________________
'
માઉન્ટ આન
અમે જ્યારે સોવિયેટ યુનિયનના પ્રવાસનું આયોજન કર્યું ત્યારે ટ્રાવેલ કંપનીના સ્ટાફના સભ્યે અમારી પ્રવાસી-ગ્રુપની મિટિંગમાં કહ્યું, ‘મારે તમને એક ખુશખબર આપવાના છે. સોવિયેટ યુનિયનની ‘ઇનટૂરિસ્ટ’ કંપનીએ તમારા પ્રવાસમાં એક વધારાનું સ્થળ ઉમેરી આપ્યું છે. એનું નામ છે માઉન્ટ આબુન. એ માટે તમારે કોઇ વધારાની રકમ આપવાની નથી.'
માઉન્ટ આબુન (અન્ય ઉચ્ચાર પ્રમાણે આહુન) નામનું સ્થળ દુનિયામાં ક્યાં આવ્યું એની ત્યારે અમને કશી જ ખબર નહોતી. એ નામ પણ પહેલી વાર અમે સાંભળ્યું, પરંતુ દુનિયાના કોઈક અજાણ્યા ખૂણામાં આવેલું એક અજાણ્યું સ્થળ જિંદગીમાં જોવા મળશે એ વાતનો અમને બહુ આનંદ થયો. નકશામાં અમને બતાવવામાં આવ્યું કે સોવિયેટ યુનિયનમાં, રશિયામાં નૈઋત્ય દિશાના છેડે, કાળા સમુદ્ર(Black Sea)ના કિનારે આવેલા સોચી નામના નગરથી વીસેક માઈલ દૂર આખુન પર્વત આવેલો છે.
નહિ ધારેલા, નહિ કલ્પેલા, નહિ જાણેલા એવા કોઈ સ્થળે અજાણતાં જવાના સંજોગો ઊભા થાય એમાં પણ કોઈ સંકેત રહ્યો હશે ! મેં મારા પ્રવાસી મિત્રોને કહ્યું કે ‘જે સ્થળે જે સમયે જે વ્યક્તિને જવાનું નિર્માયું હોય ત્યાં ગયા વગર એનો છૂટકો નથી. ક્યારેક હોશથી જવાનું થાય છે, તો કયારેક લાચાર બનીને કે દુ:ખી થવા માટે જવું પડે છે. ક્યારેક કોઈક ઊંચકીને ત્યાં લઈ જાય છે. આવી રીતે જે જળ કે સ્થળનો સ્પર્શ થવાનો હોય તેને જૈન ધર્મમાં ‘ક્ષેત્રસ્પર્શના' કહેવામાં આવે છે.
મારા એક મિત્રે કહ્યું, ‘આપણા બધાની માઉન્ટ આબુનની ક્ષેત્રસ્પર્શના હશે જ, નહિ તો એ સ્થળ આમ સામેથી ઉમેરાય કેવી રીતે ?’
સોવિયેટ યુનિયનમાં કેટલાક સ્થળોનો પ્રવાસ કરી અમે બે દિવસની સફર માટે સોચીના ઍરપૉર્ટ પર ઊતર્યા ત્યારે સ્થાનિક ગાઇડ યુવતી અમને આવકારવા માટે આવી પહોંચી હતી. એનું નામ હતું લિયોના. અમે બસમાં ગોઠવાયા. લિયોનાએ સોચીનો પરિચય આપતાં કહ્યું, ‘સમગ્ર સોવિયેટ યુનિયનમાં હવા ખાવાના સર્વશ્રેષ્ઠ સ્થળ તરીકે સોચીની ગણના થાય છે. બહુ જૂના વખતમાં અહીં ઉબેચી જાતિના લોકો વસતા હતા. તેઓ માટે ‘સોચી' શબ્દ પણ વપરાતો હતો. એટલે વખત જતાં આ જગ્યાનું નામ ‘સોચી' પડી ગયું.'
Jain Education International
૪૮
For Private & Personal Use Only
www.jainelibrary.org