SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ એજિયન સમુદ્રના ટાપુઓમાં દુનિયાના કેટલાક દેશોના સાંસ્કૃતિક વિકાસમાં એના મુખ્ય તળપ્રદેશ(Main land)ની જેમ એની આસપાસના એના ટાપુઓનું પણ એટલું જ મહત્ત્વનું કાર્ય રહેલું છે. એવા દેશોમાં ગ્રીસનું સ્થાન મોખરે છે. વળી ગ્રીસની સંસ્કૃતિ પણ એટલી જ પ્રાચીન છે. યુરોપમાં ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા રાષ્ટ્રોમાં સ્પેન, ફ્રાન્સ, ઈટલી, યુગોસ્લાવિયા, આલ્બનિયા, ગ્રીસ, તુર્કસ્તાન વગેરેમાં સૌથી વધુ ટાપુઓ ધરાવતું રાષ્ટ્ર તે ગ્રીસ છે. આમ તો બધો જળવિસ્તાર બૃહદ્ ભૂમધ્ય સમુદ્રનો જ ગણાય, પરંતુ જુદા જુદા કિનારાના પ્રદેશના લોકોએ એને ઓળખવા માટે જુદાં જુદાં નામ પ્રાચીન સમયથી જ આપેલાં છે. ગ્રીક લોકોએ પોતાના એક બાજુના વિશાળ સમુદ્રને એજિયન (Aegean) સમુદ્ર અને બીજી બાજુના સમુદ્રને આયોનિયન (Ionian) સમુદ્રનું નામ આપ્યું છે. આ બંને સમુદ્રમાં પણ પંદરથી વધુ અખાતો છે અને તે દરેકનાં જુદાં જુદાં નામ છે. ખાસ્સા મોટા મોટા એકસોથી વધુ ટાપુ ધરાવનાર એજિયન સમુદ્રનો મહિમા ગ્રીસ માટે ઘણો મોટો છે. આ સમુદ્રની આબોહવામાં જ કોઈક એવું તત્ત્વ છે જે જીવનને ચેતનથી ધબકતું રાખે છે. ત્યાંના બેટોના નીરવ વાતાવરણમાં કવિતા, સંગીત, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા, ધર્મકલા, તત્ત્વજ્ઞાન વગેરે સારી રીતે પાંગરતાં રહ્યાં છે અને ગ્રીસની સંસ્કૃતિના વિકાસમાં અનોખું પ્રદાન કરતાં રહ્યાં છે. એજિયન સમુદ્રના ટાપુઓનો ઇતિહાસ બાદ કરીએ તો ગ્રીસનો સાંસ્કૃતિક ઈતિહાસ અધૂરો રહે. - આ એજિયન સમુદ્રમાં સફર કરવાનો એક સુંદર અવસર અમને કેટલાંક પ્રવાસીમિત્રોને સાંપડ્યો હતો. અમારી સફર તો એક જ દિવસની હતી અને ફક્ત ત્રણ ટાપુઓનું વિહંગાવલોકન જ કરવાનું હતું, પણ એ અનુભવ મારે માટે એટલો સમૃદ્ધ અને સ્મરણીય બની ગયો છે કે એજિયન સમુદ્રનું નામ સાંભળતાં જ હૃદય પ્રફુલ્લિત બની જાય છે. ગ્રીસનો ભવ્ય ભૂતકાળ ચલચિત્રની જેમ નજર સામે તરવરવા લાગે છે. અમારી સ્ટીમરનું નામ પણ એવું જ યથાર્થ હતું : “એજિયન ગ્લોરી' (Aegean Glory). અમે સ્ટીમરમાં સવારે આઠ વાગે દાખલ થયા ત્યારે લાક્ષણિક ગ્રીક પોશાકમાં સુસજ્જ એવા કર્મચારીઓએ અમારું સભાવ સ્વાગત કર્યું. એમના હસતા ચહેરામાં કૃત્રિમતા કે ઔપચારિકતા નહોતી. પ્રવેશદ્વારમાં જ એક યુવક અને એક યુવતી એક પછી ૨૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy