SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ રોટોગ્રુઆ બનાવ્યું ત્યારે માઓરી લોકોએ ભારે લડત આપી હતી, પરંતુ આધુનિક શસ્ત્રોથી સજજ બ્રિટિશ સૈનિકો સામે તેઓ વધુ ઝૂઝી શકયા નહિ. અંગ્રેજો અને બીજા યુરોપિયનો અહીં આવીને વસ્યા. મારી સાથે તેઓ હળ્યાંભળ્યા. દુનિયાની સેકડો આદિવાસી જાતિઓમાં પ્રથમ નંબરે કદાચ માઓરી લોકો આવે. તેઓ સૌથી વધુ પ્રગતિશીલ છે. હજુ ઘણા માઓરી જંગલોમાં અને દૂરના ટાપુઓમાં આદિવાસી જેવું જીવન જીવે છે, પરંતુ ઘણા માઓરી હવે ખેતી કે ઘેટાંઉછેરનું કામ નથી કરતા. તેઓ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે, જુદા જુદા વ્યવસાયોમાં જોડાયેલા છે, સરકારી નોકરીઓમાં છે, કારખાનાંઓના માલિક છે, પાર્લામેન્ટ સભ્ય પણ છે અને મિનિસ્ટર પણ બન્યા છે. મોટાં શહેરોમાં માઓરી અને એમની પ્રજા પણ મોટી થઈ ગઈ છે.' માઓરીનો પરિચય આપ્યા પછી જહોને કહ્યું, “આ બધું સાંભળી તમને બધાને માઓરી લોકોને મળવાનું મન થયું હશે ! એ માટે આજે સાંજે જ આપણે કાર્યક્રમ ગોઠવ્યો છે. તમને માઓરી લોકનૃત્ય જોવા મળશે. મારી એક ખાસ મહિલામિત્ર આ લોકનૃત્યની સંચાલિકા છે. તમને બધાને જોઈને એ તો એટલી બધી રાજી થઈ જશે કે વાત ન પૂછો !' અમારી બસ આગળ ચાલી. એક સ્થળે ઊભી રહી. ત્યાં ગરમ પાણીનું નાનું તળાવ હતું. નીલા રંગના ધગધગતા પાણીમાંથી વરાળના ગોટેગોટા સતત નીકળતા હતા. એના પાણીનું તાપમાન એટલું બધું છે અને તળાવ એટલું બધું ઊંડું છે કે એનું માપ કોઈ કાઢી શકયું નથી, એટલા માટે એનું Bottomless Pond (અતળ તળાવ) એવું નામ પડી ગયું છે. એના કિનારે કેટલાક માઓરી લોકો અનાજનો કોથળો પાણીમાં ડૂબાડી તે સીઝવતા હતા. અમે બીજા એક સ્થળે ગયાં. ત્યાં એક ખડક હતો જેનું નામ હતું Boxing Gloves. જવાળામુખી જ્યારે ફાટ્યો હશે અને ધગધગતો લાવારસ ઊછળી ઉછળીને ઠરવા લાગ્યો હશે ત્યારે આ સ્થળે એવી આકૃતિ થઈ ગઈ છે કે જાણે બૉસિંગની રમત માટેનાં રબરનાં જાડાં મોટાં મોજાં ન હોય ! બીજા એક સ્થળે એક સાવ નાનું ખાબોચિયું હતું. એમાં પાણી નહોતું પણ ભીનો કાદવ હતો. કાદવ ખદબદતો હતો. મોટા મોટા પરપોટા દેખાતા અને કાદવ ઊંચોનીચો થયા કરતો હતો. નીચેથી નીકળતા ગરમ પાણી અને જોરદાર પવનને લીધે ખદખતા કાદવના લોંદા થોડા ઊંચે ઊછળી જરાક આઘે જઈને પડતા. આવા ઊછળતા લોંદા તે જાણે દેડકાં કૂદતાં ન હોય એવા લાગતા હતા. એનો રંગ પણ દેડકાના રંગ જેવો હતો. એથી એ ખાબોચિયાનું નામ Frog Pond પડી ગયું છે. રોટોરુઆમાં ધરતીના પેટાળમાં ગંધકવાળું ગરમ પાણી છે અને ગેસ છે. પરંતુ વરસાદ પડવાને લીધે અહીં ધરતીની ઉપર ઠંડા પાણીનું એક છીછરું ઝરણું વહે છે. એનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy