SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ બ્લૂ લેગૂન અને વિડેય ટાપુ ૨૨૯ આઇસલૅન્ડમાં ગરમ પાણીના કુદરતી ફુવારા ઘણે સ્થળે છે. (એને તેઓ ગેયસિરGeysir કહે છે જેના પરથી ‘ગિઝર’ શબ્દ આવ્યો છે.) ખારા પાણીના બાંધેલા તરણહોજ પણ ત્યાં ઘણા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓએ ગંધકવાળા ગરમ પાણીનું જળાશય ખુલ્લામાં બાંધ્યું છે, જેમાં પ્લાન્ટ દ્વારા પાણી ભરાય છે અને સ્વચ્છ થાય છે, એનું નામ રાખ્યું છે Blue Lagoon. Lagoon એટલે તળાવ, જળાશય. પાણીના રંગને અનુસરી એવું નામ રાખ્યું છે. આપણે એને ‘ભૂરા તળાવ’ અથવા ‘નીલસર’ તરીકે ઓળખી શકીએ. બીજે દિવસે સવારે બ્લૂ લેગૂન અને વિડેય (Videy) ટાપુના પ્રવાસનું આયોજન કરતી એક ટૂરિસ્ટ કંપનીમાં અમે અમારાં નામ નોંધાવી દીધાં. સમય હતો એટલે અમે હોટેલ પરથી પગે ચાલીને જઈ શકાય એટલે છેટે આવેલું હોલગ્રિમ્સ કિા (Hallgrimskiikja) ચર્ચ જોવા ચાલ્યા. અમારી હોટેલનું નામ ‘લેઇફ્ર આઇરિસન’ હતું અને ચર્ચની આગળના ચોગાનમાં આઇસલૅન્ડીય મહાપુરુષ લેઇફુર આઇરિક્સનનું પૂતળું દૂરથી પણ દેખાય એ રીતે એટલા ઊંચા કલાત્મક શિલાસ્થાન પર ગોઠવવામાં આવ્યું છે. આઇસલૅન્ડના ઐતિહાસિક નેતાઓમાં આઈરિક્સનનું નામ પ્રથમ આવે. તે આઇરિક ધ રેડનો પુત્ર હતો અને મહાન સાહસિક શોધસફ્રી હતો. ઈ.સ. ૧૦૦૦ વર્ષની આસપાસ તે દરિયાઈ શોધસફરે નીકળ્યો ત્યારે વાવાઝોડાને કારણે તેના વહાણની દિશા બદલાઈ જતાં તે વહાણ ઘસડાઈને અમેરિકાના પૂર્વ કિનારે ન્યૂફાઉન્ડલૅન્ડ અને વર્જિનિયા વચ્ચે પહોંચી ગયું હતું. ત્યાંથી લેઇફુર ગ્રીનલૅન્ડ થઇ આઇસલૅન્ડ પાછો ફર્યો હતો. આ રીતે અમેરિકાની ધરતી પર પ્રથમ પગ મૂકનાર તે કોલંબસ નહિ પણ લેઇફુર આઈરિકસન હતો. જેમ કોલંબસ અમેરિકા જવા નહોતો નીકળ્યો પણ અજાણતાં જ ત્યાં પહોંચી ગયો હતો તેમ લેઇકુરનું પણ થયું હતું. સ્પેનના કિનારેથી કોલંબસે એટલાન્ટિક મહાસાગરમાં જેટલું અંતર કાપ્યું હતું તેના કરતાં આઇસલૅન્ડના કિનારાથી અમેરિકાનું અંતર ઘણું ઓછું છે. લેઇકુરને જેટલી ખ્યાતિ મળવી જોઈએ એટલી અલબત્ત મળી નથી. જોકે એ તો અમેરિકાની ધરતી પર પગ મૂકીને તરત જ પાછો આવી ગયો હતો. આમ છતાં આઇસલૅન્ડની પ્રજાના હૈયામાં પોતાના નેતા આઇરિસન માટે બહુ આદરભાવ હોય એ સ્વાભાવિક છે. આઇરિસનનું આ પૂતળું અમેરિકાએ કરાવી આપ્યું છે એ પણ આદાનપ્રદાનનો એક સુંદર સંકેત છે. હોલગ્રિમ્સ-કિમાં ચર્ચ એટલું ઉત્તુંગ છે કે રેકયાવિકમાં ગમે ત્યાં હોઈએ ત્યાંથી એ દેખાય. રેક્યાવિકમાં રહેણાકનાં ઘણાંખરાં ઘરો લાકડાનાં, બેઠા ઘાટનાં નાનાં નાનાં, પણ છાપરાં અને દીવાલોના રંગો ભાતભાતના. લોકોનો વિવિધ રંગો માટેનો શોખ છૂપો ન રહે. અમે ચર્ચમાં દાખલ થયા. વસ્તીના પ્રમાણમાં દેવળ ઘણું મોટું છે એટલે હાજરી પાંખી લાગે. વસ્તુત: દેવળનું બાંધકામ માત્ર ધર્મસ્થળ તરીકે નથી થયું. સ્થાપત્યકલાની દષ્ટિએ એક વિલક્ષણ આકૃતિ તરીકે, રેકયાવિકની ઓળખ તરીકે એનું બાંધકામ થયું છે. એનો આકાર ઊભા રૉકેટ જેવો છે. એ નીચેથી પહોળું નથી એટલે તાડ કે ટાવર જેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy