SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 0 પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન રસ્તા પર ચાલતા માણસોની અવરજવર લગભગ નહિ જેવી હતી, સિવાય કે મકાન કે દુકાન આગળ કોઈ ફરતા હોય. જ્વાળામુખીની જે જગ્યા હવે તદ્દન શાન્ત, ઉપદ્રવરહિત થઈ ગઈ છે ત્યાં રસ્તાઓ, હોટેલો, મોટેલો વગેરે કરવામાં આવ્યાં છે. ગાઈડે કહ્યું, ‘રોટોરુઆમાં કોઈ પણ જગ્યાએ બોરિંગ કરવામાં આવે તો થોડા ફૂટ નીચે જતાં ગંધકની વાસવાળું ગરમ પાણી નીકળે છે. એટલા માટે તો રોટોઆને ગંધકનગર Sulphur City પણ કહેવામાં આવે છે. અમે રોટોશુઆ શહેરમાં દાખલ થયા. હોટેલો અને મોટેલો આવવા લાગી. દરેક ઉપર Mineral Bath અથવા Thermal Pooોનું બોર્ડ મોટા અક્ષરે વંચાય. પ્રવાસીઓ માટે ગરમ પાણીના હોજ એ દરેક હોટેલ-મોટેલનું મહત્ત્વનું લક્ષણ ગણાય. કેટલાક લોકો આરોગ્ય માટે અહીં વધારે દિવસ રોકાય. કેટલીક હોટેલમાં તો એના મકાનની બહાર, રસ્તા પરથી દેખાય એવા વધારાના હોજ બનાવવામાં આવ્યા હતા. કેટલીક મોટી હોટેલોમાં એવા ખુલ્લા મોટા હોજ ઉપરાંત દરેક રૂમમાં ગરમ પાણીનો નાનો કુંડ હોય. અમારી બસ એક મોટેલ પાસે પહોચી. મોટેલમાં રહેવાની અને જાતે બનાવી લેવાનાં ચાપાણીની સગવડ હોય, પણ ભોજનની સગવડ ન હોય. અમે પોતપોતાની રૂમમાં સામાન મૂકી એક કલાકનો આરામ કરી રોટોશુઆનાં જુદાં જુદાં સ્થળો જેવા ઊપડ્યા. અમે એક જગ્યાએ પહોંચ્યાં. માઓરી લોકો ચોખા, મકાઈ, શાકભાજી વગેરે ગરમ પાણીના કુંડમાં બોળી રાખીને પકવતા હતા. (આ દશ્ય જોઈને યમુનોત્રીના ગરમ પાણીના કુંડમાં એક પોટલીમાં ચોખા મૂકી તે સીઝવીને ભાત બનાવી ખાધાનું સ્મરણ તાજું થયું.) કેટલીક જગ્યાએ સતત નીકળતા ગેસને પાઈપ વાટે લઈ ચૂલા બનાવવામાં આવ્યા હતા. એમાં દિવસ-રાત ગેસ સળગ્યા કરે. એના ઉપર ઘણા લોકો રસોઈ કરી લેતા હતા. કેટલીક જગ્યાએ જમીનમાં ખાડો ખોદી, એમાંથી નીકળતી ગરમ ગરમ વરાળમાં ખાદ્યસામગ્રી મૂકી, ઉપર લાકડાનું કે લોઢાનું પાટિયું ઢાંકી દેવામાં આવતું. વરાળની ગરમી જેટલી હોય તે પ્રમાણે એટલા સમયમાં રાંધવાનું તૈયાર થઈ જાય. આવી રીતે કરેલા ભોજનને અહીંના માઓરી લોકો “હાંગી' કહે છે. અમારી બસ આગળ ચાલી. ગાઈડ જહોને માઓરી લોકોનો પરિચય આપતાં કહ્યું, ‘મારી લોકો ન્યૂઝીલેન્ડના આદિવાસીઓ છે. દક્ષિણ પેસિફિક મહાસાગરના આ વિસ્તારમાં સૈકાઓ પૂર્વે આદિવાસી ટોળીઓ ખેતી, શિકાર, માછલી, ઘેટાંનો ઉછેર વગેરેની દષ્ટિએ એક ટાપુ ઉપરથી બીજા ટાપુ ઉપર સ્થળાંતર કરતી રહેતી હતી. એ રીતે સૈકાઓ પૂર્વે કેટલીક પોલીનિશયન જાતિના લોકો ન્યૂઝીલેન્ડના ટાપુઓમાં આવીને વસ્યા તે માઓરી તરીકે ઓળખાયા. માઓરી આદિવાસીઓ ગોરી ચામડીના છે. ચહેરો ગોળ કે લંબગોળ હોય છે. તેઓ ઘણા સશક્ત અને બુદ્ધિશાળી છે. ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં અંગ્રેજોએ જ્યારે ન્યૂઝીલેન્ડ ઉપર કબજો મેળવી પોતાનું સંસ્થાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy