________________
૨૫૪
પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન પરંતુ ગાઈડના વાકયનો શો અર્થ થાય છે તે તેની સમજમાં આવ્યો નહિ. તેઓ બબડતી જ રહી. “અમે નાણાં પૂરાં ખચ્ય છે તો અમારે માટે રાહ કેમ ન જોવી ? અમને બધું સમજવાનો પૂરો હક છે.' આવું મિથ્યાભિમાન એમના વલણમાં દેખાતું હતું.
કોઈ પણ પ્રવાસમાં ગાઈડની સાથે સહૃદયતાનો સિદ્ધાન્ત જ વધુ લાભદાયી નીવડે છે. ગાઈડે કેટલું સમજાવ્યું અને કેટલું છોડી દીધું એની અજાણ્યા પ્રવાસીને કેવી રીતે ખબર પડે ? - હવે ગાઈડનો ઉત્સાહ મંદ પડી ગયો હતો. તેઓ એક પછી એક સ્થળે જઈ, બધાં આવી પહોંચે ત્યાં સુધી શાન્તિથી ઊભા રહી, પછી હસતાં હસતાં પૂછે,' હવે ચાલુ કરું ?' પછી એ વિશે ચારપાંચ વાકયો કહી વાત સંકેલી લે. ગાઈડની નવી હસમુખી પદ્ધતિનો અણસાર અમને કેટલાક મિત્રોને આવી ગયો. પેલી યુવતીઓ માંહોમાંહે બોલતી હતી, “જોયું ? આપણે બોલ્યાં તો આટલો ફેર પડ્યો !'
અમે પણ માંહોમાંહે વાત કરતા હતા : જોયું ? આપણે ગાઈડ સાથે ઝઘડ્યા એથી આટલો ફેર પડ્યો !'
ત્યાર પછી ગાઈડે બજારવિસ્તાર (Agora), કબરો, થિયેટર, એપોલોનું મંદિર વગેરે દૂરથી જ બતાવી દીધાં. પછી તેઓ અમને સંગ્રહસ્થાન (Museum) પાસે લઈ ગયા અને કહ્યું, “આ વિસ્તારમાંથી જે અવશેષો મળ્યા છે તે આ સંગ્રહસ્થાનમાં રાખવામાં આવ્યા છે. તમને પોણા કલાકનો સમય આપવામાં આવે છે. એ અવશેષો જોઈ તમે બસ પર આવી જશે.'
અમે સમજી ગયા કે ગાઈડે મ્યુઝિયમમાં આવીને સમજાવવાનું ટાળ્યું. તેઓ એક બાંકડા પર બેઠા. બધાં મ્યુઝિયમમાં દાખલ થયાં. અમે ત્રણેક મિત્રો ગાઈડ પાસે ઊભા રહ્યા અને એમના કાર્યને બિરદાવતાં વચનો કહ્યાં અને જિજ્ઞાસાભર્યા કેટલાક પ્રશ્નો મૃદુતાપૂર્વક પૂછયા, અમારી સાચી જિજ્ઞાસા જોઈ ગાઈડનો ગાઈડ તરીકેનો આત્મા આનંદિત થઈ ગયો. એમણે કહ્યું, 'તમને સાંસ્કૃતિક અવશેષોમાં રસ છે, તો ચાલો, હું તમને કેટલાક વિશિષ્ટ અવશેષો બતાવું.”
ગાઈડ અમને થોડે દૂર લઈ ગયા. એક સ્થળે અઢી હજાર વર્ષ પ્રાચીન એવાં સ્નાનાગાર હતાં. પાણી વહી જવા માટેની ભૂગર્ભ નાળ હતી. એક સ્થળે આધુનિક પદ્ધતિ જેવાં શૌચાલય હતાં. ત્યાર પછી હજાર માણસો એકસાથે જાહેર કાર્યક્રમ ખુલ્લામાં નિહાળી શકે એ માટે કેવા પ્રકારની જગ્યા પસંદ કરવામાં આવી હતી તે બતાવ્યું. ગાઈડનું હૃદય જીતવાથી તેઓ કેટલા ખીલી શકે તે અમે પ્રત્યક્ષ અનુભવ્યું.
ત્યાર પછી ગાઈડ મ્યુઝિયમમાં અમારી સાથે આવ્યા. ગ્રીક, રોમન, બાયઝેન્ટાઈન વગેરે યુગની ચીજવસ્તુઓ અમને બતાવી અને તેમની લાક્ષણિકતા સમજાવી. કેટલાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org