SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન સિગરેટની પ્લાસ્ટિકની મોટી રંગબેરંગી સરસ કોથળીઓ હતી. જે દેશમાં આંતરરાષ્ટ્રીય વિમાનમથકે વિમાનોની અવરજવર બહુ ન હોય અને કસ્ટમ્સનું ચેકિંગ સખત હોય ત્યાં મુસાફરોની લાઈન લાંબી થઈ જાય અને જલદી ન ખસે એવો અનુભવ અહીં કલાવિકના ઍરપોર્ટમાં પણ થયો. બધા પોતપોતાનો સામાન ત્રણ પૈડાંવાળી ટ્રોલીમાં મૂકી ધીમે ધીમે આગળ ખસતાં જતાં હતાં. અમે જોયું કે સ્ફડર લાઈનમાં ઘણા આગળ હતા. એમનો વારો આવ્યો. કસ્ટમ્સમાંથી તે બહાર નીકળ્યા. તેમની પત્ની તેમને તેડવા આવ્યાં હતાં તે દેખાયું. તેઓ હિસ્કીના બાટલા નક્કી કરેલા પ્રવાસીઓ પાસેથી ઉઘરાવી લેતા હતા. અમારો વારો આવ્યો. કસ્ટમ્સમાંથી અમે બહાર નીકળ્યા. અમે સ્ફડર સામે જોયું. પણ હવે જાણે કંઈ ઓળખાણ ન હોય તેવું એમના ચહેરા પર દેખાયું. સ્વાર્થની પૂર્તિ કે અપૂર્તિના પ્રતિભાવો માણસના ચહેરા ઉપર તરત પડ્યા વગર રહેતા નથી. વિહસ્કીના બાટલા મેળવનાર સ્ફડરના ચહેરા ઉપર કોઈ મોટો વિજય મેળવ્યો હોય એવો ઉત્સાહ અને ગર્વનો ભાવ દેખાતો હતો. તેઓ હજુ એક મુસાફરની રાહ જોતા હતા. સ્કુડરની બાજુમાં ત્રણેક આઈસલેન્ડર ઊભા હતા. તેમની વાતચીત અને દેખાવ પરથી લાગ્યું કે તેઓ શહેરમાંથી વ્હિસ્કી ખરીદવા આવ્યા હશે. પરંતુ ભાવની આનાકાની થતી હોય એવું અનુમાન થયું. છેલ્લો પ્રવાસી નીકળતાં સ્ફડરે એનો બાટલો પણ લઈને ટ્રૉલીમાં મૂક્યો. પ્લાસ્ટિકની કોથળી કાઢી નાખીને ટ્રોલીમાં ઉપરની જાળીમાં તેઓ બાટલા ઊભા ગોઠવતા હતા. આઠેક બાટલા હશે. ફુડરને આ વેચાણમાંથી સારો તડાકો પડશે એમ અમને લાગ્યું. અમે ઍરપોર્ટના મકાનની બહાર નીકળ્યાં. રેડ્યાવિક શહેર માટેની અમારી બસ થોડે દૂર ઊભી હતી. ઠંડો પવન સુસવાટા કરતો ફેંકાતો હતો. રાતનો વખત હતો. ફૂટપાથ પર અમારી સામાનની ટ્રૉલી હંકારતાં અમે બસ પાસે પહોંચ્યાં અને સામાન મૂકી બસમાં ગોઠવાયાં. બસની બારીમાંથી મેં જોયું તો સ્ફડરની આસપાસ ઘરાકો વીંટળાઈ વળ્યા હતા અને સ્ફડર તે દરેકની સાથે આનાકાની કરતા ટ્રોલી સાથે આગળ વધતા હતા. એમ કરતાં ખેંચતાણ વધી. આઈસલેન્ડની ભાષા સમજાતી નહોતી. પરંતુ ફુડરની ભાષામાં ગર્વને રણકાર અનુભવાતો હતો. અમારી બસ આગળથી સ્ફડર પસાર થયા. ઘરાકોમાંથી છૂટવા હવે એમણે ઝડપથી ટ્રૉલી ચલાવી, પણ ઘરાકો પાછળ દોડ્યા એથી સ્ફડરે દોટ મૂકી. પરંતુ એમ કરતાં આછા અજવાળામાં એમની ટ્રોલીનું એક પૈડું ફૂટપાથની કિનારીની નીચે ઊતરી પડ્યું. મોટો ધબાકો થયો. ટ્રોલી ઊંધી વળી ગઈ. હિસ્કીના બધા બાટલા ફટી ગયા. કાચ ફૂટવાના મોટા અવાજ થયા. ક્ષણવારમાં હવામાં વ્હિસ્કીની તીવ્ર ગંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy