SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ કેનાલી નેશનલ પાર્ક લીધાં એથી આશ્ચર્ય થયું. ડ્રાઈવરને પૂછ્યું તો કહે, “એ અમારો નિયમ છે.” આવા વિચિત્ર નિયમનું કારણ અમને સમજાયું નહિ. પચીસ મિનિટ પછી બીજી બસ આવી. અમે તેમાં ગોઠવાયાં. ત્રીસેક પ્રવાસી લેવામાં આવ્યા. એમાં પણ આઠ બેઠક ખાલી હતી. બસ પૂરવેગમાં પડી અને થોડી વારમાં વિશાળ મોટો રસ્તો છોડી પાર્કના દરવાજા પાસે આવી પહોંચી. ડ્રાઈવરે કહ્યું, “હવે આપણે પાર્કના વિસ્તારમાં દાખલ થઈએ છીએ. અહીંથી આપણે વંડર લેઈક સુધી જઈને પાછા ફરીશું. છયાસી માઈલ જઈશું અને પાછા ફરીશું. બીજા કોઈ પાર્ક કરતાં આ પાર્કની કેટલીક ખાસિયત જુદી છે. અહીં કુદરતી વાતાવરણ જાળવી રાખવા માટે સારો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલે આ માટીને કાચો રસ્તો હેતુપૂર્વક રાખવામાં આવ્યો છે. હું બસ બહુ ધીમી ગતિએ ચલાવીશ કે જેથી બસ ચાલવાનો અવાજ પણ ખાસ થાય નહિ. તમે બસમાં બેઠાં બેઠાં બંને બાજુ નજર કરતા રહેજો. મહેરબાની કરીને મોટેથી વાતો કરતા નહિ. ચોરની જેમ આપણે આ પાર્કમાં જવાનું છે. કોઈ પશુપક્ષી તમને દેખાય તો તરત જણાવજે. તરત બસ ઊભી રહેશે. બસમાં બેસીને જ જેજે. નીચે ઊતરીને ફોટા પાડવા હોય તો મને કહેજો. પણ પશુપક્ષીની બહુ નજીક જતા નહિ. તેમને કશું ખાવાનું આપતા નહિ. તેમને બૂમ પાડી બોલાવતા નહિ કે ચીડવતા નહિ. તમારામાંથી કોઈને બસમાંથી ઊતરી કોઈ જગ્યાએ આસપાસ લટાર મારવી હોય, વધુ નિરીક્ષણ કરવું હોય તો ઊતરી શકો છો. પાછળ આવતી બીજી કોઈ પણ બસમાં બેસી શકો છો. આ જ ટિકિટ તેમાં ચાલે છે. તમે આ રીતે સાંજ સુધી ક્યાસી માઈલમાં જેટલી વાર ઈચ્છો એટલી વાર ચડઊતર કરી શકો છો. અહીં કોઈ બસ-સ્ટૉપ નથી. તમે જ્યાં ઊભા હો ત્યાં બસ આવતી જુઓ તો હાથ ઊંચો કરજો. બસ તમારે માટે ઊભી રહેશે. દરેક બસમાં થોડી બેઠકો ખાલી હોય જ છે.' બસમાં બેઠકો ખાલી રાખવાનું પ્રયોજન અમને સમજાયું. એમાં ધન કમાવા કરતાં પ્રવાસીઓને સંતોષ આપવાના ધ્યેયને મુખ્ય ગણવામાં આવ્યું હતું. ડ્રાઈવરે કહ્યું : “અત્યારે હવામાન ઘણું સ્વચ્છ અને સારું છે. આશા રાખીએ કે આખો દિવસ એવું સારું રહે. અહીં હવામાન બદલાતાં વાર નથી લાગતી. દેનાલીનું નૈસર્ગિક પર્યાવરણ હજ એવું ને એવું જ રહ્યું છે. લગભગ સાડા સાત હજાર ચોરસ માઈલના વિસ્તારમાં પથરાયેલા આ પ્રકૃતિરમ્ય પાર્કમાં અમેરિકાનો ઊંચામાં ઊંચો પર્વત મેકકિન્લી છે. ૨૦,૩૨૦ ફૂટ ઊંચા આ પર્વતનાં હિમાચ્છાદિત શિખરો વંડર લેઈક પાસેથી આપણને જોવા મળશે. આ પર્વતને ૧૮૯૬માં અમેરિકાના પ્રમુખ મૅકકિન્વીનું નામ આપવામાં આવ્યું હતું. પરંતુ તે પૂર્વે અહીં વસતા આથાબાસ્કન જાતિના ઈન્ડિયન લોકોમાં આ પર્વત દેનાલી' (એટલે ઊંચામાં ઊંચો)ના નામથી જાણીતો હતો. આ પર્વત ઉપર ૧૯૧૩માં એક ખ્રિસ્તી પાદરી પર્વતારોહક હડસન સ્ટકે સફળ આરોહણ કર્યું હતું.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy