________________
માઉન્ટ આબુન
૪૯ સોચી કોકેસસ પર્વતની તળેટીમાં અને કાળા સમુદ્રના કિનારે આવેલું ઐતિહાસિક સ્થળ છે. અહીં બનાવાજિનસ્કોયે' નામનો કિલ્લો છે. એની સ્થાપના ઈ.સ. ૧૮૯૬માં થયેલી. સોવિયેટ યુનિયનની રચના પછી ૧૯૩૦ થી ૧૯૫૦ના ગાળામાં સોચીનો ઘણો વિકાસ થયો. અહીં ચાના બગીચા છે; તમાકુનાં ખેતરો છે અને ફળની વાડીઓ છે. અહીં ગરમ પાણીના ઝરા છે. પર્વતમાંથી વહેતાં ઝરણાંઓનું અહીંનું ક્ષારવાળું પાણી તબિયત માટે સારું ગણાય છે. એટલે જ અહીં હવાફેર અને આરોગ્ય માટે ઘણાં સૅનેટોરિયમ છે. અહીં તડકો ઠીક ઠીક પડે છે. એટલે આ વિસ્તારની હવા પણ આરોગ્ય માટે વખણાય છે.
સોચીની વસ્તી સાડા ત્રણ લાખની છે. પણ અહીં ઉનાળાના દિવસોમાં સમગ્ર સોવિયેટ યુનિયનમાંથી રોજેરોજ હજારો પ્રવાસીઓ આવે છે. જેઓને ડૉક્ટરે ભલામણ લખી આપી હોય તેઓ આવી શકે છે. અહીં હારબંધ ઘણાં બધાં જબરજસ્ત મોટાં મોટાં સેનેટોરિયમ છે. દર્દીઓને સામાન્ય રીતે વધુમાં વધુ એક મહિનો રહેવા દેવામાં આવે છે. દરેક પાસે ડૉક્ટરનું સર્ટિફિકેટ ઉપરાંત પોતાના ટ્રેડયુનિયનની ચિઠ્ઠી હોવી જરૂરી છે. બધા તારીખ પ્રમાણે આવે અને તારીખ પ્રમાણે જાય. અહીં બધું જ વ્યવસ્થિત હોય છે. ઉનાળામાં અમુક વખતે જ્યારે સૌથી વધુ લોકો હવાફેર માટે આવ્યા હોય ત્યારે સોચીની વસ્તી વધીને વીસ લાખે પહોંચી જાય છે. બહારગામના પ્રવાસીઓની બસોની આવન-જાવન ત્યારે આખો દિવસ સતત ચાલ્યા કરે.
અમારી હોટેલ શહેરના એક છેડે હતી. હોટેલમાં જઈ સામાન મૂકી, લંચ લઈ, થોડો આરામ કરી અમે બસમાં ફરવા નીકળ્યા. લિયોના બધું સમજાવતી હતી. અમને ‘દાગોમી' નામના ચાના બગીચામાં લઈ જવામાં આવ્યા. ત્યાર પછી અમને ‘રિવિયરા' નામના સૌથી મોટા ઉદ્યાનમાં ફેરવવામાં આવ્યા.
સાંજે અમે હોટેલ પર પાછા ફર્યા ત્યારે લિયોનાએ કહ્યું, “હવે આવતી કાલનો દિવસ તમારે સ્વેચ્છાએ ફરવા માટેનો છે.'
‘પણ કાર્યક્રમ પ્રમાણે તો કાલે માઉન્ટ આબુન જવાનું છે ને !' અમારામાંના કેટલાક બોલી ઊઠ્યા.
“ઓહ ! તમને સંદેશો મળ્યો નથી ?' લિયોનાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં ઉમેર્યું, “માફ કરજો, માઉન્ટ આખુનનો કાર્યક્રમ બંધ રહ્યો છે. ત્યાંનો રસ્તો બહુ ખરાબ છે. થોડા દિવસ પહેલાં જ સરકારે ત્યાં કોઈ પણ બસને જવાની મનાઈ ફરમાવી છે. ત્યાં જવું સલાહભર્યું નથી. સોચીમાં આસપાસ ફરવાનાં ઘણાં સ્થળ છે. તમે સમુદ્રકિનારે જઈ શકો; સ્ટોરમાં જઈ ખરીદી કરી શકો તમારી હોટેલમાં પણ પાછળ રમણીય ઝાડી છે ત્યાં ફરી શકો. દૂર જવું હોય તો થિયેટરમાં બેલે જેવા પણ જઈ શકો. એટલું યાદ રાખજે કે અહીં રસ્તામાં અધવચ્ચે ટેકસી મળતી નથી. હોટેલવાળા ફોન કરીને ટેકસી બોલાવી આપશે. અહીં ટેકસી ઓછી છે એટલે કેટલીક વાર ટેક્સીવાળા ઇંગ્લિશ પૂરું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org