SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન તરત દાદર પર ધડ ધડ ઊતરવાનો અવાજ આવ્યો. હવે એ માણસ ગયો લાગે છે એમ અમને થયું. એ ક્ષણની રાહત તો જેણે અનુભવી હોય તેને જ સમજાય. ફરી સંતાઈને બારીના કાચમાંથી અમે જોયું. મકાનમાંથી એક માણસ બહાર નીકળ્યો, ઊંચો, જાડો, ઓવરકોટ અને હેટ પહેરેલો. દોડતો એ સંકુલની બહાર નીકળી ગયો. દેખાતો બંધ થયો એટલે અમને શાન્તિ થઈ. હા, આફત ટળી ! હવે ઊંઘ આવે કયાંથી ? અને લાઈટ કરી કામ કરવાનું પણ યોગ્ય ન લાગ્યું. સુબ્ધ થયેલા ચિત્તને શાંત કરવાનો અમારો ઉપાય તે સામાયિક અને જાપનો હતો. અમે એમાં પરોવાયાં. સવારે દૂધ લેવા હું નીચે ઊતરતો હતો ત્યાં કાકા મળ્યા. હું કંઈ કહું એ પહેલાં એમણે જ કહ્યું, “ડૉ. શાહ, રાતના ત્રણચાર વાગે તમારા ફ્લેટમાંથી અવાજ આવતો હતો. મારી તો ઊંઘ ઊડી ગઈ હતી. હું તમને કહેવા આવવાનો વિચાર કરતો હતો, પણ પછી થયું કે કારણ વગર તમે અવાજ કરો નહિ.' મેં કહ્યું, 'કાકા, અમે અવાજ નહોતાં કરતાં. કોઈ અજાણ્યો માણસ બારણું ઠોકતો હતો. ખબર નથી કે કોણ હતું એ.' ઓહ, તો તો કોઈ ચોરડાફ હશે ! આ વિસ્તારમાં એવી ઘટનાઓ કોઈક વાર બને છે. સારું થયું ને કે હું ઉપર ન આવ્યો, નહિ તો કંઈ ધમાધમ થઈ જાત.' એ સાંજે ભક્તિ-સત્સંગના કાર્યક્રમમાં અમે અમારા અનુભવની વાત કરી. એ સાંભળી કાર્યકર્તાઓને ચિંતા થઈ. એકે કહ્યું, “કદાચ કોઈ જાણભેદુ હોય ! આ કુટુંબ અહીં નવું આવ્યું છે, અજાણ્યું છે, બિનઅનુભવી છે, એટલે લૂંટી લેવાશે એમ ધારીને કોઈ આવ્યો હોય !' બીજાએ કહ્યું, “ગઈ કાલે શુક્રવારની રાત હતી. એટલે એક શકયતા એવી પણ ખરી કે શુક્રવારે રાત્રે કેટલાક લોકો મોડી રાત સુધી દારૂ ઢીંચતા હોય છે. પછી ભાન ભૂલે છે અને એકને બદલે બીજા જ મકાનમાં જઈ પડે છે. અહીં ઘણાં મકાનો પણ એકસરખાં જ હોય છે. દિવસે પણ આપણે નંબર યાદ રાખવો પડે.” કોણ આવ્યું હશે અને ક્યા ઈરાદાથી આવ્યું હશે એનો ભેદ તો ઊકલ્યો નહિ, પણ કાર્યકર્તાઓએ તે જ રાતે ફોનની વ્યવસ્થા કરાવી આપી અને અડધી રાતે પણ ફોન કરીને તેઓને ઉઠાડવામાં સંકોચ રાખવો નહિ એવી ધરપત આપી. લેસ્ટરમાં છ અઠવાડિયાંના અમારા રોકાણ દરમિયાન થયેલા વિવિધ અનુભવોમાંનો અડધી રાતનો આ દિલધડક અનુભવ અવિસ્મૃત બની ગયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy