SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ રોટોશુઆ ન્યૂઝીલેન્ડમાં જોવા જેવા મહત્વનાં સ્થળોમાંનું એક તે રોટોશુઆ (રૉટૉરુવા) છે. તે જ્વાળામુખી શહેર (Volcanic City) છે. જ્વાળામુખી શાન્ત થઈ ગયા પછી, ગઈ સદીમાં એ ત્યાં વસેલું છે. અમે જુદા જુદા દેશના કેટલાક પ્રવાસીઓ એક ટૂરિસ્ટ કંપનીની ટૂરમાં ત્યાં જવા નીકળ્યા હતા. અમારી બસનો ડ્રાઈવર એ જ અમારો ગાઈડ હતો. એનું નામ હતું જહોન કેસવેલ. તે ઘણો મળતાવડો, બોલકણો અને મજાકમશ્કરી કરવાના સ્વભાવવાળો હતો. પોતાના વિષયનો પણ તે અચ્છો જાણકાર હતો. બસમાં પોતાની સીટ સામે રાખેલા મોટા અરીસામાં પડતાં અમારાં પ્રતિબિંબ જોતો જાય અને અમારી સાથે વાત કરતો જાય. પોતાના મોઢા આગળ રાખેલા માઈકમાં એ બોલતો જાય અને બધું સમજાવતો જાય. ઓકલેન્ડથી અમારી બસ એક પછી એક ગામ વટાવતી આગળ વધતી હતી. જેવા જેવાં સ્થળે અમે રોકાતાં. આખે રસ્તે હરિયાળી ટેકરીઓ જોવા મળે. એમાં ચરતાં સેંકડો ઘેટાંઓ દૂરથી નાનાં નાનાં સફેદ ટપકાં જેવાં ભાસતાં, જાણે લીલા રંગની બાંધણી ન હોય ! રોટોશુઆ અમે પહોંચવા આવ્યાં. ગાઈડે કહ્યું, ‘રોટોશુઆ શહેરનું નામ પાસે આવેલા રોટઆ સરોવર પરથી પડ્યું છે. ગઈ સદીમાં ગરમ પાણીનાં ઝરણાને કારણે આરોગ્યના હેતુથી આ સ્થળે લોકો આવવા લાગ્યા. આસપાસના પ્રદેશના માઓરી નામના આદિવાસીઓ પણ અહીં આવીને વસવા લાગ્યા. હોટેલ, મોટેલો, ઘરો, દુકાનો એમ બંધાતાં ગયાં અને એમ કરતાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આ શહેર વિકાસ પામ્યું. અહીં આશરે પચાસ હજારની વસ્તી છે. એમાં અડધા માઓરી છે અને અડધા અહીં આવીને વસેલા યુરોપિયનોના વંશજો છે. અમે રોટોઆ પહોચવા આવ્યા. જાણે કોઈ યુદ્ધભૂમિ નજીક આવ્યા હોઈએ તેવું લાગ્યું. મશીનગન ફૂટતી હોય એવા અવાજે થોડી થોડી વારે આવવા લાગ્યા. કોઈ કોઈ ઠેકાણે ધુમાડાના ગોટા ઊંચે સુધી જતા હતા. અને ત્યાંથી પસાર થયા ત્યારે જોયું કે કોઈ કોઈ સ્થળે જમીનમાંથી ધગધગતા ગરમ પાણીનો ફુવારો અચાનક પચાસ-સો ફૂટ ઊંચે ઊડે અને તરત બંધ થાય. સાથે મશીનગન જેવો અવાજ થાય. કોઈ કોઈ જગ્યાએ પાણીના ઊડવા સાથે ટ્રેન ચાલતી હોય અથવા કારખાનું ચાલતું હોય એવા અવાજે આવતા હતા. રસ્તાની બંને બાજુની ઊંચીનીચી જમીનમાં આવું જોવા મળતું હતું. ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy