________________
સત્તર માઈલનો સાગરકાંઠો
૨૪૦ છે. તટ પર જવાની મનાઈ છે. બાંધેલી પાળી પાસેથી અવલોકન કરી શકાય. દર વર્ષે અનુકૂળ ઋતુમાં કેટલાંયે સીલ, દરિયાઈ સિંહ પોતાનાં બચ્ચાંને ઉછેરવા માટે આ તટ પર આવે છે. બચ્ચાં મોટાં થતાં બધાં જ પાછાં સાગરમાં દૂર ચાલ્યા જાય છે.
આ સાગરકાંઠાનું જોવા જેવું બીજું એક સ્થળ તે “પૉઈન્ટ જો' (Point Joe) છે. એની લાક્ષણિકતા એ છે સાગરનાં મોજાંઓ સામસામી બે બાજુથી આવી એકબીજા સાથે જોરથી અથડાય છે. એમના સતત યુદ્ધનો ઘુઘવાટ વાતાવરણને ભરી દે છે. મોજાંઓ નીચે મોટા મોટા અણિયાળા ખડકો છે. એથી આ જગ્યા છેતરામણી બનેલી છે. જૂના વખતમાં દરિયામાંથી આવતાં અજાણ્યાં વહાણોને એમ લાગતું કે વહાણ લાંગરવા માટે આ બંદર જેવી જગ્યા બહુ અનુકૂળ છે. પરંતુ પાસે આવતાં, ઘૂઘવતાં મોજાંઓમાં સમતોલપણું રહે નહિ, વહાણ ખડક સાથે જોરથી ભટકાઈ પડે, ખલાસીઓ પાણીમાં ઊછળી પડે, વહાણ તૂટે અને કેટલાયે ડૂબી જાય. જૂના વખતમાં અહીં આવી જળસમાધિની ઘણી ઘટનાઓ બની છે.
આ સાગરકાંઠાને ઓળખવા માટેનું બીજું એક લાક્ષણિક દશ્ય તે એક ઊંચા ખડક પર ઊગેલું છત્રી આકારનું એક માત્ર સાયપ્રસ વૃક્ષ છે. આવા ખડક પર એ એકલુંઅટૂલું ઊગ્યું હશે કેવી રીતે અને ટકી રહ્યું છે શાથી એ વિશે સૌને કુતૂહલ થાય એવું છે. એનું દશ્ય એટલું રમણીય અને નિરાળું છે કે કેટલાયે ચિત્રકારો અહીં બેસીને એનું ચિત્ર દોરે છે. (એના ચિત્ર કે ફોટાનો વ્યાવસાયિક ઉપયોગ કરવા માટે કંપનીએ મનાઈ ફરમાવેલી છે.)
આ ખડક પાસે જ સાયપ્રસનાં હજારો વૃક્ષોનું ગાઢ ઉપવન છે. આ ઉપવનને સારી રીતે સાચવવામાં આવ્યું છે. સાયપ્રસનાં વૃક્ષો નજીક નજીક ઊગી શકે છે. એથી છાંયો અને શીતલતા એવાં પ્રેરક બને છે કે કયાંક એકાંતમાં ધ્યાન ધરવા માટે બેસી જવાનું મન થાય. આ ઉપવનમાંથી માત્ર ગાડીમાં પસાર થતાં પણ કોઈ જુદી જ અનુભૂતિ થાય છે.
અમે બીજા એક કિનારે ગયા. એનું નામ “સ્પેનિશ બે' રાખવામાં આવ્યું છે. અમેરિકાના આ પશ્ચિમ કિનારે પ્રથમ સ્પેનિશ લોકોએ પોતાનો પગદંડો જમાવેલો. અઢારમા શતકના આરંભ સુધી અહીં સ્થાનિક ‘ઇન્ડિયન' લોકો વસતા હતા. ઈ.સ. ૧૭૯૬માં સ્પેનથી નીકળેલો શોધસફરી જુઆન પોટોલા વહાણમાં પોતાના સાથીદારો સાથે અહીં આવી પહોંચ્યો હતો. અહીં એણે પોતાની છાવણી સ્થાપી અને સ્થાનિક વસ્તીને ખસેડી પોતાનો કબજો જમાવ્યો. વખત જતાં આ વિશાળ જગ્યા વેચાઈ અને આ જાગીરની માલિકી બદલાતી ગઈ. છેલ્લે પેબલ બીચ કંપનીએ આ જગ્યા ખરીદી અને ત્યાં હોટેલ બનાવી અને એનું નામ રાખ્યું ડેલ મોન્ટે. આરંભમાં તો આ જગ્યા ફક્ત હોટેલમાં ઊતરતા સહેલાણીઓ માટે જ મર્યાદિત હતી, પણ ઈ.સ. ૧૮૮૦માં આ જાગીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org