SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ મૉસ્કોમાં ભારતીય જમણ 193 કેળાંની વેફર વગેરે ચીજો લઈને એકત્ર થયાં. બહેનોએ નળમાંથી ગરમ પાણી કાઢીને એમાં ચાની પડીકી બોળીને અને આગળપાછળની વધેલી ખાંડ અને ફ્રિમરની પડીકી ઠાલવીને કામચલાઉ ચા બનાવી. અમે બધાંએ આમ ઉણોદરી વ્રતની જેમ ચા-નાસ્તો કર્યો. ભારતીય રેસ્ટોરાંમાંથી અમે માત્ર હતારા થઈને જ નહિ, માનસિક રીતે ઘવાઈને આવ્યાં હતાં. એવા ઉદ્વેગભર્યાં અશાંત વાતાવરણમાંથી અહીં આવ્યા પછી અમારી વચ્ચે સંપનું જે વાતાવરણ જામ્યું હતું એને લીધે બધાં ભાઈ-બહેનો ખાવાપીવામાં એકબીજાને સહકાર આપતાં હતાં. એનો આનંદ જુદા પ્રકારનો હતો. ભારતીય રેસ્ટોરાંમાં ભોજનથી જે તૃપ્તિ થાત તેના કરતાં આ આચરકૂચર અલ્પાહારથી અમે વધારે તૃતિ અનુભવી. પ્રસન્નતા સૌના ચહેરા ઉપર ચમકવા લાગી હતી. મૉસ્કોમાં ભારતીય જમણ માટેનો અમારો અનુભવ યાદગાર બની ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy