SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ મૉસ્કોમાં ભારતીય જમણ se અમે જ્યારે સોવિયેટ યુનિયનનો આ પ્રવાસ કર્યો ત્યારે મિખાઈલ ગોબોંચેવ સત્તા ઉપર આવ્યા હતા. પેરેસ્ટ્રોઈકા અને ગ્લાસનોસ્તનો યુગ શરૂ થયો હતો. સ્ટેલિનના સમયમાં સોવિયેટ યુનિયનમાં મોટા મોટા ઑફિસરો પણ ફફડતા. બ્રેઝનેવના વખતમાં સખતાઇ થોડી ઓછી થઈ હતી. લાંચરુશવત અને ગેરકાયદે પ્રવૃત્તિઓ થોડા પ્રમાણમાં ચાલુ થઈ ગઈ હતી. ગોબોંચેવની તો નીતિ જ ઉદાર હતી. એટલે ખોટું કરવાનો ડર ઘટતો જતો હતો. ત્યાંની નાણાકીય સ્થિતિ ત્યારે ઘણી જુદી હતી. સોવિયેટ યુનિયનમાં રૂબલ અને કોપેકનું ચલણ છે. એક રૂબલના સો કોપેક થાય. અમે ગયા ત્યારે બૅન્કોમાં હૂંડિયામણના અધિકૃત દર પ્રમાણે એક ડૉલરના પાંસઠ કોપેક મળતા. દુનિયાના ઘણા દેશોમાં બને છે તેમ બૅન્કના દર કરતાં ખાનગીમાં ગેરકાયદે વધારે નાણાં આપનાર માણસો નીકળતા જ હોય છે. સોવિયેટ યુનિયનમાં અંગત રીતે કોઈ વ્યક્તિ સાથે વિદેશી હૂંડિયામણનો વ્યવહાર કરી શકાતો નહોતો. એટલે કે ડૉલર આપીને રૂબલ લઈ શકાય નહિ. પોતાની પાસે ડૉલર રાખવા તે સોવિયેટ નાગરિક માટે કાયદેસર ગુનો હતો. ગુનેગારને જેલ સહિત ભારે સજા કરવામાં આવતી. આમ છતાં કેટલાક એકલદોકલ માણસો રાતના વખતે હોટેલ ઉપર આવીને ખાનગીમાં રૂબલ આપીને ડૉલર લઈ જતા. બૅન્કમાં જ્યારે એક ડૉલરના પાંસઠ કોમ્પેક મળતા હતા, ત્યારે આવા અજાણ્યા એજન્ટો હોટેલમાં આવીને એક ડૉલરના આઠ, દસ કે બાર રૂબલ આપી જતા હતા. આવી પ્રવૃત્તિ ત્યાં રહેવા ગયેલા કેટલાક ભારતીય નાગરિકો પણ કરતા. બૅન્ક કરતાં આવી રીતે અજાણ્યા પાસેથી ઘણા બધા વધારે રૂબલ મળતા હોય તો પ્રવાસીઓનું મન લલચાયા વગર રહે નહિ. અમારામાંના કેટલાકે આવી ગુપ્ત રીતે પોતાની જરૂરિયાત અનુસાર ઠીક ઠીક પ્રમાણમાં ડૉલર વટાવીને રૂબલ લીધા હતા. અમને કેટલાકને વિદેશમાં આવું જોખમ ન ખેડવાનું અને સરકારી કાયદાને માન આપવાનું યોગ્ય લાગ્યું હતું. સસ્તા ભાવના રૂબલ લીધા પછી જ્યાં જ્યાં ડૉલરને બદલે રૂબલ આપવાનું આવે ત્યાં તેઓને તે ઘણું બધું સસ્તું લાગે એ દેખીતું છે. સરકારી કાયદા અનુસાર ઘણેખરે ઠેકાણે અમારે વિદેશી પ્રવાસી તરીકે ડૉલરમાં જ બિલની ચૂકવણી કરવાનું રહેતું. સવારે બસમાં અમે મૉસ્કો શહેર જોવા નીકળ્યાં. ભારતીય રેસ્ટોરામાં કોણ ભોજન લેશે અને કોણ નહિ તેની વિગત અમારી ગાઇડે નોંધી લીધી. રસ્તામાં એક સ્થળેથી ફોન કરીને તે પ્રમાણે એક રેસ્ટોરાંમાં સંખ્યા લખાવી રિઝર્વેશન કરાવી દીધું. સાંજના ભોજનમાં કઈ કઈ વાનગીઓ તૈયાર મળશે અને કઈ વાનગીઓ માટે ઑર્ડર આપવાનો રહેશે તેની વિગતે વાતચીત કરી લીધી. અમારી ગાઇડે કહ્યું કે 'રેસ્ટોરાંવાળાએ જણાવ્યું છે કે આપણે બધાં વિદેશી પ્રવાસીઓ છીએ એટલે દરેકે પોતાનું બિલ ડૉલરમાં આપવાનું રહેશે.' ઘણા દિવસ પછી ભારતીય જમણ મળતું હોય તો ડૉલર આપવા બધાં જ તૈયાર હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy