SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ કેનાલી નેશનલ પાર્ક G નહોતું. એવામાં એક ભાઈ મોટું શક્તિશાળી દૂરબીન લાવ્યા. એમાંથી જોયું તો એ કેરિબુ નહોતું. દૂર એક શિલાની આકૃતિ એવી હતી કે જાણે કેરિબુ ન હોય ! દૃષ્ટિભ્રમ થાય એવું જ ખરેખર હતું‘! પ્રાણીદર્શનની નિરાશાએ બધાને હસાવી દીધા. બસ ચાલી. સમયનો સદુપયોગ કરવા માટે ડ્રાઇવરે દેનાલી પાર્કનો ઇતિહાસ કહ્યો. આ પાર્કની સ્થાપના ૧૯૧૭માં થઈ હતી. મૅકકિન્લી પર્વતની આસપાસનો આ વિસ્તાર હોવાથી એનું નામ ‘માઉન્ટ મૅકકિન્લી નૅશનલ પાર્ક' રાખવામાં આવ્યું હતું. ત્યારે અહીં પ્રવાસીઓ આવતા નહિ. ઘણા વખત સુધી એવો ભ્રમ રહ્યો હતો કે બૅકકિન્લી પર્વતનું પર્યાવરણ બરાબર સચવાય એ માટે આ પાર્કની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ પર્વત માટે પાર્ક હોય તો પર્વતની દક્ષિણ દિશાના પ્રદેશનો એમાં કેમ સમાવેશ કરવામાં ન આવ્યો ? પર્વત તો આમ પણ એની ઊંચાઈ, ખડકો, ભેખડો, બરફ તથા ગીચ ઝાડીને કારણે કુદરતી રીતે જ સચવાયેલો હતો. ત્યાં જવાનું લોકો માટે સરળ નહોતું. વાત એમ બની હતી કે ગઈ સદીના અંતે અલાસ્કામાંથી સોનું નીકળ્યું છે એવી વાત પ્રસરતાં ઘણા સાહસિક વેપારીઓ અલાસ્કામાં ફેરબેન્કસમાં આવીને વસતા ગયા. તેઓ જુદા જુદા વિસ્તારમાં જમીન ખરીદી ત્યાં ખાણ ખોદાવવા લાગ્યા. તે વખતે મોટી સંખ્યામાં ખાણિયા મજૂરોને ફેરબેન્કસમાં વસાવવામાં આવ્યા. આ વધતી જતી વસ્તીના ખોરાક માટે અહીં ઘેટાં, કેરિબુ વગેરેનો શિકાર મોટા પ્રમાણમાં થવા લાગ્યો. વ્યવસાયી શિકારીઓ વધી ગયા. પશુઓની સંખ્યા ઘટવા લાગી. એ વખતે એક શિકારીને પોતાને આ વિસ્તારની ચિંતા થવા લાગી. એનું નામ હતું ચાર્લ્સ શેલ્ડન. એ શિકારની પ્રવૃત્તિ વેપાર માટે નહિ પણ અંગત શોખ માટે કરતો હતો. શિકાર ઉપરાંત વૃક્ષો, પુષ્પો, પતંગિયાં, પક્ષીઓ વગેરેના અભ્યાસનો પણ એને શોખ હતો. એ પ્રકૃતિપ્રેમી (Naturalist) પણ હતો. તે ૧૯૦૬માં આ વિસ્તારમાં આવ્યો હતો. પોતાનો તંબૂ નાખીને તે જુદી જુદી જગ્યાએ મુકામ કરતો. લાગલગાટ બે વર્ષ તે આ વિસ્તારમાં ઘૂમ્યો હતો. એણે જોયું કે આ વિસ્તારને 'નૅશનલ પાર્ક' તરીકે રાજ્ય તરફથી જાહેર કરવામાં આવે તો જ પશુઓનો શિકાર બંધ થાય. એણે એ માટેનો પ્રચાર ચાલુ કરી દીધો. જુદી જુદી કલબના સભ્યોને તે મળતો અને પોતાની ચિંતા દર્શાવતો. રાજકીય નેતાઓને પણ તે મળતો અને પોતાની યોજના સમજાવતો. આમ દસ વર્ષની ભારે જહેમત પછી એને સફળતા મળી અને ૧૯૧૭માં ‘માઉન્ટ મૅકકિન્લી નૅશનલ પાર્ક'ની રચના થઈ અને ત્યારથી ત્યાં શિકાર બંધ થયો. પછી તો આ પાર્કની સાચવણી માટે ઘણીબધી જાગૃતિ આવી ગઈ. ખાનગી વાહનો ઉપર પ્રતિબંધ આવ્યો. એક જ મુખ્ય રસ્તો છે તે પણ કાચો રાખવામાં આવ્યો. અનિવાર્ય એવી એક-બે નાની ઇમારતો સિવાય કશું જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy