SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ઉડિને યુરોપના દેશોમાં ઈટલીની છાપ કંઈક જુદા જ પ્રકારની છે. ભૂમધ્ય સમુદ્રમાં પગ લંબાવીને બેઠેલા આ પાશ્ચાત્ય દેશની આબોહવા જુદી છે અને ખાસિયતો પણ જુદી છે. અઢી હજાર વર્ષ પહેલાંના ઈટલીના ઉદાર, સશક્ત અને સમૃદ્ધ રોમન લોકોના આ વર્તમાનકાલીન ઊતરતી કોટિના વારસદારો, ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધની ભૂમિ બિહારના વર્તમાનકાલીન વારસદારોની યાદ અપાવે એવા કંઈક છે એવી સાચીખોટી છાપ કેટલાકનાં મનમાં છે. ૧૯૭૧માં રોમના ઍરપૉર્ટ પર હું ઊતરેલો ત્યારે ઍરપૉર્ટના મજૂરોને દુર્જનતાયુક્ત અટ્ટહાસ્ય સાથે મુસાફરોની બૅગો સીધી નીચે જમીન પર ફેંકતા જોઈને થયેલું કે આવી ઉડતા અને અસંસ્કારિતા તો ભારતમાં પણ જોવા નથી મળતી. અમે જ્યારે ઈટલીના પ્રવાસે ગયાં હતાં ત્યારે અમને ચેતવવામાં આવ્યાં હતાં કે ઇટલીમાં ફરવા જાઓ છો તો ધ્યાન રાખજો, ચોર લોકો છે. તમારી પાર્ક કરેલી બંધ કારમાંથી ક્યારે કોઈક તમારી કીમતી વસ્તુઓ તફડાવી જશે તે કહેવાય નહિ. તમારી ડિકીમાંથી સામાન ઊપડી જશે. તમે અજાણ્યા છો એવી ખબર પડે એટલે બેચાર માણસો તમારી પાછળ લાગી જાય અને કોઈક વસ્તુ આંચકી જાય. તમે અજાણ્યા છો એની ચાડી તો તમારો પહેરવેશ અને તમારો ચહેરો ખાય જ. અરે, માત્ર તમારી આંખો પણ એ વાતને છતી કરી દે. તમને સાચવણીનો જેટલો મહાવરો હોય એથી વધુ મહાવરો ચોરને ચોરી કરવાનો હોય. ચોરાયા પછી જ તને ખબર પડે કે તમારી ક્યાં ગલત થઈ ગઈ હતી.' • યુરોપના ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ જેવા દેશોની સરખામણીમાં ઈટલીમાં ત્યારે ગરીબી, બેકારી, ગંદકી, ચોરી વગેરેનું પ્રમાણ વધુ હતું. ત્યાં ત્યારે જૂની, ઘસાયેલી, ફાટેલી નોટો ચલણમાં ઘણી હતી. ઈટલીનું ચલણ તે લીરા' (Lira). અમને સલાહ મળી હતી કે લીરાની નાની રકમની નોટો બીજા દેશમાં વટાવવા જાઓ તો કોઈ હાથમાં પકડતું નથી. ‘લીરા'ના લીરા થઈ જાય છે. ત્યાં ચલણી સિક્કાને બદલે ટેલિફોનના મશીનમાં નાખવાના સિક્કા અપાય છે, જે ત્યાં ચાલે છે, પણ ઈટલીની બહાર ચાલતા નથી. ઈટલી છોડીને બીજા દેશમાં જઈએ એટલે ચલણનું થોડુંક નુકસાન તો થાય જ. કોઈ પણ એક દેશ કે પ્રજા વિશે આપણા મનમાં ગ્રંથિ બંધાઈ જાય પછી તેમાંથી છૂટવું સહેલું નથી. કયારેક તો ઉપરાઉપરી અનુભવો પણ આપણી ગ્રંથિનું સમર્થન ૧૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy