જેવું ગામઠી દશ્ય લાગે. અમારી બસ માર્કેટના નાકા પાસે ઊભી રહી. મોમિન અમને બધાને દોરી જવાનો હતો. અમે ઊતરતા હતા ત્યાં બે ઉઝબેકી માણસોએ ઈશારો કર્યો. એક ડૉલરના દસ રબલ તેઓ આપતા હતા. અમારા ગ્રુપમાંથી બે જણે ઝડપથી રૂબલ લીધા અને માર્કેટ તરફ ચાલ્યા. સોવિયેટ યુનિયન જેવા કડક રાષ્ટ્રમાં પણ માણસો વિદેશી ચલણનો ગેરકાયદે વેપાર કરે એ જોઈને અમને આશ્ચર્ય થયું. ધન મેળવવાની અદમ્ય વૃત્તિ માણસ પાસે કયારે ખોટું કામ કરાવશે તે કહી શકાય નહિ. જેમ જેમ આંતરરાષ્ટ્રીય વ્યવહાર વધતો ગયો છે તેમ તેમ વિદેશી મુદ્રાનો સત્તાવાર અને બેકાનૂન વેપાર પણ વધતો ચાલ્યો છે. અમારા પ્રવાસી ગ્રુપમાં એક દક્ષિણ ભારતીય સજજન પણ હતા. તેઓ ખોટું અંગ્રેજી બોલતા અને તે બોલવાની એમની લઢણ પણ દક્ષિણ ભારતીય પ્રકારની હતી. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન વિદેશના પ્રવાસે તેઓ પહેલી વાર નીકળ્યા હતા. તેઓ પ્રકૃતિએ સ્વાર્થી હતા અને પૈસાની ગણતરીવાળા હતા. એટલે એમની સાથે ભળવા કોઈ રાજીખુશીથી તૈયાર થતું નહિ. મિસ્ટર સુંદરમ એમનું નામ હતું, પણ કેટલાક એમને બોલાવતી વખતે મજાકમાં ‘મિસ્ટર અસુંદર એવી રીતે બોલતા કે એમને ખબર ન પડે, પણ સમજનાર સમજી જાય. મિ. સુંદરમ્ બસમાં છેલ્લી બેઠક પર બેઠા હતા. સૂકા મેવાના બજારમાંથી તેઓ કશું ખરીદવા ઈચ્છતા નહોતા એટલે બસમાં જ બેસી રહ્યા હતા. પણ જેવી ખબર પડી કે એક ડૉલરના આઠને બદલે દસ રૂબલ મળે છે કે તરત એમણે દસ ડૉલરની નોટ રોશનને આપી રૂબલ મંગાવ્યા. રોશને બસમાંથી ઊતરી એ નોટ પેલા માણસને આપી. એ સો રૂબલની નોટો ગણતો હતો ત્યાં તો અચાનક ડૉલરની નોટ જમીન પર ફેંકી દઈને એ ભાગ્યો. એનો સાથીદાર પણ દોડી ગયો. રોશને ડૉલરની નોટ ઉપાડી લઈને બસમાં આવી સુંદરને પાછી આપી દીધી. રોશન બસમાંથી પાછી ઊતરવા જાય ત્યાં બે પોલીસે એને પકડી. બસના ડ્રાઈવરે ઉઝબેક ભાષામાં પોલીસે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા. રોશને સુંદરનું નામ આપ્યું. સુંદરમ્ નામકર ગયા. રોશને એમના પર ગુસ્સો કર્યો, પણ હવે જવાબદારી રોશન પર આવી. અમે માર્કેટમાં જઈને પાછા આવ્યા ત્યારે બસની આસપાસ ટોળું જામી ગયું હતું. શી ઘટના બની છે તે તરત સમજાયું નહિ. ભાષાનો પ્રશ્ન પણ ખરો. બસમાં બેઠા પછી થોડોક ખ્યાલ આવ્યો. ગાઈડ મોમિને પોલીસોને એમની ઉઝબેક ભાષામાં સમજાવ્યા અને છેવટે અમારી બસ આગળના કાર્યક્રમો માટે ઊપડી. તે દિવસે રાત્રે નવ વાગે બે સોવિયેટ ગુપ્તચરો દુભાષિયાને લઈને અમારી હોટેલ પર આવ્યા હતા. રોશનને બોલાવવામાં આવી. નીચે લૉન્જમાં એક પારદર્શક કાચવાળી કેબિનમાં રોશનની પૂછપરછ થઈ રહી હતી. ઘીમે ઘીમે બધા પ્રવાસીઓમાં વાત પ્રસરી ગઈ. કોઈ કોઈ લૉન્જમાં આંટો મારી ચૂપચાપ જોઈ આવ્યા. દોઢેક કલાક પૂછપરછ ચાલી હશે. રોશન જોરજોરથી બોલતી હોય એમ લાગ્યું. ગુચરો નિવેદન લઈ વિદાય થયા. અમે કેટલાક મિત્રો શું થાય છે એની ઉત્સુકતાથી રાહ જોઈ લૉન્જના એક ખૂણામાં બેઠા હતા. રોશન ત્યાં આવી. એણે કહ્યું, “મેં ગુપ્તચરોને સ્પષ્ટ કહી દીધું કે અમે ટૂરિસ્ટ છીએ. તમારા દેશના કાયદાની અમને ખબર નથી. તમે તમારા માણસોને ખોટું કરતાં કેમ અટકાવતા નથી ? તમારી ફરજ છે એમને અટકાવવાની. અમને પરદેશીઓને શી ખબર પડે ?' કોઈ મોટો વિજય મેળવ્યો હોય એવો રુઆબ રોશનના ચહેરા પર જણાતો હતો. એણે કહ્યું, “મેં એ લોકોને એવા દબડાવ્યા કે બિચારા બોલી શું શકે ?' ડૉલર-રૂબલનું પ્રકરણ પતી ગયું એટલે અમે બધા નિશ્ચિત થઈને સૂતા. સવારે અમે સોવિયેટ યુનિયનના અન્ય નગરોના પ્રવાસે ઊપડી ગયા. દસેક દિવસનો પ્રવાસ Page #126 -------------------------------------------------------------------------- ________________ તારકંદમાં ૧૦૯ પૂરો કરી અને દિલ્હી જવા ફરી તાકંદ આવી એ જ હોટેલમાં ઊતર્યા. રાત્રે આરામ કરી સવારે ઍર ઇન્ડિયાનું વિમાન અમારે પકડવાનું હતું. અમે પોતપોતાની રૂમમાં પ્રવાસના અનુભવો વાગોળતા હતા. એટલામાં અમારા રૂમમાં ફોનની ઘંટડી વાગી. એક સહપ્રવાસીએ સમાચાર આપ્યા કે સોવિયેટ ગુપ્તચરો આવ્યા છે અને રોશન તથા મિ. સુંદરમને નીચે લઈ ગયા છે. અમને ચિંતાજનક આશ્ચર્ય થયું. જે વાત અમારે મન પતી ગઈ હતી એનો કેડો ગુપ્તચરોએ મૂક્યો નહોતો. અમારા પાછા ફરવાની તેઓ રાહ જોઈ રહ્યા હતા. અમે લૉન્જમાં આંટો મારવા ગયા. દૂરથી નજર કરી. રોશન ઢીલી હતી. સુંદરમ નીચું મોઢું કરીને બેસી રહ્યા હતા. કાઉન્ટર ઉપરથી અમને જાણવા મળ્યું કે જે બે ઉઝબેક માણસોએ ડૉલર-રૂબલનો સોદો કર્યો હતો તેઓને પકડી પાડવામાં આવ્યા હતા. તેઓએ પોતે લીધેલા ડૉલરની કબૂલાત કરી લીધી હતી. આથી જે બે જણે અમારામાંથી રૂબલ લીધા હતા તેમના મનમાં ગભરાટ ચાલુ થયો. તેઓ આઘાપાછા થઈ ગયા. લગભગ બે કલાક પૂછપરછ ચાલી પણ કોઈને છોડવામાં આવ્યાં નહોતાં. થોડે દૂરથી નજર કરતાં જણાયું કે રોશન હવે ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. સુંદરમ્ પણ સૂનમૂન થઈ ગયા હતા. ત્યાં વળી અમને સમાચાર મળ્યા કે એર ઈન્ડિયાના મેનેજરને બોલાવવામાં આવ્યા છે. આવતી કાલની અમારી સફર કદાચ રદ થાય. અમે સૌ ચિંતાતુર બની ગયા. ત્યાં તો તાત્કંદ ખાતેના ભારતના કૉન્સલ જનરલને પણ બોલાવવામાં આવ્યા. ગેરકાયદે ડૉલર વટાવવાની નાની વાતે ઘણું મોટું રૂપ પકડ્યું. અમે અનિશ્ચિતતાના વમળમાં ફસાયા. છેવટે કોન્સલ જનરલે ગુપ્તચરોને ખાતરી આપી, એર ઇન્ડિયાના મેનેજરે ભલામણ કરી, રોશન અને સુંદરમે લેખિત માફી આપી એટલે તેઓ બંનેને છોડવામાં આવ્યાં. જે બે ઉઝબેક નાગરિકોએ ડૉલર લઈ રૂબલ આપ્યા હતા તેમને તો સજા થશે જ, પણ અમારી ચિંતા ટળી. રડી રડીને રોશનનો ચહેરો સૂજી ગયો હતો. અમારી કોઈની સાથે વાત કરવા તે ઊભી ન રહી. રૂમમાં જઈને તે સૂઈ ગઈ, પણ આખી રાત એને ઊંઘ નથી આવી એમ સવારે જાણવા મળ્યું. સવારે સમય થતાં અમે સૌ પોતપોતાના સામાન સાથે લૉન્જમાં આવી ગયા. બસ આવતાં તેમાં ગોઠવાયા. ઍરપૉર્ટ આવીને બધી વિધિ પતાવી વિમાનની રાહ જોતાં બેઠા. હવે રોશનની જીભ ઊઘડી. પોતાની હૈયાવરાળ ઠાલવતાં તે બોલી, “સોવિયેટ યુનિયનના અધિકારીઓ તદ્દન નાલાયક છે. કાગનો વાઘ કર્યો. તેઓ બુદ્ધિના બેલ જેવા છે. એટલું સમજે નહિ કે હું તો એક ગાઈડ છું. મેં કંઈ થોડા રૂબલ ખરીદ્યા છે ? મારા જેવી એક મહિલાને સતાવતાં તેઓને જરા પણ શરમ નડી નહિ. મેં તો હવે પ્રતિજ્ઞા લીધી છે કે જિંદગીમાં બીજી વાર સોવિયેટ યુનિયનમાં પગ મૂકવો નહિ.” Page #127 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન રોશનનો ઉકળાટ અને કકળાટ સમજી શકાય એવા હતા. ગાઇડ તરીકે એને જિંદગીમાં એક નવો પાઠ શીખવા મળ્યો હતો. સુંદરમ્ પાસે દક્ષિણ ભારતીય સ્વરભાર સહિત ‘બટ્ટ’(But)થી શરૂ થતું એનું એ જ વાકય ફરીફરીને બોલવા સિવાય બીજું કશું હતું નહિ. ઍર ઈન્ડિયાના અમારા વિમાને તાકંદની ધરતી છોડી ત્યારે સૌથી વધુ રાહત રોશને અનુભવી હતી. ૧૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ટ્રિકોમાલી શ્રીલંકાની અમારી સફરમાં અનુરાધાપુરમ્ અને પોલોનારુવાનાં ઐતિહાસિક સ્થળો જોઈને અમે ડ્રિંકોમાલી બંદર તરફ રવાના થયા. ૧૯૭૬ના એપ્રિલ મહિનાનો એ સમય હતો. અમારી પાસે ઘરની મોટરગાડી હતી એટલે અગાઉથી કોઈ હોટેલમાં રિઝર્વેશન ન કરાવતાં, રાત પડે ત્યાં રાતવાસો રહેવું એ ન્યાયે અમે પ્રવાસ ખેડી રહ્યા હતા કે જેથી જ્યાં જેટલું રોકાવું હોય તેટલું રોકાઈ શકીએ. શ્રીલંકાના હરિયાળા રસ્તાઓમાં ઠેર ઠેર લીલાં નાળિયેર વેચવાવાળા નાળિયેરના ઢગલા પાથરીને બેઠા હોય. સસ્તા ભાવે તે મળે અને પીતાં ધરાઈએ નહિ એવું મીઠું પાણી હોય. થોડે થોડે અંતરે ચાની નાની નાની હાટડીઓ આવે. દૂધ વગરની, સરસ સોડમવાળી, રતૂમડા રંગની ચા પીવાનો વિશિષ્ટ અનુભવ થાય. કયાંક તાજા કોપરાનું દૂધ પણ પીવા મળે. ફરતાં ફરતાં અમે પહોંચ્યા ટ્રિકોમાલી શહેરમાં. શ્રીલંકાના પૂર્વકિનારે આવેલું એ એક નાનું બંદર છે. ત્યાંનું વાતાવરણ ગમી જાય એવું શાન્ત હતું. ટ્રાફિકનો ખાસ ઘોઘાટ નહોતો. પ્રજા એકંદરે ગરીબ અને નરમ જણાય. ટ્રિકોમાલી બંદર હોવાને કારણે દૂરપૂર્વમાં જતી-આવતી કેટલીય સ્ટીમરો ત્યાં રોકાય. વિદેશી જહાજોના કર્મચારીઓ જહાજમાં રાતવાસો ન રહેવું હોય તો હોટેલમાં આવીને રોકાય. કેટલીક સારી હોટેલોને કમાણી આવા વિદેશી પ્રવાસીઓની થાય. જહાજો આવ્યાં હોય તો હોટેલોમાં જગ્યા ન મળે. જહાજો જાય એટલે હોટેલો ખાલીખમ. ટ્રિકોમાલી પહોંચીને અમે હોટેલની તપાસ કરી. મધ્યમ કક્ષાની એક સરકારી હોટેલમાં અમને જગ્યા મળી ગઈ. અંગ્રેજ લોકોએ બંધાવેલી એટલે એનું સ્થાપત્ય ભવ્ય હતું. પરંતુ એનો વહીવટ સરકારી સ્તરનો રહ્યો હતો. હોટેલમાં ભોંયતળિયે કોરિડોરને છેડે અમને ત્રણ જણ માટે એક રૂમ આપવામાં આવ્યો. એક જ રૂમ ખાલી હતો એટલે પસંદગીનાં નખરાં ચાલે એમ નહોતાં. વળી અમારે કયાં એક રાતથી વધારે રોકાવું હતું ? પરંતુ રૂમ જરા પણ સ્વચ્છ નહોતો. એથી અમારા સિંહાલી ડ્રાઇવરે હોટેલના મૅનેજરને એની સિંહાલી ભાષામાં ઠપકો આપ્યો. જીભાજોડી થઈ અને વાતાવરણ બગડ્યું. પછી તો કાયદાની વાત આવી; આવકારની ઉષ્મા અદશ્ય થઈ ગઈ. જ્યાં સરકારી તંત્ર હોય ત્યાં કર્મચારીઓને કાયદા ઘણા આવડે. કામ કરવું હોય ૧૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ ર - પાસપૉર્ટની પાંખે – ઉત્તરાલેખન તોપણ કાયદાનો આશ્રય લેવાય અને ન કરવું હોય તોપણ. કેટલાંય સરકારી તંત્રમાં કામ થાય એ મહત્ત્વનું નથી; કાયદો જળવાય એ વધારે મહત્ત્વનું હોય છે. કેટલીક માથાકૂટ પછી બે નોકરો રૂમ સાફ કરી ગયા. ગાદલાંની ચાદર બદલી ગયા. પીવાનું પાણી ભરી ગયા. પણ બધું મન વગરનું. આપણે જેમની ગરજ ભોગવવાની ‘ હોય એ માણસનું મોઢું ચઢેલું હોય ત્યારે જુદી જ મૂંઝવણ અનુભવાય. ઘડીક આડા પડ્યા પછી બહાર જવા માટે અમે હાથમોઢું ધોવા ગયા, પણ નળમાં પાણી આવતું નહોતું. તરત મૅનેજરને ફરિયાદ કરી. એણે કહ્યું, ‘તમારી ટાંકીમાં ઉપર પાણી ખલાસ થઈ ગયું હશે ! તમને બાલદી ભરીને નોકર પાણી આપી જશે.' ‘ટાંકીમાં પાણી કયારે આવશે ?' ‘અમે સાંજે છ વાગે પાણી ચડાવવા માટે મશીન ચાલુ કરીએ છીએ.’ ‘અત્યારે પોણા છ થવા આવ્યા છે. થોડું વહેલું ચાલુ ન કરી શકો ? અમારે તરત બહાર જવું છે.' ‘માફ કરજો, વહેલું ચાલુ નહિ થાય. અહીંનો એ નિયમ છે.' કાયદા અને નિયમોની ગૂંગળામણ અનુભવતા અમે, એક બાલદી પાણી મગાવી હાથમો ધોઈ સમુદ્રકિનારે જવા નીકળ્યા, કારણ કે ત્યાં મોડા પડીએ તો બોટમાં જળવિહાર કરવા ન મળે. અમે સમુદ્રકિનારા તરફ ગાડી હંકારી, સૂર્યાસ્તની વેળા થવા આવી હતી. દિવસ ઢળવા આવ્યો હતો. અમે સમુદ્રકિનારે બંદર પર પહોંચ્યા. ત્યાં પ્રવાસીઓને દરિયાની સહેલગાહ કરાવવામાં આવતી હતી. ગાડી પાર્ક કરીને અમે ધક્કા પર પહોંચ્યા. તપાસ કરી તો બુકિંગ ક્લાર્કે કહ્યું, ‘અમારો સમય થઈ ગયો છે. છ વાગી ગયા છે, છેલ્લી બોટ રવાના થઈ ગઈ છે. થોડી વારમાં એ પાછી ફરશે એટલે બધું બંધ થશે.' અમે નિરાશ થયા, ત્યાં ઊભા ઊભા સમુદ્રને નિહાળી રહ્યા હતા. બુકિંગ કલાર્ક પોતાની કૅબિનમાં હિસાબ કરી રહ્યો હતો. છેલ્લા ફેરાની બોટ આવી પહોંચી અને મુસાફરો ઊતરીને ચાલ્યા જવા લાગ્યા હતા. અમને વિચાર આવ્યો કે હોટેલના મૅનેજર જેવો આ બુકિંગ ક્લાર્ક નથી. એણે પોતાની દિલગીરી બતાવી તેમાં પણ કેટલી બધી નરમાશ હતી ! કેટલો બધો વિવેક હતો ! એટલે અમને થયું કે ચાલો એક પ્રયાસ કરી જોઈએ. દુનિયામાં જેમ માઠા અનુભવો થાય છે તેમ સારા અનુભવો પણ થાય છે. કાયદાઓ અને નિયમો વ્યવસ્થા માટે હોય છે. એમાં જડતા આવે એ સ્વાભાવિક છે. ક્યારેક તકરારી વર્તુળોમાં કાયદાની જડતા આવશ્યક કે અનિવાર્ય પણ બને છે. બીજી બાજુ પરિસ્થિતિ અનુસાર, સ્થળ પર ફરજ બજાવતી વ્યક્તિને વિશિષ્ટ સત્તા પણ હોય છે. એટલે બુકિંગ ક્લાર્કને જો પ્રેમભાવથી વિનંતી કરીએ તો કદાચ એ સફળ પણ થાય. અમે એની પાસે જઈને કહ્યું, ‘અમે Page #130 -------------------------------------------------------------------------- ________________ દ્રિકોમાલી ૧૧૩ ભારતથી આવીએ છીએ. તમારા ટાઈમની અમને ખબર નહિ. અમે થોડા મોડા જરૂર પડ્યા છીએ. એટલે તમે અમને ના કહી તે બરાબર જ છે. પરંતુ દુનિયામાં ઘણે ઠેકાણે ફરજ પરના માણસને થોડી છૂટ હોય છે. અમે જિંદગીમાં બીજી વાર ટ્રિકોમાલી આવીશું કે કેમ તેની ખબર નથી, પણ તમે તમારી સત્તા વાપરીને બોટમાં સહેલગાહ કરાવો તો ઘણી મહેરબાની થશે.” કલાકે તરત ઈન્કાર ન કર્યો. વિચારવા લાગ્યો. પછી એણે કહ્યું, ‘બે મિનિટ થોભો ! હું બોટ ચલાવનારને પૂછી લઉં.' એણે બહાર નીકળી સિંહાલી ભાષામાં ખલાસીઓ સાથે વાત કરી. ખલાસીઓએ અમારી સામે જોયું અને તરત અમને ઈશારો ક્યો. અમે આનંદિત થઈ ગયા. પૈસા ભરી ટિકિટ લઈ અમે બોટમાં બેઠા. બોટ ચાલી. બોટચાલકે અમને સમજાવ્યું કે દુનિયામાં ટ્રિકોમાલીને જેવો સમુદ્ર છે એવો બીજે ક્યાંય જોવા નહિ મળે. તમે ડાબી બાજુ જુઓ. ઊંચો કિનારો અને ઝાડપાન છે. એ કિનારો લગભગ વર્તુળાકારે વધતો વધતો દૂર એક છેડે આવી પૂરો થાય છે. હવે જમણી બાજુ જુઓ ! એમાં પણ એ જ પ્રમાણે છે, છતાં આ બંને કિનારા દૂર દૂર સામે ભેગા થતા નથી. એ બેની વચ્ચે થોડી જગ્યા છે. એમાંથી બહારના મહાસાગરમાં જવાય છે. આ ટ્રિકોમાલીનો દરિયો છે. એને બહાર બંગાળનો ઉપસાગર અને હિંદી મહાસાગર મળે છે.' અમારી નૌકા ડાબી બાજુના કિનારા તરફ તેઓ લઈ ગયા, ત્યાંથી મહાસાગર ધ્યાનથી જોઈએ તો જ દેખાય, નહિ તો નજરમાં પણ ન આવે. જાણે વર્તુળાકાર સરોવર જેવા સમુદ્રમાં આપણે હોઈએ એવું લાગે. અમારી બોટ આગળ વધતી વધતી બે કિનારાની વચ્ચે આવી પહોંચી. અહીંથી હવે એ મહાસાગરમાં દાખલ થઈ. બોટચાલકો બોટને એક બાજુ દૂર લઈ ગયા. ત્યાંથી બતાવીને કહ્યું, 'હવે આ મહાસાગરમાંથી તમે જુઓ તો જાણે સીધો સળંગ કિનારો છે એવો ભ્રમ થાય. કોઈ જાણકાર હોય તો જ ખબર પડે કે આ બહારના કિનારાની અંદર મોટા સરોવર જેવડો ટ્રિકોમાલીનો દરિયો છે.' ટ્રિકોમાલીના બંદરની ખાસિયત કોઈ જુદી જ જાતની હતી. બોટચાલકોએ એની મહત્તા સમજાવી ત્યારે જ સમજ પડી. સારું થયું કે નૌકાવિહારની તક મળી. નહિ તો એની આ ખૂબીની ખબર જાતે જોવા મળત નહિ. બોટચાલકે કહ્યું, ટ્રિકોમાલી બંદરની અંદર કોઈ સ્ટીમર ઊભી હોય તો મહાસાગરમાંથી પસાર થતી સ્ટીમરને એ દેખાશે નહિ. એનો અર્થ એ થયો કે ટ્રિકોમાલી બંદર એ સ્ટીમરોને સંતાઈ જવા માટેનું સરસ બંદર છે. એની આ ખાસિયતનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ નૌકાસેનાએ ઘણો સારો કર્યો હતો. બ્રિટિશ લડાયક જહાજે ટ્રિકોમાલીના આ દરિયામાં સંતાઈ રહેતાં. જાપાને Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન સિંગાપુર ઉપર કબજો મેળવ્યો એ પછી આ મહાસાગરમાં એનાં લડાયક જહાજોની અવરજવર વધી ગઈ હતી. એ વખતે જાપાની જહાજ જ્યારે પાસે આવે ત્યારે બ્રિટિશ જહાજ બહાર નીકળી અચાનક એના ઉપર તોપમારો કરતાં. બ્રિટને એ રીતે ત્યારે શ્રીલંકાના કોલંબો બંદર કરતાં પણ ટ્રિકોમાલીનો વધુ ઉપયોગ કર્યો હતો.' નૌકાવિહાર કરી અમે પાછા ફર્યા. અમને ખરેખર જળવિહારના આનંદ ઉપરાંત સારી જાણકારી મળી. અમે ક્લાર્ક તથા બોટચાલકોને બક્ષિસ આપવા માટે પૈસા કાઢતા હતા ત્યાં એ લોકોએ જ અમને અટકાવીને કહ્યું, “ના સાહેબ ! આ તો અમારી ફરજ છે. તમને આનંદ અને સંતોષ થયો એ જ અમારી બક્ષિસ છે.' અમારા અતિશય આગ્રહ છતાં તેઓ જ યા. તેમની વિદાય લઈ અમે હોટેલ પર પાછા ક્ય. હોટલમાં દાખલ થઈ અમે અમારી રૂમ તરફ વળ્યા. રૂમ આગળ ઘણું ભીનું હતું. કોઈએ પાણી ઢોળ્યું હોય એવું લાગ્યું. હોટેલવાળા બરાબર સ્વચ્છતા જાળવતા નથી એ વિચારે અમને ચીડ ચડી. પણ જ્યાં રૂમનું બાર ખોલ્યું ત્યાં આખી રૂમ પાણીથી ભરેલી જોઈ. જે પાણી બહાર હતું તે અમારી રૂમમાંથી જ બહાર આવ્યું હતું. અમે વિચારમાં પડી ગયા. ત્યાં તો બંધ બાથરૂમમાંથી જોરથી નળનું પાણી વહી જવાનો અવાજ આવ્યો. બાથરૂમ ખોલી અમે તરત નળ બંધ કર્યો. અમને અમારી ભૂલ સમજાઈ. બહાર જતી વખતે નળ બંધ કરવાનું અમે ભૂલી ગયા હતા. અમારી ગેરહાજરીમાં નળ ચાલુ થયો અને રૂમમાં પાણી ભરાઈ ગયું. અમારી બૅગો પાણીમાં તરતી હતી. હું મજાકમાં બોલ્યો, “આપણને જળવિહાર કરવા મળ્યો, તો બિચારી બૅગોને પણ જળવિહારની તક મળવી જોઈએ ને ?' બેંગો બહારથી ખાસ્સી ભીની થઈ ગઈ હતી, પણ સદભાગ્યે અંદરનાં કપડાં ભીનાં થયાં નહોતાં. કાઉન્ટર ઉપર જઈને અમે ફરિયાદ કરી. બે નોકરોએ આવીને રૂમનું પાણી સાફ કરી નાખ્યું. અમે મેનેજરને કહ્યું, ‘રૂમમાં આટલું બધું પાણી ભરાઈ ગયું, તો તમારે ધ્યાન આપવું જોઈએ ને ?' ‘પણ રૂમની ચાવી તો તમે સાથે લઈ ગયા હતા. એમાં અમે શું કરીએ ?' “તમારી પાસે ડુપ્લિકેટ ચાવી તો હોય ને ? એ વડે રૂમ ખોલીને પાણી બંધ કરવું જોઈએ ને ?' ડુપ્લિકેટ ચાવી વડે રૂમ ખોલવાની અમને સત્તા નથી. એ માટે ઉપરી અધિકારીની રજા જોઈએ. આવી નાની બાબત માટે ઉપરી અધિકારી અમને રજા ન આપે.” જે બાબત અમારે માટે મહત્ત્વની હતી એ બાબત મેનેજર માટે નજીવી હતી. Page #132 -------------------------------------------------------------------------- ________________ ટ્રિકોમાલી ૧૫ એટલે એની આગળ વિશેષ દલીલ કરવાનો અર્થ નહોતો. મૌન એ જ અમારે માટે સાચો ઉપાય હતો. રૂમમાં બધું વ્યવસ્થિત કરી ભોજનખંડમાં અમે ભોજન લેવા ગયા. પીરસનાર નોકરોના લુખ્ખા ચહેરા જોઈ ભોજનમાં પણ અમને ભાવ આવ્યો નહિ. જેમતેમ કોળિયો ગળે ઉતારી રૂમમાં આવી અમે નિદ્રાધીન થઈ ગયા. બીજે દિવસે સવારે અમે હોટેલ છોડી રહ્યા હતા. નોકરોને બોલાવવાને બદલે અમારી બૅગો જાતે ઊંચકીને મોટરમાં મૂકવા અમે જતા હતા, પણ તે ઊંચકી લેવા જેટલો વિવેક દાખવવો કે નહિ તેની મૂંઝવણ નોકરોના ચહેરા પર દેખાતી હતી. પરંતુ જેવા અમે મોટરમાં બેસવા ગયા ત્યાં બંને નોકરો બક્ષિસ માટે લળીલળીને સલામ કરવા લાગ્યા. આવા નોકરોને ક્ષિસ આપવી કે નહિ ? લોકવ્યવહાર કહેશે કે તેઓ બક્ષિસને લાયક જ નથી. પરંતુ અમારા અંત:કરણે કહ્યું, ‘આ નોકરોને નહિ, નૌકાવિહાર કરાવનાર ક્લાર્ક અને ખલાસીઓને નજર સામે રાખો. નોકર સાથે નોકર જેવા આપણાથી થવાય નહિ.' બક્ષિસ મળતાં બંને નોકરોના લુખ્ખા, ચડેલા ચહેરાની રેખાઓ પ્રસન્નતામાં પલટાઈ ગઈ. ફરી તેઓ લળીલળીને સલામ કરવા લાગ્યા. અમારી મોટર દામ્બુલ્લાને રસ્તે રવાના થઈ. ટ્રિકોમાલીમાં નળના અને સમુદ્રના જળ વચ્ચેના તફાવતનો અમને જે અનુભવ થયો તે અમે વાગોળતા રહ્યા. Page #133 -------------------------------------------------------------------------- ________________ વાલ્ડિઝ અમેરિકાના અલાસ્કા પ્રદેશમાં જવાનું સ્વપ્ન તો મેં ઉત્તર ધ્રુવની શોધસફર' નામનું પુસ્તક લખ્યું હતું ત્યારથી સેવેલું, પણ કોઈ તેવો યોગ મળ્યો નહોતો. ૧૯૯૧માં અમેરિકાના પ્રવાસે ગયેલી મારી પુત્રી ચિ. શૈલજા અને જમાઈ શ્રી ચેતનભાઈ પોતાનાં સંતાનો સાથે, અલાસ્કાના પ્રવાસે જઈ આવ્યાં. પોતાના પ્રવાસનું વર્ણન કરતાં તેઓએ વાલ્ડિઝની બહુ પ્રશંસા કરી. કોઈ અનુભવી માર્ગદર્શન આપે તો દૂરના અજાણ્યા પ્રદેશમાં જવાની સવિશેષ અનુકૂળતા રહે. દરમિયાન મારા પુત્ર ચિ. અમિતાભ અને પુત્રવધૂ સૌ. સુરભિ પણ પોતાના ચાર મહિનાના પુત્ર અર્ચિતને લઈને ઠેઠ પૉઈન્ટ બેરો સુધી જઈ આવ્યાં. તેમણે પણ વાલ્ડિઝ જવાની ખાસ ભલામણ કરી. તેઓનું વાલ્ડિઝનું સ્મરણ એ રીતે જીવંત બની રહ્યું કે અર્ચિતને વાલ્ડિઝમાં પહેલી વાર પથારીમાં પડખું ફરતાં અને ઊંધાં પડતાં આવડી ગયું. હવે એને પલંગમાં એકલો સુવાડીને આઘાપાછા ન જવાય. સદભાગ્યે ૧૯૯૨ના ઉનાળામાં મને અને મારાં પત્નીને અલાસ્કા જવાની તક મળી. એન્કરેજથી અમે ફેરબેન્કસ પહોંચ્યાં ત્યાંથી પૉઈન્ટ બેરો ફરી આવીને દક્ષિણમાં વાલ્ડિઝ ગયાં. એન્કરેજથી સીધા પણ વાલ્ડિઝ જઈ શકાય. સુંદર રસ્તાની બંને બાજુ મનોહર પ્રકૃતિ-સૌંદર્ય માણવા મળે. ઉનાળામાં અલાસ્કાની ધરતી કંઈક જુદી જ આભા ધારણ કરે છે. દક્ષિણ અલાસ્કાનાં બે મુખ્ય બંદરો તે વાલ્ડિઝ અને કોડવા. અલાસ્કાની ખાડીનો એક લંબવર્તુળાકાર ફોટો જમીનમાં આવે છે. એ સમુદ્રનું નામ છે પ્રિન્સ વિલિયમ સાઉન્ડ. એના કિનારે વાલ્ડિઝ બંદર આવેલું છે. દક્ષિણ અલાસ્કાના આ પ્રદેશની શોધ સૌપ્રથમ સ્પેનના શોધફરીઓએ કરી હતી. તેઓ ઈ.સ. ૧૭૯૦માં અહીં આવેલા. તેઓએ પોતાના સ્પેનના નૌકા ખાતાના એક પ્રધાન એન્ટોનિયો વાલ્ડિઝના નામ ઉપરથી આ સ્થળને 'વાલ્ડિઝ' નામ આપ્યું હતું. વાલ્ડિઝમાં વસવાટ ચાલુ થયો ૧૮૯૦માં. ત્યારે વાલ્ડિઝની ડુંગરાળ ધરતીમાંથી સોનું નીકળ્યું. એ વખતે ઘણી કંપનીઓએ જુદા જુદા વિસ્તારમાં પોતાની માલિકીની જમીન ખરીદીને ખાણો ખોદાવેલી. ત્યારે મોટી સંખ્યામાં કાળા મજૂરોને લાવીને અહીં વસાવવામાં આવેલા. પરંતુ આ પ્રદેશમાંથી ધાર્યું હતું એટલું સોનું ન નીકળ્યું. ઘણી કંપનીઓ પોતાના ખર્ચ જેટલું માંડ કમાઈ શકી. કેટલીક દેવામાં ડૂબી ગઈ. ૧૧૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ વાડિઝ ૧૧૭ સોના માટેનો કંપનીઓનો ધસારો એક દાયકામાં ભ્રામક નીવડ્યો. કાળા મજૂરોની વસ્તી ધીમે ધીમે ઘટી ગઈ. અલાસ્કામાંથી સોનું ન નીકળ્યું, પણ તેલ (ઑઇલ) નીકળ્યું. એટલે ઑઇલ માટે Black Gold – કાળું સોનું શબ્દ વાપરાય છે. અલાસ્કાની ઉત્તરે ધ્રુવપ્રદેશના સમુદ્રમાંથી નીકળેલા તેલને પાઇપ વાટે વાલ્ડિઝના બંદરે લઇ આવવામાં આવ્યું કે જેથી ટેંકરોમાં ભરીને તે લઈ જઈ શકાય. આમ, વાલ્ટિઝમાં વસવાટ ફરી પાછો ચાલુ થયો. તો પણ તે એક નાનું, ચારેક હજારની વસ્તીવાળું શાંત શહેર છે. અહીં અવરજવર ઘણી ઓછી દેખાય. ઉનાળામાં પ્રવાસીઓના આવાગમનને કારણે નાની નાની હોટેલો, રેસ્ટોરાં, સ્ટોર્સ, પેટ્રોલ-પંપ વગેરેથી શહેર કંઇક જીવંત લાગે, પરંતુ શિયાળામાં તો લગભગ બધું જ બંધ. સમુદ્રનું પાણી પણ થીજીને બરફ થઈ ગયું હોય. વાલ્ડિઝના પ્રિન્સ વિલિયમ સાઉન્ડના સમુદ્રની એક બાજુ હિમાચ્છાદિત યુગાચ પર્વત આવેલો છે. બીજી બાજુ ટાપુઓ અને ડુંગરાઓ આવેલા છે. આ સમુદ્રના બીજે છેડે દુનિયાની એક મોટામાં મોટી હિમનદી (ગ્લેશિયર) આવેલી છે. એનું નામ કોલંબિયા ગ્લેશિયર. તે લગભગ ચાલીસ માઈલ લાંબી છે. એથી થોડે દૂર બીજી એક ગ્લેશિયર આવેલી છે. એનું નામ વર્લિંગટન ગ્લેશિયર. વાલ્ટિઝમાં જે મજા છે તે સ્ટીમરમાં બેસી ઠેઠ કોલંબિયા ગ્લેશિયર સુધી પહોંચવાની છે. આ થીજી ગયેલી નદીમાં, ઉનાળો શરૂ થતાં બરફ ઓગળતો જાય અને નીચે ખસતો જાય. વાલ્ડિઝ પહોંચી, એક હોટેલમાં રાત્રિમુકામ કરી બીજે દિવસે સવારે આઠ વાગે અમે બંદર પર પહોંચી ગયાં અને ટિકિટ લઈ સ્ટીમરમાં બેઠાં. સ્ટેન સ્ટિફન્સ કંપનીની એ સ્ટીમર હતી. અમે સિત્તેર જેટલા પ્રવાસીઓ હતા. ભારતીય પ્રવાસીઓમાં અમે બે જ હતાં. ઘડિયાળના ટકોરે સ્ટીમર ઊપડી. કક્ષાને અમારા સૌનું સ્વાગત કર્યું. અમારો કસાન એ જ અમારો ગાઇડ પણ હતો. સૌપ્રથમ એણે કહ્યું, ‘આપણી સફરમાં તમારા માટે કૉફી અને નાસ્તો રાખવામાં આવ્યાં છે. તમારી ટિકિટના ચાર્જમાં એ આવી જાય છે. તમે રેસ્ટોરાંના કાઉન્ટર ઉપર જઈને કૉફી પણ જોઈએ તેટલી પી શકો છો. એ માટે જરા પણ સંકોચ રાખશો નહિ.' વિલિયમ સાઉન્ડના શાંત સમુદ્રમાં અમારી સ્ટીમર ધીમી ગતિએ ચાલી. બંને બાજુના પ્રદેશોનો કસાન પરિચય કરાવતો જાય. એણે કહ્યું, ‘વાલ્ડિઝ પાંચ બાબતો માટે જાણીતું છે. એક : કોલંબિયા ગ્લેશિયર, બે : સોનાની ખાણ માટે ધસારો, ત્રણ : ૧૯૬૪નો ભયંકર ધરતીકંપ, ચાર : તેલ માટે ટ્રાન્સ એલિએસ્કા પાઇપલાઇન સ્ટેશન અને પાંચ : એકઝોન ટેંકરનો અકસ્માત.' ૧૯૬૪ના ધરતીકંપ વિશે વાત કરતાં એણે કહ્યું, ‘સામાન્ય રીતે રિક્ટર સ્કેલ ઉપર સાડા છ કે સાત પૉઇન્ટ ઉપરના ધરતીકંપ ભયંકર મનાય છે. સરેરાશ ભયંકર ધરતીકંપો Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન એટલા પૉઈન્ટના જ થાય છે. પરંતુ વાલ્ડિઝનો ધરતીકંપ ૯.૨ પૉઈન્ટનો હતો. એ ઉપરથી તમે સમજી શકશો કે એ ધરતીકંપ કેટલો બધો ભયંકર હશે ! એ વખતે આ સમુદ્રમાં ૧૭૦ ફૂટ જેટલાં ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. ચારે બાજુ પ્રલય જેવી સ્થિતિ હતી. ત્યારે વસ્તી અહીં ઘણી ઓછી હતી એટલે માણસો ઓછા માર્યા હતા, પરંતુ મકાનો અને વૃક્ષોને પારાવાર નુકસાન થયું હતું.” એકઝોન ટેકરના અકસ્માત વિશે બોલતાં કણાને કહ્યું, “ઓઈલ ટેકરનો દુનિયાનો આ એક મોટામાં મોટો અકસ્માત છે. આ દરિયાનું પાણી હજુ પણ તમને જરાક કાળાશવાળું જણાશે. ExXon Valdez નામની સ્ટીમર પોતાનાં ટકરમાં તેલ ભરીને અહીંથી રવાના થઈ. ૧૯૮૯ના ૨૪મી માર્ચની એ મધરાત. સ્ટીમરના કમાને દારૂનો નશો કરેલો. પોતાના શિખાઉ મદદનીશને સ્ટીમર ચલાવવાનું સોંપીને પોતે ઊંઘી ગયો. આ દરિયો સાંકડો છે. એટલે થોડે જતાંમાં જ સ્ટીમર કિનારા પાસેના એક મોટા ખડક સાથે જોરથી ભટકાઈ ગઈ. ટેકરમાં મોટું ગાબડું પડ્યું અને ધડ ધડ ધડ તેલ દરિયામાં ઠલવાવા લાગ્યું. બે દિવસમાં તો એક કરોડ અને દસ લાખ ગેલન કરતાં વધુ તેલ દરિયામાં વહી ગયું. પાણીમાં પ્રસરી જવું એ તેલનો સ્વભાવ. અલાસ્કાની ખાડીમાં કિનારે કિનારે અગિયારસો માઈલ સુધી તેલ પ્રસરી ગયું. આ વિલિયમ સાઉન્ડનું પાણી તો કાળું ધબ. દૂષિત પાણીને લીધે લાખો માછલીઓ ને બીજાં અનેક જલચરો મરી ગયાં. પાણી અને ખોરાક ઉપર નભતાં હજારો પક્ષીઓ ખોરાક ન મળતાં તરફડીને મરી ગયાં. કિનારા ઉપરનાં વૃક્ષો દૂષિત હવામાનને લીધે કાળાં પડી ગયાં અને કેટલાંયે કરમાઈ ગયાં. દરિયાનું પાણી એટલું બધું ખરાબ થઈ ગયું કે એને સાફ કરતાં કરતાં એક વરસ થઈ ગયું અને ઑઈલ કંપનીને તે ઑઈલના નુકસાન ઉપરાંત સાફ કરાવવા માટે અઢી અબજ ડૉલરનું ખર્ચ થયું. એક જવાબદાર માણસે કરેલા વધુ પડતા નશાને પરિણામે કેટલું બધું ભયંકર નુકસાન થયું !' રેસ્ટોરાંનો કાઉન્ટર ચાલુ થયાની જાહેરાત થતાં બધાં ત્યાં પહોંચ્યાં, કૉફી-નાસ્તો લઈ અમે તે ખાવા લાગ્યાં. અમારી બાજુમાં એક ભાઈ ઊભા હતા. એમની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે પોતે એન્કરેજમાં રહે છે. એમણે પોતાની બે બહેનોનો પરિચય કરાવ્યો. બંને બહેનો કેનેડા, મોન્ટ્રિયલમાં રહે છે, સિત્તેર–પંચોતેર વર્ષની બંને બહેનો હશે! તેમની વાલ્ડિઝ અને કોલંબિયા ગ્લેશિયર જેવાની ખાસ ઈચ્છા છે એટલે એન્કરેજથી વહેલી સવારમાં નીકળી તેઓ અહીં આવ્યાં છે. ભાઈ પોતે તો કોલંબિયા ગ્લેશિયર માટેની સફર ઘણી વાર કરી ગયા છે. એ બંને વૃદ્ધાઓએ બ્રેડ, માખણ વગેરેનો નાસ્તો સારી રીતે ધરાઈને કર્યો. કૉફી પણ ઠીક ઠીક પીધી. ભાઈને ફકત કૉફીમાં જ રસ હતો. પોતે વહેલી સવારમાં નીકળ્યા હતા એટલે ખાવાથી ઝોકાં આવે એવો ડર હતો. Page #136 -------------------------------------------------------------------------- ________________ વાલ્ડિગ્ર ane સ્ટીમરમાં બહાર ખુલ્લામાં કઠેડા પાસે ઊભા રહેવાથી ચારે બાજુનું દશ્ય સારું જોવા મળે, પણ સખત ઠંડી અને જોરથી ફૂંકાતા પવનને લીધે વધુ વાર ઊભા રહેવાય નહિ. કૅબિનમાં હીટરને કારણે હૂંફાળું લાગે, પરંતુ પારદર્શક કાચમાંથી એક જ બાજુનું મર્યાદિત દશ્ય જોવા મળે. કેટલાક પ્રવાસીઓ વારાફરતી અંદરબહાર આવજા કર્યા કરે. ભારે નાસ્તા પછી પેલી બે કૅનેડિયન મહિલાઓ કૅબિનમાં આવી કહે, ‘બહાર બહુઠંડી છે, અંદર ગરમાવો સારો છે.' તેઓ બંને બાજુબાજુની બેઠકમાં ગોઠવાઈ ગઈ. હાલકડોલક થતી સ્ટીમરનો લય, ભારે નાસ્તો, હૂંફાળું વાતાવરણ, આગલી રાતની ઓછી ઊંઘ, સ્ટીમર ચાલવાના અવાજની કૅબિનની અંદર મંદતા અને વૃદ્ધાવસ્થા પછી તો પૂછવું જ શું ? થોડી વારમાં તો તે બંનેની આંખો ઘેરાવા લાગી. બંને એકબીજી પર માથું ઢાળીને ઊંઘી ગઈ. એમના ભાઈએ કહ્યું, ‘મેં એમને કહ્યું હતું કે બહુ ખાશો નહિ, પણ મારું માન્યું નહિ. ઉનગરો છે એટલે મેં કશું જ ખાધું નહિ. હું તો થોડી થોડી વારે કૉફી પીધે રાખીશ એટલે વાંધો નહિ. દસબાર કપ કૉફી પી જાઉ તોપણ મને કંઈ થાય નહિ.’ અમારી સ્ટીમર આગળ વધતી જતી હતી. એવામાં દરિયામાં દૂર દૂર કેટલીક શ્વેત હોડીઓ તરતી દેખાઈ. પરંતુ નજીક પહોંચતાં જણાયું કે એ હોડીઓ નહોતી, પરંતુ બરફની મોટી મોટી શિલાઓ હતી. પંદરપચીસ ફૂટ લાંબી અને ચારપાંચ ફૂટ ઊંચી એ શિલાઓ પાણીમાં એવી રીતે તરતી હતી કે આવી ભૌગોલિક રચનાથી અપરિચિત વ્યક્તિને દૂરથી પહેલી વાર જોતાં એ હોડી જેવી જ લાગે. વસ્તુતઃ એ નાના નાના આઇસબર્ગ હતા. પાણીની સપાટી ઉપર દેખાય તેના કરતાં પાણીમાં નીચે ઘણા વધારે હોય. આગળ જતાં તો મોટા આઇસબર્ગ પણ આવવા લાગ્યા. આઇસબર્ગ એટલે તરતી હિમશિલાઓ અથવા તરતા હિમડુંગરો. ધ્રુવપ્રદેશમાં એ જોવા મળે. સ્ટીમર જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ હિમશિલાઓનું અને બરફના નાનામોટા ટુકડાઓનું પ્રમાણ વધતું ગયું. જેમ કોઈ મોટા તપેલામાં પાણી ઠંડું કરવા માટે બરફના નાનામોટા ટુકડાઓ નાખવામાં આવ્યા હોય અને તે પાણીમાં છૂટાછવાયા તરતા હોય તેમ આ વિલિયમ સાઉન્ડના સમુદ્રમાં નાનીમોટી હિમશિલાઓ તરતી હતી. કોઈ કોઈ શિલાઓમાં, વચ્ચેથી ઓગળી જવાને કારણે પોલાણ થઈ ગયું હતું. સૂર્યનો તડકો જે બાજુ ઉપર પડતો હોય તે બાજુ તેટલો વખત વધુ ઓગળે. એ રીતે દરેક શિલાના આકાર જુદા જુદા જોવા મળે. કોઈકમાં આરપાર બાકોરું હોય, કોઈકમાં વચ્ચે એક મોટો ખાડો હોય, કોઈકમાં બેચાર જગ્યાએ નાના નાના ખાડા પડ્યા હોય. બરફના પોલાણમાં સૂર્યના પ્રકાશને લીધે આછા વાદળી કે નીલ રંગની ઝાંય દેખાય. ક્યાંક આછો ગુલાબી રંગ દેખાય. વળી તડકામાં બરફના રંગો અને આકૃતિઓ બદલાતાં Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પાસપૉર્ટની પાંખે - ઉત્તરાલેખન રહે. આખું દૃશ્ય આકર્ષક, મનોહર લાગે, શ્વેત બરફ જોવાને ટેવાયેલી આપણી આંખો માટે આવું દૃશ્ય તદ્દન નવીન અને આનંદવિભોર કરે એવું લાગે. દરિયામાં ચારે બાજુ દરિયાઈ ગલ (Seal Gull) પક્ષીઓ ઊડતાં દેખાયા કરે. શિયાળો આવતાં અને બરફ (Snow) પડવાનો શરૂ થતાં આ દરિયાઈ પક્ષીઓ સ્થળાંતર કરતાં કરતાં હજારો માઈલ દૂર ચાલ્યાં જાય. ઋતુ અનુસાર, પોતાને અનુકૂળ હોય એવી આબોહવાવાળા પ્રદેશમાં થઈને ઊડતાં ઊડતાં તેઓ પાંચદસ હજાર માઈલ ६२ નીકળી જાય અને શિયાળો ત્યાં પસાર કરી પાછાં ફરે. દુનિયાના જુદા જુદા પ્રદેશોમાંથી ગલ, ફ્લેમિંગો (સૂરખાબ) વગેરે પક્ષીઓ કયા કયા આકાશમાર્ગે ઉડ્ડયન કરતાં કરતાં કર્યાં કર્યાં મુકામ કરે છે તેના હવે વ્યવસ્થિત નકશાઓ તૈયાર થયેલા છે. આવાં વિહારી પક્ષીઓ દર વર્ષે શિયાળામાં જુદા જુદા પ્રદેશોમાં હજારોની સંખ્યામાં ભારતમાં પણ આવે છે. વિલિયમ સાઉન્ડમાં ટાલવાળાં બાજ પક્ષીઓ ઉપરાંત ગલ પક્ષીઓનું ઉડ્ડયન કોઈ વાર કૌતુકજનક લાગે. કોઈક વાર એકસાથે છસાત પક્ષીઓ, પરસ્પર એકસરખા અંતરે, એકસરખી ઊંચાઇએ દૂર દૂર સુધી ઉડ્ડયન કરે અને સાથે જ દિશા બદલે, જાણે હવાઈ દળનાં વિમાનોની કવાયત ન હોય ! કોઈ વાર તેઓ સાથે સાથે રહીને દરિયાની સપાટીથી આઠદસ ઇંચ ઊંચે ઊડતાં ઊડતાં એકાદ કિલોમીટર જેટલું અંતર કાપે, સાવ નીચી સપાટીએ ઊડતાં ઊડતાં તેઓ પાણીમાં નજર રાખે અને જ્યાં પોતાનો ખોરાક દેખાય ત્યાં બેસી પડે. સામાન્ય રીતે હંસ, બતક વગેરે જળપક્ષીઓ પગ વાળી લઈને પાણી ઉપર પેટે બેસીને તરતાં હોય છે. પક્ષી પાણીની ઉપર બે પગે ઊભું રહી શકતું નથી; કારણ કે તેના શરીરનું વજન એવું હોય છે. પરંતુ વાલ્ટિઝના આ દરિયામાં કેટલાંક ગલ પક્ષીઓને પાણીમાં બે પગે ઊભાં રહેલાં જોઈને મને બહુ આશ્ચર્ય થયું, ઊંચે ઊડતાં હોય તે પક્ષીઓ નીચે ઊતરે અને પાણીની સપાટી ઉપર બે પગ ટેકવીને ઊભાં રહે. વહેતા પાણી સાથે એ રીતે વહે પણ ખરાં. આ પ્રકારનું દૃશ્ય જિંદગીમાં પહેલી વાર અમને જોવા મળ્યું. સામાન્ય રીતે પક્ષીઓની આવી લાક્ષણિકતા તરફ કોઈકનું જ ધ્યાન જાય અને જાય તો આવું કેવી રીતે થઈ શકે એવી જિજ્ઞાસા પણ કોઈકને થાય. અવલોકનની ટેવને લીધે મને કૌતુક થયું. એનું કારણ જાણવા મેં કમાનને પ્રશ્ન કર્યો, મારા પ્રશ્નથી તે રાજી થયો, એણે કહ્યું, ‘આવો પ્રશ્ન જવલ્લે જ કોઈ કરે છે. તમે પ્રશ્ન કર્યો તેથી મને બહુ આનંદ થયો. જે ગલ પક્ષીઓ અહીં પાણીમાં બે પગે ઊભાં રહે છે તે પક્ષીઓને બીજા દરિયામાં લઈ જવામાં આવે તો ત્યાં ઊભાં નહિ રહી શકે.’ ‘એનું કારણ શું ?’ ‘એનું કારણ એ છે કે આ બરફના ટુકડાવાળો દરિયો છે. બરફની શિલાઓના ટુકડા ઓગળતાં ઓગળતાં છેવટે નાના બૉલ કે લખોટા જેવા થઈ જાય. પાણીમાં હજુ Page #138 -------------------------------------------------------------------------- ________________ વાઝિ ૧ર એ તરતા હોય. થોડા કલાક પછી એ પણ ઓગળીને પાણીમાં પાણી થઈ જાય. એવા નાના ટુકડા આપણને ન દેખાય, પણ નીચી સપાટીએ ઊડતાં ગલને એ દેખાય. જ્યાં એ દેખાય ત્યાં એના ઉપર પગ ટેકવીને એ ઊભું રહે. આપણને લાગે કે એ પાણીમાં ઊભું છે. પણ વસ્તુત: એ બરફના નાના ટુકડા પર ઊભું હોય. બરફ ने બાજુ સરકતો જાય તે બાજુ એ પણ ઊભું-ઊભું સરકતું જાય. એમાં એને બહુ મજા આવે.' ધ્રુવપ્રદેશનાં પક્ષીઓની આ લાક્ષણિકતા જાણીને મને બહુ આનંદ થયો. થોડી વાર પછી કમાને અચાનક સ્ટીમરની ગતિ મંદ કરી નાંખી. એણે માઇકમાં કહ્યું, ‘તમને કદાચ તરત નહિ દેખાય, પણ દૂર પેલા આઇસબર્ગ પર કેટલાંક સીલ અને દરિયાઈ સિંહ (sea lion) બેઠાં છે. આપણે સ્ટીમર ધીમે ધીમે એમની પાસે લઈ જઈશું. કોઈ બહુ ઘોંઘાટ કરતા નહિ. ઘોંઘાટ સાંભળતાં તે પાણીમાં ચાલ્યાં જશે.’ સ્ટીમર ધીમે ધીમે આઇસબર્ગ પાસે સરકતી ગઈ અને એમ કરતાં એને અડીને ઊભી રહી. સી-લાયન પહેલાં તો ફાટી આંખે અમારી સામે જોતા રહ્યા. પછી અમારી સામે ઘૂરકવા લાગ્યા. કૂતરા જેટલી એની ઊંચાઈ હશે ! કેટલાકે ફોટા પાડ્યા. સી-લાયન માંહોમાંહે લડવા લાગ્યા. ધક્કાધક્કી કરવા લાગ્યા અને એક પછી એક બધાએ પાણીમાં ઝંપલાવ્યું અને ડૂબકી મારી કયાંના કયાં ચાલ્યા ગયા. સ્ટીમર આગળ ચાલી. એક હિમશિલા ઉપર ઓટર્સ નામનાં કેટલાંક જળચર બેઠાં હતાં. એકઝોન ટેંકરના અકસ્માત પછી ઓટર્સની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. જળબિલાડી જેવાં ઓટર્સ લાગે. તે રંગે કાળાં અથવા ભૂખરાં હોય છે. શ્વેત બરફ ઉપર બેઠાં હોય તો તરત દેખાઈ આવે. શિલા ઉપર ચડઊતર કરવું એમને બહુ ગમે. થોડી વાર પાણીમાં અને થોડી વાર બરફ ઉપર એમ એ રમ્યા કરે. એકબીજા સાથે ગેલ કરે, ધક્કાધક્કી કરે, કોઈકને પાણીમાં ધકેલી દઈ પછી ઉપર પોતે પડે. અમારી સ્ટીમર પાસે આવતી જોઈને બધાં ઓટર્સે પાણીમાં ડૂબકી મારી. સીલ એ ધ્રુવપ્રદેશનું દરિયાઈ પ્રાણી છે. એ પણ થોડી વાર પાણીમાં તો થોડી વાર બરફ ઉપર એમ દોડાદોડ કર્યા કરે. એક ઠેકાણે buoy પર ચડીને ત્રણ સીલ સૂઈ ગયાં હતાં. સીલને આવું ગમતું હોવાથી અહીંના અધિકારીઓએ વિલિયમ સાઉન્ડમાં એવા કેટલાક ઊંચા અને રંગીન ‘બોય’ તરતા મૂક્યા છે. સીલ પાસે અમે પહોંચ્યાં, પણ એમણે તો જરાક આંખ ખોલીને જોઈ લઈ પોતાનું ઊંઘવાનું ચાલુ રાખ્યું, જાણે અમારી કશી પરવા જ એમને ન હોય ! ન અમારી સ્ટીમર આગળ ચાલી. જેમ જેમ આગળ જતાં ગયાં તેમ તેમ પાણીમાં મોટી હિમશિલાઓનું પ્રમાણ વધતું ગયું. નાનામોટા બીજા તો ઘણાબધા ટુકડાઓ પાણીમાં તરતા હતા. બરફના એ ટુકડાઓ સાથે ભટકાતી સ્ટીમર હવે સાવ મંદ ગતિએ આગળ વધતી ગઈ. કમાને કહ્યું, ‘આપણે આપણી સ્ટીમર ઠેઠ કોલંબિયા ગ્લેશિયરને Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧રર પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન અડાડીને ઊભી રાખીશું. કદાચ ક્યાંક બરફ સાથે ભટકાવાને લીધે આંચકો આવે તો સાચવજો. કશુંક ઝાલીને ઊભાં રહેજો.' બરફની મોટી મોટી શિલાઓ વચ્ચેથી સ્ટીમર ખસતી હતી ત્યાં મોટો કડડડ અવાજ થયો અને આંચકો આવ્યો. કપ્તાને કહ્યું, 'ફિકર કરશો નહિ. સ્ટીમરને કશું થયું નથી. આપણી સ્ટીમર એટલી મજબૂત છે. સ્ટીમરના ભટકાવાથી નીચેનો જે બરફ તૂટ્યો છે તેનો એ અવાજ છે.’ થોડીક મિનિટોમાં ગ્લેશિયરને અડીને સ્ટીમર ઊભી રહી. બધાં જ આ દૃશ્ય જોવા કઠેડા પાસે આવી ગયાં, સિવાય કે ઊંઘતી પેલી બે કૅનેડિયન વૃદ્ધાઓ. આશ્ચર્યવિભોર થઈ જઈએ એવું અદ્ભૂત એ દૃશ્ય હતું. કોલંબિયા ગ્લેશિયરની ગણના દુનિયાની એક મોટામાં મોટી ગ્લેશિયર હિમનદી તરીકે થાય છે. લગભગ અઢીસો ફૂટની ઊંચાઈએથી એનો બરફ નીચે ખસતો ખસતો આવે છે. નીચે આવતાં પોતાના વજનના ભારથી એ ધડાકા સાથે તૂટી પડે અને દરિયાના પાણીમાં મોટી મોટી શિલાઓ ઠલવાતી જાય. ઉનાળામાં સૂર્યની ગરમી અને દરિયાના પાણીની ઉષ્ણતાને લીધે બરફ ઓગળે. એમાં તડ પડતી જાય. એ રીતે રોજ સરેરાશ પચાસેક ટન કરતાં વધુ બરફ પાણીમાં પડે. ગ્લેશિયર ઉપર ઊંચે નજર કરતાં ગલ પંખીઓનો વાસ દેખાય. હજારો પક્ષીઓ આખો દિવસ સતત ઊડતાં રહેતાં હોય. થોડી થોડી વારે એક મોટી ચિચિયારી થાય અને એકસાથે સેંકડો પક્ષીઓ ઊડી, દૂર સુધી ચક્કર લગાવી આવીને પાછાં ગ્લેશિયરના બરફ પર બેસે. ઉનાળામાં બરફ ઓગળવાની પ્રક્રિયા સતત ચાલુ હોય. ગ્લેશિયરની નજીકનું નીચેનું પાણી તે ઓગળેલા બરફનું પાણી. તે રોજેરોજ વધતું જાય. તે થોડે દૂર જઈ દરિયાના પાણી સાથે જોડાઈ જાય. આ બે પ્રકારનાં પાણી સ્પષ્ટ દેખાય. બરફનું પાણી મીઠું. એનો રંગ શ્વેત જેવો જણાય. આ પાણી સ્થિર અને શાંત જણાય. પવિત્ર જળ જેવું એ લાગે. સમુદ્રનું પાણી ખારું અને ભારે. એ પાણીનો રંગ ભૂરોભૂખરો. એમાં તરંગો, મોજાંઓ ઊછળે. આ બંને પાણીનો ભેદ સ્પષ્ટ દેખાય. સૂર્યના તડકાની ઓકળીઓ દરિયાના પાણીમાં વધુ જણાય. બરફના પાણીમાં કિરણોનું પ્રતિબિંબ પડે. પણ આ બંને પાણીની ભેદરેખા તો દર્શાવતા રહે બરફના ટુકડાઓ. એ તરતા તરતા દરિયાના પાણી પાસે જાય અને ત્યાંના ભારે પાણીને લીધે થોડી વાર આગળ વધતા અટકે. આવા સેકડો ટુકડાઓની હાર એક છેડાથી બીજા છેડા સુધી લંબાયેલી અને બે પાણીને વિભક્ત કરતી જણાય. અમારે માટે આ પણ એક જોવા જેવું દૃશ્ય બની રહ્યું હતું. ગ્લેશિયરની મુલાકાત લઈ અમારી સ્ટીમર પાછી ફરી. હવે કમાનને કશું સમજાવવાનું નહોતું. તે ખાતો જાય, કૉફી પીતો જાય અને સ્ટીમર હંકારતો જાય. અમારામાંનાં ઘણાં પ્રવાસીઓ ઊભાં ઊભાં થાકયાં હતાં. કેટલાક કૅબિનમાં જઈ ઝોકાં ખાવા લાગ્યાં હતાં. પેલી બે વૃદ્ધાઓ તો હજુ ઘોરતી જ હતી. એમના ભાઈ હજુ કૉફી ગટગટાવતા હતા. Page #140 -------------------------------------------------------------------------- ________________ વાલ્ડિઝ ૧ર૩ નિર્ધારિત સમયે સ્ટીમર વાલ્ટિઝ પાછી આવી પહોંચી. ડૉક પર ઊભી રહી. કમાને કહ્યું, ‘દરેકે પોતાની ચીજવસ્તુઓ યાદ કરીને લઈ લેવી, કારણ કે અડધા કલાકમાં જ સ્ટીમર પાછી બીજા રાઉન્ડ માટે ઊપડે છે.’ બધાં ઊતરવા લાગ્યાં. પેલી બે મહિલાઓને એમના ભાઈએ જગાડી. આંખો ચોળતાં ચોળતાં એમણે ભાઈને પૂછ્યું, ‘કોલંબિયા ગ્લેશિયરને હવે કેટલી વાર છે ?' ‘કોલંબિયા ગ્લેશિયર તો આવ્યું અને ગયું પણ ખરું. આપણે પાછા વાલ્ડિઝ આવી પહોંચ્યાં.' ‘શી વાત કરો છો ? મજાક તો નથી કરતા ને ?' ‘ના. સાચું કહું છું. તમે બંને બહુ ઊંઘ્યાં.’ ‘ઓહ ! અમે બહુ દિલગીર છીએ. પણ તમે જાણો છો ને કે આપણને રાતનો કેટલો ઉજાગરો થયો હતો ! હવે શું કરીશું ?' 'સ્ટીમર બીજા ફેરા માટે ઊપડે છે. ફરીથી જવું છે ?’ ‘હા, હા. કોલંબિયા ગ્લેશિયર જોવા માટે તો અમે આવ્યાં છીએ.’ ‘તો ટિકિટ લઈ આવું ? બીજી વાર પાછાં ઊંધી નહિ જાવ ને ?' ‘ના, ના. હવે એમ કેમ થાય ?’ ભાઈ તરત ટિકિટ લેવા ગયા. બંને મહિલાઓ સ્ટીમરમાં બેસી રહી. સ્ટીમર છોડી અમે અમારી હોટેલ પર જવા રવાના થયાં. હોટેલ ચાલીને જવાય એટલી પાસે જ હતી એટલે અમે ચાલવા લાગ્યાં. અમે વિચારવા લાગ્યાં કે હવે એ બંને મહિલાઓ તો ચોક્કસ કોલંબિયા ગ્લેશિયર જોશે, પરંતુ એમના ભાઈ ફરીથી દસબાર કપ કૉફી પીશે કે ખાઈને કૅબિનમાં જઈ સૂઈ જશે ? હવે સૂવાનો વારો એમનો હતો એમ અમારા અંતરે સાક્ષી પૂરી. Page #141 -------------------------------------------------------------------------- ________________ ઉડિને યુરોપના દેશોમાં ઈટલીની છાપ કંઈક જુદા જ પ્રકારની છે. ભૂમધ્ય સમુદ્રમાં પગ લંબાવીને બેઠેલા આ પાશ્ચાત્ય દેશની આબોહવા જુદી છે અને ખાસિયતો પણ જુદી છે. અઢી હજાર વર્ષ પહેલાંના ઈટલીના ઉદાર, સશક્ત અને સમૃદ્ધ રોમન લોકોના આ વર્તમાનકાલીન ઊતરતી કોટિના વારસદારો, ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધની ભૂમિ બિહારના વર્તમાનકાલીન વારસદારોની યાદ અપાવે એવા કંઈક છે એવી સાચીખોટી છાપ કેટલાકનાં મનમાં છે. ૧૯૭૧માં રોમના ઍરપૉર્ટ પર હું ઊતરેલો ત્યારે ઍરપૉર્ટના મજૂરોને દુર્જનતાયુક્ત અટ્ટહાસ્ય સાથે મુસાફરોની બૅગો સીધી નીચે જમીન પર ફેંકતા જોઈને થયેલું કે આવી ઉડતા અને અસંસ્કારિતા તો ભારતમાં પણ જોવા નથી મળતી. અમે જ્યારે ઈટલીના પ્રવાસે ગયાં હતાં ત્યારે અમને ચેતવવામાં આવ્યાં હતાં કે ઇટલીમાં ફરવા જાઓ છો તો ધ્યાન રાખજો, ચોર લોકો છે. તમારી પાર્ક કરેલી બંધ કારમાંથી ક્યારે કોઈક તમારી કીમતી વસ્તુઓ તફડાવી જશે તે કહેવાય નહિ. તમારી ડિકીમાંથી સામાન ઊપડી જશે. તમે અજાણ્યા છો એવી ખબર પડે એટલે બેચાર માણસો તમારી પાછળ લાગી જાય અને કોઈક વસ્તુ આંચકી જાય. તમે અજાણ્યા છો એની ચાડી તો તમારો પહેરવેશ અને તમારો ચહેરો ખાય જ. અરે, માત્ર તમારી આંખો પણ એ વાતને છતી કરી દે. તમને સાચવણીનો જેટલો મહાવરો હોય એથી વધુ મહાવરો ચોરને ચોરી કરવાનો હોય. ચોરાયા પછી જ તને ખબર પડે કે તમારી ક્યાં ગલત થઈ ગઈ હતી.' • યુરોપના ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ જેવા દેશોની સરખામણીમાં ઈટલીમાં ત્યારે ગરીબી, બેકારી, ગંદકી, ચોરી વગેરેનું પ્રમાણ વધુ હતું. ત્યાં ત્યારે જૂની, ઘસાયેલી, ફાટેલી નોટો ચલણમાં ઘણી હતી. ઈટલીનું ચલણ તે લીરા' (Lira). અમને સલાહ મળી હતી કે લીરાની નાની રકમની નોટો બીજા દેશમાં વટાવવા જાઓ તો કોઈ હાથમાં પકડતું નથી. ‘લીરા'ના લીરા થઈ જાય છે. ત્યાં ચલણી સિક્કાને બદલે ટેલિફોનના મશીનમાં નાખવાના સિક્કા અપાય છે, જે ત્યાં ચાલે છે, પણ ઈટલીની બહાર ચાલતા નથી. ઈટલી છોડીને બીજા દેશમાં જઈએ એટલે ચલણનું થોડુંક નુકસાન તો થાય જ. કોઈ પણ એક દેશ કે પ્રજા વિશે આપણા મનમાં ગ્રંથિ બંધાઈ જાય પછી તેમાંથી છૂટવું સહેલું નથી. કયારેક તો ઉપરાઉપરી અનુભવો પણ આપણી ગ્રંથિનું સમર્થન ૧૨૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉડિને ૧૨૫ કરવાવાળા થાય, તો બીજી બાજુ ગ્રંથિને કારણે સાધારણ અનુભવોમાંથી પણ આપણને અવળું જ દેખાય. ઈટલીમાં અમારે હજુ વેનિસ, મિલાનો વગેરે સ્થળે ફરવાનું બાકી હતું. મારા એક મિત્રની સાથે એમની કારમાં અમારો પ્રવાસ ગોઠવાયો હતો. એક સ્થળે ભોજન લઈ અમે વેનિસની દિશામાં પ્રયાણ કર્યું હતું. કેટલુંક અંતર કપાયા પછી મિત્રે કહ્યું, ‘હવે કોઈ શહેર આવે તો આપણે થોડો વખત થોભીને ગાડીની સર્વિસ કરાવી લઈએ. માઈલોમીટર પ્રમાણે એની સર્વિસનો વખત થઈ ગયો છે. આપણે ગાડીનો જે વીમો ઉતરાવ્યો છે એની શરત પ્રમાણે પણ હવે એ કામ કરાવી લેવું જોઈએ.' અમે હાઈવે ઉપર આવતાં બોર્ડમાં શહેરોનાં નામો વાંચતા જતાં હતાં. ત્યાં બોર્ડ પર વંચાયું ઊડિને (UDNE) –ત્રીસ કિલોમીટર.' મિત્રે કહ્યું, ‘ઉડિને આવે એટલે આપણે શહેર તરફ ગાડી લઈએ.' ઉડિનેનું નામ સાંભળતાં જ મને કશુંક યાદ આવ્યું. મેં કહ્યું, ‘આ એ ઉડિને તો નહિ હોય કે જ્યાં થોડા મહિના પહેલાં ભયંકર ધરતીકંપ થયો હતો ?' ‘કદાચ એ સ્થળ જ હોય. શહેરમાં જઈને કોઈને પૂછીશું તો ખબર પડશે.' ‘એ હોય તો સેંકડો માણસોનો ભોગ લેનાર ધરતીકંપનું સ્થળ આપણને નજરે જોવા મળશે.' ઉડિને શહેરની નિશાની આવતાં અમારી ગાડી હાઈવે છોડીને વળાંક લઈને ઉડિને તરફ ચાલવા લાગી. ધરતીકંપ ક્યાં થયો છે એ વિશે પૂછવાની જરૂર જ ન રહી, કારણ કે શહેરમાં પહોંચતાં પહેલાં જ, પરાં વિસ્તારમાં જ પડી ગયેલાં હારબંધ ઘરો ગાડીમાં બેઠાં બેઠાં જ અમને દેખાયાં - ગાડી ઊભી રાખી એ સ્થળનું અમે અવલોકન કર્યું. મુખ્યત્વે ગરીબ કે મધ્યમ વર્ગના લોકોનાં એ ઘરો લાગ્યાં. ભારે ધરતીકંપ થાય ત્યારે થોડી સેકંડો કે મિનિટોમાં જ સેંકડો-હજારો મકાનો ઢળી પડે છે અને સેંકડો-હજારો માણસો એકસાથે પ્રાણ ગુમાવે છે. ઈટલીની આ એક મોટી કરુણ ઘટનાનું સ્થળ અમને નજરે જોવા મળ્યું. ઘણા દિવસ વીતી ગયા હતા છતાં જમીનદોસ્ત થયેલાં આ ઘરોનો કાટમાળ ખસેડી ત્યાં નવેસરથી બાંધકામ કરવાની કોઈ પ્રવૃત્તિ ચાલુ થઈ નહોતી. કોઈ માણસો ત્યાં દેખાતા નહોતા. લોકોની નબળી આર્થિક સ્થિતિ અને સરકારની મંદતાનો વિચાર કરતાં કરતાં અમે ગાડીમાં પાછાં બેઠાં. ઉડિનેમાં અમારે કશું કામ નહોતું. માત્ર ગાડીની સર્વિસ કરાવવા રોકાવાનું હતું. મિત્રે કહ્યું, ‘પેટ્રોલપંપ પર સર્વિસ કરાવતાં દોઢેક કલાક લાગશે. તમારે ત્યાં બેસવું હોય તો ભલે, નહિ તો જો તમારે શહેરમાં ફરવું હોય તો હું તમને એવી કોઈ મધ્ય જગ્યાએ લઈ જાઉ.' Page #143 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન પેટ્રોલપંપ પર બેસવા કરતાં શહેરમાં ફરવાનો વિચાર અમને વધારે ગમ્યો. ઉડિનેમાં જિંદગીમાં બીજી વાર કયારે આવવાનું થશે ? શહેરના મધ્ય ભાગ તરફ ગાડી ચાલી. એક બાર પાસે અમે ઊતર્યાં. મેં મિત્રને પૂછ્યું, ‘તમે અમને લેવા ક્યાં આવશો ?' રક પુનર્મિલનના સ્થળની બરાબર ચોકસાઈ પહેલેથી કરી લેવી સારી, નહિ તો ગોટાળા થવાનો સંભવ રહે. વિદેશમાં અજાણ્યા પ્રદેશમાં તો એની ઘણી જરૂર રહે. પડે મિત્રે કહ્યું, ‘હા, સ્થળ વ્યવસ્થિત રીતે વિચારીને નક્કી કરી લેવું સારું. ભારતમાં તો આ ગાય ઊભી છે ત્યાં આપણે પાછા ભેગા થઈશું એમ કહીને માણસો છૂટા અને એટલી વારમાં તો ગાય ક્યાંય ચાલી ગઈ હોય.’ મિત્રની મજાકનો જવાબ આપતાં મેં કહ્યું, ‘અને અહીં યુરોપમાં, ‘આ કાળી ગાડી પાસે પાછા મળશું' એમ નક્કી કરીએ અને પાછા ફરીએ ત્યાં તો એ ગાડી કયાંય નીકળી ગઈ હોય.’ ‘હા, એટલે સ્થળ તો ગેરસમજ ન થાય એવું પાકું રાખવું જોઈએ. અહીં કોઈ મોટા સ્ટોર્સ પાસે મળવાનું રાખી શકાય, જો સમય નિશ્ચિત હોય તો. પણ મને કેટલી વાર લાગશે એની ખબર નથી. વળી વીમાકંપનીની કુપન લઈ સર્વિસ કરી આપે એવો પેટ્રોલપંપ મારે શોધવો પડશે.’ ‘અહીં ગાડી પાર્ક કરવાની મનાઈ છે. એટલે જ્યાં ગાડી પાર્ક થઈ શકે એવી જગ્યા નક્કી કરીએ તો સારું.' મેં કહ્યું. ‘એમ કરીએ.....’ મિત્રે વિચાર કરીને કહ્યું, ‘હમણાં આપણે જ્યાંથી આ સ્ટ્રીટમાં દાખલ થયા ત્યાં રેલવેસ્ટેશન દેખાયું હતું.’ ‘હા, મે પણ જોયું હતું. અહીંથી પાછા ફરીએ એટલે સ્ટ્રીટને નાકે રેલવેસ્ટેશન આવે છે. ત્યાં પાર્કિંગની સગવડ હોય જ.' ‘બસ, તો એ સ્ટેશનના દરવાજા પાસે દોઢેક કલાક પછી આપણે મળવાનું નક્કી રાખીએ. નાના શહેરનું નાનું રેલવેસ્ટેશન છે એટલે બીજી કોઈ ગેરસમજ થવાનો સંભવ નથી. મને કે તમને મોડું-વહેલું થાય તો ત્યાં બેસવાની સગવડ હશે જ અને બીજો લાભ એ છે કે ત્યાં ટૉઇલેટ ફ્રી હશે. અહીં અન્ય સ્થળે બાથરૂમ જવાના પૈસા આપવા પડે છે, પરંતુ રેલવેસ્ટેશનોમાં એનો કોઈ ચાર્જ હોતો નથી.' વિદેશમાં ફરતા હોઈએ અને વિદેશી ચલણ મર્યાદિત હોય તો આવા વિચારો પણ આવે. મિત્રે વિદાય લીધી અને અમે ફરવાનું ચાલુ કર્યું. કશું ખરીદવું તો હતું જ નહિ. માત્ર નજર કરવી હતી અને સમય પસાર કરવો હતો. અમે કેટલાક સ્ટોર્સમાં આંટા માર્યા. દરેક દેશની, કેટલાંયે શહેરોની પોતાની આગવી લાક્ષણિકતા હોય છે. દુકાનોમાં વેચાતી ચીજવસ્તુઓમાં પણ એ જોવા મળે. કુતૂહલથી હું કેટલીક વસ્તુઓ જોવામાં મગ્ન હતો Page #144 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ઉડિને ત્યાં મારાં પત્નીએ કાનમાં મને કહ્યું, ‘હમણાં તરત નજર નહિ કરતા, પણ પછીથી ધ્યાન રાખજો. આપણી જમણી બાજુ થોડે આધે ઊભેલા બે માણસો આપણી પાછળ પાછળ આવે છે.’ થોડી વાર પછી મેં નજર કરી. વાત સાચી હતી. અમે જેમ જેમ ખસીએ તેમ તેમ તેઓ પણ અમારી તરફ ખસતા આવતા હતા. ચીજવસ્તુઓ જોવાનો તેઓ માત્ર ઢોંગ કરતા હતા. અમારી સામે ભલે જોતા નહોતા, પણ અમારી પાછળ પાછળ ચાલતા હતા એ નક્કી હતું. આવું જ્યારે થાય ત્યારે ઊંધું ચક્કર લેવાથી ખાતરી થાય કે તેઓ આગળ વધે છે કે આપણી જેમ તેઓ પણ પાછા ફરે છે. એ ખાતરી પણ થઈ ગઈ. અમે અમારા પાસપૉર્ટ અને ડૉલરનાં પાકીટ માટે સભાન થઈ ગયાં. પછી તો જોવાફરવાનો અમારો ઉત્સાહ મંદ પડી ગયો. એક વાર મનમાં શંકા જન્મ પછી એના જ વિચારો આવે. પ્રદેશ અજાણ્યો, ભાષા પણ આવડે નહિ. અમને લાગ્યું કે રસ્તામાં ફરવું એના કરતાં રેલવેસ્ટેશનના બાંકડા પર બેસવામાં વધારે સલામતી છે. અમે ત્યાં ઝડપથી પહોંચી ગયાં. એ અજાણ્યા માણસો થોડે સુધી પાછળ પાછળ આવ્યા, પછી પોતાને રસ્તે ચાલતા થયા. અમે એક ચિંતામાંથી મુક્ત થયાં. હજુ કલાક પસાર કરવાનો હતો. થોડી થોડી વારે ટ્રેન આવતી. એટલી વાર થોડા મુસાફરોની અવરજવર રહેતી. ચારેક વાગ્યા હશે એવામાં એક બસ આવીને ઊભી રહી. એમાંથી ઘણાં યુવકયુવતી ઊતર્યા. દરેકના હાથમાં એકબે પુસ્તકો હતાં. એ પરથી તેઓ વિદ્યાર્થી છે એમ જણાયું. બસમાંથી ઊતરી તેઓ પ્લૅટફૉર્મ પર જતાં હતાં એ પરથી લાગ્યું કે તેઓ આસપાસનાં પરાંઓમાં રહેતાં હશે. શિક્ષણના અમારા વ્યવસાયને કારણે ક્યાંય પણ વિદ્યાર્થીઓને જોઇએ તો આનંદ થાય, પણ અહીં આનંદ નહિ, ઉદ્વેગ થયો. પંદર-વીસ વર્ષના આ વિદ્યાર્થીઓમાંના ઘણા સિગારેટના ધુમાડા કાઢતા જતા હતા. કેટલીક વિદ્યાર્થિનીઓ પણ સિગારેટ ફૂંકતી હતી. આટલી કુમળી વયમાં જો તેઓ સિગારેટનાં વ્યસની થઈ ગયાં હોય તો તેમનું ભાવિ કેવું હોઈ શકે ? વળી કેટલાયે વિદ્યાર્થીઓ પોતાની પ્રિય વિદ્યાર્થિનીના ગળામાં હાથ ભરાવી, પ્રણયગોષ્ઠી કરતાં જતા હતા. આ પાશ્ચાત્ય જગત છે. એને ભારતીય નજરે ન જોવાય એમ અમે મનને મનાવ્યું, તોપણ ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ કે સ્વિટ્ઝરલૅન્ડ કરતાં અહીં સ્વચ્છંદતાનું પ્રમાણ વધુ જોવા મળ્યું. એક પછી એક એમ ચાર બસ આવી. એ જ રીતે વિદ્યાર્થીઓ ઊતરતા ગયા અને ધુમાડા કાઢતા ગયા. એટલી વારમાં તો સૂનું પ્લૅટફૉર્મ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરાઈ ગયું. થોડી વારે ટ્રેન આવી. એમાં બેસવા માટે ધક્કાધક્કી મચી ગઈ. ભારતથી આપણે બહુ દૂર નથી એવો અનુભવ થયો. ઇટલી માટેની અપ્રસન્નતા અમારા ચિત્તમાં છવાઈ ગઈ. Page #145 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન વિદ્યાર્થીઓનું અવલોકન કરવામાં અમારો સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર પડી નહિ. ભાષા આવડે નહિ એટલે વાતચીતની શક્યતા નહોતી. કોઈ કોઈ સાથે માત્ર સ્મિત જેટલો સંવાદ થતો. ૧૮ વિદ્યાર્થીઓની વસ્તી અદશ્ય થતાં સ્ટેશન પાછું ખાલીખમ લાગવા માંડ્યું. ઘડિયાળમાં જોયું તો મિત્રને આવવાના સમય ઉપર એક કલાક વધુ થઈ ગયો હતો. થોડી વાર બહાર દરવાજા પાસે અને થોડી વાર બાંકડા ઉપર એમ રાહ જોતાં અમે ફરતાં રહ્યાં અને બીજો એક કલાક થઈ ગયો. કોઈકની રાહ જોવાની પણ એક મર્યાદા હોય છે. અમુક સમય સુધી સ્વસ્થતા રહે. પછી અધીરાઈ આવે અને પછી ચિંતા થાય. અમે અધીરાઇના તબક્કામાંથી હવે ચિંતાના તબક્કામાં પ્રવેશી ચૂકયાં હતાં. દોઢ કલાકનું કહીને ગયેલા મિત્ર ચાર કલાક સુધી આવ્યા નહિ એટલે અમારી ચિંતા વધી ગઈ. અજાણ્યો દેશ, અપરિચિત સ્થળ, ભાષાથી અજાણ. મિત્રનો સંપર્ક કરવો હોય તો કયાં કરવો ? કયા પેટ્રોલપંપ પર ગયા હશે ? કેટલે દૂર એ હશે ? કોઈ સમસ્યા ઊભી થઈ હશે ? ‘આજનો દિવસ જ આવો ઊગ્યો છે. કંઈ મઝા આવતી નથી.' મારાં પત્નીએ કહ્યું. ‘આવું તો કોઈ વાર થાય પણ ખરું.' આશ્વાસન આપતાં મેં કહ્યું, ‘સારું છે કે સ્થળની બાબતમાં કંઈ ગેરસમજ નથી થઈ. નાનું સ્ટેશન છે. એક જ દરવાજો છે. મોટાં સ્ટેશનોમાં ત્રણચાર દરવાજા હોય અને ઘડિયાળ નીચે આપણે મળીશું એમ નક્કી કર્યું હોય તો પાંચ ઠેકાણે એકસરખાં ઘડિયાળ હોય....' એટલે ગમે તેટલું મોડું થાય પણ આપણે સ્ટેશન છોડવું નથી. છોડીને જઈએ પણ કયાં ?' સાંજ પડવા આવી હતી. ઉનાળાના દિવસો હતા એટલે અંધારું થયું નહોતું. દરવાજા પાસે ઊભા રહી પસાર થતી ગાડીઓ પર અમે નજર નાખતાં હતાં. ઘેરા ચૉકલેટી રંગની અમારી ગાડી દૂરથી પણ ઓળખી શકાય એવી હતી. અમારી ધીરજ ખૂટતી હતી, પણ ગાડી દેખાતી નહોતી. એવામાં પાછળથી મારા ખભા પર કોઈએ ટપલી મારી. મિત્ર જ હતા. બોલ્યા, ‘ખરાં છો તમે ! કેમ આ બાજુ ઊભાં છો ?' ‘આ બાજુ એટલે ?' ‘પુલ ઓળંગી આ બાજુ કંઈ જોવા આવ્યાં છો ?' ‘કયો ? રેલવેનો પુલ ? પુલ ક્યાં છે એ જ અમને ખબર નથી. અમે તો કયારનાં અહીં જ છીએ.’ ‘તમે ખરેખર પુલ પરથી આ બાજુ નથી આવ્યાં ? હું તો કયારનો પેલી બાજુ દરવાજા પાસે તમારી રાહ જોયા કરું છું. આપણે ત્યાં જ મળવાનું નક્કી કર્યું હતું ને ?' ‘કંઈક ગરસમજ થઈ લાગે છે. તમે અમને જ્યાં ઉતાર્યા હતાં ત્યાંથી ચાલતાં Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉડને ૧૯ ચાલતાં સીધાં અહીં જ આવ્યાં છીએ. અમારે કોઈ પુલ આવ્યો નથી. કદાચ તમે પુલ ચડીને પેલી બાજુ ચાલ્યા ગયા હશો.' ‘ના, હું પણ પુલ ચડ્યો નથી. હમણાં ચડીને આ બાજુ આવ્યો તે તો તમને શોધવા માટે.’ ‘તો પછી કેમ આમ થયું ? તમે કારમાં રેલવેનો પુલ ઓળંગ્યો હશે !’ મિત્ર વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું, ‘બનવા સંભવ છે. આમ તો પુલ ઉપરથી કાર લીધી હોય એવું યાદ નથી. પણ પેટ્રોલપંપ શોધવા માટે હું રાઉન્ડ મારતો હતો તે દરમિયાન મોટરકારે કયારે રેલવેનો પુલ ઓળંગી લીધો હશે તેની ખબર રહી નહિ હોય. પેટ્રોલપંપ પર સર્વિસ કરાવી સ્ટેશનની નિશાની જોતાં જોતાં હું સ્ટેશને પહોંચ્યો, પણ હું તમને જોયા નહિ એટલે આસપાસ સ્ટોર્સમાં પણ આંટા મારી આવ્યો. કયાંય તમને જોયા નહિ. એટલે પાછો આવ્યો. સ્ટેશન પર સ્ટાફના સભ્યને પણ પૂછી જોયું કે કોઈ ભારતીય દંપતી અહીં આવ્યું છે ? એણે ના કહી એટલે વધારે ચિંતા થઈ. કોઈ ખિસ્સાકાતરુનો ભેટો થયો હોય અને પોલીસનું લફરું થયું હોય એવું તો નહિ બન્યું હોય ને ? હમણાં થોડી વાર પહેલાં વિચાર આવ્યો કે તમે સ્ટેશનની બીજી બાજુ કંઈ જોવા તો નહિ ગયાં હો ને ! પુલ ચડી આ બાજુ આવ્યો ત્યાં તમને જોયાં એટલે હાશ અનુભવી.’ ‘અમને પણ તમારી ચિંતા થતી હતી. તમને જોઈને શાંતિ થઈ.’ ‘ભારે ગરબડ થઈ.' અમે બંને સાથે બોલી ઊઠ્યા. ભૂખ લાગી હતી એટલે પહેલાં એક રેસ્ટોરાંમાં ગયાં. મિત્રે કહ્યું, ‘રમણભાઈ ! હવે વેનિસ પહોંચવામાં બહુ મોડું થશે. સારી સારી હોટેલો ભરાઈ જશે. મારું માનો તો રાત અહીં ઉડિનેમાં જ કોઈ હોટેલમાં રોકાઈ જઈએ.’ એમની વાત અમે સહર્ષ સ્વીકારી લીધી. એક સરસ નાની હોટેલમાં અમે ઊતર્યાં. હોટેલમાં અમને જે સરસ આવકાર મળ્યો, હોટેલના સંસ્કારી મૅનેજરે અને વિનયી સ્ટાફે અમારું જે ધ્યાન રાખ્યું એથી અમે આખા દિવસની ઉદ્વિગ્નતા પછી બહુ પ્રસન્નતા અનુભવી. હોટેલના કર્મચારીઓએ ઇટલીના માણસો માટેના અમારા પૂર્વગ્રહને ભૂંસી નાખ્યો. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તોબા – ટાપુ જાપાનમાં હોન્શુ અને શિકોકુ એ બે મોટા ટાપુઓ વચ્ચે આવેલી વિશાળ ખાડીમાં હોન્મુના સમુદ્રકિનારે તોબા શહેર આવ્યું છે. કલ્ચર્ડ મોતી (ઉછેરેલું અથવા પકવેલું મોતી)ની શોધ કરનાર મિકિમોતોનું એ જન્મસ્થાન છે. તોબા પાસે આવેલો ‘ગિકિમોતો’ નામનો નાનકડો ટાપુ મોતીના Pearl Island - તરીકે જાપાનમાં વિખ્યાત છે. આ મૌક્તિક દ્વીપની મુલાકાત માટે ૧૯૭૭માં અમે કેટલાક મિત્રો ગયા હતા. મોતીના ઉત્પાદનના ક્ષેત્રે ક્રાન્તિ કરી નામાંકિત બનનાર મિકિમોતોના આ ટાપુના અમારા પ્રવાસનું આયોજન જાપાન ટ્રાવેલ બ્યુરો દ્વારા થયું હતું. અમે પચીસેક પ્રવાસીઓ ઑસાકાથી ટ્રેનમાં બેસી બે કલાકે તોબા પહોંચ્યા હતા. અમારા પ્રવાસી-ગ્રુપમાં અમેરિકન પ્રવાસીઓની સંખ્યા વધુ હતી. તોબા ઇસે-શિમા નેશનલ પાર્કના પ્રવેશદ્વાર સમું ગણાય છે. આ વિસ્તારમાં પર્વતમાળાનાં દશ્યો આકર્ષક છે. ઑસાકાથી તોબા સુધીનો ગ્રામ વિસ્તારનો આખો રસ્તો હરિયાળાં વૃક્ષોથી નયનશીતલ લાગતો હતો. સાંજ ઢળવા આવી હતી એટલે પ્રાકૃતિક દશ્ય વધુ રળિયામણું લાગતું હતું. તોબામાં અમારો ઉતારો તોબા ઇન્ટરનેશનલ હોટેલમાં હતો. સાંજે પહોંચી, ભોજન લઈ અમારો કાર્યક્રમ તોબા ઉપસાગરમાં નૌકાવિહાર કરવાનો હતો, પરંતુ હવા અચાનક તેજ થઈ ગઈ હતી અને વાતાવરણમાં ઠંડી પ્રસરી ગઈ હતી એટલે અમે અમારા રૂમમાં જ ભરાઈ રહ્યા હતા. હવામાનખાતા તરફથી આગાહી હતી કે બીજે દિવસે સવારે હવા હજુ વધારે તેજ બનશે અને વરસાદનાં મોટાં ઝાપટાં પડવાનો સંભવ રહેશે. મોતીના ઉત્પાદનનાં જાપાનનાં મોટાં ક્ષેત્રોમાં તોબાનું સ્થાન પણ મહત્ત્વનું છે. મોતીના વ્યવસાયમાં જાપાન દુનિયાના દેશોમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. ગઈ સદીમાં અરબસ્તાન (પર્શિયન ગલ્ફના પ્રદેશો) અને ચીન મોતી માટે પ્રખ્યાત હતાં અને આજે પણ એમનું સ્થાન છે. એ જમાનામાં બસરાનાં અંગુર જેવડાં મોટાં મોતીઓનું મૂલ્ય ઘણું અંકાતું. હવે તો મોતીનું ઉત્પાદન કરનારા દેશોની સંખ્યામાં ઘણો વધારો થયો છે અને રસાકસીભરી સ્પર્ધા ચાલી રહી છે. જોતાં જ પ્રસન્નતા ઉપજાવે, વર્ષો સુધી ઘસાય નહિ કે મેલી ન થાય, દેહલાવણ્યમાં અને સુશોભનોમાં ઉમેરો કરે એવી મોતી (મુક્તાફળ) જેવી ચમકદાર વસ્તુની જાણ માનવજાતને ઠેઠ પ્રાચીનકાળથી હતી. સ્વાતિ નક્ષત્રમાં મેઘબિંદુ છીપમાં પડે તો તે મોતી ૧૩૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ તોબા રા થઈ જાય એવી લોકમાન્યતા પણ પ્રચલિત હતી. નવરત્નમાં મોતીની પણ ગણના થતી. ન કહોવાય, ન કથળે, ન કાટ લાગે એવી કીમતી ધાતુ સુવર્ણનો ઉપયોગ અલંકારાદિમાં થતો તેમ ઔષધાદિમાં પણ થતો. એવી જ રીતે હીરા, માણેક, નીલમ, પરવાળાં વગેરેની જેમ મોતીની ભસ્મનો ઉપયોગ ઔષધાદિમાં થતો આવ્યો છે. ઠેઠ પ્રાચીન કાળથી મંગળમય ચીજવસ્તુઓમાં મોતીની ગણના પણ થયેલી છે. ‘થાળ ભરી ભરી મોતીડે વધાવો' જેવી કાવ્યપંક્તિઓ આ માંગલ્યનું સૂચન કરે છે. છીપલામાં મોતી બનાવનાર માછલી માટે ‘મુક્તાણુક્તિ' જેવો શબ્દ પ્રચલિત હતો. હાથીના ગંડસ્થળમાંથી ઝરતો મદ્દ ગંડસ્થળની અંદર જ જ્યારે સુકાઈને નક્કર નાના ગોળ પથ્થર જેવો થઈ જાય તો તેમાંથી ક્યારેક મોતી જેવી આકૃતિ નીકળે છે. એને ‘ગજમૌક્તિક' કહે છે. પ્રાચીન સમયમાં કીમતી રત્નોમાં ગજમૌક્તિકની પણ ગણના થઈ છે, પરંતુ હાથીઓમાંથી કોઈકના જ ગંડસ્થળમાંથી મદ કયારેક ઝરે છે અને મદઝરતા એવા ઘણા હાથીઓમાંથી કોઈકના જ ગંડસ્થળમાં મોતી થાય છે. એટલે જ કહેવાયું છે કે ‘મૌક્તિક ન ગજે ગજે' ! એટલે જ ગજમૌતિક જેવી વિરલ દુર્લભ વસ્તુ પણ અત્યંત શુકનવંતી મનાઈ છે. જૂના વખતમાં મોતીની કિંમત બહુ ગણાતી, કારણ કે તે અલ્પ પ્રમાણમાં મળતાં. ‘મરજીવા હોય તે મોતી લઈ આવે' એવી કહેવત અમસ્તી પ્રચલિત નહોતી થઈ. શ્વાસ રોકી દરિયામાં ડૂબકી મારી દસપંદર ફૂટ નીચે તળિયેથી મોતી શોધી લાવવામાં જીવનું જોખમ રહેતું. ડૂબકી મારવા છતાં મોતી મળે કે ન મળે, પણ રોકેલો શ્વાસ અંદર જ જો છૂટી જાય અને પાણી પિવાઈ જાય તો મૃત્યુ પણ થતું. માટે જ એવા ડૂબકીમારોને ‘મરજીવા' કહેવામાં આવતા. તોબામાં હોટેલ તોબા ઇન્ટરનેશનલમાં અમે સવારે ઊઠ્યા ત્યારે આકાશ વાદળિયું થઈ ગયું હતું. હવા જોરથી ચાલતી હતી. નાસ્તા વખતે અમારી ગાઇડ યુવતીએ કહ્યું, ‘અત્યારે ભારે પવન અને વરસાદની આગાહી છે.' સુસવાટાભર્યા પવનને લીધે વાતાવરણમાં ઠંડી વધી ગઈ હતી. કાર્યક્રમ નિહાળવા માટે અમારે ખુલ્લામાં જવાનું હતું એટલે માત્ર સ્વેટર પહેર્યું નહિ ચાલે, ઓવરકોટ પણ પહેરવો પડશે. ઓવરકોટ અને માથે ગરમ ટોપી પહેરી અમે ચાલ્યા ડૂબકીમાર છોકરીઓનો કાર્યક્રમ નિહાળવા. મિકિમોતો ટાપુ પર જવા માટે અમે બસમાં બેઠા. અમારી ગાઇડે અમને સાચાં (Real) અને પક્વેલાં (Cultured) મોતી વિશે રસપ્રદ માહિતી આપી. ગાઇડે કહ્યું : ઓઈસ્ટર (Oyster) નામની માછલી મોતી બનાવે છે. હથેળી જેટલી અથવા હથેળીમાં માય એટલી, છીપલાની દાબડીમાં રહેતી ઑઈસ્ટર માછલી જાપાનના દરિયામાં ઘણી થાય છે. ઑઈસ્ટર ઈંડામાંથી જન્મે ત્યારથી પોતાના શરીરની વૃદ્ધિ સાથે પોતાના રક્ષણ માટે છીપલાની દાબડી બનાવવાનું શરૂ કરી દે છે. પછી કઠણ પડવાળી, લંબવર્તુળાકાર Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન દાબડીમાં તે પુરાઈ રહે છે. મિજાગરાવાળી પોતાની દાબડીને તે ખૂલવા દેતી નથી. માત્ર મોઢા આગળ જરાક જેટલી જગ્યા ખુલ્લી રહે છે જે વાટે તે પોતાનો ખોરાક મેળવે છે. કયારેક ખોરાક લેતી વખતે રેતીનો બારીક કણ જે તેના મોઢામાં કે દાબડીમાં ઘૂસી આવે તો તે તેને ખેંચે છે. એ ચળ મટાડવા માટે તેના મુખમાંથી લાળ નીકળે છે. આમ રેતીના કણની આસપાસ તેના શરીરમાંથી જે ચકિત સ્રાવ થાય છે તેનાં પડ ઉપર પડ સુકાતાં અને જામતાં જાય છે અને એમ કરતાં અમુક વખતે તે મોતી બની જાય છે. ઑઈસ્ટર માછલી સામાન્ય રીતે ઉષ્ણ અથવા સમશીતોષ્ણ તાપમાનવાળા છીછરા દરિયામાં તળિયે થાય છે. તળિયું ખડકાળ હોય કે રેતીનું હોય છે. છીપલામાં રહેલી આ માછલી જ્યાં છીપલું પડ્યું હોય ત્યાં જ પડી રહે છે. મોજાંના પ્રવાહથી તે ક્યારેક આમતેમ ઘસડાય છે, પણ માછલીને પોતાનામાં ગતિ કરવાની શક્તિ નથી હોતી. ઓઈસ્ટર માછલી પાણીમાં રહે છે, પણ તે પાણીમાં આમતેમ તરતી નથી. ઈસ્ટર માછલીની પચાસથી વધુ જુદી જુદી જાતિ છે. અરબસ્તાન, ચીન, જાપાન, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, મધ્ય અમેરિકાના ટાપુઓ, ભારત વગેરે ઘણા દેશોમાં તે થાય છે, પરંતુ તેમાંથી અમુક પ્રકારની માછલી જ મોતી બનાવે છે. બીજી બધી મોતી બનાવતી નથી. મોતી બનાવવાવાળી જાતિની પણ બધી જ ઈસ્ટર મોતી બનાવે એવું નથી. જેના શરીરમાં કંઈ ખૂંચે એવો પદાર્થ આવી જાય તે જ મોતી બનાવે છે. જૂના વખતમાં તો એવી માછલી આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામે અને પાણીના પ્રવાહથી એની છીપલા-દાબડી ખૂલી જાય અને તેમાંથી નીકળી ગયેલું મોતી દરિયાના તળિયે પડ્યું રહે. એવા દરિયામાં મરજીવા ડૂબકી મારી મૂઠીમાં રેતી-છીપલાં લઈને બહાર આવે તો એમાંથી મોતી મળે તો મળે. એ મેળવવા માટે માછલીને મારી નાખવામાં આવી ન હોય. - ઈસ્ટર સામાન્ય રીતે દરિયાના પાંચપંદર ફટ ઊંડા ખારા પાણીમાં થાય છે, પરંતુ મીઠા પાણી(Fresh water)માં એ ન થાય એવું નથી. ચીને પોતાનાં તળાવોમાં અને કેટલીક નદીઓનાં મીઠાં પાણીમાં ઓઈસ્ટર ઉછેરી છે. મીઠા પાણીની ઑઈસ્ટર ખારા પાણીમાં જીવી ન શકે. જેવું ઑઈસ્ટરનું કદ અને જેવી એની જાતિ તે પ્રમાણે તે નાનું-મોટું અને શ્વેત રંગનું અથવા આછા પીળા, આછા ગુલાબી કે આછા લેટિયા રંગનું મોતી બનાવે. મીઠા પાણીની કેટલીક ઑઈસ્ટર સહેજ ખરબચડા વળાંકવાળાં મોતી બનાવે છે જે બિલાકુ' તરીકે ઓળખાય છે. મોતીમાં ગોળ (Sphere), ઘંટ (Bell) અને જલબિંદુ(Drop)ના આકારનાં મોતી વધુ પ્રચલિત છે. અડધિયાં, બટન જેવાં મોતી પણ બને છે. અમે મિકિમોતો ટાપુ પર પહોંચ્યાં. અમારે પહેલાં ડૂબકીમાર છોકરીઓનું કામ જોવાનું હતું. તોબાના ઉપસાગર આગળ એક સ્થળે પ્લૅટફૉર્મ જેવું બનાવવામાં આવ્યું હતું. ત્યાંથી દસેક ફૂટ નીચે સમુદ્ર હતો. અમે બધાં હારબંધ ઊભાં રહી ગયાં. સાડાનવ Page #150 -------------------------------------------------------------------------- ________________ તોબા ૧૩૩ વાગ્યા અને એક સ્ટીમ લૉંચ આવીને સાવ નજીક ઊભી રહી. એમાંથી એક પછી એક એમ છ છોકરીઓએ સમુદ્રના પાણીમાં ઝંપલાવ્યું. છોકરીઓએ પગ સુધીનો લાંબો પહેરવેશ પહેર્યો હતો. માથે ટોપી પહેરેલી હતી. કમરે એક દોરડું બાંધ્યું હતું અને આઠદસ ફૂટ લાંબા એ દોરડાને છેડે લાકડાનો ગોળ મોટો ટોપલો પાણીમાં તરતો રહે અને છોકરી પાણીમાં નીચે ડૂબકી મારી, હાથમાં ઑઈસ્ટર લઈ પાણીની સપાટી ઉપર આવે અને પોતાના ટોપલામાં તે ઑઇસ્ટર નાખે. ટોપલો આઘો ન ચાલ્યો જાય માટે દોરડાથી બાંધેલો રહે. અમે ગાઇડને પૂછ્યું કે ‘આ કામ માટે નાની છોકરીઓ જ કેમ પસંદ કરવામાં આવે છે !' ગાઇડે કહ્યું, 'પુરુષો આ કામ ન કરી શકે એવું નથી, પરંતુ આ વ્યવસાયમાં સ્પર્ધા ઘણી છે. એટલે સસ્તા દરે મજૂરી કરવા માટે આવી નાની છોકરીઓ મળી રહે છે. એકંદરે મધ્યમ વર્ગની આ છોકરીઓ હોય છે. નાની અને સશક્ત હોવાથી પાણીમાં ઘણા કલાક તરવાનો અને ડૂબકી મારવાનો થાક તેમને ઓછો લાગે.’ ગાઇડ અમને સમજાવતી હતી. ડૂબકી મારનારી છોકરીઓને ડૂબકી મારવાની સૂચના અપાય એટલી વારમાં તો કાળાં ડિબાંગ વાદળાં આકાશમાં ઊમટી આવ્યાં અને અચાનક જ તૂટી પડ્યાં. ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. અમે બધાં પ્રવાસીઓ દોડીને પાસેના મકાનમાં ભરાઈ ગયાં. વરસાદ વધવા લાગ્યો. જોરદાર પવનના સુસવાટા થવા લાગ્યા. સાથે સાથે વીજળીના કડાકા પણ શરૂ થઈ ગયા. વાધાઝોડા જેવું વાતાવરણ થઈ ગયું. અમે સલામત સ્થળે ભરાઈ ગયાં, પણ ઠંડા પાણીમાં પેલી ડૂબકીમાર છોકરીઓનું શું થતું હશે એ વિચારે અમે અસ્વસ્થ થઈ ગયા. ગાઇડે કહ્યું, ‘એની ફિકર ન કરો. અમારી આ છોકરીઓ આવી મુશ્કેલીભરી પરિસ્થિતિથી ટેવાઈ ગઈ હોય છે.' વીજળીના કડાકા વધવા માંડ્યા. અમારી સાથેની કેટલીક અમેરિકન વૃદ્ધ મહિલાઓના ચહેરા પર ગભરાટની નિશાની જણાતી હતી. વાદળાં, વરસાદ, વાયુ અને વીજળી એ ‘વ’થી શરૂ થતા શબ્દોએ બીજા બે શબ્દોને પણ વેગ આપ્યો - વ્યાકુળતા અને વ્યથા. લગભગ પચીસેક મિનિટ વાવાઝોડા જેવી સ્થિતિ ચાલી. છેવટે પવન ધીમો પડ્યો. વાદળાં વીખરાવાં લાગ્યાં. વીજળીના કડાકા બંધ થઈ ગયા. અમને થયું કે હવે છોકરીઓનો કાર્યક્રમ બંધ રહેશે, પણ ગાઇડે કહ્યું કે ‘ના, એ ચાલુ જ રહેશે.’ હવે થોડા થોડા છાંટા પડતા હતા. અમે બહાર નીકળ્યાં. અમને દરેકને રંગબેરંગી છત્રી આપવામાં આવી. અમે પાછાં પ્લૅટફૉર્મ પર પહોંચ્યાં. જોયું તો સમુદ્રમાં ડૂબકીમાર છોકરીઓ પોતપોતાના ટોપલા સાથે તરતી હતી. છોકરીઓ નાની હતી, પણ ફરજ માટેની જાગૃતિ એમનામાં ઘણી મોટી હતી. છોકરીઓની ફરજનિષ્ઠા નિહાળી અમે તેમને મનોમન ધન્યવાદ આપી Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન રહ્યાં. પેટને ખાતર કુમળી કન્યાઓને કેવા કપરા સંજોગોમાં કાળી મજૂરી કરવી પડે છે એ જોઈ એમના પ્રત્યે અનુકંપાનો ભાવ પણ મારા મનમાં જાગી ગયો. સૂચના મળતાં છોકરીઓ શ્વાસ રોકી, ડૂબકી મારી, ઓઈસ્ટર લાવી, પોતાના ટોપલામાં નાખવા લાગી. પાણીમાંથી બહાર સપાટી પર આવતાં ફરી લાંબો શ્વાસ લેતી વખતે એમનાં મોઢાંમાંથી સિસોટી જેવો મંદ, ગંભીર અવાજ નીકળતો હતો. એ પ્રકારની ખાસ તાલીમ તેઓને આપવામાં આવી હોય છે. - ડૂબકીમાર કન્યાઓનો કાર્યક્રમ પૂરો થયો. ગાઈડ યુવતી અમને ટાપુ પર બીજા એક સ્થળે લઈ ગઈ. ત્યાં કોકિચી મિકિમોતોની કાંસામાંથી બનાવેલી ઊભી, હાથમાં લાકડી સાથેની, જાડો ઓવરકોટ અને ટોપી પહેરેલી પ્રતિમા એણે બતાવી. મિકિમતોના ચહેરા પર ખડતલપણું અને નિશ્ચયની મક્કમતા જણાતાં હતાં. મિકિમતોનો પરિચય આપતાં ગાઈડે કહ્યું : “થોડી વાર પછી આપણે કલ્યર્ડ મોતી બનાવવાની ટેકનિક જોવા જઈશું. એ ટેકનિકની શોધ કોકિચી મિકિમોતોએ કરી હતી. એમનો જન્મ અહીં તોબામાં ૧૮૫૮માં થયો હતો. મેંદાની સેવ બનાવીને વેચવાનો ધિંધો કરનાર એક સાધારણ સ્થિતિના જાપાની વેપારીના તેઓ સૌથી મોટા દીકરા હતા. તેઓ પિતાની દુકાનમાં કામ કરી પિતાને સહાય કરતા હતા. નાનપણથી જ તેઓ સ્વપ્નસેવી હતા અને કશુંક કરવાની તમન્નાવાળા હતા. તોબાના દરિયાકિનારે ઑઈસ્ટર માછલીમાંથી મોતી નીકળતાં, પણ તે કેટલાં બધાં ઓછાં અને કેટલી બધી મોંધી કિંમતે વેચાય ! અતિશય શ્રીમંત સ્ત્રીઓ જ મોતી પહેરે. પોતાના જેવા સાધારણ કુટુંબની સ્ત્રીઓને મોતી પહેરવા ન મળે. મિકિમતોને થયું કે આ બરાબર ન કહેવાય. મિકિમતોને વિચાર આવ્યો કે એવું કંઈ ન થઈ શકે કે જેથી દુનિયામાં સરેરાશ બધી સ્ત્રીઓને મોતી પહેરવા મળે ? પરંતુ એ માટે તો મોતીનું ઉત્પાહ્ન વધવું જોઈએ. પણ એ કેવી રીતે વધે ? મોતી તો કોઈક જ ઑઈસ્ટર બનાવે. બધી ઓઈસ્ટર મોતી કેમ ન બનાવી શકે ? તેવીસ વર્ષના યુવાન મિકિમોતો પોતાના ફાજલ સમયમાં દરિયાકિનારે બેસીને અવલોકન કરવા લાગ્યા. કેવી ઑઈસ્ટર ક્યારે અને કેવી રીતે મોતી બનાવે છે એનું નિરીક્ષણ રોજેરોજ કરતા રહ્યા. પછી તો મેંદાની સેવ બનાવવા કરતાં ઈસ્ટર, મોતી, છીપલાં એ બધાંમાં એમને વધુ રસ પડવા લાગ્યો. પોતાના સંશોધન અને અવલોકન માટે તે જાપાનના સમુદ્રકિનારે ઘૂમી વળ્યા. દક્ષિણમાં દૂર દૂર ઠેઠ ઓકિનાવા ટાપુ સુધી ફરી વળ્યા. દરેક સ્થળેથી કોથળા ભરીભરીને તેઓ જાતજાતનાં છીપલાં લેતા આવે અને તે બધાંનું નિરીક્ષણ કરે. આમ પોતાના સંશોધનપ્રયોગો થતા રહ્યા, પણ પરિણામ કશું આવે નહિ. ઘણી વાર તેઓ નિરાશ થઈ, માથે હાથ દઈ બેસી રહે. પ્રયોગો છોડી દેવાનો વિચાર કરે. વળી પાછો દઢ નિશ્ચય કરી ઉત્સાહવંત થઈ પ્રયોગો ચાલુ રાખે. એમ કરતાં કરતાં એક-બે નહિ, બાર વર્ષ વીતી ગયાં. એક દિવસ, ૧૧મી જુલાઈ ૧૮૯૩ના રોજ Page #152 -------------------------------------------------------------------------- ________________ તોબા ૧૩૫ મિકિમોતોએ પોતાના પ્રયોગ માટેની એક ઑઈસ્ટર માછલીની છીપલા-દાબડી ખોલી તો એમાંથી મોતી નીકળ્યું. દુનિયાનું પહેલવહેલું એ કલ્ચર્ડ મોતી ! મોતીના જગતમાં એક મોટી ક્રાન્તિ થઈ. માણસ ધારે તો ઈસ્ટર પાસે પોતાની ઈચ્છા પ્રમાણે મોતી બનાવડાવી શકે, મિકિમોતોના આનંદનો પાર ન રહ્યો. પરંતુ મિકિમતોનો પ્રયોગ સંપૂર્ણ સફળ થયો ન હતો, કારણ કે છીપલામાંથી મોતી કાઢ્યું ત્યારે તે ઉપરથી વર્તુળાકાર પણ નીચેથી ચપટું હતું. એથી મિકિમોતોએ નિરાશા અને આશા સાથે અનુભવ્યાં. નિરાશ એટલા માટે કે બાર વર્ષની મહેનત પછી આખું મોતી બન્યું ન હતું અને આશા એટલા માટે કે પદ્ધતિ હાથ લાગી ગઈ છે એટલે અડધામાંથી આખું મોતી બનાવતાં હવે બીજાં બાર વર્ષ નહિ લાગે. મિકિમતોના પ્રયોગો વધી ગયા અને થોડા વખતમાં જ આખું ગોળ મોતી બનતું થઈ ગયું. ગાઈડે અમને ૧૧મી જુલાઈ ૧૮૯૩ની યાદગીરી રૂપે એક સ્થળે મોતીની એક વિશાળ પ્રતિકૃતિ બનાવીને ખુલ્લામાં મૂકવામાં આવી છે તે બતાવી. મિકિમોતોએ એકઠાં કરેલાં હજારો છીપલાંઓનું સંગ્રહસ્થાન અમે જોયું. મિકિમોતો ક્યાં ક્યાં, કયારે ક્યારે ગયા અને એમણે કેવા કેવા પ્રયોગો કર્યા એનો સચિત્ર ઈતિહાસ અમને બતાવવામાં આવ્યો. ત્યાર પછી અમને કલ્યર્ડ મોતી માટેની પ્રયોગશાળામાં લઈ જવામાં આવ્યાં. એક જાપાની યુવતીએ અમને પ્રયોગ બતાવ્યો. પાણીથી ભરેલા એક વાસણમાંથી એણે એક ઓઈસ્ટર કાઢી. છીપ ખોલીને અંદર રહેલી માછલીનાં શરીરને ખોતરીને એના સ્નાયુમાંથી રાઈ કરતાં પણ નાના દાણા જેટલો ટૂકડો અણીદાર ચીપિયાથી કાઢી લીધો. એ માછલી મૃત્યુ પામી. ત્યાર પછી એણે પાણીમાંથી બીજી ઑઈસ્ટર કાઢી. એની છીપ-દાબડીને જરાક જેટલી પહોળી કરીને ચીપિયા વડે પેલો દાણો માછલીના શરીરમાં ખોસી દીધો અને દાબડી બંધ કરી તરત એ ઓઈસ્ટર નિશાની કરેલા વાસણના પાણીમાં મૂકી દીધી. એ જીવતી રહેલી માછલી વરસ કરતાં પણ વધુ વખત પછી જ્યારે મોતી બનાવી રહેશે ત્યારે પાણીમાંથી એને કાઢી એમાંથી મોતી કાઢી લેવામાં આવશે. ત્યારે એ માછલી પણ મૃત્યુ પામશે. આમ એક મોતી માટે બે માછલીનો ભોગ લેવાય છે. બીજી માછલીના સ્નાયુના દાણાને બદલે મશીનમાં બનાવેલો નકલી દાણો ભરાવી દેવામાં આવે તો એક જ માછલી મૃત્યુ પામે છે. કઈ માછલીમાં કેટલો મોટો દાણો ભરાવવો અને તારીખ લખી પાણીમાં કેટલો વખત માછલીને રાખવી એ ટેકનિકનો ઘણો વિકાસ થયો છે. ૧૮૯૩માં મિકિમોતોએ પકવેલાં મોતીની શોધ કરી ત્યાર પછી વેપારી ધોરણે આ ટેકનિકનો ઘણો વિકાસ થયો. પછી તો માત્ર જાપાન જ નહિ, દુનિયાના ઘણા દેશોમાં મોતી પકવવાનું, કલ્યર્ડ મોતી બનાવવાનું ચાલુ થઈ ગયું. ૧૯૫૪માં ૯૬ વર્ષની વયે મિકિમતોનું અવસાન થયું ત્યાં સુધીમાં તો દુનિયામાં ઘણી મહિલાઓ સુધી મોતી એમણે પહોંચતાં કરી દીધાં. મોતી પહેરવા માટે ધનાઢ્ય હોવું હવે જરૂરી ન રહ્યું. મિકિમતોનું સ્વપ્ન સાકાર થયું. Page #153 -------------------------------------------------------------------------- ________________ - પાસપૉર્ટની પાંખે – ઉત્તરાલેખન અમે ગાઇડને પૂછ્યું, ‘સાચાં મોતી અને પકવેલાં મોતી વચ્ચેનો ફરક કેવી રીતે જાણી શકાય ?’ ‘બહુ અઘરું છે એ. સામાન્ય માણસને એની સમજ ન પડે. રાતદ્દિવસ મોતીનું કામકાજ કરનાર માણસોને મહાવરાથી એની તરત ખબર પડે. જો મોતીનો ભાંગીને ભુક્કો કરવામાં આવે અને એમાંથી દાણો નીકળે તો એ કલ્ચર્ડ મોતી. પણ એ કસોટી કરવા જતાં તમે તમારું મોતી ગુમાવી બેસો.' ૧૩૬ ડોમાર છોકરીઓની પ્રવૃત્તિ અને કલ્ચર્ડ મોતી બનાવવાની પ્રક્રિયા જોઈ, હોટેલમાં બપોરનું ભોજન લઈ અમે ઑસાકા તરફ રવાના થયા. રસ્તામાં અમે જાપાનના પ્રાચીન શિન્ટો ધર્મનું ઇસે જિંગુના નામથી ઓળખાતું મંદિર જોયું. એમારી ટ્રેન હવે ઑસાકા તરફ ચાલી રહી હતી. હું વિચારે ચડી ગયો હતો. મોતીને માટે જાપાનમાં રોજની કરોડો માછલીઓને મારી નાખવામાં આવતી હશે ! દુનિયાભરના મોતીના ઉત્પાદનનો વિચાર તો અહિંસાવાદીઓને કમકમાવી મૂકે એવો છે. દુનિયાની મહિલાઓને સસ્તા ભાવે સરસ મોતી સુલભ કરી આપવાનું મિકિમોતોનું સ્વપ્ન ફળ્યું, પણ એ માટે રોજેરોજ કરોડો માછલીઓને પોતાના પ્રાણ દઈ દેવાનું થયું એ કેટલી મોટી વિષમ કરુણતા કહેવાય ! વેપારી જગત આ ઘટનાને એક રીતે જોશે અને જીવદયાવાળા બીજી રીતે જોશે. તેઓ કહેશે કે તોબાની શોધે મત્સ્યજગતને તોબાહ પોકારાવી દીધી છે ! મોતીના આ વેપારમાં અહિંસામાં માનવાવાળા જૈનો મોટી સંખ્યામાં છે એ વળી બીજી કરુણતા નથી ? કલ્ચર્ડ મોતીની શોધ થઈ નહોતી અને વિદેશથી આવતાં મોતીમાં માછલીની હિંસા થાય છે એવી જાણકારી જ્યારે ન હતી ત્યારે જૈનો એ વ્યવસાયમાં પડેલા, પરંતુ હવે જ્યારે જાણકારી છે ત્યારે તેઓ પોતાના કર્તવ્યનો વિચાર ન કરી શકે ? સાચાં અને કલ્ચર્ડ મોતીની આ પ્રવૃત્તિ ઉત્તરોત્તર વધતી જ ચાલી છે. હવે એને અટકાવી શકાશે ? અત્યારે તો શકય જ નથી. આપણે હવે બીજા મિકિમોતોની રાહ જોઈશું કે જે કાચ જેવા પદાર્થમાંથી મશીન દ્વારા એટલાં બધાં વૈવિધ્યસભર સારાં આકર્ષક મોતી બનાવી આપે કે જેની આગળ સાચાં અને કલ્ચર્ડ મોતી કચરા જેવાં લાગે ! મારી વિચારયાત્રા ચાલતી હતી ત્યાં અમારી ટ્રેનની યાત્રા પૂરી થવા આવી. ઑસાકા ઊતરીને અમે સૌ પ્રવાસીઓ પોતપોતાના સ્થાન તરફ વિદાય થયાં. Page #154 -------------------------------------------------------------------------- ________________ તિબિલિસી સાવિયેટ યુનિયનનું વિસર્જન થયું તે પહેલાં અમે કેટલાક ભારતીય પ્રવાસીઓ જ્યોર્જિયાના પાટનગર તિબિલિસી(Tibilisi)ના પ્રવાસે ગયા હતા. જ્યોર્જિયા ત્યારે સોવિયેટ યુનિયનનું એક સભ્યરાજ્ય હતું. સોવિયેટ યુનિયનમાં રશિયાનું વર્ચસ્ હતું. યુરોપના દેશોમાં, એક બાજુ કાળો સમુદ્ર અને બીજી બાજુ કાસ્પિયન સમુદ્ર. એ બેની વચ્ચે આવેલા, કોકેસસ પર્વતમાળાવાળા જ્યોર્જિયાનું મહત્ત્વ ભૌગોલિક તેમજ સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશિષ્ટ પ્રકારનું રહ્યું છે. તિબિલિસી એનું પ્રાચીન ઐતિહાસિક પાટનગર છે. દુનિયાનાં કેટલાંક શહેરોનું ભૌગોલિક, સામાજિક, સાંસ્કારિક, આર્થિક અને સંરક્ષણાત્મક દષ્ટિએ એટલું બધું મહત્વ હોય છે કે રાજ્યસત્તા તરફથી રાજધાની તરીકે એની પસંદગી થયા પછી, રાજ્યસત્તામાં પરિવર્તનો થાય તોપણ સૈકાઓ સુધી રાજધાની તરીકે એનું મહત્ત્વ એટલું ને એટલું જ સ્વીકારાયેલું રહે છે. દુનિયામાં હાલ જેટલાં પ્રાચીન નગરો છે તેની સરખામણીમાં એટલાં પ્રાચીન પાટનગરો નથી. તોપણ અઢીત્રણ હજાર કે તેથી વધુ વર્ષનાં પ્રાચીન પાટનગરો હાલ પણ છે. કેટલાંક પાટનગરોનાં નામ એનાં એ રહે છે, પણ નજીક નજીકના વિસ્તારમાં એનું સ્થળાન્તર થતું રહે છે. કેટલાંક પાટનગર એના એ જ સ્થળે રહે છે, પણ એનાં નામોમાં ફેરફારો થયા કરે છે. કેટલાંકનાં નામ અને સ્થળ એટલાં જ પ્રાચીન જોવા મળે છે. કેટલાંક પાટનગર પાટનગર મટી સામાન્ય નગર બની જાય છે. સત્તાઓની ચડતી પડતી થવા છતાં અને સ્થળ આઘુંપાછું થવા છતાં ઈસવીસનના ચોથા પાંચમા સૈકાથી તિબિલિસી જ્યોર્જિયાનું પાટનગર રહ્યું છે. આમ તો તિબિલિસીના આ પ્રદેશમાં લોકોનો વસવાટ પાંચ-છ હજાર વર્ષથી ચાલ્યો આવતો હોવાનું મનાય છે, પરંતુ રાજ્યના વડા મથક તરીકેની મહત્તા અને ચોથા સૈકાની પૂર્વે મળી હોય એવો નિર્દેશ ક્યાંય મળતો નથી. પ્રાચીન સમયમાં પાંચમા સૈકામાં, માત્ર પૂર્વ જ્યોર્જિયામાં, ‘આઈબિરિયા' નામનું રાજ્ય હતું ત્યારે તેની રાજધાની તિબિલિસી હતી એવો ઉલ્લેખ મળે છે. આ શહેરની સમૃદ્ધિ એટલી બધી હતી કે દ્વેષ અને ઈર્ષ્યાથી પડોશી રાજ્યોએ – આરબો, પર્શિયનો, તુર્કી, મોંગોલો, બાઈઝન્ટાઈન વગેરેએ – ભૂતકાળમાં વારંવાર તિબિલિસી ઉપર આક્રમણો કર્યા હતાં. ઈ.સ. ૧૭૯૫માં પર્શિયન સૈનિકોએ તિબિલિસી પર ચઢાઈ કરીને એને સાવ પાયમાલ કરી નાખ્યું હતું, પરંતુ ખમીરવંતી જ્યોર્જિયન પ્રજા ૧૩૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પાસપૉર્ટની પાંખે - ઉત્તરાલેખન પાછી બેઠી થઈ ગઈ હતી. ઈ.સ. ૧૮૦૧માં જ્યોર્જિયાએ પડોશી રાજ્ય રશિયા સાથે મૈત્રી કરી લીધી હતી. ૧૯૧૭માં રશિયામાં ક્રાન્તિ થયા પછી સોવિયેટ યુનિયનની રચના થઈ અને એનો વિસ્તાર થયો, ત્યાર પછી ૧૯૩૬માં જ્યોર્જિયા સોવિયેટ યુનિયનમાં જોડાઈ ગયું હતું. સોવિયેટ યુનિયનનું વિસર્જન થતાં હવે જ્યોર્જિયા ફરી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું છે. તિબિલિસીનું જૂનું નામ તિફલિસ (Titlis) હતું. તિફલિસનો એક અર્થ થાય છે હૂંફાળું'. આ શહેરની આબોહવા પરથી એ નામ પડ્યું છે. અહીં ન સખત ઠંડી પડે અને ન સખત ગરમી પડે. કુરા નદીના કાંઠે વસેલું અને કોકેસસ પર્વતની ખીણમાં આવેલું આ શહેર નૈસર્ગિક રીતે પણ સંરક્ષણ પામેલું છે. આમ તો માત્ર તિબિલિસી જ નહિ, સમગ્ર જ્યોર્જિયાની આબોહવા ઘણી સરસ છે. એથી લોકોનું આરોગ્ય એકંદરે કુદરતી રીતે જ સારું રહે એવું છે. આ આરોગ્યસંવર્ધક આબોહવાને કારણે જ દુનિયામાં શતાયુ ભોગવતા સૌથી વધુ માણસો જ્યોર્જિયામાં જોવા મળે છે. એમ કહેવાય છે કે જ્યોર્જિયામાં દર એક લાખ માણસે પ૩ જેટલા માણસો ૧૦૦ વર્ષથી વધુ ઉમરના હોય છે. પંદર લાખની વસ્તી ધરાવતા તિબિલિસીમાં અમારો ઉતારો શહેરના મધ્ય ભાગમાં આવેલી હોટેલ આદયારા(Adjara)માં હતો. એ બહુમાળી હોટેલમાં પ્રવેશતાં જ એના કર્મચારીઓએ ઉમળકાથી અમારું સ્વાગત કર્યું. અમે સૌ પોતપોતાની રૂમમાં પહોંચી ગયાં. દરેક રૂમમાં એક બાજુની આખી દીવાલ કાચની હતી. ત્યાંથી સાવ નીચેનું દશ્ય પણ દેખાય અને દૂર દૂરનું દશ્ય પણ જોવા મળે, પરંતુ નવાઈ લાગે એવું દશ્ય તો એ હતું કે સમડી જેવાં સેંકડો કાળાં પક્ષીઓ સતત ઊડાઊડ કરતાં હતાં. અમને જાણવા મળ્યું કે એ સ્થળાંતર કરનારાં (Migrating) પક્ષીઓ હતાં. કેટલાક દિવસ પહેલાં એ આવ્યાં છે અને થોડા દિવસમાં ચાલ્યાં જશે. સ્થળાંતર કરનારાં પક્ષીઓની એક ખાસિયત એ હોય છે કે તેઓ આખો દિવસ ઊડવાનો મહાવરો રાખતાં હોય છે. હોટેલમાં થોડો આરામ કરી અમે બસમાં નગરદર્શન માટે નીકળ્યા. અમારી ગાઈડ જ્યોર્જિયન યુવતી હતી. તે ઇંગ્લિશ સારું બોલતી હતી. એનું નામ હતું કેલિના. કેલિના અમને જ્યોર્જિયાનો ઈતિહાસ સમજાવતી ગઈ. નગરદર્શનના કાર્યક્રમમાં અમે યુનિવર્સિટી જોઈ, જ્યોર્જિયન સાયન્સ એકેડેમી જોઈ, મ્યુઝિયમ જોયું અને સ્ટેલિન પાર્ક જોયો. બપોરના ભોજન પછી અમને દારૂ બનાવનારા કારખાનામાં લઈ જવામાં આવ્યા. અમે ત્યાં પહોંચવા આવ્યા ત્યાં જ દારૂની તીવ્ર વાસ આવવા લાગી. કેલિનાએ કહ્યું કે ‘જ્યોર્જિયાની વિશિષ્ટતા એ છે કે દુનિયામાં જુદે જુદે સ્થળે મળીને હજારેક જાતની દ્રાક્ષ થાય છે એમાંની લગભગ પાંચસો જાતની દ્રાક્ષ ફક્ત અમારા જ્યોર્જિયામાં થાય છે. આટલી બધી જાતની દ્રાક્ષ દુનિયાના કોઈ પણ એક જ દેશમાં થતી નથી. દ્રાક્ષના ક્ષેત્રમાં પડેલા અમારા માણસો નવી નવી જાતની દ્રાક્ષ ઉગાડવાના પ્રયત્નો સતત કરતા જ રહે Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ તિબિલિસી છે. દારૂના વ્યવસાયને કારણે જ દ્રાક્ષના પ્રકાર અને ગુણવત્તાનો અહીં વિકાસ થયો છે. અમારા દેશમાં જાતજાતના દારૂ થાય છે. કેટલીક જાતના દારૂ ફક્ત જ્યોર્જિયામાં જ બને છે. મધપાનનો શોખ અમારા લોકોને ઘણો જ છે, પણ શરાબ પીને, વધુ પડતો નશો કરીને રસ્તામાં લથડિયાં ખાતા કે પીધેલી હાલતમાં પડેલા માણસો તમને જોવા નહિ મળે. અમારા લોકોની માન્યતા એવી છે કે જેમ બીજાને સિગારેટ આપવાથી દોસ્તી બંધાય છે, તેમ બીજાને દારૂ પિવડાવવાથી કે દારૂની બાટલી ભેટ આપવાથી મૈત્રી સ્થપાય છે. ત્યાર પછી અમને દારૂની જંગી વખારમાં લઈ જવાયા. ત્યાં વિવિધ પ્રકારના દારૂનાં મોટાં મોટાં પીપ જોવા મળ્યાં. અહીંથી ઘણો દારૂ વિદેશોમાં પણ જાય છે. જ્યોર્જિયાની આ એક મોટી લાક્ષણિક્તા અમને જોવા મળી. દારૂનું કેન્દ્ર જોઈ અમે આગળ ચાલ્યા. રસ્તામાં એક પૂતળું બતાવી ગાઈડે કહ્યું, આ જ્યોર્જિયન માતાનું પૂતળું છે. એના એક હાથમાં તલવાર છે અને બીજા હાથમાં દારૂનું પાત્ર છે. તલવાર દુમનો માટે છે અને દારૂ મિત્રો માટે છે. તલવાર યુદ્ધનું પ્રતીક છે અને દારૂ મૈત્રીનું પ્રતીક છે. અમારી જ્યોર્જિયન માતા પડોશી રાજ્યોને કહે છે કે જે તમે અમારી સાથે શત્રુતા રાખશો તો તમે અમારા ખગનો સ્વાદ ચાખશો અને જો તમે અમારી સાથે પ્રેમભરી મૈત્રી રાખશો તો તમને અમારી ઉત્તમ પ્રકારની કીમતી મદિરાનું પાન કરવા મળશે. - આ પૂતળું જોઈને દુનિયાની દરેક પ્રજા પોતાના વિશિષ્ટ પ્રાકૃતિક સંયોગો અને દિલની ભાવના અનુસાર કેવાં કેવાં પ્રતીકોની રચના કરે છે તેનો ખ્યાલ આવ્યો. પાછા ફરતાં અમારી બસ પ્રાણીબાગ પાસે ઊભી રહી, કેલિનાએ કહ્યું, ‘તિબિલિસીના આ પ્રાણીબાગમાં પહેલાં તો સાડાત્રણસો જેટલાં જુદાં જુદાં પ્રાણીઓ હતાં. હવે તો માંડ પચાસ જેટલાં પ્રાણીઓ પણ રહ્યાં નથી. એના નિભાવ માટે સરકાર પાસે એટલાં નાણાં હાલ નથી. તમારામાંથી જેઓને પ્રાણીબાગ જેવો હોય તે ઊતરી શકે છે. પોતપોતાની અનુકૂળતા પ્રમાણે જોઈને તેઓ હોટેલ પર આવી શકે છે. અહીંથી ચાલીને જઈ શકાય એટલા અંતરે હોટેલ આવી છે. જેઓને પ્રાણીબાગ ન જોવો હોય તેઓ બસમાં બેસી રહે. અમે તેઓને હોટેલ પર ઉતારી દઈશું.” અમે કેટલાક પ્રાણીબાગ જોવા ઊતર્યા. અત્યંત વિશાળ જગ્યામાં આવેલો પ્રાણીબાગ એના પ્રવેશદ્વાર આગળ જ નિસ્તેજ અને ઉજ્જડ લાગતો હતો. જ્યાં જ્યાં પ્રાણીઓ હતાં એવા થોડા વિસ્તારમાં અમે ફરી વળ્યા. એની ખાસ કોઈ વિશિષ્ટતા અમને જણાઈ નહિ. સ્થાનિક લોકો પણ આ પ્રાણીબાગ જેવા આવતા નથી એવી છાપ અમારા મન પર પડી. જે થોડા આવ્યા હતા તે પ્રાણીઓને જોવા માટે નહોતા આવ્યા. આ વિશાળ ઉધાનમાં સંતાઈને બેસવા માટે યુવયુવતીઓને સારી અનુકૂળતા મળતી હતી. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન | તિબિલિસીમાં અમે જુદે જુદે સ્થળે ફર્યા. ત્યાર પછી બીજા દિવસે અમને વીસેક કિલોમીટર દૂર જૂની રાજધાની જોવા લઈ જવામાં આવ્યા. ડુંગરોમાંથી પસાર થતા એ રસ્તાની બંને બાજુનાં હરિયાળાં દશ્યો નયનને ભરી દે એવાં હતાં. આ રસ્તો જૂના વખતમાં કોકેસસ પર્વતમાળામાં લશ્કરની દષ્ટિએ બનાવવામાં આવ્યો હતો. એટલે આજે પણ એનું નામ ‘મિલિટરી હાઈવે' જ રહ્યું છે. જૂના તિબિલિસીમાં રાજમહેલ અને બીજા આવાસો અમને જોવા મળ્યા. ભૂતકાળની ભવ્યતાનો ખ્યાલ એ ભગ્નાવશેષો આપતા હતા. કેટલીક ઈમારતો હજુ અખંડિત હતી. તિબિલિસી પ્રાચીન સમયમાં એનાં દેવળો માટે પણ જાણીતું હતું. અહીં પંદરસો વર્ષ જૂના 'ઝિયોન' નામના દેવળના અવશેષો છે અને ચૌદસો વર્ષ જૂના સેટ ડેવિડ નામના દેવળના અવશેષો પણ છે. અહીં એક દેવળ ક્રૉસચર્ચ(Cross-Church)ના નામથી પણ ઓળખાય છે. એની કિંવદંતી એવી છે કે જ્યારે જ્યોર્જિયા બાજુ હજુ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર નહોતો થયો ત્યારે જ્યોર્જિયામાં ફકત એક જ મહિલા ઈશુ ખ્રિસ્તમાં દઢ શ્રદ્ધા ધરાવતી હતી. એ મહિલાના અવસાન પછી એના શબને જે જગ્યાએ દફનાવવામાં આવ્યું ત્યાં વખત જતાં એક વૃક્ષ ઊગ્યું હતું. એ વૃક્ષ ચમત્કારિક મનાવા લાગ્યું. પછી તો લોકોમાં એવી માન્યતા વહેતી થઈ કે એ વૃક્ષનો સ્પર્શ કરવાથી નવી શક્તિ મળે છે; રોગ થયો હોય તો તે પણ મટી જાય છે. આ રોગશામક વૃક્ષનો સ્પર્શ કરવા માટે ઘણા લોકો આવવા લાગ્યા. ઘણે દૂરથી જે લોકો આવી શકતા નહોતા તેઓ વૃક્ષની નાની ડાળખી મગાવતા. એમ કરતાં કરતાં કેટલાક લોકો ડાળખીને બદલે એમાંથી નાનો ક્રૉસ બનાવીને લઈ જવા લાગ્યા. આ રીતે એ વૃક્ષનું નામ ક્રૉસ વૃક્ષ (CrossTree) પડી ગયું. ત્યાં આવનારા લોકો માટે પછી એક દેવળ બંધાવવામાં આવ્યું. એ દેવળનું નામ પણ ‘Cross-Church પડી ગયું. વખત જતાં ત્યાં વૃક્ષ ન રહ્યું, પણ દેવળ તો રહ્યું. - આ બધા અવશેષોની મુલાકાત લીધા પછી અમે થોડે દૂર આવેલી એક ટેકરી પરના પ્રાચીન દેવળમાં ગયા. બહારથી જૂના લાગતા એ દેવળમાં અંદરની બધી રચના વ્યવસ્થિત રીતે સચવાયેલી હતી. અમે ગયા ત્યારે કેટલાક પાદરીઓ ત્યાં ધાર્મિક વિધિ કરી રહ્યા હતા. દેવળમાં વીજળીના દીવા નહોતા, પણ મીણબત્તીઓની જ્યોતનો પ્રકાશ પથરાયેલો હતો. એથી વાતાવરણ પવિત્ર અને પ્રસન્નતાસભર બની ગયું હતું. વિધિ કરાવનાર ચારેક વૃદ્ધ પાદરીઓ સાથે વસબાવીસ વર્ષના યુવાન એવા બે પાદરીઓ પણ હતા. સોવિયેટ યુનિયનમાં દેવળ જીવંત હોય, તેમાં પાદરીઓ ધાર્મિક વિધિ કરતા હોય અને તેમાં યુવાનો પાદરી તરીકે જોડાયા હોય એ બધું આશ્ચર્ય પમાડે એવું ત્યારે લાગતું હતું, પરંતુ ધર્મના પુનરુત્થાનની એ નિશાની હતી. Page #158 -------------------------------------------------------------------------- ________________ તિબિલિસી ૧૪૧ તિબિલિસીના પ્રવાસ દરમિયાન જ્યોર્જિયાના લોકોની એક સારી વિશિષ્ટ છાપ અમારા મનમાં અંકિત થઈ. એકંદરે લોકો મળતાવડા અને પ્રેમાળ લાગ્યા. રશિયા, આર્મેનિયા, તુર્કસ્તાન, અઝરબૈજાન વગેરે સરહદી રાજ્યો સાથે વખતોવખત થતા સંઘર્ષોમાં તેઓ પોતાનું ખમીર બતાવતા રહેતા હતા, પરંતુ સોવિયેટ યુનિયન થયા પછી કયારેક તેમના પર લરકરી દમન વધી જતું અને અત્યાચારો પણ થતા. તિબિલિસીમાં હવે અમારો છેલ્લો દિવસ હતો. સાંજે અમે ભોજન લેતા હતા ત્યારે વેઈટરોએ પ્રસ્તાવ મૂક્યો કે દસ વાગ્યે રેસ્ટોરાં બંધ થઈ જાય અને તેઓની વેઈટર તરીકેની ફરજ પૂરી થઈ જાય તે પછી એ જ જગ્યાએ બધાએ એકત્ર થઈ ગીતો ગાવાં. વેઈટરોની દરખારત અમે સહર્ષ સ્વીકારી લીધી, ત્રણ દિવસના રોકાણ દરમિયાન વેઈટરો સાથે અમારે સારું હળવાભળવાનું થયું હતું. વેઈટરો અમારામાંના કેટલાકનાં નામ જાણતા હતા અને અમે પણ વેઈટરોને નામથી ઓળખતા થઈ ગયા હતા. એમાં મુખ્ય બે વેઈટરો તે અમિરાન અને મિતાવા હતા. રાત્રે દસ વાગે અમે રેસ્ટોરાંમાં પહોંચી ગયા. વેઈટરો અને વેઈટ્રેસોએ યુનિફોર્મ બદલીને પોતાનો ચાલુ પહેરવેશ ધારણ કરી લીધો હતો. ઉલ્લાસમય વાતાવરણમાં સંગીતના સૂરો વહેવા લાગ્યા. એકે વાયોલિન, એકે ગિટાર, એકે ડ્રમ – એમ વાજિંત્રો વગાડવા સાથે ગીતો ગાવાનું ચાલુ કર્યું. વગર ટિકિટની આ મહેફિલ ધાર્યા કરતાં વધુ જામી. અડધા કલાકમાં તો સંગીતની સાથે નાચવાનું પણ ચાલુ થઈ ગયું. એનો રંગ અમારામાંનાં કેટલાંક યુવકયુવતીઓને લાગ્યો. આમાં પોતપોતાની આવડત પ્રમાણે હાથપગ ઉછાળી નાચવાનું હતું. આ કોઈ શાસ્ત્રીય નૃત્ય નહોતું. એમાં બિનઆવડત કે અપૂર્ણતા તરફ કોઈનું ધ્યાન જાય જ નહિ. ઉમંગ, ઉલ્લાસ વગેરે જ મહત્ત્વનાં હતાં. વચ્ચે વિરામ આવ્યો. બધાને ઠંડાં પીણાં અપાયાં. દરમિયાન અમિરાંને એક સ્પર્ધા માટે દરખાસ્ત મૂકી. પોતે એક જ્યોર્જિયન ગીત ગાય અને અમારે એક ભારતીય ગીત ગાવું, પરંતુ એમાં છેવટે જ્યોર્જિયનો ફાવી ગયા. તેઓને તો રોજનો મહાવરો હોય. હવે અમિરાંને બીજી દરખાસ્ત મૂકી કે પોતે ભારતીય ચલચિત્રોનાં ગીત ગાય અને અમારે કોઈ પણ બિનભારતીય ભાષાનું ગીત ગાવું. એમાં અમિરાંને એક પછી એક હિંદી ગીતો ગાયાં. એથી અમે તો આશ્ચર્યચકિત થઈ ગયાં. અમિરાનના હિંદી ઉચ્ચારો પણ સારા હતા. આ બીજ સ્પર્ધામાં પણ અમિરાનનો પક્ષ જીતી ગયો. અમે એને પૂછ્યું કે આટલાં બધાં હિંદી ગીતો કેવી રીતે આવડ્યાં ?' એણે કહ્યું કે જ્યારે હિંદી ફિલ્મઅભિનેતા રાજ કપૂરે સોવિયેટ યુનિયનની મુલાકાત લીધી અને એનું 'આવારા'નું ગીત અમારામાં અત્યંત લોકપ્રિય થઈ ગયું ત્યારથી મારી જેમ ઘણાંને હિંદી ગીતોનો નાદ લાગ્યો છે. મને ભારત માટે ઘણું માન છે. હું હિંદી ગીતોની કેસેટો મેળવીને સાંભળ્યા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન કરું છું. અલબત્ત, હું હિંદી શબ્દો સાંભળીને કંઠસ્થ કરી લઉં છું, પણ એના અર્થની મને બહુ ખબર નથી હોતી.’ રાતના લગભગ એક વાગ્યા સુધી મહેફિલ જામી. કેટલાક વેઇટરો હોટેલમાં જ રહેવાના હતા અને કેટલાક ઘરે જવાના હતા. જેવી જેની ફરજ તેવી તેની વ્યવસ્થા હતી. પ્રસન્ન વાતાવરણમાં ખિલખિલાટ સાથે અમે છૂટા પડ્યા. પ્રવાસીઓ વેઇટરો સાથે આટલા બધા ભળે અને વેઇટરોને પ્રવાસીઓ સાથે આટલી બધી આત્મીયતા થાય એવી ઘટના પ્રમાણમાં ઓછી બને છે. બીજે દિવસે સવારે અમારે નાસ્તો કરી તિબિલિસીની વિદાય લેવાની હતી. પોતપોતાનો સામાન તૈયાર કરી, તે બસમાં ગોઠવવા માટે અમે નોકરોને બોલાવ્યા, પણ તેમના ચહેરા પર પ્રસન્નતા નહોતી. જાણે પરાણે તેઓને કામ કરવું પડે છે એવું તેઓના હાવભાવ પરથી લાગ્યું. કાં તો રાતનો થાક હશે, કાં તો ઉપરીનો ઠપકો હશે, કાં તો કોઈની સાથે બોલાચાલી થઈ હશે કે ટિપની રકમ ઓછી પડી હશે એમ જુદા જુદા તર્ક અમારા મનમાં દોડ્યા. માણસનું મન કેટલું જલદી બદલાઈ જાય છે ! અમે નાસ્તો કરવા રેસ્ટોરાંમાં ગયા, પણ ત્યાં અમિરાંન જાણે અમને ઓળખતો ન હોય એવું એનું વર્તન લાગ્યું. અમે હસીને બોલાવવા પ્રયત્ન કરતા હતા, પણ સામે ઠંડો પ્રતિસાદ પડતો હતો. વેઇટ્રેસો પણ એટલી જ ગંભીર હતી. નાસ્તાની વાનગીઓ ટેબલ પર કશા પણ હાવભાવ વગર મૂકી જતી. અમારામાંથી કોઈક બોલ્યું, ‘આ લોકોને કંઈક વાંકું પડ્યું લાગે છે. આપણી શી ભૂલ થઈ છે તેની ખબર પડતી નથી.' ‘કોઈએ કોઈ યુવતીની છેડતી તો નથી કરી ને ?' બીજા એકે પ્રશ્ન કર્યો. ‘ના, નાચગાન વખતે એવું કશું જ બન્યું નથી. એવું થયું હોય તો તે જ વખતે એમના ચહેરાના રંગ બદલાઈ ગયા હોત,' બીજા કોઈકે ખુલાસો કર્યો. અમે હોટેલના કાઉન્ટર પર ગયા. ત્યાં ફરજ બજાવી રહેલાં યુવકયુવતીઓએ કશો જ આવકાર અમને આપ્યો નહિ. અમારાથી પુછાઈ ગયું, ‘તમે લોકો આટલાં બધાં ગંભીર કેમ છો ?’ પરંતુ એનો પણ કોઈએ જવાબ ન આપ્યો. નીચું મોઢું રાખીને બસ પોતપોતાનું કામ કરતાં રહ્યાં. જ્યારે એક વ્યક્તિનો ચહેરો ગંભીર કે અપ્રસન્ન હોય ત્યારે વ્યક્તિગત કારણ હોઈ શકે, પરંતુ જ્યારે ઘણાબધાનું વર્તન આવું હોય ત્યારે સામુદાયિક કારણ હોવું જોઈએ. અમને વહેમ પડ્યો કે કદાચ કોઈ શોકનો પ્રસંગ પણ હોઈ શકે, કારણ કે કેટલાકે કાળી ટાઈ પહેરી હતી, પરંતુ ખરું કારણ શું છે તે વિશે કોઈ બોલતું નહોતું. તિબિલિસીમાં અમારું આગમન ઉમળકાભર્યું હતું અને હવે અમારી વિદાય વખતે વાતાવરણ ગમગીન બની ગયું હતું. અમે હોટેલ છોડી બસમાં બેસવા જતા હતા ત્યાં અમિરાંન આવી પહોંચ્યો. એણે ધીમા સાદે કહ્યું, ‘માફ કરજો, આજે કોઈ તમારી સાથે Page #160 -------------------------------------------------------------------------- ________________ તિબિલિસી ૧૪૩ સારી રીતે બોલ્યું નથી, કારણ કે આજે અમારે અચાનક શોક પાળવાનો આવ્યો છે. આજનો અમારો દિવસ મૌન અને ગમગીનીનો છે. ગઈ કાલે રાત્રે મોડેથી સમાચાર આવ્યા કે આર્મેનિયાની સરહદ ઉપર થયેલા અન્યાયને કારણે વિરોધ પ્રદર્શિત કરનારા અમારા ચાલીસેક જ્યોર્જિયન નિર્દોષ વિદ્યાર્થીઓ ઉપર રશિયન સૈનિકોએ ગોળીઓની રમઝટ બોલાવી દીધી છે. આ સમાચાર છાપામાં કે ટી.વી. ઉપર કે રેડિયો ઉપર નહિ આવે. એનું કારણ તમે સમજી શકો છો, પરંતુ એ સમાચાર સાંભળીને અમારું હૃદય રડે છે. આજે કોઈ તમારી સાથે હસીને વાત નહિ કરે. ગઈ કાલની મહેફિલ પછી આજે તમને બધાને વિપરીત અનુભવ થાય છે એ માટે તમારી ક્ષમા માગીએ છીએ.’ આટલું બોલતાં બોલતાં અમિરાંનની આંખમાંથી દડદડ આંસુ પડ્યાં. તરત તે ચાલ્યો ગયો. અમે બસમાં બેસી ઍરપૉર્ટ તરફ ચાલ્યા. કેલિના પણ આખે રસ્તે કશું બોલી નહિ. છેલ્લે વિદાય વખતે એણે અને ડ્રાઇવરે હાથ હલાવ્યા એટલું જ. જ્યાં સરમુખત્યારશાહી અને ક્રૂર દમન હોય ત્યાંની પ્રજાના પ્રશ્નો પણ કેવા જુદા હોય છે એનું ચિંતન કરતાં કરતાં અમે તિબિલિસી છોડ્યું. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૨૨ લુક્ષેમ્બૉર્ગથી જીનિવા અમે કેટલાક મિત્રો યુરોપના પ્રવાસે નીકળ્યા હતા. કેટલાક દેશોમાં અમે ફરી લીધું હતું. હવે અમારો કાર્યક્રમ લુક્ષેમ્બૉર્ગ (Luxembourg - લુક્ષેમ્બર્ગ, લક્ઝેમ્બર્ગ, લક્ષેમ્બર્ગ) જવાનો અને ત્યાંથી જીનિવા પહોંચવાનો હતો. અમારી બસ જર્મનીની એક ટ્રાવેલ કંપનીની હતી. ડ્રાઇવર અને ગાઈડ જર્મન હતા, પણ તેઓ ઇંગ્લિશ સારું બોલતા હતા. દુનિયામાં રાષ્ટ્રનું નામ અને પાટનગરનું નામ એક હોય એવું ઘણું ઓછું જોવા મળે છે. કેટલાંક નાનાં ટાપુ-રાષ્ટ્રો(Island states)નાં તથા કદ્દમાં નાનાં રાષ્ટ્રોનાં એવાં નામ હોય છે. યુરોપની ધરતીમાં ત્રણ રાષ્ટ્રોની વચ્ચે આવેલા લુક્ષેમ્બૉર્ગનું નામ પણ એવું જ છે. દુનિયાનાં કેટલાંક નાનામાં નાનાં રાષ્ટ્રોમાં લક્ષેમ્બૉર્ગની ગણના થાય છે. હજારેક ચોરસ માઈલના વિસ્તારવાળા આ દેશની વસ્તી આશરે ચાર લાખ જેટલી છે. એની ઉત્તર અને વાયવ્ય દિશામાં બેલ્જિયમ, દક્ષિણ દિશામાં ફ્રાન્સ અને પૂર્વ દિશામાં જર્મની આવેલાં છે એટલે લુક્ષેમ્બૉર્ગમાં એ ત્રણે દેશની ભાષાના મિશ્રણ જેવી ‘લુપ્તેમ્બૉર્ડીં’ ભાષા બોલાય છે. ત્યાંના સામાન્ય નાગરિકો આ ત્રણે ભાષા જાણતા હોય છે. આમ જો જોઈએ તો લુક્ષેમ્બૉર્ગને જર્મનીના જ એક ભાગ જેવું ગણી શકાય. યુરોપના દેશોમાં વિભાજન અને એકીકરણની ઘટનાઓ વખતોવખત બનતી રહી છે. ૧૮૭૧માં જર્મનીના એકીકરણની ઘટના બની તે વખતે લુક્ષેમ્બૉર્ગે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે રહેવાનું પસંદ કર્યું. એટલે આજ દિવસ સુધી એ સ્વતંત્ર રાષ્ટ્ર રહ્યું છે. લુક્ષેમ્બર્ગના નાગરિકો બહારની દુનિયામાં જાય અને ત્યાં લુક્ષેમ્બૉર્ગનું નામ કોઈ જાણતું ન હોય તો તેઓ પોતાને જર્મન નાગરિક તરીકે, વ્યવહારુ દૃષ્ટિએ, ઓળખાવવાનું પસંદ કરે છે. લુક્ષેમ્બોર્ગના લોકો એકંદરે ખ્રિસ્તી ધર્મના રોમન કેથોલિક સંપ્રદાયને અનુસરનારા છે. એટલે જ લુક્ષેમ્બૉર્ગમાં ફરતાં ફરતાં મને અમારી મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજના બે જર્મન રોમન કેથોલિક પાદરીઓ-ફાધરો-નું સ્મરણ તાજું થયું. એક તે ફાધર ધૂર. તેઓ ઇતિહાસના પ્રાધ્યાપક અને કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ હતા. બીજા તે ફાધર એસ્ટેલર. તેઓ સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક અને પ્રકાંડ પંડિત હતા. અજાણ્યા આગળ વાત કરતી વખતે તેઓ પોતે જર્મનીના છે એમ જ કહેતા, પણ અમારી સાથે સ્ટાફરૂમમાં વાતો કરતી વખતે પોતે જર્મનીની સરહદ પર આવેલા લુલ્લેમ્બૉર્ગના વતની છે એવી સ્પષ્ટતા કરતા. ખ્રિસ્તી સંઘમાં દીક્ષા લીધા પછી અને મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ૧૪૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સુલેમ્બોર્ગથી ઇનિવા પ્રાધ્યાપક તરીકે ભણાવવાની ફરજ સોંપાયા પછી તેઓએ પોતાનું સમગ્ર જીવન મુંબઈમાં જ પૂરું કર્યું હતું. ખ્રિસ્તી સંઘમાં દીક્ષિત થયા તે પૂર્વે કિશોરાવસ્થામાં તેઓ લુક્ષેમ્બૉર્ગમાં રહેતા અને બટાટાનાં ખેતરોમાં કામ કરવા જતા એની રસિક વાતો એમના મુખેથી સાંભળેલી તેનું સ્મરણ મને લુક્ષેમ્બૉર્ગમાં ફરતાં ફરતાં થયું. અમે લુક્ષેમ્બૉર્ગમાં ફરી લીધું. દરમિયાન અમારા ગાઈડે ફેંકફર્ટમાં પોતાની કંપનીને ફોન કરીને જીનિવામાં અમારે કઈ હોટેલમાં ઊતરવાનું છે તે જાણી લીધું. * લુક્ષેખૉર્ગ છોડીને હવે અમારી બસ જર્મનીની સરહદ તરફ ચાલી. ઘડીકમાં ધુમ્મસ અને ઘડીકમાં તડકો અનુભવતી બસ મોઝેલ નદી પાસે આવી પહોંચી. આ નાની નદીના કિનારે રેનિચ નામનું નાનકડું સુંદર ગામ વસેલું છે. દુનિયામાં નદીકિનારે વસેલાં કેટલાંક ગામોની જેમ આ ગામ પણ નદીના બંને કાંઠે વસેલું છે, પરંતુ એની વિશિષ્ટતા એ છે કે એક કાંઠે વસેલો ભાગ લુક્ષેબૉર્ગની સરહદમાં ગણાય છે અને બીજા કિનારે વસેલો ભાગ જર્મનીની હકુમત હેઠળ છે. નદી, સરોવર, દરિયો કે દરિયાની ખાડી, પર્વત, ગાઢ જંગલ વગેરે પ્રાકૃતિક ભૌગોલિક તત્ત્વો રાજદ્વારી સરહદ નક્કી કરવામાં સહાયરૂપ બને છે એ સાચું, પરંતુ નજીક નજીકની પ્રજા વચ્ચે સામાન્ય રીતે રાજદ્વારી કે રાષ્ટ્રીય ભેદભાવ હોતો નથી. ભાષાનો પ્રશ્ન તેમને નડતો નથી. રોટી-બેટીનો વ્યવહાર તેઓની વચ્ચે યથાવતુ રહે છે. અહીં મોઝેલ નદીના સામસામા કાંઠે રહેતા જુદી જુદી રાષ્ટ્રીયતા ધરાવતા નાગરિકો વચ્ચે દિવસરાત પાસપૉર્ટ, વિસા વગેરેની કોઈ વિધિ વિના કે રોકટોક વગર સ્વાભાવિક અવરજવર ચાલ્યા કરે છે. સરહદ ઓળંગી નદીના સામા કિનારે જર્મનીમાં દાખલ થતાં અમારા પાસપૉર્ટવિસા તપાસાયા. એમાં સિક્કા મારવામાં આવ્યા. જર્મનીમાં બોર્ગ, હોલ્સ, ફાઈબર્ગ વગેરે નાનાં નાનાં શહેરોમાંથી પસાર થતાં થતાં અમે જર્મનીના સુવિખ્યાત ‘શ્યામ વન'(Black Forest)માં દાખલ થયા. કરાલ અને રુક્ષ જંગલમાં કરવામાં આવેલા સુંવાળા અને સુંદર રસ્તા પરથી, નિર્ઝરિણીની જેમ વહેતી અમારી બસ સ્વિટ્ઝર્લેન્ડની સરહદ પર બાસેલ શહેરમાં આવી પહોંચી. ફરી કસ્ટમ્સની વિધિ પતાવી અમે સ્વિટ્ઝર્લેન્ડની સરહદમાં પ્રવેશ્યા અને જીનિવા સુધી પહોંચી ગયા. છનિવામાં અમારે કઈ હોટેલમાં ઊતરવાનું હતું એની અમને ખબર નહોતી. અમે નીકળ્યા ત્યારે હોટેલ નક્કી થઈ નહોતી. કંપનીમાંથી એનું નામ જાણી લેવાની જવાબદારી ગાઈડની હતી. અમને એટલી ખબર હતી કે તે બહુ મોંઘી જાણીતી હોટેલ નહિ હોય. મધ્યમ કક્ષાની સરેરાશ દરની હોટેલમાં અમારો ઉતારો ગોઠવવાનું અમે ટ્રાવેલ કંપનીને કહ્યું હતું. છનિવાની ભાગોળે બસ દાખલ થઈ એટલે ડ્રાઈવરે હોટેલનું નામ સરનામું ગાઈડને પછયું. અમારો જર્મન બસડ્રાઈવર સ્વિટ્ઝર્લેન્ડ કેટલીક વાર આવી ગયો હતો, પણ તે ૧૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન અનિવાનો એટલો ભોમિયો નહોતો. ગાઈડે હોટેલનું નામ સરનામું લખેલી ચબરખી જ ડ્રાઈવરના હાથમાં મૂકી દીધી. જ્યાં ચાર રસ્તા આવ્યા ત્યાં ડ્રાઈવરે બસ એક બાજુ ઊભી રાખીને એક રાહદારીને એ ચબરખી વંચાવી. પણ એને એની ખબર નહોતી. ડ્રાઈવરે બસ આગળ લીધી અને બીજો એક રાહદારી દેખાયો એટલે બસ ઊભી રાખી અને પૂછયું. એને પણ એની ખબર નહોતી. આમ ડ્રાઈવર બસ ધીમે ધીમે હંકારતો જતો અને પૂછતો જતો, પરંતુ કમનસીબે કોઈને એ વિશે માહિતી નહોતી. ન જ હોય, કારણ કે અમારી હોટેલ નાની હતી. એટલે મોટા રસ્તા પર નહિ, પણ કોઈ નાની ગલીમાં તે હોવી જોઈએ. સાંજનો સમય થયો એટલે રાહદારીઓની અવરજવર વધવા લાગી. હવે જરૂર કોઈક જાણકાર મળી જશે એવી આશા બંધાઈ. તરત એ ફળી. એક ભલી યુવતીએ ચબરખી વાંચીને ડ્રાઈવરને એની જર્મન ભાષામાં સમજાવ્યું. કયાંથી જમણી બાજુ અને કયાંથી ડાબી બાજુ વળવાનું અને કેટલા સિગ્નલ વટાવવાના તે કહ્યું, પણ ડ્રાઈવરના મગજમાં તે બરાબર ઊતર્યું હોય એમ લાગ્યું નહિ. યુવતી ઇનિવાની રહીશ એટલે એ તો ફટ ફટ બોલી ગઈ. રસ્તાથી સુપરિચિત સ્થાનિક વ્યક્તિ પાસેથી અજાણ વિદેશી વ્યક્તિને માહિતી મેળવવાની હોય અને તેમાં ઘણા વળાંક અને સિગ્નલો આવતા હોય તો માહિતીનું સંક્રમણ, દુબોંધ કાવ્યની જેમ જલદી થતું નથી. યુવતીએ ત્રણ વાર સમજાવ્યું, પરંતુ દરેક વખતે ફરી બોલી જવામાં ડ્રાઈવરની ભૂલ પડી. અમે ગાઈડને સૂચન કર્યું, ‘આના કરતાં એ બહેનને જ બસમાં લઈ લોને !' સૂચન સારું હતું, પણ યુવતીએ કહ્યું, “મારે તો આટલામાં જ રેલવે સ્ટેશનેથી પરામાં ઘરે જવાની ગાડી પકડવાની છે. હું તમને પાંચેક કિલોમીટર મૂકવા આવું અને ત્યાંથી પબ્લિક બસમાં પાછી ફરું તો મારી ગાડી ઊપડી જાય અને બીજી ગાડી કલાકે મળે.' અમે અમારી જ બસમાં પછીથી એને સ્ટેશન પર મૂકી જવા માટે દરખાસ્ત કરી અને કહ્યું કે સામાન ઉતારવા પણ અમે કોઈ રોકાઈશું નહિ. યુવતીએ પોતાની ઘડિયાળમાં જોઈ, સમયની ગણતરી કરી લઈ, અમારી સાથે આવવા સંમતિ આપી. બસમાં એ ડ્રાઈવરની બાજુની સીટમાં બેસી ગઈ. જર્મન ભાષામાં વાત થતાં ડ્રાઈવર પણ ઉત્સાહમાં આવી ગયો. યુવતીની સૂચના પ્રમાણે તે આત્મવિશ્વાસપૂર્વક ઝડપથી બસ હંકારવા લાગ્યો. યુવતીના માર્ગદર્શનથી તે રાજી રાજી થઈ ગયો. સિગ્નલો વટાવતી અને વળાંકો લેતી અમારી બસ એક ગલીના નાકા પર આવીને ઊભી રહી. યુવતીએ કહ્યું, આ ગલીમાં ચોથું મકાન તે તમારી હોટેલ છે. દેખાય છે બરાબર?..... આ ગલી એકમાર્ગ છે. બસ અંદર લેશો તો પેલે છેડે બહુ દૂર નીકળવું પડશે. માટે અહીંથી જ પાછી વાળવાનું ઠીક રહેશે.” એની વાત સાચી હતી. ગાઈડે કહ્યું, Page #164 -------------------------------------------------------------------------- ________________ લુણેમ્બોર્ગથી છનિવા ૧૪૭ 'તમે બધાં બસમાં જ બેસી રહો. હું એકલો હોટેલ પર જઈ રૂમની વ્યવસ્થા કરું ત્યાં સુધીમાં તમે આ બહેનને સ્ટેશને મૂકીને પાછા આવો.' . હોટેલની ચબરખી લઈ ગાઈડ ઊતરી ગયો. બસ રેલવે સ્ટેશન તરફ ચાલી. યુવતી ડ્રાઈવરને રસ્તો બતાવતી જાય અને ડ્રાઈવર ડોકું ધુણાવતો હંકાસ્તો જાય. રેલવે સ્ટેશને અમે પહોંચ્યા. હવે ત્યાંથી બસ પાછી હોટેલ પર કેવી રીતે લેવી તે ડ્રાઈવરે યુવતી પાસેથી બરાબર સમજી લીધું. એ પરગજુ યુવતીને અમે ખૂબ આભાર માન્યો. અમે એને પ્રતીકરૂપ નાની ભેટ પણ આપી. મીઠા હેતભાવથી અમે પરસ્પર વિદાય લીધી. - હવે અમારી બસ વધુ વેગથી ચાલવા લાગી. સિગ્નલો વટાવતી બસ આગળ વધતી હતી. અમારામાંના કેટલાક વાતોએ વળગ્યા હતા. મારા જેવા કોઈક જીનિવા નગરનું દર્શન કરવામાં મગ્ન હતા. એમ કરતાં કરતાં પચીસેક મિનિટ થઈ ગઈ, છતાં હોટેલ ન આવી. એક આવી ગયેલા રસ્તા પર બીજી વાર બસ આવી એથી અમને શંકા ગઈ કે ડ્રાઈવર રસ્તો ભૂલ્યો તો નથી ને ? ખરેખર એમ જ હતું. ડ્રાઈવરે કહ્યું, ‘પેલી યુવતીની સૂચના પ્રમાણે જ હું ચલાવું છું, પણ કોણ જાણે કેમ હોટેલ આવતી નથી. મોટાં શહેરોના એકમાર્ગીય રસ્તાની જ આ મોકાણ છે.' એક વળાંક વહેલો કે મોડો લેવાઈ જાય કે દિશાફેર થઈ જાય પછી પૂછવું શું ? એકમાર્ગીય રસ્તામાં ભૂલથી દાખલ થઈ જવાયું તો એ જ્યાં લઈ જાય ત્યાં ગયા વગર છૂટકો નહિ. અમારામાંથી કોઈક ડ્રાઈવરને થોડું ગમ્મતમાં અને થોડું ગંભીરતાથી કહ્યું, “ભાઈ, એમ કરો. બસ ઊભી રાખી ફરીથી બીજી કોઈ દયાળુ મહિલાને રસ્તો પૂછી જુઓ.' ડ્રાઈવરે બસ ઉભી રાખી. પછી અમને પૂછ્યું, “આપણી હોટેલનું નામ શું ?' એ તો તમને ખબર.' ‘પણ એ કાગળ તો ગાઈડ લઈ ગયો.' 'તમે એ નામ વાંચ્યું નથી ?' ના, હું તો ગાઈડે આપેલો કાગળ જ સીધો રાહદારીઓને વંચાવતો હતો. વાંચવા માટે મારે ચરમાં ચડાવવાં પડે.” ઓત્તારીની! આ તો કમાલ થઈ ગઈ! કયાં જવાનું છે એની અમને પોતાને જ હવે ખબર નહોતી. રાહદારીઓને પૂછીએ શું? ભૂલ ડ્રાઈવરની હતી, પણ એના ઉપર નારાજ થયે શું કામ લાગે ? એ તો સવારથી બસ ચલાવતો આવ્યો છે. આપણે એને મદદરૂપ થવું જોઈએ એમ અમને લાગ્યું. અમે કહ્યું, ‘તમે બસ ધીમે ધીમે ચલાવો. અમે બંને બાજુ આવતી ગલીઓમાં Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન નજર નાખતા રહીશું. જરૂર લાગશે તો આપણે કયાંકથી જર્મની ફોન કરીને હોટેલની માહિતી મેળવી લઈશું. માટે ફિકર ન કરશો.' ડ્રાઈવરે ઘીમે ધીમે બસ હંકારી, પણ એ ઉપાય સફળ થયો નહિ. જુદી જુદી દિશાઓમાં ઘૂમવા છતાં અમે હજુ દિશાશૂન્ય રહ્યા હતા. એવામાં એક વિચારનો મારા મનમાં ઝબકારો થયો. કદાચ શિક્ષણ ક્ષેત્રના મારા વ્યવસાયને લીધે પણ હશે ! મેં સાથીદારોને કહ્યું, ‘મિત્રો, મને એટલું બરાબર યાદ છે કે એક મકાન ઉપર યુનિવર્સિટીનું નામ વાંચ્યા પછી આપણે જમણી બાજુ વળ્યા હતા. પછી પાંચેક મિનિટમાં કોઈક ગલીમાં હોટેલ આવી હતી. માટે આપણે યુનિવર્સિટીનો રસ્તો પૂછતાં પૂછતાં પહેલાં ત્યાં પહોંચી જઈએ. ત્યાં બસ ઊભી રાખી, પગે ચાલીને આપણે આસપાસની ગલીઓમાં જોઈ આવીએ. એ પ્રમાણે કરવાનું નક્કી થયું. યુનિવર્સિટી માટે પૂછતાં પૂછતાં તો અમે ક્યાંય નીકળી ગયાં. ત્યારે જ સમજાયું કે હોટલથી તો અમે ઘણે બધે દૂર ચાલ્યા ગયા હતા. દિશાફેર થઈ ગયો હતો. છેવટે યુનિવર્સિટીનું મકાન આવ્યું. બરાબર એ જ જગ્યા. એક સ્થળે બસ ઊભી રાખી, પગે ચાલીને આસપાસની ગલીઓમાં અમે ઘૂમી વળ્યા. એક ગલીમાં હોટેલ દેખાઈ. બસ એ જ હોટેલ. એનું જર્મન નામ પણ યાદ ન રહે એવું વિચિત્ર. તરત ત્યાં બસ લેવડાવી અમે પહોંચી ગયા. અમારા ગાઈડને તો બહુ ચિંતા થતી હતી. રખેને કયાંક અકસ્માત ન થયો હોય ! પણ અમારી રામકહાણી સાંભળી ત્યારે હસવું કે રડવું એની દ્વિધામાં એ પડી ગયો. બીજે દિવસે અનિવા નગરના દર્શનનો અમારો કાર્યક્રમ હતો, પરંતુ તે પહેલાં અડધું નગરદર્શન તો અમે કરી લીધું હતું. હોટેલના કે રસ્તાના નામની ખબર ન હોય અને તે શોધવા માટે આંટા મારવા પડે તે તો હજુ સમજી શકાય એવી વાત છે, પરંતુ હોટેલનું અને રસ્તાનું નામ આપણે જાણતા હોઈએ અને હોટેલ આપણી નજરની સામે સ્પષ્ટ દેખાતી હોય અને છતાં ત્યાં પહોંચવા માટે ઘણા આંટા મારવા પડે એ તરત માની ન શકાય એવી વાત છે, પરંતુ એ સાચી અને મારા પોતાના અનુભવની જ વાત છે. એક વખત અમેરિકામાં અમે નાયગરાનો ધોધ જોવા જવા માટે નીકળ્યા હતા. નાયગરાની નજીકના ટાઉનમાં જઈને ત્યાં રાત રોકાવાથી ધોધ જોવા માટે બીજે આખો દિવસ મળી શકે એમ વિચારી અમે સાંજના નીકળ્યા હતા. અમેરિકાના હાઈવે એટલે કહેવું શું ? એકસાથે ચાર કે પાંચ લાઈનમાં ગાડીઓ જઈ શકે એવો એક બાજુનો અને એવો જ સામેની બાજુનો માર્ગ. વચ્ચે મોટી પાળી અથવા ખુલ્લી જગ્યા હોય. હાઈવે પર માણસને પગે ચાલવાની મનાઈ. ચાલનાર મૃત્યુને જ ભેટે. Page #166 -------------------------------------------------------------------------- ________________ લુમેમ્બૉર્ગથી નિવા ૧૪૯ અમે નાયગરા આવે તે પહેલાં હાઇવેની પાસે આવેલી એક હોટેલમાં માત્ર રાતના સૂવા માટે રૂમ નોંધાવી હતી. નકશામાં જોતાં જોતાં અમે ગાડી હંકારતા જતા હતા. હવે હોટેલ આવવી જોઈએ એવો વિચાર મનમાં આવ્યો ત્યાં જ દૂરથી હોટેલનું નિયોન સાઇનવાળું નામ વંચાયું. અમે ગાડી ધીમી પાડી. જોયું કે બરાબર હાઈવેની સામી બાજુ હોટેલ આવી છે. પ્રવાસથી અમે થાકેલા હતા, એટલે ‘હારા, હોટેલ આવી ગઈ' એમ બોલતાં અમે ઉત્સાહિત થઈ ગયા. હવે હાઈવેમાંથી બહાર નીકળી સામી બાજુના હાઈવે પર અમારે જવાનું હતું. જમણી બાજુ બહાર નીકળવાના વળાંક(Exit)માં અમે ગાડી લીધી (અમેરિકામાં ટ્રાફિક ડાબી બાજુનો નહિ પણ જમણી બાજુનો છે). બહારના એ રસ્તા પર ઘણે દૂર સુધી અમે ગયા, પણ સામી બાજુ જવાનો વળાંક આવ્યો નહિ. એ રસ્તો તો પાસેના કોઈ નાના ટાઉનમાં જતો હતો. અમારી કંઈક ભૂલ હતી. નકશામાં જોતાં જોતાં અને રસ્તા પરની નિશાનીઓ વાંચતાં વાંચતાં અમે ફરી અમારી બાજુના હાઈવેમાં દાખલ થયા. ફરી સામેની બાજુ અમારી હોટેલ જોવા મળી, પણ ત્યાં થોડું જઈ શકાય ? અમને એમ થયું કે ભારતમાં હોત તો ગાડી ઊભી રાખી, રસ્તો ઓળંગી સીધા હોટેલમાં દાખલ થઈ સૂઈ ગયા હોત. પણ આ તો અમેરિકા છે. એની કિંમત ચૂકવવી પડે. અમે લીધેલા વળાંકને બદલે પછીનો વળાંક લઈ બહાર નીકળ્યા તો ત્રીજી જ કોઈ જગ્યાએ પહોંચ્યા. અમારા સૂવાના કલાકો કપાતા જતા હતા. છેવટે એક ગૅસ સ્ટેશન (પેટ્રોલ પંપ) પર જઈ, હોટેલમાં ફોન કરી, એનું માર્ગદર્શન મેળવી લીધું. એમ કરતાં બીજા વીસેક માઈલ અમારે ફરવું પડ્યું. છેવટે હોટેલમાં પહોંચ્યા ત્યારે અડધી રાત વીતી ગઈ હતી. નજર સામે દેખાતી હોટેલમાં દાખલ થવા માટે પણ કેટલાં મોટાં ચક્કર મારવાં પડે છે એનો પ્રત્યક્ષ અનુભવ ત્યારે થયો હતો. જેમ જેમ ભૌતિક સમૃદ્ધિ વધતી જાય છે, જેમ જેમ મોટા મોટા રસ્તાઓ અને ઊંચાં ઊંચાં મકાનો વધતાં જાય છે તેમ તેમ કદમાં એટલો ને એટલો જ રહેલો માણસ દિવસે દિવસે નાનો અને નાનો દેખાતો જાય છે. દરેક નવી સિદ્ધિની સાથે નવી નવી સમસ્યાઓ આવવાનું કયારે બંધ થશે ? નવી સિદ્ધિઓને વાસ્તવિકતાના સંદર્ભમાં જાગૃતિપૂર્વક ઉત્સાહથી સ્વીકારી લેવામાં સમસ્યાઓ ઓછી ન થાય ? Page #167 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સમરકંદ ઉઝબેકિસ્તાનનો પ્રવાસ કરીએ અને સમરકંદ ન જોઈએ તો આગ્રા જઈને તાજમહાલ જોયા વગર પાછા ફર્યા જેવું ગણાય. તાન્કંદ, સમરકંદ અને બુખારા (અથવા બોખોરો) એ ઉઝબેકિસ્તાનની ત્રણ પ્રાચીન નગરીઓ છે. એ ત્રણેમાં સમરકંદ સૌથી વધુ પ્રાચીન અને ઇતિહાસસભર છે. આ નગરીઓએ કાળના પ્રવાહમાં સુખ સમૃદ્ધિની છોળો ઊડતી જોઈ છે અને લોહીની નદીઓ પણ વહેતી જોઈ છે. સોવિયેટ યુનિયનમાં જ્યારે પ્રમુખ ગોબચેવ સત્તાસ્થાન પર હતા ત્યારે અમે સમરકંદના પ્રવાસે ગયા હતા. તાશ્કેદથી લગભગ પોણાત્રણસો કિલોમીટર દૂર આવેલી, આશરે ચાર લાખની વસ્તી ધરાવતી નગરી સમરકંદમાં ‘સમરકંદ' નામની હોટેલમાં અમે ઊતર્યા હતા. સમરકંદમાં નગરદર્શનના કાર્યક્રમ માટે અમે જોડાયા. બસમાં બેસી અમે ઊપડ્યા. અમારા ગાઈડનું નામ હતું શાખોબ. બસ ચાલી અને શાખોબે સમરકંદનો પરિચય આપ્યો. ઇતિહાસ ન જાણતા હોઈએ તો માની ન શકીએ કે સમરકંદ ત્રણ હજાર વર્ષથી વધુ પ્રાચીન નગરી છે. કેટલાંક વર્ષ પહેલાં આ જગ્યાએ ઉઝબેક પુરાતત્વ વિભાગ તરફથી જમીનમાં પંદરથી વીસ ફૂટ ઊંડે ખોદકામ કરવામાં આવતાં માનવહાડકાં, માટીનાં ઠીકરાં, ધાતુની ચીજવસ્તુઓ, ઘરેણાં અને તેમાં જડેલાં કીમતી નંગ, પથ્થરને ધારદાર બનાવી તેમાંથી બનાવેલાં ઓજારો વગેરે જે મળ્યાં તેમની વૈજ્ઞાનિક પદ્ધતિથી કાલગણના કરવામાં આવી છે. એ ઉપરથી જણાય છે કે સમરકંદ બારેક હજાર વર્ષ પહેલાંની પથ્થરયુગની નગરી હોવી જોઈએ. મધ્ય એશિયામાં રણવિસ્તારમાં આ જગ્યાએ નગર વસવાનું મુખ્ય કારણ તે એની ફળદ્રુપ જમીન છે. ઝારાવશા નદીના ખીણપ્રદેશમાં આવેલું આ સ્થળ વૃક્ષો અને ગીચ વનરાજિથી હરિયાળું છે. અહીં પાણીની છૂટ છે. ખેતીની અનુકૂળતા છે. ઘેટાં, હરણ, ઊંટ, ઘોડા વગેરે પશુઓ અને જાતજાતનાં પક્ષીઓથી આ પ્રદેશ સભર છે. પરંતુ એ બધાં ઉપરાંત ચારે બાજુ ટેકરીઓ આવેલી હોવાથી કુદરતે જ જાણે એને વિશાળ કિલ્લા જેવી રચના કરી આપી છે. એટલે પ્રાચીન કાળની લશ્કરી દષ્ટિએ પણ આ સુરક્ષિત સ્થળ છે. ભૂમધ્ય સમુદ્રથી ઠેઠ ચીન સુધી જતા કાચા ધોરી માર્ગને જોડતું સમરકંદ મધ્ય એશિયાનું સંગમસ્થાન મનાતું હતું. સમરકંદનો એક અર્થ થાય છે મિલનસ્થાન. એનું ૧૫૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ સમરકંદ ૧ પ્રાચીન નામ મરકંદ કે મરગંદ હતું. પછી સમરકંદ બન્યું. ઠેઠ પ્રાચીન કાળથી અત્યંત સમૃદ્ધ રહેલી આ નગરી ઉપર એલેક્ઝાન્ડર, ચંગીઝ ખાન અને તૈમુરલેન જેવા સમ્રાટોએ વિજય મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાના સૈનિકોની ભારે ખુવારીના ભોગે પણ એના ઉપર કબજો મેળવ્યો હતો એ જ એની મહત્તા દર્શાવે છે. સમરકંદનો જૂનામાં જૂનો ઉલ્લેખ ઈ.સ. પૂર્વે ૩૨૯નો મળે છે. એલેક્ઝાન્ડર લાખો સૈનિકોને લઈને પંદર દિવસમાં હિંદુકુશ પર્વત ઓળંગીને સોઘડિયાના નામના પ્રદેશના સમરકંદ શહેર પર ચડી આવ્યો હતો. સ્થાનિક બહાદુર પ્રજાએ ભારે સામનો કર્યો હતો. ત્રણેક વર્ષ યુદ્ધ ચાલ્યું હતું. એક લાખ કરતાં વધુ સૈનિકો માર્યા ગયા હતા. છેવટે એલેક્ઝાન્ડરે સમરકંદ ઉપર વિજય મેળવ્યો હતો. ઘણાં વર્ષ સુધી મેસેડોનિયા બેક્ટ્રિયાના સામ્રાજ્યના એક ભાગ તરીકે રહ્યા પછી એલેક્ઝાન્ડરના મૃત્યુ બાદ સમરકંદ છૂટું પડ્યું અને સ્થાનિક રાજાના હાથમાં આવ્યું. ઈ.સ.ની પહેલી શતાબ્દીમાં તે કુશાન સામ્રાજ્યનો એક ભાગ બન્યું. આઠમા સૈકામાં આરબોએ એના પર ચડાઈ કરી અને જીત મેળવી. ત્યારથી સમરકંદ મુસ્લિમ સંસ્કૃતિનું એક મોટું કેન્દ્ર બન્યું. ત્યાર બાદ જુદા જુદા વંશના રાજાઓએ એના પર વખતોવખત રાજ્ય કર્યું. ઇ.સ.ના તેરમા સૈકામાં મોગોલ સમ્રાટ ક્રૂર ચંગીઝ ખાને સમરકંદ ઉપર મોટી ચડાઈ કરી. એના સૈનિકોએ સમરકંદ ઉપર વિજય મેળવ્યો. બંને પક્ષે ઘણી મોટી ખુવારી થઇ એટલું જ નહિ, ચંગીઝ ખાનના સૈનિકોએ સમરકંદમાં સ્ત્રીઓ અને બાળકો સહિત તમામ માણસોને રહેંસી નાખ્યાં. ઘણો મોટો માનવસંહાર થયો. એક લાખ કરતાં વધુ માણસો મૃત્યુ પામ્યાં હશે. જેઓ ભાગી છૂટ્યા તે બચ્યાં. સૈનિકોએ સમરકંદમાં લૂંટ ચલાવી, આગ લગાડી. કાળો કેર વર્તાવી તેઓ ભાગી ગયા. સમરકંદમાં લોહીની નદીઓ વહી. મહિનાઓ સુધી માંસભક્ષી પક્ષીઓ ઊડતાં રહ્યાં. આખું નગર સ્મશાન જેવું અને દુર્ગંધમય બની ગયું. કેટલાંક વર્ષો પછી સમરકંદ ફરી વસવા લાગ્યું. પર્શિયાના રાજાએ આ આખા પ્રદેશ ઉપર વર્ચસ્વ જમાવ્યું. એક પછી એક રાજાઓ આવતા ગયા. ઈસ્વીસનના પંદરમા સૈકામાં તૈમુરલેને ભારત ઉપર ચડાઈ કરી અને ઉત્તરનો પ્રદેશ જીતી લીધો. ત્યાર પછી એણે જ્યોર્જિયા પર ચડાઈ કરી. આમ, વોલ્ગા નદીથી ગંગા નદીના પ્રદેશ ઉપર પ્રભુત્વ ધરાવનાર તૈમુરલેન ત્યાર પછી મધ્ય એશિયા ઉપર વિજય મેળવવા નીકળ્યો. એના સૈનિકોએ ચારે બાજુ ભારે સંહાર કર્યો. તૈમુરલેન કહેતો કે ‘આકાશમાં જેમ અહ્વાહ એક જ છે, તેમ પૃથ્વી પર એક જ સમ્રાટ હોવો જોઇએ, અને તે સમ્રાટ હું પોતે છું.’ તૈમુરલેનની ઘણી બેગમો હોવાથી એના પુત્રો અને પૌત્રો પણ ઘણા હતા. તેઓ બધા બળવાન અને પરાક્રમી હતા. તેઓ બધા જુદી જુદી દિશામાં જુદા જુદા પ્રદેશો ઉપર વર્ચસ્વ જમાવતા જતા હતા. આથી એનું સામ્રાજ્ય ઘણું વિસ્તાર પામ્યું. સમરકંદ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન ઉપર વિજય મેળવ્યા પછી એણે સમરકંદને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું. મધ્ય એશિયાની રાજધાની સમરકંદ રહ્યું. અલબત્ત, તૈમુરની સરહદી મહત્ત્વાકાંક્ષા અતૃમ રહેતી. નવા નવા દૂરદૂરના પ્રદેશો ઉપર વિજય મેળવવા માટે સૈનિકોને લઈને પહોંચી જવાની એની ધગશ અદમ્ય હતી. પરંતુ એમ કરતાં એક યુદ્ધમાં તે માર્યો ગયો. ત્યારે એની ઉમર પચાસેક વર્ષની હતી. તૈમુરના મૃત્યુ પછી સમરકંદના રાજ્યને સ્થિર અને સુદઢ કરવામાં મહત્ત્વનું કાર્ય કર્યું એની ગાદીએ આવેલા પૌત્ર ઉલુઘબકે (અથવા ઉલુઘબેરેકે). તૈમુરનો એક પૌત્ર તે બાબર હતો. તે પોતાના સૈનિકો સાથે ભારત પર ચડી આવ્યો. દિલ્હીમાં એણે પોતાની સલ્તનત સ્થાપી. એ પછી તે દિલ્હીમાં જ સ્થિર થયો. ઉલુઘબકે સમરકંદને સમૃદ્ધ કર્યું. એનો રાજ્યકાળ તે સુખશાન્તિનો કાળ હતો. ઉલુઘબેકમાં બાદશાહ કરતાં પંડિતના ગુણો વધારે હતા. રાજ્યસીમા વિસ્તારવાને બદલે એણે પોતાની જ્ઞાનસીમા વિસ્તારી. એને ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનમાં વધુ રસ હતો. એણે સમરકંદમાં મદ્રેસા(વિદ્યાશાળા)ની સ્થાપના કરી. એ પોતે વિદ્યાર્થીઓને ભણાવવા લાગ્યો હતો. એની મદ્રેસામાં ત્યાર પછી ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ ભણવા આવ્યા હતા કે જેઓ કવિ કે તત્ત્વચિંતક તરીકે તૈયાર થયા હતા. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર કવિ-ફિલસૂફ ઉમર ખૈયામે સમરકંદની મસામાં રહીને અભ્યાસ કર્યો હતો. સોળમા સૈકામાં ઉઝબેક લોકોએ સમરકંદ ઉપર કબજો જમાવ્યો. અઢારમા સૈકામાં બુખારાના અમીરે સમરકંદ ઉપર વિજય મેળવ્યો. ઓગણીસમા સૈકામાં રશિયન લોકોએ તે ઉપર જીત મેળવી. સોવિયેટ યુનિયનની સ્થાપના પછી સમરકંદ ઉઝબેકિસ્તાનનું પાટનગર બન્યું. ૧૯૩૦ પછી પાટનગર તરીકે તાન્કંદને સ્થાન મળતાં સમરકંદનું મહત્ત્વ ઘટયું. અમારા ગાઈડ શાખોબે કહ્યું, ‘ઉઝબેકિસ્તાન સોવિયેટ યુનિયનમાં જોડાયું તે પછી એની પ્રગતિ ઘણી થઈ છે. સમરકંદની તો જાણે કાયાપલટ જ થઈ ગઈ. નવું સમરકંદ વસ્યું. મોટા મોટા રસ્તાઓ અને ઊંચાં ઊંચાં મકાનો થયાં. સ્કૂલો, કૉલેજો, યુનિવર્સિટીઓ, લાઈબ્રેરી, મ્યુઝિયમ, બજારો, ઉદ્યોગો, હોટેલો, હોસ્પિટલો, ઉધાનો, રેલવે સ્ટેશનો, રહેઠાણનાં મકાનો વગેરે બધું જ નવા વિસ્તારમાં નવેસરથી થયું. રેલવે સ્ટેશન પાસે એક મોટા ઊંચા પથ્થર પર લેનિનનું મોટું પૂતળું મૂકવામાં આવ્યું અને એ વિસ્તારનું નામ લેનિન સફર રાખવામાં આવ્યું. બીજાં પણ કેટલાંક સ્મારકો કરવામાં આવ્યાં. આ રીતે સમરકંદમાં જૂનું સમરકંદ અને નવું સમરકંદ એવા બે વિભાગ પડી ગયા. સમરકંદનાં જુદાં જુદાં સ્થળોની અમે મુલાકાત લીધી. શાખોબ દરેકનો ઇતિહાસ સમજાવતો જાય. સમરકંદની પ્રજા એકંદરે સુખી લાગી, તોપણ જૂના સમરકંદમાં ગામને છેવાડે માટીનાં જૂનાં નાનાં નાનાં ઘરોમાં રહેતા લોકોને જોઈને લાગ્યું કે તેઓ આર્થિક Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ સમરકંદ દષ્ટિએ ઘણા પછાત છે. રોટી, કપડાં અને મકાન તેઓને મળ્યાં છે, પણ તેમના જીવનમાં કોઈ તેજ જણાયું નહિ. સમરકંદમાં જોવા જેવું સૌથી વધુ મહત્ત્વનું પ્રાચીન ઐતિહાસિક સ્થળ તે રેગિસ્તાન સ્ફર' છે. રેગિસ્તાન એટલે રેતીનો પ્રદેશ. આ અત્યંત વિશાળ ચોકમાં આપણી નજર સામે ત્રણ વિશાળ ઉત્તુંગ, કલાત્મક ઈમારતો ત્રણ દિશાભિમુખ અડોઅડ આવેલી છે. આપણી ડાબી બાજુની અને જમણી બાજુની ઇમારતના દરવાજા સામસામે પડે છે અને આપણી સામી બાજુની ઈમારતનો દરવાજો આપણી સન્મુખ દેખાય છે. પ્રથમ નજરે જ ચિત્તને જકડી રાખે એવી ઉત્તુંગ અને સૌન્દર્યમંડિત આ ઈમારતો છે. કેટલા બધા વિશાળ પાયા પર એના નકશાઓ તૈયાર થયા હશે ! ખરેખર, આનું આયોજન કરનારને ધન્યવાદ આપવાનું મન થઈ જાય. પંદરમા સૈકામાં સમરકંદમાં સ્થાપત્યકલા કેટલી બધી વિકસી હતી એની એ પ્રતીતિ કરાવે છે. મસ્તક ખાસ્સી વાર ઊંચું રાખીને અવલોકન કરીએ તો જ સંતોષ થાય. ઈંટ, ચીકણી માટી, મોટામોટા પથ્થરો, ચમકતી રંગબેરંગી ચીની માટીની લાદીઓ, ફૂલવેલની અને ભૌમિતિક આકૃતિઓનું સામંજસ્ય, સુવર્ણનો ઓપ અપાયેલાં કેટલાંક ચિત્રાંકનો – આ બધાંને કારણે એનું કલાસૌન્દર્ય અનુપમ બની રહ્યું છે. એમાં એના ચારમાંથી અવશિષ્ટ રહેલા બે મિનારાઓ અને ઉપરથી કમાન આકારના ભવ્ય ઊંચા દરવાજાઓ એના સૌન્દર્યમાં અભિવૃદ્ધિ કરે છે. એ જોતાં જ માણસ ભૂતકાળમાં ખોવાઈ જાય છે. આ ત્રણ સ્થાપત્યકૃતિઓ છે : (૧) ઉલુઘબેક મદ્રેસા (૨) શેરદોર મદ્રેસા અને (૩) તિલ્યા-કારી મદ્રેસા. ઉલુઘબેક મદ્રેસાનું બાંધકામ પંદરમા સૈકામાં થયું છે. એની નકલ જેવી બીજી બે મદ્રેસાઓનું બાંધકામ સત્તરમા સૈકામાં થયું છે. પરંતુ ઉલુઘબેક મદ્રેસા જેવું સૌન્દર્ય પછીથી થયેલી બે મદ્રેસાઓમાં જોવા મળતું નથી. ઉલુઘબેક મદ્રેસામાં પચાસ જેટલા વિશાળ ખંડો છે. અહીં વિદ્યાર્થીઓ માટે રહેવા-ભણવાની વ્યવસ્થા હતી. દૂરદૂરથી વિદ્યાર્થીઓ અહીં વિદ્યાભ્યાસ માટે આવતા. ખુદ ઉલુઘબેક પોતે પણ વિદ્યાર્થીઓને ભણાવતો. રાજા પોતે વિદ્યાગુરુ હોય એવો વિરલ સમન્વય ઉલુઘબેકમાં જોવા મળ્યો છે. - રેગિસ્તાન ચોકમાં આવેલી આ ત્રણે ઈમારતો એટલી બધી ઊંચી, વિશાળ અને ભવ્ય છે કે ચોકમાં ઊભેલા વિચારશીલ માણસને પોતે કદમાં કેટલો બધો નાનો છે તેનો અનુભવ થયા વગર રહે નહિ. આ મદ્રેસાઓ હવે વપરાશ વિનાની, સૂની અને જર્જરિત થઈ ગઈ છે, પરંતુ અત્યારે પણ જે એનો આટલો બધો પ્રભાવ પડતો હોય તો જ્યારે એ તૈયાર થઈ ગઈ હશે, નવી હશે અને વિદ્યાર્થીઓ એમાં અભ્યાસ કરતા હશે, શાહી કુટુંબો એમાં વસતાં હશે, ચોકીદારો ચોકી કરતા હશે અને લોકોની ઘણી બધી અવરજવર રહેતી હશે ત્યારે એનું કેવું જીવંત વાતાવરણ લાગતું હશે અહીં ઊભા હોઈએ તો Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન ભૂતકાળનાં એ દશ્યો નજર સમક્ષ તરવરવા લાગે છે. પ્રકાશ અને ધ્વનિ(Light and Sound)ના કાર્યક્રમ દ્વારા એની જીવંતતાની અહીં ઝાંખી કરાવવામાં આવે છે. પોતાને વિશ્વવિજેતા કહેવડાવનાર તૈમુરને પોતાના શિલ્પીઓ અને સ્થાપત્યકલાવિદોને બધે મોકલીને તથા પોતે નજરે જોયું હોય તેમાંથી પસંદ કરીને દુનિયાની શ્રેષ્ઠ ઈમારતો કરતાં પણ વધુ ચડિયાતી ઈમારતો સમરકંદમાં બાંધવાના આદેશો આપી દીધા હતા. ભારત, ઇજિસ, ગ્રીસ, જ્યોર્જિયા વગેરે ઘણે સ્થળેથી સેંકડો શિલ્પીઓ, ઈજનેરો, કારીગરો, બળવાન મજૂરો વગેરેને પકડીને સમરકંદ લઈ આવવામાં આવ્યા હતા. સેંકડો માઈલ દૂરથી મોટા મોટા પથ્થરો મજૂરો દ્વારા લાવવામાં આવતા. તૈમુરલેને સમરકંદમાં સ્થિર થયા પછી ઘણી જુદી જુદી ઈમારતો બંધાવી. હજારો માણસો દ્વારા આખો દિવસ કામ ચાલતું. પાંચેક વર્ષમાં તો ઘણી ઈમારતો ઊભી થઈ ગઈ. એમાંની એક તે બીબી ખનિમની મસ્જિદ છે. નીલરંગી એનો વિશાળ ઘુમટ દૂરથી પણ ધ્યાન ખેંચ્યા વગર રહે નહિ. દુર્ભાગ્યે તૈમુરના પોતાના જીવનકાળ દરમિયાન જ આ મસ્જિદ જર્જરિત થવા લાગી હતી. સમરકંદમાં આધુનિક સમયમાં જમીનમાંથી ખોદી કાઢવામાં આવેલું એક ઐતિહાસિક સ્થળ તે ઉલુઘબેકની ખગોળનિરીક્ષણ માટેની પ્રયોગશાળા છે. એક રશિયન વૈજ્ઞાનિક વ્યાટકિને ઉલુઘબેકના જીવનનો ઊંડો અભ્યાસ કર્યો. એ ઉપરથી એને ખાતરી થઈ કે ઉલુઘબેકે ક્યાંક પોતાની પ્રયોગશાળા (આપણા જંતરમંતર જેવી રચના) બનાવી હોવી જોઈએ. એણે જુદી જુદી જગ્યાએ ખોદકામ કરી, ભોંયરાં બનાવી છેવટે પંદરવીસ ફૂટ નીચે દટાયેલી આખી પ્રયોગશાળા, વર્ષોની મહેનત પછી શોધી કાઢી. સોવિયેટ સરકારે એના આ પ્રોજેકટ માટે આર્થિક સહાય કરી. આ પ્રયોગશાળા હવે આપણે જોઈ શકીએ છીએ. ઉલુઘબકે પોતાના મદદનીશોની સહાય લઈ ટેલિસ્કોપ વિનાના એ જમાનામાં, નરી આંખે નિરીક્ષણ કરીને આકાશના ૧૮૦૦ જેટલા તારાઓની નોંધ કરી છે. તારાઓ, નક્ષત્રો વગેરેની ગતિનાં નિરીક્ષણના આધારે ઉલુઘબકે એક વર્ષ બરાબર ૩૬૫ દિવસ, ૬ કલાક, ૧૦ મિનિટ અને ૮ સેકન્ડ એવું માપ કાઢ્યું હતું. આજનું વિજ્ઞાન કહે છે કે એક વર્ષ બરાબર ૩૬૫ દિવસ, ૬ કલાક, ૮ મિનિટ અને ૮.૫ સેકન્ડ. એટલે ઉલુઘબકે કરેલું એ જમાનાનું સંશોધન કેટલું બધું ચોકસાઈભર્યું હતું તેની પ્રતીતિ થાય છે. રશિયન વૈજ્ઞાનિક વ્યાકિને જીવનભર અહીં રહીને આ સંશોધન કર્યું. એની ભાવના એવી હતી કે પોતાના મૃત્યુ પછી પોતાના મૃતદેહને આ પ્રયોગશાળાના ચોગાનમાં જ દફનાવવામાં આવે અને એ પ્રમાણે સરકારે એની ભાવના અનુસાર એની દફનવિધિ અહીં કરી હતી. રાણા હોય કે રાજા, છત્રપતિ હોય કે ચક્રવર્તી, બાદશાહ હોય કે શહેનશાહ, મૃત્યુ કોઈને છોડતું નથી, પરંતુ રાજા-બાદશાહ કે એના પરિવારને બાળવા : દફનાવવા માટે Page #172 -------------------------------------------------------------------------- ________________ સમરકંદ ૧૫૫ અલાયદી, વિશાળ, વિશિષ્ટ જગ્યા રાખવાની અને ત્યાં સ્મારક રૂપે ઈમારત બાંધવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. સમરકંદમાં એવી જગ્યા તે “ગુરી-અમીર' છે. ગુરી એટલે કબર, અમીર એમિર) એટલે બાદશાહ (અથવા બાદશાહના પરિવારના સભ્ય). તૈમુરલેને પોતાના ધર્મગુરુ મિર સૈયદ બેરે માટે આ મકબરો કરાવ્યો હતો. એટલે ગુરીઅમીર ગુરમિર' તરીકે પણ ઓળખાય છે. ઈ.સ. ૧૪૦૩માં તૈમુરનો એક વહાલો પૌત્ર મહમદ સુલતાન એક યુદ્ધમાં હણાયો હતો. તૈમુરે એના શબને ગુરીઅમીરમાં દફનાવ્યું હતું. આ જગ્યાએ એક મોટી ભવ્ય ઈમારત બાંધવા માટે એણે આદેશ આપ્યો હતો. ઘેરા વાદળી રંગની ચમકતી લાદીની ડિઝાઈનવાળો, ઊંડા આંકાવાળો ઘુંમટ આ મકબરા પર કરવામાં આવ્યો હતો. ૧૪૦૫માં તૈમુરનું મૃત્યુ થતાં એને શબને પણ અહીં જ દફનાવવામાં આવ્યું હતું. તૈમુરના બીજા બે પુત્રોનાં શબને તથા પંડિત પૌત્ર ઉલુઘબેકના શબને પણ અહીં જ દફનાવવામાં આવ્યું હતું. એ રીતે આ મકબરો ઐતિહાસિક છે, પણ એના શિલ્પસ્થાપત્યનું લાલિત્ય એટલી ઊંચી કોટિનું છે કે કેટલાય કવિઓએ ગુરીઅમીર ઉપર કવિતા લખી છે. ઈ.સ. ૧૯૧૪માં ઉઝબેક એકેડેમીના વૈજ્ઞાનિકોને તૈમુરની અને ઉલુઘબેકની કબર ખોદવાની સરકારી પરવાનગી મળી. એ ખોદકામ થતાં એમાંથી નીકળેલાં ખોપરી સહિતનાં હાડપિંજર ઉપરથી એ બંનેની દેહાકૃતિ કેવી હશે તેને અભ્યાસ કરીને વૈજ્ઞાનિકોએ તેવી આકૃતિઓ બનાવી અને પછી હાડપિંજર પાછાં દફનાવી દેવામાં આવ્યાં. સમરકંદમાં મને ગમેલું બીજું એક સ્થળ તે કવિઓનું ઉધાન છે. આ આધુનિક રચના છે. આ હરિયાળા રમણીય ઉદ્યાનમાં એક મોટી લંબચોરસ શિલા ઉપર ઉઝબેકિસ્તાનના ચાર કવિઓ સામસામે બેઠા છે, બે પલાંઠી વાળીને અને બે વીરાસનમાં. તેઓ વાજિંત્ર સાથે પોતાની કવિતા ગાઈ રહ્યા છે. મૂછદાઢીવાળા પ્રૌઢ કવિઓએ સખત ઠંડીમાં પહેરાય એવા જાડા લાંબા ડગલા પહેરેલા છે. માથે પાઘડી કે મોટી ટોપી છે. સમરકંદે પોતાના કવિઓનું આ રીતે કરેલું ગૌરવ અનુમોદનીય અને અનુકરણીય છે. ગ્રેનાઈટ પથ્થરમાં કંડારવામાં આવેલી એવી બીજી એક શિલ્પાકૃતિ તે ઉઝબેક અને તાજિક પ્રજા વચ્ચે મૈત્રીની ભાવનાના પ્રતીક રૂપ એ બંને પ્રજાના બે કવિઓના મિલનની છે. સમરકંદમાં આ ઉપરાંત યુપાન-આટા, સખી-ઝિંદા વગેરે બીજાં કેટલાંક સ્મારકો પણ અમે ઝીણવટપૂર્વક નિહાળ્યાં. તે દરેકનો ભિન્ન ભિન્ન ઈતિહાસ છે. સમરકંદની ધરતી અઢી-ત્રણ હજાર વર્ષના ઈતિહાસથી ધબકે છે. દુનિયાની પ્રાચીન નગરીઓમાં સમરકંદનું પણ આગવું સ્થાન છે. ઉઝબેકિસ્તાન સોવિયેટ યુનિયનમાં જોડાયું એથી એને ઘણો લાભ થયો છે. એથી ખેતીપ્રધાન ગરીબ પ્રજાની આર્થિક સ્થિતિ સુધરી છે, શિક્ષણના ક્ષેત્રે વ્યવસ્થા સુદઢ થઈ છે. ઉદ્યોગો સ્થપાયા છે અને પ્રજાવિકાસનાં મહત્ત્વનાં કાર્યો થયાં છે. પરંતુ મારી દષ્ટિએ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન સૌથી મહત્ત્વનું એક કાર્ય થયું તે પ્રાચીન અવશેષોની જાળવણીનું છે. સોવિયેટ યુનિયનની સ્થાપના પૂર્વે ઘણી ઇમારતો જર્જરિત થઈ ગઈ હતી. કેટલીક તો ખંડિયેર બની ચૂકી હતી. ઉઝબેકિસ્તાનની સરકાર પાસે એની મરામત માટે ત્યારે નાણાં, સાધનો, આવડત કે દૃષ્ટિ નહોતાં. લેનિને સત્તા પર આવતાંની સાથે ઐતિહાસિક ઇમારતોની દેખભાળ અને સુરક્ષા માટે આદેશો આપી દીધા. એથી સમરકંદમાં વાંકા થઈ ગયેલા અને પડું પડું થઈ રહેલા કેટલાક મિનારાઓને સીધા અને સ્થિર કરી લેવામાં આવ્યા. કેટલીક ઇમારતોમાં સ્તંભો, ઘુંમટો, મિનારાઓ, પ્રવેશદ્વારો વગેરેમાં જ્યાં પથ્થરો ખવાઈ ગયા હતા તેને સરખા કરી લેવામાં આવ્યા. જ્યાં જરૂર લાગી ત્યાં ટેકા મૂકવામાં આવ્યા. ભગ્નાવશેષો કાળજીના અભાવે વધુ ભગ્ન થતા હતા તેને અટકાવવામાં આવ્યા. રંગ પૂરવામાં આવ્યા. તૂટેલી લાદીઓ કાઢીને નવી બેસાડવામાં આવી. ડિઝાઇનો સરખી કરવામાં આવી અને એ રીતે આ સ્મારકોને જોવાલાયક બનાવવામાં આવ્યાં. અમે આ બધી પ્રાચીન ઇમારતો નિહાળી રહ્યા હતા તે વખતે કેટલીક સ્થાનિક મહિલાઓ ત્યાં આવી પહોંચી હતી. અમારાથી થોડું અંતર રાખીને તેઓ પાછળ પાછળ ચાલી રહી હતી. વિદેશી પ્રવાસીઓને નિહાળવાના કૌતુકથી કેટલીક વાર સ્થાનિક લોકો વીંટળાય એવા પ્રસંગો દુનિયામાં ઘણે સ્થળે બને છે. પરંતુ આ મહિલાઓના ચહેરા પર કૌતુકનો નહિ પણ દીનતાનો ભાવ હતો. કેટલીકે નાનું બાળક પણ તેયું હતું. ભીખ માગવાનો તેમનો આશય હોય એમ જણાતું હતું. છતાં કોઈએ હાથ લાંબો કર્યો નહોતો. સોવિયેટ યુનિયનમાં ત્યારે ભીખ માગવા ઉપર અને ભીખ આપવા ઉપર કડક પ્રતિબંધ હતો. અમારા ગાઇડ શાખોબે કહ્યું, ‘અહીં કેટલીક મહિલાઓ ભીખ માગવા આવે છે, પરંતુ મહેરબાની કરીને કોઈને કશું આપશો નહિ.' પરંતુ અહીં ગરીબ લોકોનાં માટીનાં નાનાં નાનાં ઘરો જોઈને અમને થયું કે સોવિયેટ યુનિયનમાં સામ્યવાદ હોવા છતાં આટલાં બધાં વર્ષે પણ અહીંના આ લોકોની સુખાકારીમાં ખાસ કંઈ ફરક પડ્યો નથી. રેગિસ્તાનમાં રહેતી અહીંની આ ગોરી ચામડીવાળી મહિલાઓ જાણે વર્ષોથી નાહી ન હોય એવી લાગતી હતી. એમનાં મેલાં વસ્ત્ર પણ કાળાભૂખરા રંગનાં હતાં. પરંતુ એમણે તેડેલાં બાળકો ગોરા ભરાવદાર ચહેરાવાળાં હતાં. એમને સારી રીતે સ્નાન કરાવીને સુંદર વસ્ત્રોથી સુસજ્જ કરવામાં આવે તો જાણે રાજકુમાર કે રાજકુંવરી જેવા લાગે. કોને ખબર છે કે તૈમુરના જ એ વંશજો નહિ હોય ! સ્મારકો જોઈ અમે બધા રસ્તા પર આવ્યા અને ધીમે ધીમે ગાઇડની પાછળ ચાલવા લાગ્યા. અમારી પાછળ મહિલાઓ પણ ચાલતી હતી. તેઓ થોડી વાર અમારી સામે તાકી રહે અને થોડી વાર રસ્તાને છેડે જુએ. કેમ આમ કરે છે તેનું અનુમાન કરતાં જણાયું કે રસ્તાને છેડે એક પોલીસ ફરજ ઉપર ઊભો હતો. એના દેખતાં તેઓ ભીખ માગવા નહોતી ઇચ્છતી. Page #174 -------------------------------------------------------------------------- ________________ સમરકંદ ૧૫૭ રસ્તો પૂરો થતાં અમે બીજી દિશામાં વળ્યા. હવે પોલીસ દેખાતો બંધ થયો. તરત એ મહિલાઓ અમારી પાસે આવી. હાથ લાંબો કર્યો. ભાષા તો આવડતી નહોતી. પોતાના બાળક માટે ભીખ માગે છે એવો ઇશારો કરી ઊંકારો ભણ્યો. અમે જોઈ રહ્યા. ભીખ આપવી કે ન આપવી એની વિમાસણમાં પડી ગયા. મહિલાઓ અને બાળકોને જોતાં અનુકંપાનો ભાવ થયા વગર રહે નહિ. અમે પાંચ પાંચ રૂબલની નોટ એ દરેકને આપી. નોટ મળતાં જ એ મહિલાઓ ક્ષણવારમાં ઝડપથી કયાંની કયાં ચાલી ગઈ. જાણે કશું બન્યું જ ન હોય ! સરકારી કાયદા પ્રમાણે અમે કે તે મહિલાઓએ યોગ્ય કર્યું ન કહેવાય. બીજી બાજુ વાસ્તવિકતા જોતાં અંતઃકરણના આદેશને અનુસરવાનું અમને યોગ્ય લાગ્યું. સમરકંદની આ ઘટનાએ પ્રજાઓની ચડતીપડતીના ઇતિહાસને નજર સમક્ષ તાદશ કર્યો. કવિ મલબારીની પંક્તિ મારા મુખમાંથી સરી પડી, ‘સગાં દીઠાં મેં શાહઆલમનાં, ભીખ માંગતાં શેરીએ. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૨૪ એસ્કિમોની નગરીમાં ૧૯૯૧ના ઉનાળામાં એક દિવસ વહેલી સવારે મુંબઈમાં અમારા ઘરે ટેલિફોનની ઘંટડી રણકી. રિસીવર કાને ધર્યું ત્યાં અવાજ સંભળાયો : ‘હું અમિતાભ બોલું છું.... પૉઇન્ટ બેરોથી.' ‘હોય નહિ.... મજાક તો નથી કરતા ને ?' મેં કહ્યું. અમેરિકામાં રહેતા અમારા પુત્ર ચિ. અમિતાભનો ફોન હતો. ‘ઉત્તર ધ્રુવની શોધસફર' નામનો ગ્રંથ મેં લખ્યો હતો ત્યારથી ધ્રુવ પ્રદેશમાં જવાની મારી ઝંખના વિશે એ જાણતો હતો. ૧૯૯૧માં અમેરિકામાં હું હતો ત્યારે અલાસ્કા અને તેમાં પણ ઠેઠ પૉઇન્ટ બેરો સુધી જવાની મારી ઇચ્છા હતી, પણ તે સફળ થઈ નહોતી. એટલે અમિતાભ મજાકમાં બોલે એમાં નવાઈ નહોતી. પરંતુ અમિતાભે કહ્યું, ‘ના, મજાક નથી કરતો. સાચે જ કહું છું. અમે ત્રણે સાનફ્રાન્સિસ્કો આવ્યાં હતાં. ત્યાંથી થયું કે ચાલો અલાસ્કા જઈ આવીએ, એટલે અમે અલાસ્કામાં આવ્યાં છીએ. એમાં આજે પૉઇન્ટ બેરોમાં છીએ.' ઠેઠ આર્કટિક સર્કલ(ઉત્તર ધ્રુવ પ્રદેશ)માં પૉઇન્ટ બેરોથી સીધો મુંબઈ ફોન આવે એટલે મેં હર્ષ સાથે રોમાંચ અનુભવ્યો. મેં કહ્યું, 'પૉઇન્ટ બેરો જવાનું મારું સ્વપ્ન તે પાર પાડ્યું એથી બહુ જ આનંદ થાય છે ! પણ ત્યાંનું હવામાન કેવું છે ?' મેં ‘સવારે સારું હતું, પણ અત્યારે એકદમ બગડ્યું છે એટલે અમારું વિમાન ઊપડે એમ નથી. અમારે રાત્રે હોટેલમાં જ રોકાવું પડશે. કાલે હવામાન સુધરશે તો વિમાન ઊપડશે.’ ‘તમે ચાર મહિનાના દીકરા અર્ચિતને લઈને પૉઇન્ટ બેરો પહોંચ્યાં, તો ઠંડીમાં એને સાચવજો. મને ચિંતા થાય છે.' ‘ચિંતા કરવા જેવું નથી. અમે હોટેલમાંથી બહાર જવાનાં નથી. આખો દિવસ વાતાવરણ સારું હતું ત્યારે ફરી લીધું. રૂમમાં હીટર છે એટલે જરાય વાંધો નથી.’ ‘ભલે.... ત્યાંથી પાછા ફરો ત્યારે ફોન કરજો.' ‘અમે અલાસ્કા જોયું. હવે તમે અમેરિકા આવો ત્યારે તમને અલાસ્કા અને પૉઇન્ટ બેરો અચૂક બતાવવાં છે.’ ‘વાહ....સરસ.' ...અને બીજે જ વરસે, ૧૯૯૨ના ઉનાળામાં અલાસ્કા જવાનું અમારું સ્વપ્ન સાકાર થયું. અમે ભારતથી બોસ્ટન-એક્ટનમાં અમિતાભને ઘરે પહોંચ્યાં. એણે ૧૫૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ એસ્કિમોની નગરીમાં ૧૫૯ ઑફિસમાંથી રજા લીધી. અલાસ્કા માટે કરેલા આયોજન પ્રમાણે મારાં પત્ની અને હું અમિતાભ સાથે બોસ્ટનથી એન્કરેજ ગયાં. ત્યાં મોટરકાર ભાડે રાખી અમે જુદે જુદ સ્થળે ફર્યા. એન્કરેજથી અમે ફેરબેસ ગયાં. ત્યાં આસપાસ ફર્યા. હવે અમારે જ્યાં એસ્કિમાં લોકો વસે છે એ નગરી પોઈન્ટ બેરો જવાનું હતું. ફેરબેન્કસથી પૉઈન્ટ બેરોનો મોટર-રસ્તો નથી. રસ્તો બનાવવાનું ઘણું કપરું કામ છે, કારણ કે વચમાં મોટી મોટી કાદવિયા ખાડીઓ આવે છે. કેટલાંક વર્ષ પહેલાં અમેરિકાના ધ્રુવ પ્રદેશમાંથી તેલ નીકળ્યું ત્યારથી ત્યાં જવા માટે વિમાન સેવા ચાલુ થઈ છે જેનો લાભ પૉઈન્ટ બેરોને પણ મળ્યો છે. ફેરબેન્કસથી સીધી લીટીએ પૉઈન્ટ બેરો લગભગ ત્રણસો ત્રીસ માઈલ થાય. એટલે જ એસ્કિમોના પ્રદેશમાં હવે જઈ શકાય છે. જયારે ફેરબેક્સથી પૉઈન્ટ બેરો પગપાળા જવું પડતું હતું ત્યારે કોણ જતું હોય ? કોઈક સાહસિકો જાનનું જોખમ વહોરીને આ વિકટ પ્રદેશમાં જતા. આ વિસ્તારમાં હવામાન પણ અનિશ્ચિત; શિયાળામાં, જાન્યુઆરી મહિનામાં તો પારો શૂન્ય અંશની નીચે (Minus Degree) ૬૦-૭૦ અંશ સુધી જતો હોય છે. એસ્કિમો લોકો પણ ત્યાં કેવી રીતે જીવી શક્તા હશે તેનું આશ્ચર્ય થાય. ફેરબેસથી પૉઈન્ટ બેરો “માર્ક ઍર' કંપનીનું વિમાન ઉનાળામાં હવામાન સારું હોય ત્યારે જાય છે અને એ પ્રમાણે પાછું આવે છે. અમિતાભે કહ્યું, વિમાન કંપનીમાં જઈ આપણી પૉઈન્ટ બેરોની ટિકિટ લઈ આવું છું. ત્યાં સુધી તમે આરામ કરો.” ‘આરામ કરવા કરતાં તારી સાથે આવીએ. જરા ફરવા મળશે.' ‘પણ તમારી ત્યાં કઈ જરૂર નથી. ટિકિટ લઈને આવતાં બહુ વાર નહિ લાગે.' અમિતાભની ઈચ્છા નહોતી, તોપણ અમે તો તૈયાર થઈ ગયાં અને ગાડીમાં બેઠાં. વિમાન કંપનીમાં પહોંચ્યાં. બીજા દિવસની ટિકિટ મળતી હતી. હવામાન સારું હતું. તોપણ વિમાન ઊપડતી વખતે જે છેલ્લો અહેવાલ હોય તે પ્રમાણે નક્કી થાય કે વિમાન ઉપાડવું કે નહિ. ‘પૉઈન્ટ બે જવાનું કેટલું ભાડું છે ?' મારાથી સહજ પુછાઈ ગયું. ‘ભાડું જાણીને શું કામ છે ? આપણે કયાં રોકડા આપવાના છે ? ક્રેડિટ કાર્ડ આપીશું એટલે મારા ખાતામાં ઉધારાઈ જશે,’ અમિતાભે કહ્યું. ‘તોપણ આપણને ખ્યાલ આવે કે કેટલું ભાડું થાય છે,' મેં કહ્યું. ત્યાં તો કાઉન્ટર પર બેઠેલી યુવતીએ કહ્યું, “સાડાચારસો ડૉલર, રિટર્ન ટિકિટના.” ત્રણ જણના ? એટલે એકના દોઢસો ડૉલર ? આ તો બહુ મોંઘું કહેવાય.' ના, એક જણના સાડાચારસો ડૉલર.” એક જણના ? બાપ રે!' અમે તો છક થઈ ગયાં. મેં અમિતાભને કહ્યું, ‘રૂપિયામાં ગણતરી ગણીએ તો એક જણના પંદરેક હજાર રૂપિયા થયા. ત્રણ જણના પિસ્તાલીસ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન હજાર રૂપિયા ફક્ત બાર કલાકના પ્રવાસ માટે ખર્ચવાના. આપણને એ ન પોસાય. આપણે બેરો જવાનું માંડી વાળીએ.' અમિતાભે કહ્યું, ‘એટલા માટે જ હું તમને મારી સાથે ટિકિટ માટે આવવાની ના પાડતો હતો. આપણે બાજુમાં બેસી, શાંતિથી વિચાર કરીને નિર્ણય કરીએ.' અમે થોડે દૂર એક સોફામાં બેઠાં. મેં કહ્યું, ‘બેરો જોયા વગર આપણે રહી ગયા નથી. એમ તો બીજા ઘણા દેશો જોયા નથી અને હવે તો કેસેટ-ચલચિત્રમાં બધું જોવા મળે છે.' અમિતાભે કહ્યું, ‘તમારા રસનો આ વિષય છે. તમે ઉત્તર ધ્રુવ વિશે ગ્રંથ લખ્યો છે. એસ્કિમોની વચ્ચે જવાની આ તક મળી છે. ઠેઠ ફેરબેક્સ સુધી આવ્યા છો. વળી હવામાન અનુકૂળ છે. ઘણા લોકો હવામાનને કારણે જોયા વગર પાછા જાય છે. આવી તક જિંદગીમાં ફરી વાર મળે કે ન મળે. કૂવા પાસે આવીને તરસ્યા જવા જેવું થશે. તમે ડૉલરનો વિચાર નહિ કરતા. અમે ગયે વર્ષે એટલા ડૉલર ખર્ચીને ગયાં જ હતાં ને ? અલાસ્કામાં તો બધું મોધું જ હોય. એમાં પણ બેરોની ફલાઈટ સૌથી મોંધી છે.... પણ એમ કહોને કે કંપનીઓ ફલાઈટ ચલાવે છે તો આપણે ત્યાં જઈ શકીએ છીએ.' પૉઈન્ટ બેરો જવું કે નહિ તેની ચર્ચા કરતાં અમારી સામે ચાર વિકલ્પ હતા. કાં તો બિલકુલ જવું નહિ, કાં તો એક જણ (હું) જાય, કાં તો બે જણ જાય, કાં તો ત્રણે જણ જાય – આ ચારે વિકલ્પોની પૂરી વિચારણા કર્યા પછી છેવટે એમ નક્કી થયું કે અમિતાભ ન આવે, કારણ કે એણે બેરો જોયું છે પરંતુ અમારે બંનેએ જવું. પાંસઠની ઉમર વટાવી ચૂકેલાં પોતાનાં માતાપિતાને એકલાં આવા વિકટ પ્રદેશમાં મોકલતાં અમિતાભનો જીવ ચાલતો નહોતો, પરંતુ મેં કહ્યું, ‘અમને એકલાં જવામાં જરાય વાંધો નહિ આવે. ખરાબ હવામાનને કારણે એકાદબ દિવસ ત્યાં રોકાઈ જવું પડે તોપણ મનથી અમે તૈયાર છીએ.' - અમે પૉઈન્ટ બેરોની બે ટિકિટ લીધી. બીજે દિવસે સવારે અમિતાભ અમને ઍરપોર્ટ મૂકવા આવ્યો. વિમાન ઊપડ્યા પછી તે ફેરબેક્સમાં આવેલી અલાસ્કન યુનિવર્સિટીમાં પોતાનું કામ પતાવવાનો હતો. દર દોઢબે કલાકે તે વિમાન કંપની સાથે ફોનથી સંપર્કમાં રહેશે કે જેથી હવામાન અને વિમાનના પાછા ફરવા વિશે માહિતી મળતી રહે. ફેરબેક્સથી અમારું વિમાન ઊપડ્યું. આકાશ સ્વચ્છ હતું. વિમાનમાં અડધાથી ઓછા પ્રવાસીઓ હતા એટલે કોઈ પણ બાજુની બારી પાસે બેસી બહારનું દશ્ય જોઈ શકાતું હતું. જેટ વિમાન ઉત્તર દિશા તરફ ગતિ કરતું હતું. નીચેના પ્રદેશમાં વૃક્ષો ઓછાં ને ઓછાં થતાં જતાં હતાં. ડુંગરાળ જમીન અને કાદવિયા ખાડીઓ દેખાતી હતી. જમણી બાજુ સમુદ્ર દેખાવા લાગ્યો. કિનારે પાણી અને વચમાં થીજીને બરફ થયો હોય એવું દેખાવા લાગ્યું. બરફનું પ્રમાણ હવે વધતું ગયું અને પછી તો આખો સમુદ્ર થીજીને બરફ થઈ ગયેલો દેખાયો. દરિયાના પાણી સ્વચ્છ એટલે બરફ પણ શ્વેત. ઉપર સ્વચ્છ ભૂરું આકાશ અને નીરે ભૂરી ઝાંય સાથે દૂધ જેવો શ્વેત સમથળ પ્રદેશ ! માઈલોના Page #178 -------------------------------------------------------------------------- ________________ એસ્કિમોની નગરીમાં ૧૬૧ માઈલો સુધી વૃક્ષવિહીન બરફીલી ભૂમિનું દશ્ય જોતાં આંખો ધરાતી નહોતી. જાણે ક્ષીરસમુદ્ર ન હોય! આ સમુદ્ર છે એવું કોઈને કહ્યું ન હોય અને માણસ પહેલી વાર આવું દશ્ય જુએ તો એ માની ન શકે. આવું ભવ્ય દશ્ય જોવા મળે એ પણ જીવનની એક ધન્યતા ગણાય. ફોટામાં કે ફિલ્મમાં આવું દશ્ય જોવું તે એક અનુભવ છે અને નરી આંખે આ પ્રદેશનું વાસ્તવિક દર્શન કરવું એ બીજી વાત છે. જાતઅનુભવ વડે જ એ સમજી શકાય એવું છે. સૈકા-બે સૈકા પહેલાં અહીં આવેલા શોધ ફરીઓને પણ આવું દશ્ય જોવા નથી મળ્યું, કારણ કે નીચે જમીન પર ઊભા હોઈએ તો થીજેલા સમુદ્રનો આટલો બધો વ્યાપ જોવા ન મળે. વીસપચીસ હજાર ફૂટ ઊંચે ઊડતા વિમાનમાંથી દૂર દૂર સુધીનો કેટલો બધો વિસ્તાર દેખાય ! બધા જ પ્રવાસીઓ બહારનાં દશ્યો જોવામાં મગ્ન હતા ત્યાં કેપ્ટને માઈકમાં જાહેર કર્યું, હવે ધ્યાનથી જોશો, જમણી બાજુ થોડી વારમાં તમને કરિબનું એક ટોળું દોડતું પસાર થતું દેખાશે.” કરિબુ એટલે ધ્રુવપ્રદેશનું હરણ. કરિબનું ટોળું દેખાયું અને બધા હરખની કિકિયારી કરવા લાગ્યા. ધ્રુવપ્રદેશમાં બરફ જમીન પર હોય છે અને સમુદ્રનાં પાણી પર પણ હોય છે. ઉનાળાના ત્રણેક મહિના બરફ પીગળતો જાય છે. જ્યાં બરફ ઓગળીને એનું થર પાતળું થતું જતું હોય અને એની નીચે જમીન હોય તો એટલો ભાગ ભૂખરો દેખાતો હતો. જ્યાં જમીન પરનો બધો બરફ ઓગળી ગયો હતો અને જમીન દેખાતી હતી એ જમીનના છેડે આવેલા સમુદ્રના કિનારા પરનો થોડો બરફ જ્યાં ઓગળ્યો હતો ત્યાં હિલોળા લેતું પાણી દેખાતું હતું. સમુદ્રમાં વચ્ચે પણ જ્યાં જ્યાં બધો બરફ ઓગળવા આવ્યો હોય ત્યાં પાણીનાં કૂંડાળાં દેખાતાં હતાં. અડધે રસ્તે અમારું વિમાન મુધો બે (Prudhoe Bay) નામના સ્થળે ઊતર્યું. અમેરિકાને ઉત્તર ધ્રુવના પ્રદેશમાંથી જે તેલ મળ્યું તે આ સ્થળ, પણ અહીં દસ મહિના બરફ હોય. તેલ ભરવા માટે સ્ટીમર આવી શકે નહિ. એટલે અહીંથી નીકળતું તેલ પાઈપ વડે વાલ્ડિઝ લઈ જવામાં આવ્યું. ૮૦૦ માઈલની આ પાઈપલાઈન બાંધવાનું ગંજાવર કામ અમેરિકાના ઈજનેરોને ધન્યવાદ અપાવે એવું છે. વિમાનમાંથી કેટલાક પ્રવાસીઓ મુધો બે ઊતરી ગયા. ઑઈલ કંપનીના તે કર્મચારીઓ હતા. સમય થયો એટલે વિમાન પાછું આકાશમાં અધ્ધર થઈ ગયું. ફરી ધ્રુવસમુદ્રનું એ જ મનોહર દશ્ય અને સતત જોયા કર્યું. સમય ક્યાં ગયો તેની ખબર ન રહી. ત્યાં તો બેઠકના પટ્ટા બાંધવાની સૂચના જાહેર થઈ. થોડી વારમાં તો પૉઈન્ટ બેરોના એરપોર્ટ પર ૧૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન વિમાને ઉતરાણ કરી પણ લીધું. આર્કટિક સર્કલની રેખાથી પણ ઉત્તરે ૩૩૦ માઈલ પર આવેલી એસ્કિમોની નગરીમાં અમે આવી પહોંચ્યા. જીવનનું એક સ્વપ્ન સાકાર થયું. વિમાનમાંથી અમે દસેક પ્રવાસી ઊતરનારા હતા. અમારા બે સિવાય બાકીના અમેરિકન હતા. ઍરપૉર્ટના મકાનમાં દાખલ થતાં જ સ્થાનિક ગાઈડ યુવતીએ અમારું સ્વાગત કર્યું. અમારે માટે કૉફી તૈયાર હતી. કૉફી પીને બસમાં બેઠાં ત્યાં ગાઈડે કહ્યું, ‘આ ધ્રુવપ્રદેશમાં ઠંડી અસહ્ય હોય છે. તમે ગરમ કપડાં તો પહેર્યા જ છે, છતાં તમને સલાહ છે કે પૂરતી સંભાળ રાખજો. તમારી દરેકની બેઠક પર એક ‘પારકા' છે (પારકા એ એસ્કિમાં લોકોનું પવન અને ઠંડીથી બચવા માટેનું ખાસ બનાવેલું વસ્ત્ર છે). પારકા પહેર્યા વગર તમારે બસમાંથી નીચે ન ઊતરવું, નહિ તો ઠંડી તમારા શરીરમાં ઘૂસી જશે.' પૉઈન્ટ બેરો લગભગ ચાર હજાર એસ્કિમોની વસ્તીવાળું નાનકડું ગામ છે એમ કહી શકાય. દોઢ-બે માઈલના વિસ્તારમાં આખું ગામ પૂરું થઈ જાય. ઍરર્પોર્ટથી અમને શહેરમાં વચ્ચે આવેલી હોટેલ પર લઈ જવામાં આવ્યાં. હોટેલનું નામ પણ યોગ્ય જ હતું : Top of the world. અમને બધાંને ત્યાં ભોજન આપવામાં આવ્યું. ભોજન પછી અમે બસમાં બેઠાં એટલે ગાઈડે એસ્કિમોનો પરિચય આપતાં કહ્યું : “ધરતીના ઉત્તર છેડે વસેલી અને હિમપ્રદેરામાં વિચરનારી જાતિ તરીકે એસ્કિમોને આપણે જાણીએ છીએ. બરફ એમના જીવન સાથે વણાઈ ગયા છે. અમેરિકાની ઉત્તરે અલાસ્કામાં, રશિયાની ઉત્તરે સાઈબિરિયામાં અને યુરોપની ઉત્તરે ગ્રીનલેન્ડમાં, એ રીતે સમગ્ર આર્કટિક સર્કલમાં, ધ્રુવપ્રદેશમાં એસ્કિમોનો વસવાટ છે. એસ્કિમો પોતે પોતાની જાતને “ઇન્યુઈટ' અથવા 'યુઈટ' તરીકે ઓળખાવે છે. એમની ભાષામાં આ શબ્દનો અર્થ થાય છે “માણસ. સફેદ રીંછ, વૉલરસ, સીલ, કરિબુ વગેરે પ્રાણીઓ વચ્ચે બરફમાં રહેનારો માણસ પોતાને બીજાં પ્રાણીઓથી જુદો પાડવા માણસ' તરીકે ઓળખાવે એ સ્વાભાવિક છે. એમને માટે “એસ્કિમો’ શબ્દ પ્રયોજનાર છે અમેરિકાના રેડ ઇન્ડિયનો. રેડ ઈન્ડિયનની ભાષામાં ‘એસ્કિમો' શબ્દનો અર્થ થાય છે કાચું માંસ ખાનાર.' રેડ ઇન્ડિયનો ‘એસ્કિમોને અણઘડ માણસો તરીકે ઓળખવા લાગ્યા હતા. ધ્રુવપ્રદેશમાં અનાજ કે ફળફૂલ ઉગતાં નથી, એટલે એસ્કિમોને શિકાર ઉપર જ નભવું પડે. જ્યારે અગ્નિ પ્રગટાવવાનાં સાધનો સુલભ નહોતાં અને હિમવર્ષામાં રાંધવાનું શક્ય નહોતું ત્યારે એસ્કિમો કાચું માંસ ખાવાને ટેવાયેલા હોય એ દેખીતું છે. જોકે હવેના એસ્કિમોમાં થોડો ફરક પડ્યો છે. તેઓ રાંધેલો ખોરાક ખાય છે. તમે જુઓ છો કે એસ્કિમોના ચહેરા મોંગોલિયન જેવા ગોળ, પહોળા અને ભરાવદાર છે. તેઓ સહેજ ઠીંગણા અને જાડા છે. તેમનું નાક ચપટું હોય છે અને આંખો સહેજ ઝીણી અને છેડેથી ઢળતી હોય છે. એસ્કિમો બાળક જન્મે ત્યારે એની કરોડરજ્જુની નીચે આછા વાદળી રંગનું નાનું લાબું હોય છે.' Page #180 -------------------------------------------------------------------------- ________________ એસ્લિમોની નગરીમાં ૧૬૩. એસ્કિમ વિશે ઘણા અભ્યાસગ્રંથો જુદા જુદા દષ્ટિકોણથી લખાયા છે અને ફિલ્મો પણ ઊતરી છે. અલાસ્કા, સાઈબિરિયા અને ગ્રીનલૅન્ડના એસ્કિમો વચ્ચે શો ફરક છે તથા સહેજ નીચે આવેલા એલ્યુશિયન ટાપુના એલ્યુટ લોકો અને આ બાજુના બીજા આદિવાસીઓ વચ્ચે શો ફરક છે તેનો પણ અભ્યાસ થયો છે. ગાઈડ એસ્કિમો વિશે અમને ઐતિહાસિક માહિતી આપતી હતી અને બસમાં બેઠાં બેઠાં અમે રસ્તા પર અવરજવર કરતા એસ્કિમોને નિહાળતાં હતાં. આ નાની નગરીમાં જૂની પેઢીના અને સુધરેલા એમ બંને પ્રકારના એસ્કિમો અમને જોવા મળ્યા. અહીં વીજળીના દીવા, વીજળીથી ચાલતાં યંત્રો, હીટર, ટી.વી., ટેલિફોન, મોટરગાડી વગેરે આધુનિક સાધનો પહોંચી ગયાં હોવાથી આજના એસ્કિમો એમના પૂર્વજો જેવા રહ્યા નથી. એસ્કિમો છોકરા છોકરીઓ શાળામાં ઈંગ્લિશ શીખવા લાગ્યાં છે. કેટલાંકનાં સંતાનો વિમાનવ્યવહારની સુવિધા થવાથી ફેરબેક્સ, એન્કરેજ કે અમેરિકાનાં બીજાં શહેરોમાં ભણવા, ફરવા કે નોકરી કરવા જવા લાગ્યા છે. બીજી બાજુ ઍરપૉર્ટ, હોટેલ તથા અન્ય વ્યવસાય માટે કેટલાક અમેરિકનોએ અહીં વસવાટ કર્યો છે. અમારી ગાઈડ દર વર્ષે ઉનાળામાં ત્રણ-ચાર મહિના અહીં આવીને રહે છે. એસ્કિમાં લોકોની એક શારીરિક લાક્ષણિકતા નોંધવા જેવી છે. ઉત્તર ધ્રુવના ઠંડા પ્રદેશોમાં જેમ ઉપર જતા જઈએ તેમ માણસોની ચામડી વધુ ને વધુ સફેદ જોવા મળે, પરંતુ એસ્કિમો બારેમાસ બરફવાળા અતિશય ઠંડા પ્રદેશમાં રહેતા હોવા છતાં તેમની ચામડીને રંગ રતાશ પડતો છે અને કોઈ કોઈનો તો ઘઉવણ છે. સૈકાઓ પૂર્વે તેઓ પેસિફિકના ટાપુઓ પરથી સ્થળાંતર કરતા આવ્યા હશે માટે તેઓની આ આનુવંશિક લાક્ષણિકતા હજ ટકી રહી હશે એમ મનાય છે. અમે એસ્કિમોના વિસ્તારમાં ચકકર માર્યા. ઘણાખરા એસ્કિમોનાં ઘર લાકડાની નાનીમોટી કેબિનો જેવાં હતાં. ભારતમાં ગામડાંઓના લોકો લાકડાની કેબિનમાં નાની દુકાનો કરે છે એની યાદ આ ઘરોએ અપાવી. એક સ્થળેથી ખસેડી બીજે સ્થળે લઈ જવાય અથવા બરફ જમીન પર વધતો જાય તેમ તેમ ઘર ઊંચાં લેવાતાં જાય. જૂના વખતમાં જ્યારે વીજળીના દીવા નહોતા ત્યારે એસિકમો બરફમાં ઘર બનાવીને રહેતા. એ ઘરોને “ઈગ્લ' કહે છે. અમને નમૂનારૂપ એક ઇગ્લ' બતાવવામાં આવ્યું, પરંતુ હવે ઇગ્લમાં રહેવાનું લગભગ નીકળી ગયું છે. બરફમાં દૂરદૂર શિકાર માટે જાય અને રાત રોકાવું પડે તો કલાકમાં ઈગ્લ બનાવી લેવાય છે, પણ હવે શિકાર માટે દિવસોના દિવસો સુધી રખડવાનું ઓછું થઈ ગયું છે. એસ્કિમો પણ હવે ઘરમાં હીટર રાખતા થઈ ગયા છે. એસ્કિમાં ગંદા લોકો છે એવું કહેવાનું ન ગમે. ઠંડીને લીધે નાહવાનો રિવાજ તેમનામાં ન હોય એ સમજી શકાય એવું છે. તોપણ કચરા માટે એમને બહુ સૂગ હોય એવું જણાયું નહિ. પૉઇન્ટ બેરોને એક સ્વચ્છ નગરી તરીકે આપણે ન ગણાવી શકીએ. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન કયાંક ક્યાંક કચરાના ઢગલા પડ્યા હતા. ગાઈડે કહ્યું કે ચારે બાજુ જ્યાં બરફ હોય ત્યાં કચરો નાખે ક્યાં ? માટીમાં પડેલો કચરો તડકાથી માટી જેવો થઈ જાય છે. પાણીમાં પડેલો કચરો પાણીમાં ઓગળી જાય છે, પણ બરફમાં પડેલા કચરાનું શું ? એ તો એવો ને એવો જ રહે છે. ઉનાળામાં જ્યારે બરફ ઓગળે અને સમુદ્રમાં સરખું પાણી થયું હોય ત્યારે કચરા માટે ખાસ સ્ટીમર અહીં આવે છે અને બધો કચરો ઉપાડી જાય છે, પણ એ તો વર્ષમાં એક વખત જ. પોઈન્ટ બેરોમાં અમને આવ્યાને પાંચ કલાક થઈ ગયા હતા છતાં સૂર્ય તો સવારે જ્યાં હતો ત્યાં જ હતો. ભારતમાં સાંજના ચારેક વાગે આકાશમાં ક્ષિતિજથી ઊંચે જેવો સૂર્ય દેખાય અને તડકો કંઈક સૌમ્ય બન્યો હોય એવી રીતે અહીં તડકાનો અને સૂર્યનો દેખાવ હતો. આકાશ સ્વચ્છ હતું અને સૂર્ય પ્રકાશતો હતો છતાં નીચે ધરતી પર અમને સખત ઠંડી લાગતી હતી. ધ્રુવપ્રદેશની લાક્ષણિકતા તો એ છે કે ઉનાળામાં મેથી ઑગસ્ટ સુધીમાં ઓછામાં ઓછા ૮૨ દિવસ સુધી સૂર્ય બિલકુલ અસ્ત પામતો નથી. નોર્વે, સ્વીડન કે રશિયાની ઉત્તરે રાતના સાડા અગિયાર – બાર વાગે પણ સૂર્ય Mid-night sun જોયો હતો, પરંતુ અહીં પૉઇન્ટ બેરોમાં ચોવીસે કલાક આકાશમાં સૂર્ય પ્રકાશતો રહે છે. અહીં સૂર્ય વર્ષમાં ક્યારેય મધ્યાકાશે આવતો નથી, પરંતુ સતત પોણા ત્રણ મહિના સૂર્ય આકાશમાં રહે એ ઘટના વિરલ અને વિલક્ષણ છે. તેવી રીતે શિયાળામાં નવેમ્બરથી જાન્યુઆરી સુધીમાં લગભગ સવા બે મહિના સુધી સૂર્ય ક્યારેય ક્ષિતિજની ઉપર આવતો નથી. સૂર્યોદય થતો નથી. છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રિ જેવું નથી હોતું, પરંતુ ત્રણ મહિનાનો દિવસ અને સવા બે મહિનાની રાત્રિ જેવું અહીં અવશ્ય હોય છે. આપણે કાળની ગણના સૂર્યોદય અને સૂર્યાસ્ત અનુસાર કરીએ છીએ. ચોવીસ કલાકની વહેંચણી આપણે એ રીતે કરી છે. સૂર્યોદય અને સૂર્યાસ્તને લીધે કાળ પસાર થતો હોય એમ આપણને લાગે છે, પણ કાળ જાણે સ્થિર થઈ ગયો હોય એવો અનુભવ અહીં ધ્રુવપ્રદેશમાં અમને થયો. આપણે એક વર્ષ બરાબર દેવલોકના દવાનો એક દિવસ એવી પૌરાણિક વાત આપણે સાંભળીએ છીએ, પરંતુ આપણા ત્રણ મહિના બરાબર એસ્કિમોનો એક દિવસ એ તો આપણે જાતે અહીં અનુભવી શકીએ છીએ. અજવાળું હોય કે અંધારું, ભૂખ લાગે ત્યારે ખાવું અને થાક લાગે ત્યારે ઊંઘી જવું એવો કુદરતી ક્રમ એમનો હોય છે. હવે અહીં ઘડિયાળ અને કેલેન્ડર આવ્યાં, પણ સૈકા પહેલાં જ્યારે અહીં ઘડિયાળ કે કેલેન્ડર ન હતાં ત્યારે એસ્કિમો શારીરિક હાજત અનુસાર પોતાનું જીવન જીવતા હતા. ગાઈડે કહ્યું, ‘અહીં ઉનાળામાં હવામાન જ્યારે બહુ ખરાબ હોય, પવન જોરજોરથી ફૂંકાતો હોય અને બરફના કણ હવામાં ઊડતા હોય ત્યારે આકાશમાં તમને એકને બદલે બે સૂર્ય દેખાય. પ્રથમ નજરે તો તમે એ દશ્યને સાચું જ માની લો એટલું આબેહૂબ એ Page #182 -------------------------------------------------------------------------- ________________ એસ્કિમોની નગરીમાં ૧૬૫ હોય છે. વળી શિયાળાની રાત્રિના અંધકારમાં તમને આકાશમાં પ્રકાશના ભૂરા, લીલા મોટા લાંબા લિસોટા દેખાય, જેને અરોરા બોરેલિસ' (Aurora Borealis) કહે છે.' અમે બસમાં આગળ ચાલ્યાં. ગાઈડે કહ્યું, હવે અમે તમને અમારા નેશનલ પાર્ક જેવા લઈ જઈએ છીએ.” પાર્ક ? ધ્રુવપ્રદેશમાં ? તમે મજાક તો નથી કરતાં ને ?' કોઈકે પ્રશ્ન કર્યો. 'ના, સાચું જ કહું છું.” ગાઈડે કહ્યું. “કદાચ પાર્કની કોઈ ફિલ્મ બતાવવાના હશે !' બીજા કોઈકે કહ્યું. અથવા પાર્કનો બીજો કંઈ અર્થ થતો હશે. ત્રીજા કોઈક કહ્યું. ત્યાં તો બસ ઊભી રહી. ગાઈડે ઊતરીને કહ્યું, “અહીં મારી પાછળ પાછળ આવો.' અમે એની પાછળ ચાલ્યા. એક જગ્યાએ થોભીને એણે કહ્યું, “આ અમારો પૉઈન્ટ બેરોનો નેશનલ પાર્ક.' ‘પણ પાર્ક ક્યાં છે ?' ‘તમારા પગ નીચે. તમે ધારીને જોશો તો ખાતરી થશે.” બધાએ પોતપોતાના પગ આગળ જોયું. ગાઈડે કહ્યું, ‘અહીં માટીમાં એકબે ઈંચ જેટલું છૂટુંછવાયું ઘાસ ઊગ્યું છે. આ ઘાસને તંદ્રા (Tundra) કહેવામાં આવે છે. આટલી અમારી વનસ્પતિ. ફક્ત બે-અઢી મહિના એને ઊગવા મળે છે. બારે માસ કાયમ ઊગવા મળે તો અહીં મોટો પાર્ક થઈ જાય. બરફ અને ઠંડી ચાલુ થાય એટલે ઘાસ ખલાસ થઈ જાય. આ ઘાસ ઉપર અમારાં કરિબ નભે છે. જેમ જેમ ઠંડી પડતી જાય તેમ તેમ તેઓ આધાં ખસતાં જાય કે જ્યાં એમને ઘાસચારો મળી રહે, પણ ઉનાળો આવે એટલે તે આ બાજુ તાજું ઘાસ ખાવા દોડી આવે. એમાંનાં કેટલાંયે એસ્કિમોના શિકારનો ભોગ બને.' અમારી બસ આગળ ચાલી. જ્યાં જ્યાં બરફ ઓગળવાને લીધે સમુદ્રના પાણીવાળો કિનારો સ્પષ્ટ દેખાતો હતો તે કિનારે કિનારે ડ્રાઈવરે બસ હંકારી, ત્યાર પછી ઉત્તર દિશા તરફ જતી જમીનની લાંબી પટ્ટી જેવા કાચા રસ્તે અમારી બસ આગળ વધી અને પટ્ટી પૂરી થઈ ત્યાં બસ ઊભી રહી. ગાઈડે કહ્યું, બસ, ધરતીનો છેડો અહીં પૂરો થાય છે. ઉત્તર દિશાનું આ છેલ્લું ભૂમિ-બિંદુ છે. આને પૉઈન્ટ કહે છે. આ પૉઈન્ટ બેરો.” સમુદ્રમાં જમીનની સંકડી પટ્ટીનો છેડો તે પૉઈન્ટ એ સાંભળતાં મુંબઈમાં નરીમાન પૉઈન્ટનું અમને સ્મરણ થયું. અહીં પૉઈન્ટ બેરોથી ઉત્તર ધ્રુવ સમુદ્ર ચાલુ થાય, જેના ઉપર બારે માસ બરફ રહે છે. અહીંથી ૮00 માઈલ દૂર ઉત્તર ધ્રુવનું બિંદુ આવ્યું. પૃથ્વીમાં આટલો વિશાળ બરફલો દરિયો બીજે કયાંય નથી. જો આ બધો બરફ અચાનક ઓગળે તો આખી પૃથ્વી ડૂબી જાય. પ્રલય થાય. Page #183 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન આ ઉત્તર ધ્રુવ સમુદ્રનું તાજું પીગળેલું જળ હાથ બોળીએ તો થીજી જાય એટલું બધું ઠંડું હતું, પણ અહીં આવીને એનો સ્પર્શ કર્યા વગર જઈએ તે કેમ ચાલે? અમે હાથનાં મોજાં ઉતારી, અંજલિમાં જલ લઈ મસ્તકે ચડાવ્યું ! આચમન કર્યું ! પોઈન્ટ જોઈને અમે પાછાં ફર્યા. અમને હવે એસ્કિમોનો મનોરંજન કાર્યક્રમ જોવા લઈ ગયા. એક વિશાળ હોલમાં ઘણાં બધાં એસ્કિમો સ્ત્રીપુરુષો પોતાનો ખાસ પહેરવેશ પહેરીને આવ્યાં હતાં. પોતાનાં ઢોલનગારાં અને પિપૂડી જેવાં વાજિંત્રોથી એમણે વાતાવરણને ગજવી મૂક્યું. જાતજાતનાં નૃત્ય કર્યા. છોકરાઓની રમતો થઈ. એસ્કિમોની એક ખાસ પ્રિય રમત તે બાળકને હિંચોળવાની છે. ચામડામાંથી ગૂંથેલું, એક મોટી ચાદર જેવું વસ્ત્ર ચાર જણ ચાર ખૂણેથી પકડીને ઊભા રહે. પછી એમાં આઠદસ વર્ષના એક બાળકને બેસાડવામાં આવે. તેઓ ગાતા જાય અને બાળકને હીંચોળતા જાય. એમ કરતાં કરતાં બધા સાથે મળીને ચાદરને જોરથી આંચકો આપીને બાળકને પાંચસાત ફૂટ ઊંચે અધ્ધર ઉછાળે અને પાછું ઝીલી લે. એસ્કિમોની આનંદકિલ્લોલની વિવિધ રમતો અમે જોઈ. કેટલીકમાં અમે પ્રવાસીઓ પણ જોડાયા. શિકાર માટે તેઓ કેવાં કેવાં સાધનો વાપરે છે, ચામડાને કેવી રીતે સાફ કરી સૂકવે છે, તેમાંથી કેવી ચીજવસ્તુઓ બનાવે છે, વૉલરસના દાંતમાંથી કેવાં ઘરેણાં બનાવે છે એ બધું અમને સમજાવવામાં આવ્યું. મનોરંજન કાર્યક્રમ પછી તેઓ અમને પોતાના વેચાણ વિભાગમાં લઈ ગયા. ઓછી સાધનસામગ્રી અને પુષ્કળ ફાજલ સમય - એવી જીવનશૈલીના પરિણામરૂપે કેટલી બધી જાતની ચીજવસ્તુઓ તેઓએ બનાવી હતી ! ધ્રુવપ્રદેશમાં ન કોઈ વૃક્ષ ઊગે. માત્ર પ્રાણીઓ જ. એટલે ઘણીખરી વસ્તુઓ ચામડામાંથી જ બનાવેલી હતી, પણ એમાં એમની કલારસિકતા દેખાતી હતી. પૉઈન્ટ બેરોની મુલાકાતનો ગોઠવાયેલો અમારો કાર્યક્રમ પૂરો થયો. હોટેલ પર આવીને અમે બધાંએ કૉફી પીધી. હવે આકાશમાં હવામાન વિમાન ઊપડી શકે તેવું સાનુકૂળ છે કે કેમ તેનો ફેરબેન્કસથી સંદેશો આવે એની અમારે રાહ જોવાની હતી. અમારી ભાવના તો સામાયિક કરવાની હતી, પરંતુ એટલો સમય નહોતો એટલે મળેલા સમયમાં અમે નવકારમંત્ર, ભક્તામર આદિ સ્તુતિ કરી લીધી. સંદેશો આવતાં અમે બસમાં બેઠાં. ઘડિયાળના કાંટા પ્રમાણે રાત થઈ ગઈ હતી, પરંતુ સૂર્ય તો આકાશમાં એના એ જ સ્થળે હતો. પૉઈન્ટ બેરોની અમારી મુલાકાતની યાદગીરી રૂપે અમને બધાને અમારા દરેકના નામ લખીને, બરફમાં ચાલતી કૂતરાગાડીનાં ચિત્રવાળાં પ્રમાણપત્ર આપવામાં આવ્યાં. હૃષ્ટપુષ્ટ શારીરવાળા, ગોળમટોળ ભરાવદાર ચહેરાવાળા, હસમુખા, નિજાનંદે મસ્ત, મળતાવડા સ્વભાવવાળા, શાન્તિચાહક અને સહકારની ભાવનાવાળા એસ્કિમો લોકોની અમે વિદાય લીધી. પાંચ મિનિટમાં તો ઍરપોર્ટ Page #184 -------------------------------------------------------------------------- ________________ 139 એસ્કિમોની નગરીમાં પહોચી ગયાં. ગાઈડ અમને બધાને વિમાનમાં અંદર બેસાડી ગઈ અને સસ્મિત હાથ હલાવતી વિદાય લેતી ચાલી ગઈ. | વિમાને પૉઈન્ટ બેરોની ધરતી છોડી. ફરી એ જ દશ્યો વિમાનમાંથી જવાનો લહાવો સાંપડ્યો. મુધો બે થઈ ફેરબેફસ અમે આવી પહોંચ્યાં. અમને તેડવા માટે અમિતાભ ઍરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. અમારી સલામત, સુખદ અને સમયસરની યાત્રાથી એણે પણ હર્ષ-શાન્તિ અનુભવ્યાં. પૉઈન્ટ બેરોની અમારી મુલાકાતનો વિરલ અનુભવ અમારા જીવનમાં એક ધન્ય, અવિસ્મરણીય અપૂર્વ અવસર બની રહ્યો ! ! Page #185 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ઇજિપ્તના વિસા એક દિવસ એવો હતો કે જ્યારે ભારતીય નાગરિકને ઈજિસના વિસા લેવાની જરૂર નહોતી. ભારતની આઝાદી પછી બ્રિટિશ સામ્રાજ્ય-British Empire નું વિસર્જન થયું. એને બદલે બ્રિટિશ રાષ્ટ્રસમૂહ-British Commonwealth-ની રચના થઈ. આ રાષ્ટ્રસમૂહના નાગરિકોને એકબીજાનાં રાષ્ટ્રમાં જવા માટે કોઈ વિસાની જરૂર નહોતી, પરંતુ વધતી જતી ગુનાખોરી, ગુનેગારોની એક દેશમાંથી બીજા દેશમાં ભાગાભાગ, દાણચોરોની અને આતંકવાદીઓની ગુપ્ત પ્રવૃત્તિઓ, બે રાષ્ટ્રો વચ્ચે પરસ્પર અણબનાવ, વધતો જતો વહીવટી ખર્ચ ઇત્યાદિને કારણે રાષ્ટ્રસમૂહના બધા દેશો વચ્ચે ધીમે ધીમે વિસાની પદ્ધતિ દાખલ થઈ ગઈ એટલું જ નહિ, વિસા આપવા માટેનાં કડક નિયંત્રણો પણ આવી ગયાં. એકાદ સૈકા પહેલાં એવી સ્થિતિ હતી કે જ્યારે કેટલાક દેશોમાં પાસપોર્ટ અને વિસાની પદ્ધતિ નહોતી. ત્યારે એવી બહુ જરૂર પણ નહોતી, કારણ કે પ્રવાસીઓની એવી અવરજવર નહોતી. હવે એવી પદ્ધતિ વિનાનો કોઈ દેશ રહ્યો નહિ હોય. માણસને પોતાનું રાષ્ટ્ર છોડવા માટે પાસપોર્ટની અને બીજા રાષ્ટ્રમાં દાખલ થવા માટે વિસાની જરૂર પડે. વિસા પણ અમુક મુદતના અને એક જ વખત દાખલ થવાના (Single Entry) અપાય અને વધુ વખત દાખલ થવાના (Multiple Entry) અપાય. વિદેશના પ્રવાસનાં નિયંત્રણની આંટીઘૂંટી દિવસે દિવસે વધતી જાય છે. યુરોપ અને અમેરિકાના નાગરિકો કરતાં ભારતીય નાગરિકો માટે નિયંત્રણો ઘણાં છે. એક ટ્રાવેલ કંપની દ્વારા તુર્કસ્તાન, ગ્રીસ અને પાછા વળતાં ઇજિસે એ રીતે ત્રણ દેશોનો બારેક દિવસનો પ્રવાસ યોજાયો હતો. પચીસેક પ્રવાસી એમાં જોડાયા હતા. એમાં અમે ત્રણ મિત્રો પણ હતા. ટ્રાવેલ કંપનીએ અમારા દૂરના કંડક્ટર તરીકે શૈક્ષણિક સંસ્થાના એક નિવૃત્ત અધિકારી શ્રી ગોન્સાલવિસની નિમણુક કરી હતી. તેઓ વિદેશપ્રવાસના અનુભવી હતા, પરંતુ ગ્રીસના પ્રવાસે તેઓ પહેલી જ વાર અમારી સાથે આવતા હતા. અમારી મિટિંગમાં એમણે કહ્યું, 'જે ગ્રીસ જવાનું ન હોત તો આ પ્રવાસની જવાબદારી મેં સ્વીકારી ન હોત. પ્રાચીન ગ્રીક સંસ્કૃતિના અવશેષો નજરે નિહાળવાનું વર્ષોનું મારું સ્વપ્ન છે. એ સાકાર કરવા માટે હું આ પ્રવાસમાં જોડાયો છું.' અમારી ફૂલાઈટ અડધી રાતે મુંબઈથી ઊપડવાની હતી. અમારો પહેલો મુકામ ઈસ્તંબુલમાં હતો એટલે અમે સામાન ઈસ્તંબુલ માટે આપી દીધો હતો. અમારી ટિકિટ ૧૬૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ ઇજિપ્તના વિસા ૧૬૯ ઇજિપ્ત ઍરલાઈન્સની હતી એટલે કેરો(સ્થાનિક ઉચ્ચાર કાહિરા, કાહેરો)માં અમારે વિમાન બદલવાનું હતું, પરંતુ એ માટે અમારે વિમાનમથકમાં ટ્રાન્ઝિટ લોન્જમાં નવદસ કલાક બેસી રહેવાનું હતું. મુંબઈથી ઊપડી થોડા કલાકમાં અમે કેરો પહોંચી ગયા. સ્થાનિક સમય સવારના સાતેક વાગ્યાનો હતો. બપોર પછી પાંચેક વાગે ઇસ્તંબુલનું વિમાન અમારે પકડવાનું હતું. આટલા બધા કલાક લોન્જમાં બેસી રહેવું એ બહુ કંટાળાજનક હતું. કોઈ સમૃદ્ધ શહેરનું ટ્રાન્ઝિટ લોન્જ હોય તો ભાતભાતની દુકાનોમાં ચીજવસ્તુઓ જોવા-ખરીદવામાં, જુદાં જુદાં રેસ્ટોરાંમાં વિવિધ વાનગીઓ ખાવામાં અને વિશાળ જગ્યામાં હરવાફરવામાં કલાકો ક્યાં પસાર થઈ જાય તેની ખબર ન પડે, પણ કેરોમાં કોઈ એવું આકર્ષણ નહોતું. કેટલાકે પોતાનો કચવાટ શરૂ કરી દીધો : ‘આ નાનકડી જગ્યામાં આપણે નહાઈશું કયાં અને ખાઈશું કયાં ? આ તે કંઈ ટ્રાન્ઝિટ લોન્જ છે ?' અમારામાંથી કેટલાક પોતાની મેળે જુદા જુદા અધિકારીઓને પૂછી આવ્યા. કોઈક અધિકારીએ સૂચવ્યું કે ‘તમારે સરખો આરામ કરવો હોય તો ઍરપૉર્ટની બહાર જ પંચતારક હોટલ છે. ત્યાં તમારે માટે ચા-નાસ્તો, બપોરનું ભોજન વગેરે સહિત બધી સગવડ થઈ શકે એમ છે. એ માટે તમારે કશું ચૂકવવાનું નથી. ઇજિપ્ત ઍરલાઇન્સના ખર્ચે જ એ સગવડ તમને કાયદેસર મળી શકે એમ છે. એથી તમને પૂરતો આરામ મળશે.' દૂર કંડક્ટર ગોન્સાલવિસ પણ તપાસ કરી આવ્યા અને આ વાતનું એમણે સમર્થન કર્યું. કેટલાક લોકો ઉતાવળિયા અને અધીરા હોય છે. કેટલાક જાણે પોતાને જ બધી ખબર હોય એમ વર્તવા લાગે છે. કેટલીક શ્રીમંત વ્યક્તિઓમાં વળી જુદી જ જાતનો ઘમંડ હોય છે. સમૂહમાં હોઈએ ત્યારે બધી કક્ષાના માણસોનો વિચાર કરવાને બદલે તેઓ પૈસે પહોંચી વળવાની પોતાની શક્તિના તાનમાં જ હોય છે. અમારા ગ્રુપમાં ત્રણેક એવાં યુવાન શ્રીમંત દંપતી હતાં. પંચતારક હોટેલની વાત સાંભળતાં જ એમના ચરણમાં ચળ ઊપડી. બસ, ટ્રાન્ઝિટ લોન્જ તે કંઈ આરામ કરવાની જગ્યા છે ? તેઓએ હઠ પકડી કે જો પંચતારક હોટેલમાં જવા મળતું હોય તો શા માટે ન જવું ? મેં મારા અનુભવને આધારે બધાને કહ્યું, ‘આંતરરાષ્ટ્રીય વિમાનમથકમાં ટ્રાન્ઝિટ વિસ્તારમાં આપણે હોઈએ ત્યાં સુધી આપણા એ દેશના વિસા વપરાતા નથી, પરંતુ આપણે કસ્ટમ્સમાંથી નીકળીને બહાર જઈએ એટલે આપણા વિસા વપરાઈ જાય છે. આપણી પાસે સિંગલ એન્ટ્રી વિસા છે. વળી પાછા ફરતાં ચાર દિવસ ઇજિસમાં આપણે રહેવાનું છે. આપણે ઍરપૉર્ટ છોડી બહાર હોટેલમાં રહી શકીએ છીએ અને કેરોમાં હરીફરી શકીએ છીએ એનો અર્થ એ થાય કે આપણે ટ્રાન્ઝિટ પૅસેન્જર નથી. આપણા વિસા વપરાઈ જાય છે. કેટલાક દેશોમાં ટ્રાન્ઝિટ પૅસેન્જરોને ઍરપૉર્ટની બહાર લઈ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન જવાય છે, બસમાં ફેરવાય છે, હોટેલમાં ઉતારાય છે, પરંતુ તેઓ સત્તાવાળાના કબજામાં હોય છે. અહીં એ પ્રમાણે નથી. એટલે પૂરતી તપાસ કર્યા પછી આગળ વધવું જોઈએ.' પેલાં યુવાન દંપતીઓએ રૂઆબથી કહ્યું, “અમે બધી તપાસ કરી લીધી છે. ઈજિમ ઍરલાઈન્સના અને ઍરપૉર્ટના કસ્ટમ્સના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે આપણે કાયદેસર બહાર હોટેલમાં જઈ આરામ કરી શકીએ છીએ.' ઍરલાઈન્સના અને કસ્ટમ્સના અધિકારીઓની વાત એમની દષ્ટિએ સાચી હતી, પરંતુ તેમને કોઈએ એવો પ્રશ્ન કર્યો ન હતો કે બહાર જવાથી અમારા વિસા વપરાઈ જશે કે કેમ ? મેં ગોન્સાલવિસને કહ્યું, ‘તમે ફરીથી જઈને પૂછો તો ખરા કે તેઓ આપણને ટ્રાન્ઝિટ પેસેન્જરને જુદો પાસ આપશે કે પાસપોર્ટમાં વિસા ઉપર સિક્કો મારશે ?' ગોન્સાલવિસે ચિડાઈને કહ્યું, 'ડૉ. શાહ, તમે બહુ ચીકાશ કરો છો. ઍરપોર્ટના અધિકારીઓ આપણને આટલો સરસ સહકાર આપે છે, એમાં આવી નાની નાની વાતની ક્યાં કચકચ કરવી ? અમે બધી ખાતરી કરી લીધી છે અને બધી જવાબદારી મારી છે.” દરમિયાન અમારામાંના કેટલાક ઉતાવળિયા તો ફોર્મ ભરી, પાસપોર્ટમાં સિક્કો મરાવી બહાર પણ નીકળી ગયા. મને થયું કે એક જ મોટા ગ્રુપમાં સાથે પ્રવાસ કરતા હોઈએ ત્યાં આપણી વાતનો પછીથી બહુ આગ્રહ રાખવાનો અર્થ નથી. સૌનું થશે તે આપણું થશે એમ માનીને અમે પણ લાઈનમાં જોડાયા અને પાસપોર્ટમાં વિસા ઉપર સિક્કો મરાવી બહાર નીકળ્યા. ઍરપૉર્ટથી થોડા અંતરે જ નવી બંધાયેલી પંચતારક હોટેલ દેખાતી હતી. બસમાં બેસી અમે ત્યાં પહોંચ્યા. હોટેલમાં દાખલ થતાં જ બધાનાં મન પ્રફુલ્લિત થઈ ગયાં. આસપાસનું પ્રાકૃતિક મનોહર દશ્ય, હોટેલનું ખુશનુમા શાન્ત વાતાવરણ, વિશાળ તરણહોજ, ખાવાની વિવિધ વાનગીઓ, રૂમમાં આરામદાયક સગવડો ઈત્યાદિએ રાતના ઉજાગરાના થાકને હરી લીધો. ઘણાખરાએ હોટેલમાં આરામ કર્યો. કેટલાક ટેક્સી કરી થોડે દૂર આવેલા પિરામિડોને ચક્કર લગાવી આવ્યા. નિશ્ચિત સમયે અમે હોટેલ છોડી ઍરપોર્ટમાં પહોંચી ગયાં. અમે એમ્બાર્કેશન કાર્ડ ભર્યા અને પાસપોર્ટમાં ફરીથી સિક્કો પડ્યો. એથી મને તો મનમાં ખાતરી થઈ ગઈ કે વિસા વપરાઈ ગયા છે, પણ બોલવાથી કંઈ ફાયદો નથી એમ લાગ્યું. તુર્કસ્તાનના ઈસ્તંબુલ શહેરમાં અમે નિર્ધારિત સમયે પહોંચી ગયા. ચારેક દિવસ તુર્કસ્તાનમાં હરીફરી અમે ત્યાંથી ગ્રીસના પાટનગર એથેન્સ પહોંચ્યા. ઍરપોર્ટ પર સ્થાનિક એજન્ટે અમારું સ્વાગત કર્યું અને હોટેલ પર અમને મૂકવા આવ્યો. રૂમોની વહેંચણી થઈ ગઈ, સામાન મુકાઈ ગયો અને ચા-નાસ્તો લેવા અને રેસ્ટોરાંમાં ગયા. Page #188 -------------------------------------------------------------------------- ________________ ઇજિમના વિસા ૧૭૧ દરમિયાન એજન્ટે અમારા પાસપોર્ટ અને ટિકિટ મંગાવી લીધાં કે જેથી ઈજિત ઍરલાઈન્સની સ્થાનિક ઓફિસમાં જઈ તેઓ જે ફ્લાઈટમાં અમારું રિઝર્વેશન છે તે પાકું કરાવી લે. નાસ્તો કરી નગરદર્શન માટેની બસની રાહ જોતાં અમે લોન્જમાં બેઠાં હતાં. એટલામાં એજન્ટનો ગોન્સાલવિસ પર ફોન આવ્યો. અમારી ટિકિટ કન્ફર્મ થઈ શકે એમ નથી માટે એમણે તરત ઍરલાઈન્સની ઑફિસે પહોંચવું પડે એમ હતું. તેઓ ઊપડ્યા. અમે નગરદર્શનના કાર્યક્રમ માટે નીકળ્યા. એક્રોપોલિસ, ડાયોનિસસનું થિયેટર, ઓલિમ્પિયા, ફિલોપેપસની ટેકરી, સૉક્રેટિસનું સ્થળ વગેરેની મુલાકાત લઈ અમે સાંજે હોટેલ પર પહોંચ્યા ત્યારે ગોન્સાલવિસ નિરાશ વદને લોન્જમાં બેઠા હતા. એમણે કહ્યું, “ઈજિપ્તના આપણા વિસા વપરાઈ ગયા છે, માટે હવે આપણે ઈજિત જઈ શકીએ એમ નથી. સીધા મુંબઈ જ જવું પડશે એમ ઍરલાઈન્સે કહ્યું છે. આખો દિવસ ઘણી માથાકૂટ કરી પણ પત્યું નથી. આવતી કાલે સવારે ફરીથી જવું પડશે.' અમારા માટે ચિંતાનો વિષય થયો. ગોન્સાલવિસને પોતાની ભૂલ સમજાઈ. બધાની જવાબદારી એમને માથે આવી. બીજે દિવસે સવારે અમે કોરિન્થના અવશેષો જોવા જવાના હતા. અમે નાસ્તો લેતા હતા ત્યારે ગોન્સાલવિસે આવીને કહ્યું કે પોતાને આખી રાત ચિંતામાં ઊંઘ આવી નથી. અમે કોરિન્થ જવા ઊપડ્યા અને ગોન્સાલવિસ ઈજિસની સ્થાનિક કૉમ્યુલેટની ઑફિસે જવા ઊપડ્યા. સાંજે અમે પાછા ફર્યા ત્યારે ગોન્સાલવિસે નિરાશાજનક સમાચાર આપ્યા કે ઈજિસ કૉમ્યુલેટ ફરીથી વિસા આપી શકે તેમ નથી. ભારતીય નાગરિકોએ ભારતમાંથી વિસા લેવા જોઈએ. ગોન્સાલવિસની છાતી ધડક ધડક થતી હતી. એમના ચહેરા પર ગભરામણ દેખાતી હતી. અમે એમને આશ્વાસન આપ્યું કે ‘ઇજિસ ભલે ફરીથી ન જવાય તો કંઈ નહિ, આપણે સીધા મુંબઈ જઈશું.' પણ વધારામાં એમણે કહ્યું કે વિમાનમાં આટલા બધાનું મુંબઈનું રિઝર્વેશન પણ દસ દિવસ સુધી મળી શકે એમ નથી.' ગોન્સાલવિસને આખી રાત ઊંઘ ન આવી. ઊંઘવાની ટીકડી લેવી પડી. સવારે મોડા ઊડ્યા. અમે નાસ્તો લેતા હતા ત્યારે આંખો ચોળતાં ચોળતાં તેઓ રેસ્ટોરાંમાં આવ્યા. એમનો ચહેરો સૂજી ગયો હતો. અમારામાનાં એક ડૉકટરે એમને તપાસ્યા, તો જણાયું કે એમનું બ્લડપ્રેશર વધી ગયું હતું. એમને આખો દિવસ હોટેલમાં આરામ કરવાની સલાહ આપવામાં આવી. સ્થાનિક એજન્ટે આવી અમારી પાસે ઈજિસના વિસાનાં ફોર્મ ભરાવ્યાં. અમે અમારા ફોટા આપ્યા. વિસા માટે ફરીથી ફી આપવાની હતી તેના ડૉલર આપ્યા. અમારામાંના એક પ્રવાસી, એજન્ટને મદદ કરવા રોકાયા. તેઓ ઈજિસ ઍરલાઈન્સની ઑફિસે જઈ ત્યાંથી મુંબઈની ઍક્સેિ સંદેશો મોકલાવશે. મુંબઈની એરલાઈન્સની ઑફિક્સ ઈજિસ , Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પાસપૉર્ટની પાંખે ઉત્તરાલેખન કૉન્સ્યુલેટ આગળ રજૂઆત કરશે. એ કૉન્સ્યુલેટ ગ્રીસની ઇજિમ કોન્સ્યુલેટને સૂચના આપશે તો તે વિસા આપશે. આમ માથાકૂટ ઘણી હતી. હવે અમારો કાર્યક્રમ એન્જિયન સમુદ્રના ટાપુઓની સહેલગાહ કરવાનો હતો. સ્ટીમરમાં બેસી, સહેલગાહ કરી સાંજે અમે પાછા ફર્યા ત્યારે એજન્ટે અમને ખુશખબર આપ્યા કે આખું ચક્ર બરાબર ફેરવાઈ ગયું છે એટલે સદ્ભાગ્યે ઇજિમના બીજા વિસા સમયસર મળી ગયા છે. એક મોટી ચિંતાનો વિષય ટળી ગયો. વિદેશમાં આવી સમસ્યાનો તરત ઉકેલ ન આવે તો ખર્ચના મોટા ખાડામાં ઊતરવાનું થાય. કયારેક તો એટલું વિદેશી ચલણ પણ પાસે ન હોય. - ગોન્સાલવિસ દવાઓ લઈ પોતાની રૂમમાં હજુ ઊંઘતા જ હતા. તેઓ ભોજન માટે ઊઠ્યા ત્યારે આ સારા સમાચાર સાંભળી રાહત અનુભવવા લાગ્યા. બીજે દિવસે સવારે અમે એથેન્સના ઍરપૉર્ટ પર પહોંચી ગયા. ગોન્સાલવિસને હવે થોડી સ્વસ્થતા જણાતી હતી. વિમાનમાં બેસી અમે કેરો પહોંચ્યા. ગોન્સાલવિસે કશું ખાધુંપીધું નહિ. વિમાનમાં આખે રસ્તે એમણે ઊંઘ્યા જ કર્યું. કેરો આવતાં તેઓ થોડા વધુ સ્વસ્થ જણાયા. ગ્રીસના સાંસ્કૃતિક અવશેષો નજરે નિહાળવાનું એમનું સ્વપ્ન ઊંઘમાં, સ્વપ્નાવસ્થામાં જ વિલીન થઈ ગયું હતું. Page #190 -------------------------------------------------------------------------- ________________ રિજેન્સબર્ગમાં રાતવાસો કલાક પહેલાં તો અમને ખબર પણ નહોતી કે અમારે રાતવાસો રિજેન્સબર્ગ(Regensberg)માં કરવાનો છે. રિજેન્સબર્ગનું નામ પણ સાંભળ્યું નહોતું. અમે જર્મનીના ફ્રેન્કફર્ટ શહેરથી ઑસ્ટ્રિયાના પાટનગર વિયેના જવા નીકળ્યાં હતાં. અમારી ગાડીના ચાલક હતા યુરોપના પ્રવાસના પ્રખર અનુભવી શ્રી કિશોરભાઈ. ઇંગ્લેન્ડથી મિત્રો-સંબંધીઓને પોતાની મોટરકારમાં લઈ જઈ યુરોપનો પ્રવાસ કરાવવો એ એમનો શોખ પણ હતો અને વ્યવસાય પણ હતો. ફેન્કફર્ટથી સવારના નીકળી જુદે જુદે સ્થળે ફરતાં ફરતાં અમે વિયેના તરફ આગળ વધતાં જતાં હતાં. કિશોરભાઈએ ઘડિયાળમાં જોઈ કહ્યું, “રમણભાઈ, સાંજના છે વાગવા આવ્યા છે. ઉનાળાના દિવસો છે એટલે ત્રણ-ચાર વાગ્યા હશે એવું લાગે. હજુ અડધો રસ્તો પણ કપાયો નથી. તમે કહો તો વિયેના પહોંચી જઈએ અને કહો તો ક્યાંક રાત્રિમુકામ કરી લઈએ.' 'શું કરીશું ?' મેં મારાં પત્ની તારાબહેનને પૂછયું. “આપણે ક્યાંક રાત રોકાઈ જઈએ. આપણી પાસે ફરવાના દિવસો તો છે, પછી શા માટે થાકીને પ્રવાસ કરવો ?' 'પપ્પા, એ જ બરાબર છે. રાતના સરખી ઊંઘ મળી જાય એટલે સવારના આરામથી નીકળી શકીએ.' મારી પુત્રી શૈલજાએ કહ્યું. કિશોરભાઈએ કહ્યું, “મને ગાડી ચલાવવાનો વાંધો નથી, પણ હું ચલાવતો રહું અને તમે ત્રણે જણ ઝોકાં ખાતાં રહો તો એની મજા નહિ આવે. હું તો આખી રાત ગાડી ચલાવવાને ટેવાયેલો છું. વિયેના પહોંચતાં રાતના મોડું થઈ જાય. એટલે આપણે હવે નિર્ણય લઈ લેવો જોઈએ કે સીધા વિના પહોચવું છે કે કયાંક રાત્રિરોકાણ કરી લેવું છે.' ઠેઠ વિયેના સુધી ન પહોંચતાં રસ્તામાં જ કોઈ શહેરમાં રાત રોકાઈ જવાનો અને નિર્ણય કર્યો. કિશોરભાઈએ મારા હાથમાં નકશો આપ્યો. રસ્તામાં આવતાં નાનાં-મોટાં નગરોનાં નામ હું બોલતો ગયા. કિશોરભાઈએ કહ્યું, “આ બધાં નગરોમાં રિજેન્સબર્ગ ઠીક રહેશે. સહેજ મોટું શહેર છે એટલે હોટેલો પણ સારી હશે.' યુરોપ, અમેરિકા વગેરેમાં પોતાની મોટરકારમાં પ્રવાસ કરીએ તો યથેચ્છ ફરી શકીએ અને મરજી મુજબ રાત્રિરોકાણ કરી શકીએ. અગાઉથી હોટેલનું રિઝર્વેશન કરાવવાની ૧૭૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન જરૂર નહિ. “રાત પડે ત્યાં રાતવાસો' એ કહેવત મુજબ ફરી શકીએ. પાંચપંદર કિલોમીટર આગળપાછળ જવું હોય, એક ગામ નહિ તો બીજું ગામ, એક હોટેલ નહિ તો બીજી હોટેલ - એવી પસંદગીનો અવકાશ રહે. વિચાર બદલાય અને કોઈ નગરમાં પાછા ફરવું હોય તોપણ ફરી શકાય. ધોરી માર્ગ છોડી અમે હવે રિજેન્સબર્ગનો રસ્તો લીધો. નગરમાં દાખલ થયાં, પરંતુ ત્યાં જે સારી હોટેલો હતી તેમાં જગ્યા નહોતી અને જેમાં જગ્યા હતી તે દારૂ જુગારના અા જેવી હતી એટલે તે પસંદ ન કરી. તપાસ કરતાં જાણવા મળ્યું કે શહેરની બહાર દસેક કિલોમીટર દૂર, રસ્તા પર જ એક નાની હોટેલ છે. તે મોટેલ જેવી એટલે કે માત્ર રાત રોકાવાની સગવડવાળી છે. અમે ત્યાં પહોંચ્યાં. રિસેપ્શનિસ્ટ યુવતીએ આવકાર આપ્યો. રૂમો બતાવી. ભાવ પણ વાજબી હતો. તરત નિર્ણય થયો. બે રૂમ રાખી. સામાન મૂક્યો અને હાથમાં ધોઈ, તાજા થઈ અમે શહેરમાં ફરવા જવાનો વિચાર કર્યો, કારણ કે હજુ અંધારું થવાને વાર હતી. તૈયાર થઈ અમે નીચે કાઉન્ટર પર રિસેપ્શનિસ્ટ યુવતીને ચાવીઓ આપી અને રિજેન્સબર્ગ વિશે થોડી માહિતી મેળવી લીધી. વાતચીત પરથી જાણવા મળ્યું કે અમે પાછા ફરીએ ત્યારે એ યુવતી જ ફરજ પર હશે, કારણ કે એની નોકરી રાતપાળીની હતી. | ગાડીમાં બેસતાં મેં કિશોરભાઈને કહ્યું, “અહીં મહિલાઓ રાતપાળી પણ કરે છે એ સારી વાત કહેવાય.' આવી જગ્યામાં તે એકલી નોકરી કરે છે એટલે જબરી તો હોવી જ જોઈએ. કેવી ઊંચી, સશક્ત અને ચબરાક દેખાય છે !' મારાં પત્નીએ કહ્યું. કિશોરભાઈએ કહ્યું, યુરોપમાં અને તેમાં પણ જર્મનીમાં સ્ત્રીઓ ઘણી હિંમતવાળી હોય છે. અડધી રાતે ટેક્સી ચલાવતી સ્ત્રીઓ પણ તમને જર્મનીમાં જોવા મળશે. ગમે તેવી સ્થિતિમાં તેઓ પહોંચી વળે એવી હોય છે.' અમે રિજેન્સબર્ગમાં દાખલ થયાં. જર્મનીનું આશરે સવા લાખની વસ્તી ધરાવતું રોમનોના વખતનું એ પ્રાચીન શહેર છે. ડાન્યુબ નદીના કાંઠે આવેલા આ શહેરનો બંદર તરીકે પણ સારો વિકાસ થયો છે. અમે પહેલાં ગાડીમાં જ બેસી થોડું ફરી લીધું અને પછી એક સ્થળે ગાડી પાર્ક કરી પગે ચાલીને લટાર મારવા લાગ્યાં. બારમા સૈકાનું એક ભવ્ય, ઉત્તુંગ ઐતિહાસિક ખ્રિસ્તી દેવળ જોયું. મધ્યયુગીન એવાં બીજ બે દેવળો બહારથી જોયાં. દેવળોનો ઝળહળતો મધ્યયુગ હવે આથમી ગયો હતો. અહીંના લોકો હવે રૂઢિગત ધર્મક્રિયાઓ પ્રત્યે ઉદાસીન થઈ ગયા છે. બીજા વિશ્વયુદ્ધ પછી જર્મન પ્રજાએ પુનરુત્થાનના કાર્યમાં જબરો પુરુષાર્થ કર્યો છે, પરંતુ દેવળો સૂનાં પડ્યાં છે. હવે તે સ્મારક જેવાં બની ગયાં છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫ રિજેન્સબર્ગમાં રાતવાસો - સાંજનો સમય હતો. ઑફિસો છૂટી ગઈ હતી. દુકાનો બંધ થઈ ગઈ હતી. રસ્તા પર લોકોની અવરજવર ઘટતી જતી હતી. કોઈ કોઈ બંધ દુકાનોનાં શોકેસમાં ગોઠવેલી અવનવી ચીજવસ્તુઓનું અમે વિન્ડો શોપિંગ કરતાં કરતાં એક સાંકડી ગલીમાંથી પસાર થયાં. જૂની શૈલીનાં મકાનો એના પ્રાચીન વાતાવરણના નિર્માણમાં સહાયક બનતાં હતાં. અમારા ભારતીય ચહેરા અને પોશાકને લીધે કેટલાક રહેવાસીઓ માટે અમે તાકી રહેવાનું નિમિત્ત બનતા હતા. રિજેન્સબર્ગ જેવા નાના શહેરના મહોલ્લાઓમાં આંટા મારવાનું અમારા ભાગ્યમાં લખાયું હશે એવી સ્વપ્ન પણ કલ્પના નહોતી. ભવિષ્યમાં જિંદગીમાં અહીં બીજી વાર આવવાનું કોઈ કારણ પણ નહિ હોય એ પણ નિશ્ચિત હતું. સંધ્યા સમયે, દીવાટાણે જ્યારે સૌ પોતપોતાના ઘરમાં પહોંચી ગયાં હોય, વાળુ કરતાં હોય ત્યારે એક પરદેશી તરીકે અમે એની શેરીઓમાં મુગ્ધતાથી અવલોકન કરતા ફરતાં હતાં એ અનુભવ વિશિષ્ટ પ્રકારનો હતો. એક રેસ્ટોરાંમાં ભોજન લઈ અમે અમારી હોટેલ પર પાછાં ફર્યા. રાતના દસ વાગવા આવ્યા હતા. હોટેલમાં દાખલ થતાં જ અમે જોયું કે કાઉન્ટર પાસેની, આઠદસ માણસ બેસી શકે એવી નાની લૉન્જમાં રિસેપ્શનિસ્ટ યુવતી કોઈ બે યુવાનો સાથે શરાબની મોજ માણી રહી હતી. અમને જોઈને જ એ બોલી, “તમને વાંધો ન હોય તો તમારા રૂમની ચાવીઓ સામેના ચાવીના બોર્ડ પરથી લઈ લેશો..... આભાર તમારો.” અમે બોર્ડ પરથી ચાવીઓ લઈ દાદર ચડી અમારા પોતપોતાના રૂમમાં દાખલ થયાં. હું બેઠો કે તરત કિશોરભાઈએ કહ્યું, ‘રમણભાઈ, આમાં તમને કંઈ અવલોકન કરવા જેવું લાગ્યું ?' 'ના, મને કશું લાગ્યું નહિ. અહીં સ્ત્રીઓ શરાબ પીએ છે એ તો જાણીતું છે.' “હું તમને સમજાવું. એક તો રિસેપ્શનિસ્ટની ફરજ છે કે એણે ઊભા થઈને આપણને ચાવી આપવી જોઈએ. બીજું, હોટેલના ગ્રાહકોએ પોતપોતાના રૂમમાં બેસી દારૂ પીવો જોઈએ. લૉન્જમાં દારૂ ન પિવાય. કેટલીક સેટેલોમાં લૉન્જમાં જ બેસીને લોકો દારૂ પીતા હોય છે. ન પિવાય એવો કોઈ કાયદો નથી, પરંતુ એવી હોટેલોમાં અચાનક ક્યારે ધમાચકડી થઈ જાય તે કહેવાય નહિ. ત્રીજું, ગ્રાહકો પીતા હોય તો પણ રિસેપ્શનિસ્ટથી એમાં જોડાવાય નહિ. અત્યારે એ ફરજ પર છે. એકબીજાને આગ્રહ કરવામાં ક્યારે નશો ચડી જાય તે કહેવાય નહિ.' “તો પછી એણે કેમ આમ કર્યું હશે ?' કાં તો એના પોતાના કોઈ મહેમાનો હશે અને કાં તો ગ્રાહકો પાસેથી મફતમાં મળતા દારૂની લાલચ એ રોકી શકી નહિ હોય. જે હોય તે, એનું એ જાણે. આપણે તો સવારે ઊઠી, ચા-કોફી પીને નીકળી જવું છે, એટલે બીજી શી ચિંતા ?' Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન | કિશોરભાઈની વાત સમજવા જેવી લાગી. વાતો કરતાં કરતાં અમે સૂઈ ગયાં. આખા દિવસના પ્રવાસથી અમે થાકેલાં હતાં એટલે તરત નિદ્રાધીન થઈ ગયાં. અડધી રાતે એકાએક કોઈ મહિલાની ચીસ સંભળાઈ. મારી આંખ ઊઘડી ગઈ. કિશોરભાઇ પણ જાગી ગયા. કોની ચીસ હશે એવો હજુ વિચાર કરીએ ત્યાં તો ફરીથી મોટી ચીસ સંભળાઈ. કંઈક ધમાધમ થતી હોય એવો નીચેથી અવાજ પણ આવ્યો. મેં કિશોરભાઈને કહ્યું, “નીચે કંઈ મારામારી થતી લાગે છે !' “એ આપણી રિસેપ્શનિસ્ટની જ રામકહાની હશે. આપણે જોયું ને કે શરાબ પીવા એ કેવી બેસી ગઈ હતી ! ‘એ કંઈ મુશ્કેલીમાં હોય તો આપણે એને બચાવવા નીચે જઈએ ?' આપણાથી એમ કોઈની વાતમાં વચ્ચે પડાય નહિ. આવી હોટેલોમાં રાતવાળી કરતી મહિલાઓ પોતાને માથે આવનારાં જોખમો વિશે જાણતી જ હોય. ચીસાચીસ કરી મૂકવી એ એમનું પહેલું શસ્ત્ર છે. આપણી રિસેપ્શનિસ્ટ મારામારીમાં પુરુષોને પહોંચી વળે એવી છે. આપણે વચ્ચે પડવા જઈએ તો રખે ને આપણે માર ખાઈ બેસીએ.' થોડી વારમાં નીચે વાતાવરણ શાન્ત થયેલું લાગ્યું. અમે પણ ઊંઘવા લાગ્યાં. કિશોરભાઈ તો ઘડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયા, પણ મને ઊંધ આવતાં વાર લાગી. અડધા કલાક પછી ફરી રિસેપ્શનિસ્ટની ચીસાચીસનો અવાજ આવ્યો. ધમાધમ થઈ અને પાછો અવાજ શાન્ત થઈ ગયો. કિશોરભાઈ તો બરાબર ઊંઘતા હતા, પણ મને બરાબર ઊઘ ન આવી. સવારે છ વાગે અમે ઊઠી ગયાં. મારાં પત્ની અને શૈલજા પણ ઊઠી ગયાં. રાતની ચીસાચીસની વાત થઈ. ચા-કૉફી પીને, સામાન સાથે અમે નીચે ઊતર્યા. હોટેલનું બિલ ચૂકવવા અમે રિસેપ્શનિસ્ટ પાસે ગયાં. તે તો એવી જ સ્વસ્થ અને સસ્મિત હતી. અમારું બિલ બનાવી એણે નાણાં લીધાં. મારાથી સહજ પુછાઈ ગયું, ‘રાત્રે કોઈની ચીસો સંભળાતી હતી તે શું હતું ?' “ઓહએ તો મારી જ ચીસ હતી. માફ કરજો, તમને ઊંઘમાં ખલેલ પડી હશે, નહિ ?' 'તમારી ચીસ સાંભળી અમને થયું કે નીચે આવીને તમને મદદ કરીએ.' મદદની કંઈ જરૂર નહોતી.' એમ કહી એણે પોતાના રાતના અનુભવની વાત કરી. ‘બે ઈટાલિયન વેપારીઓ આપણી હોટેલમાં ઊતર્યા. પછી તેઓ શહેરમાં ગયા. માનું છું કે દારૂની બૉટલ લેવા માટે જ ગયા હશે. પછી આવીને લોન્જમાં બેસી તડાકા મારવા લાગ્યા. બીજું કશું કામ નહોતું એટલે એમના કહેવાથી હું પણ એમની સાથે વાતોમાં જોડાઈ. એમની ઈટાલીની વાતોમાં મને પણ રસ પડ્યો. થોડી વારે પોતાની Page #194 -------------------------------------------------------------------------- ________________ રિજેન્સબર્ગમાં રાતવાસો ૧૭૭ બૅગમાંથી એમણે દારૂની બોટલ કાઢી. મને પણ દારૂ આપ્યો. મારાથી ના ન પાડી શકાઈ. એમ કરતાં કરતાં સમય કયાં પસાર થઈ ગયો તેની ખબર ન પડી. અડધી રાત થવા આવી હશે. હું ઊભી થવા ગઈ ત્યાં એક જણે હાથ પકડી મને બળજબરીથી બેસાડી. તેમના ઈરાદાની મને ગંધ આવી ગઈ એટલે મેં ચીસાચીસ કરી. તેઓ શાન્ત થયા, પણ મને ઊઠવા ન દીધી. મેં પણ નાટક શરૂ કર્યું. આગ્રહ કરી-કરીને બંનેને બાટલીમાંનો બધો દારૂ પિવડાવી દીધો. બંનેને સરખો નશો ચડી ગયો. ત્યાર પછી હું ઊભી થવા ગઈ તો મને પકડવા પ્રયત્ન કર્યો. મેં ફરી ચીસાચીસ કરી અને ધક્કો મારી બંનેને સોફા પર પાડ્યા. બંનેની આંખ ઘેરાઈ ગઈ હતી. ભાન રહ્યું નહોતું. બંનેને વારાફરતી ઉઠાડી, ટકો આપી બાજુની રૂમમાં સુવાડી દીધા. જે રીતે પથારીમાં પડ્યા તે જ રીતે હજુ ઘોરે છે. કોટ કે બૂટ ઉતારવાના હોશકોશ તેમનામાં રહ્યા નહોતા.... રાતના તમારી ઊંઘમાં ખલેલ પહોંચી હશે એ માટે દિલગીર છું.' ‘તમે ખરી હિંમત બતાવી કહેવાય !' ‘રાતની નોકરી કરવી હોય અને તે પણ આવી હોટેલોમાં, તો આટલી હિંમત તો રાખવી જ પડે. આવા અનુભવો અમારે માટે સામાન્ય છે. એને પહોંચી વળવા અમે ખાસ તાલીમ લીધી હોય છે. જરૂર પડે તો ફોન કરી તરત પોલીસને પણ બોલાવી શકાય છે.' જે વાત અમારે માટે તનાવયુક્ત હતી તે વાત રિસેપ્શનિસ્ટ યુવતી માટે સહજ હતી. ફરજ પૂરી કરી ઘેર જઈ એ તો નિરાંતે ઊંઘશે, પણ અમારા વિચારઆંદોલનો જલદી શમશે નહિ એમ અમને લાગ્યું. અમારી ગાડી વિયેના તરફ ચાલવા લાગી. ૧૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ વાઇકિંગના વારસદારો ઇગ્લેન્ડની ઉત્તરે, લંડનથી લગભગ હજારેક માઈલ દૂર, ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આવેલા ટાપુ આઈસલેન્ડના પાટનગર રેયાવિકમાં અમે હોટેલ લેઈકુર આઈરિસનમાં ઊતર્યા હતા. એક દિવસ અમે રેયાવિકથી લગભગ પંચોતેર માઈલ દૂર ઈશાન દિશામાં આવેલો ગલફોસ નામનો ધોધ જોવા જવાનો કાર્યક્રમ રાખ્યો હતો. એ માટે અમે એક સ્થાનિક કંપનીની ટૂરમાં જોડાયા હતા. સમય અનુસાર અમે એ ટ્રાવેલ કંપનીની બસમાં બેસવા માટે મુકરર સ્થળે પહોંચી ગયા. બસ તૈયાર જ ઊભી હતી. કેટલાક પ્રવાસીઓ આવી ગયા હતા. આવા પ્રવાસમાં બસમાં આગળ બેઠક મળી હોય તો ચડવા-ઊતરવામાં કેટલીક અનુકૂળતા રહે છે. પરંતુ બસમાં દાખલ થતાં જ અમે જોયું કે પહેલી બેઠકમાં એક શ્વેતકશી વૃદ્ધ મહિલા બેસી ગયાં હતાં અને કોઈક પુસ્તક વાંચતાં હતાં. માજીએ વહેલા આવીને પહેલી બેઠક પચાવી પાડી છે.' અમારામાંથી એકે ગુજરાતીમાં કહ્યું. આટલી ઉમરે પણ પ્રવાસનો એમને સારો શોખ હોય એમ લાગે છે.' બીજાએ પોતાનું અવલોકન જણાવ્યું. હસતાં હસતાં અમે પાછળ ખાલી બેઠકોમાં બેસી ગયા. બસમાં લગભગ પચીસેક પ્રવાસી હતા. સમય થયો એટલે ડ્રાઈવર બસમાં આવી ગયો. બસ ચાલુ કરી, પરંતુ ગાઈડ તરીકે કોઈ દેખાયું નહિ. એવામાં પહેલી બેઠકમાં બેઠેલાં એ વૃદ્ધ મહિલા ઊભાં થયાં. ડ્રાઈવર પાસેથી માઈક હાથમાં લઈ એમણે કહ્યું, “સજજનો અને સન્નારીઓ ! તમારું સ્વાગત કરતાં અમને બહુ આનંદ થાય છે. આજની સફરમાં હું તમારી ગાઈડ છું. આપણે અહીંથી ગલફોસનો ધોધ જોઈ સાંજે પાછા ફરીશું. આઈસલેન્ડની ભાષામાં ફોસ એટલે જ ધોધ.' એમને જોઈને અમને કેટલાકને આશ્ચર્ય થયું. અમે માંહોમાંહે બોલ્યા, “સારું થયું કે એમને વિશે આપણે ગુજરાતીમાં બોલ્યા.' ગાઇડે કહ્યું, “મારું નામ છે જેના ગ્રોઆ જેકબદોતિર. હું આઈસલૅન્ડની વતની છું. યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી હવે હું નિવૃત્ત છું. મને જોઈને તમને ૧૭૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ વાઇકિંગના વારસદારો ૧e આશ્ચર્ય થશે, કારણ કે હું પંચોતેર વર્ષની વૃદ્ધ મહિલા છું. દુનિયામાં બધે તમને ગાઈડ તરીકે યુવક કે યુવતી જોવા મળશે. પરંતુ રક્ષાવિકની પરિસ્થિતિ જુદી છે. અહીં સાતઆઠ મહિના ખાસ કોઈ પ્રવાસી હોતા નથી, કારણ કે આ હિમપ્રદેશમાં અસહ્ય ઠંડીમાં ફરવા કોણ આવે? એટલે ગાઈડ તરીકેનું મારું કામ ત્રણચાર મહિના જ ચાલે, પણ પછી રજા. આટલા વખતમાં જ કમાણી કરી લેવાની, પછી ફરવાની મજા. મને સાહિત્ય, ઈતિહાસ વગેરેનો શોખ છે અને ઈગ્લિશ ભાષા આવડે છે. એટલે જ કામ કરું છું. મને એ ગમે પણ છે. અહીં સાત-આઠ મહિના તો ચારે બાજુ બરફના ઢગલા હોય. ત્રણેક મહિના તો સતત અંધારી રાતની સતુ. ઘડિયાળમાં જોઈને દિવસ-રાત ગણવાનાં, કામ વગર કોઈ બહાર ન નીકળે. ઘણા લોકો તો ઘરમાં જ બેસી ટી.વી. જુએ, પુસ્તક વાંચે, પાનાં રમે, ભરત-ગૂંથણ કે એવી કોઈક પ્રવૃત્તિ કરે. મને પંચોતેર વર્ષ થયાં છે, પણ હજુ હું સશક્ત છું. તમે જોશો કે તમારામાંનાં કેટલાંક કરતાં વધારે ઝડપથી ચાલી શકું છું. જરૂર પડે તો હું દોડી પણ શકું છું. અહીં આઈસલેન્ડમાં અમારા લોકોની નસોમાં વાઈકિંગ પ્રજાનું લોહી વહે છે. અમે ખડતલ છીએ. ગમે તેવી મુશ્કેલીમાંથી પણ અમે રસ્તો કાઢી લઈએ. અહીંના ભયંકર હવામાનથી અમે ટેવાઈ ગયાં છીએ. આઈસલેન્ડમાં રહેવું અને કુદરતથી ડરવું એ બે સાથે ન હોઈ શકે.' ગાઈડ જોનાએ ત્યાર પછી અમને આઈલસૅન્ડની ભાષાના કેટલાક શબ્દો કહ્યા : હું એટલે એગ; તમે એટલે પુ; અમે એટલે વિડ; તે એટલે હન્ન; હા એટલે લા; ઇંગ્લિશ એટલે એકુ આ બધામાં અમારા માટે મહત્ત્વનો શબ્દ હતો આભારનો. આભાર એટલે તાક' અથવા 'તા ફાયરિર'. કેન્ડિનેવિયાના વાઈકિંગ લોકોની ભાષા તથા ઈગ્લેન્ડ અને આયરલેન્ડની ભાષાના સંમિશ્રણ જેવી, સ્થાનિક અસરવાળી ભાષા તે આઈસલેન્ડની ભાષા. અમારી બસ હવે રેકયાવિક નગર છોડી બહાર આવી ગઈ હતી. જોનાએ કહ્યું, હવે બંને બાજ એકસરખો ખુલ્લો પ્રદેશ તમને જોવા મળશે. તે દરમિયાન હું તમને અમારા આઈસલેન્ડ વિશે થોડીક વાત કરું. યુરોપના દેશોમાં વસવાટની દષ્ટિએ આઈસલેન્ડ છેલ્લો વસેલો દેશ છે, કારણ કે યુરોપની વાયવ્ય દિશામાં ઘણે દૂર, ઉત્તર ધ્રુવના વર્તુળમાં આવેલો આ દેશ છે. યુરોપમાં ગ્રીક સંસ્કૃતિ અઢી હજાર વર્ષ કરતાં વધુ પ્રાચીન છે, પરંતુ આઈસલેન્ડનો ઈતિહાસ હજાર-બારસો વર્ષથી વધુ જૂનો નથી. તેમાં પણ આરંભના સૈકાનો ઇતિહાસ તો નહિ જેવો છે.' બારીની બહાર ખાસ કશું જોવાનું ન હતું. સાવ સપાટ ધરતી હતી. ચારે બાજુ એક વૃક્ષ કે વલી જોવા ન મળે. જ્યાં ઊભા હોઈએ ત્યાંથી ક્ષિતિજનું આખું વર્તુળ જેવા મળે. આઈસલેન્ડની ધરતી એટલે ઠરી ગયેલા જ્વાળામુખીઓની ધરતી. એની કાળી, ચોકલેટી કે ઘેરી પીળી માટી એટલે મહેસૂલની જેમ કાણાંવાળાં ચોસલાં જેવી કઠણ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન માટી. એમાં ઘાસ પણ ન ઊગે. સામાન્ય રીતે કહેવાય છે કે વગડામાં ઘાસ તો પોતાની મેળે ઊગે. એની ખેતી કરવાની ન હોય. પણ અહીં તો ઘેટાં ચરાવવા માટે ઘાસ ઉગાડવા ઘણી મહેનત કરવી પડે છે. જોનાએ આઈસલૅન્ડના ઈતિહાસ વિશે વધુ માહિતી આપતાં કહ્યું, “આઈસલેન્ડની ધરતી ઉપર સર્વ પ્રથમ પગ મૂકનાર તે આયરલેન્ડના પાદરીઓ હતા. આયરલેન્ડથી ઉનાળામાં વહાણમાં નીકળી દરિયામાં સીધા ઉત્તર દિશામાં તેઓ અહીં આવી પહોંચતા. પછીથી એમણે અહીં વસવાટ કર્યો. ઈ.સ.ના આઠમા સૈકામાં તેઓ આવેલા. પરંતુ ત્યાર પછી નોર્વેના વાઈકિંગ લોકો આવ્યા. એટલે તેઓ આઈસલેન્ડ છોડી પાછા આયરલેન્ડ ચાલ્યા ગયા હતા. ઈ.સ. ૮૦૦ થી ૯૩૦ના ગાળામાં નોર્વેના વહાણવટીઓ અહીં આવીને વસવા લાગ્યા. નોર્વે, ડેન્માર્ક અને સ્વીડનનો પ્રદેશ સ્કેન્ડિનેવિયા તરીકે ઓળખાય છે. આ પ્રદેશના લોકો નોર્ડિક (Nordic) કહેવાતા. વખત જતાં તેઓ વાઇકિંગ તરીકે જાણીતા થયા. આ સાહસિક, મહત્ત્વાકાંક્ષી, જબરા લોકોએ અહીં આઈસલેન્ડ પર કબજો મેળવ્યો અને અહીંથી આગળ જઈ ગ્રીનલેન્ડ પર પણ પોતાનું વર્ચસ્વ જમાવ્યું. ત્યારે આઇસલૅન્ડની વસ્તી પંદર-વીસ હજારની પણ નહિ હોય. પરંતુ એ યુગ ભારે પરાક્રમનો હતો. એની ઘણી ઐતિહાસિક વિગતો મળે છે. એ બધાં લખાણો SAGA તરીકે ઓળખાય છે. SAGA એટલે આઈસલૅન્ડનો ભવ્ય ભૂતકાળ. એક જમાનો એવો હતો કે જ્યારે એમ મનાતું કે વાઈકિંગ લોકો એટલે દરિયાઈ ચાંચિયા, લુચ્ચા, જબરા અને ઘાતકી. પણ હવે ઇતિહાસકારો કહે છે કે વાઈકિંગ લોકો એટલે Raiders નહિ, તેઓ Traders – વેપારી પણ હતા. તેઓ જાનના જોખમે પણ આગળ વધવાની મહત્ત્વાકાંક્ષાવાળા હતા. તેઓએ પોતાની નૌકાવિદ્યા વિકસાવી હતી. તેમની નૌકાઓ એટલે કલાનો પણ ઉત્તમ નમૂનો. અજાણ્યા મલકમાં જવા એમની આંખો તલસતી, નોર્વે અને આઇસલૅન્ડની વચ્ચેના સમુદ્ર પર તેમનું જ વર્ચસ્વ રહેલું.' આઈસલૅન્ડના ઇતિહાસની રસિક વાતો કરતાં કરતાં જેનાએ કહ્યું, “અમારો દેશ એટલે વિશિષ્ટતાઓ અને વિચિત્રતાઓનો દેશ. દાખલા તરીકે મારું આખું નામ છે જોના ગ્રોઆ જેકબદોતિર. તમે મને કહેશો કે આમાં ગ્રોઆ તે કોણ ?' ગ્રોઆ તમારા પતિનું નામ અથવા પિતાનું નામ લાગે છે. અમારામાંથી કોઈક બોલ્યું. “નહિ. ગ્રોઆ મારી માતાનું નામ છે. અહીં આઈસલેન્ડમાં આમ તો ફક્ત નામ અને ઓળખ લખવાનો રિવાજ છે, પરંતુ વચલું નામ લખવાની જરૂર પડે તો સ્ત્રીના નામ પછી એની માતાનું નામ લખવાનો રિવાજ છે, પિતા કે પતિનું નામ નહિ. તે પછી અટક લખાય છે. કેટલાકની અટકમાં પિતાના નામ પછી દીકરો હોય તો Son જોડાય છે અને દીકરી હોય તો Dottir જોડાય છે. તમે જોઈ શકશો કે અમે વાઇકિંગના વારસદારો છીએ. અમારામાં સ્ત્રીઓનું મહત્વ પણ કેટલું બધું છે !' Page #198 -------------------------------------------------------------------------- ________________ વાઈકિંગના વારસદારો ૧૮૧ હવે તમને બીજી એક વાઈકિંગ વિશિષ્ટતા બતાવું,' જોનાએ કહ્યું, “તમારી ડાબી બાજુ બારીમાંથી બહાર જુઓ. હવે ડુંગરાઓ ચાલુ થયા છે. તમને કંઈ દેખાય છે ?' ડુંગરોની તળેટીથી સહેજ ઊંચે બેઠા ઘાટનું લાકડાનું એક ઘર હતું. હું બોલ્યો, ઓહો ! ઠેઠ અહીં સુધી માણસો વસ્યા છે !' ના, અહીં સુધી માણસો વસ્યા નથી. આ તો ફક્ત એક જ ઘર છે. એને ઘર કહેવા કરતાં લાકડાની કેબિન કહેવી એ વધુ યોગ્ય છે.' જોનાની સૂચનાથી ડ્રાઈવરે બસ ઊભી રાખી. ડુંગરની ધાર ઉપર ઘણા મોટા મોટા પથરાઓની વચ્ચે એ કેબિન હતી. ત્યાં જવાની કોઈ કેડી પણ નહોતી. એમાં કોઈ રહે છે ?' હા. એક યુવાન ભાઈ એમાં રહે છે.” આટલે બધે દૂર અહીં એકલા રહેવાનું કારણ ?' 'બસ, એક તમન્ના. તમે જુઓ છો કે રેક્ષાવિકથી આટલે બધે દૂર આ ઘરને વીજળીનું કે પાણીનું કોઈ જોડાણ નથી. ત્યાં જે ભાઈ રહે છે તે ફક્ત ઉનાળામાં ચારેક મહિના આવીને રહે છે. ઉનાળામાં અહીં રાતના બાર-એક વાગે સૂર્યાસ્ત થાય અને અઢી-ત્રણ વાગતાં તો સૂર્યોદય થઈ જાય. બે-ત્રણ કલાકની રાતમાં અહીં આઈસલેન્ડમાં અંધારું ન હોય. જોઈ શકાય એવો, ચાંદની રાત કરતાં પણ વધારે ઉજાસ હોય. સંધ્યા કે પરોઢ જેવો ઉજાસ લાગે. એટલે લાઈટની જરૂર ન પડે. પીવાનું પાણી અને ખાધાખોરાકી વગેરે બધું પોતે ભરી લીધું હોય. “તેઓ ઉનાળામાં અહીં ડુંગરોમાં રહેવા આવે છે એટલે પ્રકૃતિના પ્રેમી હશે !' હા, એ તો ખરું, પણ બીજું મહત્ત્વનું કારણ છે.' એકલા રહે છે કે પત્ની-બાળકો સાથે રહે છે ?' એકલા જ. પરણ્યા નથી. હાથે રસોઈ કરીને ખાઈ લે છે. ચાર મહિના ઘરની બહાર નીકળતા નથી. હવે હું તમને સવાલ પૂછું છું. તમે કંઈ અનુમાન કરી શકો છો કે તેઓ શા માટે અહીં આવીને રહે છે ?' ‘રકાવિકમાં ગમતું નહિ હોય માટે.' કોઈકે કહ્યું. “ભારતમાં હોય તો અમે એક અનુમાન કરી શકીએ કે તેઓ કોઈ આધ્યાત્મિક સાધના માટે, મૌન, ધ્યાન, જપ વગેરે માટે રહેતા હશે. ભારતમાં અનેક આવા અસંગ તપસ્વીઓ, સાધકો, મહાત્માઓ એકલા રહેતા હોય છે.' અમે કહ્યું. 'ના, એવી કોઈ સાધના તેઓ કરતા નથી. તેઓ આખો દિવસ છાપાં, સામયિકો, પુસ્તકો વાંચે છે. જેનાએ કહ્યું. “તેમને ડર નહિ લાગતો હોય ?' કોઈકે પ્રશ્ન કર્યો. Page #199 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન ‘અહીં જંગલ જેવું જ નથી. એટલે જંગલી શિકારી પશુઓનો ડર કયાંથી હોય ?' બીજા કોઈકે કહ્યું. ‘અહીં ચોર-ડાકુનો ભય પણ ક્યાંથી હોય ? પાસે કંઈ હોય તો ચિંતા ને ?' જેનાએ કહ્યું, ‘ડરનો પ્રશ્ન જ નથી. ડર તો આ ભાઈને ગમે એવો છે. વસ્તુતઃ ડર ઉપર વિજય મેળવવા તો તેઓ અહીં રહેવા આવ્યા છે !' ‘એ કેવી રીતે ?’ ર ‘તમને સમજાવું. તમે જુઓ છો ને કે એમના ઘરની આસપાસ કેટલી બધી શિલાઓ પડી છે !' ‘કોઈ કોઈ શિલાઓ તો એમની દીવાલને અડીને પડી છે.’ અમારામાંથી કોઈકે કહ્યું. ‘દર વર્ષે ઉનાળામાં આ ડુંગરો પરથી ધડધડધડ કરતી મોટી શિલાઓ તૂટી પડે છે. શરૂઆતમાં તો બરફ ઓગળે એટલે હિમશિલાઓ તૂટી પડે. પછી પથ્થરની ભેખડો તૂટે. પડતી ગબડતી ભેખડો વેગથી નીચે ધસી આવે. આ ભાઈને એવો શોખ થયો કે જોખમો વચ્ચે જીવવું, મરવાનો ડર ન રાખવો. વાઇકિંગનું એ લોહી છે. એટલા માટે તો એમણે ઘર પણ લાકડાંનાં મજબૂત પાટિયાંનું નહિ, પણ પાતળાં પાટિયાંનું બનાવ્યું છે. ચાર વર્ષથી ઉનાળામાં તેઓ અહીં રહેવા આવી જાય છે. એટલી ખાધા-ખોરાકી વસાવી લે છે કે જેથી ઘરની બહાર જવું ન પડે. પ્રસન્નચિત્તે તેઓ રહે છે. દર વર્ષે અહીં ઘણી શિલાઓ પડે છે, પણ હજુ સુધી તેમને કશું થયું નથી.' ‘છે ને માણસો દુનિયામાં ! જીવનમાં નિર્ભયતા કેળવવા માટે કેવો નુસખો શોધી કાઢ્યો ! ધન્ય છે આવા મોતને મુઠ્ઠીમાં લઈને (ખડિયામાં ખાપણ લઇને) નીકળનારા માણસોને !' મારાથી બોલાઈ ગયું. અમારી બસ ગલફોસના રસ્તે આગળ ચાલી. Page #200 -------------------------------------------------------------------------- ________________ સુવામાં નવું વર્ષ ફિજી એટલે પેસિફિક મહાસાગરમાં “છોટા ભારત'. અનેક નાના નાના ટાપુઓનું બનેલું રાષ્ટ્ર. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ઉત્તર ભારત, બિહાર, ગુજરાત અને દક્ષિણ ભારતમાંથી અનેક લોકોને મજૂરી કરવા માટે ભારત બહાર લઈ જવામાં આવ્યા, તેમાં ફિજીમાં પણ સારી સંખ્યામાં લોકો ગયા. શેરડીનાં ખેતરોમાં કામ કરવા માટે, અન્ય પ્રકારની ખેતી માટે, કે બીજી મજૂરી કે કારકુની કરવા માટે એક સૈકા પહેલાં જે લોકો ત્યાં ગયા તેમના વારસોની એ જ માતૃભૂમિ બની ગઈ. ફિજીમાં સ્થાનિક ફિજિયન લોકો કરતાં ભારતીય લોકો બહુમતીમાં છે. હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી વગેરે લોકો ત્યાં છે. ફિજિયન અને ભારતીય લોકો ઉપરાંત કેટલાક ગોરા લોકો પણ ત્યાં વસેલા છે અને કેટલાક ચીની લોકો પણ ત્યાં છે. ટાપુઓ, સમુદ્રકિનારો, ડુંગરો અને હરિયાળીથી સભર ફિજીની નૈસર્ગિક રમણીયતા કંઈક જુદા જ પ્રકારની છે. મારે યોગાનુયોગ એવો થયો હતો કે ૧૯૭૭માં ફિજીના પ્રવાસે હું ગયો ત્યારે ડિસેમ્બર મહિનાના દિવસો હતા. ફિજીમાં નાંદી, લટકા, બા, સિંગાટોકા વગેરે સ્થળે ફરીને ફિજના પાટનગર સુવા હું પહોંચ્યો હતો. ત્યાંના ઝવેરાતના વેપારી શ્રી કાનજીભાઈ જોગિયાને ત્યાં હું ઊતયોં હતો. એમનું આતિથ્ય મારે માટે યાદગાર બની ગયું હતું. રોજ નવા નવા સ્થળે મને ફરવા લઈ જવાનો એમનો ઉત્સાહ પ્રશંસનીય હતો. એમ કરતાં તારીખ ૩૧મી ડિસેમ્બરનો દિવસ આવી પહોંચ્યો. પહેલી જાન્યુઆરીએ હું ફિજીથી ન્યૂઝીલેન્ડ જવાનો હતો. તા. ૩૧મી ડિસેમ્બરની સવારનો અમારો કાર્યક્રમ નિર્ધારિત કર્યો હતો તે પ્રમાણે ગોઠવાયો હતો. સાંજે જમીને ભાગવતકથામાં જવાનું નક્કી કર્યું હતું. સુવા પાસે રેવા નામની નદી છે. એ નદીના કિનારે આવેલા એક સ્થળે આ કથાનો કાર્યક્રમ હતો. ફિજીમાં જુદા જુદા મઠના કેટલાક સંન્યાસીઓએ ભારતથી આવીને કાયમનો વસવાટ કર્યો છે. આ ભાગવતકથા ભારતથી પધારેલા કોઈક સ્વામીજી કરતા હતા. શણગારેલી વ્યાસપીઠ પર બેસી, ગળામાં મોટા ગલગોટાની માળા ધારણ કરી, ભગવા વસ્ત્રધારી સ્વામી રામનરેશજી કૃષ્ણ અને સુદામાનો પ્રસંગ વર્ણવતા હતા. શ્રોતાઓની કક્ષાને ધ્યાનમાં રાખીને સ્વામીજીએ કથાવર્તન માટે હળવી મનોરંજક શૈલી અપનાવી હતી. ૧૮૯ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન કથા સાંભળી, પ્રસાદ લઈ અમે ઘરે આવ્યા ત્યારે રાતના સાડા દસ વાગી ગયા હતા. થોડી વાર અમે બેઠા ત્યાં કાનજીભાઈએ મારી આગળ પ્રસ્તાવ મૂક્યો : “તમે અમારા ઘરે મહેમાન તરીકે આવ્યા છો. આજે ફિજીમાં તમારો છેલ્લો દિવસ છે. વળી વર્ષનો પણ આજે આખર દિવસ છે. અહીં બધી હોટેલમાં નવા વર્ષની પાર્ટી થતી હોય છે. તમે થાકી ગયા ન હો તો આપણે કોઈક હોટેલમાં જઈએ. નવા વર્ષનું આગમન ઘરના ખૂણામાં બેઠાં બેઠાં વધાવીએ એના કરતાં બહાર સમૂહમાં ઉલ્લાસથી વધાવીએ તો વધારે આનંદ આવશે.' ' કહ્યું, “મને આવો ખાસ કોઈ શોખ નથી, તેમ ક્યાંય ન જવું એવું પણ નથી. મને પાશ્ચાત્ય ઢબનું નૃત્ય આવડતું નથી અને શરાબ હું પીતો નથી. છતાં તમે કહેશો તો જરૂર સાથે આવીશ.' નૃત્ય તો મને પણ આવડતું નથી અને શરાબ તો હું પણ પીતો નથી. આપણે તો મહેફિલમાં જઈને બેસીશું. તમે આવ્યા છો એટલે મને વિશેષ હોશ થાય છે કે કોઈ સારી હોટેલમાં બધાની વચ્ચે આનંદ માણીએ અને નવા વર્ષને હર્ષોલ્લાસથી વધાવીએ.” મારી સંમતિ મળતાં એમણે ટેબલ રિઝર્વ કરાવવા માટે હોટેલમાં ફોન જોડવા ચાલુ કર્યા. પણ દરેક હોટેલમાંથી એક જ જવાબ આવ્યો, “માફ કરજે, અમારી હોટેલમાં હવે જગ્યા નથી.' હોટલોમાંથી ના આવતી ગઈ એટલે મેં તો થોડી રાહત અનુભવી. પણ કાનજીભાઈએ કહ્યું, 'હોટેલવાળા ભલે ના કહે, આપણે જઈને ઊભા રહીએ. ટ્રાવેલ લૉજમાં તો મેનેજર સાથે મારે ગાઢ પરિચય છે. બે ખુરશી વધારાની મુકાવીને પણ આપણને બેસાડશે. કદાચ છેલ્લી ઘડીએ કોઈનું કેન્સલેશન આવ્યું હોય તો પણ આપણને જગ્યા મળી જશે.' અમે બંને કારમાં નીકળ્યા. હોટેલ ટ્રાવેલ લૉજ' પર પહોંચ્યા. પણ ત્યાં તો હોટેલનો દરવાજો જ બંધ કરી દેવામાં આવ્યો હતો અને જગ્યા નથી'નું પાટિયું બહાર લટકાવ્યું હતું. મેનેજરને મળવા માટે કોશિશ કરવી હતી, પણ અંદર કોઈ જવા દે તો ને ? અમે ત્યાંથી બીજી હોટેલ પર ઊપડ્યા. ત્યાં પણ એ જ સ્થિતિ હતી. અમારી જેમ બીજા પણ ઘણા લોકો દરવાજા બહાર આંટા મારતા હતા. હોટેલ સધર્ન ક્રૉસ, હોટેલ ગ્રાન્ડ પેસિફિક, હોટેલ ક્રેસ્ટ વગેરે હોટેલો પાસે જઈ આવ્યા, પણ બધે જ નિરાશા સાંપડી. કાર હતી એટલે ઝડપથી બધે ફરી વળ્યા, બીજું એક ચક્કર પણ લગાવ્યું, પણ પરિણામ એનું એ જ રહ્યું. કેટલીક વાર મોટી હોટેલોમાં જગ્યા ન મળે, પણ નાની હોટેલમાં જગ્યા મળી જાય. એવી હોટેલની તપાસ માટે અમે આખું સુવા ખુંદી વળ્યા (કારમાં), પણ કોઈ અમને નોતરવા તૈયાર નહોતું. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ સુવામાં નવું વર્ષ * ઘડિયાળનો કાંટો આગળ વધતો જતો હતો. અમારી ગાડી સુવાની શેરીઓમાં આંટા મારતી હતી. એવામાં એક સ્થળે એક મકાનની અગાશીમાંથી પાશ્ચાત્ય સંગીતના ધમધમાટીભર્યા સૂરો સંભળાવા લાગ્યા. અગાશી લાઈટ અને તોરણોથી શણગારેલી હતી. ગાડી પાર્ક કરી તપાસ કરવા અમે ત્યાં ગયા. મકાનમાં નીચે જ એક ટેબલ પાસે ફેન્સી કપડાંમાં બેઠેલા બે ફિજિયન યુવાનોએ અમને રોક્યા. પોતાની કલબ તરફથી આ કાર્યક્રમ છે એમ અમને જણાવ્યું. અમારે બે જણ માટે ટેબલની વ્યવસ્થા થઈ જશે એમ કહ્યું એટલે અમે નિરાંતનો દમ ખેંચ્યો. છેવટે એક જગ્યાએ તો આવકાર મળ્યો એથી અમે આનંદિત થઈ ગયા. કાર્યક્રમમાં દાખલ થવા માટે પ્રત્યેકની દસ ડૉલરની ફી હતી. આવી જગ્યા માટે દસ ડૉલર ઘણા કહેવાય. પણ અત્યારે એનો વિચાર કરવાનો નહોતો. ટિકિટ લઈ અમે અગાશીમાં પહોંચ્યા. ત્યાં કેટલાંક ફિજિયન યુવક-યુવતી ડિસ્કો નૃત્ય કરી રહ્યાં હતાં. વાતાવરણ પણ ભંગાર જેવું હતું. યુવક-યુવતીઓ તે કલબનાં પોતાનાં જ હશે એમ લાગ્યું. દસ ડૉલર ખર્ચી શકે એવા હોશકોશ એમના ચહેરા પર નહોતા. આમાં આપણું કામ નહિ', મેં કહ્યું. મને પણ લાગે છે કે આ સ્થળ અને વાતાવરણ આપણા સ્તરનું નથી.' કાનજીભાઈએ કહ્યું. અમે તરત નીચે ઊતર્યા. આયોજક યુવાનોને કાનજીભાઈએ કહ્યું, “અમને આ કાર્યક્રમ પસંદ નથી. એટલે અમે એમાં જોડાતા નથી. અમારી ટિકિટના પૈસા પાછા આપો.' - બેમાંથી એક યુવાને કડક અવાજે કહ્યું, “અમે ટિકિટના પૈસા પાછા નથી આપતા. તમને કાર્યક્રમ ગમે તો તમે બેસો. ન ગમે તો જઈ શકો છો. જેવી તમારી મરજી.” અમે કેટલીક રકઝક કરી, પણ પૈસા પાછા ન મળ્યા તે ન મળ્યા. વીસ ડૉલર ખોટા વેડફાઈ ગયા. અમે વધુ નિરાશ થઈ આગળ વધ્યા. હવે કોઈ આશા રહી ન હતી. લગભગ પોણા બાર થવા આવ્યા. પંદર મિનિટ માટે પણ કોઈ સારી હોટેલમાં જગ્યા મળે તો કાનજીભાઈ પૈસા ખર્ચવા તૈયાર હતા, પણ તેવી કોઈ શક્યતા જણાતી નહોતી. થોડી વાર પછી કાનજીભાઈએ કહ્યું, “હોટેલો તો બધી ફુલ' છે, પણ મને હવે એવું એક સ્થળ યાદ આવે છે કે જ્યાં નવા વર્ષની ઉજવણી માટે જગ્યા મેળવવાનો પ્રશ્ન હોતો નથી.” ‘એવી તે કઈ જગ્યા છે ?” કહું અહીં એક ખ્રિસ્તી દેવળ છે. ત્યાં ૩૧મી ડિસેમ્બરે રાતના નવા વર્ષ માટે પ્રાર્થના અને પ્રવચનો (Midnight Mass) થાય છે. તમને વાંધો ન હોય તો આપણે - ત્યાં જઈએ.” ' Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન “મને કશો જ વાંધો નથી. મેં તો મુંબઈમાં એક ખ્રિસ્તી કૉલેજમાં વીસ વર્ષ પ્રાધ્યાપક તરીકે કામ કર્યું છે. તેઓના કેટલાક “Mass માં હાજરી પણ આપી છે. મને તમારું સૂચન ગમ્યું. ૩૧મી ડિસેમ્બરે પૈસા ખર્ચી નાચગાન જેવાં એના કરતાં વગર ખર્ચે ધર્મના બે શબ્દો સાંભળવા એ વધુ યોગ્ય છે.' અમે ગાડી લીધી ખ્રિસ્તી દેવળ તરફ. દેવળ આવ્યું પણ ત્યાં બહાર કોઈ રોશની નહોતી. ગાડી પાર્ક કરી અમે કંપાઉન્ડમાં દાખલ થયા, પણ ત્યાં તો અંધારું હતું. કશી અવરજવર દેખાઈ નહિ. દેવળની અંદર બધા બેસી ગયા હશે અને ધમોપદેશ સાંભળતા હશે એમ લાગ્યું. અમે દેવળના દરવાજે પહોંચ્યા. દરવાજો બંધ હતો. અંદરથી બંધ છે કે બહારથી બંધ છે ? અંદરથી કોઈ અવાજ આવતો નહોતો. બરાબર ધ્યાનથી જોયું તો દરવાજો બહારથી જ બંધ હતો. અમને નવાઈ લાગી. ખ્રિસ્તી દેવળ ૩૧મી ડિસેમ્બરે મધરાતે બંધ હોય એવું ધાર્યું નહોતું. અમે થોડી વાર ત્યાં ઊભા રહ્યા. રખે ને કોઈ ફાધર આવે, પણ કોઈ ફાધર આવ્યા નહિ. એવામાં એક ચોકીદાર ફરતો ફરતો ત્યાં આવ્યો. કાનજીભાઈએ પૂછયું, “દેવળ કેમ બંધ છે ? નવું વર્ષ ઊજવવા કોઈ ફાધર આવવાના નથી ?' “ના, બેમાંથી કોઈ ફાધર આવવાના નથી. હવે પહેલાંની જેમ લોકો ચર્ચમાં બહુ આવતા નથી. એટલે બંને ફાધર એક પાર્ટીમાં જવાનું નિમંત્રણ મળ્યું તે સ્વીકારીને ત્યાં ગયા છે.' અમારું છેલ્લું શરણ પણ અશરણ નીવડ્યું. દુનિયા કેવી બદલાઈ રહી છે તે નજરે જોવા મળ્યું. બહાર નીકળી અમે ગાડીમાં બેઠા. ઘડિયાળમાં જોયું તો બાર વાગવામાં હવે બે મિનિટની જ વાર હતી. હવે ક્યાંય જવાનું ન રહ્યું એટલે ગાડીની ગતિમાં પણ મંદતા આવી ગઈ. બે મિનિટ પૂરી થઈ ગઈ. બાર વાગી ગયા અને ફટાકડા ફૂટવાના અવાજો આવવા લાગ્યા. ક્યાંક ઊંચે ઊડતા રોશનીવાળા ફટાકડા પણ ફૂટવા લાગ્યા. ગાડી ઊભી રાખી અમે નીચે ઊતર્યા. નૂતન વર્ષ નિમિત્તે અમે બંનેએ એકબીજાને મુબારકબાદી આપી. અમારું નવું વર્ષ સુવાના રસ્તા વચ્ચે, ખુલ્લા આકાશ નીચે નિર્માયું હશે એવું ધાર્યું નહોતું. - ઘર તરફ પાછા ફરતાં રસ્તામાં ટ્રાવેલ લૉજ' આવી. એના દરવાજા હવે ખુલ્લા હતા. ગાડી ઊભી રાખીને કાનજીભાઈએ કહ્યું, “ચાલો અંદર જઈએ. હવે કોઈ અટકાવશે નહિ. મૅનેજર હોય તો એને મળીશું.” અમે હોટેલમાં દાખલ થયા. કેટલાક લોકો બહાર આવી રહ્યા હતા. ઘણાખરા બેઠા હતા. સંગીત ચાલતું હતું. કેટલાક નૃત્ય કરી રહ્યા હતા. સદ્ભાગ્ય મેનેજર મળી ગયા. Page #204 -------------------------------------------------------------------------- ________________ સુવામાં નવું વર્ષ ૧૮૭ નવા વર્ષની મુબારકબાદી આપી. એક ટબલ પાસે એમણે જગ્યા કરી આપી. પોતાના તરફથી એમણે અમારે માટે ચા, કૉફી, આઈસક્રીમ, શરબત વગેરે જે જોઈએ તે મંગાવવા કહ્યું. અમે કૉફી પીધી. કેટલાક મિત્રો કાનજીભાઈને મળ્યા. તેમની સાથે હાથ મિલાવ્યા અને નૂતન વર્ષની શુભેચ્છાઓ દર્શાવી. એક કલાકના શ્રમ પછીનો અડધો કલાક અમારો બહુ આનંદમાં વીત્યો. ઘરે આવી બીજા દિવસે ન્યૂઝીલેન્ડ જવાની તૈયારી કરી હું સૂઈ ગયો. સુવાનાં બીજાં કેટલાંક સંસ્મરણો ભુલાઈ જશે, પણ નવું વર્ષ ઊજવવા માટે એક કલાક અમે ચારે બાજુ જે ફાંફાં માર્યા હતાં તે જલદી ભુલાશે નહિ. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ક્વાઈ નદીના કિનારે વર્ષ ૧૯૭૭નું હતું. અમે કેટલાક મિત્રો થાઇલૅન્ડના પ્રવાસે ગયા હતા. ત્યારે એ દેશનો એટલો વિકાસ થયો નહોતો. થાઇલૅન્ડનું મૂળ પ્રાચીન નામ તે સિયામ. એક જમાનામાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર અને પ્રભાવ ઠેઠ સિયામથી પણ આગળ પહોંચ્યો હતો. સિયામનાં બૌદ્ધ મંદિરો જોતાં આ વાતની ખાતરી થયા વગર રહે નહિ. થાઈલૅન્ડના પાટનગર બેંગકોકમાં અમે હોટેલ ઇન્ટર-કોન્ટિનેન્ટલમાં ઊતર્યા હતા. અમે શહેરનાં જોવાલાયક સ્થળો ઉપરાંત પ્રાચીન નગરી અયુથ્યા (અયોધ્યા), પત્તયા, તરતી બજાર વગેરે જુદે જુદે સ્થળે ફરી લીધું હતું. હવે કયાં ફરવા જવું એનો વિચાર કરતા હતા ત્યાં અમારા ટૅકસી ડ્રાઇવરે પ્રસ્તાવ મૂક્યો કે ‘સર, ક્વાઈ નદીનો પુલ જોવો છે ?' અમારો ટૅકસી ડ્રાઇવર જ અમારો ભોમિયો હતો. તે મોટી ઉમરનો, ભલો અને ઘણી વાતોનો જાણકાર હતો. તે ઇંગ્લિશ બોલતો હતો, પણ ભાંગ્યુંતૂટ્યું. એના ઉચ્ચારો લાક્ષણિક થાઈ ઉચ્ચારો જેવા હતા. એની સાથે ઇંગ્લિશમાં થતી વાતચીતમાં વ્યાકરણની ભૂલો તરફ નજર ન કરીએ તો એના વક્તવ્યનું હાર્દ સમજાય એવું હતું. હાથમોઢાના ઇશારા પણ એમાં મદદરૂપ થતા. ક્વાઈ નદીનું નામ સાંભળતાં જ મેં પૂછ્યું, 'કઈ કવાઈ નદી ? પેલું બહુ સરસ ચલચિત્ર આવ્યું હતું - The Bridge on the River Kwai એ ક્યાઈ નદી ?' - ‘હા, એ જ ક્વાઈ નદી. એનું આખું નામ ‘કવાઈ યાઈ' છે. એ ચલચિત્રે અમારી ક્વાઈ નદી અને એના પર આવેલા રેલવે પુલને ખ્યાતનામ કરી દીધાં છે. નહિ તો આ નાની કવાઈ ની દુનિયાના કયા ખૂણામાં આવી છે તે કોણ જાણતું હોય ?' ‘ઓહ, તો તો એ સ્થળ જરૂર જોવું છે. એ પ્રખ્યાત ચલચિત્ર અમે જોયું હતું અને અમને તે બહુ જ ગમ્યું હતું.' ડ્રાઇવરની સાથે બધું ઠરાવી અમે બીજે દિવસે સવારે ક્વાઈ નદીના કિનારે જવા નીકળ્યા. ઈ.સ. ૧૯૫૫થી ૧૯૬૦ના ગાળામાં The Bridge on the River Kwai નામનું ચલચિત્ર મુંબઇમાં આવ્યું હતું. એની પટકથા, એનાં પાત્રો, એ પાત્રોનો પ્રભાવશાળી અભિનય, પ્રકૃતિનાં મનોહર દશ્યો, રોમાંચ ખડા કરે એવી તંગદિલીભરી ઘટનાઓ, સરસ ફોટોગ્રાફી એ બધાંને લીધે પંકાયેલું અને પારિતોષિકો મેળવનારું એ ચલચિત્ર બહુ ચાલ્યું ૧૮૮ == Page #206 -------------------------------------------------------------------------- ________________ કવાઈ નદીના કિનારે ૧૮૯ હતું. એમાં બીજા વિશ્વયુદ્ધની એક ઘટના સરસ રીતે બતાવાઈ હતી. આમ પણ યુદ્ધક્ષ્ય ફથી રમ્યા એમ કહેવાય છે, પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને જાપાનનો પરાજય થયા પછી જે અનેક ચલચિત્રો બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા વગેરે વિજેતા દેશોએ બનાવ્યાં એમાં પરાજિત દેશોને અત્યંત ખરાબ ચીતરવાનો ઈરાદાપૂર્વકનો પ્રચારાત્મક હેતુ જોઈ શકાતો હતો, પરંતુ ડેવિડ લિયનના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા અને એક ગિનનેસની મુખ્ય ભૂમિકાવાળા આ ચલચિત્રમાં જાપાનને બદનામ કરવાનો જરા પણ આશય જણાતો નહોતો. એમાં તટસ્થતાપૂર્વક, ક્લાની દષ્ટિએ વાસ્તવિક્તાનું નિરૂપણ કરવાનો આશય હતો. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું યુરોપમાં, પરંતુ એના અંતની શરૂઆત એટમ બોમ્બને લીધે એશિયામાં થઈ. જર્મનીએ બ્રિટનની સામે યુદ્ધ જાહેર કર્યું. એ યુદ્ધ યુરોપમાં અને આફ્રિકામાં પ્રસર્યું. રશિયા પણ એમાં સંડોવાયું. આ તકનો લાભ લઈ એશિયામાં જાપાન જેવા નાના દેશે બ્રિટન સામે યુદ્ધ જાહેર કર્યું. એ યુદ્ધ ઑસ્ટ્રેલિયાના કિનારા સુધી અને અમેરિકાના પર્લ હાર્બર સુધી પહોંચ્યું. પૃથ્વીના પાંચ ખંડ યુદ્ધગ્રસ્ત બની ગયા. જાપાને સિંગાપોર, મલાયા, થાઈલેન્ડ અને બમ સુધીના દેશો પર આક્રમણ કરી એ કબજે કરી લીધા. જાપાનનાં યુદ્ધજહાજો બંગાળના ઉપસાગરમાં પહોંચી ગયાં. કલકત્તા ઉપર ભય તોળાવા લાગ્યો હતો. પૂર્વતૈયારીરૂપે મુંબઈમાં રાતને વખતે અંધારપટ (Black out) છવાઈ ગયો હતો. યુદ્ધમાં નીતિનિયમો ખાસ હોય નહિ. યુદ્ધ એટલે નરી નિર્દયતા. દુશ્મન પ્રત્યે દયા બતાવે એ યુદ્ધમાં વિજેતા ન થઈ શકે. જર્મની અને જાપાને યુદ્ધમાં ઘણા ભયંકર અત્યાચારો કર્યા હતા. જાપાને કરેલા અત્યાચારોમાંનો એક તે પોતાની આગેકૂચ કરવા માટે યુદ્ધકેદીઓ અને વેઠ-મજૂરો પાસે સિયામથી બર્મા-મ્યાનમાર (બ્રહ્મદેશ) સુધીની બંધાવેલી રેલવેલાઈનનો હતો, જેમાં ઓછું ખાવાનું તથા સખત મજૂરી અને મારને કારણે રેલવે પૂરી બંધાતા સુધીમાં બે લાખથી વધુ માણસો મૃત્યુ પામ્યા હતા. આ રેલવે લાઈનમાં મહત્ત્વનું એક અઘરું કાર્ય તે વચ્ચે આવતી કવાઈ નદી ઉપર પુલ બાંધવાનું હતું. બેંગકોક છોડી અમારી ટેક્સી થાઈલેન્ડની વાયવ્ય દિશામાં કાંચનાબુર (કાંચનપુર) તરફ જવા ઊપડી. જેમ જેમ અમે આગળ વધતા ગયા તેમ તેમ ડાંગરનાં ખેતરો ઓછાં થતાં ગયાં અને જંગલની ગીચ હરિયાળી ઝાડી વધતી ગઈ. વચ્ચે નાનાં નાનાં છૂટાંછવાયાં ગામડાં આવતાં ગયાં. ભારતમાં ગોવા કે કેરળના ગ્રામવિસ્તારોમાંથી પસાર થતાં જેવાં દશ્યો જોવા મળે તેવાં દશ્યો અહીં જોવા મળ્યાં. કયાંક હાથીઓ પણ દેખાયા. બ્રહ્મદેશની સરહદ તરફ જતા આ રસ્તા પર આવેલાં ગામડાંઓના લોકોને જોઈએ તો તેઓ દેખાવે બર્મી જેવા જ લાગે. આ બાજુ ઉત્તરે “મોન' નામની જાતિના લોકો વસે છે. તેઓની ભાષા બમ અને સિયામીની મિશ્ર જેવી લાગે. ! Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન કવાઈ નદી સુધીનો રસ્તો ચારેક કલાકનો હતો. અમે બીજા વિશ્વયુદ્ધના દિવસોમાં છાપાંઓમાં આવતા અહેવાલોને અને The Bridge on the RiverKwai ચલચિત્રનાં દશ્યોને સ્મૃતિપટ પર તાજાં કરવા લાગ્યા. યાદ રહી જાય એવું સરસ એ ચલચિત્ર હતું. એમાં બતાવ્યા પ્રમાણે જાપાને સિયામમાં હજારો સૈનિકોને કેદ કર્યા છે. ઠેર ઠેર યુદ્ધકેદીઓની છાવણીઓ સ્થપાઈ ગઈ છે. યુદ્ધકેદીઓને ખવડાવવાની જવાબદારી વિજયી સેનાધિપતિની હોય છે. બીજી બાજુ તે સૈનિકો પાસે સખત મજૂરી પણ કરાવી શકે છે. સિયામ પર કબજો જમાવ્યા પછી જાપાન બ્રહ્મદેશ તરફ આગેકૂચ કરવા ઈચ્છે છે, પરંતુ એ જંગલનો વિસ્તાર છે. એમાં કૂચ કરીને જવાનું સૈનિકો માટે સરળ નથી. જે રેલવેલાઈન નખાય તો હજારો સૈનિકો પાંચ-છ કલાકમાં ત્યાં પહોંચી જઈ શકે. આ પ્રદેશની જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે જાપાની સેનાધિપતિ કર્નલ સાઈતોને ઉપરી સત્તાવાળાઓ તરફથી હુકમ થાય છે કે બમ તરફ આગેકૂચ કરવા માટે યુદ્ધકેદીઓને મજૂરો તરીકે તરત કામે લગાડી દો અને બેંગકોકથી રંગૂન સુધીની આશરે પાંચસો કિલોમીટરની રેલવેલાઈન નિર્ધારિત સમયમાં પૂરી કરી દો.' લશ્કરી હુકમ એટલે લશ્કરી હુકમ. એમાં એક દિવસનું મોડું પણ ન ચાલે. એમાં કોઈ બહાનાં કાઢી ન શકાય. કર્નલ સાઈતોને હુકમ મળતાં જ યુદ્ધકેદીઓને અને વેઠ મજૂરોને કામે લગાડી દીધા. રેલવેલાઈન તૈયાર કરવાનું કામ “યુદ્ધના ધોરણે ચાલવા લાગ્યું. એમાં કપરું કાર્ય હતું વચ્ચે આવતી કવાઈ નદી ઉપર પુલ બાંધવાનું. યુદ્ધકેદીઓમાં મુખ્યત્વે સિયામી હતા, તદુપરાંત અંગ્રેજો પોતાની સાથે લઈ ગયેલા બર્મ અને ભારતીય સૈનિકો પણ હતા. કેટલાક અંગ્રેજ યુદ્ધકેદીઓ પણ હતા. આ બધા યુદ્ધકેદીઓના અધિપતિ હતા એક બ્રિટિશ કર્નલ નિકોલસન. બધા યુદ્ધકેદીઓ કામે લાગી ગયા, પરંતુ કર્નલ નિકોલસને કર્નલ સાઈતને કહ્યું, “હું કર્નલ છું. સેનાધિપતિ છું. ઇનિવાકરાર પ્રમાણે હું દેખરેખ રાખીશ, પણ શારીરિક મજૂરી નહિ કરું.” સાઈતોએ કહ્યું, 'જીનિવાકરાર રહ્યા તમારે ઘરે. અહીં તો તમે મારા યુદ્ધકેદી છો અને મારા હુકમ પ્રમાણે કામ કરવું પડશે. તમારે શારીરિક મજૂરી નથી કરવી ? તો ઊભા રહો ત્યાં તડકામાં પતરાની કેબિનમાં આખો દિવસ.' ઠંડા પ્રદેશમાંથી આવતા ગોરી ચામડીવાળા બ્રિટિશ કર્નલને માટે મજૂરી કરતાં પણ તડકામાં ઊભા રહેવાની સજા વધુ ભારે હતી. તેઓ પરસેવે રેબઝેબ થવા લાગ્યા. વળી તેમને વિચાર આવ્યો કે પોતે જે વિદ્રોહ કરશે તો પોતાના ઘણા સૈનિકો વગર વાંકે વહેલા મોતને ભેટશે. સત્તા આગળ શાણપણ બહુ ચાલે નહિ. તેઓ ઢીલા પડ્યા. બીજી બાજુ સાઈતાન વિચાર આવ્યો કે યુદ્ધકેદીઓનો જે સહકાર નહિ મળે તો પોતે નિર્ધારિત સમયમાં રેલવેલાઈન અને વાઈનો પુલ બાંધી નહિ શકે. જો એમ થશે તો પોતાને ઉપરી Page #208 -------------------------------------------------------------------------- ________________ કવાઈ નદીના કિનારે ૧૧ અધિપતિ આગળ મોઢું બતાવવા જેવું નહિ રહે. જાપાની રિવાજ પ્રમાણે પોતાને હારાકીરી' (આપઘાત) કરવાનો વખત આવશે. એટલે તેઓ પણ થોડા ઢીલા પડ્યા. આમ છેવટે સમાધાન થયું અને પુલ બાંધવાનું કામ બમણા જોરથી ચાલવા લાગ્યું. એથી નિર્ધારિત સમયે પુલ બંધાઈ ગયો અને એના પરથી ટ્રેન પસાર થઈ. બ્રિટિશ કર્નલનો છૂટો પડેલો એક સાથીદાર, નદીના પાણીમાં ઝંપલાવી, ઘસડાઈને બર્મા બાજુના કોઈક ગામે પહોંચી ગયો હતો. ત્યાં તેણે ગેરીલા યુદ્ધ કરીને બંધાતા પુલને વિસ્ફોટક પદાર્થ વડે ઉડાવી દેવાનું કાવતરું ગોઠવ્યું, પરંતુ તેણે આવીને જ્યારે જોયું કે બ્રિટિશ કર્નલે જાપાની કર્નલને સહકાર આપ્યો છે ત્યારે તેણે કાવતરું કરવાનું માંડી વાળ્યું. આમ એ ચલચિત્રની આછીપાતળી કથારેખાને યાદ કરતા અમે આગળ વધતા હતા. જેમ જેમ આગળ જતા ગયા તેમ તેમ બીજાં વૃક્ષો ઉપરાંત સીસમ અને વાસનાં વૃક્ષો વધુ જોવા મળતાં ગયાં. સાંકડા રસ્તે (હવે રસ્તા મોટા થયા છે) વળાંકો લેતી અમારી ગાડી ચાલતી હતી. ક્યાંક રસ્તાની નજીક જ લોકોનાં ઝૂપડાં દેખાતાં હતાં. આ ઝૂંપડાંઓ ઈંટમાટીનાં નહિ પણ વાંસમાટીનાં બનાવેલાં હતાં. આ બાજુ વાંસ જાડા અને ખાસ્સા ઊંચા થાય છે. એને કાપી, સૂકવી, વાંસડા બનાવી એનો વિવિધ પ્રકારનો ઉપયોગ અહીંના લોકો કરે છે. લોકો વાંસના તરાપા પણ બનાવે છે. તરાપા હોડીની જેમ પાણીમાં ચાલે છે. હોડી કરતાં તરાપો બનાવવાનું સહેલું અને સસ્તું છે. લોકો એક ગામથી બીજા ગામે તરાપા પર બેસીને પણ જાય છે. કેટલાક લોકો નદીમાં માછલીના શિકાર માટે પણ એનો ઉપયોગ કરે છે. કેટલાક શોખીનો તરાપા પર ઘર જેવું બનાવી નદીના પાણી પર રહે છે. આ તરાપાગૃહોની જીવનશૈલી જુદા જ પ્રકારની છે. ચારેક કલાકનો રસ્તો કાપ્યા પછી કવાઈ નદીનાં અમને દર્શન થયાં. અહો, આ નાનકડી નદીનું પણ કેવું સદભાગ્ય કે તે વિશ્વવિખ્યાત બની ગઈ. નદી શાંતપણે વહેતી હતી. એનું પાણી નિર્મળ નહિ પણ માટીવાળું ડહોળું હતું. થોડી મિનિટોમાં અમે ક્વાઈ નદી પર બાંધવામાં આવેલા રેલવેના પુલ પાસે આવી પહોંચ્યા. જે સ્થળ ચલચિત્રમાં જોયું હતું તે સાક્ષાત્ જોવા મળતાં અમે રોમાંચ અનુભવ્યો. ટેકસીમાંથી ઊતરી અમે પૂલ પાસે ગયા. લગભગ સાત હજાર યુદ્ધકેદીઓનો ભોગ લેનાર આ લોહિયાળ પુલ હતો. સ્થાનિક લોકો આ રેલવેને મોતની રેલવે' તરીકે ઓળખે છે. બમ બાજુની રેલવેલાઈન અંગ્રેજોએ યુદ્ધમાં વિજય મેળવ્યા પછી ઉખેડી નાખી હતી. સિયામમાં એ બંધ પડી રહી છે. કોઈ ત્યકતા નારીના હણાયેલા તેજ જેવી એ લાગતી હતી. એક બાજુ એન્જિન અને ત્રણ ડબ્બા પડ્યાં હતાં. યુદ્ધના સ્મારક તરીકે એને સાચવવામાં આવ્યાં હતાં. પાસે એક ગામઠી નાની રેસ્ટોરાં હતી. એ સિવાય અહીં કોઈ વસ્તી નહોતી. આ નીરવ વેરાન પ્રદેશમાં, નીચે ધરતી અને ઉપર આકાશની વચ્ચે ઊભેલા અમે અમારા અવાજથી જાણે વાતાવરણમાં હસ્તક્ષેપ કરતા હોઈએ એમ લાગતું હતું. પ્રાકૃતિક વાતાવરણમાં માનવસર્જિત Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન આકૃતિ તે ક્ષિતિજ સુધી લંબાયેલા દેખાતા રેલવેના પાટા હતા. થોડા અંતર પછી બ્રહ્મદેશની સરહદ શરૂ થતી હતી. જૂના વખતમાં બ્રહ્મદેશની ગણના હિંદુસ્તાનના એક ભાગ તરીકે જ થતી હતી. અંગ્રેજોએ બ્રહ્મદેશ અને શ્રીલંકાનાં જુદાં રાષ્ટ્રની રચના કરી હતી. વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોએ હજારો ભારતીય સૈનિકોને બ્રહ્મદેશના રક્ષણ માટે મોકલ્યા હતા. અમે પુલ ઉપર, રેલવેના પાટા ઉપર સાચવીને ચાલતાં ચાલતાં નદીના સામા કિનારા સુધી જઈ આવ્યા. પાછા ફરતાં પુલ પર અધવચ્ચે એક જગ્યાએ બેઠા. અહીં ક્યાં કોઈ ટ્રેન આવવાની ચિંતા હતી ? શાંતિથી બેઠાં બેઠાં અમે આસપાસનાં દશ્યો નિહાળ્યા કર્યા. શહીદ થયેલા યુદ્ધકેદીઓને મનમાં ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી. થોડી વાર પછી મેં ડ્રાઈવર-ગાઈડને કહ્યું, “આ પુલ આમ તો કેટલો નાનો અને નીચો દેખાય છે ! ચલચિત્રમાં તો પુલ કેટલો મોટો અને ઊંચો દેખાય છે !' એક મિત્રે કહ્યું, “એ ફોટોગ્રાફીની કરામત છે. કેમેરાની શક્તિ ગજબની હોય છે.' બીજા મિત્રે કહ્યું, ‘એ કરામત નહિ, પણ કલા કહેવાય. ચિત્રકાર જેમ પોતાને બતાવવું હોય એ જ દષ્ટિકોણથી ચિત્ર દોરે, તેમ ચલચિત્રકાર પણ પોતાના દષ્ટિકોણથી દશ્ય બતાવે. વાસ્તવિક્તાને સરસ ઓપ આપવાની શક્તિ કલામાં હોય છે. કલાકાર પોતાને જે બતાવવું હોય તે બતાવે અને જે છુપાવવું હોય તે પાવે. એટલું જ નહિ, હોય તેના કરતાં તેને જુદું બતાવે. ફોટોગ્રાફી દ્વારા, જુદા જુદા લેન્સ દ્વારા ચલચિત્રમાં તો એવું કરવાનો ઘણો અવકાશ રહે છે.' નીચે નદીમાં પાણી હતું, પણ તે બેય કાંઠા સુધીનું નહોતું. મેં ગાઈડને પૂછ્યું, “નદીમાં કાયમ આટલું ઓછું પાણી રહે છે ?' વરસાદ પડે ત્યારે વધે અથવા ઉપરવાસમાં આવેલા ત્યારે વધે અને તે પણ થોડા દિવસ માટે. પછી તો આટલું જ પાણી રહે છે.” “ચલચિત્રમાં તો કેટલું બધું પાણી બતાવાયું છે! પુલ ઉપરથી માણસ ભૂસકો મારે છે. એટલે એટલું ઊંડું પાણી એમાં છે.' એમાં પણ ફોટોગ્રાફીની કરામત હોઈ શકે. સારું ચલચિત્ર બનાવવા સારુ પાણી બતાવવું પડે.' એક મિત્રે કહ્યું. એટલામાં પુલ નીચેથી એક હોડી પાણીમાં પસાર થતી હતી. ગાઈડે પૂછ્યું, “તમારે હોડીમાં ફરવું છે ?' હાસ્તો! આટલે સુધી આવ્યા છીએ તો નદીમાં સહેલગાહ કર્યા વગર કેમ જઈએ ?' અમે કહ્યું. અમે પુલ પરથી પાછા કિનારે આવી, નીચે ઊતરી નદીના પટમાં ગયા. હોડીવાળા સાથે કલાકનું ઠરાવીને બેઠા. હલેસાં અને વાંસડા વડે હોડી સરકવા લાગી. પાણી ખાસ ઊંડું નહોતું. ખાખી રંગનું ડહોળું પાણી પણ ચિત્તને પ્રસન્નતા આપવાની ક્ષમતા ધરાવતું Page #210 -------------------------------------------------------------------------- ________________ કવાઈ નદીના કિનારે ૧૯૩ હતું. બંને કાંઠાની નૈસર્ગિક રમણીયતા હૃદયને ઉલ્લસિત કરી દે તેવી હતી. કાંઠે વસેલાં કોઈ કોઈ નાનાં ગામડાંઓમાં થોડી અવરજવર દેખાતી હતી. માણસો ક્યાં ક્યાં વસે છે અને ત્યાં ને ત્યાં જ પોતાનું જીવન પૂરું કરે છે એનો ખ્યાલ આવા પ્રદેશોમાં ન આવેલા શહેરીજનોને ક્યાંથી આવે ? જલવિહાર કરી અમે પાછા ફર્યા. ગામઠી રેસ્ટોરાંમાં અલ્પાહાર લઈ અમે વાઈ નદીના પુલની વિદાય લીધી. એણે અમારા ચિત્તમાં વિષાદની લાગણી પ્રસરાવી દીધી હતી. આમ તો પુલ બાંધવામાં એક પણ માણસ શા માટે મરવો જોઈએ ? કોઈ અકસ્માત થાય તો તે જુદી વાત છે, પણ આ પુલ તો અડધા ભૂખ્યા યુદ્ધકેદીઓ પાસે મારીમારીને પરાણે બંધાવેલો છે. જેઓ મરતા જાય તેઓને પાસેની ખુલ્લી જગ્યામાં દફનાવાતા જાય. કેટલા યુદ્ધકેદીઓ મર્યા હશે ? આમ તો યુદ્ધના આંકડા અતિશયોક્તિ ભરેલા પણ હોય છે એટલે બાર-પંદર હજાર યુદ્ધકેદીઓના કહેવાતા આંકડામાંથી ઓછા કરવા હોય તેટલા ઓછા ફરીએ તોપણ ધારેલો આંકડો નરી નિર્દયતાનો જ ઘાતક બની રહે છે. પાછા ફરતાં અમે યુદ્ધકેદીઓનું કબ્રસ્તાન જોવા ગાડી થંભાવી. સામાન્ય કબ્રસ્તાનની મુદ્રા એક પ્રકારની હોય છે અને સામૂહિક દફનવિધિ થઈ હોય એવા, વિશેષતઃ સૈનિકોના કબ્રસ્તાનની જુદી હોય છે. લંબચોરસ અને ઉપર સૈનિકનું નામ કોતરેલી શિલાઓની નજીક નજીક સરખા અંતરે હાર જતાં એક વિશિષ્ટ ભૌમિતિક આકૃતિ લાગે. આડી અને ઊભી સરખી હાર જતાં જ લાગે કે આ ખાસ બનાવેલું કબ્રસ્તાન છે. આ કબ્રસ્તાન તો યુદ્ધસ્મારક – War Memorial છે. શિલાઓ વચ્ચે ઊગેલાં પુષ્પો તથા લીલાછમ ઘાસને લીધે સમગ્ર દશ્યની જુદી જ છાપ પડતી હતી. યુદ્ધમાં જાપાનનો પરાજય થયો એટલે અહીં પોઢેલા આત્માઓની કુરબાની નિરર્થક નથી ગઈ એમ લાગે. એમને અમે મનોમન વંદન કર્યા. કેટલેક સ્થળે કબ્રસ્તાનોમાં બને છે તેમ અહીં પણ બનેલું જોયું. વચ્ચેથી એક કેડી પસાર થતી હતી. કબ્રસ્તાનના એક દરવાજેથી દાખલ થઈ શાળામાંથી છૂટેલાં નાનાં બાળકો બીજે દરવાજે નીકળતાં હતાં. ટૂંકો રસ્તો શોધી કાઢવો એ તો મનુષ્યનો સ્વભાવ છે. એ માટે રોજેરોજ સ્મશાન કે કબ્રસ્તાનમાં જતાં પણ માણસ અચકાતો નથી. કેટલાક માણસોને બીક લાગે છે, પરંતુ વસ્તી જ્યારે સ્મશાન કે કબ્રસ્તાનની નજીક આવતી જાય છે ત્યારે એની ભયાનકતા ઓછી થઈ જાય છે. રોજેરોજ એમાંથી જવાઆવવાને લીધે માણસની સંવેદનશીલતા પણ ઓછી થઈ જાય છે. પ્રાથમિક શાળાના આ વિદ્યાર્થીઓનો ગણવેશ હતો – સફેદ શર્ટ અને ઘેરા વાદળી રંગની અડધી ચડ્ડી. એ જોતાં જ મને થયું કે અરે, આ મારો પણ નાનપણમાં ગણવેશ હતો. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન સફેદ શર્ટ સાથે ખાખી રંગની કે ઘેરા વાદળી રંગની અડધી ચડ્ડી શાળાના વિદ્યાર્થીઓએ પહેરવાની રહેતી. આ ભૂલકાંઓને જોઈને હું ૧૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન જાણે મારા બાલ્યકાળનાં સંસ્મરણોમાં સરી પડ્યો. બીજા વિશ્વયુદ્ધ વખતે મુંબઈમાં રાતને વખતે અંધારપટ (Black Out છવાઈ જતો. સાયરન વાગે ત્યારે શું કરવું એનો લોકોને મહાવરો કરાવાતો. ૧૪મી એપ્રિલ ૧૯૪૪ના રોજ ગોદીમાં જહાજમાં વિસ્ફોટક દ્રવ્યોને લીધે ભયંકર ધડાકો થયેલો અને જાણે જાપાનીઓ આવી પહોંચ્યા છે એવો ભય પ્રસરેલો. ઘડીભર ભૂતકાળના એ વિચારોમાં હું વિલીન થઈ ગયો હતો. કબ્રસ્તાન જોઈ અમે ગાડીમાં બેઠા. હવે સીધા બેંગકોક પહોંચવાનું હતું. ડ્રાઈવરે કહ્યું, ‘જોયોને કવાઈ નદીનો વિખ્યાત પુલ !' હા, ખરેખર એક ઐતિહાસિક સ્થળ જોવા મળ્યું.' અમારા લોકોને તો આ પુલ વિશે બધી ખબર છે, પણ ચલચિત્ર ઊતર્યા પછી તો એ દુનિયામાં મશહુર બની ગયો છે.' અરે, અમે તો અગાઉ આ નદીનું નામ પણ ક્યારેય સાંભળ્યું નહોતું. ચલચિત્ર એને આખી દુનિયામાં જાણીતું કરી દીધું.' એક મિત્રે કહ્યું. મેં મારી અધ્યાપકીય શૈલીથી કહ્યું, ‘કલાની એ જ તો મહત્તા છે. કલાકાર પોતાની કલ્પનાથી અને આગવી કલાદષ્ટિથી વાસ્તવિક્તાને એવી નવીનતા અર્પે છે કે જે ભાવકને આનંદની અનુભૂતિ કરાવે છે. ક્યારેક તો એ વાસ્તવિક્તાને કલ્પનાથી એવી રીતે ઢાંકી દે છે કે વાત ન પૂછો.' 'તમારી વાત સાચી છે.' ડ્રાઈવરે કહ્યું અને ઉમેર્યું, ‘એક વાતનો ખુલાસો કરું. આખી દુનિયામાં અનેક લોકોએ ચલચિત્રમાં કવાઈ નદી અને એનો પુલ જોયાં, પરંતુ વાસ્તવિક રીતે શું બન્યું તે ખબર છે ? 'ના.' સિયામની આ ઐતિહાસિક ઘટના પરથી પિથેરી બોઉલે નામના કથાકારે મૌલિક કથા તો લખી, પરંતુ એમાં એણે પોતાની કલ્પનાના રંગો પૂર્યા. સાતાઈ અને નિકોલસનનાં નામો પણ કાલ્પનિક છે અને તેમની વચ્ચે બનેલી ઘટના પણ કાલ્પનિક છે.” “પણ એવું તો કાલ્પનિક કથામાં હોવાનું જ.' એ સાચું, પણ કથા લખનારે લખતી વખતે કવાઈ નદીનો પુલ જોયો હશે કે કેમ તે વિશે પણ મને શંકા છે, કારણ કે એના ઉપરથી ચલચિત્ર ઉતારનારા અહીં આવ્યા ત્યારે મૂંઝવણમાં મુકાઈ ગયા. કથાકારે વર્ણવેલાં જે કેટલાંક દયો બતાવવાં છે એ માટે તો આ નદી અને આ પુલ બંને નાનાં પડે એમ છે. હવે કરવું શું? પરંતુ કલાકાર એનું નામ કે જે આમાંથી કલાત્મક રસ્તો શોધી કાઢે.' એટલે તેઓએ શું કર્યું ?' તેઓને જ્યારે લાગ્યું કે આ પુલ કામમાં આવે એવો નથી, વળી નવો પુલ બંધાતો બતાવવો છે, તો તે પણ અહીં શક્ય નથી એટલે આવા વાતાવરણવાળો બીજો Page #212 -------------------------------------------------------------------------- ________________ કવાઈ નદીના કિનારે ૧૯૫ પુલ શોધી કાઢવો જોઈએ. કવાઈ નદીના પુલ પર કંઈ છાપ મારી છે ? એવી જગ્યા શોધતાં શોધતાં શ્રીલંકામાં એ મળી આવી. એટલે જંગલ વગેરેનાં કેટલાંક દશ્યો અહીંનાં લીધાં અને નદી, પુલ, ટ્રેન વગેરેનાં દશ્યો શ્રીલંકામાં જઈને લીધાં. એ બંનેનું સંયોજન કરીને ચલચિત્ર બનાવ્યું.' “ખરેખર ? આ તો ન માન્યામાં આવે એવી વાત છે.” પણ એ તદ્દન સાચી વાત છે. "TheBridge on the RiverKwai ચલચિત્રમાં બતાવાતી નદી તે કવાઈ નદી નથી અને જે પુલ બતાવાય છે તે પુલ પણ કરાઈ નદી પરનો નથી. વાઈ નદીના પુલ ઉપર ચાલતાં તમને જે શંકા થઈ હતી કે પુલ ચલચિત્રમાં દેખાય છે એટલો ઊંચો અને મોટો નથી તથા નદીમાં પાણી બહુ નથી તે શંકા સાચી હતી.” સાચે જ મહાન કલાકારો કલ્પનાને એવું વાસ્તવિકતાનું સ્વરૂપ આપી શકે છે કે તે પ્રતીતિકર લાગ્યા વગર રહે નહિ' મેં કહ્યું. ડ્રાઈવરે કહ્યું, “સાચો ઐતિહાસિક પુલ અને કાલ્પનિક ચલચિત્ર એ બંને જેમણે જોયાં હોય તેમને જ આ વાત તરત સમજાય એવી છે. અમને લોકોને તો એની ખબર છે જ, પરંતુ પ્રવાસીઓ આગળ પહેલેથી અમે આ સ્પષ્ટતા કરતા નથી.' અમારી ટકસી બેંગકોક પાસે આવી ત્યારે અંધારું થવા લાગ્યું હતું. [થાઈ સરકારે આ રેલવે પુલના સ્થળને હવે પર્યટન-કેન્દ્ર તરીકે વિકસાવ્યું છે અને ત્યાં ધ્વનિ પ્રકાશના કાર્યક્રમનું આયોજન પણ કર્યું છે.] Page #213 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પિનાંગ દુનિયામાં ટાપુઓ અને બંદરોનું વિશિષ્ટ પ્રકારનું મહત્ત્વ રહ્યું છે. પ્રાચીન કાળમાં જ્યારે રેલવે કે ડામરની સડકો નહોતી અને જંગલો મોટાં તથા ગાઢ હતાં ત્યારે ઝડપી જલમાર્ગનું પ્રાધાન્ય રહેતું. નદી, સરોવર કે સમુદ્રના કિનારે આવેલાં બંદરોની સમૃદ્ધિ ઘણી મોટી રહેતી. ત્યાં દેશવિદેશના વેપારીઓ, વહાણવટીઓ, પ્રવાસીઓ વગેરેની અવરજવર બહુ રહેતી. પ્રાચીન લોકકથાઓમાં એનું પ્રતિબિમ્બ જોઈ શકાય છે. વર્તમાન યુગમાં રેલવે, મોટરકાર, વિમાન વગેરેનો વ્યવહાર વધ્યો હોવા છતાં મોટાં મોટાં જહાજોની અવરજવર પણ એટલી જ વધી છે એટલે બંદરોનું મહત્ત્વ ઘટ્યું નથી. સત્તરમા અને અઢારમા સૈકામાં યુરોપમાંથી નીકળેલા ડચ, પોર્ટુગીઝ, સ્પેનિશ, ફ્રેન્ચ, અંગ્રેજ વગેરે બંદૂકધારી સાહસિક શોધસફરીઓ આફ્રિકાના કિનારે થઈને એશિયાના સમુદ્રકિનારે આગળ જેમ જેમ વધતા ગયા તેમ તેમ પોતાની સત્તા જમાવતા ગયા. સ્વરક્ષણ અને વ્યૂહાત્મક પ્રદેશ તરીકે ટાપુઓનો કબજો લઈ તેઓ તેનો ઉપયોગ કરવા લાગ્યા હતા. એ રીતે મલાયાના પિનાંગ ટાપુ ઉપર ઇસ્ટ ઇંડિયા કંપનીએ ઈ.સ. ૧૭૮૬માં પોતાની સત્તા જમાવી હતી. એ પહેલાં પિનાંગ ટાપુનું પોતાનું સ્વતંત્ર રાજાશાહી રાજ્ય હતું. અંગ્રેજોએ પિનાંગ છોડ્યું તે પછી તે મલાયાના યુનિયનનું એક સભ્ય બન્યું અને ૧૯૬૩ પછીથી તે મલયેશિયાના એક ભાગરૂપ બની ગયું. નારિયેળી, રબર અને બીજાં ઘટાદાર વૃક્ષોથી રળિયામણા લાગતા અને હવા ખાવાના સ્થળ તરીકે વિખ્યાત બનેલા આ પંચકોણિયા પિનાંગ ટાપુને અંગ્રેજોએ ‘Pearl of the Orient', ‘The Pride of the Pacific', 'Garden of the East` એવાં સરસ નામ આપ્યાં હતાં, જે ખરેખર સાર્થક લાગે એવાં છે. ત્યારે પિનાંગ પાસેના સમુદ્રને તેઓ પેસિફિક તરીકે જ ઓળખતા. દોઢ-બે સૈકા પૂર્વે ભારતમાં જ્યારે બર્મા બ્રહ્મદેશ તરીકે, થાઇલેન્ડ સિયામ તરીકે, ઇન્ડોનેશિયા જાવા-સુમાત્રા તરીકે અને મલયેશિયા મલાયા તરીકે જાણીતાં હતાં ત્યારે વેપાર અને વહાણવટા માટે પિનાંગ ભારતવાસીઓ માટે મશહૂર અને મહત્ત્વનું બંદર હતું. ઘોઘાબંદરના કિનારેથી ચીન સુધી જતાં વહાણો વચ્ચે પિનાંગમાં પણ રોકાતાં. એ કાળે મલાયા ઘણો પછાત પ્રદેશ ગણાતો. આંદામાન અને નિકોબારના ટાપુઓની જેમ મલાયાનાં જંગલોમાં પણ પુરુષો અને સ્ત્રીઓ નગ્ન કે અર્ધનગ્ન અવસ્થામાં રહેતાં. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન સિંગાપોર બંદરનો વધુ વિકાસ થયો. સિંગાપોરનું ૧૯૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ પિનાંગ ૧૯૭ અલગ રાષ્ટ્ર થયા પછી મલયેશિયાના પાટનગર તરીકે કુઆલાલમ્પુરને મહત્ત્વ મળતાં પિનાંગ પાછળ પડી ગયું. અમે પાંચેક મિત્રો ૧૯૭૭માં કુઆલાલમ્પુરથી પિનાંગ ગયા હતા અને ત્યાં હોટલ ઍમ્બેસડરમાં ઊતર્યા હતા. ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ આ ટાપુનો પ્રવાસ કરવા જેવો છે, મલાયામાં અન્યત્ર તેમ પિનાંગમાં પણ આપણને મૂળ સ્થાનિક પ્રજા, ચીની લોકોના વંરાજો તથા ભારતીય, વિશેષત: દક્ષિણ ભારતીય લોકોના વંશજો અમ ત્રણ પ્રજાનો ત્રિવેણીસંગમ જોવા મળે છે. મલાયાના પશ્ચિમ કિનારે આવેલો પિનાંગ ટાપુ આશરે ૧૧૦ જેટલા ચોરસ માઇલમાં પથરાયેલો છે. એમાં ચારે બાજુ સમુદ્રકિનારો અને સપાટ ભૂમિ છે અને વચમાં ઊંચા ઊંચા ડુંગરો છે. જૂના વખતમાં પિનાંગ શહેર ઉપરાંત બંદર પણ પિનાંગના નામથી જ ઓળખાતું હતું, પરંતુ અંગ્રેજોએ પોતાના શાસનકાળ દરમિયાન બંદરનું નામ જ્યોર્જ ટાઉન કરી નાખ્યું હતું. પિનાંગ શહેરમાં અમે જુદે જુદે સ્થળે ફર્યા. દક્ષિણ ભારતીય શૈલીનું હિંદુ મંદિર અમે જોયું અને સિયામી શૈલીનું બૌદ્ધ મંદિર પણ જોયું. આ બૌદ્ધ મંદિરના પ્રાંગણમાં બે યક્ષની ઊભી મોટી મૂર્તિઓ પ્રવાસીઓમાં આકર્ષણરૂપ બની રહે છે. તદુપરાંત અમે તાંગોંગ ભુંગાહના અને બાટુ માઉગના સમુદ્રકિનારે ફર્યા, બુકિત દુંબરના પાર્કમાં આંટા માર્યા અને ગિલમર્દનાં જોડિયાં જળાશયો પણ જોયાં. હવે અમારે શહેરની બહાર પિનાંગનાં ત્રણ મુખ્ય જોવા જેવાં સ્થળો તે પર્વતીય રેલવે, સર્પમંદિર અને બૌદ્ધ પેગોડા જોવાનાં હતાં. અમે પર્વતીય રેલવે માટે નીકળ્યા. આ રેલવે પિનાંગની એક મોટી લાક્ષણિકતા છે. અંગ્રેજોએ પોતાના શાસનકાળ દરમિયાન એ બનાવેલી. પિનાંગની ઉત્તર આવેલા લગભગ અઢી હજાર ફૂટ ઊંચા અને સીધા કપરા ડુંગર પર બનાવેલી એક ડબ્બાની આ ટ્રેન તારના જાડા દોરડા વડે ઘીમે ધીમે ઉપર ખેંચાતી જાય છે. અંદર બેઠેલાઓએ બરાબર સમતોલપણું જાળવવું પડે. કશુંક પકડીને બેસવું પડે. આ ટ્રેનમાં બેસવાનો એક રોમાંચક અનુભવ છે. ડુંગર ઉપરની વિશાળ સમથળ જગ્યા એટલે જાણે નાનું હિલ સ્ટેશન. ત્યાંથી દૂર સુધીનું આસપાસનું દૃશ્ય મનોહર લાગે છે. મંદ વહેતો મલયાનિલ શીતળ વાતાવરણને પ્રસન્નતાથી ભરી દે છે. પિનાંગમાં જોવા જેવું એક અનોખું સ્થળ તે સર્પમંદિર છે. શહેરથી થોડા માઈલ દૂર, જલુતાગ નામનો રસ્તો પૂરો થાય છે ત્યાં ટેકરી ઉપર આ મંદિર આવેલું છે. ટૅક્સી કરીને અમે ત્યાં પહોંચ્યા. ચીની શૈલીના પ્રવેશદ્વારવાળું, એક સૈકાથી વધુ જૂનું આ મંદિર મૂળ તો ‘હાક હિન તોગ' તરીકે એટલે કે જળદેવતાની પૂજાભક્તિ માટે શરૂ થયેલું, પણ પછી એ બૌદ્ધ મંદિર બની ગયું છે. એમાં દાખલ થતાં જ સંખ્યાબંધ સર્પ નજરે પડે છે. લોકોની અવરજવર ન હોય અને કોઈ એકલું અચાનક ગયું હોય તો બીક પણ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન લાગે. સર્પ એકબે ઈંચ જેટલા જાડા અને બેત્રણ ફૂટ જેટલા લાંબા, આછા કે ઘેરા લીલા રંગના છે. બધા એક જ ગોત્રના છે. ધૂપદાની, ફૂલાવરવાઝમાં રાખેલી સૂકી ડાંખળીઓ, કબાટ, ટેબલ વગેરે પર જ્યાં જગ્યા મળે ત્યાં નાનામોટા પચાસથી અધિક સર્પ કશાકને વીંટળાઈને શાન્તિથી પડ્યા રહેલા દેખાય છે. સર્પ દોડાદોડી કરતા નથી કે યાત્રિકોને જોઈને ગભરાઈને ભાગતા નથી. જાણે પાળેલા હોય તેમ પડ્યા રહ્યા હોય અથવા સાવ મંથર ગતિએ જરા જરા ખસતા હોય તેમ નજરે પડે છે. આ સર્પનો ખોરાક ઈંડાં છે. સર્પમંદિરની બહાર ભક્ષણ માટે જતા નથી એટલે કેટલાક યાત્રિકો સર્પ માટે ઈંડાં લાવીને ગમે ત્યાં મૂકી દે છે. જ્યારે કોઈની અવરજવર ન હોય ત્યારે સર્પ ઈંડાંમાં કાણું પાડી એમાંથી રસ ચૂસી લે છે. આ સર્પની એક ખાસિયત એ છે કે સાપણ ઈંડાં મૂકતી નથી, પણ બેત્રણ ઈંચ જેટલાં નાનાં અળસિયાં જેવાં બચ્ચાંને જન્મ આપે છે. વળતે દિવસે અમે ટેકરી પર આવેલું કે લોક સી' નામનું મલાયાનું સુપ્રસિદ્ધ બૌદ્ધ મંદિર જોવા માટે ટેકસીમાં પહોંચ્યા. અમારો ટેકસી ડ્રાઈવર અમારો ગાઈડ પણ હતો. ટેકરી પર ચડવા માટે પગથિયાં પણ બનાવ્યાં હતાં. અમે થોડેક ગયા ત્યાં એક તળાવ આવ્યું. કાચબાના તળાવ તરીકે એ જાણીતું છે. એમાં જેટલા જોવા મળ્યા એટલા બધા કાચબા એક તળાવમાં જવલ્લે જ જોવા મળે. આ તળાવની વિશિષ્ટતા એ છે કે આ બધા જ કાચબા જીવતદાન પામેલા છે. કાચબાનું આ 'નિર્ભય તડાગ' છે. જૈન ધર્મની જેમ બૌદ્ધ ધર્મ પણ અહિંસાને વરેલો છે. જીવ છોડાવવાની પ્રવૃત્તિ બૌદ્ધ ધર્મમાં પણ છે. ધર્મપ્રેમી દયાળુ માણસો કોઈક કાચબાને છોડાવી આ તળાવમાં મૂકી શકે છે. એ રીતે કાચબાની સંખ્યા અહીં વધતી જ રહે છે. વળી કાચબાનું આયુષ્ય પણ ઘણું લાંબું હોય છે. કેટલાક લોકો કાચબાની નક્કર પીઠ ઉપર પોતાનું નામ અને તારીખ કોતરાવે કે રંગાવે છે કે જેથી પોતાના વંશવારસોને કોઈક વાર કદાચ એ વાંચવા મળે. કાચબાની જેમ બીજા એક તળાવમાં માછલીઓ છે. એને મારવા પર પણ પ્રતિબંધ છે. લોકો કાચબા અને માછલીઓને ખાવા માટે કંઈક વાનગીઓ નાખતા હોય છે. અમે આગળ ચાલ્યા. અમારા ગાઈડે કહ્યું, “મહેરબાની કરીને રસ્તાની વચમાં ચાલજો, જેથી તમારા પગ બગડે નહિ.” અમે જોયું તો રસ્તામાં એક કિનારે કયાંક કયાંક લોકોએ શૌચક્રિયા કરેલી દેખાતી હતી. અમે મોઢું ફેરવી લીધું. આવા પવિત્ર તીર્થસ્થળે પણ લોકો ગંદકી કરતાં અચકાતા નથી,' અમારામાંના એકે ટકોર કરી. ‘લોકોને શરમ નહિ આવતી હોય? સામે આ દુકાનવાળા પણ કંઈ નહિ બોલતા હોય ?' બીજાએ કહ્યું. Page #216 -------------------------------------------------------------------------- ________________ પિનાંગ ૧૯૯ “લોકોની અસંસ્કારિતાની તે કંઈ હદ હોય કે નહિ?' વળી કોઈક પોતાનો આક્રોશ ઠાલવ્યો. ‘તમે બીજાની ટીકા કરો છો, પણ આપણા ભારતમાં પણ ઠેર ઠેર જાહેર રસ્તા પર કે રેલવેના પાટા આગળ લોકો રોજેરોજ લોટો કે ડબલું લઈને ક્યાં નથી બેસતા ?' બીજાએ જવાબ આપ્યો. ‘એશિયાના ગીચ વસ્તીવાળા અને ઓછી સુવિધાવાળા ગરમ દેશોમાં હજારો વર્ષથી ખુલ્તામાં જવાની પ્રથા ચાલી આવે છે, પણ આવા તીર્થસ્થળમાં માણસે વિવેક વાપરવો જોઈએ,' મેં કહ્યું. સારું છે કે તડકો છે. નહિ તો કેટલી દુર્ગધ મારે !' બીજા એકે કહ્યું. મળવિસર્જનનાં દશ્યો જોઈને અમે અનુભવેલી અપ્રસન્નતા બૌદ્ધ મંદિરમાં દાખલ થતાં જ ઓછી થઈ ગઈ. ‘કેહ લોક સી'નું બૌદ્ધ મંદિર એક સૈકાથી વધુ જૂનું છે, પરંતુ એના પેગોડાનું બાંધકામ વીસમી સદીના આરંભનું છે. જૂના વખતમાં બે ચીની બૌદ્ધ સાધુઓ પોતાના ઘણા અનુયાયીઓ સાથે પિનાંગ આવેલા. તેઓએ અહીં ડુંગર ઉપર બૌદ્ધ મંદિર બાંધવાની ભાવના દર્શાવેલી. એક ચીની શ્રીમંત વેપારીએ પોતાની વિશાળ જગ્યા ભેટ તરીકે આપી. એમાં આ બૌદ્ધ મંદિરનું નિર્માણ થયું. વખત જતાં ભક્તોની અવરજવર વધતાં આશરે સો ફૂટ ઊંચું, સાત માળ જેવી રચનાવાળું પેગોડાના પ્રકારનું પથ્થરનું આ મંદિર બાંધવામાં આવ્યું. ભગવાન તથાગતના મંદિર તરીકે જાણીતા આ નવનિર્મિત મંદિરનું ઉદ્દઘાટન ૧૯૩૦માં થયું હતું. મંદિરની અંદરની અને બહારની ભવ્યતા યાત્રિકોનાં મન હરી લે એવી છે. બૌદ્ધ મંદિર જોઈ અમે પાછા ક્ય. ગાઈડે કહ્યું કે “કંઈક યાદગીરી (સોવેનિર) તરીકે કોઈક ચીજવસ્તુ ખરીદવી હોય તો અહીં દુકાનોમાં સરસ મળે છે.” અમે એક દુકાને પહોંચ્યા. પહોંચતાં જ અમારામાંના એકે દુકાનદારને ફરિયાદ કરી, તમારી દુકાન સામે લોકો મળવિસર્જન કરી જાય છે અને તમે કેમ ચલાવી લો છો ?' ‘અમારી નજર સામે થોડા કોઈ કરવા બેસે છે ? એ તો વહેલા આવીને કરી જતા હશે. ઉતાવળ હોય તો જ કરતા હશે ને ?' ‘તમારે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ.' ‘અમારે કંઈ ફરિયાદ કરવી નથી. એથી કંઈ વળવાનું નથી. ઊલટાનું ફરિયાદ ન કરવાથી અમને ફાયદો છે.” ફાયદો ? કેવી રીતે ? અમારી મજાક તે નથી કરતા ને ?' ‘ના; ફાયદો એટલા માટે કે આ નિમિત્તે પ્રવાસીઓ અમને ફરિયાદ કરવા આવે છે અને પછી અમારા સોવેનિરમાંથી કંઈક ને કંઈક ખરીદી જાય છે. અમે સોનિરો જોવામાં Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન મગ્ન બન્યા. ત્યાં દુકાનદારે કહ્યું, ‘અમારી પાસે એવી વસ્તુ પણ છે કે જે દુનિયામાં તમને કયાંય જોવા નહિ મળે.’ ‘એવી તે કઈ વસ્તુ છે ? અમને બતાવો ને ?' દુકાનદારે એક મોટા બૉક્સમાંથી કાઢીને પાંચ વસ્તુઓ કાઉન્ટર પર મૂકી દીધી. એ જોઈને અમે તત્ક્ષણ સ્તબ્ધ થઈ ગયા, ડઘાઈ જ ગયા. શી હતી એ વસ્તુ ? જિંદગીમાં કયારેય જોઈ ન હોય અને છતાં રોજ જોઈ હોય એવી એ વસ્તુ હતી. એ હતી મળવિસર્જનની – વિસર્જિત મળની પ્રતિકૃતિ, રબરપ્લાસ્ટિકની બનાવેલી. ઘેરા પીળા, લીલાશ પડતા પીળા, ઘેરા બદામી, આછા રાખોડી કે એવા બીજા કોઈ રંગની જુદા જુદા આકારની એ પ્રતિકૃતિઓ એટલી બધી આબેહૂબ બનાવેલી હતી કે જાણે સાચી જ લાગે. એ જોઈને કોઈ પણ માણસ અવશ્ય છેતરાઈ જ જાય. એ વસ્તુ હતી તો રમકડાં જેવી, પણ આપણને તેની સામે જોતાં પણ ચીતરી ચડે. દુકાનદારને એ હાથમાં લેતાં કશી ચીતરી નહોતી ચડતી, કારણ કે એ એનો રોજનો વ્યવસાય હતો. ‘તો પછી તમારી દુકાનની સામે છે એ બધી નકલી આકૃતિ છે ?' અમે પૂછ્યું. ‘હા જી. અમે પોતે જ સવારના દુકાન ખોલતી વખતે સામે રસ્તા પર એ મૂકી દઈએ છીએ.’ ‘પણ તમારી આ સૂગ ચડે એવી વસ્તુ ખરીદે કોણ ?' ‘જેને સૂગ ચડે તે ન લઈ જાય, પરંતુ બીજા લઇ જાય છે. કોઈને મૂર્ખ બનાવવા, કોઈને ભડકાવી દેવા, પ્રેક્ટિકલ ‘જોક' માટે યુવાનો, નાનામોટા છોકરાઓ આ વસ્તુ ઘણી લઈ જાય છે. કોઈ બેઠું હોય એની બાજુમાં આ મૂકી દેવાથી માણસ તરત ઊભો થઇ જાય. ટ્રેનમાં, બસમાં કે કોઈ સભામાં ભીડ હોય ત્યારે સિફતથી આ મૂકી દઈને પછી બીજાને ઉઠાડી જગ્યા મેળવી શકાય છે. એપ્રિલલ માટે ટપાલમાં સરસ પૅકિંગ કરીને સ્વાના કરી શકાય છે. કોઈ અભિમાની માણસનું અભિમાન ઉતારી શકાય છે.’ દુકાનદારે એના ઉપયોગો દર્શાવ્યા, પણ અમે કોઈએ તે વસ્તુ ખરીદી નહિ; ખરીદી શકયા નહિ. અપરસને માણવાવાળા લોકો પણ દુનિયામાં હોય છે એ જાણી આશ્ચર્ય અનુભવ્યું. અમે બીજાં કેટલાંક સોવેનિર ખરીદ્યાં. જગતમાં કેટલીક વસ્તુઓ, વાતો અને કાર્યો નિષિદ્ધ (Taboo) ગણાય છે, પરંતુ તેમાં પણ ભિન્ન ભિન્ન પ્રજા વચ્ચે તેનું ભિન્ન ભિન્ન પ્રમાણ હોય છે. દરેક પ્રજાની સંસ્કારિતાની પારાશીશી એકસરખી નથી હાતી. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૩૧ હેલ-દર્શન અમેરિકામાં બોસ્ટન પાસે એક્ટન શહેરમાં રહેતા અમારા પુત્ર ચિ. અમિતાભને ત્યાં ૧૯૯૨માં અમે થોડા મહિના રહ્યાં હતાં. એક દિવસ અમિતાભે કહ્યું, “પપ્પા, હેલ જોવા જવું છે ? અત્યારે જુલાઈ મહિના ચાલુ થયો એટલે હવે તે જોવા મળશે, અહીં એટલાન્ટિકમાં.' ' 'હા, જરૂર જઈએ. મને ગમશે. જોકે મેં તો નાની ઉમરમાં ગુજરાતની આપણી મહી નદીમાં વ્હેલ જોઈ હતી.' આ સાંભળી અમિતાભ વિચારમાં પડી ગયો. તે બોલ્યો, 'પપ્પા, તમે ગમ્યું મારો છો કે મજાક કરો છો ?' ‘ગપ્યું પણ નહિ અને મજાક પણ નહિ.' “તે શું ગુજરાતની નાનકડી મહી નદીમાં વ્હેલ જોવા મળે ખરી ?” આમ તો ન મળે, પણ મને જોવા મળી છે. એવી ઘટના અજાયબીભરી ગણાય, પણ એ છે સાચી. | ‘અરબી સમુદ્રમાં જ જે વહેલ જોવા ન મળતી હોય તો ગુજરાતની નદીમાં તો કયાંથી જોવા મળે ? અને તે પણ મહી જેવી નાની નદીમાં ?' અમિતાભે પ્રશ્ન ક્યોં. “હા, આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે, પણ વર્ષો પહેલાં હું જ્યારે નાનો હતો ત્યારે આ આશ્ચર્યકારક ઘટના બની હતી. વડોદરા રાજ્યમાં આપણા વતન પાદરાની નજીક આવેલાં ડબકા-ગંભીરા ગામ પાસેના મહી નદીના કિનારે એક વહેલ તણાઈને આવી હતી અને ત્યાં જ મૃત્યુ પામી હતી.' એ કેવી રીતે બન્યું હશે ? મહી નદી એટલી નાની અને છીછરી છે કે એના પાણીમાં વહેલ સમાય કેવી રીતે કે તેને કેવી રીતે ?' મહી નદી નાની છે એ સાચું, પણ એને મહીસાગર કહેવામાં આવે છે, કારણ કે અરબી સમુદ્રમાં દર પૂનમે જ્યારે બહુ મોટી ભરતી આવે છે ત્યારે ભરતીનાં પાણી મોટાં મોટાં ઘોડાપૂરની જેમ નદીમાં માઈલો સુધી ધસી જાય છે. તે સમયે મહીનું સ્વરૂપ સાગર જેવું બની જાય છે. એમાં ત વખત વહેલ માછલી તરી શકે. એવી રીતે આવેલી વહેલ ઘોડાપૂર ઓસરતાં પાછી જઈ શકી નહિ. ત્યાં જ પડી રહી અને પાણીના અભાવે મૃત્યુ પામી. ન માની શકાય એવી આ રાક્ષસી માછલીને જોવા માટે ચારે બાજુ ગામડાંઓમાંથી ૨૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન હજારો માણસો આવવા લાગ્યા હતા. કેટલાક તો વિચપચીસ માઈલ દૂરથી ચાલીને આવેલા. અમે પણ ગયેલા. બે દિવસમાં તો એનું શરીર દુર્ગધ ફેલાવવા લાગેલું. એના મૃતકલેવરનો નિકાલ કરવામાં ઘણો પરિશ્રમ સરકારી કર્મચારીઓને પડેલો. એ વહેલનું હાડપિંજર, વડોદરામાં કમાટી બાગના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે. હેલ અહીંના એટલાન્ટિક મહાસાગરમાંથી આવી હશે એવું અનુમાન થાય છે. એટલાન્ટિક મહાસાગર, ભારતીય મહાસાગર, અરબી સમુદ્ર અને ખંભાતનો અખાત એમ નક્શામાં આપણે વિભાગો પાડ્યા છે. પણ વાસ્તવમાં તો સળંગ એક જ જળવિસ્તાર છે. રોજના સેંકડો માઈલ તરવાની તાકાતવાળી, જળાંતર કરવાના સ્વભાવવાળી ભૂલી પડેલી કોઈક વ્હેલ ખોટી દિશામાં દોડતી' જ રહી હશે અને પરિણામે તે મહી નદીમાં પહોંચી ગઈ હશે !' ગપ્પા જેવી લાગતી પણ સાચી બનેલી એ ઘટનાની અમિતાભને પ્રતીતિ થઈ. મહી નદીમાં એ હેલ જોયા પછી ચિત્રમાં, ચલચિત્રમાં કે ટી.વી.માં વહેલ જોઈ છે, પણ હજુ સુધી સાક્ષાત જોવા મળી નહોતી. એટલે અમિતાભની દરખાસ્ત મેં સહર્ષ સ્વીકારી લીધી. અમે હેલ જેવાનો કાર્યક્રમ ગોઠવ્યો. અમેરિકાના પૂર્વ કિનારે આવેલા એકટન શહેરથી એટલાન્ટિક મહાસાગરના કિનારે કારમાં લગભગ બે કલાકમાં પહોચી શકાય છે. પાસે આવેલા ગ્લાઉસ્ટર (Gloucester) નામના બંદરેથી “સેવન સીઝ' (Seven Seas) નામની કંપની તરફથી જુલાઈ અને ઑગસ્ટ માસમાં રહેલદર્શન માટે પ્રવાસીઓને સ્ટીમરમાં ‘કેપ એન’ બાજુના સમુદ્રમાં લઈ જવામાં આવે છે. અમે એક રવિવારનું નક્કી કરી, કંપનીને ફોન જોડી અમારી ટિકિટ માટે સૂચના આપી દીધી. નિશ્ચિત થયેલા રવિવારે સવારે સાડા છ વાગ્યે નીકળી, સવા વર્ષના પૌત્ર અર્ચિત સહિત, પરિવારના અમે પાંચ સભ્યો ગાડીમાં નીકળી ગ્લાઉસ્ટર બંદરે પહોંચી ગયાં અને સ્ટીમરમાં બેઠાં. નવના ટકોરા થયા અને અમારી સ્ટીમરે ગ્લાઉસ્ટર બંદર છોડ્યું. વાતાવરણ શાંત અને શીતલ હતું. સ્ટીમર આગળ વધી ત્યાં માઈક પરથી ગાઈડમહિલાનો અમેરિકન ઉચ્ચારોવાળી અંગ્રેજી ભાષામાં અવાજ સંભળાયો. એણે કહ્યું : “સુપ્રભાતમ્ ! સજજનો અને સન્નારીઓ! સેવન સીઝ કંપની તરફથી સ્ટીમર પ્રાઈવેટીર” પર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે હેલદર્શનના કાર્યક્રમ માટે રવાના થઈએ છીએ. આપણી કંપનીએ આ એક માળવાળી સ્ટીમર ખાસ વ્હલદર્શન માટે જ બનાવડાવી છે. એનું બાંધકામ સારા લોખંડ વડે એવું મજબૂત કરાયું છે કે જેથી હેલનો જબરદસ્ત ધક્કો લાગે તો પણ આપણે હાલકડોલક ન થઈ જઈએ. નાનામાં નાના બાળક સહિત એકેએક પ્રવાસીને કઠેડા પાસે ઊભા રહીને વ્હલદર્શન કરવાની, ફોટો કે ફિલ્મ લેવાની સરખી સગવડ મળી રહે એટલી બહારની ખુલ્લી જગ્યા રાખવામાં આવી છે. પવન કે તડકો સહન ન થતો હોય કે આરામ કરવો હોય તો અંદર Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ વ્હેલ-દર્શન કેબિનમાં બેસવાની પણ સગવડ છે. ખાવાપીવા માટે અંદર રેસ્ટોરાં પણ છે. આપણી સ્ટીમરના કેપ્ટનનું નામ છે સેબી. એટલાન્ટિક મહાસાગરમાં જહાજ ચલાવવાનો એમનો ત્રીસેક વર્ષનો સળંગ અનુભવ છે. તેઓ આપણને વહેલ જોવા માટે લઈ જશે. લગભગ સાડાત્રણથી ચાર કલાકની આપણી સફર છે. વહેલદર્શન માટે નક્કી થયેલાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ સ્ટીમર ચાલશે. એ નિયમો મુજબ કેપ્ટન કે પ્રવાસીઓ વહેલને સતાવી શકતા નથી.' - ત્યાર પછી કૅપ્ટને બોલવું શરૂ કર્યું : “હું કૅપ્ટન સેબી. વહેલદર્શનના આજના આપણા કાર્યક્રમ માટે ગાઈડ તરીકે શ્રીમતી સુઝાન કાર્ડ મળ્યાં છે એ આપણા માટે બહુ આનંદની વાત છે. આપણી કંપની સારામાં સારી વ્યક્તિઓને મેળવવાનો પ્રયાસ કરે છે. શ્રીમતી સુઝાન કાર્વ જાણીતાં પ્રકૃતિશાસ્ત્રી છે. તેમણે વ્હેલનો ઘણો ઊંડો અભ્યાસ ક્યાં છે અને લેખો લખ્યા છે. છેલ્લાં દસ વર્ષથી હેલના અભ્યાસ માટે તેઓ આર્કટિક, પેસિફિક અને એટલાન્ટિક મહાસાગરમાં ઘણું ક્યાં છે. તેઓ વહેલ વિશે તમને બધી માહિતી આપશે. તમારે મને કે સુઝાનને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો નિ:સંકોચ પૂછી શકો છો.' ત્યાં જ એક મહાશયે પ્રશ્ન કર્યો, ‘એટલાન્ટિક મહાસાગર તો કેટલો બધો મોટો છે ! એમાં હેલ કઈ જગ્યાએ છે એ કેમ ખબર પડે ? વ્હેલ એક જ નિશ્ચિત સ્થળે રહેતી નથી. એ તો ઘડીકમાં માઈલો દૂર નીકળી જાય છે. જૂના વખતમાં તો શિકારીઓ વહેલનો શિકાર કરવા નીકળતા અને દિવસોના દિવસો સુધી દરિયો ખેડતા તોપણ હેલની ભાળ મેળવ્યા વિના પાછા ફરતા એવી ઘટનાઓ બનતી.' હા, એ વાત સાચી છે, પણ હવે આધુનિક સાધનો ઘણાં વધ્યાં છે. સવારના અમારી કંપનીનું હેલિકૉપ્ટર આ મહાસાગર પર રાઉન્ડ મારે છે અને જે જે સ્થળે વહેલનાં જૂથ જોવા મળે તેની નકશામાં નોંધ કરી લે છે અને વાયરલેસથી ખબર આપે છે એટલે સ્ટીમર ઊપડતાં પહેલાં અમને સૂચના મળી જાય છે કે હેલનાં જૂથો ક્યાં ક્યાં છે. અલબત્ત, આપણે પહોંચીએ એટલી વારમાં તો વ્હેલનું જુથ આમતેમ પાંચદસ માઈલ નીકળી પણ ગયું હોય.' બીજા એક સજજને પૂછ્યું, ‘તમે હેલ બતાવવાની ગેરંટી આપો છો, પણ એવું બને છે ખરું કે તમે વ્હેલ જોયા વિના ફર્યા હો ?' (દર વર્ષે આ ઋતુમાં બે મહિના અને સ્ટીમર સવાર, બપોર અને સાંજ ફેરવીએ છીએ. એમાં ચારપાંચ વખત તો એવું બને જ છે કે જ્યારે અમને વહેલ જોવા ન મળી હોય. ત્યારે અમે પ્રવાસીઓને એમના ડૉલર પાછા આપી દઈએ છીએ અથવા એમની મરજી હોય તો કૂપન આપી દઈએ છીએ કે જેનો તેઓ પોતાની અનુકૂળતા મુજબ બીજી કોઈ સફરમાં રિઝર્વેશન કરાવી ઉપયોગ કરી શકે છે.' “આજે આપણને વહેલ જોવા મળશે ?” Page #221 -------------------------------------------------------------------------- ________________ २०४ પાસપોર્ટની પાંખે -- ઉત્તરાલેખન ‘તમારા નસીબમાં હશે તો મળશે જ, તમે વધારે નસીબદાર હશો તો તમને બે વાર સહેલગાહ કરવા મળશે.' કંટનના જવાબથી વાતાવરણમાં રમૂજ પ્રસરી ગઈ. એણે કહ્યું, “હવે હું મારું કામ સંભાળું છું. સુઝાન તમને વહેલ વિષે માહિતી આપશે.' સુઝાને કહ્યું, ‘વહેલને દુનિયામાં બધા લોકો માછલી તરીકે ઓળખે છે અને એમ બનવું સ્વાભાવિક છે, કારણ કે હલને આકાર માછલી જેવો જ છે. તેનો આહાર પણ એના જેવો છે અને તે ચોવીસ કલાક પાણીમાં રહે છે. એનું સમગ્ર જીવન પાણીમાં વીતે છે અને પાણી બહાર ત જીવી શકતી નથી, પરંતુ પ્રાણીશાસ્ત્રીઓ હેલને માછલી ગણતા નથી. વહેલ સસ્તન (Mammal) પ્રકારનું પ્રાણી છે. વહેલ ઈંડાં મૂકતી નથી, પણ પાણીમાં જ બચ્ચાને જન્મ આપે છે. એક પ્રસૂતિ વખતે એક જ બચ્ચે જન્મે છે. બચ્યું માને ધાવે છે અને મારું થાય છે. બચ્ચે સરેરાશ રોજનું અડધો ટન દૂધ ધાવે છે એટલે રોજનું સરેરાશ અટલું મોટું થતું જાય છે. સ્થળચર, ખેચર અને જળચર એવી સમગ્ર જીવસૃષ્ટિમાં મોટામાં મોટું વિદ્યમાન પ્રાણી હોય તો તે વહેલ છે. પ્રાગૈતિહાસિક કાળનું એક મોટામાં મોટું પ્રાણી તે ડાયનાસોર્સ હતું, પરંતુ તે પણ વ્હેલ કરતાં અડધાથી ઓછા કદનું અને અડધાથી ઓછા વજનનું હતું. ડાયનાસોર્સનું વધુમાં વધુ વજન પચાસ ટનનું મનાય છે. જ્યારે વહેલનું વજન સો ટનથી વધારે હોઈ શકે છે અને હેલની લંબાઈ પણ સો ફૂટથી વધારે હોઈ શકે છે. સ્થળચર પ્રાણીઓમાં ડાયનાસોર્સ મોટામાં મોટું એટલે આખું હરતું ફરતું નજરે જોઈ શકાય. વહેલનું તેમ નથી. વહેલ પણ પ્રાગૈતિહાસિક કાળનું જ પ્રાણી છે, પણ તે જળચર છે એટલે હજુ જીવતું જોવા મળે છે. સ્થળચર અને ખેચર પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જેટલી અનુકૂળતા હોય છે તેના કરતાં જળચરને વધારે હોય છે.' અત્યારે જમીન ઉપર આપણને મોટામાં મોટા પ્રાણી તરીકે હાથી જોવા મળે છે.' કોઈક વચ્ચે કહ્યું. હા, પણ વહેલ આગળ હાથી જાણે કે નાનું બચ્ચું જ છે. હેલની ફક્ત જીભ જ હાથીના કદ કરતાં મોટી હોય છે. હાથીનું વજન ત્રણચાર ટનનું હોય છે, વ્હેલનું સો ટનથી વધારે. વહેલ ઘસડાઈને કિનારે મરેલી પડી હોય અથવા શિકારીઓ મારીને અને ખેંચી લાવ્યા હોય તે વખતે વ્હેલ જોઈ હોય તો લાગે કે જાણે મોટો રાક્ષસ (Monster) ન હોય !' મારાથી રહેવાયું નહિ. મેં કહ્યું, “એવી હેલ મેં નજરે જોઈ છે.” 'વાહ ! તો તો તમને એનો ખ્યાલ આવી શકશે', સુઝાને આગળ કહ્યું, 'હેલ માછલી નહિ, પણ પ્રાણી છે, કારણ કે એની બીજી એક લાક્ષણિકતા એ છે કે તે ચોવીસ કલાક પાણીમાં રહેતી હોવા છતાં શ્વાસ લેવા માટે એને પાણીની બહાર આવવું પડે છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ હેલ-દર્શન ૨૦૫ હેલા જ્યારે પાણીની સપાટી પર આવે છે ત્યારે પંદર-વીસ મિનિટ પોતાની અનુકૂળતા પ્રમાણે રહે છે અને પછી ડૂબકી મારીને નીચે જાય છે. વહેલનાં ફેફસાં એક ખટારા જેટલાં મોટાં હોય છે. એમાં તે પોતાનો શ્વાસ રૂંધીને કલાક-દોઢ કલાક રહી શકે છે. ફરી હવાની જરૂર પડતાં તે બહાર આવે છે. આમ એની પ્રાણવાયુ લેવાની પ્રવૃત્તિ દિવસરાત નિરંતર ચાલે છે. હેલ મુખ્યત્વે ધ્રુવપ્રદેશના ઠંડા સમુદ્રનું પ્રાણી છે. ધ્રુવપ્રદેશમાં શિયાળામાં સમુદ્રનું પાણી સપાટી પર ઠરીને બરફ થઈ જાય છે. તે વખતે બરફના પડ નીચેના પાણીમાં કેટલીયે જાતની માછલીઓ વતી તરતી રહે છે, પરંતુ વ્હેલ ત્યાં રહી શકતી નથી, કારણ કે એને શ્વાસ લેવા સપાટી પર આવવું પડે છે. એટલે જ વ્હેલ શિયાળામાં જળાંતર કરી સેંકડો માઈલ દૂર અનુકૂળ પાણીમાં ચાલી જાય છે. અલાસ્કા પાસેની હેલ પેસિફિક મહાસાગરમાં હવાઈ ટાપુ સુધી કે ઑસ્ટ્રેલિયા સુધી પહોંચી જાય છે. ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ બાજુની હેલ એટલાન્ટિક મહાસાગરમાં દક્ષિણ તરફ ઠેઠ કેરેબિયન સમુદ્ર સુધી પહોંચી જાય છે. એવી જ રીતે દક્ષિણ ધ્રુવપ્રદેશમાં પણ બને છે. દરેકનો સમય જુદો જુદો હોય છે. એટલું નક્કી છે કે વહેલ એ જળાંતર કરતું, પાંચસો-હજાર કે વધારે માઈલ દૂર ચાલ્યું જતું અને પાછું આવતું પ્રાણી છે. સમુદ્રના તળિયે પાંચ હજાર ફૂટ સુધી તે નીચે જઈ શકે છે.' ‘તમે કહ્યું કે વહેલ પાણીની બહાર નીકળે તો મરી જાય અને વળી કહો છો કે શ્વાસ લેવા માટે અને બહાર નીકળવું પડે છે. તો એ કેવી રીતે ?' ‘હેલ શ્વાસ લેવા પાણીની સપાટી પર બહાર આવે છે અને વીસ-પચીસ મિનિટ કે અડધો કલાક તે સપાટી પર મોટું બહાર રાખીને રહી શકે છે. તે કોઈ વાર આખી કૂદીને પાણીની બહાર નીકળે છે અને પાછી પાણીમાં પડે છે. હવાની તો એને જરૂર છે. માછલી પાણીની બહાર નીકળે તો ગૂંગળાઈને, તરફડીને મૃત્યુ પામે છે એવું વ્હેલનું થતું નથી, પરંતુ વ્હેલનું શરીર એટલું બધું ભારે અને અંદરથી એટલું બધું પોલું છે કે તે પાણીમાં જ બરાબર સમતોલપણું જાળવી શકે છે. પાણીની બહાર એને રાખવામાં આવે તો શરીરના ઉપરના ભાગના ભારે વજનને લીધે તેનું પેટ, તેનાં હાડકાં અને તેનાં ફેફસાં કચડાઈ જાય છે ને એથી તે ગૂંગળામણ અનુભવી મૃત્યુ પામે છે.' અમુક જગ્યાએ વહેલ છે એમ ખબર કેવી રીતે પડે ?' હેલ એવું પ્રાણી છે કે જે પોતાનું અસ્તિત્વ છુપાવી શકતું નથી. એની શ્વાસ લેવાની ક્રિયા એની હાજરીની ચાડી ખાય છે. વહેલ જયારે શ્વાસ બહાર કાઢે છે ત્યારે ત્યાં દસ, પંદર કે વીસ ફૂટ ઊંચા ફુવારા જેવી રચના થાય છે. તે પહેલાં શ્વાસ બહાર કાઢે છે અને પછી શ્વાસ લે છે. શ્વાસ કાઢતી વખતે એનાં ફેફસાંની ગરમ હવા સાથે મોઢાનાં તથા સમુદ્રનાં જલબિંદુઓ ભળે છે અને ફુવારા જેવું દેખાય છે. તે પાણીનો ફુવારો નહિ, પણ જલકણ સાથેનો વરાળિયો ફુવારો હોય છે. એ વખતે કર્કશ મોટી સિસોટી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પાસપૉર્ટની પાંખે - ઉત્તરાલેખન જેવો અવાજ પણ થાય છે. એથી વ્હેલની હાજરી છતી થઈ જાય છે. વ્હેલની આંખો બહુ નાની હોય છે અને કાનનાં છિદ્રો તો સાવ ઝીણાં હોય છે, પરંતુ એનાં નસકોરાં મોટાં અને મસ્તકના ઉપરના ભાગમાં હોય છે. કોઈક વ્હેલને એક જ નસકોરું હોય છે. એનો ફુવારો ત્રાંસો ઊડે છે. વ્હેલ શ્વાસ લઈ પાણીમાં તરત ઊંધે માથે ડૂબકી મારે છે એટલે એની પૂંછડી બહાર આવે છે. આ પૂંછડી પણ વ્હેલની ઉપસ્થિતિ જાહેર કરી દે છે. વ્હેલ પાણીની સપાટી પર જરૂર પૂરતી જ આવે છે. એ વખતે પાસેથી જો દૃશ્ય જોવા મળે તો લાગે કે જાણે નાની કાળીભૂખરી સબમરીન સપાટી પર આવી રહી છે.' ત્યાર પછી વ્હેલના પ્રકારો વિશે માહિતી આપતાં સુઝાને કહ્યું, ‘વ્હેલના સો કરતાં વધુ જુદા જુદા પ્રકારો છે. વ્હેલ ડોલ્ફિનની જેમ સિટાયશા (Cetacea) કુળનું પ્રાણી છે. બ્લુ વ્હેલ સૌથી મોટા કદની વ્હેલ છે. તદુપરાંત સ્પર્મ વ્હેલ, ફિન વ્હેલ, રાઈટ વ્હેલ, હંપબેક વ્હેલ, મિંક વ્હેલ, બોહેડ વ્હેલ, ગ્રે વ્હેલ, કિલર વ્હેલ એમ એની ખાસિયત પ્રમાણે નામ પડી ગયાં છે. વ્હેલનો અભ્યાસ દુનિયામાં એટલો બધો વધી ગયો છે અને હજુ વધતો જાય છે કે એક એક પ્રકાર ઉપર સંશોધનગ્રંથો લખાયા છે. વ્હેલના આ બધા પ્રકારોને મુખ્ય બે પ્રકારમાં વહેંચી નાખવામાં આવે છે. એક તે દાંતવાળી (Toothed) વ્હેલ અને બીજી તે ગળણીવાળી (Baleen) વ્હેલ. દાંતવાળી વ્હેલના નીચેના જડબામાં દાંત હોય છે. ઉપરના જડબામાં હોય કે નહિ, દાંત વડે તે માછલાં પકડવાનું કામ કરે છે, ચાવવાનું નહિ. એના મોઢામાંથી અને પેટમાંથી ઍસિડ એટલા ઝરે છે કે એને ચાવવાની મહેનત કરવી પડતી નથી. રોજના બેથી ત્રણ ટન જેટલો ખોરાક જોઈતો હોય ત્યાં આવી મહેનત કર્યે પાર કયારે આવે ? ગળણીવાળી વ્હેલને ઉપરના જડબામાં કાંટાળાં હાડકાંની જાળી હોય છે. નીચેના જડબામાં કશું નથી હોતું. તે માછલાંવાળું પાણી પોતાના મોઢામાં આવવા દે છે. પછી ઉપરના જડબાની જાળી દબાવી મોઢું નીચું કરી જીભ વડે બધું પાણી બહાર ધકેલી દે છે અને મોઢામાં આવેલાં માછલાં આરોગી જાય છે. વ્હેલ ભૂખી હોય ત્યારે જડબું દબાવે છે. તે સિવાય ઓરડી જેટલું મોટું એનું મોઢું ખુલ્લું હોય ત્યારે માછલાં મોઢામાં જાય અને જીવતાં પાછાં આવે છે.’ વ્હેલની આ લાક્ષણિકતા વિશે સાંભળી મને જૈન ધર્મની તંદુલિયા મત્સ્યની કથાનું સ્મરણ થયું કે જેમાં મગરમચ્છની આંખની પાંપણમાં રહેલી ચોખાના દાણા જેટલી નાની માછલી વિચારે છે કે ‘આ મગરમચ્છ કેવો મૂર્ખ છે કે મોઢામાં આવેલી માછલી પાછી જવા દે છે. હું હોઉં તો એકેને જીવતી જવા ન દઉં. બધી જ ખાઈ જઉં.' આમ મનથી તે ભયંકર પાપ બાંધે છે અને દુર્ગતિ પામે છે. સમુદ્રમાં મોટી માછલી નાની માછલીને ગળી જાય એવો મત્સ્યગલાગલનો ન્યાય પ્રવર્તતો હોય છે, પણ મોટી માછલીને કોઈનો ડર હોય છે કે નહિ ? જાણે મારા મનમાં ઊઠેલા પ્રશ્નનો ઉત્તર આપતી હોય તેમ ગાઇડે કહ્યું, ‘રોજની આટલી બધી માછલીઓ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વહેલ-દર્શન ખાઈ જતી હેલ પણ બીજી રીતે બીકણ છે. એને મોટામાં મોટો ડર શાર્ક માછલીનો હોય છે. એટલે તો વ્હેલ હંમેશાં પોતાના પરિવારના જૂથમાં ફરે છે. એકલદોકલ ફરતી નથી. જૂથમાં હોવાને લીધે શાર્ક આવે તો બધી સાથે મળીને એનો સામનો કરે છે. તમામ માછલીઓમાં શાર્ક સૌથી વધુ ક્રૂર અને આક્રમક હોય છે. તે પોતાના તીક્ષ્ણ દાંત વડે બટકું ભરી માંસનો લોચો જ કાઢી લે છે. શાર્ક તો માનવભક્ષી પણ છે. વહેલ માનવભક્ષી નથી. એકસાથે ઘણી બધી શાર્ક અચાનક ત્રાટકે તો ઘાયલ થયેલી વ્હેલ પ્રાણ ગુમાવે છે. અલબત્ત, હેલમાં એક બટકા ભરનારી હમલાખોર શિકારી વહેલ હોય છે જે શાર્કને પણ પહોંચી વળે છે. એને કિલર વ્હેલ’ કહે છે. એ તો બીજી વ્હેલને પણ બટકાં ભરી, ઘાયલ કરીને ખાઈ જાય છે. કિલર વ્હેલ તો ધ્રુવપ્રદેશમાં સીલ, રીંછ, વોલરસ વગેરેને પણ ખાઈ જાય છે. એ એટલી હોશિયાર અને જબરી હોય છે કે એનાથી બચવા માટે સીલ વગેરે પાણીમાં તરતા હિમખંડ (Ice-floe) ઉપર ચડી જાય તો કિલર વ્હેલ પોતાના જોરથી હિમખંડને હલબલાવી સીલને પાણીમાં પાડી નાખે છે અને પછી ખાઈ જાય છે.' વ્હેલ વિશે ઘણી બધી માહિતી સુઝાને આપી. હેલના શિકારની પણ વાત નીકળી. સત્તરમા સૈકામાં યુરોપમાં નોર્વેની ઉત્તરે સ્પિટ્સબર્ગન અને જાન માયનની આસપાસના સમુદ્રમાં ડચ અને બાસ્ક લોકોએ અને પછી અંગ્રેજ અને સ્પેનિશ લોકોએ હેલના શિકાર માટે પ્રવૃત્તિ આરંભી દીધી હતી, કારણ કે હેલની ચરબીમાંથી તેલ બનતું જે જુદી જુદી રીતે કામ લાગતું. એને વ્યાવસાયિક ધોરણે ઉપયોગ થવા લાગ્યો અને એથી વહેલનો શિકાર પણ વધી ગયો. હેલના મોઢાનાં હાડકાંમાંથી સ્ત્રીઓનાં ઘરેણાં બનવા લાગ્યાં હતાં. હેલનો શિકાર વહાણમાં બેસી લાંબા અણીદાર ભાલા (Harpoon) વડે થતો. એ શિકાર જોખમી હતો. હવે તો સ્ટીમરમાં બેસી ખાસ બનાવટની બંદૂક વડે ભાલો (Explosive Harpoon) મારી હેલનો શિકાર કરાય છે. શિકારીઓ માટે હવે ખાસ જોખમ રહ્યું નથી. વ્હેલનો શિકાર એટલો બધો વધી ગયો હતો કે એક અંદાજ પ્રમાણે ગયા એક સૈકામાં આઠ લાખ જેટલી હેલનો શિકાર થયો હશે. વૈજ્ઞાનિકો અને પર્યાવરણવાદીઓને ચિંતા થવા લાગી કે જે શિકારને નિયંત્રિત કરવામાં નહિ આવે તો વ્હેલનું અસ્તિત્વ જ મટી જશે. આથી ઘણા દેશોએ હેલના વ્યક્તિગત શિકાર પર પ્રતિબંધ મૂકી દીધો છે અને વ્યાવસાયિક શિકારીઓ માટે હેલની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી છે. વૈજ્ઞાનિકોને હવે હેલમાં વધુ રસ પડવા લાગ્યો છે. હેલના હાકોટા, છીંકોટા, સિસોટા, સુસવાટા એવા જુદા જુદા અવાજો અર્થભર્યા છે. એમાં હેલની ભાષાના સંકેતો છે. એવા અવાજોનું રેકોર્ડિંગ કરી એનું રેડિયો પ્રસારણ વહેલ વિસ્તારના સમુદ્રમાં કરીને સંશોધન કરવામાં આવે છે. આવતી કાલની દુનિયાને વહેલ કઈ રીતે કામ લાગશે તે કહી શકાય નહિ. Page #225 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે ઉત્તરાલેખન વ્હેલ વિશે ઘણી બધી વાતો સાંભળી. હવે વ્હેલ જોવાનો વખત થઈ ગયો હતો. કૅપ્ટને કહ્યું, ‘આપણને મળેલી માહિતી પ્રમાણે વ્હેલ હોવાના વિસ્તારમાં આપણે આવી પહોંચ્યા છીએ. વ્હેલ સતત ઘૂમતું પ્રાણી છે એટલે અહીં પાંચસાત માઈલના વિસ્તારમાં જ હશે. આપણી સ્ટીમર હવે મંદ ગતિએ ચાલશે. અમે અમારા શક્તિશાળી દૂરબીન વડે વ્હેલ શોધવાનો પ્રયાસ કરીશું, પરંતુ તમને પણ તમારા દૂરબીન વડે વ્હેલ દેખાય તો તરત અમારું ધ્યાન ખેંચશો. અમે બંદર સાથે રેડિયો સંપર્કમાં પણ છીએ.’ અમે વ્હેલદર્શન માટે ઉત્સુકતાથી સમુદ્રમાં દૂર દૂર સુધી નજર કરવા લાગ્યા. સ્ટીમર મોટો ચકરાવો લેવા લાગી. ફુવારો અને પૂંછડી એ બે વડે વ્હેલની ભાળ લાગવાની હતી. ગાઇડે કહ્યું, ‘ઉત્તર એટલાન્ટિક મહાસાગરના આ વિસ્તારમાં જુલાઈ-ઑગસ્ટમાં ઘણી વ્હેલ આવે છે એનું એક કારણ એ છે કે આ બે મહિના દરમિયાન સૂર્યનો તડકો પાણી ઉપર વધુ કલાક પડે છે. એથી પાણીની અંદર સેંકડો માઈલ સુધી અમુક પ્રકારની શેવાળ અને વનસ્પતિ થાય છે. એ વ્હેલને બહુ ભાવે છે. આ મિષ્ટાન્ન ભોજન માટે દર વર્ષે સેંકડો વ્હેલ આ મહાસાગરમાં ચક્કર મારી જાય છે.' ૨૦૮ સ્ટીમરે મંદ ગતિએ બીજો મોટો ચકરાવો લીધો પણ વ્હેલનાં દર્શન દુર્લભ હતાં. આંખો થાકવા લાગી, પણ ફુવારો ક્યાંય ઊડતો નહોતો. કૅપ્ટન, ગાઇડ અને ઘણાં પ્રવાસી પોતાની ડોક આમથી તેમ ફેરવતાં હતાં, પણ વ્હેલ જાણે આજે અમારાથી રિસાઈ ગઈ હોય એવું લાગ્યું. કૅપ્ટને જાહેર કર્યું, ‘આપણે કમનસીબ છીએ કે હજુ સુધી એક પણ વ્હેલ આપણને જોવા મળી નથી. હવે એક મોટું છેલ્લું ચક્કર મારીશું અને વ્હેલ જોવા નહિ મળે તો આપણે પાછા ફરવું પડશે. આનાથી વધારે સમય અમે રોકાઈ શકીએ એમ નથી. સંભવ છે કે વ્હેલે દિશા બદલી હોય.' - છેલ્લું રાઉન્ડ પૂરું થયું. બધાના ચહેરા પર નિરાશા ફરી વળી. કૅપ્ટને જાહેર કર્યું, ‘ક્ષમા કરજો, પણ હવે આપણે પાછાં ફરીએ છીએ. બે મહિનામાં જે ચારપાંચ કમનસીબ દિવસ હોય છે એમાંનો એક દિવસ તે આજનો છે. આ ઋતુનો આ પહેલો દિવસ છે. બંદર પર પહોંચીને કંપનીના નિયમ મુજબ તમારી કૂપન મેળવી લેશો.’ નિરાશ થઈને અમારી સ્ટીમર પાછી ફરવા લાગી. પ્રવાસીઓના ચહેરા ઉદાસીન થઈ ગયા. ઘરે જઈને બીજી વાર ગ્લાઉસ્ટર પાછા આવવું એના કરતાં દોઢ વાગ્યાની સફરમાં જોડાઈ જવું એવો અમે નિર્ણય કર્યો. બધાં પ્રવાસીઓ પોતપોતાના વર્તુળમાં બેસી ચાપાણી કે લંચ લેવા લાગ્યાં. સમુદ્રદર્શનમાં બીતકાઈ રસ રહ્યો નહોતો. તડકો પણ વધતો જતો હતો. ઘરેથી વહેલી સવારે નીકળેલાં કેટલાંક પ્રવાસીઓ પગ લંબાવી ખુરશીમાં બેઠાં બેઠાં ઝોકાં ખાવા લાગ્યા હતા. કોઈક કાર્યક્રમની અસફળ પૂર્ણાહુતિ પછીનું દૃશ્ય સર્જાયું હતું. કૅમેરા અને દૂરબીન નવરાં થઈ ગયાં હતાં. હારેલા સૈનિકની જેમ સ્ટીમર પીછેકૂચ કરી રહી હતી. લગભગ અડધો જલમાર્ગ કપાઈ જવા આવ્યો હતો. Page #226 -------------------------------------------------------------------------- ________________ વહેલ-દર્શન ૨૦૯ ત્યાં સ્ટીમરે ગતિ ધીમી કરી નાખી. કેબિનમાં બેઠેલા, ઝોકાં ખાનારાઓને થયું કે ગ્લાઉસ્ટર આવ્યું કે શું ? ત્યાં કેપ્ટને બૂમ મારી, “હેલ ! વ્હેલ !' બધાં ઊભાં થઈ ગયાં. કેબિનવાળા બહાર દોડી આવ્યા. કૅપ્ટને બતાવેલી દિશામાં દૂર બધાં તાકી રહ્યાં, પણ હેલ ક્યાંય દેખાતી નહોતી. હેલના ફુવારા સતત ઊડતા નથી. થોડી થોડી વારે તે ઊડે છે એટલે ધીરજ રાખવી રહી. ત્યાં એક વારો દેખાયો અને બધાંએ હર્ષનાદ કર્યો. પરાજય વિજયમાં પલટાઈ ગયો. કેમેરા અને દૂરબીન પાછાં સક્રિય બની ગયાં. સ્ટીમર ધીમે ધીમે એ બાજુ ખસવા લાગી. થોડી વારમાં તે વ્હેલોની નજીક આવી પહોંચી. ફુવારા અને પૂંછડી ગણતાં લાગ્યું કે અંદાજે સાત વ્હેલ હશે. મહાસાગરમાં સિસોટીભર્યા ફુવારા સાથે વહેલની ઉચ્છવાસ અને શ્વાસની ક્રિયા નજરે નિહાળવી એ પણ એક અનેરો અનુભવ છે. આ હેલો પ્રવાસીઓથી ટેવાઈ ગઈ હશે એવું લાગ્યું. એક વહેલ તો કૂદકો મારી અડધી પાણીની બહાર આવતી હતી. કંપબેક પ્રકારની, પચાસેક ફૂટની ભૂખરા કાળા રંગની આ હેલ હતી. પ્રવાસીઓને સંતોષ થાય એટલી વાર સ્ટીમર ઊભી રહી. પછી એણે બંદર તરફ પ્રયાણ કર્યું. અમારા દિવસને એણે સફળ બનાવી દીધો. બંદર પર ઊતર્યા પછી પ્રવાસીઓની ગાડીઓ પોતપોતાની દિશામાં ચાલવા લાગી. સાચી હેલને મેં પહેલી વાર નજરોનજર જોઈ હતી ગુજરાતમાં મહી નદીના કિનારે મૃતાવસ્થામાં પડેલી અને આ બીજી વાર જોઈ તરતીફરતી, ફુવારા છોડતી અને ડૂબકી મારતી આ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં. બંને અનુભવો સ્મૃતિપટ પર એવા જ તાદશ રહેલા છે. સાગરમાં તરતી વ્હેલ જોવાનું સદ્ભાગ્ય બધાને સાંપડતું નથી. વ્હેલના જળવિસ્તારમાં પહોંચવાની અનુકૂળતા, અનુકૂળ હવામાન અને અનુકૂળ સાધનો હોય તો વહેલ જોવા મળે. દુનિયામાં કરોડો માણસો વ્હેલના વિસ્તારોથી સેંકડો-હજારો માઈલ દૂર વસે છે. તેઓને તો ચિત્ર, ચલચિત્ર કે ટી.વી.માં જોવા મળતી વ્હેલથી સંતોષ માનવો રહ્યો. અનેકને તો એની ખબર પણ નહિ હોય અને રસ કે ઉત્સુક્તા પણ નહિ હોય. વાઘ, સિંહ, હાથી, ગેંડો, રીંછ, કાંગારૂ, મોર, પેંગ્વિન વગેરે કેટલાયે પશુપક્ષીઓ દુનિયાના અનેક પ્રાણીબાગોમાં અને વિવિધ માછલીઓ માછલીઘરોમાં પહોંચી ગયાં છે, પરંતુ હેલને તો જ્યાં હોય ત્યાં જઈને જોવી પડે છે. ભવિષ્યમાં અત્યંત વિશાળ બાંધેલાં સરોવરોમાં અનુકૂળ જળ, ખોરાક, હવામાન, ઉષ્ણતામાન વગેરેની તમામ વ્યવસ્થા કરીને આવતી કાલનો મનુષ્ય હેલને પણ દુનિયામાં બધે હરતીફરતી કરી દે તો નવાઈ નહિ! Page #227 -------------------------------------------------------------------------- ________________ નાઈલમાં નૌકાવિહાર નાઈલ નદીના બંને કાંઠે વસેલા ઈજિયના પાટનગર કેરો (સ્થાનિક લોકો કાહિરા' ઉચ્ચારે છે)માં રાતને વખતે ફરતા હોઈએ તો નદીમાં લાઈટનાં મોટાં મોટાં તોરણોથી શણગારેલી નૌકાઓને આમતેમ ફરતી અને પાણીમાં સુરેખ પ્રતિબિંબ પાડતી જોવાનો જુદો જ આનંદ છે. એથીય વિશેષ આનંદ તો છે એ નૌકામાં જાતે ફરવાને. ઈજિયનો પ્રવાસ જેમ પિરામિડ જોયા વગરનો અધૂરો ગણાય તેમ નાઈલના નૌકાવિહાર વિનાનો પણ અધૂરો જ ગણાય. કેટલાંક સ્થળોનો અદ્વિતીય અનુભવ જીવ્યા કરતાં જોયું ભલું જેવી કહેવતને યથાર્થ ઠરાવતો હોય છે. નાઈલ નદીનું સૌન્દર્ય પણ એવું જ છે. અમે કેટલાક મિત્રો ઈજિસના પ્રવાસે ગયા હતા ત્યારે કેરોમાં નાઈલમાં નૌકાવિહારનો કાર્યક્રમ પણ અમારે માટે ગોઠવાયો હતો. જેવું સ્થાન ભારતમાં ગંગામૈયાનું છે તેવું સ્થાન ઈજિમમાં (મિસરમાં) નાઈલમૈયાનું છે. ગંગા કરતાં નાઈલ લાંબી ઘણી, પણ પહોળાઈમાં અને પાણીના પ્રવાહમાં ગંગા ચડે. ભારતીય સંસ્કૃતિના પોષણ-સંવર્ધનમાં ગંગાનો ફાળો ઘણો મોટો છે, પણ ગંગા ઉપરાંત બીજી નદીઓનો હિસ્સો પણ છે, ત્યારે આફ્રિકામાં મિસરની સંસ્કૃતિના જન્મ અને વિકાસમાં એક માત્ર નાઈલને જ યશ મળે છે. નૌકાવિહારના કાર્યક્રમ માટે સાંજે હોટેલ પર તેડવા આવનાર ગાઈડે સવારે જ અમને સૂચના આપતાં ભારપૂર્વક કહ્યું હતું, “સાંજે પાંચ વાગ્યે બધાએ સમયસર લોન્જમાં તૈયાર રહેવું. બધાની ટિકિટ આવી ગઈ છે. આપણે જો વહેલા પહોંચીશું તો બેસવાની સારી જગ્યા મળશે. મોડું થશે તો પાછળ બેસવું પડશે. બહુ મોડું થશે અને નૌકા ઊપડી જશે તો આપણા પૈસા પાણીમાં જશે.' - પોતાને વાંકે બીજાનો કાર્યક્રમ ન બગડે એવી તકેદારી રાખી સૌ સમય કરતાં વહેલા લૉન્જમાં આવી ગયા હતા. ગાઈડ આવ્યો એટલે એની સાથે અમે સૌ બહાર નીકળ્યા. અલ ગેઝિરાહ- અલ વાસ્તા નામના વિસ્તારમાં ઊભે રાખેલી બસમાં અમે ગોઠવાયા. ગાઈડે કહ્યું, “આપણે સ્ટીમરના મથકે પહોંચીએ ત્યાં સુધીમાં હું તમને અમારી પવિત્ર નાઈલ નદી વિશે થોડીક માહિતી આપીશ. નાઈલ દેખાવે થોડી નાની લાગશે, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આખી દુનિયાની તે લાંબામાં લાંબી નદી છે. તે આશરે ૪૧૬૦ માઈલ જેટલી લાંબી છે. લંબાઈ ઉપરાંત એની બીજી મહત્ત્વની ખાસિયત ૨૫o Page #228 -------------------------------------------------------------------------- ________________ નાઈલમાં નૌકાવિહાર ૨૧૧ એ છે કે તે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ વહે છે. વિશ્વની ઘણીખરી મોટી મોટી નદીઓ પૂર્વમાંથી પશ્ચિમમાં કે પશ્ચિમમાંથી પૂર્વમાં કે ઉત્તરમાંથી દક્ષિણમાં વહે છે. આફ્રિકામાં નાઈલ એક જ એવી મોટી નદી છે કે જે ઉત્તરાભિમુખ છે.” ગાઈડે વચ્ચે પ્રશ્ન કર્યો, ‘તમે હેરોડોટસનું નામ સાંભળ્યું છે ?' ‘હા, ગ્રીક ઈતિહાસકાર, અઢી હજાર વર્ષ પહેલાં જે થઈ ગયા તે ?' મેં કહ્યું. ‘બરાબર છે; એમણે કહ્યું છે કે મિસરની સંસ્કૃતિ એ તો નાઈલ નદીની દૈવી ભેટ છે. નાઈલ નદી ન હોય તો મિસરની સંસ્કૃતિ ન હોય. ભૂમધ્ય સમુદ્રમાં અમારા સામા કિનારે ગ્રીસ આવ્યું. જે સમયે ગ્રીસની સંસ્કૃતિ નાના બચ્ચા જેવડી હતી તે સમયે ઇજિપ્તની સંસ્કૃતિ પુખ્ત વયના માણસ જેવડી હતી, પરંતુ મહત્ત્વનો તફાવત એ છે કે લગભગ ચાર લાખ ચોરસ માઈલના ઈજિપ્તના વિસ્તારમાં માત્ર લગભગ પાંચ ટકા જેટલી જમીનમાં લોકો વસેલા છે અને બાકીના પંચાણું ટકા જમીન તે સહરાનું રણ છે. ઈજિમની લગભગ સાડાત્રણ કરોડ જેટલી જે વસ્તી છે તે મુખ્યત્વે આ નાઈલ નદીની આસપાસ વસેલી છે. ટાન્ઝાનિયા, યુગાન્ડા, ઇથિયોપિયા અને સુદાનમાં થઈને વહેતી આવતી નાઈલનો સૌથી વધુ લાભ ઈજિમને મળે છે. નાઈલને “નૂ (Blue) નાઈલ” કહેવામાં આવે છે પણ અહીં કેરોમાં તો તે ક્યાંય નૂ દેખાતી નથી ?' કોઈકે પ્રશ્ન કર્યો. ગાઈડે કહ્યું, ‘અહીં અમે એને નૂ કહેતા નથી. વસ્તુત: નૂ નાઈલ' અને “વ્હાઈટ નાઈલ’ એવાં બે નામ છે. વિકટોરિયા સરોવરમાંથી બહાર નીકળ્યા પછી નાઈલ બે પ્રવાહમાં વહેચાઈ જાય છે. આ બે જુદી જુદી નદીઓને ઓળખવા માટે જૂના વખતમાં લોકોએ એમનાં પાણીના રંગ પ્રમાણે નામ પાડ્યાં : “બ્યુનાઈલ’ અને ‘હાઈટ નાઈલ'. અમારી ભાષામાં બ્લ નાઈલને “બહાર-અલ-અઝરક' અને ‘વ્હાઈટ નાઈલને ‘બાર-અલ-બિયાબ' કહે છે. સુદાનમાં ખાર્તુન પછી બંને નદીઓનો સંગમ થાય છે અને પછી એક પ્રવાહરૂપે ઈજિપ્તમાં દાખલ થાય છે. વળી ‘આતબારા' નામની નદીનો એની સાથે સંગમ થયા પછી એનું કદ મોટું થાય છે. કુદરતની રચના કેવી છે તે જુઓ ! ઇજિમમાં ખાસ કંઈ વરસાદ પડતો નથી. વરસાદ પડે છે એબિસિનિયામાં, પણ એનો લાભ મળે છે ઈજિપ્તને, કારણ કે ઈજિત પાસે ઊંડી લાંબી ખીણ છે. એટલે આગળથી વહેતી નદી ખીણના નીચાણવાળા ભાગમાં વસે છે અને વૃદ્ધિ પામીને ભૂમધ્ય સમુદ્રને મળે છે.' ‘તમારી આ નદીનું મૂળ કયાં આવ્યું ?' ‘ચાર હજાર માઈલ કરતાં વધારે લાંબી નદી છે એટલે એનું મૂળ લગભગ એટલે દૂર તો હોવું જાઈએ. ઓગણીસમા સૈકા સુધી તો એ વિશે કોઈને કશી ખબર નહોતી. સ્પેક, લિવિંગ્ટન, મોર્ટન વગેરે યુરોપીય બહાદુર સાહસિક શોધફરીઓએ આ વિસ્તારમાં Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન રખડીને નકશાઓ તૈયાર કરેલા. તેઓએ બતાવેલું કે દક્ષિણમાં ન્યારારોગો નામની નાનકડી નિર્ઝરણીમાં નાઈલનું મૂળ છે. ત્યાં એનો જન્મ; યુગાન્ડા, સુદાન વગેરેમાં એની કિશોરાવસ્થા અને ઈજિપ્તમાં એનું યૌવન જોવા મળે છે. ઈજિપ્તની એ જનેતા છે, જીવાદોરી છે. પ્રાચીનકાળમાં અમારા લોકો ફરાઓહ રાજાઓને દેવની જેમ પૂજતા, તેમ નદીને લોકકલ્યાણ કરનારી પવિત્ર માતા તરીકે પૂજતા. તેઓની ભાવના એવી ઊંચી હતી કે નાઈલમાં કોઈ માછલી પકડતા નહિ. રાજ્ય તરફથી પણ પ્રતિબંધ હતો. નદી માટે આટલો બધો ભાવ થવાનું કારણ એ હતું કે એક બાજુ જીવનનું સંરક્ષણ કરનારી નદી છે અને બીજી બાજુ હજારો માઈલનું સળંગ નિર્જન રણ છે. કોઈ ગુજરી જાય તો લોકો શબને ગામને પાદર રણની રેતીમાં દાટી આવે. માણસે આખી જિંદગી રણમાં મડદાં દટાતાં જોયાં હોય એટલે લોકોના મનમાં રણ એટલે કબ્રસ્તાન, અપશુકનિયાળ, બિહામણું એવો ખ્યાલ બંધાઈ ગયેલો. નદી એટલે જીવન અને રણ એટલે મૃત્યુ એવી ગાંઠ લોકોને મનમાં પાકી થઈ ગયેલી. નદીમાં પૂર આવે ત્યારે લોકોનાં હૈયાંમાં આનંદની ભરતી આવે, કારણ કે નાઈલમાં પૂર ન આવે તો ભૂખમરો ચાલુ થાય. પૂર આવે એટલે માઈલો સુધીની જમીન ભીની થાય, કાંપ થાય, ચીકણા કાદવવાળી ફળદ્રુપ થાય અને ખેતીને લાયક થાય. એ બે-ત્રણ મહિનામાં આખા વરસનું કામ કરી લેવાનું. ઘરનાં બૈરાંછોકરાં બધાં કામે લાગી જાય. કાળી મજૂરી કરે. બાપ દીકરાને સલાહ આપે, “બેટા, નદીમાં પૂર આવે ત્યારે ઊંધું ઘાલીને જમીન સામે નજર રાખતો રહેજે અને થાક્યા વગર ખેતીનું કામ કરી લેજે, નહિ તો આખું વરસ પસ્તાવો રહેશે.' પણ હવે તો આસ્વાનમાં બંધ બંધાયો છે ને ?' કોઈક પ્રશ્ન કર્યો. ‘હા, આસ્થાનમાં બંધ બંધાતા અને નાસર સરોવરની રચના થતાં ઈજિપ્તને બારે માસ પાણીની સારી સગવડ થઈ ગઈ છે. નાઈલમાં હવે આખું વર્ષ એકસરખું પાણી રહે છે. એટલે ખેતી બારે માસ થઈ શકે છે, પરંતુ હજુ પણ જૂની ઘરેડ પ્રમાણે અમુક જ મહિનામાં ખેતી કરનારા લોકો પણ ઘણા છે. નાઈલની વાતો પુરી થાય તે પહેલાં તો નૌકાવિહાર માટેનું મથક આવી ગયું. કિનારે લાંગરેલી જુદી જુદી નૌકાઓમાંથી અમારા માટેની નૌકામાં ગાઈડ અમને દોરી ગયો. પ્રવેશદ્વાર પર અમારું સ્વાગત કરવા સ્ટાફના વિનયી સભ્યો સુંદર વસ્ત્રોમાં સુસજ્જ થઈને ઊભા હતા. સ્ટીમરમાં દાખલ થતાં જ અમારા ગાઈડનું મોટું પડી ગયું. તે બોલ્યો, “અરે ! આપણે આટલા વહેલા નીકળ્યા, પણ અહીં તો બધું ભરાઈ ગયું છે. આપણે છેલ્લા છીએ.” તરત કચવાટ ચાલુ થયો. અમારા ગ્રુપના સભ્યોને છેવાડે બેસાડવામાં આવ્યા. ઢળતી સંધ્યા અને પડતી રાત્રિ એ બંનેનું સૌંદર્ય માણવા મળશે, પણ સંગીત-નૃત્યની મહેફિલ સરખી માણવા નહિ મળે એનો રંજ ઘણાનાં મનમાં ઊભરાવા લાગ્યો. Page #230 -------------------------------------------------------------------------- ________________ નાઈલમાં નૌકાવિહાર ૨૧૭ રંગબેરંગી લાઈટોનાં વિવિધ પ્રકારનાં તોરણો અને ફુગ્ગાઓથી સ્ટીમરને શણગારવામાં આવી હતી. વાતાવરણ ઉષ્મા અને ઉલ્લાસનું હતું. સ્ટીમરના એક છેડે મંચ જેવું હતું. મોટી લાઈટો અને માઈકની વ્યવસ્થા હતી. એની સામે હારબંધ ખુરસીઓ હતી. વચમાં અને બંને છેડે પેસેજ હતો કે જેથી ઊઠવા-બેસવામાં કોઈને ખસેડવા ન પડે. વચ્ચે વચ્ચે ઠંડાં પીણાં માટે ટિપોઈ ગાઠવેલી હતી. સભામંડપ રોનકદાર હતો. વચ્ચેના ભાગમાં, સ્ટીમરમાં ડેક ઉપર જવા માટેનો દાદર હતો. ભોજનસામગ્રી માટેનાં ટેબલો હતાં, છેવાડે શૌચાલય હતાં. મંચ આગળનો સભામંડપ દાદર પાસે આવીને બે ભાગમાં વહેંચાઈ જતો હતો. ત્યાંથી પણ મંચનું દશ્ય તો બરાબર જોઈ શકાય એમ હતું, પણ આગળ બેસવાની મજા જુદી હતી એ પણ સમજી શકાતું હતું. છેવાડે બેસવાનું આવ્યું એટલે ઘણાએ નિરાશા અનુભવી. અમારા ગ્રુપના એક સભ્ય તો ગુસ્સામાં આવી ગયા હતા અને આયોજકો સાથે ઝઘડો કરવાના મૂડમાં હતા. એમને ઠંડા પાડતાં મેં કહ્યું, “બીજા લોકો વહેલા આવીને આગળ બેસી ગયા. એમાં કોઈનો વાંક નથી. હવે મનના ભાવો બગાડીએ તો મહેફિલની મજા માણવા નહિ મળે. માટે જે સ્થિતિ છે તે શાંતિથી સ્વીકારી લેવી જોઈએ.' અમે બધા પોતપોતાની બેઠકમાં ગોઠવાયા. ઠંડાં પીણાં પીરસાવાં ચાલુ થયાં. અમારા એક મિત્ર બહુ વ્યવહારદક્ષ ગણાય. તેઓ મંચ સુધી બે રાઉન્ડ મારી આવ્યા. બે ગ્રુપમાં એક એક ખુરશી ખાલી હતી. તે તે ગ્રુપને એમણે વિનયપૂર્વક પૂછી લીધું કે અમારામાંથી કોઈ પણ બે જણ એમની સાથે બેસીએ તો કંઈ વાંધો છે ? તેમની સંમતિ મળતાં તેઓ સ્ટીમરના સંચાલક પાસે પહોંચ્યા અને પૂછ્યું, “દરેકે પોતાના ગ્રુપમાં જ બેસવું અનિવાર્ય છે ?' સંચાલકે કહ્યું, “હા, દરેકે પોતાના ગ્રુપમાં જ બેસવું જરૂરી છે. એથી અમને ગણતરી કરતાં ફાવે અને ખાવાપીવામાં બધાનું ધ્યાન રાખવાનું અનુકૂળ રહે.' ‘પણ અમારા ગ્રુપને સાવ છેલ્લે બેઠકો મળી છે. આગળ બે ખુરશી ખાલી છે. તમે રજા આપો તો અમારામાંથી બે જણને આગળ બેસવા મળે. તમે કહેશો ત્યારે પાછા ચાલ્યા જઈશું.' ‘પણ એ ગ્રુપવાળા તમને બેસવા નહિ દે.' એમની સંમતિ મેં લઈ લીધી છે. તો ભલે, પણ બીજા કોઈ મહેમાનો ડિસ્ટર્બ ન થાય અને તમારા ગ્રુપના સભ્યોમાં કચકચ ન થાય તે જોજો.' અમારા ગ્રુપમાં ઠંડાં પીણાંનો ઊભરો પેટમાં જતાં ચિત્તનો ઊભરો શમી ગયો હતો. બધા પોતપોતાની વાતોમાં મગ્ન બની ગયા હતા. પેલા મિત્રે આગળ બેસાડવા માટે બીજી વ્યક્તિ તરીકે મારી પસંદગી કરી. કેટલીક આનાકાની પછી હું ત્યાં જઈ એક Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન ખાલી ખુરશીમાં બેઠો. બધા અજાણ્યા લોકો હતા. આવી સફરમાં સ્થાનિક લોકો તો હોય નહિ. જુદા જુદા દેશોના પ્રવાસીઓ જ હોય. મેં જોયું કે મારા મિત્રે તો પોતાની બાજુવાળા સાથે ગોઠડી માંડી હતી. થોડી વાર પછી એમણે ઈશારો કરી મને બોલાવ્યો. કહે, “આ બાજુવાળા સજજનને મેં વાત કરી. પોતાના ગ્રુપમાં તેઓ એકલા જ છે. મેં કહ્યું કે મારા મિત્ર એકલા પડી ગયા છે, તમને વાંધો ન હોય તો બેઠક બદલાવી આપશો ? એટલે એમણે હા પાડી છે.' આમ, બેઠકો બદલાઈ અને અમે બે ચોથી હારમાં બારી પાસે બાજુબાજુમાં ગોઠવાઈ ગયા. સમય થયો એટલે મનોરંજન કાર્યક્રમ માટેના કલાકારો મંચ પર આવી ગયા. એક ચબરાક યુવક અને એક હસમુખી યુવતીએ હાથમાં માઈક લઈનાચતાં નાચતાં સ્વાગતગીત શરૂ કર્યું. ભિન્ન ભિન્ન વાજિંત્રો વગાડનારાઓએ વાતાવરણ ગજવી દીધું. બંનેનો કંઠ મધુર અને મોટો હતો જ, પણ ધ્વનિવર્ધક યંત્ર વડે પડતા એના પડઘાથી એ વધુ શ્રવણપ્રિય બનતો હતો. સંગીતના સૂરોનો એવો ત્વરિત લય હતો કે સાંભળનારાઓને હાથ કે પગથી લય પુરાવવાનું મન થાય. ગીત આપણા ચિત્તને અને નજરને પકડી રાખે એવા હાવભાવથી રજૂ થયું. યુવકયુવતીએ ઈજિતન લાક્ષણિક ગણાય એવો કીમતી પોશાક પહેર્યો હતો. એના પર જરીની ટીકીઓ અને કીમતી નંગ એવી રીતે ટાંકવામાં આવ્યાં હતાં કે એમના પર ફેરવાતી લાઈટના પ્રકાશમાં તે ચકચકિત લાગતાં. બંનેએ મન મૂકીને ગીત ગાયું. તાળીઓના ગડગડાટ થયા. ગીત પૂરું થયું ત્યાં સુધી અમારી નજર બહાર નહોતી ગઈ. હવે સ્વચ્છ પારદર્શક કાચવાળી બારીમાંથી બહાર જોયું તો અમારી નૌકા નદીમાં અત્યંત મંદ ગતિએ ચાલી રહી હતી. જ્યારે એ ચાલુ થઈ એની ખબર પણ ન પડી. ના અવાજ આવ્યો કે ન આંચકો. એરકંડિશનનો જ એ પ્રતાપ. એક પછી એક એમ, વચ્ચે વિરામ વગર ગીતો રજૂ થયાં, ઠંડાં પીણાં યથેચ્છ પિવાતાં રહ્યાં. પોણો કલાક ક્યાં વીતી ગયો તેની ખબર પણ ન પડી. સંગીતની મહેફિલ અડધે પહોંચી. ભોજન માટે વિરામ જાહેર થયો. જુદાં જુદાં ટેબલ પર વિવિધ પ્રકારની પુષ્કળ વાનગીઓ રાખવામાં આવી હતી. આવાં મોટાં મોંઘાં આયોજનોમાં મહેમાનોને ભોજન માટે પડાપડી કરવાની જરૂર જ શાની રહે ? સૌએ ઉદારતાથી ઉદરપૂર્તિ કરી. સમય હતો એટલે કેટલાકની જેમ અમે પણ દાદર ચડી ડેક પર ગયા. ત્યાં નજર કરતાં જ બોલી ઊઠ્યા, “અરે, નીચે કરતાં અહીં ઉપર ખુલ્લામાં ચારે બાજુનું દશ્ય કેટલું બધું મનોહર લાગે છે !' અંધારું થઈ ગયું હતું. નદીના બંને કિનારે આવેલાં બહુમાળી મકાનોમાં દીવા થઈ ગયા હતા. કાળા આકાશની પશ્ચાદ્ભૂમાં એ દરય કોઈ સ્વપ્નનગરી જેવું લાગતું હતું. દૂર Page #232 -------------------------------------------------------------------------- ________________ નાઈલમાં નૌકાવિહાર ૨૧૫ કેરો ટાવરના મકાનની ઉતૂગતા નજરને ભરી દેતી હતી. નદીના નીરમાં તેનું પ્રતિબિંબ તે જાણે કે ડોકિયું કરવા ટાવર નીચે પાણીમાં ઊતયો હોય એવું લાગતું હતું. - વિરામ પૂરો થયો. સંગીતનૃત્યની મહેફિલ ફરી ચાલુ થઈ. કેટલીય બેઠકો હવે ખાલી હતી. આગળવાળા કેટલાક ડેક પર ગયા અને પાછળવાળા કેટલાક આગળ આવ્યા. અમને બેત્રણ મિત્રોને થયું કે અહીં ગીતો તો એક પછી એક આવ્યાં કરશે. હવે એમાં નવીનતા નથી. એના કરતાં ઉપર વધુ આનંદ માણી શકાશે. અમે ઉપર ગયા. નીચે યંત્રોત્પાદિત શીતલ હવા હતી. ઉપર તાજગીસભર મલયાનિલ વહેતો હતો. નીચે માનવસર્જિત કલાત્મક વાતાવરણ હતું. ઉપર નિસર્ગની વ્યાપક લીલા હતી. નીચે માનવીય સંગીત હતું. ઉપર વૈશ્વિક શાન્ત કોલાહલ હતો. પણ આ બધું તો જે અનુભવી શકે તે જ અનુભવે. નીચે બેસનારા પણ પોતાની રીતે સાચા જ હતા. સમય થતાં નૌકાએ પાછા ફરવા માટે ધીમે ધીમે મોટો વળાંક લીધો. ઉપરથી એ દશ્ય રમ્ય લાગતું હતું. કિનારા પરનાં સ્થળોનાં પરિમાણ બદલાતાં જતાં હતાં. નીચે હોત તો કદાચ આ દશ્ય આટલી સારી રીતે જોવા ન મળ્યું હોત. સ્ટીમર પાછી ફરી રહી છે એવો ખ્યાલ, સંગીતના તાનમાં કદાચ ન પણ આવત. સ્ટીમર ચલાવનાર કપ્તાને રોજના મહાવરાથી ગતિમાં વધઘટ કરતા રહીને ઘડિયાળને ટકોરે સ્ટીમરને પોતાની જગ્યાએ લાવીને ઊભી રાખી. - સંગીતનો જલસો પૂરો થઈ ગયો હતો. સ્ટાફના સભ્યો મહેમાનોને વિદાય આપવા દરવાજાની બંને બાજુ હારબંધ ઊભા રહી ગયા હતા. એક યાદગાર અનુભવ લઈને અમે પાછા ફરતા હતા. અમે ઉપર હતા એટલે નીકળવામાં અમારો નંબર છેલ્લો હતો. સ્ટીમરની બહાર નીકળતા હતા ત્યાં અંદર થોડે દૂર ઊભેલાં યુવક-યુવતી પર અમારી નજર પડી. જાણે કે બધાની નીકળવાની રાહ જોઈને ન ઊભાં હોય ! તેમનો ચહેરો પરિચિત લાગ્યો. મેં મિત્રને કહ્યું, ‘પલાં ગાનાર યુવષુવતી તો નહિ હોય ?' “ના. ચહેરા મળતા આવે છે, પણ આ લોકો તો સાદા વેશમાં છે. વળી પેલા બંનેના તો વાળ પણ કેટલા સરસ છે! ‘પણ એ વિગ નહિ હોય ? કહો ન કહો, પણ મને તો એ જ લાગે છે. એમ કરીએ... તેઓ બહાર નીકળી તો સરસ ગાવા માટે ધન્યવાદ આપીએ, તેઓ આભાર માને તો સાચું અને ખોટું હોય તો આપણે ક્ષમા માગવી.' અમે બહાર નીકળી રસ્તાને છેડે ફૂટપાથ પાસે ઊભા રહ્યા. તેઓ આવ્યાં. અમે તેમના સંગીત માટે ખુશાલી વ્યકત કરી ધન્યવાદ આપ્યા. તેઓ બોલ્યાં, “ઓહ! તમને અમારો કાર્યક્રમ ગમ્યો ! આભાર તમારો.' વાત લંબાવવાનો તેમનો ઈરાદો નહોતો. એટલું જ બોલ્યા, “માફ કરજે, અમે ઉતાવળમાં છીએ. બીજા એક Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન સંગીતના કાર્યક્રમમાં અમારે તરત પહોંચવાનું છે.” એમ બોલી ત્યાં ઊભેલી મોટરકારમાં બેસી તેઓ વિદાય થયાં. સંગીતના જલસામાં રંગબેરંગી પોશાકમાં તેઓ કેવાં સરસ લાગતાં હતાં. ફરી પાછાં બીજા કાર્યક્રમમાં પહોંચી તેઓ વેશ બદલશે. બે મોંઘા, મોહક ભાડૂતી પોશાકની વચ્ચે પોતાના સ્વાભાવિક ઘરના પોશાકમાં તેઓ ક્ષોભ અનુભવતાં હતાં તે સ્પષ્ટ જોઈ શકાતું હતું. કલાકારોને જે દેશમાં ડબલ પાળી કરવી પડતી હોય એ દેશની અર્થવ્યવસ્થા નબળી ન કહેવાય ? – એવો વિચાર મનમાં આવી ગયો. ગાઈડની દોરવણી પ્રમાણે અમે બધાં અમારી બસમાં જઈને બેઠા અને હોટેલ પર આવ્યા. થોડા કલાકમાં નાઈલ નદીમાં ભાવ, વિચાર, પરિસ્થિતિ ઈત્યાદિના સામ્યવૈષમ્યના કેવા કેવા ભાતીગળ અનુભવો અમને થયા ! Page #234 -------------------------------------------------------------------------- ________________ સ્ટોનહેન્જ ઈગ્લેંડમાં સ્ટોનહેન્જ(Stonehenge)ના પ્રવાસે જઈ આવેલાઓમાંથી કોઈક જે એમ કહે કે ત્યાં કશું જોવા જેવું નથી, પથરા છે, નર્યા પથરા', તો એથી આશ્ચર્ય પામવા જેવું નથી. વસ્તુત: સ્ટોનહેન્જમાં જે જોવા જેવું છે તે ત્યાંના પથરા જ છે. એ સિવાય ત્યાં પર્યટનની દષ્ટિએ આકર્ષક બીજું કશું જ નથી. આથી સામાન્ય પ્રવાસીને એમાં રસ ન પડે એ સ્વાભાવિક છે. જેઓને માનવજાતિના સાંસ્કૃતિક ઈતિહાસમાં રસ છે, પુરાતત્વમાં રુચિ છે, પ્રાચીન શિલ્પ સ્થાપત્યના અવશેષો વિશે જિજ્ઞાસા છે તેઓને સ્ટોનહેન્જમાં અચૂક રસ પડે એવું છે. સ્ટોનન્જ એટલે પ્રાગૈતિહાસિક કાળના સ્થાપત્યકળાના વિરલ અવશેષો. stonehenge એ તો વર્તમાન જગતે આપેલું નામ છે. પ્રાગૈતિહાસિક કાળની જે પ્રજાએ આ બાંધકામ કર્યું હશે એણે એનું શું નામ રાખ્યું હશે તેની આપણને કશી ખબર નથી. stone એટલે પાષાણ. Henge શબ્દHang(લટકતું)ના અર્થમાં વપરાયો છે. માનવજાતિના પાષાણયુગમાં આ બાંધકામ થયું છે એ દષ્ટિએ Stone શબ્દ યથાર્થ છે. આ સ્થળે ખાસ્સી મોટી શિલાઓ ઉપર બારસાખ કે તોરણની જેમ આડી શિલાઓ ગોઠવવામાં આવી છે એટલે તે લટકતી ગણાય. આપણે stonehengeનું ગુજરાતી નામ આપવું હોય તો પાષાણતોરણ' અથવા “અવલંબિત શિલાઓ’ કે એવું કશુંક આપી શકીએ. હકીકતમાં તો એવું નામ પણ અધૂરું જ ગણાય, કારણ કે સમગ્ર રચના તો એક મંદિરના આકાર જેવી છે એટલે એને પાષાણયુગીન દેવાલય' તરીકે વધારે સારી રીતે ઓળખાવી શકાય. સ્ટોનહેન્જને ઈગ્લેંડની એક અજાયબી તરીકે ઓળખાવવામાં આવે છે. ઈંગ્લેંડની તો એ પ્રાચીનતમ ઈમારત છે જ, પણ ઇતિહાસકારો કહે છે કે સમગ્ર યુરોપની ધરતી. પર એ માનવસર્જિત પ્રાચીનતમ અવશેષ છે. ઈ.સ. ૧૯૮૪માં અમે કેટલાક મિત્રો લંડનથી લગભગ એંસી માઈલ દૂર, સૉલ્સબરી(Salisbury)ના વિશાળ મેદાની પ્રદેશમાં એવન (Avon) નદીની પાસે આવેલા સ્ટોનહેન્જનાં દર્શન કરવા નીકળ્યા હતા. અમારી ગાડી પહોંચવા આવી ત્યાં તો ઘણે દૂરથી સ્ટોનહેન્જની આકૃતિ સ્પષ્ટ દેખાવા લાગી. ઉનાળાના દિવસો હતા, આકાશ ૨૧૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન સ્વચ્છ હતું અને નજીકમાં બીજાં કોઈ ઊંચાં મકાનો નહોતાં એટલે એકલીઅટૂલી એ ઇમારતનું દૃશ્ય તરત ઓળખાઈ જાય અને ગમી જાય એવું હતું. સ્ટોનહૅન્જની આકૃતિ અત્યંત વિલક્ષણ છે. સ્થાપત્યકલાના કેટલાક ઉત્તમ નમૂનાઓની નકલ અન્યત્ર થાય છે, પણ સ્ટોનહૅન્જની નકલ દુનિયામાં અન્યત્ર કયાંય એના કાળમાં કે પછી થઈ હોય તોપણ એના અવશેષો નથી. એટલે સ્ટોનહૅન્જની આકૃતિ અજોડ છે. વિશિષ્ટ લાક્ષણિક મુદ્રાવાળી આ આકૃતિ એક વખત બરાબર ધ્યાનથી જોઈ હોય તો તે કયારેય ભુલાય એવી નથી. સ્ટોનહૅન્જ પહોંચી, ગાડીમાંથી ઊતરી અમે ચાલવા લાગ્યા. મુખ્ય માર્ગ પર થોડી નાની નાની દુકાનો હતી. અહીં બીજું વેચાય પણ શું ? પિક્ચર-પોસ્ટકાર્ડ, સ્લાઈડ, કૅમેરાના રોલ, યાદગીરીની ચીજવસ્તુઓ વગેરે મળે. અમે એક દુકાનમાં દાખલ થયા. દુકાનદાર વીસેક વર્ષની અતિશય સ્થૂળકાય યુવતી હતી. બેઠી બેઠી તે કશુંક ખાતી હતી. ઊઠવાની તે આળસુ જણાઈ. ઘરાકના સ્વાગત જેવું નામ નહિ. આમ પણ જે જોઈએ તે ચીજવસ્તુના ભાવ લખેલા હોય અને ભાવતાલ (Bargain) જેવું હોય નહિ. દુકાનદાર સામેથી ઘરાકને પૂછે એવી પ્રથા પણ નહિ. તોપણ અમારામાંથી એકે કંઇક પૂછપરછ કરી તો જવાબ ઉદ્ધતાઈભર્યો મળ્યો. અમારા ભારતીય ઘઉંવર્ણી ચહેરાને કારણે હોય કે સહજ રીતે હોય, એના કડક ઉદ્ગારો મનમાં પ્રતિક્રિયા જગાવે એવા હતા. એની ચામડીનો રંગ ગોરો હતો પણ એનો કરડાકીભર્યો કદરૂપો ચહેરો, એણે ધારણ કરેલાં વસ્ત્રોનો લાલ ભડક રંગ, એનો રુક્ષ સ્વર અને એના શબ્દોની તોછડાઈ આ બધાંએ થોડીક ક્ષણોની મુલાકાતમાં પણ અમારાં ચિત્તમાં અપ્રિય ઊંડી છાપ પાડી દીધી. તરત અમે ત્યાંથી નીકળી ગયા. ચાલતાં ચાલતાં સ્ટોનહૅન્જના પ્રવેશદ્વારમાં દાખલ થયા. એક સજ્જન ફરજ પર ત્યાં ઊભા હતા. ભૂરા રંગનો ગણવેશ એમણે પહેયો હતો. આ પ્રાચીન ભગ્નાવશેષના ‘રખેવાળ' તરીકે તેઓ એમાં કામ કરતા હશે એમ લાગ્યું. એમણે અમારું સસ્મિત સ્વાગત કર્યું. માથે ટાલ અને કરચલીઓવાળી મુખમુદ્રા પરથી તેઓ પાંસઠ-સિત્તેરનાં હશે એમ જણાયું. આવા સ્થળની નોકરી કસોટી કરનારી હોય છે. પ્રવાસીઓ હોય ત્યારે કામ, પછી નવરા ને નવરા. એમની સાથેની વાતચીત પરથી જાણ્યું કે તેઓ પાસેના કોઈક ગામમાં રહે છે. નોકરી માટે સવારસાંજ બસમાં આવજા કરે છે. થોડે દૂર આવેલા અવશેષો પાસે અમે પહોંચી ગયા. અહીં શિલાઓનું બાંધકામ વર્તુળાકારે થયેલું છે. મૂળ બાંધકામમાંથી હાલ અડધાથી ઓછી શિલાઓ રહી છે. તેમ છતાં આ ઇમારતનો નકશો કેવો હશે તે સમજી શકાય છે. સંશોધકોએ અભ્યાસ કરીને આખી આકૃતિ કેવી હશે તેનું કાલ્પનિક ચિત્ર તૈયાર કરેલું છે. આશરે સો ફૂટના વ્યાસ જેટલા મોટા વર્તુળમાં શિલાઓ છે. જમીનમાં ખાડો ખોદી સ્તંભની જેમ ઊભી કરેલી Page #236 -------------------------------------------------------------------------- ________________ સ્ટોનહેજ ૨૧૯ બધી શિલાઓ દીવાલની જેમ અડોઅડ નથી, પરંતુ બે અડોઅડ શિલા પછી એટલી જ જગ્યા ખાલી છોડી દેવામાં આવી છે. શિલાતંભો ઉપર આડી લંબચોરસ શિલાઓ વર્તુળાકારે અડોઅડ સળંગ ગોઠવેલી હશે. બે શિલાતંભ વચ્ચે દ્વાર જેવી થયેલી રચના નિહાળી શકાય છે એટલે કે કેટલીક આડી શિલાઓ બારસાખ તરીકે વપરાયેલી છે. સમગ્ર વર્તુળમાં એવાં ત્રીસ જેટલાં દ્વાર હશે એમ મનાય છે. આ મુખ્ય વર્તુળાકારની અંદર બીજી મોટી શિલાઓ ઘોડાની નાળના આકારે ગોઠવેલી છે. વર્તુળ અને નાળ બંનેનાં મુખ્ય પ્રવેશદ્વાર એક જ દિશામાં છે. આ આખી રચના કોઈ મંદિર જેવી લાગે છે. અંદરની નાળ જેવી રચના તે ગર્ભદ્વાર અને એની બહારનું વર્તુળ તે રંગમંડપ હશે એવો ભાસ થાય છે. આ બાંધકામમાં ઊભી લંબચોરસ શિલાઓ દસથી બાર ફૂટ ઊંચી છે. કેટલીક શિલાઓ નીચેથી સહેજ પહોળી અને ઉપર જતાં સાંકડી થાય છે. પાંચ-સાત ટનથી માંડીને વીસ-બાવીસ ટન સુધીના વજનવાળી શિલાઓ અહીં વપરાઈ છે. શિલાઓ કંઈક અણઘડ લાગે છે. સરખી ઘસીને એને સપાટ કરવામાં આવી હોય અથવા એના ઉપર કંઈક શિલ્પકામ, કોતરકામ થયું હોય એમ જણાતું નથી. કાળનો ઘસારો એને જરૂર લાગ્યો હશે, તો પણ શિલ્પાદિના કોઈ અણસાર તેમાં જોવા મળતા નથી. પુરાતત્ત્વવિદો આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી આ પથ્થરોની પ્રાચીનતા વિશે સંશોધન કરીને જણાવે છે કે સ્ટોનહેજનું આ બાંધકામ સહેજે પાંચથી છ હજાર વર્ષ જેટલું પ્રાચીન છે. કદાચ એમાં થોડા સૈકા વધારે કે ઓછા હોઈ શકે. આ બાંધકામમાં જુદા જુદા તબક્કે જણદ્ધાર કે વૃદ્ધિ પણ કદાચ થયાં હોય. યુરોપમાં ગ્રીસ અને રોમની સંસ્કૃતિ ત્રણ હજાર વર્ષ જેટલી પ્રાચીન મનાય છે, પણ સ્ટોનહેન્જની સંસ્કૃતિ તો એથી પણ ઘણી બધી પ્રાચીન હશે એ નિશ્ચિત છે. કદાચ વેદકાલીન ભારતીય સંસ્કૃતિની સમકાલીન આ સંસ્કૃતિ હશે. પાષાણયુગની સ્ટોનહેન્જની સંસ્કૃતિ વિશે આધારભૂત માહિતી આપણને ખાસ મળતી નથી, પણ સંશોધકોએ સંશોધન કરી પોતાનાં તારણો જે આપ્યાં છે તે પરથી મનાય છે કે તે કાળની પ્રજા પાસે પોતાની પરંપરાનું વિશિષ્ટ જ્ઞાન હશે, પોતાની ઈજનેરી વિદ્યા હશે અને તેઓ સારી શારીરિક શક્તિ ધરાવતા હશે, અહીં વપરાયેલા રેતાળ પથ્થરો અને ભૂરા-ભૂખરા પથ્થરો તેઓ આસપાસથી લાવ્યા હશે. કેટલાક પથ્થરો દોઢસો-બસો માઈલ દૂરના ડુંગરાઓમાંથી ઘસડી લાવ્યા હશે, જે માટે તેમની પાસે ઘણી સારી શારીરિક તાકાત હશે. એ લાવવામાં તેઓને કેટલો શ્રમ પડ્યો હશે, કેટલા દિવસ લાગ્યા હશે, કેટલા માણસો કામે લગાડ્યા હશે એનો કોઈ આધારભૂત અંદાજ મળતો નથી. એટલું નક્કી છે કે ઊભી શિલાઓ ઉપર આટલી ભારે શિલાઓ ચડાવવા માટે તેમની પાસે કોઈ પદ્ધતિ હશે. એ પ્રજા રખડુ હશે. એને ખેતી નહિ આવડતી હોય. વનસ્પતિ અને શિકાર પર તે નભતી હશે અને જ્યાં પાણી મળે Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન તેની આસપાસ તે સ્થિર થતી રહેતી હશે. આ વિસ્તારમાં તે ઠીક ઠીક સમય સ્થિર રહી હશે. સ્ટોનહેન્જની આસપાસના કેટલાક માઈલના વિસ્તારમાં ખોદકામ કરતાં પ્રાગૈતિહાસિક કાળની વર્તુળના આકારની અને લંબચોરસ આકારની કબરો (Barrows) મોટી સંખ્યામાં મળી આવી છે. આ કબ્રસ્તાન પરથી અનુમાન થાય છે કે આ વિસ્તારમાં ઘણા માણસોનો વસવાટ એ કાળે થયો હશે. ઇંગ્લેંડની ધરતી પરનો વિકસિત વસવાટ તો ઈસવી સનના આરંભ પછીનો છે. તો પછી એની પહેલાં ત્રણથી ચાર હજાર વર્ષ પૂર્વે આ મંદિર ત્યાં કેવી રીતે થયું હશે ? સ્ટોનહેન્જની સંસ્કૃતિ પછી ત્યાં અંધકારનો યુગ પ્રવત્યોં હશે ? એ પ્રજા ત્યાંની મૂળ પ્રજા હશે કે સ્થળાંતર કરતી કરતી ત્યાં પહોંચી હશે ? એ પ્રજાનું નામ શું ? એની ભાષા કઈ ? એનો ધર્મ કયો ? ભારતીય સંસ્કૃતિ સાથે એનો કોઈ સંબંધ હશે ? શું એ ખગોળવિદ્યાની જાણકાર હશે ? શું એ સૂર્યપ્રકાશના આધારે પડછાયાની ગણતરી કરીને કોઈ આગાહી કરતી હશે ? શું એની પાસે ભૌમિતિક આકૃતિઓની ઉપાસનાની પદ્ધતિ હશે ? શું એની પાસે ગુપ્ત રહસ્યમય તંત્રસાધના હશે ? – આવા આવા ઘણા પ્રશ્નો પાષાણયુગની, એ પ્રજા વિશે થાય છે. સ્ટોનહેન્જની રચના એણે ધમપાસના માટે કરી હશે એમ જણાય છે. એમાં કોઈ છત નથી. સાવ ખુલ્લી રચના છે. શું પહેલેથી જ એ પ્રમાણે હશે કે સમય જતાં છતના પથ્થરો તૂટી પડ્યા હશે ? શું હાલ જેવું હવામાન છે એવું જ ત્યારે ત્યાં હશે કે વધારે સારું અને અનુકૂળ હશે ? - આવા ઘણા પ્રશ્નો અનુત્તરિત જ રહે છે. આ વિસ્તારમાં ખોદકામ કરતાં પ્રાગૈતિહાસિક કાળનાં હાડકાં, પથ્થરો, કોલસો વગેરે પ્રકારના અવશેષો મળી આવ્યા છે. એ વિશે ઠીક ઠીક અભ્યાસ થયો છે. અહીંથી બે માઈલ દૂરની જગ્યાએથી મળેલા અવશેષો પરથી અનુમાન થાય છે કે આ પાષાણમંદિરની જેમ કાષ્ટમંદિર (Woodhenge) ત્યાં હશે કે જેનો ઉપયોગ ધર્મસભા તરીકે થતો હશે. કબ્રસ્તાન જેવી એક જગ્યામાંથી એક નાની ખોપરી મળી આવી છે, એ નાના બાળકની હોવી જોઈએ, પરંતુ એ ખોપરી ભાંગેલી મળી છે. સંશોધકો પ્રશ્ન કરે છે કે શું એ પ્રજા દેવદેવીની આરાધનામાં બાળકનો બલિ ચડાવતી હશે ? સ્ટોનહેન્જનો વિસ્તાર વિશાળ સપાટ મેદાનોનો છે. એ વિસ્તારમાં બ્રિટિશ સરકારે કોઈ ઊંચા મોટાં મકાનોનું બાંધકામ કરવા દીધું નથી કે જેથી સ્ટોનહેજ ઢંકાઈ જાય કે એનો પ્રાકૃતિક પરિવેશ કે એની નૈસર્ગિક શોભા મર્યાદિત થઈ જાય. લીલા ઘાસ અને ખુલ્લા આકાશને લીધે સ્ટોનહેન્જની આકૃતિ સવારસાંજના સૂર્યપ્રકાશમાં કે વાદળાંઓના વાતાવરણમાં વિવિધ શોભા ધારણ કરતી ઘણે દૂરથી દેખાય છે. સ્ટોનહેન્જમાં જોવાનું ઓછું અને સમય પૂરતો હતો એટલે અમારે ઉતાવળ કરવાની તો હતી જ નહિ. એની શિલાઓનું સંતોષપૂર્વક અવલોકન કરી અમે પાછા ફર્યા. સમય Page #238 -------------------------------------------------------------------------- ________________ સ્ટોનહન્જ ર થઈ ગયો હતો એટલે પોતાની ફરજ પૂરી થતાં રખેવાળે પણ ચાલવા માંડ્યું. પ્રવેશદ્વારમાંથી બહાર નીકળી એક દુકાન પાસે અમે ઊભા રહ્યા. કેટલાકે પિક્ચર-પોસ્ટકાર્ડ, સ્લાઇડ વગેરેની ખરીદી કરી. સાંજ થઈ ગઈ હતી પણ ઉનાળાના દિવસો હતા એટલે હજુ સૂર્યાસ્ત થયો નહોતો. ધીમે ડગલે અમે અમારી ગાડી તરફ આગળ વધતા હતા. ત્યાં અમારામાંથી એકે કહ્યું, ‘લાલભૂરા રંગનું ત્યાં કેવું સરસ મિલન જામ્યું છે !’ બોલનાર શું કહેવા માગે છે એ તરત ન સમજાયું, પણ પછી જોતાંવેત એ સ્પષ્ટ થઈ ગયું કે લાલભૂરા રંગનું મિલન એટલે પેલી દુકાનદાર યુવતી અને રખેવાળનું મિલન. ‘બસની રાહ જોવાના સમયનો સદુપયોગ સારો શોધી કાઢ્યો છે !' એકે કટાક્ષમાં કહ્યું. બીજાએ પોતાનો પ્રતિભાવ દર્શાવતાં કહ્યું, ‘પોતાની દીકરીની દીકરી જેવડી છે, પણ અહીંના લોકોને જાહેરમાં આવી રીતે બેસતાં સંકોચ ન થાય.’ અમારી ગાડી લંડન તરફ ચાલી. મેં કહ્યું, ‘પાષાણયુગ હોય કે અર્વાચીન યુગ, આદિમાનવ હોય કે અદ્યતન, મનુષ્યની પ્રાકૃતિક સંવેદનાઓ બધે જ એકસરખી હોય છે.’ સ્ટોનહૅન્જ એ ઇંગ્લેંડને ગૌરવ અપાવે એવું પ્રાગૈતિહાસિક કાળની પ્રજાનું ભવ્ય સ્મારક છે. . Page #239 -------------------------------------------------------------------------- ________________ ધૂતનગર લાસ વેગાસ જગતમાં એક મોટા ધૂતનગર (Gambling City) તરીકે જે વિખ્યાત છે એવા લાસ વેગાસ(Las Vegas-લાસ વિગાસ)માં જવાનું અમારે શું પ્રયોજન હોય ? પણ બન્યું એવું કે ૧૯૮૭માં અમેરિકાના પ્રવાસે અમે હતાં ત્યારે લોસ એન્જલસથી શિકાગો જતાં, અમે જે ઍરલાઈન્સની ટિકિટ લીધી હતી તેમાં, અમારી નિશ્ચિત કરેલી તારીખો પ્રમાણે લોસ એન્જલસથી લાસ વેગાસ અને લાસ વેગાસથી શિકાગો એ પ્રમાણે જ બુકિંગ અમને મળી શકે એમ હતું. રાત્રિરોકાણ પણ લાસ વેગાસમાં કરવાનું હતું. અમે પણ મનને મનાવી લીધું કે ચાલો, આ રીતે દુનિયાનું એક મોટું ધૂતનગર નજરે જોવા મળશે. લોસ એન્જલસથી પરોઢિયે નીકળી લાસ વેગાસ અમે પહોંચી ગયાં. નક્કી કરેલી હોટેલમાં બીજા માળે અમારી રૂમમાં સામાન મૂકી અમે વિચારતાં હતાં કે આખી રાત જાગતાં અને દિવસે ઊંઘતાં આ ઉલૂક નગરમાં સમય કેમ પસાર કરવો ? મારાં પત્નીએ કહ્યું, “હોટેલવાળાને જ પૂછી જોઈએ.' તરત ફોન જોડ્યો. જવાબ મળ્યો કે વધારે દિવસ હોય તો ગ્રાન્ડ કેન્યન જઈ શકાય અને એક જ દિવસ હોય તો હૂવર ડેમનું પર્યટન થઈ શકે. હુવર ડેમ માટે અડધા કલાકમાં જ બસ ઊપડે છે, બે બેઠક મળી શકે એમ છે અને હોટેલ પાસેથી જ બેસવાનું છે, એટલે અમે એ માટે નામ નોંધાવી દીધાં. બીજી કશી તૈયારી કરવાની નહોતી એટલે તરત અમે નીચે ઊતર્યા. બસ આવી એટલે એમાં બેઠાં અને હૂવર ડેમ તરફ પ્રયાણ કર્યું. અમેરિકાએ પોતાની કેટલીક ભૌતિક સિદ્ધિઓ (મોટા રસ્તાઓ, નદી પરના પુલો, બંધો, હવાઈ મથકો, થિયેટરો, રેલવે સ્ટેશનો, હૉસ્પિટલો, યુનિવર્સિટીઓ વગેરે) બીજા વિશ્વયુદ્ધ પહેલાં સસ્તારતના સમયમાં મેળવી લીધી અને ઠીક ઠીક વૈજ્ઞાનિક પ્રગતિ સાધી લીધી, એટલે વર્તમાન જગતમાં સમૃદ્ધિની સ્પર્ધામાં તે મોખરે રહે એ સ્વાભાવિક છે. હૂવર ડેમ જોતાં એની પ્રતીતિ થાય. ૭ર૬ ફૂટ ઊંચો અને ૧૨૪૪ ફૂટ લાંબો આ બંધ બંધાયો ત્યારે એક અજાયબી જેવો હતો. નદીના બંધથી જલ એકત્ર થતાં જે સરોવર થયું તે અમેરિકાનું એક મોટામાં મોટું માનવસર્જિત સરોવર ગણાય છે. લિફટમાં અમને નદીના તટ સુધી લઈ જવામાં આવ્યાં. દાયકાઓ પહેલાંની અમેરિકાની એ સિદ્ધિ આજે પણ આંજી દે એવી છે. આ જળરાશિના કૃષિવિધુતાદિ ઘણા ઉપયોગોમાંનો એક તે પાસેના રણવિસ્તારને રળિયામણું કરવાનો પણ છે. ૨૨૨ Page #240 -------------------------------------------------------------------------- ________________ ભૂતનગર લાસ વેગાસ ૨૨૩ હૂવર ડેમની યાત્રા કરી અમે લાસ વેગાસ પાછા ફર્યા. સાંજનું વાળુ કરીને અમે લટાર મારવા નીકળ્યાં. - યુરોપમાં મોન્ટે કાર્લો, હોંગકોંગ પાસે ટાપુશહેર મકાઉ જેમ ધૂતનગર તરીકે વિખ્યાત છે તેમ અમેરિકામાં લાસ વેગાસ છે. અમેરિકામાં પશ્ચિમ બાજુ નેવાડા રાજ્યના રણવિસ્તારમાં લાસ વેગાસ શહેર નવેસરથી યોજનાબદ્ધ ક્રમે વિકસાવવામાં આવ્યું છે. ઍરપૉર્ટથી હોટેલ સુધી જઈએ તો ખબર પણ ન પડે કે રણમાં માનવે સર્જેલી આ સોહામણી માયાનગરી છે. લાસ વેગાસનો પ્રતિ વર્ષ ઘણો બધો વિકાસ થતો રહ્યો છે એટલે એની સ્થાનિક વસ્તી, હોટેલો, પ્રવાસીઓની સંખ્યા, રોજનો વકરો વગેરેના આંકડા ઘડીકમાં જમા થઈ જાય. પહેલાં તો તે માત્ર ઘૂતનગર જ હતું. હવે તો બીજા વ્યવસાયો પણ ત્યાં ચાલુ થયા છે. સ્થાનિક વસ્તી પણ વધી છે અને એમાં કેટલાંક ગુજરાતી કુટુંબો પણ છે. અમે લાસ વેગાસ ગયાં હતાં ત્યારે તો એક જ મુખ્ય રસ્તા પર હારબંધ મોટી મોટી હોટેલો હતી અને દરેક હોટેલમાં કેસિનો (Casino) હતા. (જ્યાં એક જ વિશાળ ખંડમાં જુદા જુદા જૂથમાં ઘણા બધા માણસો જુગાર રમતા હોય એવા સ્થળ માટે સંસ્કૃત શબ્દ છે ધૂતસભા'. કેસિનો માટે એ પ્રયોજી શકાય, પરંતુ કેસિનો શબ્દ રૂઢ થયેલો અને બોલવામાં સરળ છે. 'જગારખાનું' શબ્દ પણ પ્રયોજી શકાય. પણ એ શબ્દ હલકો પડી ગયેલો છે.) અલ્પ પ્રયાસે અતિપ્રાપ્તિની તક એ જુગારનું મુખ્ય લક્ષણ સરેરાશ સામાન્ય મનુષ્યના ચિત્તને આકર્ષ્યા વગર રહે નહિ. એટલે પ્રાચીન કાળથી ચાલી આવતી આ અનિષ્ટ પ્રવૃત્તિને કાયદાથી થોડેઘણે અંશે નિયંત્રિત કરી શકાય, પણ સર્વથા નિર્મૂળ તો કયારેય કરી શકાશે નહિ. જુગારને આપણાં કેટલાંક ધાર્મિક પવોં સાથે પણ જોડી દેવામાં આવ્યો છે, એટલે એમાં કશું ખોટું નથી એવો ભ્રમ કેટલાક લોકોનાં મનમાં રહ્યા કરે એ સ્વાભાવિક છે. ભારતીય શાસ્ત્રકારોએ ઘૂતના વ્યસનની જેટલી નિંદા કરી છે એટલી પાશ્ચાત્ય વિચારકોએ કરી નથી. અમારી હોટેલમાં નીચે જ વિશાળ કેસિનો હતો. અમારે રમવું નહોતું, માત્ર તટસ્થભાવે અવલોકન કરવું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે કેસિનોમાં દાખલ થવા માટે કશી ફી નથી, દાખલ થયા પછી રમવાનું ફરજિયાત નથી. એમાં યથેચ્છ ફરી શકો છો, બીજાને રમતાં નિહાળી શકો છો. કોઈ ન જોઈ જાય એ જાતનું ખાનગી કશું રમાતું નથી. મોટા ભાગનાં તો હારબંધ સ્લોટ-મશીનો હતાં. કોઈ દસ સેટનાં તો કોઈ પચીસ, પચાસ સેન્ટનાં અને પાંચ-દસ ડૉલરવાળાં મોંઘાં પણ ખરાં. કાણામાં સિક્કો નાખો અને બટન દબાવો. એથી છૂટેલી ગોળી ક્યા ખાનામાં કેવી રીતે પડે છે એ પ્રમાણે રકમ મળે. વૈજ્ઞાનિક પદ્ધતિથી મશીનો એવી રીતે બનાવેલાં કે એકંદરે એમાંથી મશીનો જ કમાય. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન કેસિનોમાં વચ્ચે મોટાં મોટાં ટેબલો હતાં. ટેબલમાં વચ્ચે મોટા ઘડિયાળ જેવું હોય. એક યુવક કે યુવતી બટન દબાવી જોરથી એના કાંટાને ઘુમાવે. તે દરમિયાન જેને રમવું હોય તે પોતાને પસંદ હોય તે આંકડા પર રકમ મૂકે. કાંટો પોતાની મેળે સ્થિર થાય ત્યારે ત્યાં જે આંકડો હોય તેના પર મૂકેલી રકમના બદલામાં નક્કી કરેલી રકમ મળે. કોઈક ટેબલ પર એ રીતે પાનાં પણ રમાતાં હતાં. અન્ય પ્રકારની રમતો પણ રમાતી હતી. કેસિનોમાં વીજળીનો પ્રકાશ એટલો બધો હતો અને રંગબેરંગી દીવાઓ એવા ઝળહળતા હતા કે જાણે દિવસ જ હોય ! માણસો આવતા જાય અને જતા જાય. રમવા માટે ક્યાંય લાઇનમાં ઊભા રહેવું પડે એવું નહિ. રોજના રીઢા જુગારીઓ કરતાં કૌતુકથી જોવારમવા આવેલા પ્રવાસીઓની સંખ્યા ઘણી મોટી હતી. જૂની પદ્ધતિનાં જુગારખાનાંઓમાં રમનારાઓમાં કોઇક જીતે, કોઇક હારે, જીતનારા પ્રત્યે દ્વેષ થાય, વધુ રમવા માટે તેને ફરજ પાડવામાં આવે, જૂથબંધી થાય, નવા આવેલાને કેવી રીતે ખાલી કરવો એની વ્યવસ્થિત યુક્તિઓ થાય, હાથચાલાકી થાય, જૂઠ્ઠું બોલાય, વાતાવરણ ઉગ્ર બને તો મારામારી પણ થાય અને હત્યા પણ થાય, કાયમનાં વેર બંધાય. આથી જુગારખાનામાં જતાં માણસ ડરે પણ ખરો. આવા કેસિનોમાં જ્યાં મશીનો સાથે રમવાનું હોય ત્યાં છેતરપિંડીની ચિતા નહિ. બધું વ્યવસ્થિત અને નિયમબદ્ધ. કોઈ આગ્રહ કે ધમકી નહિ. એમાં મનોરંજનનું તત્ત્વ પણ ભરપૂર. એટલે રોજનાં હજારો સહેલાણીઓ જોવા-રમવા આવે. અલબત્ત, આવાં મશીનોમાં પણ માણસ જો વધારે વખત રમે તો આદત પડી જાય. મશીનના જુગારમાં પણ જો વ્યસન થઈ જાય તો તેમાંથી છૂટવાનું અઘરું પડે. જ્યાં ધૃતનિદા ઓછી છે એવા પાશ્ચાત્ય જગતમાં પણ સમાજહિતચિંતકો અને માનસચિકિત્સકો એવાં મશીનોમાં સતત રમવા સામે લાલબત્તી ધરે છે. અમે કેસિનોમાં ફરતાં હતાં ત્યાં થોડી થોડી વારે જોરથી ટિક્ ટિસ્ ટિસ્ ટિમ્ અવાજ આવતો હતો. શાનો એ અવાજ હતો ? જેને મશીનમાંથી નાણાં મળે તે નીચેના સ્ટીલના વાસણમાં પડે. પણ એ માટે જોરથી અવાજ થાય એવાં વાસણો રાખવાની જરૂર શી ? એટલા માટે કે આજુબાજુ બધા લોકોને ખબર પડે કે આ મશીનો બધા સિક્કા ખાઈ નથી જતાં, પણ ઢગલાબંધ આપે પણ છે. તો જ માણસ રમવા લલચાય. નસીબ હોય તો રમેલી રકમ કરતાં પાંચપચીસ ગણી વધારે રકમ પણ મળી જાય. કેસિનોમાં ફરીને અમે બહાર નીકળતાં હતાં. મૅનેજરની અમારા પર નજર પડી. પૂછ્યું, કેમ, કંઈ રમવું નથી ? છૂટા સિક્કા આપું ?' મેં કહ્યું, ‘ના, અમે આવું કંઈ રમતા નથી.’ ‘તો પછી લાસ વેગાસ આવ્યાં શાને ?' આવો કોઈક પ્રશ્ન મૅનેજરના ચહેરા પરથી અમે વાંચી લીધો. પણ એણે એ શબ્દમાં વ્યક્ત કર્યો નહિ. અમારી હોટલનો મૅનેજર એ જ કેસિનોનો મૅનેજર હતો. તે વિનયી, સંસ્કારી અને હસમુખો હતો. Page #242 -------------------------------------------------------------------------- ________________ ધૂતનગર લાસ વેગાસ ૨૨૫ અમે બહાર નીકળ્યાં અને આગળ ચાલ્યા. હવે લોકોની અવરજવર ઘણી વધી ગઈ હતી. અહીં દરેક હોટેલ અને દરેક કેસિનોએ પોતાની વૈયક્તિકતા જાળવવા માટે તરેહતરેહના આકર્ષક નુસખાઓ આર્કિટેકટની સલાહ લઈને કરેલા દેખાયા. એક કેસિનો પાસે ઘણી ભીડ હતી. અમે એમાં દાખલ થયાં. ત્યાં પણ પ્રવેશ ફી તો હતી જ નહિ. એમાં વચ્ચોવચ્ચ સરકસ અને જાદૂના સરસ ખેલ થઈ રહ્યા હતા. અન્યત્ર મોઘી ટિકિટ લીધા પછી જ જોવા મળે તેવા ખેલ અહીં વિનામૂલ્ય બતાવાતા હતા. થોડા થોડા વિરામ પછી એવા ખેલ બતાવાતા. માઈક ઉપર એની જાહેરાત થતી. વચ્ચે સરસ સંગીતના સૂરો વહેતા. વિવિધ પ્રકારનાં મશીનો અને અન્ય પ્રકારની રમતોવાળી એ ધૂતસભા તે જાણે મોટો મેળો ન જામ્યો હોય ! ઉપર-નીચે એટલા બધા ખંડો અને એટલા વિભાગો હતા તેમજ એટલાં પ્રવેશદ્વાર હતાં કે ક્યાંથી દાખલ થયા તે પણ યાદ ન રહે. સરકસ-જાદુના આવા ખેલ મત બતાવવાનું મુખ્ય પ્રયોજન તે એ કે કૌતુકથી જોવા આવેલા માણસોમાંથી થોડાક તો થોડુંક રમીને જાય જ, જુદા જુદા કેસિનોમાં ભિન્નભિન્ન પ્રકારના ખેલતમાશા હતા. કયાંક પ્રવેશ ફી પણ હતી. એક પછી એક આ બધું નિહાળતાં સમય તો ક્યાંય ચાલ્યો જાય. ઊભાં ઊભાં કે ચાલતાં ચાલતાં થાક લાગે કે પગ દુ:ખે તો બેસવાની મઝાની સગવડો પણ ખરી. બધે યથેચ્છ વિચારી શકો. ક્યાંય રોકટોક નહિ. કોઈ પૂછનાર નહિ. કશો ડર નહિ. રાત ખૂટે પણ રમવાનું ન ખૂટે. કોઈના ચહેરા પર થાક, ઉજાગરો કે વ્યગ્રતાનાં લક્ષણ જોવા ન મળે. સાથે બાળકો હોય તો તેમને માટે રમવા જવાની યોગ્ય વ્યવસ્થા હોય. ક્યાંક રોકડ રકમને બદલે જીતનાર માટે આકર્ષક ચીજ-વસ્તુઓનાં ઈનામ પણ હોય. ફરતાં ફરતાં રાતના એક તો ઘડીકમાં વાગી ગયો. હજુ તો ઘણું જોવાનું બાકી હતું. પરંતુ અમારે સવારે ચાર વાગ્યે હોટેલ છોડી ઍરપૉર્ટ માટે નીકળવાનું હતું. અમે ચાલતાં ચાલતાં અમારી હોટલ પાસે પાછાં આવી પહોચ્યાં. મેનેજરને મળી બિલ ચૂકવ્યું. સવારે ચાર વાગ્યે ટેકસી આવી જાય અને સામાન માટે બેલબૉય આવી જાય તે માટે સૂચના આપી. મેનેજરે ઉત્સુકતાપૂર્વક ફરી પાછો એ જ પ્રશ્ન કર્યો, ‘તમે કશું રમ્યાં કે નહિ ?' એમ એ જ જવાબ આપ્યો. મૅનેજરનો આશય કમાણી કરવા માટે પૂછવાનો નહોતો. અમે ભારતીય હતાં એટલે માત્ર જિજ્ઞાસાપૂર્વક જ પૂછ્યું હતું. આવડા મોટા કેસિનોમાં બે માણસ રમે કે ન રમે એથી કંઈ ફરક પડતો નથી. વળી જે નફો-નુકસાન છે તે તો કંપનીને છે. અમે બહાર નીકળ્યાં. દરવાજા પાસે ઊભાં રહી વિચાર કર્યો કે નથી રમવું એ નક્કી જ છે. પરંતુ બીજો વચલો કોઈ વિકલ્પ ન વિચારી શકાય ? યોગ્યાયોગ્યતાનો ઝાઝો વિચાર કર્યા વિના અમે અમારી મતિ મુજબ સંકલ્પ કર્યો કે બંનેએ એક એક ડૉલર જેટલી રકમ રમવી, એથી વધારે નહિ. સિક્કાઓ નાખ્યા પછી જે કદાચ કોઈ રકમ મળે ૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન તો તેનો ફરી રમવા માટે ઉપયોગ કરવો નહિ. જે કંઈ રકમ કદાચ મળે તો તે રાખવી નહિ. દાનમાં આપી દેવી. અહીં ગરીબ કે ભિખારી કોઈ હોતા નથી. ટિપની પ્રથા નથી. તોપણ ટિપ-બક્ષિસ તરીકે એ રકમ લાસ વેગાસ છોડતાં પહેલાં આપી દેવી. પોતાના બે ડૉલર પણ એમાંથી કાઢી લેવા નહિ. એ તો મશીનમાં ગયા એમ જ સમજી લેવું. અમે કેસિનોમાં ફરી દાખલ થયાં. મેનેજરને સંતોષ થાય એ માટે કહ્યું, “અમે બંને પ્રતીકરૂપે એક એક ડૉલર રમીશું.' અમે દસ દસ સેન્ટના સિક્કા લીધા. ખાલી પડેલાં બાજુબાજુનાં બે સ્લોટ મશીનો સામે બેઠાં, મારાં પત્નીએ પહેલો સિક્કો નાખી બટન દબાવ્યું. ત્યાં તો ટિમ્ ટિમ ટિમ ટિમ કરતી સિક્કાઓની ધાર ચાલી. એટલા બધા સિક્કા વાસણમાં પડ્યા કે જાણે કે મશીનમાં કોઈ બાકોરું તો નહિ પડ્યું હોય ! એક પછી એક એમ અમારા બંનેના નાખેલા સિક્કાથી ધાર્યા કરતાં ઘણા બધા સિક્કા આવ્યા. ત્રણેક સિક્કા ખાલી ગયા હશે. બંનેનાં વાસણમાં પડેલા દસ દસ સેન્ટના સિક્કા ગણી જોયા. કેટલા હશે ? પચીસ ડૉલર અને ચાલીસ સેન્ટ. આટલા બધા સિક્કા જોઈ આનંદ કોને ન થાય? માણસ જુગાર તરફ કેમ વળે છે તે સમજવું અઘરું નથી. પરચૂરણના બદલામાં નોટો લઈ અમે રૂમ પર આવ્યાં. રાતના બે વાગી ગયા હતા. હવે સૂવાનો અર્થ નહોતો. આમ પણ અમારે ‘સામાયિક કરવાનાં બાકી હતાં. લગભગ ચાર વાગ્યા સુધી અમે સામાયિકમાં સ્તુતિ, જાપ, ધ્યાન વગેરે કરી લીધાં. ચાર વાગતાં બેલબોય આવ્યો. સામાન ઉતાય. એને આપેલી અમારી અગિયાર ડૉલરની બક્ષિસથી એ રાજી રાજી થઈ ગયો. ટેકસી આવતાં અમે ઍરપૉર્ટ તરફ રવાના થયાં, ફૂટપાથ પર ચાલતાં દેશવિદેશના સહેલાણીઓનાં ટોળેટોળાં શહેરને ઊંઘવા દેતાં નહોતાં. ઍરપૉર્ટ દૂર નહોતું એટલે પહોંચતાં વાર ન લાગી. ટેક્સીના સાત ડૉલર થયા. ડ્રાઈવરના હાથમાં સાત ડૉલર મૂક્યા. પછી ટિપ આપી પંદર ડૉલરની. તે તો આશ્ચર્યમુગ્ધ થઈ જોઈ જ રહ્યો. અટકળ કરીને તે બોલ્યો, “સર, બહુ જ આભાર તમારો. મને લાગે છે કે લાસ વેગાસમાં રમવામાં તમારે બહુ મોટો તડાકો પડ્યો હશે !' મેં કહ્યું, “ના, જે કંઈ કમાણી થઈ તે અહીં જ પૂરી કરીને જઈએ છીએ.' ડ્રાઈવર કશું સમજ્યો હોય તેમ લાગ્યું નહિ. સમજાવવાની જરૂર નહોતી. કોઈના ગળે ઝટ ન ઊતરે એવી અમારી વાત હતી. કોઈને એમાં વેદિયાપણું પણ લાગે. અમે ડિપાર્ચર-લોન્જમાં દાખલ થયાં. જોતાં છક થઈ જઈએ એવું આકર્ષક આ ઍરપૉર્ટ છે. એને શણગારવા અઢળક નાણાં ખર્ચાયાં છે. અહીં રોજેરોજ આવતા અસંખ્ય સહેલાણીઓનાં નાણાંની નદી વહેતી હોય પછી શણગારમાં સંકોચ શાને હોય? વળી ઍરપોર્ટના આયોજકોની દષ્ટિ તો જુઓ ! અહીં પણ સ્લોટ-મશીનો રાખ્યાં છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ધૂતનગર લાસ વેગાસ ૨૨૭ કોઈની રમવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો વિમાન પકડતાં પહેલાં તે પૂરી કરી શકે. એનો જીવ અવગતે ન જાય ! ફ્લાઈટનો ટાઈમ થયો એટલે અમે વિમાનમાં બેઠાં. ફ્લાઈટમાં જલપાન કર્યા પછી શિકાગો સુધીના આખે રસ્તે અમે મહત્ત્વનું જે કાર્ય કર્યું તે નિદ્રાદેવીની આરાધનાનું જ હતું. આ કાર્યના યશભાગી અમારી જેમ બીજા પણ ઘણા બધા હતા. શિકાગો આવતાં ઘણાંને ઉઠાડવા પડ્યાં, ઍર-હોસ્ટેસે જણાવ્યું કે લાસ વેગાસથી સવારનાં ઊપડતી ફ્લાઈટોમાં ઘણાંખરાં પ્રવાસીઓ ઊંઘતાં જ હોય છે. શિકાગો ઊતરી અમારા મુકામે અમે પહોંચી ગયાં. એક વિભિન્ન વાતાવરણમાંથી અમે પાછાં અમારા રોજિંદા વાતાવરણમાં પરોવાઈ ગયાં. Page #245 -------------------------------------------------------------------------- ________________ લૂ લેગૂન અને વિડેય ટાપુ ઇગ્લેંડની ઉત્તરે આવેલા આઈસલેન્ડની રાજધાની રક્ષાવિક(Reykjavik)માં અમારી હોટેલ લેઈફર આઈરિકસન(Leifur Eiriksson)માં ઊતરી મેનેજરને સૌથી પહેલી ફરિયાદ અમે એ કરી કે પીવાનું પાણી આટલું બધું ગંધાતું કેમ છે ? મેનેજરે કહ્યું, “આખા આઈસલેન્ડમાં તમને પીવાનું પાણી આવું ગંધાતું જ મળશે.' આવા ગંદા ગંધાતા પાણીથી તો પેટ બગડે.” “નહિ બગડે. પાણી ગંધાય છે, પણ ગંદું નથી.” એટલે ?' એટલે કે આ પાણી ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ થઈને જ આવે છે. વાસ શક્ય તેટલી ઓછી કરાય છે, તો પણ એમાં ગંધક(sulphur)ની વાસ તો રહેવાની જ. આઈસલેન્ડ એ ઠરી ગયેલા જવાળામુખીઓનો દેશ છે. એટલે જ્યાંથી તમે પાણી કાઢો ત્યાંથી ગંધકવાળું પાણી જ નીકળશે.' “એટલે તમારે ત્યાં ગંધક વગરનું પાણી મળતું જ નથી ?' 'ના. અમારું પોતાનું પાણી તો ગંધકવાળું જ છે. હવે બહારથી ‘મિનરલ વૉટરની બાટલીઓ મંગાવવામાં આવે છે. પણ તે તો કેટલી બધી મોધી પડે ? અહીંના સામાન્ય માણસને એ ન પરવડે. અમારા લોકો તો આઈસલેન્ડમાં વસવાટ થયો ત્યારથી, સૈકાઓથી આ જ પાણી પીતા આવ્યા છે. સાદું પાણી અમને ન ભાવે. અમારું પાણી આરોગ્ય માટે પણ સારું છે. કેટલાક લોકોને સલ્ફરની એલર્જી હોય છે, પણ આઈસલેન્ડના લોકોને સલ્ફરની એલર્જી ક્યારેય થતી નથી. મૅનેજરના ખુલાસાથી નવી વાત જાણવા મળી. ગંધકવાળું પાણી પીવા સિવાય છૂટકો નહોતો, આસ્તે આસ્તે એ પીવાનું અમને ફાવી ગયું. ભારત, રશિયા, ચીન, કોરિયા, જાપાન, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા વગેરેમાં, વિશેષત: ડુંગરાળ પ્રદેશોમાં ગરમ પાણીના ઝરા (Hot Spring) છે. કેટલેક સ્થળે સ્નાન માટે ત્યાં કુંડ પણ બનાવવામાં આવ્યા છે. ક્યાંક પાઈપ વાટે એ પાણી દૂર લઈ જઈ આરોગ્ય માટે સ્નાનાગાર બનાવવામાં આવ્યા છે. જાપાનમાં કિનુગાવા, કોડોગો, બેડુ વગેરે સ્થળે તો મોટી મોટી હોટેલોમાં વિશાળ, આકર્ષક, વ્યવસ્થિત સ્નાનાગાર, તરણહોજ બાંધવામાં આવ્યા છે. ૨૨૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ બ્લૂ લેગૂન અને વિડેય ટાપુ ૨૨૯ આઇસલૅન્ડમાં ગરમ પાણીના કુદરતી ફુવારા ઘણે સ્થળે છે. (એને તેઓ ગેયસિરGeysir કહે છે જેના પરથી ‘ગિઝર’ શબ્દ આવ્યો છે.) ખારા પાણીના બાંધેલા તરણહોજ પણ ત્યાં ઘણા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓએ ગંધકવાળા ગરમ પાણીનું જળાશય ખુલ્લામાં બાંધ્યું છે, જેમાં પ્લાન્ટ દ્વારા પાણી ભરાય છે અને સ્વચ્છ થાય છે, એનું નામ રાખ્યું છે Blue Lagoon. Lagoon એટલે તળાવ, જળાશય. પાણીના રંગને અનુસરી એવું નામ રાખ્યું છે. આપણે એને ‘ભૂરા તળાવ’ અથવા ‘નીલસર’ તરીકે ઓળખી શકીએ. બીજે દિવસે સવારે બ્લૂ લેગૂન અને વિડેય (Videy) ટાપુના પ્રવાસનું આયોજન કરતી એક ટૂરિસ્ટ કંપનીમાં અમે અમારાં નામ નોંધાવી દીધાં. સમય હતો એટલે અમે હોટેલ પરથી પગે ચાલીને જઈ શકાય એટલે છેટે આવેલું હોલગ્રિમ્સ કિા (Hallgrimskiikja) ચર્ચ જોવા ચાલ્યા. અમારી હોટેલનું નામ ‘લેઇફ્ર આઇરિસન’ હતું અને ચર્ચની આગળના ચોગાનમાં આઇસલૅન્ડીય મહાપુરુષ લેઇફુર આઇરિક્સનનું પૂતળું દૂરથી પણ દેખાય એ રીતે એટલા ઊંચા કલાત્મક શિલાસ્થાન પર ગોઠવવામાં આવ્યું છે. આઇસલૅન્ડના ઐતિહાસિક નેતાઓમાં આઈરિક્સનનું નામ પ્રથમ આવે. તે આઇરિક ધ રેડનો પુત્ર હતો અને મહાન સાહસિક શોધસફ્રી હતો. ઈ.સ. ૧૦૦૦ વર્ષની આસપાસ તે દરિયાઈ શોધસફરે નીકળ્યો ત્યારે વાવાઝોડાને કારણે તેના વહાણની દિશા બદલાઈ જતાં તે વહાણ ઘસડાઈને અમેરિકાના પૂર્વ કિનારે ન્યૂફાઉન્ડલૅન્ડ અને વર્જિનિયા વચ્ચે પહોંચી ગયું હતું. ત્યાંથી લેઇફુર ગ્રીનલૅન્ડ થઇ આઇસલૅન્ડ પાછો ફર્યો હતો. આ રીતે અમેરિકાની ધરતી પર પ્રથમ પગ મૂકનાર તે કોલંબસ નહિ પણ લેઇફુર આઈરિકસન હતો. જેમ કોલંબસ અમેરિકા જવા નહોતો નીકળ્યો પણ અજાણતાં જ ત્યાં પહોંચી ગયો હતો તેમ લેઇકુરનું પણ થયું હતું. સ્પેનના કિનારેથી કોલંબસે એટલાન્ટિક મહાસાગરમાં જેટલું અંતર કાપ્યું હતું તેના કરતાં આઇસલૅન્ડના કિનારાથી અમેરિકાનું અંતર ઘણું ઓછું છે. લેઇકુરને જેટલી ખ્યાતિ મળવી જોઈએ એટલી અલબત્ત મળી નથી. જોકે એ તો અમેરિકાની ધરતી પર પગ મૂકીને તરત જ પાછો આવી ગયો હતો. આમ છતાં આઇસલૅન્ડની પ્રજાના હૈયામાં પોતાના નેતા આઇરિસન માટે બહુ આદરભાવ હોય એ સ્વાભાવિક છે. આઇરિસનનું આ પૂતળું અમેરિકાએ કરાવી આપ્યું છે એ પણ આદાનપ્રદાનનો એક સુંદર સંકેત છે. હોલગ્રિમ્સ-કિમાં ચર્ચ એટલું ઉત્તુંગ છે કે રેકયાવિકમાં ગમે ત્યાં હોઈએ ત્યાંથી એ દેખાય. રેક્યાવિકમાં રહેણાકનાં ઘણાંખરાં ઘરો લાકડાનાં, બેઠા ઘાટનાં નાનાં નાનાં, પણ છાપરાં અને દીવાલોના રંગો ભાતભાતના. લોકોનો વિવિધ રંગો માટેનો શોખ છૂપો ન રહે. અમે ચર્ચમાં દાખલ થયા. વસ્તીના પ્રમાણમાં દેવળ ઘણું મોટું છે એટલે હાજરી પાંખી લાગે. વસ્તુત: દેવળનું બાંધકામ માત્ર ધર્મસ્થળ તરીકે નથી થયું. સ્થાપત્યકલાની દષ્ટિએ એક વિલક્ષણ આકૃતિ તરીકે, રેકયાવિકની ઓળખ તરીકે એનું બાંધકામ થયું છે. એનો આકાર ઊભા રૉકેટ જેવો છે. એ નીચેથી પહોળું નથી એટલે તાડ કે ટાવર જેવું Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પાસપૉર્ટની પાંખે ઉત્તરાલેખન લાગે. આ તોતિંગ આકૃતિને અદ્વિતીય બનાવવા માટે એને વિશિષ્ટ ઘાટ આપવામાં આવ્યો છે. દેવળની સાથે પર્યટક કેન્દ્ર બનાવવાના આશયથી એના શિખરના વિભાગમાં બાહ્ય પ્રાકૃતિક દર્શન માટે પારદર્શક કાચજડિત વર્તુળાકાર ગૅલેરી કરવામાં આવી છે. લિફ્ટમાં અમે એ ગૅલેરીમાં પહોંચ્યાં. ચારે બાજુનું દૂર દૂર સુધીનું દશ્ય રળિયામણું લાગતું હતું. અમારા સિવાય બીજા કોઈ પ્રવાસીની અવરજવર નહોતી. એટલે ત્યાં એકાંતમાં બેસીને અમે અમારી નિત્ય પ્રાર્થના કરી અને ભક્તામર સ્તોત્ર માલકૌંસ રાગમાં ઉચ્ચ સ્વરે લલકાર્યું. સમય થયો એટલે અમે હોટેલ પર પાછાં ફર્યાં. અમને તેડવા બસ આવી પહોચતાં અમે બ્લૂ લેગૂન તરફ જવા ઊપડ્યાં. બસમાં પાંત્રીસેક પ્રવાસીઓમાં ભારતીય અમે ચાર જણ હતાં. હું, મારાં પત્ની, મારા મિત્ર અભયભાઈ અને એમનાં પત્ની મંગળાબહેન. હવામાન સરસ હતું, તડકો નીકળ્યો હતો. લગભગ ચાલીસ કિલોમીટરનું અંતર કાપી અમે બ્લૂ લેગૂન આવી પહોંચ્યાં. એમાં દાખલ થવા માટે અમારાં બધાંની ટિકિટ લેવાઈ. આ માનવસર્જિત વાદળી રંગના તળાવનું નૈસર્ગિક વાતાવરણ બનાવવા કિનારે રેતી પાથરવામાં આવી છે. બાજુમાં જ પાણી માટેનો પ્લાન્ટ છે. અમારામાંથી કેટલાક પ્રવાસીઓની પાણીમાં પડવાની ઇચ્છા નહોતી. જેમને નહાવું ન હોય તેમને માટે બહાર બેસીને જોવાની સગવડ હતી. મેં અને અભયભાઈએ પાણીમાં ઝંપલાવ્યું. પાણીમાંથી ધુમાડાના ગોટા નીકળતા હતા. કિનારા પાસે કમર સુધીનું છીછરું પાણી હતું. તે ઓછું ગરમ હતું. જેમ આગળ જઈએ તેમ વધારે ગરમ લાગે. જેનાથી સહન થાય તે ઊંડા પાણીમાં જાય. પણ એવા તો કોઈક જ હતા. ગંધકવાળા ગરમ પાણીમાં તરવાની મઝા ન આવે. શરીરે શેક લેવાનું જ સારું લાગે. વળી આવા ગરમ પાણીમાં ઝાઝો વખત રહેવાથી ચક્કર આવે. બ્લૂ લેગૂનમાં સ્નાન કરી, બપોરનું ભોજન લઈ અમે ઊપડ્યાં વિડેય ટાપુ પર જવા માટે. અમારી બસ બંદર તરફ ચાલતી હતી. બસની બારીમાંથી બહાર નજર કરતાં મહેસૂબનાં ચોસલાં જેવી, કાણાંવાળી કાળી માટીના સપાટ વિસ્તારમાં રસ્તાની બંને બાજુ લાકડાનાં પાટિયાં વડે ઊંચા કઠેડા કરવામાં આવ્યા હતા. આવા કઠેડા કરવાનું શું પ્રયોજન હશે ? મને સ્વાભાવિકત: જિજ્ઞાસા થઈ. મેં ગાઇડને પૂછ્યું, ‘અહીં કોઈ પુલ નથી કે આજુબાજુ કોઈ ખાડા નથી. એટલે વાહન ખાડામાં પડી જવાનો કોઈ ભય નથી. તો પછી થોડે થોડે અંતરે આવા ઊંચા કઠેડા કરવાની જરૂર શી ?’ ગાઇડે કહ્યું, ‘અત્યારે ઉનાળામાં કઠેડાની કોઈ જરૂર નથી. અત્યારે તો એ માત્ર શોભાના અને બિનજરૂરી લાગે એમાં નવાઈ નથી. પણ શિયાળામાં જ્યારે ચારે બાજુ બરફ પડ્યો હોય અને બધું સમથળ થઈ ગયું હોય ત્યારે વાહન ચલાવનારને બરફમાં પૂરા ન દટાઈ ગયેલા આ ઊંચા કઠેડા રસ્તો કઈ બાજુ જાય છે, ક્યાં વળાંક લે છે એ બરાબર બતાવે. વાહન ચલાવતાં એક ડિગ્રીનો ફરક પડે તોપણ ક્યાંને બદલે ક્યાં પહોંચી જવાય. આ કઠેડા ત્યારે સાચો રસ્તો બતાવે છે.’ Page #248 -------------------------------------------------------------------------- ________________ બૂ લેગૂન અને વિડેય ટાપુ ૨૩૧ પછી ગાઈડે હસતાં હસતાં કહ્યું, ‘તમે જાણો છો કે આ કઠેડાને અમે અહીં મજાકમાં શું કહીએ છીએ ?' 'ના.' અમે એને પાદરી (ધર્મગુરુ) તરીકે ઓળખીએ છીએ. તેઓ આપણને સાચો રસ્તો બતાવે છે. પણ તેઓ પોતે ત્યાં જતા નથી.' ગાઈડની મજાક સાંભળી અમે હસી પડ્યાં. અમને થયું કે સંસારમાં ધર્મગુરુઓ માટે બધું જ કંઈક કટાક્ષવચન હોય છે ! - બંદર પર આવી અમે બધાં બોટમાં બેઠાં. સમુદ્રના તરંગિત જળમાં અમારી બોટ ગતિ કરવા લાગી. અમે આસપાસનાં દશ્યો નિહાળવામાં અને વાતો કરવામાં મગ્ન હતાં, ત્યાં ગાઈડે કહ્યું, ‘હવે તમને એક નાનકડો ટાપુ જોવા મળશે. એને અમે પફિન (Puffin) ટાપુ કહીએ છીએ.' બોટ પફિન ટાપુ પાસે આવી પહોંચી. બોટમાં બેઠાં બેઠાં જ અમારે એ નિહાળવાનો હતો. આ ટાપુનું મૂળ નામ તો છે લંડેય (Lundey), પણ એનું નામ પડી ગયું છે ‘પફિન ટાપુ. લોકોએ યોગ્ય રીતે જ એનું આ નામ પાડ્યું છે. આ ટાપુ પર હજારો (લાખો કહીએ તો પણ સાચું પડે) પફિન પક્ષીઓ ઊડાઊડ કરે છે. પક્ષીની જાત એટલે ઊડ્યા વગર રહી ન શકે. એનું અસ્તિત્વ તરત જાહેર થઈ જાય, ટાપુ પર કોઈ વૃક્ષો નથી. પણ અહીંના ઠંડા પ્રદેશનાં પક્ષીઓને વૃક્ષો નહિ પણ ભેખડો, બરફની શિલાઓ જોઈએ. આઈસલેન્ડમાં જે વિવિધ પ્રકારનાં પક્ષીઓ છે એમાંનું એક તે સમુદ્રકિનારે રહેતું, સ્થળાંતર કરતું પક્ષી પફિન છે. તે વિલક્ષણ પ્રકારનું છે. તે બતકને મળતું આવે છે, પણ બતક નથી. તેની ગરદન ટૂંકી છે. લોકોએ Puff પરથી એનું નામ પફિન પાડ્યું છે. Puff એટલે મોઢે ફુલાવવું, દમ લેવો ઈત્યાદિ. (બીડી-સિગરેટ પીનાર માટે પણ Puff શબ્દ વપરાય છે.) આ પક્ષીનું મોઢું ફલાવેલું દેખાય છે. મોઢાના પ્રમાણમાં એની ત્રિકોણાકાર રંગબેરંગી લીટીઓવાળી ચાંચ ઘણી મોટી દેખાય છે. એના શરીરના ઉપરના અડધા ભાગનો રંગ કાળો છે અને નીચેના ભાગનો રંગ શ્વેત છે. પફિન પક્ષીઓ આ આખો ટાપુ ખીચોખીચ રોકી લે છે. બહુ દૂરથી તો જાણે હિમાચ્છાદિત ટાપુ હોય એવું લાગે. થોડી થોડી વારે સેંકડો પફિનનું મોટું ટોળું ઊડે અને દૂર સુધી ચક્કર લગાવી પાછું આવે. વળી જ્યારે સેંકડો પફિન સમુદ્રમાં હારબંધ બેઠાં હોય ત્યારે પાણીમાં જાણે નાની પાળી બાંધી હોય એમ લાગે. પફિનની એક ખાસિયત એ છે કે પાણીમાં બેઠા પછી પાંચ પંદર ફૂટ આઘે જવું હોય તો એટલા માટે ઊડે નહિ, પરંતુ પોતાની બેય પાંખથી હલેસાં મારતું આગળ વધે. તે વખતે પાણીમાં એનાં હલેસાંના આપણને લિસોટા દેખાય. આઈસલેન્ડના આ બાજુના આટલા મોટા વિસ્તારમાંથી પફિન પક્ષીઓએ આ એક ટાપુ જ પસંદ કર્યો છે. અન્યત્ર રાતવાસો રોકાતાં નથી. આ ટાપુ પર દર વર્ષે અનુકૂળ ઋતુમાં હજારો બચ્ચાંનો જન્મ થાય છે. એ માટે પફિનો આ ટાપુ પર આવે છે. ઉપસિન ટાપુ' એટલે પફિન પક્ષીઓ માટેનું જાણે કે જાહેર પ્રસૂતિગૃહ! Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન આ ટાપુ પાસેથી આગળ વધતી અમારી બોટ કેટલીક વાર પછી વિડેય (videy) ટાપુ પાસે આવી પહોંચી. આ એક લંબગોળ માછલીના આકાર જેવો શાંત રળિયામણો ટાપુ છે. બોટમાંથી ઊતરી પગે ચાલી ટાપુ પર ટહેલવાનું હતું. અહીં ખાસ જોવાનું તે એનું જૂનું દેવળ છે. દેવળમાં બીજી કશી વિશિષ્ટતા કે નવીનતા નથી. એની ઐતિહાસિક્તા જ મહત્ત્વની છે. આઈસલેન્ડમાં રેડ્યાવિકમાં વસવાટ ચાલુ થયો એ પહેલાં, સમુદ્રમાં આવેલા એના આ ટાપુ પર વસવાટ શરૂ થયો હતો. સૈકાઓ પૂર્વે નોર્વે, સ્વીડન, ડેન્માર્ક, બ્રિટનના શોધસરીઓ, ખલાસીઓ સઢ અને હલેસાં વડે વહાણોને આ બાજુ લઈ આવતા હશે ત્યારે થાકેલા તેઓ આ ટાપુ જોઈને હાશકાર અનુભવતા હશે અને ત્યાં જ ધામા નાખતા હશે. ઈસવીસનના દસમા સૈકામાં આ ટાપુ પર વસવાટ હશે એમ પુરાતત્ત્વવિદોએ ખોદકામ કરીને મળેલા અવશેષો પરથી જણાવ્યું છે. અલબત્ત, અહીં જે દેવળ છે તે ઈ.સ. ૧૭૭૪માં બાંધવામાં આવ્યું છે. બસોથી વધુ વર્ષનું જૂનું એ નાનકડું દેવળ અઢાર ફૂટ પહોળું અને ચાલીસ ફૂટ લાંબું છે. હજુ એવી ને એવી જ હાલતમાં એને સાચવી રાખવામાં આવ્યું છે. આ દેવળમાં કે આ ટાપુ પર કંઈ પણ ફેરફાર કરવા સામે લોકોનો સખત વિરોધ રહ્યા કર્યો છે. મરામત કે રંગરોગાન ભલે થાય, પણ નવું બાંધકામ ન થાય. ઘણાં વર્ષો પહેલાં અહીં એક મકાન બાંધવામાં આવ્યું તો લોકોએ એનો ઘણો વિરોધ કર્યો. છેવટે એવો એક ઉકેલ કાઢવામાં આવ્યો કે મકાન ભલે તોડી પાડવામાં ન આવે, પણ એના છાપરા પર શિયાળાનો બરફ ઓગળ્યા પછી દર વર્ષે ઘાસ વાવવામાં આવે કે જેથી મકાન બહુ નજરે ન આવે. ટાપુ પર લટાર મારી અમે બધાં ઠરાવેલા સમયે દેવળમાં એકત્ર થયાં. એનું વાતાવરણ પવિત્ર અને શાન્તિપ્રેરક હતું. એક પાદરી આવ્યા. એમણે વિડેય ટાપુનો ઇતિહાસ કહ્યો અને વિશ્વશાનિત માટે પ્રાર્થના કરી. અમારા સિવાય બાકીના પ્રવાસીઓ ખ્રિસ્તી હતા. પાદરીએ જણાવ્યું કે અમારામાંથી કોઈને કંઈ કહેવું હોય તો કહી શકે છે. કોઈ તૈયાર ન થયું. છેવટે મેં મંચ પર જઈને કહ્યું કે અમે ભારતથી આટલે દૂર અહીં આવ્યાં છીએ. અમે શાતિની અને વિશ્વકલ્યાણની શુભેચ્છાનો સંદેશો લાવ્યા છીએ. અમે જૈન છીએ અને અહિંસામાં માનીએ છીએ. વિશ્વશાંતિ અને વિશ્વકલ્યાણ માટે અમારામાં નવકારમંત્રની પ્રાર્થના કરાય છે. તમારી સંમતિ હોય તો એનો પાઠ હું કરું ! બધાની સહર્ષ સંમતિ મળી. ઉચ્ચ સ્વરે મેં ત્રણ વાર નવકારમંત્ર લલકાર્યો. છેવટે શાન્તિઃ'ના નાદથી વાતાવરણ ગુંજવા લાગ્યું. સૌને એક સરસ અનુભવ થયો. પાદરીએ અમારો આભાર માન્યો અને જૈન ધર્મ માટે જિજ્ઞાસા દર્શાવી. સાંજ ઢળતાં બોટ બંદરે પાછી આવી. બસ ડ્રાઈવરે સૌને પોતપોતાની હોટેલ પર ઉતાર્યા. અમારો દિવસ ધન્ય - સફળ થઈ ગયો. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૩૬ યોસેમિટી અમેરિકામાં ખરેખર જોવા જેવા જે કેટલાક રમ્ય નૈસર્ગિક પ્રદેશો ગણાય છે તેમાં યોસેમિટી (YOSEMITE)નું સ્થાન મહત્ત્વનું છે. અમેરિકાના પશ્ચિમ વિભાગમાં આવેલા એ પ્રદેશના પ્રાકૃતિક પરિવેશને સાચવવા માટે એને ‘નૅશનલ પાર્ક' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. હિમાચ્છાદિત શિખરો, હિમનદી (ગ્લેશિયર), મોટા મોટા ઘોધ, નાનાંમોટાં સરોવરો, હજાર વર્ષ જૂનાં વૃક્ષો, વિવિધ પ્રકારનાં પશુપક્ષીઓ, ફળદ્રુપ ખીણપ્રદેશ, અનુકૂળ આબોહવા આ બધું એક જ સ્થળે જોવા મળે એવો પ્રદેશ તે યોસેમિટી. ત્યાં સામસામે પર્વતનાં શિખરો છે અને વચ્ચે વિશાળ હરિયાળી ખીણ છે. ત્યાં ‘આહવાહનીચી’ નામના રેડ ઇન્ડિયન આદિવાસીઓના વારસદારો હજુ પણ વસે છે. સાન્ફ્રાન્સિસ્કો પાસેના કુપરિટનો શહેરથી અમે પરિવારના સભ્યો ત્રણેક દિવસ માટે યોસેમિટી જવા નીકળ્યા હતા. દોઢસો માઈલ દૂર, યોસેમિટીની નજીક આવેલા ગામ મારિપોસા (MARIPOSA)માં ‘કન્ફર્ટ ઇન’ નામની હોટેલમાં અમારું ઊતરવાનું ગોઠવાયું હતું. અમેરિકા જેવા ધનાઢ્ય દેશમાં વિશાળ રસ્તાઓ પર મોટી મોટી મોટરગાડીઓ નિરંતર પૂરપાટ દોડતી રહે છે, પણ કયારેક કંઈક ખોટકાય તો સો-બસો ગાડીની હાર ઘડીકમાં થઈ જાય. ત્યારે બેચાર કલાક બગડી પણ જાય. અમારા હાઇવે પર કોઈ અકસ્માત થયો નહોતો, પણ એક સ્થળે થોડું સમારકામ ચાલતું હોવાથી ગાડીઓની ચાર લાઇનમાંથી બે લાઇન કરી નાખવામાં આવી હતી. એટલે ધાર્યા કરતાં ત્રણ કલાક મારિપોસા અમે મોડા પહોંચ્યા. જોકે અમારે તો ભોજન કરીને સૂઈ જ જવાનું હતું એટલે વિલંબથી વાંધો આવ્યો નહિ. પરંતુ આવા અનપેક્ષિત વિલંબથી કયારેક ગોઠવાયેલો કાર્યક્રમ બગડી પણ જાય. બીજે દિવસે સવારે અમે યોસેમિટી જવા નીકળ્યા. આશરે બેતાલીસ માઈલનો રસ્તો ડુંગરાળ પ્રદેશમાંથી પસાર થાય છે. બાજુમાં ખળખળ વહેતી મરસેદ (MERCED) નદીનાં સુભગ દર્શન, કયારેક રસ્તાની જમણી બાજુ તો ક્યારેક ડાબી બાજુ સતત થતાં રહે છે. આસપાસ શંકુ આકારનાં (Coniferous) લીલાંછમ વૃક્ષો વાતાવરણની શીતલતામાં અને રમ્યતામાં આહ્લાદક ઉમેરો કરતાં હતાં. મરસેદ નદી હિમાલયની મંદાકિની અને અલકનંદાની યાદ અપાવતી હતી. ડુંગરની ધાર પર પસાર થતો રસ્તો એક વિશાળ મૈદાની ઇલાકામાં અમને લઈ ર૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પાસપૉર્ટની પાંખે – ઉત્તરાલેખન ગયો. એ યોસેમિટી ખીણનો વિસ્તાર હતો. ત્રણ બાજુ ઊંચા પર્વતોની વચ્ચે, અનેક વિશાળ ઉત્તુંગ વૃક્ષોથી છવાયેલો ખીણવિસ્તાર મન હરી લે એવો છે. ત્યાં માહિતીકેન્દ્ર છે, આધુનિક બીજી સગવડો છે, છતાં ઘણી સગવડો હેતુપૂર્વક નથી કરવામાં આવી કે જેથી પાર્કનું અસલ કુદરતી સ્વરૂપ જળવાઈ રહે. એ જાળવવા માટે મોટી ઝુંબેશ ઉપાડનાર અને યોસેમિટીને ‘નૅશનલ પાર્ક' તરીકે જાહેર કરાવી, શિકાર, વૃક્ષો કાપવાં વગેરે પર સરકાર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં સફળ થનાર તે સુપ્રસિદ્ધ અમેરિકન પ્રવાસલેખક અને ચિંતક જ્હોન મૂર (John Muir) હતા. જ્હોન મૂર અમેરિકાના પ્રકૃતિવિશારદ, શોધસફરી અને પર્વતારોહક હતા. તેઓ અલાસ્કા સહિત ઉત્તર અમેરિકામાં, લૅટિન અમેરિકામાં તથા અન્ય પ્રદેશોમાં ઘણું રખડ્યા હતા. એમણે પોતાના પ્રવાસના અનુભવોનાં કેટલાંક પુસ્તકો લખ્યાં છે જેમાં `Thousand Mile walk in the Gulf` જાણીતું છે. તેમણે ધણી દુનિયા જોઈ હતી, પણ ૧૮૬૮માં તેઓ યોસેમિટીમાં આવ્યા ત્યારે તેઓ એના નૈસર્ગિક વાતાવરણથી અત્યંત પ્રભાવિત થઈ ગયા. તેઓ યોસેમિટી પાછળ ગાંડા થઈ ગયા એમ જ કહેવાય. તેમણે યોસેમિટીને જ પોતાનું નિવાસસ્થાન બનાવી દીધું. ૧૯૧૪માં ૭૬ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા ત્યાં સુધી તેઓ યોસેમિટીમાં જ રહ્યા. યોસેમિટીના પ્રાકૃતિક પર્યાવરણને બચાવી લેવામાં તેમનો ફાળો સૌથી મોટો અને મહત્ત્વનો હતો. તેમને સાથ આપનાર ગેલન ક્લાર્ક પણ હતા. તેઓ પણ ત્રણ દાયકાથી અધિક સમય આ પ્રદેશમાં રહ્યા હતા. જ્હોન મૂર આ પ્રદેશનાં પોતાનાં સંસ્મરણો, અવલોકનો, નોધ વગેરે લખતા રહ્યા હતા. એ વાંચતાં જ પ્રતીતિ થાય કે કોઈ શાંતિપ્રિય, અધ્યાત્મરસિક કવિનો જીવ તેઓ હોવા જોઈએ. તેમણે યોસેમિટીને ‘પ્રકૃતિના ભવ્ય મંદિર’ તરીકે બિરદાવેલું છે. તેમણે ઈ.સ. ૧૮૭૧માં અમેરિકન ચિંતક ઇમર્સનને લખ્યું હતું, ‘‘યોસેમિટી એ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાની એક અદ્ભુત પ્રયોગશાળા છે. હું તમને યોસેમિટીમાં એક મહિના માટે પધારવાનું નિમંત્રણ આપું છું. એ માટે તમારે સમય આપવા સિવાય બીજું કંઈ પણ ખર્ચ કરવાનું નહિ રહે. સમયનું ખર્ચ પણ અહીં ઓછું થશે કારણ કે ઘણોખરો વખત તમે અનંતતામાં વિહરતા હશો.'' જ્હોન મૂર જેવી વ્યક્તિ ઇમર્સન જેવા ચિંતકને એવી લાક્ષણિક રીતે લખે તો એ પરથી યોસેમિટીનો પ્રદેશ કેવો હશે એની આપણને ખાતરી થાય. અલબત્ત, એક પર્યટનકેન્દ્ર બનવાને કારણે યોસેમિટીમાં લોકોની અવરજવર ઘણી બધી વધી જવાથી, જ્હોન મૂરના સમયનું વાતાવરણ મુખ્ય માર્ગો પર રહ્યું નથી તોપણ એ માર્ગોથી થોડા આધે એકાન્ત સ્થળમાં થોડા દિવસ રહેવા મળે તો એવા પ્રેરક અનુભવો જરૂર આજે પણ થાય. યોસેમિટી એટલે પ્રાચીન કાળના ઋષિમુનિઓ પસંદ કરે એવું એક સુરમ્ય, સુશાના સાધનાક્ષેત્ર. કેટલાક ઇતિહાસકારો કહે છે તેમ દસ હજાર વર્ષથી માનવજાતિનું આ એક Page #252 -------------------------------------------------------------------------- ________________ યોસેમિટી ૨૩૫ પ્રિય ક્ષેત્ર રહ્યા કર્યું છે. ત્રણ હજાર વર્ષ પૂર્વે અહીં માનવજાતિ વસતી હતી એનાં નિશ્ચિત પ્રમાણો મળે છે. હાલ આ વિસ્તારમાં જે આદિવાસીઓ રહે છે તેઓના હજાર-બારસો વર્ષ પૂર્વેના વડવાઓ આહવાહનીચી' તરીકે ઓળખાતા હતા. તેઓએ પોતાની ભાષામાં આ ખીણને આપેલું નામ તે આહવાહની' છે. એનો અર્થ થાય છે ખુલ્લું મોટું. ત્રણ બાજુ પર્વતો અને વચ્ચે ખીણ જેવો પ્રદેશ તેઓને ખુલ્લા મોઢા જેવો લાગતો હશે. એટલે આ પ્રદેશનું નામ પડ્યું “આહવાહની'. અને “આહવાહની'માં રહેતા લોકો તે કહેવાયા આહવાહનીચી'. આ પ્રજાના વંશજો આજે પણ ત્યાં વિદ્યમાન છે અને તેઓ જુદા જુદા નામથી ઓળખાય છે. અમેરિકાના પશ્ચિમ વિભાગમાં આ પ્રદેશ આવેલો હોવાથી પેસિફિક મહાસાગરના કિનારે આવેલાં ગામો સાથે તેઓનો સંબંધ વધુ રહ્યો છે. “આહવાહનીચીમાંથી વખત જતાં ‘મિવોક’, ‘પાયુતે' તેનાયા' વગેરે ઈન્ડિયન પ્રજાઓ ઊતરી આવી. કેલિફોર્નિયામાં અને બાજુના નેવાડા રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં આ આદિવાસીઓ હજુ પણ જોવા મળે છે. યોસેમિટીના પ્રદેશમાં પોતાનું શાન્ત જીવન જીવતા રેડ ઇન્ડિયન આદિવાસીઓને માટે આપત્તિ આવી પડી ઈ.સ. ૧૮૪૮માં. તે સમયે સિએરા નેવાડા વિસ્તારમાંથી સોનું મળી આવ્યું. એથી અનેક સ્પેનિશ સાહસિકો સોનું મેળવવા આ પ્રદેશમાં ધસી આવ્યા. આદિવાસીઓને પરાયા લોકોની પોતાના પ્રદેશમાં ઘૂસણખોરી ગમી નહિ. સંઘર્ષ થયો. તેઓએ બે ગોરા માણસોને મારી નાખ્યા. એથી સ્પેનિશ લોકો સાવચેત બની ગયા. ગોરાઓના રક્ષણ માટે અને આ પ્રદેશ પર વર્ચસ્વ જમાવવા માટે તેઓએ એક લશ્કરી ટુકડી તૈયાર કરી. મારિપોસામાં સૈનિકોનું વડું મથક સ્થપાયું. એમની બેટેલિયને ક્રમે ક્રમે આગળ વધી ત્રણ વર્ષમાં આખી ખીણનો કબજો લઈ લીધો. આહવાહનીચી લોકોને ખીણમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેઓએ આહવાહનીનું નામ યોસેમિટી' રાખ્યું. ફરી કનડગત ન થાય એ માટે આ યુદ્ધને અંતે આદિવાસીઓ અને ગોરાઓ વચ્ચે એવા સુલેહકરાર થયા કે શિયાળાની ઠંડીમાં જ્યારે ગોરાઓ નીકળી ગયા હોય ત્યારે ઈન્ડિયનો ત્યાં જઈ શકે. યોસેમિટીના ક્ષેત્રમાં ત્યાર પછી રેલગાડી આવી, રસ્તાઓ બન્યા, હોટેલો થઈ. બહારના લોકોનું આવાગમન જેમ જેમ વધતું ગયું તેમ તેમ આહવાહનીચી લોકો આઘા ને આઘા ખસતા ગયા. તેમાં તેઓની તેનાયા જાતિના નાયકનું મૃત્યુ થતાં તેઓ વેરવિખેર થતા ગયા. એમ કરતાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં યોસેમિટી પ્રદશ ઉપર ગોરા લોકોનું સંપૂર્ણ વર્ચસ્વ જામી ગયું. અમે યોસેમિટીના ખીણવિસ્તારમાં જુદા જુદા ધોધ જ્યાં પડે છે તેવા કેટલાક મહત્ત્વના ધોધ નીચેથી જોયા. યોસેમિટી પાર્કના વિસ્તારમાં ૬૦ કરતાં વધુ ધોધ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન ઉનાળામાં બરફ ઓગળતાં તે વધુ મોટા અને વેગવાળા બને છે. યોસેમિટી એટલે એક વિશાળ પ્રપાતક્ષેત્ર. આટલા નાના ક્ષેત્રમાં આટલા બધા ધોધ દુનિયામાં બીજે ક્યાંય નથી. અમે જે જુદા જુદા ધોધ, પાસે જઈને નિહાળ્યા તેમાંનો એક મોટો ધોધ તે યોસેમિટી ધોધ' આશરે ર૪રપ ફટ ઊંચો છે. તે ઉપરથી પહેલાં ૧૪૩૦ ફૂટ નીચે પડે છે. ત્યાં નાનું તળાવ ભરાય છે. એ ઊભરાતાં તે એક છેડેથી ૬૭૫ ફૂટ નીચે પડે છે. ત્યાં પણ ફરી ખાબોચિયું ભરાય છે અને ત્યાંથી તે ૩૨૦ ફૂટ નીચે પડે છે. આમ ત્રણ કટકે પડતો આ ધોધ પોતાની આગવી મુદ્રા ધારણ કરે છે. ૬૨૦ ફુટ ઊંચેથી પડતા બીજા એક ધોધને નવોઢાનો ઘૂંઘટ' (BRIDALVEIL) કહે છે, એનું સ્વરૂપ જુદા જ પ્રકારનું છે. પડતી વખતે જે જલસીકરો ઊડે છે એને લીધે એની આસપાસ ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાયેલું રહે છે. એથી ધોધની સ્પષ્ટ આકૃતિ દેખાતી નથી. જાણે નવોઢાએ ઘૂંઘટ ન તાણ્યો હોય ! ત્રીજો એક મોટો ધોધ તે નેવાડા ધોધ', ૫૯૪ ફૂટ ઊંચેથી તે પડે છે. તે કદમાં મોટો છે અને પડે છે ત્યારે જાણે વાદળાની ગર્જના થતી હોય એવો અવાજ સંભળાય છે. આ બધા ધોધ બહુ નજીકનજીકમાં આવેલા છે. ધોધ જોયા પછી અમારો કાર્યક્રમ જંગલમાં ફરવાનો હતો. જંગલમાં કેટલાક કાચાપાકા રસ્તા બનાવેલા છે, પણ ત્યાં પોતાની મોટરકાર લઈ જવાની છૂટ નથી. પાર્ક તરફથી ખુલ્લી ટ્રૉલીમાં આસ્તે આસ્તે બધે ફેરવવામાં આવે છે અને સાથે તેનો પરિચય પણ આપવામાં આવે છે. અમે એ પ્રમાણે ડુંગરાળ જમીનમાં પથરાયેલા ગાઢ વનમાં ફરી આવ્યા. પરંતુ આ જ વાત વધારે વિગતે સમજવી હોય તો નિશ્ચિત સ્થળ અને સમયે ભોમિયો (RANGER) આપણને કેડીએ કેડીએ પગે ચાલીને લઈ જાય છે. અમે ભોમિયા સાથે પણ બે કલાક . અમારો ભોમિયો પ્રકૃતિવિશારદ અને પ્રકૃતિપ્રેમી હતો. એ પાંત્રીસેક વર્ષની હશે ! એનો લંબગોળ, ગોરો હસમુખો ચહેરો, કાળા લાંબા વાળ, કોઈ કોઈ શ્વેત કેશ ધરાવતી ઢળેલી મૂકો, ધાતુની ફ્રેમવાળાં જૂની પદ્ધતિનાં ચશ્માં વગેરે સહિત એની નિર્દોષ આકૃતિ એના માયાળુ સ્વભાવની પ્રથમ દર્શને ખાતરી કરાવતી હતી. એની સાથે કેડીએ કેડીએ અમે ચાલ્યા. જુદા જુદા પ્રકારનાં ફ, પામ, સિયા (SEQUOIA) વગેરે વૃક્ષોની ખાસિયત એણે અમને સમજાવી. વૃક્ષનું આયુષ્ય કેટલું છે તે જાણવાની વૈજ્ઞાનિક પદ્ધતિ નમૂના સાથે બતાવી. ભોમિયાએ કહ્યું કે સિકોયા વૃક્ષ ત્રણ હજાર વર્ષથી વધુ જીવી શકે છે. આ વૃક્ષો જેમ જૂનાં થતાં જાય તેમ એનું થડ પહોળું થતું જાય છે. આ વૃક્ષો વધારે જીવી શકે છે કારણ કે એમાં રહેલો ટેનિક ઍસિડ જીવાત લાગવા દેતો નથી. એ ઍસિડને કારણે વૃક્ષ રાતા રંગનું થાય છે. સિકોયા વૃક્ષ સીધું ઊંચું થાય છે. તે ૩૫૦ ફૂટ કરતાં વધુ ઊંચું થઈ શકે છે. બેત્રણ સિકોયા અડોઅડ ઊગી શકે છે. એક સિકોયા વૃક્ષમાંથી એક વિશાળ મકાનના પિસ્તાલીસ ઓરડા માટેનું લાકડું મળી રહે છે. કેટલાંક સિકોયામાં નીચે બખોલ થાય છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ યોસેમિટી ૨૩૦ એક ટેકરા પર એક વૃક્ષ બતાવી એણે કહ્યું, ‘‘આ વૃક્ષને અમે ટેલિસ્કોપ વૃક્ષ કહીએ છીએ, કારણ કે એનું નીચેનું બાકોરું ઠેઠ વૃક્ષની ટોચ સુધી જાય છે, તમે નીચે થડમાં વચ્ચે ઊભા રહી ઊંચી નજર કરો તો થડમાંથી તમને ઉપર આકાશ દેખાશે. તમારામાંથી કોઈને જોવું હોય તો તે જોઈ શકો છો.’’ એ જોવા માટે ઘણા તૈયાર થઈ ગયા, પણ ભોમિયાએ કહ્યું, ‘‘એટલું ધ્યાન રાખજો કે બરાબર એ જ વખતે કોઈક પક્ષી.ઉપરથી ચરકશે તો સીધું તમારા મોઢા પર પડશે. અહીં કેટલીક વાર એવી ઘટના બને છે.'' આ સાંભળતાં જ ઘણાખરા આગળ વધ્યા નહિ. અમે કેટલાક પ્રવાસીઓ ટેલિસ્કોપ સિકોયામાંથી આકારાદર્શન કરી આવ્યા. એક નિરાળો અનુભવ થયો. ભોમિયાએ કહ્યું કે ‘‘આ જંગલમાં કોઈ કોઈ વૃક્ષનાં થડ એટલાં બધાં જાડાં છે કે વર્ષો પહેલાં કોઈકોઈમાં માણસો વચ્ચેથી પસાર થઈ શકે એવાં મોટાં બાકોરાં કરાયાં હતાં. વોશબર્ન નામના બે ભાઈઓએ ગઈ સદીમાં આ વિસ્તારમાં ‘વાવોના' નામની હોટેલ ખરીદી હતી અને પ્રવાસીઓને આકર્ષવા માટે એક મોટા રાક્ષસી કદના વૃક્ષમાં મોટરકાર પસાર થઇ શકે એટલો મોટો બુગદ્દો બનાવ્યો હતો. એ બુગદામાંથી પસાર થતી મોટરકારમાં પોતાનો ફોટો પડાવવા ઘણા પ્રવાસીઓ આવતા. ફોટોગ્રાફરો, ચિત્રકારો, પર્વતારોહકો, શિકારીઓ, સહેલાણીઓ એમ ઘણા પ્રવાસીઓ આવવા લાગતાં યોસેમિટી વિસ્તાર આધુનિક થવા લાગ્યો. પણ જેમ્સ મૂરની ચળવળ પછી આવી ઘણી પ્રવૃત્તિઓ બંધ પડી છે.’’ વળી ભોમિયાએ કહ્યું કે ‘‘પશુપક્ષીઓના શિકાર પર પણ પ્રતિબંધ આવ્યો એટલે એમની વસ્તી ઘટતી અટકી. આ જંગલમાં હવે અઢીસોથી વધુ જંગલી મોટાં કાળાં રીંછ છે.’’ ‘“પણ આપણને તો ક્યાંય દેખાતાં નથી.'' ‘‘દિવસે તો તેઓ સંતાઈને રહે છે. પણ રાતના પોતાના ખોરાક માટે નીકળે છે. માણસ માટેનો ખોરાક તેમને એટલો બધો ભાવે છે કે તે મેળવવા તેઓ ભારે તોફાન મચાવે છે, આક્રમક બની જાય છે. અહીં ફરવા આવનારા પ્રવાસીઓ પાસે કે જંગલમાં તંબૂ તાણીને રહેનારા સાહસિકો પાસે ખાવાનું તો હોય જ, એ મેળવવા રાતને વખતે રીંછો હુમલા કરે છે. ગાડીઓના કાચ તોડીને ખાઈ જાય છે. સત્તાવાળાઓ તરફથી ઠેર ઠેર પોસ્ટર લગાડેલાં હોવા છતાં રોજેરોજ નવા નવા પ્રવાસીઓ આવતા હોવાથી ઘણાંની સરતચૂક થઈ જાય છે. તમારા માન્યામાં નહિ આવે પણ એ હકીકત છે કે દર વર્ષે સરેરાશ ચારસોથી વધુ ગાડીના કાચ રીંછ દ્વારા અડધી રાતે તૂટે છે.'' ભોમિયાનો કાર્યક્રમ પૂરો થયો. એણે અમને જંગલ, વૃક્ષો, પક્ષીઓ વગેરે વિશે ઘણી માહિતી આપી. સૈકાઓ જૂનાં, જાડા રાતા થડવાળાં અતિશય ઊંચાં વૃક્ષોના વનમાં વિહરવાનો અનુભવ કોઈક જુદી જ લાગણી જન્માવી ગયો હતો. સમય થયો હતો એટલે અમે અમારી ગાડીમાં મારિપોસા પાછા આવી પહોંચ્યા. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન બીજે દિવસે સવારે અમારો કાર્યક્રમ ગ્લેશિયર પૉઈન્ટ જવાનો હતો. યોસેમિટી ખીણથી પચાસથી વધુ માઈલને તે જુદો જ રસ્તો હતો. ગ્લેશિયર પોઈન્ટ એટલે જ્યાં ગ્લેશિયર છે તે જગ્યા નહિ, પણ જ્યાંથી સામે ગ્લેશિયર નિહાળી શકાય છે તે જગ્યા. વચ્ચે યોસેમિટીની મોટી ખીણ આવેલી છે. ગ્લેશિયર પૉઈન્ટ સાત હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. સાંકડા રસ્તે ઘાટમાંથી પસાર થતી, ઉપર ચડતી અમારી ગાડી પૉઈન્ટ પાસે પહોંચી ગઈ. અહીંથી સામેની પર્વતમાળા જોઈ શકાય છે. ખીણની ધાર પર ઊભા રહી જોવા માટે જુદા જુદા સ્થળે કરેલી વ્યવસ્થામાં પ્રવાસીઓની ભીડ સતત રહેતી હતી. ખીણ અને પર્વતમાળાનું દશ્ય ભવ્ય હતું. પર્વતમાળામાં કેટલાંક શિખર હિમાચ્છાદિત હતાં. ત્યાં સાતથી અગિયાર હજાર ફૂટની ઊંચાઈવાળાં પંદરેક શિખરો આવેલાં છે. એમાં બે શિખરો અત્યંત મશહુર છે. એક પૂર્ણ ઘુંમટ(Full Dome)ના આકારનું છે અને બીજું અર્ધ ઘુંમટ(Half Bome)ના આકારનું છે. આ અર્ધ ઘુંમટના આકારનું શિખર અત્યંત વિલક્ષણ શોભા ધારણ કરે છે. ભૂતકાળમાં કાં તો વીજળી પડવાને કારણે કે ધરતીકંપને કારણે કે અંદરથી દબાણ આવવાને કારણે કે અન્ય કોઈ કારણે ઘુમટના આકારનું શિખર વચ્ચેથી અડધું તૂટી ગયું છે. પરંતુ તૂટવાને કારણે જ એ શિખરની શોભા વધી છે. સવારના કે સાંજના રાતા સૂર્યપ્રકારોમાં જ્યારે એ શિખર રાતો રંગ ધારણ કરે છે ત્યારે તો એની અદ્વિતીય શોભા વૃદ્ધિ પામે છે. આવી લાક્ષણિક આકૃતિ અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. માટે તો યોસેમિટીના સત્તાવાર પ્રતીક તરીકે આ અર્ધ ઘુંમટ(Half Dome)ની આકૃતિ રાખવામાં આવી છે. આ સ્થળેથી સામે અન્ય શિખરોમાં ટોપલી (Basket) આકારનું શિખર, પ્રતિધ્વનિ (Echo) શિખર, વાદળાંને આરામ (CLOUD REST) લેવા માટેનું શિખર વગેરે શિખરો જોવા મળે છે. તદુપરાંત યોસેમિટી ધોધ, નેવાડા ધોધ વગેરેનું ઉપરથી નીચે સુધીનું ઉમંગભર્યા ઉતરાણનું દશ્ય પ્રસન્નતાપ્રેરક બની રહે છે. યોસેમિટી ખીણનું, પાર્કિંગ વિસ્તારોમાં ઊભેલી, ઉપરથી રમકડાં જેવી લાગતી મોટરગાડીઓ સહિતનું વિહંગદર્શન, નીચે કરતાં ઉપરથી વધુ વિસ્તૃત અને સુરેખ બની રહે છે. ગ્લેશિયર પૉઈન્ટ ન જઈએ તો યોસેમિટીનો પૂરો ખ્યાલ ન આવે. ગ્લેશિયર પૉઈન્ટ તથા અન્ય કેટલાંક સ્થળ જોઈ અમે પાછા મારિપોસાના અમારા મુકામે આવ્યા. હવે ત્રીજે દિવસે અમારો કાર્યક્રમ ટાયોગા ઘાટ જોવા જવાનો હતો. ત્યાં જવા માટે પણ હોટેલથી સોએક માઈલનું અંતર કાપવાનું હતું. નીચેથી આશરે દસ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચવાનું હતું. સાંકડો, વળાંકો લેતો સતત ચઢાણવાળો માર્ગ કાપતાં વાર લાગે જ, પણ ત્યાંની નિર્મળ, તાઝગીસભર હવા થાકને ઉતારી દે એવી હતી. પાંચેક હજારની ઊંચાઈ પછી રસ્તાની બંને બાજુ કોઈ કોઈ સ્થળે બરફ દેખાવો ચાલુ થયો. અમને જાણવા મળ્યું હતું કે ટાયોગા ઘાટમાં રસ્તા પર જામેલો બરફ હજુ ગયા Page #256 -------------------------------------------------------------------------- ________________ યોસેમિટી ૨૩૯ અઠવાડિયે જ ખસેડવામાં આવ્યો હતો. રસ્તાની કિનાર પર એક-દોઢ ફૂટ જેટલી બરફની કાપેલી ધાર દેખાતી હતી. બરફ ઓગાળવા રસ્તા પરના બરફ પર નાખેલા મીઠાને કારણે ધોળા લિસોટા રહી ગયેલા ક્યાંક ક્યાંક દેખાતા હતા. બરફ જોતાં જ નાચી ઊઠેલાં અમારાં પૌત્ર-પૌત્રી અર્ચિત-અચિરાએ હઠ લીધી કે કયાંક જગ્યા મળે તો ગાડી ઊભી રાખવી. તેઓને બરફમાં રમવું હતું. અમે પણ છોકરાંઓનો પક્ષ લીધો, પણ ગાડી ચલાવનાર પત્ર અમિતાભે કહ્યું, “હજુ પાંત્રીસ માઈલ જવાનું બાકી છે. આગળ કેવો રસ્તો આવશે તે ખબર નથી. એક વખત ટાયોગ ઘાટ પહોંચી જઈએ. પછી પાછા ફરતાં સમયની અનુકૂળતા પ્રમાણે ફરી શકાશે.' જેમ જેમ આગળ અમે વધતા ગયા તેમ તેમ બરફના વધુ અને વધુ લલચાવનારાં નાનાં નાનાં મેદાનો આવતાં ગયાં. હવે તો બાળકો ઉપરાંત પુત્રવધૂ સુરભિએ પણ આગ્રહ કર્યો કે ક્યાંક થોભી જઈએ અને બરફમાં રમીએ, પણ ચક્રધર ગાડી રોકે તો ને ? અલબત્ત, જેમ જેમ અમે આગળ વધતા ગયા તેમ તેમ વધારે મનોહર મેદાનો આવતાં ગયાં. સ્વચ્છ શ્વેત બરફનાં આ મેદાનો વિશે એનાથી અજાણ વ્યકિતને તો જાણે આ મીઠાના અગર હોય એવું દશ્ય લાગે અથવા ધોળું ધોળું રૂ પાથર્યું હોય એવું લાગે. એમ કરતાં અમે ટાયોગા ઘાટ આવી પહોંચ્યા. પાર્કિંગ વિસ્તારમાં ગાડી ઊભી રહી. હવે કલાકનો આરામ હતો. અહીં બરફનાં વિશાળ મેદાનો જે મળ્યાં તે પૂર્વેનાં મેદાનોને ભુલાવી દે એવાં હતાં. બરફમાં ચાલતાં સાચવવું બહ પડે. ડગલે ને પગલે લપસી પડવાની ધાસ્તી. પોચો પોચો બરફ હાથમાં લઈ, મૂઠીમાં ગોળો બનાવી એકબીજાને તે મારવાની મઝા અનોખી છે. ગોળો વાગતાં બરફ તરત છૂટો પડી જાય, એટલે વાગે ખરું, પણ નહિ જેવું. આ એવું સ્થળ હતું કે જ્યાં પૌત્ર-પૌત્રી દાદાજીને પણ ગોળા મારી શકે. અલબત્ત, બરફમાં આવી રમત વધારે વખત રમવાથી આંગળાં થીજી જાય અને પછીથી સખત દુ:ખવા લાગે. અહીં દસ હજાર ફૂટની ઊંચાઈએ હવા સહેજ પાતળી હતી. આટલી ઊંચાઈએ પહેલી વાર આવનારને જો સ્વાચ્ય બરાબર ન હોય તો ચાલતાં થાક લાગે. ચક્કર આવે કે બેચેની પણ લાગે. પાતળી હવાથી ફેફસાં ટવાઈ જાય પછી વાંધો ન આવે. અમે પેટપૂજા તો ગાડીમાં થોડી થોડી વારે કરતા રહ્યા હતા, પરંતુ હવે ભૂખ લાગી હતી એટલે એક સ્થળે બેસી ભોજનને પણ ન્યાય આપ્યો. પર્યાવરણ સાચવવાની દૃષ્ટિથી અહીં કોઈ રેસ્ટોરાં કરવામાં આવી નથી એટલે સાથે લાવેલો આહાર જ લેવાનો હતો. ટાયોગા ઘાટમાં જ કેલિફોર્નિયા રાજ્યની હદ પૂરી થાય છે અને નવાડા રાજ્યની હદ શરૂ થાય છે. એ ચેકનાકું વટાવી અમે નેવાડા રાજ્યમાં પણ થોડા માઈલ સુધી આંટો મારી આવ્યા. એ બાજુ એક નાનું સરોવર હતું. એ હજુ થીજેલું જ હતું. એનો થોડોક બરફ સૂર્યપ્રકાશમાં ઓગળીને પાણી થયો હતો. ઘેરા વાદળી રંગના એ પાણીમાં પણ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પાસપૉર્ટની પાંખે ઉત્તરાલેખન છૂટાછવાયા બરફના ટુકડા નિહાળી શકાતા હતા. સરોવરની પાછળ પાઈન, ફર, સેદાર વગેરેનાં ઊંચાં ઊંચાં વૃક્ષોએ દૃશ્યને વધુ નયનરમ્ય બનાવ્યું હતું. ખરેખર, ટાયોગા ઘાટનું દર્શન અમારે માટે એક અપૂર્વ દર્શન હતું ! યોસેમિટીમાં અન્યત્ર માણસોની અને એથીયે વિશેષ ગાડીઓની જેટલી ભીડ જોવા મળી તેટલી ટાયોગા ઘાટમાં જોવા ન મળી. નિરંતર ગાડીઓના પ્રવાહવાળા રસ્તા પર અડધા કલાકથી કોઈ નવી ગાડી આવી નહોતી. લગભગ ત્રણેક વાગે અમે પાછા ફર્યા. થોડાક માઇલ ગયાં હોઈશું ત્યાં અમારી આગળ ચાલતી ગાડીઓની ગતિ મંદ પડતી જણાઈ. ઘાટના સાંકડા રસ્તામાં એક ગાડી ઘીમી ચાલે તો પાછળની બધી ગાડીઓ ધીમી પડી જાય. પણ પછી તો આગળની ગાડીઓ ઊભી રહી ગઈ, અમે પણ ઊભા રહ્યા અને પાછળ આવતી ગાડીઓની હાર પણ મોટી થઈ ગઈ. વાહનવ્યવહાર સ્થગિત થઈ ગયો. વળાંકવાળા પર્વતીય રસ્તા પર દૂર દૂર દેખાય ત્યાં સુધી ગાડીઓ ઊભેલી હતી. કેટલીક ગાડીઓના પ્રવાસીઓ ગાડીમાંથી ઊતરીને રસ્તા પર ટહેલતા હતા એ પરથી લાગ્યું કે ગાડીઓ જલદી ચાલી શકે એમ નહિ હોય. અમે પણ ગાડીમાંથી ઊતર્યા. અન્ય પ્રવાસીઓ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે વળાંકવાળા સાંકડા રસ્તા પર બે ગાડીઓ સામસામી ભટકાતાં મોટો અકસ્માત થયો છે. ટ્રાફિક ચાલુ થતાં ત્રણેક કલાક નીકળી જશે. હવે ફરજિયાત આરામ કરવા સિવાય છૂટકો નહોતો. પર્વતના સાંકડા રસ્તા પર અકસ્માત થાય અને ગાડીઓની હાર બેત્રણ માઈલ જેટલી થઈ જાય તો પોલીસની ગાડી ત્યાં પહોંચે કેવી રીતે ? પણ અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ હેલિકૉપ્ટરમાં આવી પહોંચી. અકસ્માતમાં ચાર માણસ ઘાયલ થયા હતા. બંને ગાડી ચલાવનારને ગંભીર ઈજા થઈ હતી. પહેલા ફેરામાં તેઓને નીચે હૉસ્પિટલમાં લઈ જવાયા અને બીજા ફેરામાં બીજા બેને. ત્યાર પછી ભાંગેલી ગાડીઓને એક બાજુ ખસેડીને એક ગાડી જઈ શકે એટલો રસ્તો કરવામાં આવ્યો. બંને બાજુ વારાફરતી થોડી થોડી ગાડીઓ છોડવામાં આવી. સાંજ પડી ગઈ હતી અને ઉજાસ ઓછો થઈ ગયો હતો. અકસ્માતના સ્થળ આગળથી અમારી ગાડી પસાર થઈ. ભયંકર અકસ્માત હતો. ગંભીર રીતે ઘવાયેલા બચશે કે કેમ એ વિશે શંકા હતી. - ધાર્યા કરતાં અમને હોટેલ પર પાછા ફરતાં ચાર કલાકનો વિલંબ થઈ ગયો. અદ્યતન સાધનોવાળો દેશ એટલે સમય ઓછો બગડ્યો. અમને થયું કે સારું કર્યું કે પહેલાં ટાયોગા પહોંચ્યા. રસ્તામાં સમય બગાડ્યો હોત તો યોગા ઘાટ જોવાનો રહી જાત. વળતે દિવસે યોસેમિટીના અનુભવોની વાતો કરતાં કરતાં અમે કુપરટિનો પાછા ફર્યાં. યોસેમિટીનો પ્રવાસ અમારે માટે એક યાદગાર પ્રવાસ બની રહ્યો. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સત્તર માઈલનો સાગરકાંઠો સાગરકાંઠો નિહાળવા માટે શું દાખલ-ફી આપવી પડે ? હા, અમેરિકામાં સત્તર માઇલનો એક સાગરકાંઠો છે જે નિહાળવો હોય તો દાખલ-ફી આપવી જ પડે છે. એવાં નાણાં ખર્ચવાની જરૂર શી ? કારણ કે ત્યાં એવું કશુંક અવનવું જોવા જેવું છે. રોજેરોજ અને શનિ-રવિ તો ખાસ સેંકડો, હજારો માણસો એ સાગરકાંઠો જોવા જાય છે. ત્યાં આખા દિવસની ઉજાણી પણ માણે છે. અંગત માલિકીની એ જાગીર છે અને પ્રવાસીઓ માટે ત્યાં એવી સરસ સુવિધા પણ છે. અમેરિકામાં સાન્ફ્રાન્સિસ્કોમાં અમે હતાં ત્યારે થોડે દૂર આવેલાં બે સ્થળે જવાનું વિચાર્યું હતું. એક તે રહસ્યમય સ્થળ (Mystery Spot) અને બીજું તે સત્તર માઈલનો સાગરકાંઠો (17 MILE DRIVE). દુનિયામાં અમેરિકા એક એવો તગડો દેશ છે કે જેને બે મહાસાગરના લાંબા કિનારાનો લાભ મળ્યો છે : પૂર્વ બાજુ ઍટલાન્ટિક અને પશ્ચિમ બાજુ પેસિફિક. રહસ્યમય સ્થળ જોવા માટે અમે પેસિફિકના કિનારે આવેલા સાન્તાક્રુઝ નામના શહેરમાં ગયા. સાન્તાક્રુઝ નામ સાંભળતા જ મુંબઈનું સાન્તાક્રુઝ યાદ આવે. ‘સાન્તાક્રુઝ’ શબ્દ સ્પેનપોર્ટુગલની ભાષાનો છે. સાન્તાક્રુઝ એટલે સન્તનો (ઈશુ ખ્રિસ્તનો) ક્રૉસ (વધસ્તંભ). સ્પેન અને પોર્ટુગલના ખ્રિસ્તી સાહસિક ધર્મશ્રદ્ધાળુ શોધસફરીઓ ઈસવીસનના ચૌદમા, પંદરમા, સોળમા સૈકામાં દરિયાઈ માર્ગે દુનિયાના ઘણા પ્રદેશોમાં ઘૂમી વળ્યા અને જ્યાં જ્યાં પોતાનાં થાણાં સ્થાપ્યાં અને દેવળ બાંધ્યાં ત્યાં એવાં કેટલાંયે સ્થળોને તેઓએ ‘સાન્તાક્રુઝ’ નામ આપ્યું. સ્પેન-પોર્ટુગલ ઉપરાંત બ્રાઝિલ, આર્જેન્ટિના, ચીલી, બોલિવિયા, મેક્સિકો, પેરુ, ક્યુબા, કેલિફોર્નિયા, આફ્રિકા, ફિલિપાઇન્સ, મુંબઇ વગેરેમાં સાન્તાક્રુઝ આવેલાં છે. અમે ઘરેથી નીકળી સાન્તાક્રુઝ બંદરે મિસ્ટરી સ્પૉટ પહોંચ્યા. સાન્તાક્રુઝમાં ડુંગર પર આ એક એવી જગ્યા છે કે જ્યાં માણસ પોતાનું સમતોલપણું જાળવી શકતો નથી. ગુરુત્વાકર્ષણનો નિયમ ત્યાં કંઈક વાંકો પ્રવર્તતો હોય એમ લાગે છે. સમતોલપણું જાળવવું હોય તો વાંકા ઊભા રહેવું પડે. સમાંતર જગ્યાએ સામસામે થોડે છેટે ઊભેલી બે વ્યક્તિઓ એકબીજાને કદમાં ઊંચીનીચી દેખાય છે. નીચાણમાં ગબડાવેલો દડો ધીમેધીમે પોતાની મેળે પાછો ઊંચો આવે છે. અહીં લાકડાની એક ઢળતી કુટિર બાંધી રા Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન છે કે જેથી માણસ પકડીને વાંકો ઊભો રહી શકે. પકડ્યા વગર વધારે વાર ઊભા રહેવાથી કોઈને ચક્કર પણ આવે છે. વૈજ્ઞાનિકો હજુ સુધી એનું કારણ શોધી શકયા નથી. મિસ્ટરી સ્પૉટનો અનુભવ કરી બીજે દિવસે અમે સત્તર માઈલનો સાગરકાંઠો નિહાળવા ઊપડ્યા. જવા-આવવાના કલાકો સહિત આખા દિવસનો કાર્યક્રમ હતો એટલે અમે ભાથું સાથે બાંધી લીધું હતું. રાજમાર્ગ છોડી અમે મોન્ટેરે દ્વીપકલ્પની દિશા પકડી. દરવાજે પહોંચી પ્રવેશશુલ્ક આપી દાખલ થતાં અમને સચિત્ર નકશો આપવામાં આવ્યો. એમાં જોવા જેવાં એકવીસ કેન્દ્રો બતાવવામાં આવ્યાં હતાં. પાંચ હજાર જેટલા એકરમાં પથરાયેલી આ સાગરતટીય જાગીરમાં કોઈને રાત રોકાવું હોય તો હોટેલ, રેસ્ટોરાંની વ્યવસ્થા છે. અહીં રમતગમતો તથા ગોલ્ફ માટે ક્લબ છે. નૌકાદળ માટે તાલીમકેન્દ્ર છે. મોંઘી લાક્ષણિક વસ્તુઓની ખરીદીના શોખીન સહેલાણીઓ માટે સ્ટોર છે. છત્રી આકારનાં નીચાં ઘટાદાર સાયપ્રસનાં વૃક્ષોનું શીતલ ઉપવન છે. અહીં સમુદ્રકિનારો મુખ્યત્વે ખડકાળ છે. એક સ્થળે રેતીનો સાંકડો તટ છે. ત્યાં કિનારે મોટા મોટા ગોળ પથરાઓ છે. સમુદ્રનાં મોજાંઓના અફળાવાથી ખડકના તૂટેલા પથરાઓ ઘસાઈઘસાઈને ગોળ બની ગયા છે. આ પથરાળ સાગરતટ પરથી જ આ જાગીરની માલિક કંપનીએ પોતાનું નામ PEBBLE BEACH COMPANY રાખ્યું છે. - સત્તર માઈલ ફરવું હોય તો તે ગાડીમાં જ થઈ શકે. એ માટે રસ્તાઓ સરસ છે. દરેક કેન્દ્ર પાસે પાર્કિંગની વ્યવસ્થા છે. અલબત્ત, આ ધનાઢ્ય દેશમાં, પાંચદસ મિનિટ જોવા માટે ઊતરવું હોય તો પાર્કિંગ મેળવવા માટે દસપંદર મિનિટ ક્યારેક ખોટી થવું પડે, પરંતુ સારું એ હતું કે બધાં દર્શનીય કેન્દ્રો ક્રમાનુસાર જોવાનું બંધન નહોતું. અનુકૂળતા પ્રમાણે આગળપાછળ જોઈ શકાય. આ સાગરકાંઠે જોવા જેવું એક દૃશ્ય તે પાણીમાં થોડે આધે આવેલો ટાપુ-ડુંગર છે. એના પર કોઈ વૃક્ષ નથી. કેવળ પથ્થરનો અર્ધ લંબ-વર્તુળાકાર એ ડુંગર છે. એનો રંગ કુદરતી નથી, પણ સીલ, પક્ષીઓ અને દરિયાઈ સિંહ (Sea lion)ના વસવાટથી, આહાર તથા શૌચાદિ ક્રિયાઓથી દૂધિયા જેવો થઈ ગયો છે. એ રંગને લીધે એનું દૃશ્ય એવું વિલક્ષણ લાગે છે કે જો સ્મૃતિમાં સંઘરી રાખ્યું હોય તો ગમે તે ચિત્ર કે ફોટામાં જોતાં જ કહી શકીએ કે આ મોન્ટેરે દ્વીપકલ્પના સમુદ્રનો દ્વીપ છે. ડુંગર ઉપર સીલ વગેરેની અવરજવર, ચીસાચીસ, વારંવાર તેઓની પાણીમાં ડૂબકી, ઉપર ઊડતાં ગલ પક્ષીઓ વગેરે નિહાળવામાં સમય કયાં સરી જાય છે તેની ખબર પડતી નથી. દૂરબીન હોય તો ઓર આનંદ આવે પણ દૂરબીન વગર પાસે જ હરતાંફરતાં દરિયાઈ સિંહ, સીલ વગેરેને જોવાં હોય તો બીજા એક કિનારા પાસે જવું પડે. એની રેતી સ્વચ્છ અને શ્વેત Page #260 -------------------------------------------------------------------------- ________________ સત્તર માઈલનો સાગરકાંઠો ૨૪૦ છે. તટ પર જવાની મનાઈ છે. બાંધેલી પાળી પાસેથી અવલોકન કરી શકાય. દર વર્ષે અનુકૂળ ઋતુમાં કેટલાંયે સીલ, દરિયાઈ સિંહ પોતાનાં બચ્ચાંને ઉછેરવા માટે આ તટ પર આવે છે. બચ્ચાં મોટાં થતાં બધાં જ પાછાં સાગરમાં દૂર ચાલ્યા જાય છે. આ સાગરકાંઠાનું જોવા જેવું બીજું એક સ્થળ તે “પૉઈન્ટ જો' (Point Joe) છે. એની લાક્ષણિકતા એ છે સાગરનાં મોજાંઓ સામસામી બે બાજુથી આવી એકબીજા સાથે જોરથી અથડાય છે. એમના સતત યુદ્ધનો ઘુઘવાટ વાતાવરણને ભરી દે છે. મોજાંઓ નીચે મોટા મોટા અણિયાળા ખડકો છે. એથી આ જગ્યા છેતરામણી બનેલી છે. જૂના વખતમાં દરિયામાંથી આવતાં અજાણ્યાં વહાણોને એમ લાગતું કે વહાણ લાંગરવા માટે આ બંદર જેવી જગ્યા બહુ અનુકૂળ છે. પરંતુ પાસે આવતાં, ઘૂઘવતાં મોજાંઓમાં સમતોલપણું રહે નહિ, વહાણ ખડક સાથે જોરથી ભટકાઈ પડે, ખલાસીઓ પાણીમાં ઊછળી પડે, વહાણ તૂટે અને કેટલાયે ડૂબી જાય. જૂના વખતમાં અહીં આવી જળસમાધિની ઘણી ઘટનાઓ બની છે. આ સાગરકાંઠાને ઓળખવા માટેનું બીજું એક લાક્ષણિક દશ્ય તે એક ઊંચા ખડક પર ઊગેલું છત્રી આકારનું એક માત્ર સાયપ્રસ વૃક્ષ છે. આવા ખડક પર એ એકલુંઅટૂલું ઊગ્યું હશે કેવી રીતે અને ટકી રહ્યું છે શાથી એ વિશે સૌને કુતૂહલ થાય એવું છે. એનું દશ્ય એટલું રમણીય અને નિરાળું છે કે કેટલાયે ચિત્રકારો અહીં બેસીને એનું ચિત્ર દોરે છે. (એના ચિત્ર કે ફોટાનો વ્યાવસાયિક ઉપયોગ કરવા માટે કંપનીએ મનાઈ ફરમાવેલી છે.) આ ખડક પાસે જ સાયપ્રસનાં હજારો વૃક્ષોનું ગાઢ ઉપવન છે. આ ઉપવનને સારી રીતે સાચવવામાં આવ્યું છે. સાયપ્રસનાં વૃક્ષો નજીક નજીક ઊગી શકે છે. એથી છાંયો અને શીતલતા એવાં પ્રેરક બને છે કે કયાંક એકાંતમાં ધ્યાન ધરવા માટે બેસી જવાનું મન થાય. આ ઉપવનમાંથી માત્ર ગાડીમાં પસાર થતાં પણ કોઈ જુદી જ અનુભૂતિ થાય છે. અમે બીજા એક કિનારે ગયા. એનું નામ “સ્પેનિશ બે' રાખવામાં આવ્યું છે. અમેરિકાના આ પશ્ચિમ કિનારે પ્રથમ સ્પેનિશ લોકોએ પોતાનો પગદંડો જમાવેલો. અઢારમા શતકના આરંભ સુધી અહીં સ્થાનિક ‘ઇન્ડિયન' લોકો વસતા હતા. ઈ.સ. ૧૭૯૬માં સ્પેનથી નીકળેલો શોધસફરી જુઆન પોટોલા વહાણમાં પોતાના સાથીદારો સાથે અહીં આવી પહોંચ્યો હતો. અહીં એણે પોતાની છાવણી સ્થાપી અને સ્થાનિક વસ્તીને ખસેડી પોતાનો કબજો જમાવ્યો. વખત જતાં આ વિશાળ જગ્યા વેચાઈ અને આ જાગીરની માલિકી બદલાતી ગઈ. છેલ્લે પેબલ બીચ કંપનીએ આ જગ્યા ખરીદી અને ત્યાં હોટેલ બનાવી અને એનું નામ રાખ્યું ડેલ મોન્ટે. આરંભમાં તો આ જગ્યા ફક્ત હોટેલમાં ઊતરતા સહેલાણીઓ માટે જ મર્યાદિત હતી, પણ ઈ.સ. ૧૮૮૦માં આ જાગીર Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન જાહેર જનતા માટે દાખલ ફી સાથે ખુલ્લી મૂકવામાં આવી. ત્યારે હોટેલ તરફથી કાચા રસ્તા પર ઘોડાગાડીઓમાં પ્રવાસીઓને ફેરવવામાં આવતા. આ સ્થળની પર્યટનકેન્દ્ર તરીકે લોકપ્રિયતા વધતાં પાકા રસ્તાઓ થયા અને બીજી ઘણી સુવિધાઓ થઈ. કંપની માટે કમાણીનું એક મોટું સાધન થયું. જુદાં જુદાં સ્થળોમાં ફરીને અમારા પગ હવે થાક્યા હતા ને પેટની ઉઘરાણી ચાલુ થઈ હતી. સાંજ પડવા આવી હતી. એક રેતાળ મન પથરાળ કિનારે જ્યાં પ્રવાસીઓને માટે પોતાના ઘરનું લાવેલું ખાવા માટે ખુલ્લામાં ડબલ-બાંકડા રાખવામાં આવ્યા હતા ત્યાં અમે પહોંચ્યા. પહેલાં છીછરા પાણીમાં અમે પગ પખાળી આવ્યા. પછી જલધિજલની તરંગલીલા અવલોકતાં અમે બાંકડા પર ગોઠવાયા. આકાશ સ્વચ્છ હતું. જોકે પક્ષીવિહોણું હોવાથી તે અડવું લાગતું હતું, પણ મોટરકારમાંથી અમારા ખાવાના ડબ્બા ટેબલ પર ગોઠવાયા કે થોડી ક્ષણોમાં જ કોણ જાણે ક્યાંથી પક્ષીઓ આવવા લાગ્યાં. નાની કાબર જેવાં કાળાં પક્ષીઓ પણ હતાં અને શ્વેત ગલ પક્ષીઓ પણ હતાં. દરિયાકિનારાની ખિસકોલીઓ આવી અને એથી સહેજ મોટા કદ અને આકારનાં રૂંક (SKUNK) પણ આવ્યાં. અમારા પૌત્ર-પૌત્રી અર્ચિત-અચિરાને તો ખાવા કરતાં ખવરાવવામાં જ વધુ આનંદ પડ્યો. બિસ્કિટ, પાઉં ગાંઠિયા વગેરેનો ટુકડો તેઓ ઊંચે ઉછાળે અને જમીન પર પડતાં પહેલાં કોઈક પક્ષીએ એને ચાંચમાં ઝડપી લીધો હોય. અમારો ભોજનનો કાર્યક્રમ રમતોત્સવ બની ગયો. જેવા ડબ્બાઓ ખાલી થયા અને ગાડીમાં પાછા મૂકવામાં આવ્યા એટલી વારમાં તો પક્ષીઓ અને નાનાં પ્રાણીઓ ક્યાં જતાં રહ્યાં તેની ખબર પણ ન પડી. અમને થયું કે “વાહ! આ લોકોને પણ પોતાના સમયની કેટલી બધી કિંમત હોય છે !' સાગરતટ છોડી અમે રસ્તા પર આવ્યા. થોડે દૂર એક બોર્ડ હતું. થયું કે શી સૂચના લખી છે તે જોઈએ તો ખરા ! પાસે જઈને વાંચ્યું તો તેમાં લખ્યું હતું કે “મહેરબાની કરીને અહીંનાં પશુપક્ષીઓને તમારો ખોરાક ખવડાવશો નહિ. એ ખાવાથી તેઓને એની આદત પડી જાય છે, તેમની તબિયત બગડે છે અને માંદા પડી જલદી મૃત્યુ પામે છે.” અમને દ્વિધા થઈ. આપણે ખવડાવ્યું તે સારું કર્યું કે ખોટું ? પ્રાચીન કાળથી માનવજાત પશુપક્ષીઓને પોતાના માટેનો ખોરાક ખવડાવતી આવી છે. એમાં પ્રેમ અને જીવદયાની ભાવના રહેલી છે. પશુપક્ષીઓનો આહાર કરનારા માંસાહારી પર્યાવરણવાદીઓ પણ હવ મનુષ્યનો ખોરાક કેટલાંક પશુપક્ષીઓને ન ખવડાવવાની હિમાયત કરે છે. એમાં પણ જીવદયાની ભાવના છે. માંસાહારી પ્રજામાં જીવદયાની આટલી પણ જાગૃતિ આવી છે એ એક શુભ નિશાની છે. અલબત્ત, પશુપક્ષીઓ તો મનુષ્ય માટેનો ખોરાક લેતાં જ રહેવાનાં. કેટલાક વ્યસની માણસોને જો પોતાના આરોગ્યની ચિંતા નથી હોતી, તો પશુપક્ષીઓને તો કયાંથી જ હોય ? પણ આપણે નવેસરથી વિચારવું રહ્યું. • Page #262 -------------------------------------------------------------------------- ________________ સત્તર માઈલનો સાગરકાંઠો ૨૪૫ સત્તર માઈલના સાગરકાંઠાનો અનુભવ લઈને અમે પાછા ફર્યાં. બીજે દિવસે સવારે છાપામાં મોટા ફોટા સાથે એક સમાચાર હતા. દહીં (યોગર્ટ) બનાવતી એક કંપનીની કચરામાં પડેલી દહીંની ખાલી ડબ્બીમાં વધેલું દહીં ચાટવા માટે અંદર મોઢું ભરાવ્યા પછી મોઢું પાછું ન નીકળતાં એક સ્ટંક ગૂંગળાઈને મૃત્યુ પામ્યું હતું. જીવદયા પ્રેમીઓમાં ખળભળાટ મચી ગયો. કંપનીએ બીજે જ દિવસે જાહેરાત કરી દીધી કે પોતે દહીંની ડબ્બીની હવે સાઇઝ એવી રાખશે કે જેથી સ્તંક કે ખિસકોલી પોતાનું મોઢું બહાર કાઢી શકે. લોકજાગૃતિની આ ઘણી જ સારી નિશાની ગણાય. જીવદયાની ભાવનાનો વ્યાપ આમ જનતાની કક્ષાએ પાશ્ચાત્ય દેશોમાં વધતો જાય છે એ પણ આશાનું મોટું કિરણ ગણાય ! Page #263 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્વેતાચલના પ્રદેશમાં પર્વતનાં શિખરો પર બરફ પડે અને જામે ત્યારે એની શ્વેત આભા કોઈક વિશિષ્ટ રમણીયતા ધારણ કરે છે. ઉનાળો આવતાં બરફને ઓગળતો અને કયાંક ક્યાંક ધોધરૂપે પડતો જોવાનો પણ આનંદ છે. ફરી પાછાં ભૂખરાં બનતાં શિખરો જાણે આંસુ ન વહાવી રહ્યાં હોય ! ‘અશ્રુપાત’ શબ્દ આવા પ્રપાતો જોઈને વધારે યથાર્થ લાગે. કેટલાંક શિખરો પર બારે માસ હિમ પથરાયેલું હોય છે. હિમાલયનાં ઉત્તુંગ હિમાચ્છાદિત શિખરોની હારમાળા એના યથાર્થ નામનો મહિમા દર્શાવે છે. ઉત્તર અમેરિકામાં ધરતીના પ્રમાણમાં પર્વતો ઓછા છે અને એમાં પણ હિમાચ્છાદિત પર્વતો તો ગણાવવા પડે. ‘અમારે ત્યાં પણ હિમશિખરો છે' એમ બતાવવા માટે જ જાણે માઉન્ટ વૉશિંગ્ટનને 'White Mountain' નામ અપાયું હશે એમ લાગે. ઉત્તરમાં કૅનેડાની સરહદ પાસે આવેલા ન્યૂ હેમ્પશર (New Hampshire - ન્યૂ હેમ્પશાયર) રાજ્યમાં માત્ર ૬૨૮૮ ફૂટની ઊંચાઈ ધરાવતો એ પર્વત અને એની આસપાસના હિમાચ્છાદિત શિખરો – White Mountains - શ્વેતાચલ તરીકે ઓળખાય છે. પ્રમાણમાં પાંખી વસ્તી ધરાવનાર ન્યૂ હેમ્પશરના આ અતિશય ઠંડા પ્રદેશમાં શિયાળામાં પુષ્કળ બરફ પડે છે. ત્યાં વિવિધ પ્રકારની, બરફમાં રમાતી રમતો રમવા સાહસિક ખેલાડીઓ આવી પહોંચે છે અને ઉનાળામાં સહેલગાહ કરવા માટે સહેલાણીઓની મોટરગાડીઓનો ધસારો ચાલુ થઈ જાય છે. વળી ઉનાળામાં આ ડુંગરાળ પ્રદેશમાં વેગથી ધસમસતા શ્વેત પરપોટાવાળાં છીછરાં પાણી(White Water)માં રબરની હોડીમાં બેસી નીચાણ તરફ હડસેલાતા જવાનો (Rafting) સાહસિક રોમાંચક અનુભવ કરવા માટે પણ કેટલાયે આવી પહોંચે છે. એવી હોડીમાં Rafting કરાવનારી ધંધાદારી કંપનીઓ પણ હોય છે. અમેરિકામાં પૂર્વ બાજુ બોસ્ટન પાસે એફ્ટનમાં રહેતા અમારા પુત્રના ઘરે એક ઉનાળામાં અમે પરિવારના સર્વ સભ્યો એકત્ર થયા હતા. એક દિવસ અમારી નાની દોહિત્રી ગાર્ગી અને દોહિત્ર કૈવલ્યે કહ્યું, ‘‘અમિતાભ મામા, હવેની શનિ-રવિની રજામાં તમે અમને કયાં ફરવા લઈ જવાના છો ?'' ‘‘તમારે ક્યાં જવું છે ?'' ‘‘બધા કહે છે કે અહીંથી પાસે વ્હાઇટ માઉન્ટન જવા જેવું છે.'' ‘‘વ્હાઇટ માઉન્ટન ? અરે ત્યાં તો આપણું બીજું ઘર પણ છે. ત્યાં તમને બહુ મઝા આવશે ત્યાં ટી.વી. પણ છે અને તમારે લાયક સાઇક્લ પણ છે. આપણે જરૂર ત્યાં જઈશું.’’ ૨૪૬ Page #264 -------------------------------------------------------------------------- ________________ તાચલના પ્રદેશમાં ૨૪૭ અમને થયું કે અમિતાભે આ બીજું ઘર ક્યારે વસાવ્યું હશે ? આપણને કશી વાત પણ કરી નથી અને એવું બીજું ઘર વસાવવાની જરૂર પણ શી ? પણ અમેરિકાની વાત જુદી છે. આપણા ભારતમાં જો સંપન્ન લોકો હવા ખાવાના સ્થળે બીજું ઘર વસાવતા હોય તે અમેરિકામાં તો એથી પણ વધુ સહેલું છે. ત્યાં તો મનમાં વિચાર થતાં જ ઘર લેવા, વેચવા, બદલવાની બહુ સરળતા છે. એ માટે તરત લોન આપવા બેંક્વાળા જ વધુ ઉતાવળ કરતા હોય છે. કેટલાંક વર્ષ પહેલાં મારા એક વિદ્યાર્થીએ અમેરિકા જઈને વસવાટ ર્યો ત્યારે દિવાળી પ્રસંગે લખેલા કાર્ડની સાથે પોતાના નવા ઘરનો ફોટો મોકલાવ્યો હતો. ઘર બહુ જ સુંદર હતું. એની પ્રગતિ જોઈને હું પ્રસન્ન થયો હતો, પણ ઘરની કિંમત રૂપિયા પંદર લાખ લખેલી એથી મને આશ્ચર્ય થયું હતું કે એક વર્ષમાં પતિપત્નીનો પગાર બે લાખ જેટલો પણ નથી તો પંદર લાખના ઘરના માલિક કેવી રીતે થઈ ગયાં ? જરૂર કંઈક લૉટરી લાગી હરો. પછી મારા કૌતુકભર્યા પ્રશ્નના જવાબમાં એમણે લખેલું કે ઘર તો બેંકના પૈસે લીધેલું છે. વીસ વર્ષે હમ ભરાઈ જતાં તે પોતાની માલિકીનું થઈ જશે. અમેરિકામાં અનેક લોકોનાં ઘર આ રીતે બેંકના પૈસે વસતાં હોય છે. ત્યાં કાયદા એવા સરળ છે અને વ્યવહાર એટલો સીધો અને ઝડપી છે કે બેંકને કે ઘરધણીને બહુ ચિંતા હોતી નથી. માત્ર ઘર જ નહિ, બીજી અનેક વસ્તુઓ હસેથી મળી શકતી હોય છે. અમેરિકામાં રહેતા એક વડીલ કહેતા કે “અમેરિકાની કેટલીક રોનક તો આ ઉધારી પર છે. એના અર્થતંત્રમાં ઉધારીનું યોગદાન મોટું છે.” અલબત્ત, ત્યાં પરસ્પર વિશ્વાસ મોટો હોય છે અને કાયદાઓ એવા સીધા છે કે વિવાદ થાય તો તરત નિકાલ આવે. વ્હાઈટ માઉન્ટનનું ઘર આ રીતે જ લેવાયું હશે એમ અમે માન્યું. એકટનથી વ્હાઈટ માઉન્ટન લગભગ દોઢસો માઈલ દૂર છે. ત્યાં પહોંચતાં લગભગ સાડાત્રણ-ચાર કલાક થાય. બે રાત રોકાવાનું હતું એટલે એ પ્રમાણે કપડાં અમે લીધાં, પણ અમિતાભે કહ્યું, “ત્યાં વૉશિંગ મશીન પણ છે, એટલે વધારે પડતાં કપડાં લેશો નહિ. જરૂર પડે તો ધોઈ શકાશે.” શુક્રવારે સાંજે પાંચેક વાગ્યે બે ગાડીમાં અમે નવ સભ્યોએ ઘરેથી નીકળી ઉત્તર દિશા તરફ જતો ૯૩ નંબરનો હાઈવે પકડ્યો. વચ્ચે આવતાં શહેરો કોન્કોર્ડ, પ્લીમથ, કેપ્ટન, ગુડસ્ટોક વગેરેને અડીને અમે આગળ વધ્યા. હાઈવેની ખાસિયત એ હોય છે કે શહેરોનાં નામ વાંચવા મળે, પણ શહેરો જોવા ન મળે. એ જેવાં હોય તો હાઈવે છોડવો પડે. ડુંગરાળ પ્રદેશમાં કરેલો સમથળ રસ્તો વળાંકો લેતો આગળ વધતો હતો. બંને બાજુ શિયાળામાં થીજેલાં વૃક્ષો હવે પ્રફુલ્લિત બની ગયાં હતાં. થોડે થોડે અંતરે ખળખળ વહેતાં ઝરણાં રસ્તાની આમન્યા રાખીને બાજુમાંથી આગળ વધતાં હતાં. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન ઉનાળો હતો એટલે આકાશ પણ નિરભ્ર હતું. સાંજનો કૂણો તડકો કાળાં ચરમાં ઉતારવા આગ્રહ કરતો હતો. દોઢસો માઈલનું અંતર કાપી અમે લિંકન નામના નાનકડા શહેર પાસે આવી પહોંચ્યા. નિશાની પ્રમાણે વળાંક લઈ શહેરમાં દાખલ થઈ અમે અમારા કૉપ્લેકસમાં, અમારા ઘરમાં દાખલ થયા. ઘર જોતાં જ બંને બાળકો બોલી ઊઠ્યાં, “મામાનું ઘર બહુ જ સરસ છે. " બે માળવાળા ઘરમાં પલંગ, સોફા, ટી.વી., ટેલિફોન, વોશિંગ મશીન, માઈક્રોવેવ, કૂકિંગ રેન્જ, વજન કરવાનો કાંટો વગેરે જોતાં લાગે છે ઘર સરસ વસાવેલું છે. આટલું મોટું બીજું ઘર બેંકની લોન વગર લેવાય જ નહિ. મેં જિજ્ઞાસાથી સહજ પૂછ્યું, “આ ઘર માટે બેંકની કેટલી લોન લીધી છે ?'' પરંતુ અમિતાભે સમિત મૌન સેવ્યું. ફરી મેં કહ્યું, “અહીં હવાખાવાને સ્થળે આવડું મોટું ઘર વસાવ્યું એના કરતાં કાયમનું રહેવાનું ઘર મોટું રાખવું જોઈએને ?” પરંતુ ફરીથી એ જ સસ્મિત મૌન. અમે સ્વચ્છ, શાન્ત, વિશાળ, મનહર સંકુલમાં આંટા માર્યા, છોકરાંઓએ સાઈકલ ફેરવી અને મહિલાવર્ગે રસોઈ કરી લીધી. ઉનાળાના લાંબા દિવસો હતા એટલે અંધારું થવાને વાર હતી. ભોજન પછી બે જણ સ્ટોર્સમાંથી દૂધ, નાસ્તો વગેરે લઈ આવ્યા. થોડી વાર ગપાટા માર્યા, ટી.વી. જોયું અને નિદ્રાધીન થયા. બીજે દિવસે સવારે દસેક વાગ્યે અમે લિંકન શહેરથી કેટલાક માઈલ ઉત્તરે આવેલા નોર્થ કોન્વોય નામના નગરમાં ગયા. હારબંધ જુદા જુદા સ્ટોર્સ હતા. અમેરિકામાં ‘શોપિંગ પ્લાઝા' અથવા “મૉલ' એટલે જાણે મોટું ગામ. પણ અહીં તો એની અવધિ હતી. જાણવા મળ્યું કે ઉનાળો શરૂ થાય એટલે બસોચારસો માઈલ દૂરથી પણ માણસો ગાડી લઈને અહીં આવી પહોચે. શનિ-રવિ વિશેષ. એનું મુખ્ય કારણ એ કે બીજા રાજ્યો કરતાં ન્યૂ હેમ્પશરમાં વસ્તુઓ સસ્તી મળે છે, કારણ કે આ રાજ્યમાં વેચાણવેરો નથી. ખરીદીધેલા અમેરિકનોને અહીંનો ધક્કો વસુલ થયેલો લાગે છે. સ્ટોર્સવાળાઓ પણ પરસ્પર સ્પર્ધામાં વાજબી ઓછા ભાવ રાખીને ઉનાળામાં બાર મહિનાનો વકરો કરી લે છે. અમે આવ્યા હતા તો ફરવાનું પણ સસ્તી વસ્તુઓ જોઈ મન લલચાયું એટલે એમના વકરામાં અમારો પણ હિસ્સો આપ્યો. આખો દિવસ ક્યાં પસાર થઈ ગયો તેની ખબર ન પડી. બીજે દિવસે અમે આસપાસના અન્ય વિસ્તારમાં ફરી લીધું. અહીં પેટ્રોલ પણ સતું અને ગાડી ધોવાનું પણ સસ્તું. અમે પેટ્રોલ ભરાવી લીધું અને સ્વયંસંચાલિત વ્યવસ્થામાં મશીનમાં સિક્કો નાખી, ગાડીમાં કાચ ચડાવી બેઠાં બેઠાં જ ચારે બાજુથી જોરદાર ફુવારાની જેમ છૂટતા પાણી વડે ગાડી પણ ધોવડાવી લીધી. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ એતાચલના પ્રદેશમાં ઘરે આવી, ભોજનાદિથી પરવારી, ઘર વ્યવસ્થિત બંધ કરી અમે એફટન આવવા નીકળ્યા. છોકરાંઓને મામાનું નવું ઘર જોયાનો અને રહેવાનો વિશિષ્ટ આનંદ હતો. લિંકન શહેરમાંથી અમે બહાર નીકળતા હતા. હું ગાડીમાં આગળની બેઠકમાં અમિતાભની બાજુમાં બેઠો હતો. ૯૩ નંબરના હાઈવેની નિશાની આવી, પણ એ બાજુ ન વળતાં ગાડી સીધી ચાલી. મેં તરત ધ્યાન દોર્યું. અમિતાભે કહ્યું, “પહેલાં આપણે અહીં પોસ્ટઑફિસે જવું છે.” “પણ આજે તો બંધ હશે, રવિવાર છે.” આપણે તો માત્ર ટપાલ નાખવાની છે. અર્જન્ટ છે.” અમિતાભે તૈયાર રાખેલું કવર મેં હાથમાં લીધું. જઈને કહ્યું, “આ તો બીજા કોઈના અક્ષર છે. ન્યૂયોર્કનું સરનામું છે. કોણ છે આ ભાઈ ?” “જે ઘરમાં આપણે રહ્યા એના માલિક.” તો મામા, આ ઘર આપણું નથી ?" છોકરાંઓએ તરત પ્રશ્ન કર્યો. રહ્યા ત્યાં સુધી આપણે, હવે નહિ.” છે. અમને બધાને આશ્ચર્ય થયું. વાતનો ખુલાસો કરતાં અમિતાભે કહ્યું, “તમે હાઈટ માઉન્ટન જવાનું કહ્યું એટલે તરત કોમ્યુટરમાં જોયું કે ત્યાં કોણ કોણ ઘર ભાડે આપે છે અને એમાં કેવી કેવી સગવડ છે. એમાં આ ઘર પસંદ પડ્યું. ન્યૂયોર્ક એ ભાઈને તરત ઈ-મેઈલ કર્યો. બીજે દિવસે ટપાલમાં એમની ચાવી આવી પહોંચી. એમાં સૂચનાઓ, શરતો, રસ્તાઓનું માર્ગદર્શન હતું તથા ચાવી પાછી મોકલવા માટેનું અને સાથે એક મોકલવા માટેનું નામ-સરનામાવાળું આ ટિકિટ ચોડેલું કવર હતું. આ કવર અહીંની પોસ્ટઓફિસમાં નાખવાની સૂચના છે અને પોસ્ટઑફિસ ક્યાં આવી એનું માર્ગદર્શન પણ છે.” * પોસ્ટઑફિસમાં કવર નાખી અમે હાઈવે પકડ્યો. જેના આલીશાન મકાનમાં અમે બે દિવસ રહી આવ્યા એણે અમને જોયા નથી કે અમે એમને જોયા નથી. એમના ઘરે રહી આવ્યા એટલે પરસ્પર સંબંધ બંધાયો એવું પણ નહિ. પરસ્પર વિશ્વાસ એ જ સૌથી મોટી વસ્તુ ગણાય. આવો વિશ્વાસ પણ સર્વવ્યાપી બનતો હોય તો ? Page #267 -------------------------------------------------------------------------- ________________ કોરિન્થ વિશ્વમાં પ્રાચીનતમ સંસ્કૃતિ તરીકે ભારતીય સંસ્કૃતિની ગણના થાય છે. અઢીત્રણ હજાર વર્ષ પૂર્વેના શિલ્પસ્થાપત્યાદિ પ્રકારના સાંસ્કૃતિક અવશેષો ભૂમધ્ય સમુદ્રના કિનારાના કેટલાક દેશોમાં જે જોવા મળે છે તેટલા પ્રાચીન અવશેષો ભારતમાં જોવા મળતા નથી. ભૂમધ્ય સમુદ્રના તે દેશની પ્રજાઓએ પથ્થર પાસેથી જે કલાત્મક કામ એ યુગમાં લીધું હતું તે અનન્ય છે. ગ્રીસની પ્રજાએ અઢી-ત્રણ હજાર વર્ષ પહેલાં પોતાનાં કેટલાંક વિશાળ ભવ્ય મંદિરોમાં, હાથે ઘડીને તૈયાર કરેલા દસ-પંદર ફૂટ જેટલા ઊંચા અને તેના પ્રમાણમાં પહોળા, ટનબંધ વજનવાળા સ્તંભો ઊભા કરીને જે બાંધકામ કર્યું હતું તેમાંથી એવા કેટલાયે સ્તંભો એની એ જ જગ્યાએ હજુ અડીખમ ઊભા છે. ધરતીકંપો, વાવાઝોડાંઓ, યુદ્ધો વગેરેની સામે અદ્યાપિપર્યત તે અણનમ રહ્યા છે. શિલ્પસ્થાપત્યની વિદ્યા ત્યારે ગ્રીસમાં કેટલી બધી વિકસી હશે તેનો આપણને ખ્યાલ આવે છે. અમે કેટલાક પ્રવાસીઓ એક ટૂર કંપનીના આયોજન દ્વારા ગ્રીસના પ્રવાસે ગયાં હતાં ત્યારે એથેન્સ પછી કોરિન્થની મુલાકાતનો અમારે માટે કાર્યક્રમ ગોઠવાયો હતો. એથેન્સથી ચા-નાસ્તો કરીને સવારે અમે બસમાં નીકળ્યાં. એથેન્સથી લગભગ સાઠ માઈલ દૂર કોરિW (Corinth – ગ્રીક શબ્દ Korinthos) આવેલું છે. ઉનાળાના દિવસો હતા, પણ સવારનો સમય હતો એટલે વાતાવરણ ખુશનુમા હતું. શહેર છોડતાં પહેલાં અમારી બસ એક સ્થળે ઊભી રહી. ત્યાંથી અમારા ગાઈડ બેસવાના હતા. ગાઈડે દાખલ થઈ બધાંનું સ્વાગત કર્યું. પોતાનો પરિચય આપ્યો. તેઓ નિવૃત્ત સરકારી અમલદાર હતા. માથે વચ્ચે મોટી ટાલ હતી અને આસપાસ ધોળા વાળ હતા તે પરથી તેઓ સિત્તેરે પહોંચવા આવ્યા હશે એમ લાગ્યું. તેમણે પોતાનું નામ કહ્યું પણ તે યાદ રહ્યું નથી. તેમણે કોરિન્થનો પરિચય આપ્યો જે નીચે મુજબ છે : ગ્રીસના પ્રાચીન નગરોમાં એથેન્સ, સ્પાર્ટા, કોરિન્થ, ડેલ્ફી, ઓલિમ્પિયા વગેરેમાં કોરિન્થ સૌથી વધુ જૂનું છે. એથેન્સ કરતાં પણ તે વધુ પ્રાચીન છે. અત્યારે ગ્રીસ એક દેશ છે, પણ તે કાળે એથેન્સ, સ્પાર્ટા, કોરિન્થ વગેરેનાં જુદાં જુદાં નગરરાજ્યો હતાં. એમાં એથેન્સ એના એ જ સ્થળે મોટા નગર તરીકે હજુ પણ વિદ્યમાન રહ્યું છે. પરંતુ સ્માર્ટ અને કોરિન્થ ભગ્નાવશેષ બની ગયાં છે. તેની બાજુમાં નગરો વસ્યાં છે, પણ તે નાનાં અને મહત્ત્વ વિનાનાં છે. ૨૫o Page #268 -------------------------------------------------------------------------- ________________ કોરિન્થ ૨૫૧ બીજા વિશ્વયુદ્ધ પછી કોરિન્થના વિસ્તારમાં ઘણું ખોદકામ થયું છે અને ભગ્ન નગરના બહુ અવશેષો હવે ત્યાં નજરે જોવા મળે છે. કોરિW પાંચ હજાર વર્ષ પહેલાં વસેલું નગર છે. ત્યારથી આજ દિવસ સુધી એનું નામ કોરિન્થ' જ રહ્યું છે. આરંભમાં અમુક જાતિના લોકો ત્યાં આવીને વસ્યા હશે. આ સ્થળની પસંદગીનું મુખ્ય કારણ ત્યારે પાણીનું હતું. જ્યાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે ત્યાં રખડુ જાતિઓ વસવાટ કરતી. કોરિન્થ પાસે ઝરણાંનું પાણી વિપુલ પ્રમાણમાં છે. વળી કોરિન્થ પાસે પર્વત છે. એટલે કિલ્લા જેવું કુદરતી રક્ષણ એને મળી રહેતું. તદુપરાંત થોડા માઈલના અંતરે જ, કોરિન્થની બે બાજુ બે સમુદ્ર છે – કોરિન્થનો અખાત અને સારોનિક અખાત. આ શહેર ઉત્તરોત્તર સમૃદ્ધ થતું ગયું હશે, કારણ કે લગભગ પોણા ત્રણ હજાર વર્ષ પૂર્વે ગ્રીક કવિ હોમરે પોતાના મહાકાવ્યમાં કોરિન્થનો એક સમૃદ્ધ નગર તરીકે ઉલ્લેખ કર્યો છે. ઈસવીસન પૂર્વેના નવમા સૈકામાં ડોરિયન જાતિના લોકોએ કોરિન્થ ઉપર ચડાઈ કરીને તેનો કબજો મેળવ્યો હતો. તે પૂર્વે વિવિધ જાતિની પ્રજાઓએ ત્યાં આવીને વસવાટ કર્યો હતો. કોરિન્થના પ્રાચીન ઈતિહાસની બહુ વિગતો મળતી નથી, પણ જે સંદભ મળે છે તે પરથી એમ મનાય છે કે સિસિફસ કરિન્થનો પ્રથમ રાજા હતો. પાંખવાળો ઊડતો ઘોડો પેગાસસ’ એ એનું સત્તાવાર રાજદ્વારી પ્રતીક હતું. ઈસવીસન પૂર્વે છઠ્ઠા-સાતમા સૈકામાં કોરિન્થનું રાજ્ય વિસ્તાર પામતું ગયું હતું. વેપાર-ઉદ્યોગ અને વહાણવટામાં કોરિન્થ ઘણી પ્રગતિ કરી હતી. માટીનાં મોટાં વાસણો, એના ઉપર ચિત્રકામ, વણાટકામ, ધાતુની ચીજવસ્તુઓ, ઓજારો, યુદ્ધ માટેનાં હથિયારો વગેરે ખોદકામ કરતાં જે મળ્યાં છે તે પરથી જણાય છે કે કોરિળ્યું ત્યારે ઘણી પ્રગતિ કરી હશે. ઈસવીસન પૂર્વે છઠ્ઠા-સાતમા સૈકામાં સાઈસેલસ અને પછી એના પુત્ર પેરિઆન્ડરના શાસનકાળ દરમિયાન કોરિન્થની બહુ જાહોજલાલી હતી. - આ યુગમાં કોરિન્થમાં ગ્રીક સૂર્યદેવતા (તથા સંગીત, સંરક્ષણ અને પવિત્રતાના દેવતા) એપોલોનું મંદિર બંધાયું હતું. એના કેટલાક સ્તંભ આજે પણ ત્યાં જોવા મળે છે. એ વખતે નગરકોટ તરીકે કોરિન્થ બાંધેલી મજબૂત દીવાલ એટલી મોટી અને વિસ્તારવાળી હતી કે એવી મોટી દીવાલ ગ્રીસમાં બીજે ક્યાંય બંધાઈ નહોતી. શિલ્પસ્થાપત્યનું ઘણું સુંદર કામ આ યુગ દરમિયાન થયું હતું. પરંતુ સમૃદ્ધિની ટોચે પહોંચેલાં નગરોનું કેટલીક વાર થાય છે તેવું જ કોરિન્થનું થયું હતું. ઈસવીસનના બીજા સૈકાથી લગભગ દસમા સૈકા સુધી કોરિન્થની જાણે દશા બેઠી હોય એમ બન્યા કર્યું. એથેન્સ સાથે યુદ્ધ થયું, મેસેડોનિયાએ આક્રમણ કર્યું, રોમનોએ ચડાઈ કરી, પર્શિયનોએ લડાઈ કરી, ઓટોમાન તુર્ક લોકોએ સંહાર કર્યો. આમ વિદેશીઓનાં આક્રમણો થયાં, ધરતીકંપો થયા, દુશ્મનોએ આખા Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨પર પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન શહેરને આગ લગાડી અને એ રીતે કોરિન્થ ખેદાનમેદાન થઈ ગયું, ઉજ્જડ બની ગયું હતું. ગાઈડે કોરિન્થ વિશે અમને ઘણી માહિતી આપી. રોમનોના શાસનકાળ દરમિયાન અને પછી તુર્ક લોકોના રાજ્યસમય દરમિયાન કોરિન્થ કેટલોક વખત પ્રાપ્ત કરેલી જાહોજલાલીનો પણ અમને ખ્યાલ આપ્યો. ત્યારે કોરિન્થની એક પચરંગી નગર તરીકે ખ્યાતિ વધી હતી. કોરિન્થ આવતાં પહેલાં અમારી બસ એક સ્થળે ઊભી રહી. અમે સૌ નીચે ઊતર્યા. કોરિન્થની નહેર અમને બતાવવામાં આવી. કોરિન્થનો વિસ્તાર એટલે બે સમુદ્ર વચ્ચેની નાની પટ્ટી (Isthmus) અર્થાત્ સંયોગી ભૂમિ. એક બાજુ કોરિન્થનો અખાત અને બીજી બાજુ સારોનિક સમુદ્ર. બંનેને જોડતી નહેર જો ખોદવામાં આવે તો રોજેરોજ કેટલાંયે વહાણોનું સો માઈલનું ચક્કર બચી જાય, પરંતુ નક્કર પથ્થરમાં નહેર ખોદવાનું સહેલું નહોતું. નહેરનો વિચાર પરિઆન્ડરને આવ્યો હતો. પણ એ શક્ય ન હોવાથી એણે એવી યોજના વિચારી કે એક છેડે વહાણ ઊભાં રહે. એમાંથી માલ ઉતારીને પૈડાંવાળાં વાહનોમાં મૂકવામાં આવે અને બીજે છેડે પહોંચાડવામાં આવે. એ વાહનો સારી રીતે ચાલી શકે એ માટે સપાટ રસ્તો કરવો જોઈએ. પણ એની યોજના સરખી અમલમાં આવી નહિ. ત્યાર પછી રોમનોના શાસનકાળ દરમિયાન સમ્રાટ નીરો ઈટલીથી કોરિન્થ આવ્યો હતો. એની સમક્ષ નહેરની યોજના મૂકવામાં આવી. એ વાત એને ગળે ઊતરી. એણે હુકમ છોડ્યો અને નહેર ખોદવા માટે છ હજાર ગુલામોને કામે લગાડી દેવામાં આવ્યા. પરંતુ એવામાં રોમમાં બળવો થયો એટલે ગુલામોને પાછા બોલાવી લેવામાં આવ્યા. પછીના સૈકાઓમાં નહેરની યોજના ક્યારેય થઈ નહિ. છેવટે ઓગણીસમી સદીમાં નહેર કરવામાં આવી. દરિયાની સપાટી કરતાં જમીનની સપાટી ઘણી જ ઊંચી છે અને પથ્થર એવો નક્કર છે કે નહેર કરતાં ઘણાં વર્ષો લાગ્યા અને ખર્ચ પણ ઘણું થયું હતું. અમે ઉપરથી જોયું તો નહેર બહુ જ સાંકડી, એક નાની સ્ટીમર પસાર થઈ શકે એવડી છે, પરંતુ નીચે ભૂરા પાણીમાં વારાફરતી સરકતી જતી, ઉપરથી નાની દેખાતી સ્ટીમરોનું દશ્ય ગમી જાય એવું હતું. એક બાજુના કોરિન્થના અખાતની વાત કરતાં ગાઈડે કહ્યું કે આ અખાતની રાહ એવી છે કે કોરિન્થની રાજ્યસત્તાનું એની પર સારું વર્ચસ્વ ટકી રહ્યું હતું. ઈ.સ. ૧૫૭૧માં ઓટોમાન તુર્ક અને કોરિન્થ વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે આ અખાતમાં ખેલાયેલા નૌકાયુદ્ધમાં કુલ તેત્રીસ હજાર તુર્ક નૌસૈનિકોને ડુબાડી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી એનો બદલો લેવા તુર્કસ્તાને પણ હજારો ગ્રીક લોકોનો સંહાર કર્યો હતો. કોરિન્થની નહેર જોઈ અમે બસમાં બેઠાં. ગાઈડે કહ્યું, “હવે આપણે કોરિન્થના અવશેષો જોવા જઈશું. ત્યાં ઠીક ઠીક વાર લાગશે અને લંચ માટે તમારે થોડું મોડું થશે. Page #270 -------------------------------------------------------------------------- ________________ કોરિન્જ ૨૫૩ એટલે પહેલાં આપણે અહીં એક સ્ટોરમાં જઈએ છીએ. ત્યાં કૉફી, બિસ્કિટ વગેરે મળે છે અને યાદગીરીની વસ્તુઓ (Souvenir) પણ મળે છે. એ માટે તમને વીસ મિનિટનો સમય આપવામાં આવે છે.’ અમને બધાંને એ સ્ટોરમાં લઈ જવામાં આવ્યાં. પણ અમારામાંથી કોઈ પ્રવાસીએ ન કશું ખાધુંપીધું કે ન કશી ખરીદી કરી. ત્યાં બધું મોંઘુંદાટ હતું એટલે અકારણ ડૉલર ખર્ચી નાખવાનો કોઈનો જીવ ચાલતો નહોતો. યાદગીરી અને શોખની ચીજવસ્તુઓના ભાવ અમારા જેવા ભારતીય પ્રવાસીઓ માટે આસમાની હતા. એટલે સૌએ એનાં દર્શનથી જ સંતોષ માન્યો. સમય થયો એટલે બધા નીકળવાં લાગ્યાં. હું છેલ્લે નીકળતો હતો એવામાં મારું ધ્યાન અમારા ગાઇડ પર પડ્યું. તેઓ કૅશિયર મહિલાના ટેબલ પાસે ઊભા હતા. એમની ભાષામાં શી વાતચીત થતી હશે તે સમજાયું નહિ, પરંતુ કૅશિયરના ટેબલ પર વેચવા માટે મૂકેલાં ચૉકલેટના પેકેટમાંથી ગાઇડે એક ઉપાડ્યું, પણ કૅશિયર મહિલાએ એ તરત છીનવી લઈ પાછું મૂકી દીધું. એ પરથી તેમની વચ્ચે શો સંવાદ થયો હશે તેની અનુમાનથી મેં કલ્પના કરી. કૅશિયરે કહ્યું હશે કે ‘તમારા પ્રવાસીઓમાંથી કોઈએ કશી ખરીદી કરી નથી એટલે તમને કિંમશનરૂપે કશું મળી શકે નહિ.' ગાઇડે કહ્યું હશે, 'કોઈ કશી ખરીદી ન કરે તેમાં હું શું કરું ? તમારા સ્ટોરમાં બધાંને લઈ આવ્યો એ માટે કંઈ નહિ તો ચૉકલેટનું એક પેકેટ તો આપશો કે નહિ ?' એ ગમે તે હોય, પણ ગાઇડના બોલવાનો રણકો પછી કંઈક બદલાયો હતો એ તો સમજનાર જ સમજી શકે. બસમાં બેસી અમે અવશેષોની જગ્યાએ, પ્રાચીન કોરિન્થ નગરના સ્થળે આવી પહોંચ્યાં.' કોરિન્થના અવશેષો ઘણે દૂર સુધી પથરાયેલા પડ્યા હતા. ગાઇડે તડકાથી બચવા માથે ટોપી પહેરી લીધી અને પોતાની પાછળ આવવા બધાં પ્રવાસીઓને જણાવ્યું. પ્રવાસીઓની મોટી મંડળી હોય ત્યારે બધાંને એકસરખો રસ ન હોય. વળી તડકામાં ચાલવાનું હતું, એક સ્થળે ઊભા રહી ગાઇડે સમજાવવું ચાલુ કર્યું. પ્રવાસીઓમાંની બે યુવતીઓ વાતો કરતી ધીમે ધીમે ચાલતી છેલ્લે આવી પહોંચી. એમણે ફરીથી સમજાવવાનો ગાઇડને આગ્રહ કરતાં કહ્યું, ‘હવેથી બધાં આવી જાય પછી સમજાવવાનું તમે ચાલુ કરો.' ગાઇડે કહ્યું, ‘તમે બધાંની સાથે આવી જાવ તો સારું. અહીં જોવાનું ઘણું છે અને ચાલવાનું પણ ઘણું છે.' ગાઇડે ફરીથી બધું સમજાવ્યું. ત્યાંથી અમે બીજે સ્થળે ગયાં. પેલી બે યુવતીઓ આવી નહોતી. બધાંએ ગાઇડને આગ્રહ કર્યો અને ગાઇડે ચાલુ કર્યું. ત્યાં એ યુવતીઓએ આવીને રોષપૂર્વક ગાઇડને ટોકવાનું ચાલુ કર્યું. કેટલાંક પ્રવાસીઓએ એ યુવતીઓને સમજાવવા કોશિશ કરી, પણ એથી તો એ વધુ વીફરી. ગાઇડે કહ્યું, ‘સન્નારીઓ, ગાઇડ સાથે ઝઘડો કરવાથી અંતે તો નુકસાન જ થાય છે.' Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન પરંતુ ગાઈડના વાકયનો શો અર્થ થાય છે તે તેની સમજમાં આવ્યો નહિ. તેઓ બબડતી જ રહી. “અમે નાણાં પૂરાં ખચ્ય છે તો અમારે માટે રાહ કેમ ન જોવી ? અમને બધું સમજવાનો પૂરો હક છે.' આવું મિથ્યાભિમાન એમના વલણમાં દેખાતું હતું. કોઈ પણ પ્રવાસમાં ગાઈડની સાથે સહૃદયતાનો સિદ્ધાન્ત જ વધુ લાભદાયી નીવડે છે. ગાઈડે કેટલું સમજાવ્યું અને કેટલું છોડી દીધું એની અજાણ્યા પ્રવાસીને કેવી રીતે ખબર પડે ? - હવે ગાઈડનો ઉત્સાહ મંદ પડી ગયો હતો. તેઓ એક પછી એક સ્થળે જઈ, બધાં આવી પહોંચે ત્યાં સુધી શાન્તિથી ઊભા રહી, પછી હસતાં હસતાં પૂછે,' હવે ચાલુ કરું ?' પછી એ વિશે ચારપાંચ વાકયો કહી વાત સંકેલી લે. ગાઈડની નવી હસમુખી પદ્ધતિનો અણસાર અમને કેટલાક મિત્રોને આવી ગયો. પેલી યુવતીઓ માંહોમાંહે બોલતી હતી, “જોયું ? આપણે બોલ્યાં તો આટલો ફેર પડ્યો !' અમે પણ માંહોમાંહે વાત કરતા હતા : જોયું ? આપણે ગાઈડ સાથે ઝઘડ્યા એથી આટલો ફેર પડ્યો !' ત્યાર પછી ગાઈડે બજારવિસ્તાર (Agora), કબરો, થિયેટર, એપોલોનું મંદિર વગેરે દૂરથી જ બતાવી દીધાં. પછી તેઓ અમને સંગ્રહસ્થાન (Museum) પાસે લઈ ગયા અને કહ્યું, “આ વિસ્તારમાંથી જે અવશેષો મળ્યા છે તે આ સંગ્રહસ્થાનમાં રાખવામાં આવ્યા છે. તમને પોણા કલાકનો સમય આપવામાં આવે છે. એ અવશેષો જોઈ તમે બસ પર આવી જશે.' અમે સમજી ગયા કે ગાઈડે મ્યુઝિયમમાં આવીને સમજાવવાનું ટાળ્યું. તેઓ એક બાંકડા પર બેઠા. બધાં મ્યુઝિયમમાં દાખલ થયાં. અમે ત્રણેક મિત્રો ગાઈડ પાસે ઊભા રહ્યા અને એમના કાર્યને બિરદાવતાં વચનો કહ્યાં અને જિજ્ઞાસાભર્યા કેટલાક પ્રશ્નો મૃદુતાપૂર્વક પૂછયા, અમારી સાચી જિજ્ઞાસા જોઈ ગાઈડનો ગાઈડ તરીકેનો આત્મા આનંદિત થઈ ગયો. એમણે કહ્યું, 'તમને સાંસ્કૃતિક અવશેષોમાં રસ છે, તો ચાલો, હું તમને કેટલાક વિશિષ્ટ અવશેષો બતાવું.” ગાઈડ અમને થોડે દૂર લઈ ગયા. એક સ્થળે અઢી હજાર વર્ષ પ્રાચીન એવાં સ્નાનાગાર હતાં. પાણી વહી જવા માટેની ભૂગર્ભ નાળ હતી. એક સ્થળે આધુનિક પદ્ધતિ જેવાં શૌચાલય હતાં. ત્યાર પછી હજાર માણસો એકસાથે જાહેર કાર્યક્રમ ખુલ્લામાં નિહાળી શકે એ માટે કેવા પ્રકારની જગ્યા પસંદ કરવામાં આવી હતી તે બતાવ્યું. ગાઈડનું હૃદય જીતવાથી તેઓ કેટલા ખીલી શકે તે અમે પ્રત્યક્ષ અનુભવ્યું. ત્યાર પછી ગાઈડ મ્યુઝિયમમાં અમારી સાથે આવ્યા. ગ્રીક, રોમન, બાયઝેન્ટાઈન વગેરે યુગની ચીજવસ્તુઓ અમને બતાવી અને તેમની લાક્ષણિકતા સમજાવી. કેટલાંક Page #272 -------------------------------------------------------------------------- ________________ કોમ્પિ ૨૫૫ વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય ટોળકી દ્વારા મ્યુઝિયમમાં થયેલી ચોરીમાં ચાલી ગયેલી એક મહત્વની વસ્તુ તે ડાયોનિસિસની મોટી મુખાકૃતિ છે તે પણ અમને કહ્યું. અમારામાંના ઘણાખરા તો પાંચ-દસ મિનિટ મ્યુઝિયમમાં આંટા મારી, આમતેમ ફરીને બસમાં બેસી ગયાં હતાં. ગાઈડના સૌજન્યથી અમને થોડું વિશેષ જોવા જાણવા મળ્યું એનો આનંદ હતો. અલબત્ત, ઘણાંને કશું ગુમાવ્યાની ખબર પણ નહોતી અને ખબર પડે તો અફસોસ થાય એમ નહોતો. આમ પણ આ બધી વાતો કેટલા દિવસ યાદ રહેવાની હતી ? પાંચદસ વર્ષ પછી અમે ગ્રીસમાં કોરિન્થ પણ ગયાં હતાં એટલું પણ કેટલાંકને યાદ ન રહે તો તે સમજી શકાય એવી વાત છે. આ તો પ્રાચીન સાંસ્કૃતિક અવશેષોના અવલોકનની વાત હતી, પરંતુ વ્યવહારુ ડહાપણ તો કહે છે કે પ્રવાસમાં ગાઈડ-ભોમિયા સાથે ઝઘડવાથી લાભ કરતાં નુકસાન જ વધારે થવા સંભવ છે. જૂના વખતની એક કહેવતનું મને સ્મરણ થયું : જંગલે જટ્ટ (જંગલી માણસ) ન છેડીએ, બજારે બકાલ; કસબે તર્ક (મુસલમાન) ન છેડીએ, નિશ્ચય આવે કાળ. આની જેમ જ આપણે કહી શકીએ : પ્રવાસે ભોમિયો ન છેડીએ, નિશ્ચય ચૂકીએ માર્ગ. બધાં આવી જતાં અમારી બસ એથેન્સ તરફ પાછી ફરી. Page #273 -------------------------------------------------------------------------- ________________ એજિયન સમુદ્રના ટાપુઓમાં દુનિયાના કેટલાક દેશોના સાંસ્કૃતિક વિકાસમાં એના મુખ્ય તળપ્રદેશ(Main land)ની જેમ એની આસપાસના એના ટાપુઓનું પણ એટલું જ મહત્ત્વનું કાર્ય રહેલું છે. એવા દેશોમાં ગ્રીસનું સ્થાન મોખરે છે. વળી ગ્રીસની સંસ્કૃતિ પણ એટલી જ પ્રાચીન છે. યુરોપમાં ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા રાષ્ટ્રોમાં સ્પેન, ફ્રાન્સ, ઈટલી, યુગોસ્લાવિયા, આલ્બનિયા, ગ્રીસ, તુર્કસ્તાન વગેરેમાં સૌથી વધુ ટાપુઓ ધરાવતું રાષ્ટ્ર તે ગ્રીસ છે. આમ તો બધો જળવિસ્તાર બૃહદ્ ભૂમધ્ય સમુદ્રનો જ ગણાય, પરંતુ જુદા જુદા કિનારાના પ્રદેશના લોકોએ એને ઓળખવા માટે જુદાં જુદાં નામ પ્રાચીન સમયથી જ આપેલાં છે. ગ્રીક લોકોએ પોતાના એક બાજુના વિશાળ સમુદ્રને એજિયન (Aegean) સમુદ્ર અને બીજી બાજુના સમુદ્રને આયોનિયન (Ionian) સમુદ્રનું નામ આપ્યું છે. આ બંને સમુદ્રમાં પણ પંદરથી વધુ અખાતો છે અને તે દરેકનાં જુદાં જુદાં નામ છે. ખાસ્સા મોટા મોટા એકસોથી વધુ ટાપુ ધરાવનાર એજિયન સમુદ્રનો મહિમા ગ્રીસ માટે ઘણો મોટો છે. આ સમુદ્રની આબોહવામાં જ કોઈક એવું તત્ત્વ છે જે જીવનને ચેતનથી ધબકતું રાખે છે. ત્યાંના બેટોના નીરવ વાતાવરણમાં કવિતા, સંગીત, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા, ધર્મકલા, તત્ત્વજ્ઞાન વગેરે સારી રીતે પાંગરતાં રહ્યાં છે અને ગ્રીસની સંસ્કૃતિના વિકાસમાં અનોખું પ્રદાન કરતાં રહ્યાં છે. એજિયન સમુદ્રના ટાપુઓનો ઇતિહાસ બાદ કરીએ તો ગ્રીસનો સાંસ્કૃતિક ઈતિહાસ અધૂરો રહે. - આ એજિયન સમુદ્રમાં સફર કરવાનો એક સુંદર અવસર અમને કેટલાંક પ્રવાસીમિત્રોને સાંપડ્યો હતો. અમારી સફર તો એક જ દિવસની હતી અને ફક્ત ત્રણ ટાપુઓનું વિહંગાવલોકન જ કરવાનું હતું, પણ એ અનુભવ મારે માટે એટલો સમૃદ્ધ અને સ્મરણીય બની ગયો છે કે એજિયન સમુદ્રનું નામ સાંભળતાં જ હૃદય પ્રફુલ્લિત બની જાય છે. ગ્રીસનો ભવ્ય ભૂતકાળ ચલચિત્રની જેમ નજર સામે તરવરવા લાગે છે. અમારી સ્ટીમરનું નામ પણ એવું જ યથાર્થ હતું : “એજિયન ગ્લોરી' (Aegean Glory). અમે સ્ટીમરમાં સવારે આઠ વાગે દાખલ થયા ત્યારે લાક્ષણિક ગ્રીક પોશાકમાં સુસજ્જ એવા કર્મચારીઓએ અમારું સભાવ સ્વાગત કર્યું. એમના હસતા ચહેરામાં કૃત્રિમતા કે ઔપચારિકતા નહોતી. પ્રવેશદ્વારમાં જ એક યુવક અને એક યુવતી એક પછી ૨૫૬ Page #274 -------------------------------------------------------------------------- ________________ એજિયન સમુદ્રના ટાપુઓમાં એક પ્રવાસીના હાથ પકડીને ઊભા રહે અને ફોટોગ્રાફર ફોટો પાડી લે. સમગ્ર વાતાવરણ એટલું આવકારભર્યું હતું કે આપણને અજાણયું ન લાગે. બે માળ અને ઉપર ડેકવાળી સુદીર્ઘ, સુંદર, સુશોભિત, સુસજ્જ અને સુવિધાયુક્ત સ્ટીમરમાં યથેચ્છ ફરી શકીએ. પાંચસોથી અધિક પ્રવાસીઓમાં દુનિયાના ઘણા દેશોના નાગરિકો હતા, એટલે માઈક ઉપર જાહેરાત ઇંગ્લિશ, ફેન્ચ અને ગ્રીક ભાષામાં થતી હતી. માઈકની વ્યવસ્થા એટલી સરસ હતી કે ગમે ત્યાં હોઈએ, બધું જ સ્પષ્ટ સંભળાય. સમય થયો એટલે સ્ટીમર ઊપડી. મરિના ફિલસવૉસનો કિનારો છોડી ઉત્તરોત્તર વધતી જતી ગતિએ સ્ટીમર સારોનિક અખાતના જળ પર આગળ વધવા લાગી. પ્રવાસીઓને માઈક ઉપર પ્રવાસની રૂપરેખા સમજાવવામાં આવી અને વ્યવસ્થાની માહિતી અપાઈ. એજિયન સમુદ્રના ટાપુઓ વિશે બોલતાં ગાઈડ યુવતીએ કહ્યું કે, ગ્રીસ અને તુર્કસ્તાન વચ્ચેનો વિશાળ સમુદ્ર તે એજિયન સમુદ્ર. હાલ ગ્રીસમાં મુખ્ય ધર્મ તે ખ્રિસ્તી ધર્મ છે અને તુર્કસ્તાનમાં ઈસ્લામ ધર્મ. ગ્રીસની ગણના યુરોપમાં થાય છે અને તુર્કસ્તાનની એશિયામાં. પરંતુ ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ ધર્મનો ઉદય નહોતો થયો તે પૂર્વે યુરોપની એક પ્રાચીન વિકસિત સંસ્કૃતિ તે ગ્રીક સંસ્કૃતિ છે. સાડા ત્રણ હજારથી ચાર હજાર વર્ષ પહેલાંની આ વાત છે. આ સાંસ્કૃતિક વિકાસમાં એજિયન સમુદ્રના ટાપુઓનો ઘણો મોટો ફાળો રહેલો છે. એટલે જ ઈતિહાસકારો એજિયન દ્વીપસમૂહને યુરોપીય સંસ્કૃતિની જનની' તરીકે ઓળખાવે છે.' વળી કહ્યું, ‘એજિયન સમુદ્રમાં કિથનોસ (KITHNOS – કિથનાસ, Osનો આસ ઉચ્ચાર પણ થાય છે), સિરોસ, નાકસોસ, સામોસ, મિલોસ, એન્ડ્રોસ, ટિલોસ, થેરા, ડેલોસ, સિફનોસ વગેરે સો કરતાં વધુ ટાપુઓ આવેલા છે. દક્ષિણે કેટે (અથવા ક્રિટ કે ક્રિટી) નામના વિશાળ ટાપુ સુધી એજિયન સમુદ્રની હદ ગણાય છે. દરેક ટાપુનો પોતાનો ઈતિહાસ છે. દરેકની પોતાની કેટલીક લાક્ષણિકતા છે. આ બધા ટાપુઓમાંથી આજે આપણે માત્ર હાઈડ્રા, પોરોસ અને એજિના એ ત્રણ ટાપુઓની જ મુલાકાત લઈશું. બીજા કેટલાક વિશે થોડીક માહિતી આપીશ.' અમારી સ્ટીમરે હવે એકસરખી ગતિ ધારણ કરી લીધી હતી. કિનારો દેખાતો બંધ થયો હતો. ચારેબાજુ સમુદ્રનાં નીલરંગી પાણી પરથી વહેતો શીતળ વાયુ પ્રસન્નતા પ્રેરતો હતો. સમુદ્રના તરંગો ચિત્તમાં આહલાદના તરંગો જન્માવતા હતા. ગાઈડે બીજી ભાષામાં બોલવાનું ચાલુ કર્યું એટલે એ ઘણાને માટે વિરામરૂપ હતું. અમે કેબિનમાંથી બહાર નીકળી ડેક પર ગયાં. તડકો ચાલુ થઈ ગયો હતો એટલે કેટલાંક પ્રવાસીઓએ સ્ટીમર કંપનીએ ભેટ આપેલી છાજલીવાળી સફેદ ટોપી પહેરી લીધી હતી. સ્ટીમરે કાપેલાં પાણી બેય બાજુ હડસેલાતાં જઈ અનુક્રમે શમી જતાં હતાં. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન ફરી ઇંગ્લિશ ભાષા ચાલુ થતાં ગાઈડ તરફથી વિશેષ માહિતી સાંપડી. ગ્રીસની કેટલીયે મહાન વિભૂતિઓ આ ટાપુઓની રહેવાસી હતી. ઈસવીસન પૂર્વે આશરે આઠમા સૈકામાં થઈ ગયેલા ગ્રીક મહા કવિ હોમર આમાંના એક ટાપુના રહીશ હતા. ‘ઇલિયડ' અને ઑડેસી' જેવાં મહાકાવ્યોનું સર્જન એજિયન વિસ્તારમાં થયું છે. સુપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને તત્વચિંતક પાયથાગોરસ અહીંના એક ટાપુના હતા. મહાન ગ્રીક તત્ત્વવેત્તા એરિસ્ટોટલ અવસાન પામ્યા ત્યારે એમના દેહને અહીં એક ટાપુ પર દફનાવવામાં આવ્યો હતો. મહાન વૈદ્ય હિપોક્રિટિસ તથા સંત જહોન ડિવાઈન આ ટાપુઓમાં થઈ ગયા. સંત પોલ આ ટાપુઓમાં વિચર્યા હતા અને એમણે ઘણે સ્થળે દેવળો બંધાવ્યાં હતાં.' પ્રાચીન ગ્રીક લોકો દેવદેવીઓમાં બહુ શ્રદ્ધા ધરાવતા. સમુદ્રના દેવતા (જળ દેવતા) પૉસિડોન(Poseidon)નાં મંદિરો ઠેર ઠેર છે. તે ધરતીકંપના પણ દેવતા ગણાય છે અને ઘોડાઓના દેવતા પણ ગણાય છે. રોમનોના જળદેવતા નેયૂન (Neptune) અને પૉસિડોન એક મનાય છે. ગ્રીક સૂર્યદેવતા એપોલોનો જન્મ અહીંના ડેલોસ ટાપુ પર થયો હતો. તે સંગીતના, ભવિષ્યવાણીના, શુદ્ધિના, આરોગ્યના અને સંરક્ષણના દેવ તરીકે મનાય છે. લોકો પૉસિડોન અને એપોલોની શ્રદ્ધાપૂર્વક પૂજાભક્તિ કરે છે. તેઓ સમુદ્રદેવતાને વધુ ભજે છે કારણ કે તેઓ માને છે કે આ દ્વિીપસમૂહની જે કંઈ સમૃદ્ધિ છે તે સમુદ્રદેવતાને આભારી છે. રોમન લોકો જેને માતા તરીકે પૂજે છે એ પ્રેમની દેવી વિનસની કલાકૃતિ તરીકે જગવિખ્યાત બનેલી મૂર્તિ અહીંના મિલોસ ટાપુમાંથી નીકળી હતી. એટલે એ વિનસ દ મિલો' તરીકે જાણીતી છે. આ બેટાઈ (Islander) લોકોની જીવનશૈલી કંઈક અનોખી હોય છે. સરખો સૂર્યપ્રકાશ, સરખી હવા, સારું પાણી, સારી વનસ્પતિ વગેરે હોય તો ખેતી, ઢોરઉછેર, વાણિજ્ય, આરોગ્ય ઇત્યાદિ માટે સારો અવકાશ રહે. એથી જીવન સમૃદ્ધ બને છે. આ ટાપુઓના કેટલાયે લોકો જાણે સ્વર્ગીય વાતાવરણમાં રહેતા હોય એવો આનંદ લુંટે છે. આ દ્વીપસ્થ લોકોમાં, વિશેષતઃ પુરુષોમાં જવલ્લે જ કોઈ એવો હોય છે કે જેને તરતાં ન આવડતું હોય. હોડી, વહાણ ચલાવતાં, હલેસાં મારતાં દરેકને આવડે. એ એમની વિશિષ્ટતા છે. ત્રણ હજાર વર્ષ પહેલાં ગ્રીસની પ્રજાએ વહાણવિધામાં નિપુણતા મેળવી હતી. તેઓએ મોટાં મોટાં વહાણો બનાવ્યાં હતાં અને આખો ભૂમધ્ય સમુદ્ર ખૂંદી વળ્યા હતા. સ્પેનમાંથી જે પ્રાચીન ગ્રીક અવશેષો મળ્યા છે તે બતાવે છે કે ત્રણ હજાર વર્ષ પૂર્વે ગ્રીક લોકો ઠેઠ સ્પેન સુધી પોતાનાં વહાણોમાં પહોંચતા હતા. આ બધા ટાપુઓ રહ્યા એટલે સાવ સપાટ તો હોય જ નહિ. કેટલાક તો ઠરી ગયેલા જવાળામુખી છે. એટલે ટાપુમાં સીધા, લાંબા, સપાટ રસ્તા જવલ્લે જ મળે. સાંકડા, ચઢાણવાળા અને વળાંકવાળા રસ્તાઓ હોય. કયાંક ચઢાણ કપરું હોય તો પથ્થરનાં Page #276 -------------------------------------------------------------------------- ________________ એજિયન સમુદ્રના ટાપુઓમાં ૨૫૯ પગથિયાં કરવામાં આવ્યાં હોય. પથ્થરમાંથી ચૂનો મળે એટલે મકાનોને, દેવળોને ચૂનાથી રંગી શ્વેત રાખવાનું તેઓને વધુ ગમે છે. સમૃદ્ધિ વધે એટલે સ્પર્ધા, ઇર્ષ્યા, સંઘર્ષ વધે. આ ટાપુઓ પર વર્ચસ્વ મેળવવા, તેમની સમૃદ્ધિ લૂંટી લેવા ગ્રીસ, ઇટલી, તુર્કસ્તાન વગેરે વચ્ચે વખતોવખત યુદ્ધો થતાં રહ્યાં છે અને ઘણા લોકોનો સંહાર થયો છે. ટાપુઓનો ઇતિહાસ જેમ સુખદ છે તેમ કરુણ પણ છે. અમારી સ્ટીમર હવે હાઇડ્રા બંદરે પહોંચવા આવી. સૂચનાઓ અપાઈ. ઘડિયાળના ટકોરે બંદર પર સ્ટીમરને લાંગરવામાં આવી. પાંચ મિનિટ પણ આઘુંપાછું નહિ. ટાપુ પર ફરવા માટે એક કલાકનો સમય અપાયો. બે વિશાળ દરવાજા ખોલવામાં આવ્યા. કોણે કયા દરવાજામાંથી બહાર નીકળવાનું તે પણ સ્પષ્ટ. નીકળતી વખતે દરેકને પાસ અપાયા કે જેથી કોઈ ફાલતુ માણસો ઇરાદાપૂર્વક કે અજાણતાં ભૂલથી સ્ટીમરમાં ઘૂસી ન જાય. હાઇડ્રા માટે એક કલાકનો સમય ઓછો લાગ્યો. પરંતુ કિનારે એક જ મુખ્ય રસ્તા પર ફરવાનું હતું. સ્ટીમર આવે ત્યારે ભારે અવરજવર, પછી સૂમસામ. દુકાનોમાં શોખની, યાગીરીની ચીજવસ્તુઓ મળે. હાઇડ્રા ટાપુ ક્લાકારના ટાપુ તરીકે ઓળખાય છે. ટેકરીઓથી શોભતો આ રળિયામણો ટાપુ ચિત્રકારોને ગમી જાય એવો છે. કેટલાક ચિત્રકારો અહીં આવીને રહે છે. જૂના વખતમાં અહીં ઓછા લોકો વસતા, કારણ કે કયારેક દરિયાઈ પવન જોરદાર બની જાય છે; કોઈક વાર વાવાઝોડું પણ થાય છે. પરંતુ કેટલાક શ્રીમંત માણસોએ અહીં પાકાં મજબૂત મકાનો બાંધ્યાં છે, જેથી વાવાઝોડાંની બહુ ચિન્તા હવે રહી નથી. હવા ખાવાના એક સુંદર ટાપુ તરીકે તે વિખ્યાત છે. બધાં પ્રવાસીઓ સમય કરતાં વહેલા પાછા આવી ગયાં હતાં. ફરવાનું એટલું નહોતું અને સ્ટીમર ચૂકી જવાનું કોને પોસાય ? નિશ્ચિત સમયે સ્ટીમર ઊપડી પોરોસ ટાપુ તરફ. ફરી સૂચનાઓ ચાલુ થઇ. ફોટોગ્રાફર વ્યકિતગત અને સમૂહગત લાક્ષણિક મુદ્રાવાળા ફોટા પાડતો જતો હતો. એપોલોના ડેલોસ ટાપુ વિશે માહિતી આપતાં ગાઇડે કહ્યું, ‘એક કાળે ડેલોસમાં એપોલોનું ભવ્ય મંદિર હતું. એમાં એપોલોની વિશાળ મૂર્તિ હતી. ડેલોસ બહુ સમૃદ્ધ હતું, એની પવિત્રતા જાળવવા માટે આપણા માન્યામાં ન આવે એવો કાયદો પ્રાચીન કાળમાં થયો હતો. એ કાયદા પ્રમાણે ડેલોસને પ્રસૂતિ અને મૃત્યુ જેવી અશુચિમય ઘટનાથી અભડાવી શકાય નહિ. એટલે એ બે ઉપર ત્યાં પ્રતિબંધ હતો. સગર્ભા સ્ત્રીઓને અને મરણપથારીએ પડેલા વૃદ્ધોને વેળાસર ત્યાંથી ખસેડી બાજુના ટાપુ પર મોકલવામાં આવતાં. આવો વિચિત્ર કાયદો લોકો શ્રદ્ધાપૂર્વક પાળતા. અનેક શ્રીમંત માણસો મોંધી મોઘી ભેટ એપોલોને ધરાવવા માટે દૂર દૂરથી આવતા. એથી ડેલોસ ટાપુ બહુ શ્રીમંત બની ગયો હતો. પરંતુ એક પ્રદેશની સમૃદ્ધિ બીજાથી ખમાય નહિ. દાનત બગડે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન ઈ.સ. પૂર્વે ૮૮ ની સાલમાં પોન્ટસ રાજ્યના રાજાએ મોટા સૈન્ય સાથે ડેલોસ પર ચડાઈ કરી. મંદિર ખંડિત થયું. સમૃદ્ધિ લૂંટાઈ. હજારો નાગરિકોની કતલ થઈ. ડેલોસ ટાપુ લોહીથી ખરડાયો. એની પવિત્રતા નષ્ટ થઈ ગઈ. ટાપુ ઉજ્જડ અને કંગાળ બની ગયો. ફરી ડેલોસ પોતાની અસલ સમૃદ્ધિ અને તેજ કયારેય પ્રાપ્ત ન કરી શક્યો.' ચડતી પડતીની વાત બીજા એક ટાપુ વિશે પણ કહેવામાં આવી. એનું નામ સિફનોસ (Sifnos). પ્રાચીન કાળમાં ત્યાં પ્રજા બહુ ગરીબ હતી. એવામાં એ બેટમાં કેટલીક સોનાની ખાણો મળી આવી. સોનું નીકળતાં લોકો જોતજોતામાં શ્રીમંત બની ગયા. તેઓ ધર્મશ્રદ્ધાળુ હતા. તેમણે નક્કી કર્યું કે ગ્રીસના તળપ્રદેશમાં ડેલ્ફીમાં આવેલા મંદિરમાં સોનાની કોઈ આકર્ષક વસ્તુ બનાવીને ભેટ ધરાવવી. એથી તેઓની સમૃદ્ધિ વધતી ગઈ. એક વખત તેઓ ડેલ્ફીના મંદિરમાં ભેટ ધરાવી સ્તુતિ કરતા હતા ત્યાં દેવવાણી થઈ, 'હે સિફનોસવાસીઓ ! આવતે વર્ષે તમે શાહમૃગના ઈંડા જેટલી મોટી અને સાવ સોનાની આકૃતિ મને ભેટ તરીકે ધરાવજો !” આ દેવવાણી સાંભળી સિફનોસવાસીઓ સ્તબ્ધ થઈ ગયા. તેમને થયું કે દેવને પણ હવે સોનાનો લોભ લાગ્યો છે. બીજી બાજુ તેઓ પણ જાય તેવા નહોતા. તેઓએ માંહોમાંહે મળીને ખાનગી યુક્તિ કરી. તેઓએ ઈંડાના આકારનો આરસના પથ્થર ઘડાવ્યો. એના ઉપર સોનાનો ઢોળ ચડાવ્યો. બીજે વર્ષે પર્વના દિવસે તેઓએ દેવને સોનાનું ઈંડું ભેટ ધરાવ્યું. એ વખતે ફરી દેવવાણી થઈ, હે સિફનોસવાસીઓ ! તમને લોભ વળગ્યો છે. તમે મારી સાથે છેતરપિંડી કરી છે. તમે પથ્થર પર સોનાનો ગિલેટ કરીને લાવ્યા છો એ હું જાણું છું. તમે મારી કસોટીમાંથી પાર ન પડી શક્યા. હું તમને શાપ આપું છું કે હવેથી તમારી સોનાની ખાણો ખલાસ થઈ જશે.' આથી સિફનોસવાસીઓ ગભરાઈ ગયા. બધા ભકતો વચ્ચે તેમની ઇજ્જત ગઈ. પછીથી બન્યું પણ બરાબર શાપ પ્રમાણે. સોનું નીકળતું બંધ થઈ ગયું. થોડા વખતમાં જ તેમની શ્રીમંતાઈ ઘટી ગઈ અને સિફનોસ ટાપુ કાયમને માટે ઝાંખો પડી ગયો. આ ટાપુઓની ભાતભાતની લાક્ષણિકતા હોય છે. અહીં એક ટાપુ એવો છે કે ત્યાંનાં મકાનોમાં દાખલ થવાનો દરવાજો નીચે નહિ પણ બે માળ જેટલે ઊંચે છે. મકાનની ભીંતો નક્કર, મજબૂત છે. મકાનમાં જવા માટે લાકડાની છૂટી નિસરણી રાખવામાં આવે છે. કોઈકને પ્રશ્ન થાય કે ઘરમાં જવા માટે આટલી ઊંચી નિસરણી શા માટે ? રોજેરોજ બહાર જવા-આવવામાં કેટલી બધી તકલીફ પડે ? વળી ઘરમાં દાખલ થવાનો દરવાજો પણ એટલો નાનો કે વાંકા વળ્યા વગર દાખલ ન થઈ શકાય. પણ ઘર બાંધનારાઓને લાગ્યું હશે કે આટલી તકલીફ ઉઠાવવી સારી. જૂના વખતમાં દરિયાઈ ચાંચિયાઓ જેમ મધ દરિયે વહાણો લૂંટી લેતા તેમ નાના ટાપુઓ પર જઈ લોકોને પણ Page #278 -------------------------------------------------------------------------- ________________ એજિયન સમુદ્રના ટાપુઓમાં ૨૬૧ લૂંટી લેતા. ઘરવખરી પણ ઉપાડી જતા. સ્ત્રીઓ પર બળાત્કાર કરતા. આનો ઉપાય શો કરવો ? લોકોએ સ્વરક્ષણનો રસ્તો શોધી કાઢ્યો. દરિયામાં ચાંચિયાનું વહાણ આવતું દેખાય એટલે નિયત કરેલો નિરીક્ષક જોરથી ઘંટ વગાડે. ખેતરોમાં અને અન્યત્ર કામ કરતા બધા માણસો તરત પોતપોતાના ઘરમાં ચડી જાય અને નિસરણીઓ ઘરની અંદર ખસેડી લેવાય. ચાંચિયાઓ આવે, આટલી ઊંચી દીવાલ ચડી ન શકે. તેઓ ફાવે નહિ એટલે નિરાશ થઈ ચાલ્યા જાય, કદાચ કોઈ તોફાન મચાવે તો ઉપરથી ધગધગતી વસ્તુઓ ફેંકાય. આ વાત સાંભળતાં લાગ્યું કે દરેક પ્રજામાં સ્વરક્ષણ માટે પોતાના વૈયક્તિક ઉપાયો શોધી કાઢવાની કુનેહ રહેલી છે. અમારી સ્ટીમર પોરોસ બંદરે પહોંચી. અમને એક કલાકનો સમય અપાયો. પોરોસ ટાપુની લાક્ષણિકતા એ છે કે તે તળ ભૂમિની સાવ નજીક આવેલો છે. દરિયાની સાવ સાંકડી પટ્ટી વચ્ચેથી પસાર થાય છે. આપણે સ્ટીમરમાં બેઠાં હોઈએ, બેધ્યાન હોઈએ અને કોઈએ કહ્યું ન હોય કે અહીં સાંકડી સામુદ્રધુની છે તો એવો ભ્રમ થાય કે આપણી સ્ટીમર રસ્તા પર તો નથી ચાલતી ને ? સામુદ્રધુનીની બંને બાજુ બે નાની નાની ટેકરીઓ પર નગર વસ્યાં છે. એકનું નામ પોરોસ અને બીજાનું નામ મેલાટા. ખેતી અને ઢોરઉછેર તેમનો મુખ્ય વ્યવસાય છે. લીંબુ, ઓલિવ વગેરેનાં વૃક્ષો અહીં સારાં થાય છે. અહીં મોટરકાર જેવાં વાહનો નથી. પગે ચાલીને જ બધે જવાનું.' કિનારા પરના રસ્તા પર લટાર મારી અમે પાછા સ્ટીમરમાં પહોંચી ગયા. હવે અમારી સ્ટીમરે એજિના ટાપુ તરફ પ્રયાણ કર્યું. ભોજનનો સમય થયો એટલે એ માટે સૂચના અપાઈ. જુદા જુદા જૂથના જુદા જુદા નંબર પ્રમાણે દરેકે ભોજન માટે જવાનું હતું. બધું એવું વ્યવસ્થિત કે વિલંબ થાય નહિ અને સર્વને સંતોષ થાય. ભોજન પછી જેઓને ઝોકું ખાવું હોય તેમને માટે એક ખંડમાં સોફા અને આરામખુરશીની સગવડ હતી. કેટલાકે એનો લાભ લેવો ચાલુ કર્યો. બીજાં કેટલાંક આમતેમ, ઉપરનીચે ફરતાં હતાં. ફોટોગ્રાફર જાગતાં અને ઊંઘતાં એવા ઘણાંને કેમેરામાં ઝડપી લેતો હતો. ભોજનના વિરામ પછી લોકસંગીત અને લોકનૃત્યનો કાર્યક્રમ શરૂ થયો. ઉપરની કેબિનમાં હોલની જેમ ખુરશીઓ ગોઠવાઈ ગઈ. તેમ છતાં કેટલાંકને ઊભા રહેવું પડ્યું. અમારામાંના કેટલાંકે અંદર જગ્યા મેળવી લીધી. મેં ઊભાં ઊભાં એમનાં સંગીતનૃત્યની લાક્ષણિકતાનો પરિચય કરી લીધો. બે ગીત સાંભળ્યા પછી હું બહાર આવ્યો. મારે માટે સમુદ્રદર્શન પણ એટલું જ આહલાદક હતું. એજિયન સમુદ્રની તડકાવાળી આબોહવા મને તો ભારતની આબોહવાને મળતી લાગી. પ્રાચીન સમયમાં આવી અનુકૂળ હવામાં જ જીવન સારી રીતે પાંગરી શકતું અને પ્રજાનો સાંસ્કૃતિક વિકાસ થતો. બહાર ડેક પર મારી જેમ બીજાં પણ કેટલાંક પ્રવાસીઓ બેઠાં હતાં. પાસે બેઠેલા Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન એક વડીલ સદગૃહસ્થનો પરિચય થયો. તેઓ ગ્રીસના જ વતની હતા. પહેલાં એક ટાપુમાં રહેતા હતા. હવે એથેન્સમાં રહે છે. કોઈ કોઈ વખત સમુદ્રમાં અને ટાપુઓમાં ઘૂમવાનું મન થાય તો આવી રીતે પ્રવાસમાં જોડાઈ જાય છે. એમની સાથે ટાપુઓના જીવન વિશે વાતો થતાં કેટલીક રસિક બાબતો જાણવા મળી. આ સમુદ્રના દ્વીપી (Islander) લોકોને બિલાડી પાળવાનો શોખ ઘણો છે. તેઓ એને શુકનવંતી માને છે. કેટલાક પાદરીઓ બિલાડીઓ રાખે છે. એક ટાપુમાં એવો વિચિત્ર નિયમ છે કે પાળેલાં પશુપક્ષીઓમાં ફક્ત બિલાડીની જ વસ્તી વધવી જોઈએ. એટલે બિલાડી સિવાય બીજાં કોઈ માદા પશુપક્ષી એ ટાપુ પર લાવી શકાય નહિ. છેલ્લાં એક હજાર વર્ષથી આ નિયમ પળાતો આવ્યો છે. પશુપક્ષી વિશે વાત નીકળતાં બીજા એક ટાપુની રસિક ઘટના એમણે કહી. આ સમુદ્રમાં મિકોનોસ નામનો એક નાનો ટાપુ છે. ઈ.સ. ૧૯૫૦માં ત્યાં એવી એક ઘટના બની કે એક પેલિકન પક્ષી વાવાઝોડાથી બચવા માટે ઊડતું ઊડતું આ ટાપુ પર આવી પહોંચ્યું. આવું નવી જાતનું પક્ષી જોઈ લોકો બહુ રાજી થઈ ગયા. લોકોએ એને ભાવતું ખવડાવી-પિવડાવીને એવું સાચવ્યું કે દિવસે ઊડીને એ ગમે ત્યારે આસપાસ જાય પણ સાંજે તો ટાપુ પર જ હોય, પોતાના પ્રદેશમાં એ પાછું ગયું નહિ. લોકોએ એનું નામ પાડ્યું “પેટ્રોસ'. પેટ્રોસ એટલું બધું લાડકું બની ગયું કે બહારના કોઈ અતિથિ કે પ્રવાસી આવે તો લોકો એમને પેટ્રોસ બતાવે. એક દિવસ પેટ્રોસ ઊડીને ગયું, પણ સાંજે પાછું આવ્યું નહિ. ચારે બાજુના ટાપુઓમાં તપાસ થઈ. ખબર પડી કે પાસેના ટિનોસ ટાપુમાં એ ગયું હતું ત્યારે લોકોએ એને પકડીને એનાં થોડાં પીંછાં કાઢી નાખ્યાં કે જેથી એ બહુ ઊડી ન શકે. આથી મિકોનોસના યુવાનો રોષે ભરાયા. ટિનોસ પર સશસ્ત્ર આક્રમણ કરી પક્ષીને પાછું મેળવવા એમણે તૈયારી કરી. એ વાતની ખબર પડતાં ટિનોસના મેયરે પોતાના દ્વીપવાસીઓ સાથે મસલત કરીને નિર્ણય કર્યો કે હારીને પક્ષી પાછું આપવું અને કાયમની દુશ્મનાવટ વહોરવી એના કરતાં બહુમાનપૂર્વક પક્ષી પાછું આપી દેવું. તેમણે મિકોનોસવાસીઓને એની જાણ કરી દીધી અને પક્ષીને લઈને વહાણમાં આવી પહોંચ્યા. એથી આનંદિત થયેલા મિકોનોસવાસીઓ બંદર પર એકત્ર થઈ, ઢોલનગારાં સાથે વાજતેગાજતે પેટ્રોસને નગરપ્રવેશ – દ્વિીપપ્રવેશ કરાવ્યો. પેટ્રોસ સાથે લોકોને એટલી બધી આત્મીયતા થઈ કે તેઓને લાગ્યું કે પેટ્રોસ મોટો થયો છે માટે એનાં લગ્ન કરાવવા જોઈએ. લોકો તપાસ કરીને એક માદા પેલિકનને લઈ આવ્યા. એની સાથે પેટ્રોલનાં ધામધૂમથી લગ્ન કરાવ્યાં. સમગ્ર મિકોનોસમાં લગ્નોત્સવ ઊજવાયો. પરંતુ માણસોમાં બને છે એવું પશુપક્ષીઓમાં પણ બને છે. પેટ્રોલ અને એની પત્ની વચ્ચે કેટલોક વખત સારો પ્રેમસંબંધ રહ્યો. પછી કોણ જાણે શું થયું તે Page #280 -------------------------------------------------------------------------- ________________ એજિયન સમુદ્રના ટાપુઓમાં ૨૬૩ પેટ્રોસ રિસાઈ ગયો. માદાએ અને મનાવવા બહુ દિવસ પ્રયત્નો કર્યા, પણ પેટ્રોસ એની સામે જુએ પણ નહિ. આથી આઘાત લાગતાં માદાએ પેટ્રોસ આગળ જ આપઘાત કર્યો. કેવી રીતે ? ઊંચે ઊડી એ જમીન પર ત્રણ વાર વેગથી પટકાઈ. એથી એની ચાંચ તૂટી ગઈ. એનું માથું ભાંગી ગયું. આ રીતે માદાએ પોતાના જીવનનો અંત આણ્યો, એથી પેટ્રોસ દુ:ખી થયો અને એ પણ ઝાઝું જીવ્યો નહિ. પેટ્રોલ પક્ષીની આ વાત સાંભળી પક્ષીઓમાં પણ રહેલી માનવસહજ તીવ્ર સંવેદનશીલતાનો ખ્યાલ આવ્યા. વાતોમાં સમય કયાં પસાર થઈ ગયો તેની ખબર ના રહી. જાહેરાત થઈ અને થોડી વારમાં એજિના ટાપુ પર અમે આવી પહોંચ્યાં. અમારી સ્ટીમર હલ્વે સારોનિક અખાતમાં પ્રવેશી ચૂકી હતી. સ્ટીમરમાંથી નીકળીને અમે બંદર પર પહોંચ્યાં. એજિના ટાપુ પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વનો છે. ૮૫ ચોરસ કિલોમીટરના પ્રદેશવાળો અને બાર હજારની વસ્તી ધરાવતો, સારોનિક અખાતનો આ મોટામાં મોટો ટાપુ ઓછા સમયમાં પગે ચાલીને જોઈ શકાય નહિ. એ માટે બસની ટૂર લેવી જ પડે. અમે ટિકિટિ લઈ એમાં જોડાયા અને બધે ફરી વળ્યા. એજિનામાં એક ટેકરી પર લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે, એટલે કે ઈ.સ. પૂર્વે ૪૦માં બંધાયેલું અફાઈયા (Aphaia) દેવીનું મંદિર છે. તે એથેન્સના પાર્થેનોન (Parthenon) કરતાં પણ વહેલું બંધાયું હતું. ગ્રીક સ્થાપત્યકલા અને શિલ્પકલા ત્યારે કેટલી ઉચ્ચ કોટિએ પહોંચી હતી એની પ્રતીતિ એ કરાવે છે. એ મંદિરના ૩ર ઊંચા મોટા સ્તંભમાંથી ૨૨ જેટલા સ્તંભ હજુ પણ જેમ હતા તેમ છે. એ જોતાં જ મંદિરની ભવ્યતાનો ખ્યાલ આવે છે. વળી આશ્ચર્યની વાત એ છે કે ઊંચાઈ પર બાંધવામાં આવેલાં ત્રણ ગ્રીક પ્રાચીન મંદિરો (એથેન્સનું પ્રાર્થનાન, એજિનાનું એસાઈયા મંદિર અને સોયુનિયન ભૂશિરનું પૉલિડોનનું મંદિર) ત્રિકોણાકારે બરાબર સમાન્તરે છે. એ બતાવે છે કે આ વિદ્યા તેમની પાસે કેટલી ચોક્કસાઈભરેલી હતી. જ્યારે હવામાન અત્યંત સ્વચ્છ હોય છે ત્યારે એ મંદિરો અહીંથી દેખાય છે. એજિનો ટાપુમાં બીજું એક ઐતિહાસિક સ્થળ તે સંત એજિયો નેકારિઓસની મોનેસ્ટરી (મઠ) છે. સંત ત્યાં બાવીસ વર્ષ રહ્યા હતા, એમની પાસે માંદા માણસને સાજા કરવાની શક્તિ હતી. એથી જ ઈ.સ. ૧૯૨૧માં એમના સ્વર્ગવાસ પછી એમને સંતનું બિરુદ આપવામાં આવ્યું હતું. એજિના ટાપુ પર ઠેર ઠેર પિસ્તાનાં વૃક્ષો હતાં. પિસ્તાનાં ઝૂમખાંથી લચી પડતાં મધ્યમ કદનાં હારબં વૃક્ષોથી એજિના વધુ સોહામણો લાગતો હતો. આ વૃક્ષો માટે Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ પાસપૉર્ટની પાંખે ઉત્તરાલેખન તડકો અનિવાર્ય છે. અહીંની જમીન અને આબોહવા પણ એ માટે અનુકૂળ છે. એન્જિના પિસ્તાં માટે પ્રખ્યાત છે. બસમાં અમે ફરતાં હતાં ત્યારે જુદા જુદા અંતરે આવતાં નાનાં નાનાં ખ્રિસ્તી દેવળો બતાવીને ગાઇડે કહ્યું, ‘જૂના વખતનાં ખાલી પડેલાં આવાં ૩૮ દેવળો આ ટાપુ પર છે.’ ‘આટલો નાનો ટાપુ અને આટલાં બધાં દેવળો ? ખ્રિસ્તી ધર્મમાં આટલા બધા ફાંટા છે ?' કોઈક પ્રશ્ન કર્યો. - ‘હાલ ૩૮ દેવળ અસ્તિત્વમાં છે. બંધાયાં હતાં ત્યારે તો કુલ ૩૬૫ દેવળ હતાં.’ ગાઈડે કહ્યું. બાપ રે ! તો તો લોકોમાં ધર્મના બહુ ઝઘડા થતા હશે ! દરેક કુટુંબનું પોતાનું. જુદું દેવળ હશે !' કોઈકે કહ્યું. ‘અમારે ત્યાં ભારતમાં ભગવાન મહાવીરના વખતમાં ૩૬૩ પંથ હતા. એ બધાના એક એક પ્રતિનિધિએ અહીં પુનર્ અવતાર તો નહિ ધારણ કર્યો હોય ને ?' મેં મજાકમાં કહ્યું. ગાઇડે ખુલાસો કરતાં કહ્યું, ‘ના, ત્યારે અહીં કોઈ વાડા કે પંથ નહોતા. બધા એક જ હતા. વસ્તી બહુ ઓછી અને જીવન એકવિધ હતું. એટલે એમાં વૈવિધ્ય આણવા માટે લોકોએ એક નવો નુસખો શોધી કાઢ્યો. રોજ નવા દેવળમાં પ્રાર્થના કરવી. આખું વર્ષ આ રીતે ચાલે. માટે નંબર પ્રમાણે ૩૬૫ દેવળ કર્યાં. દેવળો નાનાં નાનાં અને પાસે પાસે. દરેક દેવળનો પાછો બીજા વરસે નંબર લાગે, પણ સાફસૂફી રોજેરોજ થાય. બધાંએ જવાબદારી વહેંચી લીધેલી.' એજિનાનો આ નુસખો મને બહુ ગમી ગયો. ટાપુનાં દર્શન કરી અમે પાછા સ્ટીમરમાં બેઠાં. હવે પ્રયાણ થયું એથેન્સ તરફ. ફોટા માટે સૂચના અપાઈ કે ‘બોર્ડ પર બધા ફોટા મૂકવામાં આવ્યા છે. જેમને ખરીદવા હોય તે ખરીદી શકે છે. ખરીદવાનું બંધન નથી.' અમે અમારા કેટલાક ફોટા ખરીદ્યા. સમયસર અમે એથેન્સ આવી પહોંચ્યાં. ભૂતકાળને તાદશ કરી આપનારો આ રસિક, સમૃદ્ધ અનુભવ વારંવાર વાગોળવા જેવો બની ગયો. Page #282 -------------------------------------------------------------------------- ________________ પાસપૉiી પોતે ech n4], ESCRIPTION विवरण 344003 PHOTOGRAPH OF) BEARER. वाहक का फोटो Werft Wife Runodzic ANES COMIS CUSTO anada COUVE IMMIGO R.C. shah -રમણલાલ ચ.શાહ