________________
લૂ લેગૂન અને વિડેય ટાપુ
ઇગ્લેંડની ઉત્તરે આવેલા આઈસલેન્ડની રાજધાની રક્ષાવિક(Reykjavik)માં અમારી હોટેલ લેઈફર આઈરિકસન(Leifur Eiriksson)માં ઊતરી મેનેજરને સૌથી પહેલી ફરિયાદ અમે એ કરી કે પીવાનું પાણી આટલું બધું ગંધાતું કેમ છે ?
મેનેજરે કહ્યું, “આખા આઈસલેન્ડમાં તમને પીવાનું પાણી આવું ગંધાતું જ મળશે.'
આવા ગંદા ગંધાતા પાણીથી તો પેટ બગડે.” “નહિ બગડે. પાણી ગંધાય છે, પણ ગંદું નથી.” એટલે ?'
એટલે કે આ પાણી ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ થઈને જ આવે છે. વાસ શક્ય તેટલી ઓછી કરાય છે, તો પણ એમાં ગંધક(sulphur)ની વાસ તો રહેવાની જ. આઈસલેન્ડ એ ઠરી ગયેલા જવાળામુખીઓનો દેશ છે. એટલે જ્યાંથી તમે પાણી કાઢો ત્યાંથી ગંધકવાળું પાણી જ નીકળશે.'
“એટલે તમારે ત્યાં ગંધક વગરનું પાણી મળતું જ નથી ?'
'ના. અમારું પોતાનું પાણી તો ગંધકવાળું જ છે. હવે બહારથી ‘મિનરલ વૉટરની બાટલીઓ મંગાવવામાં આવે છે. પણ તે તો કેટલી બધી મોધી પડે ? અહીંના સામાન્ય માણસને એ ન પરવડે. અમારા લોકો તો આઈસલેન્ડમાં વસવાટ થયો ત્યારથી, સૈકાઓથી આ જ પાણી પીતા આવ્યા છે. સાદું પાણી અમને ન ભાવે. અમારું પાણી આરોગ્ય માટે પણ સારું છે. કેટલાક લોકોને સલ્ફરની એલર્જી હોય છે, પણ આઈસલેન્ડના લોકોને સલ્ફરની એલર્જી ક્યારેય થતી નથી.
મૅનેજરના ખુલાસાથી નવી વાત જાણવા મળી. ગંધકવાળું પાણી પીવા સિવાય છૂટકો નહોતો, આસ્તે આસ્તે એ પીવાનું અમને ફાવી ગયું.
ભારત, રશિયા, ચીન, કોરિયા, જાપાન, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા વગેરેમાં, વિશેષત: ડુંગરાળ પ્રદેશોમાં ગરમ પાણીના ઝરા (Hot Spring) છે. કેટલેક સ્થળે સ્નાન માટે ત્યાં કુંડ પણ બનાવવામાં આવ્યા છે. ક્યાંક પાઈપ વાટે એ પાણી દૂર લઈ જઈ આરોગ્ય માટે સ્નાનાગાર બનાવવામાં આવ્યા છે. જાપાનમાં કિનુગાવા, કોડોગો, બેડુ વગેરે સ્થળે તો મોટી મોટી હોટેલોમાં વિશાળ, આકર્ષક, વ્યવસ્થિત સ્નાનાગાર, તરણહોજ બાંધવામાં આવ્યા છે.
૨૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org