SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ રોટોશુઆ હોય તો નવાઈ શકો છો. બરાબર સાડા છ વાગે લોકનૃત્ય શરૂ થશે. તમે સમયસર અહીં આવી જશો. આપણા ગ્રુપ માટે જુદી ખુરશીઓ રાખેલી છે.' સાડા છ વાગે માઓરી લોકનૃત્યનો કાર્યક્રમ ચાલુ થયો. માઓરી યુવકયુવતીઓએ પોતાનો વિશિષ્ટ પોષાક ધારણ કર્યો હતો. લાકડાની રંગબેરંગી ભૂંગળીઓ અને મણકાઓ દોરીમાં ભરાવેલ. તે તેમની કમરે ખીચોખીચ લટકતા હતા. એ જ એમનું કટિવસ્ત્ર હતું. તેમના હાથમાં રહેલી એકાદ ફૂટ જેટલી લાંબી દોરીને છેડે લૂગડાના રંગબેરંગી દડા લટકતા હતા. જીભ કાઢી તેઓએ અમારું સ્વાગત કર્યું. માઓરીનાં ગામઠી ઢોલનગારાં સાથે નૃત્ય શરૂ થયું. નૃત્ય કરતી વખતે તેઓ દડા પોતાની કમરે એવી રીતે વીંઝતા કે ભટકાય અને તડતડ અવાજ થાય. તેઓ બુલંદ સ્વરે ગાતા, ગોળગોળ ફરતા અને દડા વીંઝતા. વળી જીભ હલાવતા અને હાથની આંગળીઓમાં ધ્રુજારી કરતા. દરેકના ચહેરા ઉપર સ્મિત અને ઉલ્લાસ વરતાતાં. દડાનાં ત્રણ નૃત્ય કર્યા પછી તેઓએ દાંડિયારાસ ચાલુ કર્યા. દાંડિયા આપણા હોય છે તેના કરતાં સહેજ લાંબા હતા અને વચ્ચેથી પકડેલા હતા. એમના દાંડ્યિારાસ જોતાં જાણે ગુજરાતમાં હોઈએ એવું લાગે, બીજી એક વિશિષ્ટતા તેઓની એ હતી કે પોતપોતાના ભેરુ સાથે રમતાં રમતાં દાંડિયાની તાલબદ્ધ રીતે ઝડપથી અદલાબદલી કરી લેતા. આમાં પોલીન કોણ છે તે શોધી કાઢવા જહોને અમને કહ્યું, બધામાં ઊંચી, ચબરાક, સતત સ્મિત ફરકાવતી અને તાલબદ્ધ સુંદર નૃત્ય કરતી ત્રીસેક વર્ષની યુવતી પોલીન હોવી જોઈએ એ અમારાં બધાનું અનુમાન સાચું પડ્યું. બીજી રીતે પણ એ સાચું હતું. રાસ પૂરો થાય, પણ જતી વખતે રમતાં રમતાં પોતાના દાંડિયા નાયક અને નાયિકાના હાથમાં તાલબદ્ધ રીતે લયપૂર્વક ફેંકતાં જાય. એક પણ દાંડિયો નીચે ન પડે. દાંડિયા ઝીલીને એકઠા કરનાર નાયિકા તે જ પોલીન. લોકનૃત્યનો કાર્યક્રમ પૂરો થયો. હવે ભોજનનો કાર્યક્રમ ચાલુ થવાનો હતો. એટલામાં તો ઉધાનમાં જદી જુદી જગ્યાએ ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. રોટોરઆમાં ન હોઈએ તો આગ લાગી હશે એવો જ વહેમ પડે. અમે કુતૂહલથી જોતા હતા. ધુમાડો ઓછો થયો ત્યાં જણાયું કે હોટેલના વેઈટરો ઉદ્યાનમાં જુદી જુદી જગ્યાએ જમીનમાં કરેલાં મોટાં બાકોરાનાં ઢાંકણાં ઉઘાડી અંદરથી મોટાં મોટાં વાસણો કાઢતા હતા. એમાં ભાતભાતની ખાદ્યસામગ્રી હતી. ગંધકની વરાળથી એને પકવવામાં આવી હતી. અમારે માટે એ ‘હાંગી'ની વાનગીઓ હતી. દોઢસો જેટલા પ્રવાસીઓ વિશાળ ભોજનખંડમાં પોતપોતાના મુકરર કરેલા ટેબલ પર ગોઠવાઈ ગયા. પાંચેક ટેબલ પર વાનગીઓ મૂકવામાં આવી હતી. બુફે પદ્ધતિ હતી. પરંતુ જે ટબલનો નંબર બોલાય તે ટેબલના મહેમાનો જ વાનગી લેવા જાય જેથી ગિરદી કે ધક્કાબક્કી થાય નહિ. શાકાહારી વાનગીઓમાં ભાત, મકાઈ, કાકડી, વટાણા, કોબી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy