SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ તોબા રા થઈ જાય એવી લોકમાન્યતા પણ પ્રચલિત હતી. નવરત્નમાં મોતીની પણ ગણના થતી. ન કહોવાય, ન કથળે, ન કાટ લાગે એવી કીમતી ધાતુ સુવર્ણનો ઉપયોગ અલંકારાદિમાં થતો તેમ ઔષધાદિમાં પણ થતો. એવી જ રીતે હીરા, માણેક, નીલમ, પરવાળાં વગેરેની જેમ મોતીની ભસ્મનો ઉપયોગ ઔષધાદિમાં થતો આવ્યો છે. ઠેઠ પ્રાચીન કાળથી મંગળમય ચીજવસ્તુઓમાં મોતીની ગણના પણ થયેલી છે. ‘થાળ ભરી ભરી મોતીડે વધાવો' જેવી કાવ્યપંક્તિઓ આ માંગલ્યનું સૂચન કરે છે. છીપલામાં મોતી બનાવનાર માછલી માટે ‘મુક્તાણુક્તિ' જેવો શબ્દ પ્રચલિત હતો. હાથીના ગંડસ્થળમાંથી ઝરતો મદ્દ ગંડસ્થળની અંદર જ જ્યારે સુકાઈને નક્કર નાના ગોળ પથ્થર જેવો થઈ જાય તો તેમાંથી ક્યારેક મોતી જેવી આકૃતિ નીકળે છે. એને ‘ગજમૌક્તિક' કહે છે. પ્રાચીન સમયમાં કીમતી રત્નોમાં ગજમૌક્તિકની પણ ગણના થઈ છે, પરંતુ હાથીઓમાંથી કોઈકના જ ગંડસ્થળમાંથી મદ કયારેક ઝરે છે અને મદઝરતા એવા ઘણા હાથીઓમાંથી કોઈકના જ ગંડસ્થળમાં મોતી થાય છે. એટલે જ કહેવાયું છે કે ‘મૌક્તિક ન ગજે ગજે' ! એટલે જ ગજમૌતિક જેવી વિરલ દુર્લભ વસ્તુ પણ અત્યંત શુકનવંતી મનાઈ છે. જૂના વખતમાં મોતીની કિંમત બહુ ગણાતી, કારણ કે તે અલ્પ પ્રમાણમાં મળતાં. ‘મરજીવા હોય તે મોતી લઈ આવે' એવી કહેવત અમસ્તી પ્રચલિત નહોતી થઈ. શ્વાસ રોકી દરિયામાં ડૂબકી મારી દસપંદર ફૂટ નીચે તળિયેથી મોતી શોધી લાવવામાં જીવનું જોખમ રહેતું. ડૂબકી મારવા છતાં મોતી મળે કે ન મળે, પણ રોકેલો શ્વાસ અંદર જ જો છૂટી જાય અને પાણી પિવાઈ જાય તો મૃત્યુ પણ થતું. માટે જ એવા ડૂબકીમારોને ‘મરજીવા' કહેવામાં આવતા. તોબામાં હોટેલ તોબા ઇન્ટરનેશનલમાં અમે સવારે ઊઠ્યા ત્યારે આકાશ વાદળિયું થઈ ગયું હતું. હવા જોરથી ચાલતી હતી. નાસ્તા વખતે અમારી ગાઇડ યુવતીએ કહ્યું, ‘અત્યારે ભારે પવન અને વરસાદની આગાહી છે.' સુસવાટાભર્યા પવનને લીધે વાતાવરણમાં ઠંડી વધી ગઈ હતી. કાર્યક્રમ નિહાળવા માટે અમારે ખુલ્લામાં જવાનું હતું એટલે માત્ર સ્વેટર પહેર્યું નહિ ચાલે, ઓવરકોટ પણ પહેરવો પડશે. ઓવરકોટ અને માથે ગરમ ટોપી પહેરી અમે ચાલ્યા ડૂબકીમાર છોકરીઓનો કાર્યક્રમ નિહાળવા. મિકિમોતો ટાપુ પર જવા માટે અમે બસમાં બેઠા. અમારી ગાઇડે અમને સાચાં (Real) અને પક્વેલાં (Cultured) મોતી વિશે રસપ્રદ માહિતી આપી. ગાઇડે કહ્યું : ઓઈસ્ટર (Oyster) નામની માછલી મોતી બનાવે છે. હથેળી જેટલી અથવા હથેળીમાં માય એટલી, છીપલાની દાબડીમાં રહેતી ઑઈસ્ટર માછલી જાપાનના દરિયામાં ઘણી થાય છે. ઑઈસ્ટર ઈંડામાંથી જન્મે ત્યારથી પોતાના શરીરની વૃદ્ધિ સાથે પોતાના રક્ષણ માટે છીપલાની દાબડી બનાવવાનું શરૂ કરી દે છે. પછી કઠણ પડવાળી, લંબવર્તુળાકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy