SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન પેટ્રોલપંપ પર બેસવા કરતાં શહેરમાં ફરવાનો વિચાર અમને વધારે ગમ્યો. ઉડિનેમાં જિંદગીમાં બીજી વાર કયારે આવવાનું થશે ? શહેરના મધ્ય ભાગ તરફ ગાડી ચાલી. એક બાર પાસે અમે ઊતર્યાં. મેં મિત્રને પૂછ્યું, ‘તમે અમને લેવા ક્યાં આવશો ?' રક પુનર્મિલનના સ્થળની બરાબર ચોકસાઈ પહેલેથી કરી લેવી સારી, નહિ તો ગોટાળા થવાનો સંભવ રહે. વિદેશમાં અજાણ્યા પ્રદેશમાં તો એની ઘણી જરૂર રહે. પડે મિત્રે કહ્યું, ‘હા, સ્થળ વ્યવસ્થિત રીતે વિચારીને નક્કી કરી લેવું સારું. ભારતમાં તો આ ગાય ઊભી છે ત્યાં આપણે પાછા ભેગા થઈશું એમ કહીને માણસો છૂટા અને એટલી વારમાં તો ગાય ક્યાંય ચાલી ગઈ હોય.’ મિત્રની મજાકનો જવાબ આપતાં મેં કહ્યું, ‘અને અહીં યુરોપમાં, ‘આ કાળી ગાડી પાસે પાછા મળશું' એમ નક્કી કરીએ અને પાછા ફરીએ ત્યાં તો એ ગાડી કયાંય નીકળી ગઈ હોય.’ ‘હા, એટલે સ્થળ તો ગેરસમજ ન થાય એવું પાકું રાખવું જોઈએ. અહીં કોઈ મોટા સ્ટોર્સ પાસે મળવાનું રાખી શકાય, જો સમય નિશ્ચિત હોય તો. પણ મને કેટલી વાર લાગશે એની ખબર નથી. વળી વીમાકંપનીની કુપન લઈ સર્વિસ કરી આપે એવો પેટ્રોલપંપ મારે શોધવો પડશે.’ ‘અહીં ગાડી પાર્ક કરવાની મનાઈ છે. એટલે જ્યાં ગાડી પાર્ક થઈ શકે એવી જગ્યા નક્કી કરીએ તો સારું.' મેં કહ્યું. ‘એમ કરીએ.....’ મિત્રે વિચાર કરીને કહ્યું, ‘હમણાં આપણે જ્યાંથી આ સ્ટ્રીટમાં દાખલ થયા ત્યાં રેલવેસ્ટેશન દેખાયું હતું.’ ‘હા, મે પણ જોયું હતું. અહીંથી પાછા ફરીએ એટલે સ્ટ્રીટને નાકે રેલવેસ્ટેશન આવે છે. ત્યાં પાર્કિંગની સગવડ હોય જ.' ‘બસ, તો એ સ્ટેશનના દરવાજા પાસે દોઢેક કલાક પછી આપણે મળવાનું નક્કી રાખીએ. નાના શહેરનું નાનું રેલવેસ્ટેશન છે એટલે બીજી કોઈ ગેરસમજ થવાનો સંભવ નથી. મને કે તમને મોડું-વહેલું થાય તો ત્યાં બેસવાની સગવડ હશે જ અને બીજો લાભ એ છે કે ત્યાં ટૉઇલેટ ફ્રી હશે. અહીં અન્ય સ્થળે બાથરૂમ જવાના પૈસા આપવા પડે છે, પરંતુ રેલવેસ્ટેશનોમાં એનો કોઈ ચાર્જ હોતો નથી.' વિદેશમાં ફરતા હોઈએ અને વિદેશી ચલણ મર્યાદિત હોય તો આવા વિચારો પણ આવે. મિત્રે વિદાય લીધી અને અમે ફરવાનું ચાલુ કર્યું. કશું ખરીદવું તો હતું જ નહિ. માત્ર નજર કરવી હતી અને સમય પસાર કરવો હતો. અમે કેટલાક સ્ટોર્સમાં આંટા માર્યા. દરેક દેશની, કેટલાંયે શહેરોની પોતાની આગવી લાક્ષણિકતા હોય છે. દુકાનોમાં વેચાતી ચીજવસ્તુઓમાં પણ એ જોવા મળે. કુતૂહલથી હું કેટલીક વસ્તુઓ જોવામાં મગ્ન હતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy