SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન અમારી બસ ઠીક ઠીક વાર ચાલી છતાં એક પણ પશુ અમને જોવા મળ્યું નહિ. પ્રવાસીઓ અધીરા થયા. ડ્રાઈવરને પૂછાપૂછ કરવા લાગ્યા. ડ્રાઈવર ભલો અને શાન્ત મગજનો હતો. બીજો કોઈ ડ્રાઈવર હોય તો એમ કહે કે આ કંઈ થોડી મારા હાથની વાત છે ? પરંતુ એમ ન કહેતાં અમારા ડ્રાઈવરે કહ્યું, ‘થોડી ધીરજ રાખો. તમને પ્રાણીઓ જરૂર જોવા મળશે. જતાં કે આવતાં એક પણ પ્રાણી જોવા ન મળ્યું હોય એવું મારે હજુ સુધી બન્યું નથી. દેનાલી પાર્કમાં આશરે બે હજાર કેરિબુ (અલાસ્કાના ધ્રુવ પ્રદેશનું હરણ), બે હજાર મૂઝ (સાબર જેવાં શિંગડાંવાળી જંગલી ભેસ), ત્રણસો પ્રિઝલી (Griply આક્રમક, ભયાનક) રીંછ છે, બસો કાળરીંછ છે, બસો વરુ છે અને અઢી હજાર પર્વતીય ઘેટાં Dall Sheep) છે. બીજાં નાનાં પશુપક્ષીઓ મળીને બસોથી વધુ જાતનાં પ્રાણીઓ છે. અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી સફેદ માથાવાળું ગરુડ પણ અહીં જોવા મળે છે.' અમારા ગ્રુપમાં બે પ્રૌઢ મહિલાઓ હતી. તેમણે કહ્યું, ‘અમને તો મૂઝ જોવામાં રસ છે. કેરિબુ અને રીંછ તો બહુ જોયાં છે..અગાઉ બે વખત અમે પાર્કમાં આવ્યાં હતાં, પણ મૂઝ જોવા મળ્યું નહોતું.' બીજું કોઈક બોલ્યું, ‘મારે પણ મૂઝ જેવું છે. ઘેટાં, હરણ અને રીંછ તો બધાએ જોયાં હોય.' મૂઝ આમ તો હરણની જાતિનું પ્રાણી છે, યુરોપ અને અમેરિકાના ઉત્તર ધ્રુવ પ્રદેશમાં એ જોવા મળે છે. અલાસ્કામાં એની મોટામાં મોટી જાત છે. તે કાળા કે ભૂખરા રંગનું, સરેરાશ છ ફૂટ ઊંચું, પાંચસોથી વધુ કિલો વજનવાળું, ભરાવદાર, આગળના બે પગ વધુ પડતા લાંબા હોવાને કારણે ખૂંધ નીકળી હોય એવા દેખાવવાળું, કંઈક કઢંગું, વરવું, અભદ્ર લાગે એવું પ્રાણી છે. ચાર ફૂટ ઊંચાં તેનાં શિંગડાં વાંકાચૂંકાં, શાખાપ્રશાખાવાળાં, છેડે કોદાળી જેવાં ધારવાળાં હોય છે. નાના માથા ઉપર કેટલો બધો ભાર ! સ્વરક્ષણ માટે, શિકાર માટે, બરફ કે બીજું કંઈ તોડવા-કૂટવા માટે તે એનો ઉપયોગ કરે છે. કુદરતે દરેક પ્રાણીને ભૌગોલિક દષ્ટિએ અસ્તિત્વ ધરાવવા માટે તેવા પ્રકારના શરીરની રચના આપી છે. એમાં બિચારા મૂઝનો શો વાંક ? બસ ધીમી ગતિએ આગળ વધી રહી હતી. નિરાશ પ્રવાસીઓ બસના પારદર્શક કાચમાંથી કોઈ પશુને જોવા માટે આંખો ફાડીફાડીને જોઈ રહ્યા હતા. એવામાં એક સજ્જને હર્ષનાદ કરતાં કહ્યું, “હાશ...છેવટે આપણને એક કેરિખુ જોવા મળ્યું.' ડ્રાઈવરે તરત બસ ઊભી રાખી. એ સજ્જનની સૂચના પ્રમાણે બસો ફૂટ બસ પાછી વાળી. એમણે દૂર દૂર એક કેરિબુ બતાવ્યું. કેટલાકને એ દેખાયું, કેટલાકને નહિ, કારણ કે ઘણે આઘે એ હતું. કેરિબુ નીચું મોઢું કરીને ઘાસ ખાઈ રહ્યું હતું. પરંતુ તે જરા પણ હાલતું ચાલતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy