SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન પાણી કાચ જેવું પારદર્શક છે. ઠંડા પ્રદેશોમાં ગરમ પાણીનાં ઝરણાં કે કુંડ પવિત્ર મનાય છે. અહીં લાવારસના પ્રદેશમાં ઠંડા પાણીનાં ઝરણાનો મહિમા મોટો છે. આ ઝરણાંના પુલ ઉપરથી પસાર થતા લોકો પાણીમાં સિક્કા નાખતા જાય છે. આવા સિક્કા લેવા માટે મારી લંગોટિયા છોકરાઓ પાણીમાં રહે છે અને સિક્કો પડે કે તરત તે લેવા માટે ડૂબકી મારે છે. અમે પણ ત્યાં પહોંચીને સિક્કા નાખ્યા. જહોને કહ્યું, “આ છોકરાઓના ગાલ તમે જોયા ? કેટલા ફૂલેલા છે ? એનું કારણ ખબર છે? એનું કારણ એ છે કે રોજ સવારથી સાંજ સુધી જેમ જેમ સિક્કા મળતા જાય તેમ તેમ તરત તેઓ સાચવવા માટે તેને મોઢાના ગલોફામાં મૂકીને ભરાવી રાખે છે.' મેં કહ્યું, “અમારા ભારતમાં કેટલાંક તીર્થસ્થળોમાં વાંદરાઓ આ રીતે વધારાનું ખાવાનું ગલોફામાં ભરાવી રાખે છે. એટલે એમના ગાલ પણ એવા ફૂલેલા અને લબડેલા થઈ જાય છે.' રોટોરુઆમાં બીજાં કેટલાંક સ્થળ જોઈને અમે “હોટલ રોટોશુઆ ઈન્ટરનેશનલમાં પહોંચ્યાં. સાંજ પડવા આવી હતી. આ વિશાળ હોટેલમાં અમારે માટે માઓરી લોકનૃત્ય જેવાનો અને હાંગીના ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જહોને ફરી કહ્યું, અહીં તમને ખૂબ મઝા આવશે. માઓરી લોકનૃત્યની નિર્દેશિકા પોલીને મારી ખાસ મિત્ર છે. તમે જોજો કે મને જોતાં જ તે કેવી આનંદમાં આવી જાય છે અને નાચવા લાગે છે.” અમે હોટેલમાં દાખલ થયાં. માઓરી યુવકયુવતીઓએ અમારું સ્વાગત કર્યું. મારી ભાષામાં કહ્યું, 'કિયા ઓરા'. અને મોઢામાંથી જીભ કાઢી. 'કિયા ઓરા' એટલે તમારું સ્વાગત કરીએ છીએ. મહેમાનોનું સ્વાગત કરવા માટે મોઢામાંથી જીભ કાઢવાનો તેઓમાં રિવાજ છે. હોટેલમાં દાખલ થઈને એના ઉધાનમાં અમે બેઠાં. હોને કહ્યું, “માઓરીની સંસ્કૃતિ જુદી છે. તેઓ મોઢા ઉપર અને નાક ઉપર પણ છૂંદણાં કરાવે છે. તેઓ પોતાના ઘરમાં વંશાવળી રાખે છે. જીભ કાઢીને સ્વાગત કરવું એ પ્રકારનો તેઓમાં રિવાજ છે. તેઓના શિલ્પમાં પણ તમને જીભ કાઢેલી આકૃતિઓ જોવા મળશે. માઓરી શિલ્પમાં બંને હાથની ફક્ત ત્રણ ત્રણ આંગળી જ ખુલ્લી બતાવાય છે. એ ત્રણ આંગળીઓ જન્મ, જીવન અને મૃત્યુની સૂચક છે.' - પછી મારા તરફ જોઈને હોને કહ્યું, ‘ડૉ. શાહ, એક વાત જાણીને તમને ભારતીય લોકોને આનંદ થશે કે મારી લોકો જમતી વખતે જરા પણ એઠું મૂકતા નથી. તેઓ દેવદેવીઓની પૂજા કરે છે અને માનતા માને છે. તેઓ વનદેવતા 'તાને માતા'માં અને સમુદ્રદેવતા તાંગારોમાં વિશેષ શ્રદ્ધા ધરાવે છે.' ઉદ્યાનમાં વચ્ચે તરણહોજ હતો. જેમને એમાં નહાવું હોય તે નહઈ શકે. જહોને કહ્યું, ‘હજુ તમારી પાસે અડધો કલાક છે. તમે ફરવું હોય તો ત્યાં ફરી શકો છો. નહાવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy