SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન સમજતા નથી અને મરજી મુજબ રકમ માગે છે. બને ત્યાં સુધી જવા-આવવાનું સાથે ઠરાવજો, નહિ તો પગે ચાલતાં પાછા ફરવું પડશે.' માઉન્ટ આબુન નહિ જવા મળે એ જાણીને બધા નિરાશ થઈ ગયા. મારા એક મિત્રે કહ્યું, રમણભાઈ, તમે કહેતા હતા કે બધાની ક્ષેત્રસ્પર્શના હશે માટે પ્રવાસમાં આખુન ઉમેરાયું છે. પણ હવે આપણી ક્ષેત્રસ્પર્શના લાગતી નથી. માત્ર નામસ્પર્શના હશે. કારણ કે વગર જિજ્ઞાસાએ આખુનનું નામ આપણને નિરાશ થવા માટે જાણવા મળ્યું.' મેં કહ્યું, 'હા, સાચી વાત છે, નરસિંહ મહેતાએ કહ્યું છે ને કે, 'જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.’ હજુ સૂર્યાસ્ત થવાને ઠીક ઠીક વાર હતી એટલે અમે રૂમ પર જઈ, હાથ-મોઢું ધોઈ, ચા-પાણી લઈ ફરવા માટે નીચે ઊતર્યા. અમારી હોટેલ સમુદ્રકિનારે હતી, પરંતુ સમુદ્રની સપાટીથી લગભગ પાંચસો ફૂટ ઊચે હતી. હોટેલનો પાછળનો ભાગ સમુદ્ર તરફ હતો. પાછળના દરવાજેથી એ બાજુ નીચે જવા માટે પગથી હતી. સમુદ્ર કિનારાના વિસ્તારમાં બેઠા ઘાટનાં, માળ વગરનાં નાનાં નાનાં ઘરો હતાં. એની વચ્ચેની શેરીમાંથી સમુદ્રકિનારે પહોંચાતું હતું. ઘરોમાં રહેતા લોકો સાધારણ સ્થિતિના લાગ્યા. કોઈક ફેરિયા ફળ વેચવા બેઠા હતા. નાનાં નાનાં છોકરાંઓ શેરીમાં રમતાં હતાં. સોવિયેટ રશિયામાં સામ્યવાદને લીધે તમામ લોકોને અન્ન, વસ્ત્ર અને રહેઠાણ મળે, પણ કેટલાક વિસ્તારોમાં ઊજળાપણું ન દેખાય. એની પ્રતીતિ આ ઘરો જોઈને અમને થઈ. સોચીમાં કાળા સમુદ્રના કિનારે રેતીનો પટ નથી. ખડકોને અડીને પાણી છે. પાણી સાવ કાળું નહિ પણ કાળાશ પડતા ઘેરા ભૂરા રંગનું હતું. બીજા સમુદ્રનાં પાણીના રંગની અપેક્ષાએ એને બ્લેક સી' કહી શકાય, નહિ તો એને માટે 'ડાર્ક બ્લ્યુ' શબ્દ જ વધુ યોગ્ય ગણાય. પાણી ઊંડું હતું. સમુદ્રમાં કોઈ તરવા પડ્યું નહોતું. એટલે અમારે માટે અજાણ્યા પાણીમાં તરવા પડવામાં સાહસ હતું. અમે માત્ર પાળી પર બેસી પાણીમાં પગ પલાળ્યા. સમય થતાં હોટેલ પર પાછા ફરી ભોજન લઈ અમે સૂઈ ગયા. બીજે દિવસે સવારે ચા-નાસ્તો કરી સૌ પોતપોતાના જૂથમાં ફરવા નીકળી પડ્યા. આસપાસ બહાર લટાર મારી અમે પાછા હોટેલમાં આવ્યા. માઉન્ટ આબુન જવાનું નહોતું એટલે અમારે માત્ર સમય પસાર કરવાનો હતો. અમારા એક અનુભવી મિત્રને બધાની સાથે વાત કરવાનું બહુ ગમે. હોટેલના સ્ટાફના સભ્યોમાંથી જેમને ઈંગ્લિશ ભાષા આવડતી હતી તેમની સાથે વાત કરીને તેમણે પાકું કરી લીધું કે આખુન પર્વત પર કોઈ બસ જતી નથી. ફરવાનાં અન્ય સ્થળોની માહિતી પણ તેમણે મેળવી લીધી. અમે પાંચ મિત્રોએ એક સ્ટોરમાં જવાનું નક્કી કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy