SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વાઝિ ૧ર એ તરતા હોય. થોડા કલાક પછી એ પણ ઓગળીને પાણીમાં પાણી થઈ જાય. એવા નાના ટુકડા આપણને ન દેખાય, પણ નીચી સપાટીએ ઊડતાં ગલને એ દેખાય. જ્યાં એ દેખાય ત્યાં એના ઉપર પગ ટેકવીને એ ઊભું રહે. આપણને લાગે કે એ પાણીમાં ઊભું છે. પણ વસ્તુત: એ બરફના નાના ટુકડા પર ઊભું હોય. બરફ ने બાજુ સરકતો જાય તે બાજુ એ પણ ઊભું-ઊભું સરકતું જાય. એમાં એને બહુ મજા આવે.' ધ્રુવપ્રદેશનાં પક્ષીઓની આ લાક્ષણિકતા જાણીને મને બહુ આનંદ થયો. થોડી વાર પછી કમાને અચાનક સ્ટીમરની ગતિ મંદ કરી નાંખી. એણે માઇકમાં કહ્યું, ‘તમને કદાચ તરત નહિ દેખાય, પણ દૂર પેલા આઇસબર્ગ પર કેટલાંક સીલ અને દરિયાઈ સિંહ (sea lion) બેઠાં છે. આપણે સ્ટીમર ધીમે ધીમે એમની પાસે લઈ જઈશું. કોઈ બહુ ઘોંઘાટ કરતા નહિ. ઘોંઘાટ સાંભળતાં તે પાણીમાં ચાલ્યાં જશે.’ સ્ટીમર ધીમે ધીમે આઇસબર્ગ પાસે સરકતી ગઈ અને એમ કરતાં એને અડીને ઊભી રહી. સી-લાયન પહેલાં તો ફાટી આંખે અમારી સામે જોતા રહ્યા. પછી અમારી સામે ઘૂરકવા લાગ્યા. કૂતરા જેટલી એની ઊંચાઈ હશે ! કેટલાકે ફોટા પાડ્યા. સી-લાયન માંહોમાંહે લડવા લાગ્યા. ધક્કાધક્કી કરવા લાગ્યા અને એક પછી એક બધાએ પાણીમાં ઝંપલાવ્યું અને ડૂબકી મારી કયાંના કયાં ચાલ્યા ગયા. સ્ટીમર આગળ ચાલી. એક હિમશિલા ઉપર ઓટર્સ નામનાં કેટલાંક જળચર બેઠાં હતાં. એકઝોન ટેંકરના અકસ્માત પછી ઓટર્સની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. જળબિલાડી જેવાં ઓટર્સ લાગે. તે રંગે કાળાં અથવા ભૂખરાં હોય છે. શ્વેત બરફ ઉપર બેઠાં હોય તો તરત દેખાઈ આવે. શિલા ઉપર ચડઊતર કરવું એમને બહુ ગમે. થોડી વાર પાણીમાં અને થોડી વાર બરફ ઉપર એમ એ રમ્યા કરે. એકબીજા સાથે ગેલ કરે, ધક્કાધક્કી કરે, કોઈકને પાણીમાં ધકેલી દઈ પછી ઉપર પોતે પડે. અમારી સ્ટીમર પાસે આવતી જોઈને બધાં ઓટર્સે પાણીમાં ડૂબકી મારી. સીલ એ ધ્રુવપ્રદેશનું દરિયાઈ પ્રાણી છે. એ પણ થોડી વાર પાણીમાં તો થોડી વાર બરફ ઉપર એમ દોડાદોડ કર્યા કરે. એક ઠેકાણે buoy પર ચડીને ત્રણ સીલ સૂઈ ગયાં હતાં. સીલને આવું ગમતું હોવાથી અહીંના અધિકારીઓએ વિલિયમ સાઉન્ડમાં એવા કેટલાક ઊંચા અને રંગીન ‘બોય’ તરતા મૂક્યા છે. સીલ પાસે અમે પહોંચ્યાં, પણ એમણે તો જરાક આંખ ખોલીને જોઈ લઈ પોતાનું ઊંઘવાનું ચાલુ રાખ્યું, જાણે અમારી કશી પરવા જ એમને ન હોય ! ન અમારી સ્ટીમર આગળ ચાલી. જેમ જેમ આગળ જતાં ગયાં તેમ તેમ પાણીમાં મોટી હિમશિલાઓનું પ્રમાણ વધતું ગયું. નાનામોટા બીજા તો ઘણાબધા ટુકડાઓ પાણીમાં તરતા હતા. બરફના એ ટુકડાઓ સાથે ભટકાતી સ્ટીમર હવે સાવ મંદ ગતિએ આગળ વધતી ગઈ. કમાને કહ્યું, ‘આપણે આપણી સ્ટીમર ઠેઠ કોલંબિયા ગ્લેશિયરને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy