SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ દેનાલી નૅશનલ પાર્ક દુનિયાના જુદા જુદા ખંડોમાં પશુપક્ષીઓને એમના કુદરતી વાતાવરણમાં રાખવા માટે સેંકડો કે હજારો ચોરસ માઈલના વિસ્તારમાં પાર્કની યોજના કરવામાં આવે છે. એશિયા કે યુરોપ જેવા ભરચક વસ્તીવાળા ખંડો કરતાં આફ્રિકા, અમેરિકા કે ઑસ્ટ્રેલિયા જેવા ઓછી વસ્તીવાળા ખંડોમાં અતિશય વિશાળ જગ્યામાં પાર્કની રચના કરવાનું સરળ છે. હવે તો પર્યાવરણવાદીઓ પણ આવી યોજનાનું સમર્થન અને પ્રોત્સાહન કરતા રહ્યા છે કે જેથી હાથી, વાધ, સિંહ, ચિત્તો, દીપડો, ગેંડો, હિપોપોટેમસ, સૂઝ, જંગલી ભેંસ, કાંગારુ, કેરિબુ અને અન્ય પ્રકારનાં હરણો તથા ભિન્નભિન્ન પ્રકારનાં પક્ષીઓને એમનું નૈસર્ગિક વાતાવરણ મળી રહે. ઘણા દેશોમાં શિકાર ઉપર પ્રતિબંધ આવવાને કારણે આવાં નિર્ભયારણ્યોમાં જંગલી પશુપક્ષીઓની સંખ્યામાં થતો ઘટાડો લગભગ બંધ જેવો થઈ ગયો છે. અમેરિકાના તમામ પાર્કમાં મોટામાં મોટો તે ‘દૈનાલી નૅશનલ પાર્ક' છે. જાતે મુલાકાત લઈએ ત્યારે જ ખ્યાલ આવે કે એની સાચવણી માટે અમેરિકાએ કેટલી બધી કાળજી રાખી છે ! એ માટે અમેરિકાને ખરેખર ધન્યવાદ આપવાનું મન થયા વગર રહે નહિ. દેનાલી પાર્ક અમેરિકાના મોટામાં મોટા રાજ્ય અલાસ્કામાં આવેલો છે. અલાસ્કાનો એક છેડો ઉત્તર ધ્રુવ સમુદ્રના કિનારે, બીજો છેડો બેરિંગની સામુદ્રધુની પાસે, ત્રીજો છેડો પેસિફિક મહાસાગરના કિનારે અને ચોથો છેડો બ્રિટિશ કોલંબિયા પાસે આવેલો છે. અલાસ્કા એટલે ઉત્તર ધ્રુવની નજીકનો સુવિશાળ પ્રદેશ. જ્યાં ફરવા માટે મે થી ઑગસ્ટ સુધીની ઋતુ અનુકૂળ ગણાય. મોટરકાર હોય તો ફરવાની સગવડ સવિશેષ રહે. અમારે માટે દેનાલી પાર્કની મુલાકાતનો કાર્યક્રમ અમારા પુત્ર ચિ. અમિતાભે સાથે આવીને ગોઠવ્યો હતો. અલાસ્કામાં એન્કરેજ શહેરથી ફેરબેન્કસ શહેર સુધીના હાઇવે ઉપર જતાં, ફેરબેન્કસ પહોંચતાં પહેલાં દેનાલી પાર્ક આવે છે. અમે પહેલાં ફેરબેન્કસ પહોંચી ત્યાં રાત રોકાયાં અને વહેલી સવારે નીકળી દેનાલી પાર્કમાં ફરવા માટે બસ જ્યાંથી ઊપડે છે તે સેન્ટરમાં પહોંચી ગયાં. દેનાલી પાર્કમાં મોટરકારને જવાની છૂટ નથી. સેન્ટરની ઑફિસમાંથી ટિકિટ લઈ અમે શટલ બસની લાઇનમાં ઊભાં રહ્યાં. એક બસ આવી. ગણીને એમાં પ્રવાસીઓને લેવામાં આવ્યા. બરાબર અમારો નંબર આવ્યો ત્યાં અમને ડ્રાઇવરે ના પાડી. બસમાં આઠ જેટલી બેઠક ખાલી હતી, છતાં અમને ન ex Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy