SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ઉડને ૧૯ ચાલતાં સીધાં અહીં જ આવ્યાં છીએ. અમારે કોઈ પુલ આવ્યો નથી. કદાચ તમે પુલ ચડીને પેલી બાજુ ચાલ્યા ગયા હશો.' ‘ના, હું પણ પુલ ચડ્યો નથી. હમણાં ચડીને આ બાજુ આવ્યો તે તો તમને શોધવા માટે.’ ‘તો પછી કેમ આમ થયું ? તમે કારમાં રેલવેનો પુલ ઓળંગ્યો હશે !’ મિત્ર વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું, ‘બનવા સંભવ છે. આમ તો પુલ ઉપરથી કાર લીધી હોય એવું યાદ નથી. પણ પેટ્રોલપંપ શોધવા માટે હું રાઉન્ડ મારતો હતો તે દરમિયાન મોટરકારે કયારે રેલવેનો પુલ ઓળંગી લીધો હશે તેની ખબર રહી નહિ હોય. પેટ્રોલપંપ પર સર્વિસ કરાવી સ્ટેશનની નિશાની જોતાં જોતાં હું સ્ટેશને પહોંચ્યો, પણ હું તમને જોયા નહિ એટલે આસપાસ સ્ટોર્સમાં પણ આંટા મારી આવ્યો. કયાંય તમને જોયા નહિ. એટલે પાછો આવ્યો. સ્ટેશન પર સ્ટાફના સભ્યને પણ પૂછી જોયું કે કોઈ ભારતીય દંપતી અહીં આવ્યું છે ? એણે ના કહી એટલે વધારે ચિંતા થઈ. કોઈ ખિસ્સાકાતરુનો ભેટો થયો હોય અને પોલીસનું લફરું થયું હોય એવું તો નહિ બન્યું હોય ને ? હમણાં થોડી વાર પહેલાં વિચાર આવ્યો કે તમે સ્ટેશનની બીજી બાજુ કંઈ જોવા તો નહિ ગયાં હો ને ! પુલ ચડી આ બાજુ આવ્યો ત્યાં તમને જોયાં એટલે હાશ અનુભવી.’ ‘અમને પણ તમારી ચિંતા થતી હતી. તમને જોઈને શાંતિ થઈ.’ ‘ભારે ગરબડ થઈ.' અમે બંને સાથે બોલી ઊઠ્યા. ભૂખ લાગી હતી એટલે પહેલાં એક રેસ્ટોરાંમાં ગયાં. મિત્રે કહ્યું, ‘રમણભાઈ ! હવે વેનિસ પહોંચવામાં બહુ મોડું થશે. સારી સારી હોટેલો ભરાઈ જશે. મારું માનો તો રાત અહીં ઉડિનેમાં જ કોઈ હોટેલમાં રોકાઈ જઈએ.’ એમની વાત અમે સહર્ષ સ્વીકારી લીધી. એક સરસ નાની હોટેલમાં અમે ઊતર્યાં. હોટેલમાં અમને જે સરસ આવકાર મળ્યો, હોટેલના સંસ્કારી મૅનેજરે અને વિનયી સ્ટાફે અમારું જે ધ્યાન રાખ્યું એથી અમે આખા દિવસની ઉદ્વિગ્નતા પછી બહુ પ્રસન્નતા અનુભવી. હોટેલના કર્મચારીઓએ ઇટલીના માણસો માટેના અમારા પૂર્વગ્રહને ભૂંસી નાખ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy