________________
પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન રેડસ્ફરની મુલાકાત લઈ અમે વચ્ચે ચા-પાણી માટે એક રેસ્ટોરાંમાં ગયાં. ત્યાં . અમારામાંના એક ભાઈએ મૉસ્કોમાં રહેતા પોતાના એક મિત્રને ફોન કર્યો. એ ફોનમાં
વાત નીકળતાં એમના મિત્ર પાસેથી એમને જાણવા મળ્યું કે ભારતીય રેસ્ટોરાંમાં ડૉલર પણ લેવામાં આવે છે અને રૂબલ પણ લેવામાં આવે છે. આ વાત જાણ્યા પછી લગભગ બધાં જ પ્રવાસીઓને એવું થયું કે ડૉલરમાં બિલ ચૂકવવા કરતાં રૂબલમાં દસ ગણું સસ્તુ પડે, કારણ કે કેટલાકે ખાનગીમાં એક ડૉલરના દસ કે બાર રૂબલ જેટલી રકમ મેળવી હતી. આથી અમારામાંના કેટલાકે આગ્રહ રાખ્યો કે ગાઈડે રેસ્ટોરાંમાં ફરીથી ફોન કરીને પાકું કરી લેવું જોઈએ કે ડૉલરને બદલે રૂબલમાં બિલ ચૂકવે તો ચાલે કે કેમ ? ગાઈડે ભારતીય રેસ્ટોરાંમાં ફરીથી ફોન કરીને પૂછી લીધું અને બધાંને ખુશખબર આપ્યા કે, ‘રેસ્ટોરાંમાં ડૉલરને બદલે રૂબલમાં પણ બિલ ચૂકવી શકાશે. ભારતીય નાગરિકો માટે રેસ્ટોરાંમાં આ જાતની છૂટ છે.” આમ એક તો અમે બધાં ભારતીય વાનગીઓ આરોગવાની ઉત્સુકતાપૂર્વક અને ઉત્સાહથી રાહ જોતાં હતાં, તેમાં વળી બિલ રૂબલમાં ચૂકવી શકાશે એ જાણીને બધાં હર્ષથી એકબીજાને તાળી આપવા લાગ્યાં.
અમારો કાર્યક્રમ બપોરે બેએક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ સાંજે રશિયન સર્કસ જેવાનો હતો. એ પ્રમાણે સર્કસ જોઈ રાત્રે સાડાઆઠ વાગ્યે અમે સીધા રેસ્ટોરાં પર પહોચી ગયાં. મોસ્કોમાં (સમગ્ર સોવિયેટ યુનિયનમાં) પાર્કિંગની સમસ્યા ન હોવાથી અમારી બસ સીધી રેસ્ટોરાંના દરવાજા સામે ઊભી રાખવામાં આવી. અમને મૂકીને, બસ ત્યાં રાખીને, ડ્રાઈવર પોતે ખાવા માટે ગયો. બધાંને સમય પૂછીને ગાઈડે ડ્રાઈવરને રાત્રે સાડા દસ વાગ્યે પાછા બાલાવ્યો.
રેસ્ટોરાંમાં દાખલ થઈ અમે બધા પોતપોતાના જૂથ પ્રમાણે ટેબલ પર ગોઠવાયાં. વેઈટરોએ ‘મનું આપ્યાં. શિખંડ-પૂરી, ગુલાબજાંબુ, બરફી, નાન, પરોઠાં, તાંદૂરી રોટી, મટર-પનીર, મલાઈ કોફતાં, સમોસા વગેરે વાનગીઓનાં નામ વાંચતાં બધાંનાં મોઢામાં પાણી છૂટવા લાગ્યું. વાનગીઓના દર ઘણા મોંઘા હતા, પણ રૂબલમાં બિલ ચૂકવવાનું હતું એટલે ચિંતા નહોતી. અમે બધાં ઉત્સાહપૂર્વક વેઈટરોને પોતપોતાની વાનગીઓ લખાવવા લાગ્યાં. અમે બધાં વાતચીત કરતાં હતાં તે દરમિયાન હોટેલનો મેનેજર અમારી પાસે આવી પહોંચ્યો. એણે કહ્યું, “માફ કરજો, તમે બધાં ઈન્ડિયન ટૂરિસ્ટ છો. એટલે તમારે તમારું બિલ ડૉલરમાં આપવાનું રહેશે.'
આવું સાંભળતાં જ અમારામાંના એકે કહ્યું કે “અમારે વાત થઈ ગઈ છે અને તે પ્રમાણે અમારે બિલ રૂબલમાં ચૂકવવાનું છે.' મૅનેજરે કહ્યું કે “મારે એવી કોઈ વાત થઈ નથી. તમારે બિલ ડૉલરમાં જ આપવાનું રહેશે.' આથી અમે ગૂંચવાયાં. બીજા ટેબલ પર બેઠેલી અમારી ગાઈડને બોલાવી. તેણે મૅનેજર પાસે ખુલાસો કર્યો કે પોતાને ફોન ઉપર વાત થઈ ગઈ છે કે ભારતીય લોકો રૂબલમાં પોતાનું બિલ ચૂકવી શકશે. ગાઈડે ફોન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org