SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ કોમ્પિ ૨૫૫ વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય ટોળકી દ્વારા મ્યુઝિયમમાં થયેલી ચોરીમાં ચાલી ગયેલી એક મહત્વની વસ્તુ તે ડાયોનિસિસની મોટી મુખાકૃતિ છે તે પણ અમને કહ્યું. અમારામાંના ઘણાખરા તો પાંચ-દસ મિનિટ મ્યુઝિયમમાં આંટા મારી, આમતેમ ફરીને બસમાં બેસી ગયાં હતાં. ગાઈડના સૌજન્યથી અમને થોડું વિશેષ જોવા જાણવા મળ્યું એનો આનંદ હતો. અલબત્ત, ઘણાંને કશું ગુમાવ્યાની ખબર પણ નહોતી અને ખબર પડે તો અફસોસ થાય એમ નહોતો. આમ પણ આ બધી વાતો કેટલા દિવસ યાદ રહેવાની હતી ? પાંચદસ વર્ષ પછી અમે ગ્રીસમાં કોરિન્થ પણ ગયાં હતાં એટલું પણ કેટલાંકને યાદ ન રહે તો તે સમજી શકાય એવી વાત છે. આ તો પ્રાચીન સાંસ્કૃતિક અવશેષોના અવલોકનની વાત હતી, પરંતુ વ્યવહારુ ડહાપણ તો કહે છે કે પ્રવાસમાં ગાઈડ-ભોમિયા સાથે ઝઘડવાથી લાભ કરતાં નુકસાન જ વધારે થવા સંભવ છે. જૂના વખતની એક કહેવતનું મને સ્મરણ થયું : જંગલે જટ્ટ (જંગલી માણસ) ન છેડીએ, બજારે બકાલ; કસબે તર્ક (મુસલમાન) ન છેડીએ, નિશ્ચય આવે કાળ. આની જેમ જ આપણે કહી શકીએ : પ્રવાસે ભોમિયો ન છેડીએ, નિશ્ચય ચૂકીએ માર્ગ. બધાં આવી જતાં અમારી બસ એથેન્સ તરફ પાછી ફરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy