________________
ઉડિને
૧૨૫ કરવાવાળા થાય, તો બીજી બાજુ ગ્રંથિને કારણે સાધારણ અનુભવોમાંથી પણ આપણને અવળું જ દેખાય.
ઈટલીમાં અમારે હજુ વેનિસ, મિલાનો વગેરે સ્થળે ફરવાનું બાકી હતું. મારા એક મિત્રની સાથે એમની કારમાં અમારો પ્રવાસ ગોઠવાયો હતો. એક સ્થળે ભોજન લઈ અમે વેનિસની દિશામાં પ્રયાણ કર્યું હતું. કેટલુંક અંતર કપાયા પછી મિત્રે કહ્યું, ‘હવે કોઈ શહેર આવે તો આપણે થોડો વખત થોભીને ગાડીની સર્વિસ કરાવી લઈએ. માઈલોમીટર પ્રમાણે એની સર્વિસનો વખત થઈ ગયો છે. આપણે ગાડીનો જે વીમો ઉતરાવ્યો છે એની શરત પ્રમાણે પણ હવે એ કામ કરાવી લેવું જોઈએ.'
અમે હાઈવે ઉપર આવતાં બોર્ડમાં શહેરોનાં નામો વાંચતા જતાં હતાં. ત્યાં બોર્ડ પર વંચાયું ઊડિને (UDNE) –ત્રીસ કિલોમીટર.' મિત્રે કહ્યું, ‘ઉડિને આવે એટલે આપણે શહેર તરફ ગાડી લઈએ.'
ઉડિનેનું નામ સાંભળતાં જ મને કશુંક યાદ આવ્યું. મેં કહ્યું, ‘આ એ ઉડિને તો નહિ હોય કે જ્યાં થોડા મહિના પહેલાં ભયંકર ધરતીકંપ થયો હતો ?'
‘કદાચ એ સ્થળ જ હોય. શહેરમાં જઈને કોઈને પૂછીશું તો ખબર પડશે.'
‘એ હોય તો સેંકડો માણસોનો ભોગ લેનાર ધરતીકંપનું સ્થળ આપણને નજરે જોવા મળશે.'
ઉડિને શહેરની નિશાની આવતાં અમારી ગાડી હાઈવે છોડીને વળાંક લઈને ઉડિને તરફ ચાલવા લાગી. ધરતીકંપ ક્યાં થયો છે એ વિશે પૂછવાની જરૂર જ ન રહી, કારણ કે શહેરમાં પહોંચતાં પહેલાં જ, પરાં વિસ્તારમાં જ પડી ગયેલાં હારબંધ ઘરો ગાડીમાં બેઠાં બેઠાં જ અમને દેખાયાં - ગાડી ઊભી રાખી એ સ્થળનું અમે અવલોકન કર્યું. મુખ્યત્વે ગરીબ કે મધ્યમ વર્ગના લોકોનાં એ ઘરો લાગ્યાં. ભારે ધરતીકંપ થાય ત્યારે થોડી સેકંડો કે મિનિટોમાં જ સેંકડો-હજારો મકાનો ઢળી પડે છે અને સેંકડો-હજારો માણસો એકસાથે પ્રાણ ગુમાવે છે. ઈટલીની આ એક મોટી કરુણ ઘટનાનું સ્થળ અમને નજરે જોવા મળ્યું. ઘણા દિવસ વીતી ગયા હતા છતાં જમીનદોસ્ત થયેલાં આ ઘરોનો કાટમાળ ખસેડી ત્યાં નવેસરથી બાંધકામ કરવાની કોઈ પ્રવૃત્તિ ચાલુ થઈ નહોતી. કોઈ માણસો ત્યાં દેખાતા નહોતા. લોકોની નબળી આર્થિક સ્થિતિ અને સરકારની મંદતાનો વિચાર કરતાં કરતાં અમે ગાડીમાં પાછાં બેઠાં.
ઉડિનેમાં અમારે કશું કામ નહોતું. માત્ર ગાડીની સર્વિસ કરાવવા રોકાવાનું હતું. મિત્રે કહ્યું, ‘પેટ્રોલપંપ પર સર્વિસ કરાવતાં દોઢેક કલાક લાગશે. તમારે ત્યાં બેસવું હોય તો ભલે, નહિ તો જો તમારે શહેરમાં ફરવું હોય તો હું તમને એવી કોઈ મધ્ય જગ્યાએ લઈ જાઉ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org