SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ તોબા – ટાપુ જાપાનમાં હોન્શુ અને શિકોકુ એ બે મોટા ટાપુઓ વચ્ચે આવેલી વિશાળ ખાડીમાં હોન્મુના સમુદ્રકિનારે તોબા શહેર આવ્યું છે. કલ્ચર્ડ મોતી (ઉછેરેલું અથવા પકવેલું મોતી)ની શોધ કરનાર મિકિમોતોનું એ જન્મસ્થાન છે. તોબા પાસે આવેલો ‘ગિકિમોતો’ નામનો નાનકડો ટાપુ મોતીના Pearl Island - તરીકે જાપાનમાં વિખ્યાત છે. આ મૌક્તિક દ્વીપની મુલાકાત માટે ૧૯૭૭માં અમે કેટલાક મિત્રો ગયા હતા. મોતીના ઉત્પાદનના ક્ષેત્રે ક્રાન્તિ કરી નામાંકિત બનનાર મિકિમોતોના આ ટાપુના અમારા પ્રવાસનું આયોજન જાપાન ટ્રાવેલ બ્યુરો દ્વારા થયું હતું. અમે પચીસેક પ્રવાસીઓ ઑસાકાથી ટ્રેનમાં બેસી બે કલાકે તોબા પહોંચ્યા હતા. અમારા પ્રવાસી-ગ્રુપમાં અમેરિકન પ્રવાસીઓની સંખ્યા વધુ હતી. તોબા ઇસે-શિમા નેશનલ પાર્કના પ્રવેશદ્વાર સમું ગણાય છે. આ વિસ્તારમાં પર્વતમાળાનાં દશ્યો આકર્ષક છે. ઑસાકાથી તોબા સુધીનો ગ્રામ વિસ્તારનો આખો રસ્તો હરિયાળાં વૃક્ષોથી નયનશીતલ લાગતો હતો. સાંજ ઢળવા આવી હતી એટલે પ્રાકૃતિક દશ્ય વધુ રળિયામણું લાગતું હતું. તોબામાં અમારો ઉતારો તોબા ઇન્ટરનેશનલ હોટેલમાં હતો. સાંજે પહોંચી, ભોજન લઈ અમારો કાર્યક્રમ તોબા ઉપસાગરમાં નૌકાવિહાર કરવાનો હતો, પરંતુ હવા અચાનક તેજ થઈ ગઈ હતી અને વાતાવરણમાં ઠંડી પ્રસરી ગઈ હતી એટલે અમે અમારા રૂમમાં જ ભરાઈ રહ્યા હતા. હવામાનખાતા તરફથી આગાહી હતી કે બીજે દિવસે સવારે હવા હજુ વધારે તેજ બનશે અને વરસાદનાં મોટાં ઝાપટાં પડવાનો સંભવ રહેશે. મોતીના ઉત્પાદનનાં જાપાનનાં મોટાં ક્ષેત્રોમાં તોબાનું સ્થાન પણ મહત્ત્વનું છે. મોતીના વ્યવસાયમાં જાપાન દુનિયાના દેશોમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. ગઈ સદીમાં અરબસ્તાન (પર્શિયન ગલ્ફના પ્રદેશો) અને ચીન મોતી માટે પ્રખ્યાત હતાં અને આજે પણ એમનું સ્થાન છે. એ જમાનામાં બસરાનાં અંગુર જેવડાં મોટાં મોતીઓનું મૂલ્ય ઘણું અંકાતું. હવે તો મોતીનું ઉત્પાદન કરનારા દેશોની સંખ્યામાં ઘણો વધારો થયો છે અને રસાકસીભરી સ્પર્ધા ચાલી રહી છે. જોતાં જ પ્રસન્નતા ઉપજાવે, વર્ષો સુધી ઘસાય નહિ કે મેલી ન થાય, દેહલાવણ્યમાં અને સુશોભનોમાં ઉમેરો કરે એવી મોતી (મુક્તાફળ) જેવી ચમકદાર વસ્તુની જાણ માનવજાતને ઠેઠ પ્રાચીનકાળથી હતી. સ્વાતિ નક્ષત્રમાં મેઘબિંદુ છીપમાં પડે તો તે મોતી ૧૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy