________________
૭ર
પાસપોર્ટની પાંખે -- ઉત્તરાલેખન અમે જોયું કે મૅનેજરની દાનત ખાવાનું આપવાની નથી. વસ્તુત: આટલા બધા પ્રવાસીઓ પાસેથી એને ડૉલર લેવા હતા. શા માટે તે સૌ કોઈ સમજી ગયા.
આમ મેનેજર સાથેનો અમારો ઝઘડો વધુ ઉગ્ર બની ગયો. અમારામાંથી કોઈક બોલ્યું કે ભારતીય એમ્બેસીમાં આના વિશે આપણે ફરિયાદ કરવી જોઈએ. તો કોઈક વળી બોલ્યું કે, ભારત જઈ આપણે છાપામાં આપણા આ અનુભવની વાત લખવી જોઈશ.' આ સાંભળીને મૅનેજર વળી વધુ બગડ્યો. એણે કહ્યું કે તમે બધા સમજે છો શું? તમે એમ્બેસીમાં ફરિયાદ કરો તે પહેલાં હું તમારી બધાની અત્યારે જ પોલીસને ફોન કરીને ધરપકડ કરાવી શકું એમ છું. તમારા દરેકના ખિસ્સામાં ગેરકાયદેસરના રૂબલ પડ્યા છે. પછી તમને જવાબ આપવો ભારે થઈ પડશે.' અમારામાંથી ઉગ્ન થઈને કોઈકે મૅનેજરને સામો જવાબ આપ્યો, “અમે જેલમાં જવા તૈયાર છીએ, પણ સાથે સાથે તમને પણ જેલમાં લઈ જઈશું. અમે પણ સરકાસ ઑક્સિર તરીકે કામ કર્યું છે, તમને કેમ સપડાવવા તે અમે જાણીએ છીએ.' આમ વાત ઘણી ઉગ્ર બની ગઈ. અમારામાંના કેટલાકે કહ્યું કે, “અમે ડૉલર આપવા તૈયાર છીએ પણ અમને ખાવાનું બાંધી આપો.' તો વળી કેટલાકે એમ કહ્યું, જે ભોજનને માટે આટલી બધી તકરાર થાય છે એવું ભોજન લેવાનો અર્થ શો? એના કરતાં ભૂખ્યા રહેવું સારું. ક્રોધે ભરાઈને માણસ જમાડે એ તો વિષમાં પરિણમે.'
આ કોલાહલભર્યા ઝઘડામાં અમારામાંના બે-ત્રણ જણ વચ્ચે પડ્યા અને કહ્યું કે, ‘હવે તો ડૉલરમાં ભોજન આપે તોપણ લેવું નથી.' ઘણાખરા પ્રવાસીઓએ એ વાતને કબૂલ રાખી અને અમે રેસ્ટોરાંની બહાર નીકળ્યાં. જે ત્રણચાર જણે ડૉલરમાં શરૂઆતથી પોતાનો ઑર્ડર આપી દીધો હતો તેમના માટે વિમાસણ ઊભી થઈ. અમે તેઓને કહ્યું કે, ‘તમે નિરાંતે શાંતિથી જમો. તમારે અમારી સાથે જોડાવાની જરૂર નથી.'
રેસ્ટોરાંમાંથી બહાર નીકળી અમે બસમાં બેસવા ગયાં. પણ પછી યાદ આવ્યું કે બસનો ડ્રાઈવર તો ઠેઠ સાડા દસ વાગે આવવાનો છે. આપણે કલાક બસમાં બેસી રહેવું છે કે ઉતારે સ્ટીમરમાં પહોંચી જવું છે ? જો વહેલું પહોંચવું હોય તો આપણે બધાંએ ટકસી કરવી પડશે. અમારી સ્ટીમર ઠીક ઠીક દૂર હતી. પણ ટેકસી કરીને પહોંચી જવામાં મનની શાંતિ હતી. બસમાં બેસી રેસ્ટોરાંની સામે તાકી રહેવામાં ઉગ હતો. બધાએ નક્કી કર્યું કે ભલે ખર્ચ થાય પણ ટેકસીમાં બેસી સ્ટીમર પર પહોંચી જવું. જુદી જુદી ટેક્સી કરીને બધાં સ્ટીમર ઉપરના ઉતારે આવ્યા. રાતના સવા દસ વાગી ગયા હતા. સ્ટીમરની રેસ્ટોરના કર્મચારીઓ ચાલ્યા ગયા હતા. સ્ટીમરની રેસ્ટોરાં બંધ થઈ ગઈ હતી. અમે બધા પોતપોતાની રૂમમાં ગયાં. અમે નક્કી કર્યું કે જે કંઈ નાસ્તો પોતાની પાસે હોય તે લઈને એક મોટા રૂમમાં બધાએ એકઠા થવું. અમે ખાખરા, બિસ્કિટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org